SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ દાયજો ૧ હૃદય પ્રાપ્ત કરવું એ ગમે તેવી લોભામણી વસ્તુ ભલે હોય, પરંતુ તે હૃદય કદી તેને હંમેશ માટે મળી શકે તેવું હતું ખરું?’ મૅડમ હવે પોતાની અસ્થિરતાથી જ અકળાઈ. પ્રેમની બાબતમાં સામાના હ્રદય કરતાં પોતાના જ હ્રદયને વધારે તપાસવું જોઈએ. અને સામાના પ્રેમની પરીક્ષા પોતાનો અનર્ગળ પ્રેમ વહાવીને જ કરવી જોઈએ. પ્રેમના માર્ગમાં શંકા કરવાની હોય, તો તે પોતાની જ ઉપર ! ८ દાયો સેંટ માંદેવાળા ફુકેના ખાનગી મકાનમાં આવીને બેઠેલી મૅડમ બેલિયેર, ઘડિયાળમાં સાત વાગ્યા એટલે એક અરીસા તરફ ગઈ. ત્યાં એક કળ ફેરવીને તેણે ઘંટનો હાથો ખેંચ્યો. ત્યાર પછી પોતાના જ અંતરમાં અત્યાર સુધી ચાલેલી રકઝકથી થાકી ગઈ હોય તેમ તે એક મોટા કોચ આગળ બેસી ગઈ. દસ મિનિટ બાદ છૂપા બારણાની કળ ઊઘડવાનો અવાજ આવ્યો અને કુકે અંદર દાખલ થયો. તે ઘણો ફીકો પડી ગયો હતો અને અંતરમાં ચાલતી કોઈ ભારે ગડમથલના વજનથી જાણે ઝૂકી ગયો હતો. તેના સુંદર ઉમદા ચહેરા ઉપર ચિંતાની રેખાઓએ જે પીળાશ સરજી હતી, તેથી તે ઊલટો વધુ જુવાન દેખાતો હતો. પ્રેમ કરતી સ્ત્રી હંમેશ પોતાના પ્રેમપાત્રના ચહેરાને ખુલ્લા પુસ્તકની જેમ વાંચી શકતી હોય છે. બીજી સ્કૂલ શક્તિઓની ઊણપ પરમ પિતાએ સ્રીઓને આ સૂક્ષ્મ શક્તિ ખાસ બક્ષીને પૂરી કરી આપી છે. સ્ત્રીઓ પોતાનું અંતર પુરુષનાથી છુપાવી શકે, પણ કોઈ પુરુષ સ્ત્રીની નજરમાંથી પોતાનું અંતર છુપાવી શકે, એ શકય નથી. મૅડમને એક નજર નાંખતાં જ ખબર પડી ગઈ કે, ફુંકેનું ચિત્ત કેવડી મોટી ચિંતાના ભારથી દબાઈ ગયેલું છે, તથા તેની આખી રાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy