SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ * પ્રેમ-પંક હતો, એટલે મેં વધુ પૂછપરછ કરવા તેને રોકવો ઠીક ન માન્યું. તેણે નીકળતી વખતે પાછા મને આશ્વાસનના અને દયાના કંઈક શબ્દો કહ્યા. મારી ચિંતા વધી ગઈ છે. પણ એ ચાલ્યો ગયો ત્યાર પછી મને એકદમ બધું સમજાવા લાગ્યું. એના એ બધા ઇશારા મારે માટે જ હતા તથા હું જેને પ્રેમ કરું છું તેને લાગુ પડતા હતા, એમ મને સમજાયું. મારે રાજાજીના હુકમથી તરત ઇંગ્લેંડ જવાનું હોવાથી મેં તેની પાછળ જઈ તેને વધુ ખુલાસો પૂછવાનું યોગ્ય ન માન્યું. પણ હવે તમને આ ચિઠ્ઠી લખીને જણાવું છું કે, એ ત્યાં આવે ત્યારે તેને મળીને વધુ ખુલાસો પૂછશો. “મ0 દ વાર્દો વળી એમ પણ કહેવા પ્રયત્ન કર્યો કે, ડયૂક ઑફ બકિંગહામ પેરીસ છોડ્યું છે, પણ મૅડમ સાથેનો તેનો ગુપ્ત સંબંધ જેમનો તેમ કાયમ છે, એટલા માત્ર જ મારે તેની સાથે તરવાર ખેંચવી જોઈતી હતી. પણ રાજાના સંદેશવાહક તરીકે મારાથી એવાં દ્રાદ્ધમાં ઝટ પડી શકાય નહિ. “મારો વિશ્વાસુ નોકર ઓલિવું તમને આ ચિઠ્ઠી આપશે. મોઢામોઢ વધુ તે જે કહે તે ઉપર બરાબર વિશ્વાસ મૂકજો. પ્રિય ભાઈ, તમે કુમારી દ લા વાલિયેરને મારા સાદર સ્નેહવંદન નિવેદિત કરો. - દ બાજલન” “તા. ક.– જો કંઈ ગંભીર વાત બને –– અને આપણે કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવું જ રહ્યું – તો ‘પાછો ચાલ્યો આવ’ એટલા જ શબ્દ લખી મને તરત ઇંગ્લેંડ સંદેશો પહોંચાડજો, તો તમારો કાગળ મળ્યા બાદ હું છત્રીસ કલાકમાં જ ઇંગ્લેંડથી ફ્રાંસ પાછો આવી પહોંચીશ. આ કાગળ વાંચીને બાળી નાંખજો.” દ ગીશે એ કાગળ ત્રણ વાર વાંચ્યા પછી પણ બાળી નાંખવાને બદલે ખીસામાં જ મૂકી દીધો. દ ગીશે તરત જ માલિકૉનને પોતાના કમરામાં બોલાવ્યો, અને પાએક કલાક તેને પૂછપરછ કરી; પણ પેલો ચાલાક માણસ તરત સમજી ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy