SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ આંધી ૨૩૧ કયા ભ્રમ?” “તમે કરોડોની મદદ મને એ આનંદ-ઉત્સવ માટે કરવાનું ઠોકતા હતા, તે ભ્રમ વળી!” “શા માટે દૂર થાય? ગઈ આખી રાત મેં એ આનંદ-ઉત્સવ માટે જે જે તૈયારીઓ કરવાની છે, તે અંગે હુકમો લખવામાં જ ગાળી છે,” એમીસે જવાબ આપ્યો. પણ એ આયોજનમાં ઓછામાં ઓછું કેટલું ખર્ચ થશે એમ તમે ધારો છો?” જે થાય તે હું સાઠ લાખ આપીશ; તમારે વીસ ત્રીસ લાખની જોગવાઈ કરવી પડશે.” “તમે બહુ ચમત્કારી માણસ છો, દË, અત્યારે તમે લાખોની રકમ છૂટે હાથે વેરો છો; અને થોડા દિવસ અગાઉ બાતિલના ગવર્નર બેઇઝમોને હપતાના આપવા માટે પચાસ હજાર ક્રાંક પણ તમારે મારી પાસે માગવા પડ્યા હતા!” “કારણકે, થોડા દિવસ ઉપર હું છેક જ ગરીબ હતો.” “અને આજે?” “આજે રાજા કરતાંય વધુ તાલેવંત છું.” “ભલે ભલે; તમે તમારા આપેલા વચનમાંથી પાછા ફરો એવા નથી, એની મને ખાતરી છે એટલે તમારી એ ગુપ્ત વાત તમારી પાસેથી કઢાવવા હું આગ્રહ નહિ રાખું. પણ જુઓ, આ આંધી ચડી આવી, અને આપણે ઘોડાગાડીઓ સુધી કોરા નહીં જ પહોંચી શકીએ.” અને તરત જ ચોમેર મુશળધાર વરસાદ તૂટી પડ્યો. હજુ પાંદડાં પલળીને પાણી નીચે આવે તે પહેલાં આપણે દોડી જઈએ તો કેમ?” એરેમીસે પૂછ્યું. “અશક્ય, પણ આટલામાં દશેક ડગલાં દૂર મારી એક ક્રીડા-ગુફા છે; ચાલો ત્યાં જ જઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy