SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ લૉરેઈનની અદેખાઈ તેની તે રાહ જોવા લાગ્યો. થોડી વારમાં બારણું ઊઘડ્યું, અને એ સૌ ત્યાં થઈને મૅડમના કમરામાં દાખલ થઈ ગયા. “હં-અં-એ,” લૉરેઈન ગણગણ્યો; “મેડમના ભોજન વખતે સંગીતનો પ્રબંધ જ થઈ રહ્યો છે; બિચારો ફિલિપ એમ માને છે કે, એ સૌને તેનો ડર લાગ્યો છે એટલે મેં છુપાવતા ફરે છે. પણ આ તો તેને બાજુએ રાખી મહા-ભોજનની જ પરવી ચાલે છે!” તેણે હજૂરિયાને પૂછયું, “તને આ વાતની ખબર શી રીતે પડી?” “મ0 માલિકૉને કહ્યું.” “તારા પ્રત્યે તેનો સદ્ભાવ લાગે છે!” “ના જી, મોંશ્યોર પ્રત્યે તેમનો ભારે સદ્ભાવ છે; અને તેમને તેમના ઘર-કારભારી બનવું છે.” “જરૂર તે બનશે જ, હું મંશ્યોરને ખાસ ભલામણ કરીશ. પણ સાચું કહી દેજે, તને એ વાત મારા કાને નાખવા બદલ શું મળ્યું છે?” “માત્ર મ0 દ ગીશની આ ખાનગી ખબર.” તો લે, એ ખબર હું તારી પાસેથી સો સોના મહોરોથી ખરીદું “આભાર મચ્યોર.” પણ મેં આ બધું કશું જોયું નથી, એમ જ તારે સમજી રાખવાનું.” “અને મને પણ આપે કશું આપ્યું નથી, એમ આપે સમજી રાખવાનું.” લૉરેઈને હવે મેંશ્યોર પાસે જઈ, ઠાવકે મોંએ જણાવ્યું, “મ0 દ ગીશ જડયા નહિ. તે કોણ જાણે હવા થઈ ગયા છે. સવારની તમારી અણધારી મુલાકાતે એ લોકોને ચોંકાવી મૂક્યા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy