SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ મુકાબલા માનિક અંદર દાખલ થયો એટલે રાજાએ દાતને અને સેતેગ્નાને બિલકુલ ચૂપ રહેવા નિશાની કરી. પછી માનિકોંએ આવીને સલામ ભરી એટલે રાજાએ તરત તેને પૂછયું, “કાઉંટ દ ગીશને જે કમનસીબ અકસ્માત નડયો તેની હકીકત કહો જોઉં.' "" માનિકાએ આસપાસ સૌ સામે નજર કરી લઈ બેધડક જવાબ આપ્યો કે, “જંગલી સુવ્વરનો શિકાર કરવા જતાં એ કરુણ અકસ્માત થયો છે, નામદાર. ,, 66 પણ જંગલી સુવ્વરનો શિકાર કરવા માટે સાથે કૂતરાઓ વિના કે શિકારીઓ વિના, ૬ ગીશ એકલા દોડી ગયા, એ તો કોઈ સદ્ગૃહસ્થની શિકારની રીત ન કહેવાય !” 6c ‘સરકાર, જુવાની દીવાની છે! વિશેષ શું કહી શકાય ?” ‘પણ જંગલી સુવ્વર સામેય પિસ્તોલથી લડવા જવાનું ઇચ્છનારો મે હજુ કોઈ જાણ્યો નથી; પિસ્તોલથી તો દૃયુદ્ધ લડાય !' રાજાએ કટાક્ષમાં કહ્યું. “સરકાર, અમુક કામ કર્યા પછી, તે શા માટે એમ જ કર્યું એનો ખુલાસો આપવો હંમેશ મુશ્કેલ હોય છે. ” “પણ ઘોડા ઉપર બેસીને સુવ્વરનો શિકાર કરવા જતાં ઘોડાના લમણામાં પિસ્તોલની ગોળી શી રીતે વાગી, એનું કારણ આપવું કદાચ મુશ્કેલ નહિ હોય, મોંશ્યોર! એ ઘોડો ત્યાં મરેલો પડેલો છે!” “બધું દીવાનાપણા જેવું તો લાગે જ છે, સરકાર.” ૩૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy