SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દાતેને દ વાઈનો હિસાબ લે છે ૧૯ જણાવતા પ્રેમપત્રો મારા બાપુને લખેલા, તે વચ્ચેથી મૌ૦ દાનના હાથમાં આવતાં, તે મારા પિતાને બદલે અંધારાનો લાભ લઈ પેલી ઉમરાવ-બાનુના શયનખંડમાં ઘૂસી ગયા અને એ રીતે એક નીચ હલકટ માણસ જેવું કામ કર્યું.” ખરી વાત છે,”દાઓંનેએ કહ્યું, “મને પણ એ બદ-ઈજજતીભર્યું કામ કરવા બદલ આ પાછલી ઉંમરે પસ્તાવો થાય છે. પરંતુ, એ દેશકાળ અત્યાર કરતાં જુદા હતા; હું તે વખતે માંડ એકવીસ વરસનો છોકરડો હોઈશ, અને ત્યારે હરહંમેશ મોત હાથમાં લઈને જ ચાલવું પડતું. કાર્ડિનલ રિશલ્યુ અને તેના માણસો હરઘડી અમારી પ્રત્યે દુશ્મનાવટ આદરી રહ્યા હતા. ઉપરાંત, તે ઘડીએ આવી બધી બાબતો અંગે વધુ ચોખલિયાપણું લોકોમાં ન હતું. માથું લેવું કે આપવું એ વધુ સહેલી વસ્તુ હતી; અત્યારે તો માત્ર અંતરમાં વેર-ઝેર ભરીને જ લોકો વર્તતા હોય છે. તેઓ ઇ વસ્તુને હલકટ નથી ગણતા – પણ તે વખતની જુવાનીની ગદ્ધાપચ્ચીસીને વધુ કડક ધોરણે તપાસવા નીકળી પડે છે. ઉપરાંત, ‘લડાઈમાં અને પ્રેમમાં બધું ન્યાયી ગણાય’– એ ન્યાયે તે બાનુ અમારા દુશ્મન પક્ષની હતી, જેમ અત્યારના દ વાઈના પિતા પણ; અને શરૂઆતમાં એ રીતે તેમના પિતાની જગાએ ઘૂસવાનું મન મને થયું હતું તે કેવળ મારી પ્રિય પત્ની-પ્રેમિકાની ભાળ મેળવવા જ. છતાં એ કૃત્ય કરવા બદલ હું ખરેખર દિલગીર છું, અને તમો સૌ દેખતાં અત્યારના દ વાર્દની માફી માગું છું. જોકે, તેના બાપની પ્રેમિકા બાજુ કોઈ ખાનદાન ઉમરાવજાદી ન હતી, પણ એક બદચલન હલકટ દુષ્ટા હતી – એટલું હું ઉમેરતો જાઉં.” “ના, ના, તે ખાનદાન હતી અને પરિણીત કુલીન સ્ત્રી હતી. ફ્રાંસમાં તેના પર આદરવામાં આવેલા આ અત્યાચારથી શરમિંદી બની તે ફ્રાંસ છોડીને કયાંક ચાલી ગઈ,” દ વાર્થે ભારપૂર્વક જણાવ્યું. * “શ્રી મસ્કેટિયર્સ' પ્રથમ ભાગમાં તે વાત આવે છે, પૃ૦૩૫૧ ૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy