SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ “ઓહો, મેં એમ કહી તેણે તરત તેનો હાથ પકડી લીધો. 66 જરૂર, તમને હું પૂરતું રક્ષણ આપીશ; પણ ભગવાનને ખાતર કહો, તમે આ તરફ એકલાં અત્યારને વખતે કયાંથી?” “મારું શૅલોત જવું છે.” “પણ શૅલોત જવું હોય તો તમે તેના તરફ પીઠ રાખીને જ ચાલો છો!” જાકારો ! ૩૩૭ દાતેનાં! હું જ છું; કૃપા કરીને મને બચાવો!” "" “તો મને સાચી દિશામાં મૂકી આપો.' "" જરૂર.’ “પરંતુ મારી ખરી જરૂરની ઘડીએ તમે આ તરફ કયાંથી આવ્યા, એ તો મને કહો.” “મારું મકાન આ તરફ છે; નોત્ર-દામની નિશાનીવાળી વીશી મારા મકાનમાં જ ભાડે આપેલી છે. હું ભાડું ઉઘરાવવા કાલે રાતે અહીં આવ્યો હતો, તે પછી અહીં જ સૂઈ ગયો હતો. હવે વહેલી સવારે રાજમહેલમાં મારી ડયૂટી સંભાળી લેવા હું જરા વહેલો અહીંથી નીકળ્યો હતો. પણ, શૈલોત અહીંથી ત્રણ-ચાર માઈલ દૂર છે, એ તમને ખબર હોય એમ લાગતું નથી ! ” ‘ભલે રહ્યું; હું તેટલું ચાલી નાંખીશ.” દાતેનાં વધુ બોલ્યા વિના તેની સાથે સાથે ચાલવા લાગ્યો. પછી શૈલોતની ઊંચી જગા દેખાવા લાગી ત્યારે છેવટે તેણે પૂછ્યું, “તમારે કયા મકાનમાં જવું છે?" “ કાર્મેલિત-મઠમાં. ” ‘કાર્મેલિત-મઠમાં ?” દાતેનાંનું માં નવાઈથી પહોળું થઈ ગયું. “ ભગવાને તમને માર્ગમાં મને ટેકો આપવા જ મોકલ્યા હતા; તમારો આભાર માનું છું.” “શું તમે સાધ્વી બનવા જાઓ છો?” પ્રે.-૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy