SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ બરતોદિયેર નં. ૨ ૪૫ મારી મા ભેગો મને કરો; હું બાકી રહેલા બીજા હાથે પણ કંઈક કામકાજ કરીશ અને તેને ખવરાવીશ.” દીકરા, એ બધું મારા હાથમાં ઓછું છે? મારા હાથમાં તો કોઈ કોઈ વખત તને સારું ખાવા લાવી આપવાનું છે.” ભલા ભગવાન!” એમ કહી તે બિચારો ઊબડો પડી રડવા લાગી ગયો. ઍમીસ તરત જ ઓરડા બહાર નીકળી ગયો. તે બોલી ઊઠ્યો, “કેવી કરુણતા!” “મહાશય, એ તો એનાં માબાપનો જ વાંક કહેવાય,” જેલરે તેને કહ્યું. માબાપનો વાંક કેવી રીતે?” “કેમ વળી તેને લૅટિન ભણાવ્યો શું કામ? ભણાવી ભણાવીને જ તેને બગાડી મૂક્યો ત્યારે તે જેલ ભેગો થયોને? જુઓને હું જરાય ભણ્યો નથી, તો હું જેલમાં છું કંઈ?” ઍરેમીસે એ બિચારા જેલર તરફ નજર કરી. બાસ્તિલમાં જેલર હોવું તેને એ જેલમાં હોવું એમ નહોતો ગણતો! ઍમીસે બેઇઝમોને કહ્યું, “હું જરૂર આ બિચારા જુવાનિયાને માફી મળે તે માટે અરજી કરીશ.” અને જો તમે તેમાં સફળ ન થાઓ, તો તેને દસ ફ્રાંકના વર્ગમાં મૂકે એવું તો કરજો જ, જેથી મને ને તેને બંનેને લાભ થાય.” બેઇઝમૉએ કહ્યું. “પણ હવે પેલો બીજો કેદી છે, તે પણ આમ જ તેની માને યાદ કર્યા કરતો હોય, તો મારે ત્યાં નથી આવવું,” મીસે કહ્યું. ના, ના, એ તો બિચારો ઘેટા જેવો શાંત છે. ઉપરાંત, માને બોલાવવી હોય તોપણ હોઠ તો ઉઘાડવા પડે ને? પણ તે કદી હોઠ, જ ઉઘાડતો નથી.” “તો ઠીક, ચાલો તેની પાસે જઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy