SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ હિસાબી કારકુન સેંતેશ્નોના પગ હવે હવામાં અધ્ધર જ ચાલતા હતા. છેલ્લા બે-ત્રણ કલાકથી તેની કિંમત અને માન વધી ગયાં હતાં. રાજાજીએ તેને લા વાલિયેર પ્રત્યેના પોતાના પ્રેમની બનાવટી જાહેરાત કરવા સંતલસમાં લીધો હતો; પણ હવે તો સૌ કોઈ તેની પાસેથી માહિતી મેળવવા તેની પળશી કરવા લાગી ગયાં હતાં! ચારે બાજુ તેને પ્રેમ, પ્રેમ અને પ્રેમનું સામ્રાજ્ય વ્યાપી રહેલું દેખાતું હતું. રાજાજીનો મૅડમ પ્રત્યેનો પ્રેમ, મૅડમનો રાજાજી પ્રત્યેનો પ્રેમ, દ ગીશનો મૅડમ માટેનો પ્રેમ, લા વાલિયેરનો રાજાજી માટેનો પ્રેમ, માલિકૉર્નનો માંતાલે માટેનો પ્રેમ, અને તૉને શારતનો પોતાને માટેનો પ્રેમ! સેતેશ્નો જેવા દરબારીનું તો આટલાથી માથું જ ભમી જાય ! સેંતેશ્નોની વાણી હવે સહસ્ત્રધારે વહેવા લાગી હતી; કોઈ પણ બાબતનું વિગતે વર્ણન કરવાની પોતામાં આટલી બધી શક્તિ હતી, તેની ખબર જ તેને અત્યાર સુધી ન હતી. રાજાજીને હવે મૅડમ માટે આકર્ષણ રહ્યું ન હતું, એટલે લા વાલિયેરવાળી વાત અંગે મૅડમને તીવ્ર જિજ્ઞાસા જાગી હતી; અને રાજાજી મેડમ કેવી ઊંચી નીચી થાય છે તે જાણવા આતુર રહેતા હતા. પરંતુ રાજાજીને વધારે તો લા વાલિયેર વિશે વધુ વિગતો જાણવાની લગની લાગી હતી. અને મેં તેનોએ હવે તે બાબતની વિગતો એકઠી કરવા બીડું ઝડપ્યું હતું. તે પોતે તેને વિષે ખાસ કાંઈ જાણતો ન હતો. એટલે રાજાજીને ખુશ કરવા, રાજાજીના કહ્યાથી, તે વિશેષ માહિતી મેળવવા તત્પર થયો. ૧૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy