SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ લૉટરી ૨૪૧ “વાહ! સ્વપ્ન ઉપર વિશ્વાસ રાખવો એ વળી વધુ મુશ્કેલ બાબત.” ના, ના, મારાં સ્વપ્ન ઉપર મને વિશ્વાસ છે, અને તે વિશ્વાસ છે તેથી જ મેં આ લૉટરી યોજી છે. અને મારા જીવનના આખરી દિવસોમાં તમો સ મારાં સ્વપ્ન ઉપર વિશ્વાસ મૂકતાં થાઓ, એવું હું ઇચ્છે છે.” પણ ધારો કે, આપના સ્વપ્ન મુજબ રાજાજીના હાથમાં એ બ્રેસલેટ આવ્યાં પછી?” પછીની વધુ તમે મને પૂછો છો કે? રાજાના હાથમાં એ બ્રેસલેટ આવશે એટલે તે પોતે તો એ બ્રેસલેટ પહેરી શકે નહિ, તેથી જે હાથોમાં તે વધુમાં વધુ શોભે તે હાથોમાં જ તે પધરાવી દેશે. અને એ હાથ કોના હશે, એ મારે મેં તમારે સાંભળવું છે?” મૅડમ રાજાજીના પોતાની ઉપરના પ્રેમનો ઉલ્લેખ રાણી માતાને એ સાંભળી જરા શરમાઈ, છતાં લૉટરીના આંધળા ચાન્સ ઉપર તેને ભરોસો પડ્યો નહિ. એટલે રાણીમાતાએ, હસતાં હસતાં, આ બ્રેસલેટો તેને જ મળવાનાં છે તે માટેનાં કારણો ગણાવવા માંડયાં – જઓ પહેલું કારણ તો મારું સ્વપ્ન જ છે. એટલે તે સ્વપ્ન મુજબ રાજા જો જીતે, તો તો તે તમને જ એ બ્રેસલેટ આપી દેશે, ખરું?” “ઠીક, એ એક કારણ થયું પછી?” બીજું કારણ એ કે, તમે જ જો લૉટરીમાં જીતો, તો તો એ બ્રેસલેટ તમને જ મળશે, ખરું?” “બરાબર, એ બીજું કારણ થયું; પછી?” “પછી મેંશ્યોર જીતે, તો પણ --” “તો તો તે તેમની પ્રિય પત્ની શવાલિયેર દ લૉરેઈનને જ પહેરાવી દેશે,” મૅડમ ખડખડાટ હસતી બોલી; પણ પછી તેણે ઉમેર્યું, “હાં, એ ત્રીજું કારણ થયું; હવે કોઈ ચોથું તો નથી ને?” –૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy