SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રેમ-પંક સુંદર કિલ્લેબંધી બાંધનારનું નામ જાણવા જ મોકલ્યો હતો, પણ તમે મને કશું કહો ત્યારે ને?” “શું રાજાજીએ તમને એ જાણવા—” “હા, હા, પણ હવે એ વાત મૂકી ને પડતી.” વાહ, વાત પડતી શા માટે મુકવી? તો શું રાજાજી જાણતા હતા કે અમે બેલ-ઇલને કિલ્લેબંદ કરી રહ્યા હતા?” લે, રાજાજી બધું જ જાણતા હોય છે.” “પણ કોણ તે કિલ્લેબંદી બાંધી રહ્યું છે, તેની તેમને ખબર ન હતી?” “તેમને જે વર્ણન મળ્યું હતું તે ઉપરથી તે સમજી શક્યા હતા કે, કોઈ ભારે શિલ્પી-લડવૈયો જ એવી કિલ્લેબંદી બાંધી શકે.” “અરેરે, મને પહેલેથી એ વાતની ખબર હોત તો! પરંતુ હું વૅનમાં તમને પાછો ભેગો ન થયો એટલે પછી તમે રાજાજીને શું કહ્યું?” “મેં વિચાર કર્યો અને વિચાર કરતાં મને પૂરું સત્ય માલૂમ પડી ગયું. તમને મેં બેલ-ઇલમાં હુકમો આપતા અને પથ્થર ઊંચકતા જોયા જ હતા એટલે એ કિલ્લેબંદી તમે જ બાંધી છે તેની મને કલ્પના કરતાં વાર ન લાગી; અને મેં સાથે સાથે એ પણ કલ્પી લીધું કે તમે મોં૦ ફુકેના હુકમથી બેલ-ઇલને કિલ્લેબંદ કરી રહ્યા હતા.” સાચી વાત છે.” પણ હું એક વાત વિચાર કરવા માંગું એટલે પછી અધવચ રહેતો નથી. મેં એ પણ કલ્પી લીધું કે, મેં૦ ફુકે એ કિલ્લેબંદી અંગે ભારે ગુપ્તતા જાળવતા હોવા જોઈએ. પણ શાથી એ ગુપ્તતા તે રાખતા હતા એ તમે જાણતા હતા, ભાઈ?” “પોતે કિલ્લેબંદી કરે છે તે બધા જાણી ન જાય તે માટે વળી, બીજું શું કારણ હોય?” અરે, ઍ૦ ફુકે પોતાને મોંએ રાજાજીને કહેતા હતા ત્યારે એ કારણ મેં સાંભળ્યું; તે કારણ એ હતું કે, મેં કુકે રાજાજીને અચંબામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy