________________
૪૧
બેઇઝમૉના હિસાબો હા જી, તમે તેની બાબતમાં અંગત રસ બતાવેલો, એટલે હું તેને સારી રીતે રાખું છું.”
“આભાર, આભાર; બિચારો છોકરડો કવિ છે, અને તેને બદ્રી મા જ છે. એટલે મેં તમને તેની બાબતમાં સહેજ ભલામણ કરી હતી. પરંતુ તમે તો માયાળુ સ્વભાવના એટલે એ વસ્તુ બરાબર યાદ રાખી છે!”
લૉર્ડ, તમે જેની બાબતમાં ભલામણ કરી હોય, તેને હું ભૂલું ખરો? તેને હું બરાબર પંદર ફ્રાંકવાળા કેદીની જેમ જ રાખું છું.”
એટલે કે, આ માશિયાલીની જેમ?” ઍરેમીસે એકદમ એક કેદીના નામ આગળ થોભીને પૂછ્યું. સેલદોમાંથી ઍરેમીસ માશિયાલી ઉપર શી રીતે પાછળ આવી પહોંચ્યો, તેનું બેઇઝમૉને ભાન રહ્યું નહિ. તેણે વાતના ચડસમાં જ જવાબ આપ્યો, “બરાબર તેની જેમ જ.”
“તો આ માશિયાલી કોઈ ઇટાલિયન છે શું? અને તેને કેમ એકદમ પંદર ફ્રાંક ઠરાવ્યા છે?”
ચૂપ, ધૂપ, લૉર્ડ, એ નામની બહુ પૂછપરછ ન કરશો. મેં તે વિષે તમને પહેલાં નામ દીધા વિના વાત કરી હતી.”
“તો શું તે કોઈ રીઢો ગુનેગાર છે?” “ના રે ના, તદ્દન જવાન છે.” “તો શું તેનો ગુનો ભયંકર પ્રકારનો છે?”
“બિલકુલ અક્ષમ્ય!” આટલું કહી તેણે એરેમીસના કાન પાસે પોતાના બે પંજાનું ભૂંગળું કરી ધીમેથી કહ્યું, “જેનું મોં રાજજીના માં સાથે બરાબર મળતું આવે છે તે—”
હા, હા, હવે યાદ આવ્યું, તમે પહેલાં એવા એક કેદીની વાત કરી હતી ખરી; પણ એમાં એણે કશો જાણીબૂજીને કરેલો અપરાધ શો કહેવાય?”
પણ લૉર્ડ, વિચાર તો કરો કે, એ સરખાપણું કેટલો મોટો ઉત્પાત મચાવી મૂકે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org