SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રેમ-પંક જીતી લેવી જોઈએ. અને તમારા જેવા પ્રેમ-કુશળ માણસ માટે એ વસ્તુ અઘરી ન હોવી જોઈએ.” “અઘરી તો ન જ કહેવાય; પણ મારું હૃદય હવે એક પ્રેમિકાને અપિત થઈ ચૂક્યું છે.” અરે મોટાભાઈ, તો તો તમને અમારે સંભાળી લેવા પડશે! અત્યારે તમારું માથું ઠેકાણે હોય એની તમને પોતાને જ કેટલી બધી જરૂર છે, અને અમારે બધાને પણ!” ખરી વાત છે, અને તેથી તો તમારો સંદેશ આવતાં જ હું બધું છોડી તરત ચાલ્યો આવ્યો. તો ઠીક, તમે કહો છો કે, મારે પેલી છોકરીને હાથમાં લેવી જોઈએ; પણ તેમાંથી શું નીપજવાની તમારી ધારણા છે, તે તો મને કહો !” “રાજાજી તેનામાં મોહિત થયા છે. પરમ દિવસ સુધી તે મૅડમમાં આસકત હતા. અરે મોંશ્યોરે પોતે રાજમાતાને સુદ્ધાં એ બાબત ફરિયાદ કરી હતી. પણ હવે દ લા વાલિયેરનો વારો આવ્યો છે અને તે પાછી મેડમની તહેનાત-બાનું છે. મારી જાણ મુજબ મૅડમે જ ઓઠા તરીકે તેને રાજા આગળ ધરી છે. એ સ્થિતિમાં એ વાલિયેર છોકરી બંને ઉપર દુભાયેલી રહેશે. એટલે તેને હાથમાં લેવી તમારા જેવાને અઘરી નહિ પડે. અને તે હાથમાં આવી એટલે મૅડમ તથા રાજાજીનું ગુપ્ત રહસ્ય તમારા હાથમાં આવે; અને હાથમાં કોઈનું ગુપ્ત રહસ્ય હોવું, એટલે તેના ઉપર કેવા તાકાતવાળા બનવું, એ તમે તો સમજો જ છો.” “પણ પેલીને હાથમાં શી રીતે લેવી?” “વાહ, તમે મને એ પ્રશ્ન પૂછો છો? કોઈ સ્ત્રી ઉપર તમારું મન ચોટે, તો પછી તમે બીજાં પગલાં શું ભરો?” તેને મારા પ્રેમનું નિવેદન કરતો પ્રેમપત્ર લખું; તેની કોઈ પણ સેવા બજાવવામાં હું કેટલી ધન્યતા અનુભવીશ, એનું વર્ણન કરું; અને પત્ર નીચે માત્ર “ફુકે’ એવું લખી સહી કરું!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy