SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રેમ-ક “તો પછી તું કબૂલ કર કે તને સુંદર કપડાં-શણગાર ગમે તો છે!” 66 ‘સરકાર, જે વસ્તુનું મારું ગજું પહોંચતું હોય, તે વસ્તુ જ મને સુંદર લાગે છે. જે વસ્તુ મારા હાથની બહાર હોય, તે વસ્તુને હું મારે માટે નિષિદ્ધ કોટીની ગણું છું.” “પણ એ બધો મારો જ વાંક છે; તારી અને તારા કુટુંબની બહુ વખત સુધી ઉપેક્ષા કરવામાં આવી છે; હું હવે એ ભૂલ ઝટપટ સુધારી લેવા માગું છું.” “સરકાર, મને મૅડમની તહેનાત મળી છે, એટલું જ બહુ છે; એથી વધુ કંઈ પણ આપની કૃપાથી કરવા જશો, તો કેવળ મારે માટે અને આપને માટે દુશ્મનો જ ઊભા કરશો. મને આવી સામાન્ય કક્ષામાં જ રહેવા દેજો; એમાં રહીને પણ મને જે પ્રાપ્ત થયું છે, તે મારું મન અમૂલ્ય છે.” "" ‘તું વસ્તુસ્થિતિને બહુ નિરાશાની નજરે જોતી લાગે છે, ” રાજાએ વિચારમાં પડી જઈને કહ્યું. “સરકાર, મારી વાતની કશી ગેરસમજ ન કરશો, એટલું આપની પાસે માગવાની પરવાનગી આપો. મારું તુચ્છ હૃદય તો ગમે તેવી મોટી વાત માટે તડપે, પરંતુ આપ કંઈ આપના એકલાના નથી: આપ પરિણીત છો, અને નામદાર રાણીજીના તરફના આપના પ્રેમમાં એક કણ પણ મારે નિમિત્તે આપ ઓછો કરો, તો તે વસ્તુ રાણીજીને કેટલી બધી કારમી વેદના દેનારી થઈ પડે? આપ ન જાણો; પરંતુ નામદાર રાણીજી આપના દરેક પગલાને બારીકાઈથી નિહાળી રહ્યાં છે. આપ નામદાર તેમને પિત તરીકે મળ્યા છો, એ સૌભાગ્ય માટે તે ભગવાનનો જેટલો આભાર માનતાં હશે, તેટલાં જ તે આપના હૃદયનો એક પણ ધબકારો તેમના સિવાય બીજા કોઈ માટે ધબકતો થયો છે એવું જાણે, ત્યારે દુ:ખી થાય. એવાં પ્રેમળ ભલાં રાણીજીને દુ:ખ થાય એવું કોઈ પણ કૃત્ય અપકૃત્ય ગણાય. હું જે શબ્દો વાપરું છું તે બદલ મને ક્ષમા આપશો; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy