SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રેમ-પંક દ ગીશ જમીન ઉપર તૂટી પડેલા ઘોડાનાં તરફડિયાંની મદદથી મહાપરાણે પોતાના પગ તેની નીચેથી ખેંચી લઈ શક્યો. દ ગીશ હવે ઝટપટ પોતાની પિસ્તોલ હાથમાં લઈ, ભડાકાના અજવાળાથી દ વાર્દ જ્યાં હશે એમ તેણે માન્યું હતું, તે તરફ દોડયો. તેણે પહેલી પિસ્તોલ ફોડી, તેનાથી દ વાર્દનો ટોપો તેના માથા ઉપરથી ઊડી ગયો. પણ દ ગીશ બીજો બાર કરે, તે પહેલાં દ વાર્દ ત્રીજો બાર કર્યો અને દ ગીશનો હાથ વચ્ચેથી જાણે લબડી પડ્યો. તેની પિસ્તોલ તેના હાથમાંથી છૂટી ગઈ. દ ગીશે તરત ડાબે હાથે પિસ્તોલ જમીન ઉપરથી ઉપાડી અને સીધું દ વાર્દ તરફ વધવા માંડ્યું. દ વાર્દ સમજી ગયો કે દ ગીશને કારમો ઘા થયો નથી; અને તેને પોતાનું મોત નજીક આવેલું લાગ્યું; કારણકે તેના ત્રણ બાર પૂરા થયા હતા. પરંતુ દ ગીશ પિસ્તોલ ઉગામે, તે પહેલાં તે દ વાર્દના ઘોડાના પગમાં જ બેભાન થઈને ફસડાઈ પડ્યો. દ વાર્દ તરત ઘોડાને એડી મારી, એટલે દ ગીશના શરીરને દૂર ઉછાળી નાખી, ઘોડો તરત ચાર પગે શહેર તરફ ઊપડ્યો. દ વાર્થે જઈ દ ગીશના મિત્ર માનિકોને જગાડયો અને તેને બધી વાત કહી સંભળાવી. માનિએ પૂછયું – “અને તમે માનો છો કે, તે મૃત્યુ પામ્યા છે?” હા, મને લાગે છે ખરું.” “અને તમે બંને કોઈ સાક્ષી રાખ્યા વિના આ તંદ્વયુદ્ધ લડ્યા, એમ?” “દ ગીશે જ એવો આગ્રહ રાખ્યો હતો.” “દ ગીશ એવું કરે નહિ.” “તો શું તમે મારા શબ્દોમાં અવિશ્વાસ મૂકો છો?” “જો તે બરાબર મરી ગયેલો જ હશે, તો હું પૂરેપૂરો અવિશ્વાસ જ મૂકીશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy