SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ લૉરેઈનની અદેખાઈ હા, હા, તેં તો થોડા જ શબ્દો કહ્યા હતા, પણ દ ગીશે જ વધુ અદેખાઈ દાખવી હતી.” “હાસ્તો, કારણકે તેનો તો ઘરસંસાર કથળતો હતો ને!” “એટલે? તેનો “ઘરસંસાર” એટલે વળી શું?” “મેં ખોટું શું કહ્યું? તમારા ઘરમાં તે જ મુખ્ય હોદ્દો ધરાવતો નથી?” પણ બકિંગ્ડમના પાગલપણાની પેઠે જ દ ગીશના પાગલપણાની હવે વાતો થવા લાગી છે ને?” મને માફ કરો, નામદાર; દ ગીશ કશી બદદાનત ધરાવે છે એવું કોઈ નથી કહેતું.” “ઠીક, ઠીક, સમજ્યા એ તો.” જુઓ મૌસિન્યોર, હું ન આવ્યો હોત તો જ ઠીક હતું ને? આવી ઊડતી વાતો કરીને મેં એવી શંકાઓ ઊભી કરી ગણાય કે, મેડમ જો એ જાણે તો તેને મારો મહાપરાધ જ માને.” “મારે બદલે તું હોય અને આવું બધું તને સાંભળવા મળે, તો તું શું કરે?” “હું તો એવી બધી વાતોને એક કાનેથી બીજે કાને જ કાઢી નાખું, જેથી બધી વાતો એમની મેળે જ ટાઢી પડી જાય.” ઠીક, ઠીક, એ તો હું જ બધો વિચાર કરી જઈશ.”. હા, હા, ઘણો વખત છે; તેમ જે કશું એવું મોટું જોખમ પણ નથી. આ તો બધું તમારી મારા પ્રત્યેની મિત્રતા ઘટી જશે એવા મારા ભયમાંથી જ ઊભું થયું છે; અને મને તમારી મિત્રતા પાછી મળી ગઈ, એટલે મારા મગજમાં તો કશું રહ્યું જ નથી.” ડયૂકે વિચારમાં પડી જઈ માત્ર માથું જ ધુણાવ્યું. પછી ભોજનનો સમય થતાં જ ચૂકે મેડમને તેડું મોકલ્યું, પણ તેમણે જવાબ વાળ્યો કે, તે પોતે હાજર રહી શકશે નહિ, અને પોતાના કમરામાં જ ભોજન લઈ લેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy