SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ પ્રેમ-પંક વતી લડ્યો હતો; અને આ છોકરી હજુ એ બ્રાજલૉનને ચાહે છે. સેંતેશ્નો, હું સોગંદપૂર્વક કહું છું કે, મારા અંતરમાંથી આ છોકરી માટેના પ્રેમનો કણેકણ ત્રણ દિવસની અંદર જો હું ઉખેડી-તોડીને ફેંકી નહીં દઈ શકું, તો માત્ર શરમનો માર્યો જ હું મરી જઈશ.” આટલું કહી રાજા તરત લા વાલિયેરનો કમરો છોડી ચાલ્યો ગયો. રાજા આ છોકરીની લપમાંથી છૂટયો તે વાતની સેંતેશ્નોને તો નિરાંત જ લાગી. - જ્યારે આ બંને જણ આંગણું વટાવી રહ્યા હતા, ત્યારે મેડમની બારીનો પડદો ધીમેથી ખસ્યો. અને તરત જ મૅડમ લા વાલિયેરના કમરા તરફ દોડી. લા વાલિયેર પોતાના ઓરડામાં ઈશુની ક્રૂસમૂર્તિ આગળ જમીન ઉપર ઘૂંટણિયે પડી હૃદયાફાટ રુદન કરતી હતી. મેડમે તરત જ તેને સંબોધીને કહ્યું, “હમણાં થોડા જ વખત પહેલાં તને એક તાકીદભરી સૂચના આપવામાં આવી હતી, ખરુંને?” લા વાલિયર બેબાકળી આંખે મૅડમ સામે માત્ર મુંગી મૂંગી જોઈ જ રહી. ચૂપ કેમ રહી છે?” મૅડમ તાડૂકી; “રાણી-માતાએ તને એવી રીતે વર્તવા નહોતું ફરમાવ્યું કે, જેથી તારે વિષે અમુક જાતની વાતો બહાર ન ફેલાય?” લા વાલિયેર મૂંગી જ રહી. “અને છતાં, હમણાં જ તે ફરમાનનું તેં ઉલ્લંઘન કર્યું છે; મારા દરબારની કોઈ સ્ત્રીઓ વિશે ભાતભાતની વાતો થાય એ મને પસંદ નથી; માટે બીજું કોઈ સાંભળતું નથી તે દરમ્યાન હું તને કહી દઉં છું કે, તું અત્યારની ઘડીથી મારી તહેનાતમાંથી છૂટી છે! અને તરત જ તું તારી મા પાસે ભુવા ચાલી જા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy