SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ લાં શેતનું બીજું ઘર ૨૬૫ મુખ્ય શેરી ઉપર આ ઘરને ચાર બારીઓ પડતી હતી. તે તરફ રસ્તાની ધાંધલ રહેતી હોવાથી બે બારીઓ કાયમ માટે પ્લશેતે બંધ કરાવી દીધી હતી. પછી મકાનની બીજી તરફની બારી ઉઘાડતાં સામી બાજુ દૂર વન-ઉપવનનું સુંદર દૃશ્ય નજરે પડ્યું. પરંતુ વચ્ચે પથ્થર અને કૂસો પથરાયેલું મેદાન જોઈ, પૉર્થોસે પૂછ્યું, “આ શું છે ભાઈ?” એ ફતેબ્લોનું સ્મશાન છે,” પ્લાંશેતે જવાબ આપ્યો. હે ? સ્મશાન?” દાનએ પૂછયું. “હા, હા; એક દિવસ ખાલી નથી જતો, જ્યારે અહીં કોઈ ને કોઈ દટાવા આવતું ન હોય. અને જુદી જુદી વ્યક્તિ પ્રમાણે તેમને દાટવા આવતાં સરઘસો પણ રાજકુટુંબનાં માણસોનાં, વેપારી નાગરિકોનાં, સાધ્વીઓનાં – એમ તરેહવાર જ હોય છે.” “ખરી મજા,” પૉર્ટોસે સરઘસો જોવાની વાત સાંભળી જવાબ આપ્યો. પણ એમાં મજા જેવું શું કહેવાય, એ મને સમજાતું નથી.” દાનાં બોલી ઊઠયો. “વાહ, એ જોઈને મજાના ધાર્મિક વિચારો મનમાં ઉદ્ભવે છે,” પ્લશે બોલી ઊઠયો; “આપણે બધાએ એક ને એક દિવસ મરવાનું તો છે જ; અને કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે, મૃત્યુનો વિચાર માણસને બહુ લાભકર છે. હું પૅરીસમાં એવા ભાગમાં રહું છું, જ્યાં હજારો વાહનોની અને લાખો જીવતાં માણસોની અવરજવર અને ધમાલ જ આખો વખત નજરે પડ્યા કરે છે. અહીં આવી થોડાં મડદાં જોવાથી મને ભારે શાંતિ મળે છે.” વાહ ભાઈ, તું તો કવિ અને ફિલસૂફ થવા જ જમ્યો લાગે છે,” દાનએ જવાબ આપ્યો. પણ એટલામાં એક મડદું દટાવા ત્યાં આવવું જોઈ, પૉર્થોસ બોલી ઊઠ્યો, “લો એક મડદુ આવી જ પૂગ્યુંને!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy