SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રેમ-પંક રાજા તેને ખબર ન પડે તે રીતે ઓરડામાં દાખલ થયો; પણ ચંદ્રનો પ્રકાશ પડેલું તેનું મુખ જોતાં જ બોલી ઊઠ્યો, “ભલા ભગવાન, એ તો મરી જ ગઈ છે ને!” ના સરકાર,” તાલે ધીમે અવાજે બોલી, “ઊલટું તેને હવે સારું છે. તેને સારું છે ને, લુઇઝા?” પણ લુઇઝાએ પોતાની ધૂનમાં કશું સાંભળ્યું ન હતું. એટલે માતાએ આગળ કહ્યું, “રાજાજી તારી તબિયતની ખબર પૂછે છે.” રાજાજી?” જાણે લુઇઝાના હૃદયમાં કટાર પેસી ગઈ હોય એમ વેદનાથી તે બોલી ઊઠી. હા, હા,” મેંતાલેએ જવાબ આપ્યો. તો રાજાજી આ તરફ આવ્યા છે?” આસપાસ જોયા વિના જ લુઇઝાએ પૂછયું. “એ જ અવાજ! એ જ અવાજ!” રાજાએ સેંતેશ્નોના કાનમાં ધીમેથી કહ્યું. હા સરકાર; એ જ અવાજ છે; તેણે જ સૂર્ય પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો.” રાજાજી હવે લા વાલિયેર તરફ પહોંચીને બોલ્યા, “માદા!આઝોલ દ લા વાલિયેર, તમારી તબિયત ઠીક નથી; હમણાં જ ઉપવનમાં તમને બેભાન થયેલાં મેં જોયાં હતાં. તમને શું થયું હતું?” સરકાર,” પેલી બિચારી ફીકી પડી જઈને ધૂ જતી ધૂ જતી બોલી; “મને ખબર નથી.” તમે ઘારું ચાલ્યાં હશો, એ થાકથી કદાચ – ” “ના સરકાર,” મેતાલે ઉત્સુકતાથી બોલી ઊઠી, “ચાલવાનો થાક નહોતો લાગ્યો; કારણ કે અમે આખો વખત “રૉયલ-ઓક’ નીચે બેઠાં બેઠાં વાતો જ કરતાં હતાં.” “ૉયલ-ઓક’ નીચે?” રાજાએ ચોંકી સેંતેશ્નો તરફ નજર કરીને કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy