SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રેમ-પંક ઓહો,” બેઇઝમાં બોલી ઊઠ્યો; “હવે હું જરૂર વધારે રકમ માગીશ.” ખરી વાત છે; મેં૦ દ માઝારેના હસ્તાક્ષર છે. હું બરાબર એ અક્ષરોથી પરિચિત છું. તો ઠીક, ગવર્નર મહાશય, હવે આપણે આપણી વાત ઉપર આવીએ.” હા, હા, મારે આ રકમ કેટલા વખતમાં પાછી આપવાની છે, એ તમે જ કરાવી આપો.” એ મુદત ઠરાવવાની જરૂર નથી; તમે દોઢ લાખ ફ્રાંક મળ્યાની પહોંચ આપો એટલે બસ.” “પણ પૈસા ક્યારે પાછા આપવા, એ શરત લખવી તો પડશે ને?” “હા, જ્યારે હું મારું ત્યારે પણ તમે સમજો જ છો કે, તમે જ્યારે ઇચ્છશો ત્યારે જ હું માગીશ.” મને એ બાબતની કશી ચિંતા જ નથી; પણ મેં પચાસ પચાસ હજારની બે પાવતી આપી છે ને?” “હા, તે બંને જુઓ અહીં તમારા દેખતાં જ ફાડી નાંખું છું.” હજુ બેઇઝમાં દોઢ લાખની ભેગી પાવતી લખી આપે તે પહેલાં તો એરેમીસે પેલી બેય પાવતીઓ ફાડી નાંખી. પોતાના ઉપર દાખવવામાં આવેલા એ વિશ્વાસથી ગદ્ગદિત થઈ, બેઈઝમૉએ તરત દોઢ લાખની પહોંચ લખી નાંખી. એ નાણાં જ્યારે ઍરેમીસ પાછાં માગે ત્યારે આપવાં એ શરત લખાયેલી ઍરેમીસે જોઈ લીધી. પછી તે પહોંચ ખીસામાં મૂકીને ઍમીસ ઊભો થતો થતો બોલ્યો, “હવે હું તમારો એકાદ કેદી ઉડાવી જાઉં તો ગુસ્સે ન થતા.” એટલે શું?” “અલબત્ત, તેની માફી મેળવી લાવીને. તમને ખબર છે કે, પેલા બિચારા સેલના કિસ્સામાં મને ભારે રસ છે.” “હા, હા, ખરી વાત. તમારો હાથ જેટલો ખુલ્લો છે, તેટલો જ સમર્થ છે, એ વાતની મને ખબર છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy