SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ૨૦૮ : પ્રેમ-પંક એ મૂર્તિ તિરસીની હતી કે અમિતાંની?” “આમિતાંની મેડમ,” સેંતેગ્નોએ નમ્રતાથી કહ્યું, “પણ સુંદર મધુર આંખોવાળી ગાલાતેઆએ તરત જવાબ આપ્યો કે, દુનિયાભરના ભલભલા ગોપયુવાનો પણ ગોપ-રાજ તિરસીની બરાબરી ન કરી શકે – જેમ બધાં વૃક્ષો ઓકની બરાબરી ન કરી શકે, કે બધાં પુષ્પો કમળની બરાબરી ન કરી શકે. વળી તેણે તિરસીનું એવું મનોહર વર્ણન કરી બતાવ્યું કે, તિરસી ગોપ-રાજ, જે એ બધું સાંભળતો હતો, તે પણ પોતાનાં પદપ્રતિષ્ઠા ભૂલી તે કન્યા તરફ આકર્ષાય. આમ આમા રિલી અને ગાલાતેઆ એ બે ગોપ-કન્યાઓનાં હૃદયની ગુપ્ત વાત ઓકવૃક્ષમાં રહેતી વનદેવતાએ મને કહી સંભળાવી. એ વનદેવતા ઓકનાં પોલાણોમાં, વનવગડામાં, ખીણકોતરમાં જે કંઈ બનતું હોય છે તે જાણી શકે છે, તથા અવકાશમાં ઊડતાં પંખીઓ પણ પોતાનાં જે પ્રેમ-પ્રકરણનાં ગીત ગાતાં હોય છે, તે પણ તે સાંભળી શકે છે.” તો ઠીક, મશ્યોર દ સેતેશ્નો તમે આટલું જ વનદેવતાને મુખે સાંભળ્યું હતું, નહિ?” હા જી; મને એટલું જ કહેવામાં આવ્યું હતું.” “પણ તમે પાસે ઊભેલી જળદેવી તરફ બિલકુલ દુર્લક્ષ કર્યું તે ભૂલ કરી; તે તમને કશુંક વિશેષ સંભળાવવા માગતી હતી, પણ તમે ઉતાવળમાં ત્યાંથી ચાલ્યા ગયા.” “જળદેવી?” હા, હા, તમારા એ “રૉયલ-ઓક વૃક્ષ પાસે જ એક મનોહર ઝરણું છે, ત્યાં રહેતી જળદેવી તમારી પેલી વનદેવતા કરતાં વધુ વિગતો જાણતી હતી.” રાજા હવે અકળાવા લાગ્યો; પોતાના પરાક્રમની કંઈક વિશેષ વિગતો મૅડમ પાસે છે એટલું સમજાતાં તેને વાર ન લાગી. “તે ઝરણું ઓળંગવા જતી હતી તેવામાં જ તે જળદેવીએ મને રોકીને કહ્યું, આ ભૂંડી વનદેવતાએ મૅ૦ દ સેતેશ્નોને અધૂરી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy