SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાજીની મુલાકાત ૨૬૭ છાતીમાં જાણે ગોળી પેસી ગઈ. તે મૅડમ દ શેડ્યૂઝ* હતી! એરેમીસની જૂની મળતિયણ, મેરી મિશ! રાઓલની મા! દાનો હવે દૂરથી જ પાછો ફર્યો; પણ તેણે સુશાંના નોકરને વચ્ચે પૂછ્યું, “આ કોનું મડદું દટાવા આવ્યું છે?” એક ગરીબ ફ્રાંસિસ્કન પાદરીનું; તેને સ્મશાન સુધી પાછળ આવનાર એકાદ કૂતરો પણ નથી.” “પણ ઍરેમીસ કૂતરો નથી, છતાં તે આવ્યો જ છે, તો જરૂર તેને બીજી કોઈ સારી ગંધ મળી હોવી જોઈએ,” દાનએ વિચાર્યું. ૩૮ રાજાજીની મુલાકાત પ્લશેતના ઘરમાં પૉર્થોનને ઘણું ગોઠી ગયું. ફૂટડી સુશાં પૉર્થેસને બગીચામાં ફરવા લઈ ગઈ અને સ્ટ્રૉબેરી તોડી તોડીને પોતાને હાથે ખવરાવવા લાગી. પૉસ પણ તેને રાજી કરવા, તે કહે તે ઝાડ બાથમાં લઈ ઉખાડી આપવા લાગ્યો! દાન પ્લશેતના મનમાં થતી ચિતા પામી ગયો. તે તરત જ રાજાજીની મુલાકાત કયારે મળી શકશે તે જાણી લાવવા એકલો દરબારગઢ તરફ ચાલ્યો ગયો. બે કલાકમાં તે પાછો આવ્યો ત્યારે ખબર લાવ્યો કે, “આજે સાંજના રાજાજી આપણને મળશે.” *શ્રી મસ્કેટિયર્સ–૧માં રાણી ઍનની પ્રેમ-કારણ તથા રાજકારણમાં વફાદાર મિત્ર તરીકે તે દાખલ થાય છે. કાર્ડિનલ રિશભુના પંજામાંથી નાસી છૂટવા મેરી મિશ નામે સપૅન નાસી છૂટે છે. રસ્તામાં ઍથોસ સાથે એક રાત ભેગી થાય છે. જુઓ ‘થ્રી મસ્કેટિયર્સ–૨ પૃ૦ ૧૦૯ ઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy