SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ પ્રેમ-પંક સલાહ પ્રમાણે ભલે નિરાંતે ઊંઘજો.” રાઓલ બધું પામી જઈ બોલી ઊઠયો. “શું ? જાગીરે ચાલ્યા જાય? શા માટે દ ગીશ ચાલ્યા જાય વારુ?’’ લૉરેઈને પૂછ્યું. ." હા હા; જે કાંઈ બન્યું છે અને જે વાતો સંભળાય છે, તેનાથી તમે કે દ ગીશ અજાણ્યા તો નહિ જ હો! અને એ બધાનું શું પરિણામ આવી શકે, તેની કલ્પના કરવા જેટલી બુદ્ધિ તો તમારામાં હશે જ. મોંશ્યોર ખરેખર દ ગીશ ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા છે, અને મૅડમને પણ રડવું પડયું છે.” (6 પણ તેથી દગીશને શા માટે ભાગી જવું પડે, તે કહેશો? હું હમણાં જ મૅશ્યોરને મળીને આવ્યો છું, અને હું ખાતરીથી કહું છું કે, તેમના મનમાં ૬ ગીશ પ્રત્યે કશો ગુસ્સો નથી.” “અરે, રાજાજીએ આખો મામલો પોતાના હાથમાં લીધો છે, એટલે માણ્યોરને મનમાં શાંતિ જ હોય ને!” “ પણ રાજાજી દ ગૌશને ચાહે છે અને ખાસ કરીને તેમના પિતાજી તો તેમના ખાસ પ્રેમપાત્ર હતા. પણ બીજી અગત્યની બાબત તો એ છે કે, કાઉંટ આમ ભાગી જાય, તો પોતાના ગુનાની કબૂલાત કર્યા જેવું ન થાય કે?” * શા માટે?” "C કારણ કે, માણસે ખરેખર ગુનો કર્યો હોય તો જ, કે તેની સજાના ડરથી જ તે ભાગાભાગ કરી મૂકે.” “અથવા પોતાના ઉપર ખોટો આરોપ આવ્યો હોય તો રિસાઈને કે ગુસ્સે થઈને પણ ચાલ્યો જઈ શકે. અને આપણે બધા મિત્રો પ્રયત્નપૂર્વક જો એવી જ હવા ઊભી કરીએ, તો પછી બધા એમ જ માનશે. માટે કાઉંટ, તમે નિર્દોષ છો, અને આજના પ્રસંગ વખતે તમારા ઉપર અવિશ્વાસ બતાવવામાં આવ્યો હોવાથી તમને માઠું લાગ્યું છે, અને તેથી તમે ચાલ્યા જાઓ છો, એવું કહેવાવા દો. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy