SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ કોલ અને કરાર ૩૨૩ લઈ, પછી આજુબાજુનું પ્રકૃતિ-સૌંદર્ય જોવા સામેની બારીએ મેાં કાઢીને બેસી ગઈ. રાજાએ ગાડીમાં બેઠા બેઠા પોતાના પગ કેવા અકડાઈ ગયા હતા, અને અંદર પોતાને ગરમીથી કેવો મૂંઝારો થવા લાગ્યો હતો, તેની વાત કાઢી; અને પછી સદ્ભાગ્યે એક સમજણા માણસે સમજી જઈ પોતાને આ ઘોડો આપ્યો, ત્યારે જરા મોકળા થવાયું– એ વાત કરી. તથા તે ભલો માણસ કોણ હતો, તેનું નામ પણ પોતે નથી જાણતો એ વાત કરી. માંતાલેએ તે ઘડીએ તરત પાછી વળી જવાબ આપ્યો, “સરકાર, આ ઘોડો આપના ભાઈસાહેબ નામદાર મોંશ્યોરનો છે; અને તેમના જ રસાલાના એક સગૃહસ્થના કબજામાં તે ઘોડો હતો.’ .. “ પણ તે સદ્ગૃહસ્થનું નામ શું, તે મને કહેશો, માદમુઆઝોલ ?’' “મા૦૬ માલિકૉર્ન, સરકાર. ' "" “ઠીક ઠીક, તે સદ્ગૃહસ્થનું માં તો ભુલાય તેવું નથી, અને હવે તેમનું નામ પણ હું યાદ રાખીશ.” આટલું કહી રાજાજીએ બહુ ભાવભરી આંખોએ લા વાલિયેર તરફ નજર નાખી. તે જ ઘડીએ મેાંતાલે સમજી જઈને બારી તરફ પાછી વળી ગઈ. રાજાએ હવે લા વાલિયેરને પ્રેમના વિસ્તંભાલાપની રીતે કહેવા માંડયું, આ ગ્રામવિસ્તારમાં છૂટથી મળાતું હળાતું હતું તે હવે તો બંધ થવાનું; પેરીસમાં તો મૅડમની તહેનાત પણ તમારે કડકપણે ભરવાની થશે, એટલે આપણે તો મળી જ શકવાનાં નહિ!” ‘સરકાર, આપને તો મૅડમ સાથે ઘણો નિકટનો સંબંધ છે, એટલે તેમને મળવા આપ અવારનવાર આવ્યા જ કરશો; જ્યારે આપ ત્યાં આવશો ત્યારે રસ્તામાં ~ "" 66 .. “વાહ, માત્ર નજર પડે એટલાથી મળ્યા ન કહેવાય; જોકે, તમને તો એટલાથી જ સંતોષ થઈ જાય એમ મને લાગે છે!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy