SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ બોપાઓ હૉટેલમાંથી જાકારો ૧૬૭ 66 માંતાલેએ, “ ભલા ભગવાન !” કહી પોતાનું માં બે હાથમાં સંતાડી દીધું. “મહેરબાની કરી કશો અંદેશો ન લાવશો; હું જાણું છું કે તમે તદ્ન નિર્દોષ છો; અને તમારી તરફે હું જોઈતી સાક્ષી પૂરીશ. માનિકો, મારી પાછળ પાછળ આવો; હું તમને બધા આડરસ્તા, તથા ભુલભુલામણીઓની પાર દોરી જઈશ.’ ‘તો તમે મોં 39 માલિકૉર્નને પણ સાથે જ લેતા જાઓ ને!” માંતાલેએ કહ્યું. 66 ના, ના,” માલિકૉર્ન બોલ્યો; “ મોં૦ માનિકોંએ તમારી સાથે ઘણી ઘણી વાત કરી લીધી; હવે મારો વારો છે; માટે પણ આપણી ભવિષ્યની યોજનાઓ બાબત ઘણી અગત્યની વાતો કરવાની છે.” “સાંભળ્યું? તમે તેમની પાસે જ રહો; આજની રાત જ ગુપ્ત મંત્રણાઓ માટેની છે!” કહી સેતેગ્ના માનિકોંને દ ગીશના ઉતારા તરફ દોરી ચાલ્યો. ૨૪ હોટેલમાંથી જાકારો મેપા "" માંતાલેએ હવે માલિકૉર્ન પાસે જઈ તેને ધમકીભર્યા સૂરે કહ્યું, ‘તમારે મને બરબાદ જ કરવી છે? આવી રીતે મારી પાછળ પડવાનું હોતું હશે? શું કામ તમે ઓરલેઆં છોડીને અહીં મારી પાછળ આવ્યા છો, કહો જાઉં? ” દ “વાહ, હું તો મારાં ઘરબાર, ભવિષ્ય-કારકિર્દી બધું છોડીને તમારી પાછળ જ ચાલી નીકળ્યો છું; અને તમે ફાંતેબ્લોમાં છો, એટલે હું અહીં આવ્યો છું, વળી!” (6 'વાહ, એ તે કંઈ જવાબ છે? ચાલો ઉતાવળ કરો, તમારે શી વાત કરવાની છે? તમે ભાનબાન ભૂલીને તો નથી આવ્યા ને?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy