SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સલાહકાર ૧ મૅડમ જુવાન હતી; સામાને આકર્ષવા તથા પરાજિત કરવા પ્રયત્ન કરવાની વૃત્તિવાળી તથા શક્તિવાળી હતી. એવી પ્રકૃતિઓ રંગભૂમિ ઉપર પ્રવેશતાં જ, ગમે તેવાં વિઘ્નો ઓળંગીને પ્રેક્ષકો પાસેથી પ્રશંસાનાદ મેળવવા જીવસટોસટ પ્રયત્ન કરવામાં માનતી હોય છે. એટલે બિકગ્વામ વડે પૂજાયા પછી, તથા બકિંગ્સામથી ચડિયાતા દ ગીશ વડે પૂજાયા પછી, – કેવળ નવું નવું માણવાની સ્ત્રીજનોચિત ઇચ્છાથી જ, તેને રાજાને જીતવાની પણ ઈચ્છા થઈ આવી. આમેય રાજા લૂઈ-૧૪ ફ઼્રાંસનો પહેલા નંબરનો પુરુષ ગણાય; એટલું જ નહિ, વસ્તુતાએ પણ, ફ્રાંસ દેશનો તે સૌથી વધુ સુંદર તથા મનોહર યુવાન હતો. પણ, રાજા શાથી અચાનક આ યુવતી તરફ ખેંચાયો હતો? ૉડમની અંખો સર્વોત્તમ કહેવાય તેવી – કાળા રંગની હતી; લૂઈની આંખો એટલી જ સુંદર હતી પણ ભૂરા રંગની હતી. મૅડમને હંમેશ ખડખડાટ હસવું પ્રિય હતું તથા તે પોતાના હલન-ચલન આદિ વ્યવહારમાં હંમેશાં બેફિકર હતી; ત્યારે રાજા બહુ ખિન્ન પ્રકૃતિનો – સંકોચશીલ હતો. એટલે આ બે સ્વભાવો, એકબીજાના સંપર્કમાં આવતાં જ, એકબીજાના પૂરક હોવાને કારણે જ કદાચ એકબીજા તરફ ખેંચાયા. લૂઈ જ્યારે પોતાના કમરાઓ તરફ પાછો ફર્યો, ત્યારે આખું મન ભરીને તેને એક જ વિચાર આવ્યા કરતો હતો કે, મૅડમ આખા દરબારમાં સૌથી સુંદર – સૌથી મનોહર સ્રી છે; પોતા પ્રત્યે તેને સૌથી વધુ ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy