SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યસ્થી ! રાજાજીએ મૅડમના કમરામાં તરત જ જઈ પહોંચી બહુ કુશળતાથી કામ લેવા માંડયું. મેડમનો કમરો અત્યારે રીસ-ભવનમાં બદલાઈ ગયો હતો, અને મેડમ ઘેરી ખિન્નતામાં પડેલી હતી. રાજાજીએ જાણે કશું જાણતા ન હોય, તેમ પ્રસન્ન મુખે મેડમને પૂછયું, “તો આજે ફરી વાર જીત્યસમારંભ કયારે રાખીએ ?” મેડમે પોતાનું સુંદર મસ્તક ધુણાવીને કહ્યું, “સરકાર, હું હમણાં જ આપને ખબર મોકલવાની હતી કે, હું તેમાં હાજર નહિ રહી શકું.” “શું, તબિયત ઠીક નથી?” “હા, સરકાર.” “તો, તમારા દાક્તરને બોલાવું.” “ના, જી; તેઓ મારી બીમારીની કશી દવા નહિ કરી શકે.” “ઓહો, એવી કઈ અસાધ્ય બીમારી અચાનક થઈ આવી?” સરકાર, મને ઇંગ્લેંડ પાછા જવાની પરવાનગી આપો, એ જ મારી બીમારીનો એકમાત્ર ઉપાય છે.” “ઇંગ્લેંડ પાછા જવાની પરવાનગી? તમે તો મને ગભરાવી રહ્યાં છો!” “મારે મોંએ આપની આગળ આ વાત બોલવી પડે છે, તેનું મને દુઃખ થાય છે. પરંતુ મને મારા કુટુંબમાં જ પાછી મોકલાવી દો.” મેડમ, મૅડમ, આ શું બોલો છો?” એમ કહી રાજા તેની તદ્દન નજીક પહોંચી ગયો. ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy