SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-પંક “અને બેઇઝમૉ તે યોજનામાં તમારો સાગરીત છે?” “હા, હા, બેઇઝમો કરતાં પણ ખરાબ સાગરીતો નથી હોઈ શકતા? પણ એ પચાસ હજાર ફૂાંક મને કાલે મળશે ખરા ? પાંચ હજાર પિસ્તા-સોનૈયા જ મારે જોઈશે.” “તમારે આજે રાતે જોઈએ છે?” “તો તો વધુ સારું; બિચારો બેઈઝમાં કયારનો મૂંઝાતો હશે.” તો ભલે, એક કલાકમાં એ રકમ લઈ લેજો. દોઢ લાખ ફ્રાંકના વ્યાજમાં મને તમારી પાસેથી ચાલીસ લાખ મળવાના હોય, તો તે સોદો કંઈ ખોટો નથી.” બેઈઝમના હિસાબે સેંટ પૉલના ઘડિયાળમાં સવારના સાતના ટકોરા પડતા હતા અને એરેમીસ ઘોડા ઉપર બેસી, સાદા નાગરિકના પોશાકમાં બાતિલને દરવાજે આવી હાજર થયો. તેણે ગવર્નર બેઇઝમૉને મળવું છે એમ જણાવ્યું, ત્યારે અંદર અંદરના પહેરાવાળાઓ તરફ એ સંદેશ મોકલવામાં આવ્યો. તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે એટલું જ જણાવ્યું કે, પહેલી જનને દિવસે જેની રાહ તમે જુઓ છો તે જણ આવ્યા છે એવું તેમને કહેજો. કેટલીય વારે એ સંદેશો ગવર્નર પાસે પહોંચવાનો થયો ત્યારે, તે ઘોડાગાડીમાં બેસી બહાર આવવા જ નીકળતા હતા. ઍરેમીસને દરવાજે ઊભેલો જોતાં જ બેઈઝમૉએ આનંદની ચીસ પાડીને પોતાની ઘોડાગાડીને પાછી લેવરાવી. જાણે તેને શોધવા જ તે જતા હોય! ઍમીસને તેમણે ઘોડા સાથે પોતાના મકાને લીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy