SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ રૉયલ ઓક” નીચે ૧૧૫ કરવું હોય છે. મજા અને પ્રેમ એ બે તાણાવાણાનું જ તેમના જીવનનું પોત વણાયું છે. એટલે મૌ. દ ગીશ ભલે તે બાઈ ઉપર પ્રેમ કર્યા કરે, તે બાઈ કદી દ ગીશ ઉપર પ્રેમ કરવાની નથી.” તૉને શારત હસી પડી. તે બોલી, “આ “પ્રેમ” “પ્રેમ” નું શું કૂટયા કરે છે? કોઈ વળી સાચેસાચ પ્રેમ કરતું હોય છે? પોતે ફસાઈ ન જાય તેવી કાળજી રાખી, બધા પુરુષોને આકર્ષ્યા કરવા એમાં જ સ્ત્રીનું સાચું સ્ત્રીત્વ રહેલું છે. પુરુષો પોતાને ભજે– પોતાને પગે પડતા આવે, એવું કરતી રહે અને છતાં કોઈમાં ન બંધાય, એ જ ખરી સ્ત્રી!” એટલે કે તારા પ્રેમી મૉ૦ દ મૉતપાએ તારી પાસેથી એટલી જ આશા રાખવાની છે, એમ ને?” “હા, હા; બીજાઓની જેમ તેમણે પણ! મેં કબૂલ રાખ્યું છે કે, તેમનામાં અમુક પ્રકારની ઉત્તમતા છે, એટલું જ બસ નથી? અરે દીકરી, જુવાનીનો જે સમય મળ્યો હોય, તે દરમ્યાન સ્ત્રીએ મહારાણીની પેઠે વર્તવું જોઈએ,– હજારો જણ ખંડણી અર્પતા આવે, તે મહાનુભાવતાથી સ્વીકાર્યો જવું; પણ કોઈના તાબેદાર ન બનવું! પાંત્રીસ વર્ષ બાદ જ સ્ત્રીએ હૃદય નામની ચીજના અસ્તિત્વને મન ઉપર લેતા થવું!” બાપરે!” લો વાલિયર ગણગણી ઊઠી. શાબાશ! અર્થાત્ સ્ત્રીએ પ્રેમિકા અને પત્ની બંને એકસાથે બનવું! સખી તું જરૂર આ દુનિયામાં તારો રસ્તો કરી લેશે!” માંતાલે બોલી. “તો શું તને મારી એ વાત માન્ય નથી?” “પૂરેપૂરી માન્ય છે,” માંતાલે હસતાં હસતાં બોલી. “તું ખરેખર ગંભીરપણે આ જવાબ આપે છે?” લુઇઝાએ પૂછયું. “હા, હા, ગંભીરપણે માત્ર મારું દુ:ખ એટલું જ છે કે, મારા આ બધા સિદ્ધાંતો અમલમાં મૂકવાના થાય, ત્યારે જ હું કાચી પડી જાઉં છે! પરિણામે હું રમાડવા જાઉં છું બાદશાહોને, અને મારા હાથમાં રમતા હે છે હજૂરિયા!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy