SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ રાતના બે વાગ્યે ૧૬૧ બરાબર એક વાગ્યાના અરસામાં સદ્ભાગ્ય સેગ્નોએ દ ગીશને બગીચામાં એક થડને અઢેલીને ઊભો રહેલો અને કંઈક પ્રેમ-ગીત ગણગણતો દેખ્યો. તેની સામે એક ખુલ્લી બારીમાંથી પ્રકાશ આવતો હતો તેના તરફ તે જોઈ રહ્યો હતો. કહેવાની જરૂર નથી કે એ બારી મૅડમના કમરાની હતી. સેતેશ્નોએ બીજો કશો વિચાર કર્યા વિના તેને ખભે હાથ મૂકી, કહી દીધું, “વાહ, ઠીક થયું તમે મળી ગયા છે. હું તમને જ શોધતો હતો, કાઉંટ.” મને?” દ ગીશે ચોંકીને કહ્યું. “હા, હા, તમે અહીં ઊભા ઊભા પ્રેમ-ગીતો રચી રહ્યા છો, એ જાણી મને વિશેષ આનંદ થયો; કારણ કે, હું પણ પ્રેમમાં પડયો છું, મહેરબાન!” દ ગીશ તરત તેનો હાથ પકડી તેને બાજુએ દોરી ગયો, જેથી તેની નજર પેલી બારી ઉપર ન પડે. “તમે મને શા માટે શોધતા હતા, તે કહો; હું મારાથી બનતી મદદ કરવા તૈયાર છું, એમ માનજો.” “તો મારે એક વ્યક્તિ વિષે જરા માહિતી જોઈએ છે; અને તમને એ વ્યક્તિ સાથે સંબંધ છે, એમ મારા જાણવામાં આવ્યું છે.” “અને એ વ્યક્તિ સાથે જ તમે પ્રેમમાં પડયા છો, એમ ને?” હું ‘હા’ પણ નથી કહેતો અને “ના” પણ નથી કહેતો; કારણ કે, કોઈ એવા માણસમાં પ્રેમ કરી બેસીએ, જેની પાસેથી એ પ્રેમ પાછો વળવાની આપણને આશા જ ન હોય, તો પછી નાહક દુ:ખી થવું પડે; તેના કરતાં પહેલેથી જોઈને પગલું ભરવું શું ખોટું?” “સાચી વાત છે; આપણું હૃદય એ કીમતી વસ્તુ છે, અને તેને સ્વીકારવા તૈયાર ન હોય તેવા માણસ ઉપર તે ન જ ફેંકી શકાય!” તો મારે માદમઆઝોલ દ તૉને શારૉત વિષે કંઈક પૂછવું છે.” છે.–૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy