SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પૉસનું બળ ઓછું થયું નથી! ૨૫૭ “ના, ના, માથું નહિ, પણ તે ઝૂમર ફૂટી ગયું. આપણી ખોપરીઓ ઉપર નોત્ર-દામ મંદિરના ઘુમટ જેવા ઘૂમટ હોય છે, તેની સાથે અથડાતાં તોપ જેવો ધડાકો થયો અને કાચ વેરાઈને પડયા આજુબાજુ! પણ ગમ્મતની વાત એ કે, એ ઝૂમર મારા માથા ઉપર પડતાં તેની નીચેના ભાગમાં પાંચ શોભાના મણકા હતા તે—” માથામાં પેસી ગયા, એમ ને?” “ના, ના, મારા માથામાંથી એ જગાએ ઊલટા પાંચ મોટા લખોટા ઊપસી આવ્યા.” તો તો ભાઈ, તમારી ખોપરી નીચે જે શિલ્પવિદ્યા ભેગી થઈ હશે, તે એ પાંચ મણકા વાગ્યા ત્યાં થઈને બારણું મળશે એમ માની દોડી આવી હશે, પણ એ મણકાથી તમારી ખોપરીમાં જોઈતાં કાણાં ન પડતાં, ત્યાં ને ત્યાં નાના નાના પાંચ ઘૂમટ ઊપસી આવ્યા હશે.” પણ પછી એ લોકોએ મને તેમનું ઘર બહુ તકલાદી ગણી, અહીં આ પાછળના બગીચામાં આવેલા મજબૂત બાંધણીના મકાનમાં મૂકયો છે; અહીં બગીચામાં અવારનવાર હું મારી શક્તિ પાછી આવી કે નહિ, તે જોવા મોટાં ઝાડ હલાવી હલાવી ઉખાડી કાઢું છું, પરંતુ મારા માથા ઉપરના પાંચે ઢેકા બરાબર બેસી ન જાય ત્યાં સુધી રાજાજી પાસે મને રજૂ ન કરી શકાય, એમ કહી ઍમીસ મને લઈ જતો નથી.” “તો એરેમીસ અહીં પેરીસમાં છે?” “ના, મૉ૦ ફુકે સાથે ફોતેબ્લો ગયો છે.” “તો તો તમને ભૂલી જ જાયને! કારણ કે ફોતિબ્લોમાં તો અત્યારે નાચ-ગાન-નાટકની મહેફિલો ઊડી રહી છે અને રોશનીઓના ઝગારાઓથી રાત અને દિવસ એક બની રહ્યાં છે. પણ મને બીજો જ ડર છે: ઍરેમીસ શિયાળ જેવો લુચ્ચો છે; તેણે તમને અહીં જાણી બૂજીને પૂરી રાખ્યા છે!” “મને પૂરી રાખ્યો છે?” તો જુઓ, તમને કદી બહાર જવા દેવામાં આવે છે?” પ્રે–૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy