SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ વનદેવતા અને જળપરી ૨૦૯ તેથી જૂઠી વાત જ કહી છે, અને તેટલા ઉપરથી ભારે ભ્રમ સરજાવાનો છે!” “અધૂરી અને જૂઠી?” “હાસ્તો, જે અધૂરું હોય તે જૂઠું જ નીવડે. જુઓને, હું તેણે કહેલી વિશેષ વાત ઉમેરી આપું, એટલે તમે તથા તમારા મિત્ર ગોપ-રાજ જ નક્કી કરી લેજો.” રાજા ફરીથી ચોંક્યો. જળદેવીએ મને કહ્યું, અહીં મારા કિનારા ઉપર એક હાસ્યરસિક નાટિકા જેવી ઘટના હમણાં જ બની ગઈ. બે ભરવાડો છાનામાના સ્ત્રીઓની ગુપ્ત વાતો સાંભળવાના લોભમાં “રૉયલ-ઓક’ પાછળ છુપાઈને ત્યાં બેઠેલી ભરવાડણોની વાતો સાંભળતા હતા. પણ પેલી ભરવાડણો બહુ તોફાની ભરવાડણો હતી; તેમણે થોડા વખત અગાઉ જ મારા ઝરણાના કિનારા ઉપર બેસી પગનાં છબછબિયાં કરતી વખતે પેલા બે ભરવાડોને ચાંદનીના પ્રકાશમાં ત્યાં ફરતા દૂરથી જોયા હતા; તેઓએ તેમને ઓળખી પણ કાઢયા હતા; એટલે તેઓએ તોફાન કરવાની વૃત્તિથી નક્કી કર્યું કે, આપણે “રૉયલ-ઑક’ વૃક્ષ નીચે બેસીએ અને પેલા ભરવાડો આ તરફ આવે એટલે પછી તેમને માટે પ્રેમની જૂઠી વાતો આપસમાં કરી, તેઓને બબૂચક બનાવીએ!” રાજા એકીસાથે લાલચોળ અને કાળો કણક બનતો ચાલ્યો. – ખરેખર પેલી ત્રણ કન્યાઓએ પોતાને બનાવવા કેવળ તોફાન ખાતર જ પ્રેમનું આ નાટક રચ્યું હતું કે શું? “અને સ્ત્રીઓ બરાબર જાણતી હોય છે કે, પુરુષોને વણમાગ્યો કોઈ સ્ત્રીનો પ્રેમ પ્રાપ્ત થાય ત્યારે તેમને કેટલો આનંદ થાય છે! એટલે પેલી ગોપ-કન્યાઓએ એ બેય જણને જાણે વિખંભ-કથા કરતી હોય તે રીતે વાતો કરતાં કરતાં તિરસીને તથા આમિતાંને બરાબર ઉલ્લા બનાવ્યા. અને પેલા બંને બન્યા પણ ખરા!” છે.–૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy