SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રસ્તુમહોત્સવ ૧૧૧ “શું થયું છે, મોંશ્યોર લ કાઉંટ? તમને કંઈ દુખ થતું હોય એમ લાગે છે.” બિચારી લા વાલિયેર ચિંતામાં પડી જઈ બોલી ઊઠી. મને? ના, ના, કંઈ થયું નથી!” “તો મોં૦ દ ગીશ, ઘણા વખતથી મારે તમારો આભાર માનવાનો હતો, તે અત્યારે માની લઉં: મેડમની તહેનાતબા તરીકે મને નીમવાની ભલામણ તમે કરી હતી.” “હા, હા, મને યાદ આવ્યું, અને તમારી એ સેવા બજાવ્યા બદલ હું મારી જાતે જ મને ધન્યવાદ આપી લઉં છું; પણ, તમે કોઈને ચાહો છો, ખરાં?” “હું?” લા વાલિયેર નવાઈ પામી બોલી ઊઠી. “ભૂલ્યો, ભૂલ્યો, મને માફ કરો; મારા ચિત્તનું અત્યારે કંઈ ઠેકાણું નથી. પણ તમે મે. બ્રાજલોનને અહીં જોયા છે?” લા વાલિયેર એ નામ સાંભળી ચોંકી ઊઠી. “તમે શું પૂછો છો?” તેણે પૂછ્યું. “મેં તમને ફરીથી ખોટું લગાડયું ખરું? મારા ઉપર દયા લાવી મને ક્ષમા કરો.” અરે, મેંશ્યોર દ ગીશ, તમે બહુ જ દુ:ખી થઈ ગયા લાગો છો. તમને શું થયું છે?” અરે, કુમારી, તમારી જેવી માયાળુ બહેન કે મિત્ર મને હોત, તો કેવું સારું થાત?” “મશ્યોર દ ગીશ, તમારે વાઈકાઉંટ દ બ્રાજલૉન જેવા મિત્રો છે, એ કેમ ભૂલી જાઓ છો?” ખરી વાત, ખરી વાત; તે મારી સાચામાં સાચો મિત્ર છે.” એટલું કહી તે એકદમ ચાલતો થયો. લાઇઝા દ લા વાલિયેર ચાલ્યા જતા દ ગીશ તરફ જોઈ રહી હતી, તેવામાં જ તેની બે સખીઓ – જેઓ મૅડમની તહેનાતબાનુઓ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy