________________
૨૪૬
પ્રેમ-પંક
“તેને પૂછતો કે, કેમ ભાઈ, આમ પડ્યો પડ્યો આખો વખત ઊંધ્યા કરે છે? ત્યારે તે જવાબ આપતો કે, “ઊભા રહ્યા કરતાં બેસવું સારું; અને બેસવા કરતાં સૂવું સારું; અને સૂવા કરતાં મરેલા હોવું વધારે સારું.”
પણ મહાશય, થાકેલા હોઈએ ત્યારે ઊભા રહેવા કરતાં બેસવું વધુ સારું કહેવાય. અને એ પ્રમાણે બેઠેલા કરતાં સૂતેલા હોવું પણ મંજૂર રાખી શકાય. પરંતુ જીવતા કરતાં મરેલા હોવું એ વધુ સારું– એ વાત હું કબૂલ રાખી શકતો નથી. મરેલા હોવા કરતાં હું પથારીમાં સૂતેલા હોવાનું જરૂર વધુ પસંદ કરું. અને તમે જો મારા અભિપ્રાય કરતાં એ આરબના અભિપ્રાયના થયા હો, તો મારે માની લેવું જ રહ્યું કે, તમે એ આરબડાની પેઠે જીવનથી પણ ખરેખર કંટાળેલા જ છો.”
ના રે ના, ભાઈ, હું જીવનથી જરા પણ કંટાળેલો નથી. માત્ર હું પેલી વાતમાં આવે છે તે સસલાની પેઠે વિચાર કરું છું.”
“વિચાર કરો છો? ના રે ના, તમે સુકાતા જાઓ છો; અને ખરું કહું તો હવે હું જ મરણિયો થઈ ગયો છું એટલે તરવાર લઈ સીધો મૅ૦ દઓં સાથે હિસાબ ચૂકવવા જ દોડી જવાનો છું.”
“એ-હેચ, તું ભાઈ મ0 દર્જેનું નામ શા માટે બોલ્યો? અને તારે મ0 દર્ભે સાથે શો હિસાબ ચૂકતે કરવાનો છે, વારુ?”
“કારણ કે, છેલ્લી ત્રણ રાતોથી તમે ઊંઘમાં મૅ૦ દબ્લનું નામ બોલ્યા કરો છો!”
હું? એ શી વાત? ખરેખર, હું શું બોલું છું, ભાઈ? મને કહે તો!”
ગઈ કાલે રાતે જ તમે બોલ્યા હતા, “ઍરેમીસ, બચ્ચા એરેમીસ!” ઉપરાંત તમે છેલ્લા ત્રણ દિવસથી બહારથી પાછા આવતાંની સાથે મ0 દબ્લને મેં જોયા છે કે મોં દબ્ધ તરફથી તમારે માટે કોઈ પત્ર આવ્યો છે, એમ પૂછયા કરો છો! અને “માલાગા'ની સોગંદ! મારે ઘેરથી તમે દૂબળા બનીને જાઓ, એ હું કદી મંજૂર રાખવાનો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org