SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પૉર્થોનનું બળ ઓછું થયું નથી! ૨૫૫ નાખવા માટે ગુપ્ત રીતે આખો ટાપુ પૂરો કિલ્લેબંદ કરીને રાજાજીને બક્ષિસ આપવા માગતા હતા. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એ આખી કિલ્લેબંદી અનોખા પ્રકારની છે અને તે એમના એક પરમ મિત્રે જાતે દેખરેખ રાખીને બાંધેલી છે. રાજાજીએ તેમને એ મિત્રનું નામ પૂછ્યું, તો મેં૦ ફુકેએ કહ્યું કે, તેમનું નામ બેરન વાલે છે. અને તેમને આપની સમક્ષ રજૂ કરવા આપની પરવાનગી હું માગું છું.” શું મને રાજાજી સમક્ષ રજૂ કરવાની પરવાનગી માગી?” “અને રાજાજીએ તરત જ આપી પણ.' “તો પછી મને એ લોકો રાજાજી સમક્ષ હજુ રજૂ કેમ કરતા નથી ?” તો તમને એ “લોકોએ”રાજાજી સમક્ષ રજૂ કરવાની વાત નથી કરી?” વાત તો કરી છે; પણ રાજાજીએ પરવાનગી આપી છે એ કહ્યું નથી; અને મને રાહ જોતો અહીં નાખી મૂક્યો છે.” અરે, રાજાજીએ પરવાનગી આપી છે એટલે તમને રજૂ તો કરશે જ વળી; પણ અહીં તમને બહુ અટુલું લાગતું હશે, નહિ?” નારે ના, હવે હું વાંચવામાં પડ્યો છું એટલે એવું નથી લાગતું.” “પણ ભાઈ વાંચવામાં ‘પડવાથી તમારું શરીરનું બળ તો બહુ ઘટી ગયું હશે!” “ના રે ના; જરાય નહિ.” “મેં તો સાંભળ્યું હતું કે, અહીં આવ્યા પછી થોડા દિવસ –” “હા, હા, મારું એકે હાડકું હાલી શકતું નહોતું.” કેમ, કેમ? શું થયું હતું?” પૉસ સમજી ગયો કે, તે વધારે પડતું બોલી બેઠો છે. “હું બેલ-ઇલથી ઘણી સખત ઘોડેસવારી કરીને આવ્યો હતો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy