SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઍરેમીસનો પત્રવ્યવહાર ૧૫૧ વાલિયેર છે. રાજાજી એનામાં બંધાઈ જાય એટલી સુંદર તે છે. હવેથી માદમુઆઝોલ દ લા વાલિયરને લક્ષમાં લેતા રહેજો.” મૅડમ બાબતમાં એક અક્ષર પણ તે ચિઠ્ઠીમાં નહોતો. તરત જ ઍરેમીસે ફુકેને પૂછ્યું “તમને લા વાલિયેર નામની જુવાન છોકરીનો પરિચય છે?” જરા પણ નહિ.'' << જરા યાદ કરી જુઓ.” 66 “હા, હા, તે નામની છોકરી મૅડમની તહેનાતમાં છે ખરી.’’ “તો માંશ્યોર, તમે અત્યારે મૅડમને નહિ પણ તેને મળો.” “એટલે શું?” “પેલાં નંગ પણ તેને જ આપજો.” “નૉન્સન્સ!” “માંશ્યોર, મારી સલાહની અવગણના ન થઈ શકે, એ જાણો છો ને?” “ છતાં ,, “તમે વખત ગુમાવ્યા વિના તેને મળો. અને મૅડમ દ બેલિયેર આગળ હું તમારો જામીન થઈશ કે તમે રાજકારણીય હેતુસર જ તે સુંદરીને મળ્યા હતા! ’’ “તમે શું કહેવા માગો છો? તમે હમણાં કોનું નામ લીધું?” ‘હવે તમને ખાતરી થશે કે, તમારી રજેરજ હિલચાલથી હું જેટલો માહિતગાર છું, તેટલો જ બીજાઓ વિષે પણ હોઈ શકું!” ‘ઠીક, તો તમે કહેશો તેની તહેનાત હું ભરીશ; પછી છે કંઈ?” ફુંકે મૅડમ દ બેલિયેરની યાદથી પુલકિત બનીને બોલ્યો. “પરંતુ, હવે તો સાતમે આસમાનથી ધરતી ઉપર પાછા આવો~~ આ તમારો કોલબેર તમને મળવા સામે જ આવે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy