SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ મૅડમ ૩૪૯ સ્ત્રીઓ સામાન્ય રીતે આડકતરા ઉપાયોથી જ લડાઈ ચલાવતી હોય છે; તેમની સામે સીધો મોરચો આવીને ઊભો રહે, ત્યારે તેઓ એટલી બધી હોંશિયારી કે દૃઢતા દાખવી શકતી નથી. પરંતુ, રણમેદાનમાંથી ડરી જઈને પાછા ભાગવું એ પણ મૅડમના સ્વભાવમાં ન હતું. રાજા સીધો ઘોડા ઉપરથી ઊતરીને આવ્યો હોવાથી તેના મોં ઉપરનો રંગ હજુ વધારે લાલ હતો, તથા ધૂળ અને મુસાફરીથી તેનાં કપડાંના પણ હાલહવાલ હતા. તે પાસે આવીને બેઠો એટલે માંતાલે ત્યાંથી વિદાય થઈ ગઈ. રાજાએ સીધું જ કહ્યું, “માદમુઝોલ દ લા વાલિયેર આજે સવારે પોતાના કમરામાંથી નાસી ગઈ છે તે તો તમે જાણતા જ હશો; તે દુ:ખ અને હતાશાની મારી મઠમાં સાધ્વી થવા ગઈ હતી.” “આપ નામદાર જ મને પહેલી વખત એ વાતની જાણ કરાવે છે.” “પણ, તમે તેને શા માટે કાઢી મૂકી છે, તે મને કહેશો?” “મને તેના વર્તન બાબત અસંતુષ્ટ થવાનાં કારણો મળ્યાં હતાં.” “પરંતુ એ જુવાન છોકરી તેમ જ તેનાં સગાંવહાલાંને આવી નામોશીમાં ઉતારવા માટે તમારા જેવી ભલી અને માયાળુ બા પાસે કંઈક વિશેષ કારણો હોવાનું લોકો સહેજે માની લે. રાજદરબારની બાજુઓ તરફ આખા શહેરની નજર અને જીભ મંડાયેલાં રહે છે. તો કુમારી દ લા વાલિયરે કયો ગુનો કરેલો છે?” આપ જ હવે માદ"આઝોલ દ લા વાલિયેરના વતી બોલવા આવ્યા છો, તો હું આપને એ ખુલાસાઓ આપીશ; બાકી, એ ખુલાસા કોઈને ન આપવાનો મને અધિકાર છે.” રાજાને પણ એ ખુલાસા ન આપો?” આપ મને ભાભી-બહેન કહો છો, અને હું મારા કમરામાં બેઠી છું, એ ભૂલી ન જતા, સરકાર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy