SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ મુકાબલો “તો કુમારી દ લા વાલિયર કોના પ્રેમમાં છે, એવી મશ્કરી કરવામાં આવી હતી?” “સરકાર, મેં એ કશું સાંભળ્યું નથી કે જાણ્યું નથી, પરંતુ આપ નામદાર એટલું સમજી શકશો કે, દ ગીશ જેવા ઊંચા ખાનદાનનો માણસ જાતે ધસી ગયો હશે, તો તે એટલા માટે જ કે, લા વાલિયેરની ઇજજતના સંરક્ષણના સાચા અધિકારી એટલા બધા મોટા માણસ હશે કે જે જાતે મેદાનમાં ઊતરી શકે તેમ નહિ હોય.” રાજા શરમથી એકદમ લાલચોળ થઈ ગયો. તરત જ તેણે માનિકોના ખભા ઉપર હાથ થાબડીને કહ્યું, “મેંશ્યોર દ માનિકો, તમે ખરેખર સાચા ખાનદાન હૃદયના માણસ છો; અને તમારા મિત્ર દ ગીશનું વર્તન પણ મને અતિ પસંદ આવ્યું છે; મારા વતી તમે એ વાત તેમને જણાવજો.” “તો આપ સરકાર મને ક્ષમા આપો છો?” “પૂરેપૂરી; પરંતુ તમે વાતો સારી રીતે ઉપજાવી શકો છો, તેની હું વધુ કદર કરું છું, એ યાદ રાખજો. મૅ૦ દ ગીશ ઉપર પેલું જંગલી સુવર શી રીતે કૂદું, શી રીતે ઘોડાને ઘા થયો, શી રીતે દ ગીશ ભદાઈ ગયા, વગેરે બધું વર્ણન તમે પ્રત્યક્ષ બન્યું હોય એમ જ મને કરી બતાવ્યું હતું.” “સરકાર, આપ મારી ગમે તેવી મજાક કરવાના માલિક છો; પરંતુ મારા ઉપર દયા ફરમાવો.” “ઊલટું, મેશ્યોર દ માનિકૉ તમે એ વાત દરેક જણને કહી સંભળાવો, તેવી મારી ઇચ્છા છે.” “જંગલી સુવરની વાત, સરકાર?” “બરાબર; એક પણ શબ્દ બદલ્યા વિના!” “જરૂર સરકાર; હું સમજ્યો .” તો તમે હવે જઈ શકો છો; પણ મેં૦ દાન વગેરેને અંદર મોકલજો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy