SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-ાંક “સાચવજો, તમારે લા વાલિયેરના જ ઓરડામાં ભેગા રહેવાનું, અને રાણીજી, રાણી-માતા કે મૅડમ પોતે ગમે ત્યારે તહેનાત-બાનુની ઓરડીની તલાસી લઈ શકે. એ બધાં ખૂબ અદેખાઈ અને દાઝ દાખવવાનાં; એટલે તમારા ઓરડામાં તમારી પાસે કશું ન રાખતાં.” ૨૮૬ “પણ તમે એક જણને ભૂલી ગયા: મશ્યોર પોતે ! મૅડમના પતિદેવ! તે કંઈ ઓછી દાઝ નહિ દાખવે. "" “હું તો અત્યાર સુધી સ્ત્રીઓની વાત જ કરતો હતો; તો હવે પુરુષોને ગણવા માંડીએ. મોંશ્યોરને આપણે નં. ૧ આપીએ; ગીશ નં. ૨ કહેવાય; વાઇકાઉંટ દ બ્રાન્સ્લૉન નં. ૩, અને રાજાજી નં. ૪. બલત્ત, રાજાજી એ બધાના કરતાં એકલા જ વધુ દાઝ દખવવાના; અને સમર્થ પણ સૌથી વધુ જ ગણાય. પરંતુ માંતાલેજી, તમે આવી જબરી જાળમાં શું કરવા હાથે કરીને પેસવા જાઓ છો? એ બધામાં ગૂંચવાવા અટવાવા જવું એ માથાસટોસટનું કામ છે. મને લાગે છે કે, વખતસર એમાંથી નીકળી જવું જ વધુ સહીસલામત નથી?” “ મને તો લાગે છે કે, આવી જાળમાં તો જે બધા તાંતણા પોતાના હાથમાં લેવાની હિંમત દાખવે, તેનું કામ બની જાય. બોલો, તમારી મારી પાછળ આવવાની હિંમત છે?” “છે જ; પણ હું તમારી પાછળ છું એ તમારે અવારનવાર યાદ રાખવાની મહેરબાની કરતા રહેવું, માંતાલેજી !” 64 જરૂર; તો સંરક્ષણાત્મક અને આક્રમણાત્મક કરાર આપણ બે વચ્ચે આજથી કરવાના થાય છે; અર્થાત્ બીજાના આક્રમણ વખતે તમે મારી મદદમાં રહેશો, અને જ્યારે બીજા ઉપર આક્રમણ કરવાનું થાય ત્યારે પણ તમે સાથે-પડખે, એટલું જ નહિ પણ, તમારી પુરુષજાતને છાજે તેમ મારાથી આગળ, મારી પાછળ નહિ, – રહેશો, ખરું ને?” << ‘કબૂલ ! પણ બધા કાગળપત્રનો કબજો અવશ્ય લેતા રહેવો; જેમ બ્રાલૉને લા વાલિયરને બ્લુવા લખેલા બધા પત્રો હું તમારા કમરામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy