SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું – ૨૨૧ જ ચાહશે – અને તે પણ ભગવાનની સાક્ષીએ, તારા પવિત્ર હૃદયના સોગંદ ખાઈને કહે છે.” “સરકાર! સરકાર!” રાજાએ જવાબમાં ચુંબનોથી તેને નવરાવી દીધી. પરંતુ લા વાલિયેરને રાજાની આ ઉદ્દામતાનો જ ડર લાગવા માંડ્યો. તેણે પોતાની બેઅદબીની ક્ષમા માગવાનું જ ચાલુ રાખ્યું. રાજાએ હવે ઊભા થઈ ગંભીરતાપૂર્વક જણાવ્યું, “આ જગતમાં તારા જેટલું જેને ચાહતો હોઉં, કે જેનો આદર કરતો હોઉં, તેવું હવે બીજાં કોઈ જ નથી. મારા હૃદયમાં જે આનંદનો ઊભરો તું જુએ છે, તેથી તું ડર નહીં. એ ક્ષણિક નથી. રાજા પણ માણસ છે અને તેને સાચો પ્રેમ કરવાનો કે મેળવવાનો હક છે, એની તું ના નહિ જ પાડે. આજથી માંડીને તું મારા સંરક્ષણ નીચે આવે છે. આજથી માંડીને તારા ઉપર અધિકાર ચલાવનારાં કે તને અદેખાઈથી બરબાદ કરવા ઇચ્છનારાં એ સહુના કરતાં હું એટલી ઊંચી બની રહે છે કે, તને ડરાવવાની હિંમત કરવાને બદલે તારી કરુણાને પણ પાત્ર તેઓ ન રહે તેટલા હેઠ તે બની રહેશે. આજથી તું હવે તારી રોજની પ્રાર્થનાઓમાં મને કદી ન ભૂલતી.” “સરકાર, ખાતરી રાખજો કે, ભગવાન અને તમે મારા હૃદયમાં એકસાથે જ વસેલા રહેશો.” રાજાએ હવે સેંતેશ્નોને પાસે બોલાવ્યો અને તેને બતાવીને લા વાલિયેરને કહ્યું, “મેં તને જે શાશ્વત પ્રીતિ સોગંદપૂર્વક બક્ષી છે, તેના બદલામાં આ માણસ પ્રત્યે તું થોડીક મિત્રતા દાખવજે.” સેતેશ્નોએ તરત જ લા વાલિયર સમક્ષ એક ઘૂંટણ ટેકવી નમન કર્યું. કારણ કે, આજથી લા વાલિયેર તેને માટે રાજાજી જેટલી જ આદર અને સંમાનને પાત્ર વ્યક્તિ બનતી હતી. ઉપરાંત, આ પ્રેમ-પ્રસંગમાં રાજાજી તેને જ પોતાનો સાક્ષી બનાવવા માગતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy