SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ આંધી ૨૩૩ “હું તને આખી મંડળીથી દર ખેંચી લાવ્યો એ ઠીક ન કર્યું. તું પાણીથી આખી જ ભીંજાઈ જઈશ! જોને, તું તો ધ્રુજવા પણ લાગી.” “ના સરકાર; મને માત્ર એટલી જ બીક છે કે, હું અહીં આમ આપ નામદાર સાથે એકલી આવી, એનો ખોટો અર્થ કરાશે.” વાહ, શો ખોટો અર્થ કરાશે? તું ફ્રાંસના રાજા સાથે એટલે કે રાજ્યના પ્રથમ કોટીના સદ્ગૃહસ્થ સાથે નથી, શું?” “સરકાર, મારી બાબતમાં તો એ બહુમાન જ છે; પરંતુ હું મારે માટે ગેરસમજ કરાય તે અંગે નથી બીતી.” “તો શું મારી બાબત અંગે ડરે છે?” “આપ સરકાર ગઈ કાલે રાતે નામદાર મૅડમના કમરામાં શું બન્યું તે ભૂલી ગયા?” “વાહ, એ પ્રસંગ તો મને ઘણો જ યાદ રહેશે – એ પ્રસંગને કારણે તો મને તારો પ્રથમ પત્ર મળ્યો અને તે પણ મળી!” “સરકાર, વરસાદ જોરથી પડવા લાગ્યો, અને આપ નામદારનું મસ્તક તન ખુલ્લું છે.” “મારે માટે જરાય ફિકર ન કરીશ; ફિકર તો તારી કરવાની છે.” “વાહ સરકાર, હું તો ગામડાગામની છું, અને વરસાદમાં કે તડકામાં, મેદાનોમાં કે બગીચાઓમાં રખડવાને ટેવાયેલી છું,”લા વાલિયેરે હસતાં હસતાં કહ્યું, “અને મારાં કપડાંની બાબતમાં તો કશું ચિંતા કરવા જેવું જ નથી.” “હા, હા, મેં એક વાર જોયું છે કે, તારાં કપડાં તદ્દન સાદાં જ હોય છે. પરંતુ તે જાણે છે, પ્રિય, કે મારો તારા ઉપરનો પ્રેમ તારાં કપડાં કે શણગાર-આભૂષણને કારણે નથી થયો.” “સરકાર, મારી સાદાઈમાં મારો કશો ગણ જોવાની જરૂર નથી; હું તવંગર નથી, એ જ એનું કારણ છે,” એટલું બોલી તે મધુર મીઠું હસી પડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy