SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રેમ-પંક “હા, હા, બે-ત્રણ દિવસથી મૅડમનો સિતારો બહુ ચમકવા લાગ્યો છે; અને આપણી યોજના પ્રમાણે આપણે રાજાજીનાં માનીતાં સૌની સાથે ' મેળ રાખવાનો છે, જેથી કોલબેર રાજાજીના કાન ભંભેરે તેનો ઉપાય થતો જાય!” પણ આજકાલ રાજાજીનો સદ્ભાવ મેડમ ઉપર ઊતર્યો છે, એની તમને ખાતરી છે?” જો કંઈ ફેરફાર થયો હોય તો તે આજ સવારથી જ થયો હોય. તમે જાણો છો જ કે મારી પાસે મારા આગવા જાસુસો છે!” ઠીક, તો હું જલદી મૅડમ પાસે જાઉં છું; મારી પાસે હીરાજડિત બે સરસ નંગ છે.” મેં જોયાં છે; એવાં મોંઘાં અને રાજવંશી નંગ બીજાં મળવા મુશ્કેલ છે.” તે જ ઘડીએ એક નોકર આવીને કુકેને તથા એરેમીસને તેમને માટેની ચિઠ્ઠીઓ આપી ગયો. કુકેની ચિઠ્ઠી મૅડમ દ બેલિયેરની લખેલી હતી. તેમાં જે પ્રેમભર્યો સંદેશ હતો તેનાથી કોઈ પણ માનવનું હૃદય આનંદવિભોર બન્યા વિના ન રહે. તેમાં લખ્યું હતું “પ્રિય, તમારાથી વિખૂટી પડયે એક કલાક જ થયો છે; પરંતુ તમને હું ચાહું છું એ કબૂલ કર્યો એક યુગ થઈ ગયો છે.” મૅડમ બેલિયેર બે દિવસ કુકે સાથે રહ્યા પછી એક કલાક પહેલાં જ છૂટી પડી હતી. કુકેએ એ ચિઠ્ઠીને પ્રેમથી ચુંબન કર્યું અને એ ચિઠ્ઠી લાવનાર દૂતને મૂઠી ભરીને સોનામહોરો આપી દીધી. ઍરેમીસ માટેની ચિઠ્ઠીમાં આ લખાણ હતું– “આજ સાંજથી રાજાજીને નવું જ ઘેલું વળગ્યું છે. પોતાને એક યુવતી ચાલે છે એવી તેમને ખબર પડી છે. એ જુવાન છોકરી પોતાની સખીઓ સાથે ખાનગીમાં વાતચીત કરતી હશે, તે વાતો સાંભળવામાંથી રાજાજીને એનું ઘેલું વળગ્યું છે. છોકરીનું નામ માદમઆઝોલ દ લા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy