SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ફાંતેબ્લો “કોણ, કોણ ?” ‘માદમુઆઝોલ દવાલિયેર.” ' “અરે, તેનાં હાડકાં ઉપર ચામડી સિવાય બીજું કશું કયાં છે?” 66 “હું પણ કયાં વધુ જાડી છું?” 66 પણ તે બહુ ગમગીન પ્રકૃતિની છે.” k “ ખાસી, મજાની; આપને તેના તરફ કદી સાચો ભાવ જ ઉત્પન્ન નહિ થાય !” ૧૦૫ 66 ‘પણ તે લંગડીય છે. તમારી બધી બાનુઓમાંથી તમે છેક જ કદરૂપી અને અણગમો થાય તેવી જ બાનુ મને પસંદ કરી આપી, હેન્રિયેટા!” 66 ‘પણ સરકાર, તે મારા કમરામાં હંમેશ રહેતી હશે, એટલે તેને મળવા આપને મારા કમરામાં જ આવવું પડશે; અને તેને એકાંતમાં તો મળી ન શકો, એટલે મારી હાજરીમાં જ મળવું પડશે – અર્થાત્ મારી સાથે વાતો કરવા દ્વારા જ તેની સાથે આપ વાતો કરી શકશો. ’ “તો આ કરાર કબૂલમંજૂર છે?” ,, “હા, હા, સહી-સિક્કા સાથે; પરંતુ આપના ભાઈની પત્ની તરીકે આપ મને સામાન્ય કૌટુંબિક પ્રેમભાવ તથા એક રાજા તરફથી મળતો આદરભાવ તો જાહેરમાં દાખવતા જ રહેજો. જેથી વધારે પડતું છુપાવવા જતાં, તદ્ન જ ઊલટું સાબિત ન થઈ જાય ! ’’ 66 ‘પણ, પણ, પેલી લંગડી છોકરી ઉપર મને પ્રેમભાવ દાખવો જોઈ, લોકો મારી રસવૃત્તિની નિંદા નહિ કરે? પરંતુ એ જરા જેટલી નિંદાથી તમને કાયમની શાંતિ મેળવી અપાતી હોય, તો કાંઈ વાંધો નહિ.” t “માત્ર શાંતિ જ નહિ, પણ મારી તેમ જ આપણા કટુંબની ઇજ્જત પણ સાચવી શકાશે, કેમ ભૂલો છો?” “આજે રાત્રે જ રોશની તથા નૃત્યસમારંભ છે; આજથી જ કુમારી લુઇઝા પ્રત્યે મારો પ્રેમભાવ એ રોશની કરતાંય વધુ ઝળહળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy