SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-પાંક પણ એટલામાં તૉને શારોંત રાઓલને બોલાવવા આવી; કારણકે મૅડમે પોતાના ભાઈને લખવાનો કાગળ પૂરો કર્યો હતો, અને તે રાઓલની રાહ જોતી હતી. ૧૯૦ ૨૮ ખુશખુશાલ ૧ માનિકોંનું ખીસ્સું હવે ખાલી થઈ ગયું હતું: અને દ ગીશની અત્યારની ઘેલી દશામાં તે પૈસાની માગણી બાબત કશું સ્વસ્થતાથી સાંભળે કે વિચારે તેવી સ્થિતિમાં ન હતો. માલિકૉર્ન પાસે તેણે પૈસાની માગણી કરી, ત્યારે તેણે કહ્યું, “મને માંશ્યોરના ઘર-કારભારમાં જગા અપાવી દો, તો મને ને તમને સૌને પૈસા જ પૈસા થઈ રહે.” એટલામાં દગીશને એ તરફ આવતો જોઈ, માલિકૉર્ને માનિકોંને કહ્યું, “ગમે તેમ કરી, દ ગીશ અને મોંશ્યોર વચ્ચે ફરી મેળ કરાવવો જોઈએ; અને આપણે કંઈક ભેજું વાપરીએ, તો એ વસ્તુ અશકય નથી.' ,, .. તો ઠીક, તારું ભેજું કામે લગાડ. “પણ પછી મને મોંશ્યોરના ઘર-કારભારમાં જગા અપાવવાનું ન ભૂલતા. "" ,, દરમ્યાન ૬ ગીશ પાસે આવી જતાં માનિકોંએ તેની સામે જોઈ પૂછ્યું, “કેમ ભાઈ શું શોધો છો?” “ભાઈ, હું જે શોધું છું, તે તારાથી મને મેળવી અપાય તેવું નથી; અલબત્ત, તારું ભેજું બહુ ફળદ્રુપ છે, પણ તે ફળદ્રુપતા તું તારા મિત્રના ઉપયોગમાં હંમેશ લાવતો નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy