SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રેમ-પંક રાજા હવે વચ્ચે બોલી ઊઠ્યો, “પણ મૅડમ, તમે જળદેવતાની ભાષા શી રીતે સમજી શકયાં?” “પૂછી જુઓને આ મંશ્યોર દ સેતેશ્નોને તે પણ પેલી વનદેવતાની ભાષા બરાબર સમજી શકયા હતા ને? એ દેવ-દેવી આપણા માનવોની બધી ભાષા જાણતી હોય છે! તેથી પેલી જળદેવીએ મને અંગ્રેજીમાં જ બધી વાત કહી હતી; પણ મારા કાન મને છેતરતા હોય એમ માની, પછી મેં મારી તહેનાત-બાનુઓ માદમુઆઝોલ તાલે, દ તૉને-શારત, અને દ લા વાલિયેરને પાસે બોલાવી અને જળદેવીને મુખે બધી વાત ફ્રેંચ ભાષામાં કહેવરાવી. તેઓને જે વાત તેણે ફ્રેંચ ભાષામાં કહી, તે જ વાત મને તેણે અંગ્રેજીમાં પણ કહી હતી!” “ખરી વાત?” રાજાએ પૂછ્યું. “ખરી વાત છે કે, ફિલી–અરે કુમારી દ મૉતાલે?” મેડમે બાજુએ ફરીને પૂછ્યું. “હાજી; આપે કહ્યું તે પ્રમાણે જ બધું હતું,” માંતાલેએ બેધડક બોલી નાખ્યું. “અને કુમારી દ તૉને શારત, તમે પણ એમ જ કહો છો ને?” તદ્દન સાચી વાત છે.” “અને તમે લા વાલિયર?” એ બિચારી રાજાની તીવ્ર દૃષ્ટિ હેઠળ સમસમી રહી. તે આખી વાત બનાવટી છે – એમ પણ સ્પ કહી શકી નહિ, તેમ જ સાચું છે એમ જૂઠું પણ બોલી શકી નહિ. તેણે માત્ર જાણે સંમતિસૂચક ડોકું ઊંચું કરી છાતી ઉપર નીચું નાખી દીધું. - રાજા તરત જ બોલી ઊઠયો, “સાચી વાત છે; સ્ત્રીઓની ગુપ્ત વાતો સાંભળવા પ્રયત્ન કરનાર તે બેને યોગ્ય સજા જ થઈ કહેવાય.” તો શું જળદેવીની વાત સાંભળી, આપ નામદારને નાખુશી થઈ, એમ મારે માનવું?” મેડમે ઠાવકે એ રાજાને પૂછયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy