SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ બે સખીઓ બેઇઝમૉ બાતિલમાં ઍરેમીસને કેદીઓ બતાવતો હતો, તે વખતે જ એક ઘોડાગાડી મૅડમ દ બેલિયેરને બારણે આવીને ઊભી રહી. મેડમ વાનેલર અંદર ખબર કહેવરાવીને જલદી જલદી મૅડમ દ બેલિયેરને જઈ મળી. તેની આંખોમાં વિચિત્ર ચમકારો દેખાતો હતો. એ ચમકારો નીરોગિતાનો નહોતો કે આનંદનો નહોતો. “કેમ બહેનબા, હવે મને તો ભૂલી જ ગયાં ને કંઈ? રાજદરબારના આનંદ-ઉત્સવમાં આ બાપડી બહેનપણી શાની યાદ આવે?” “જાઓ, જાઓ, હું ક્યાં વળી રાજદરબારના આનંદ-ઉત્સવમાં જાઉં છું? હું તો હવે મારી જાગીર બેલિયેર તરફ ચાલી જવાની વેતરણમાં વાહ! એ વળી નવું તૂત શું? એક જ ગામડે ચાલ્યા જવું છે? મેં તો જુદું જ સાંભળ્યું હતું.” લોકો તો ભલી ભલી વાતો કર્યા જ કરે પણ તમે શું સાંભળ્યું છે, તે તો કહો.” ૧. ફ્રાંસના માકિર્વસની મહા સ્વરૂપવતી વિધવા. નાણાંપ્રધાન ફકે તેના ઉપર પ્રેમ કરતો હોય છે. - ૨. પાર્લમેન્ટના કાઉન્સિલર મેં૦ વાલની પત્ની. પહેલાં ફકની પ્રેમિકા હોય છે. હવે તેના ઉપર ચિડાઈ, ઊગતા સિતારા કોલબેરની પ્રેમિકા બની હોય છે. ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy