SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ લૉરેઈનની અદેખાઈ થયા નથી, તેટલામાં તો પોતાની પત્નીના પ્રેમીઓ બાબત ફરિયાદ કરવા બીજી વાર દોડી આવ્યો!” “શું હજુ બકિંગહામની જ કોઈ વાત છે?” “ના, ના, હવે દ ગીશનો વારો છે?” “તો મેડમ બહુ ઉદંડ બાઈ છે કે શું?” “હશે જરા વળી; સ્વતંત્રપણે ઊછરી હોય, તો થોડું ઘણું એમ બને પણ ખરું.” બાપડો, મારો નાનો ભાઈ ! તો તો તેનું આવી બન્યું !” રાજા હસતો હસતો બોલ્યો. “તો શું તમને મૅડમની ઉદંડ પ્રકૃતિનો કાંઈ વાંધો નથી ને?” “મેડમમાં એ વસ્તુ જરા વાંધાભરી કહેવાય ખરી; પણ ખરી રીતે અંતરથી તે તેવી નથી, એમ હું માનું છું.” પણ તમારો નાનો ભાઈ તો ગુસ્સે થઈ ગયો છે, અને તે દ ગીશને પાણીમાં ડુબાડી દેવા માગે છે!” એ તો બહુ સખત સજા કહેવાય!” રાજાજી હસી પડીને બોલ્યા. “પણ એમ હસી કાઢવા જેવી આ વાત નથી. આપણે કંઈક વિચારવું જોઈએ.” “દ ગીશને બચાવી લેવા ખરુને? જરૂર એ કામ તો આપણે કરવું જ જોઈએ! આપણા ઉમરાવોની એવી કતલ આપણે ન થવા દેવી જોઈએ.” તમારો નાનો ભાઈ તમારી આ મજાકો સાંભળી જાય, તો જરૂર તે તમને રાજગાદીએથી ઉથલાવી પાડવા કાવતરાં જ કરવા માંડે; જેમ તમારા કાકા તમારા પિતાની સામે કર્યા કરતા હતા!” ના, ના, ફિલિપ મને ખૂબ ચાહે છે; અને સામી બાજુએ મને પણ તેના ઉપર બહુ વહાલ છે. અમે બંને ભાઈ સારી રીતે સલાહસંપથી રહેવાના, એ જાણી રાખજો. પણ ફિલિપનું કહેવું શું છે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy