Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai
Catalog link: https://jainqq.org/explore/001331/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી અમરેન્દ્રવિજયજી આત્મજ્ઞાન અને સાધનાપણ ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ तत्त्वज्ञान के गहन विषय को लोकसहज भाषामें जो रूप आपश्रीने दिया है, खूब उपकारक सिद्ध होगा । विषय प्रतिपादन भी अद्भुत है। इस पुस्तक को बार-बार पढ़ने की स्वतः इच्छा होती है, इससे जान सकेंगे कि इसमें चेतना विद्यमान है। - आचार्य श्री पद्मसागरसूरिजी આખું પુસ્તક બે દિવસમાં જ કોઈક રોમાંચક આત્મકથા વાંચતા હોઈએ તેવી જિજ્ઞાસા અને રસથી વાંચ્યું. વાક્યે વાક્ય અને શબ્દે શબ્દ હૈયાની શાંત રસધારામાં ઝબકોળાઈને લખાયા છે. તે શબ્દો આત્મામાંથી નીકળી વાચકના આત્માને સીધા સ્પર્શે છે. આવા દુર્બોધ અને કઠિન વિષયની પણ રજૂઆત મધુર-રોચક અને રસળતી થઈ છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ વિષય લેખકના મનમાં–જીવનમાં કેટલો પચી-રમી ગયો હશે. લેખકશ્રીની જ્ઞાનગરિમા, ભાષાધિકાર અને સત્યશોધક દૃષ્ટિએ ગ્રન્થને સર્વાંગસુંદર બનાવ્યો છે. દીક્ષા લીધા બાદ પ્રત્યેક મુનિએ આ પુસ્તક વહેલામાં વહેલી તકે વાંચવું જોઈએ. – પંન્યાસ પ્રદ્યુમ્નવિજયજી ગણિ Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોત ફાઉન્ડેશન ગામદેવી, મુંબઈ - ૪૦૦ ૦૦૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન અને સાધનાપથ - મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજી Page #5 -------------------------------------------------------------------------- ________________ © ૧૯૭૪, ૧૯૮૧, ૧૯૯૦ મુનિશ્રી અમરેન્દ્રવિજયજી આ પુસ્તકનું પુનર્મુદ્રણ કે અનુવાદ કરવાની સંમતિ લેખક પાસેથી મળી શકશે. સંપર્ક : દ્વારા– રતિલાલ સાવલા, શેઠના હાઉસ, ત્રીજે માળે, ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ-૪૦૦ ૦૦૭ પ્રથમ સંસ્કરણ : મહાવીર નિર્વાણ સંવત ૨૫૦૦ વિજયાદશમી; ઑક્ટોબર ૧૯૭૪. ચતુર્થ પરિવધિત સંસ્કરણ : ઑગસ્ટ ૧૯૯૦ પ્રત ૧૪૦૦ મૂલ્ય : ૬૦ રૂપિયા પ્રકાશક : જ્ઞાનજ્યોત ફાઉન્ડેશન, દ્વારા– રતિલાલ સાવલા, શેઠના હાઉસ, ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ- ૪૦૦ ૦૦૭ ફોટોટાઇપ સેટિંગ : બી. એ. ગાલા અનામિકા ટ્રેડિંગ કું, નવનીત ભવન, શારદાશ્રમ પાસે, ભવાનીશંકર રોડ, દાદર, મુંબઈ - ૪૦૦ ૦૨૮. મુદ્રક : ફ્રેન્ડઝ પ્રિન્ટરી ૧૯૧, ડિમટિમકર રોડ, મેમની બિલ્ડીંગ, નાગપાડા, મુંબઈ-૪૦૦ ૦૦૮. ફોન : ૩૭૮૮૦૩, ૮૯૧૨૮૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ વિશ્વવત્સલ ભગવાન મહાવીરદેવે ચીધેલ | મુક્તિ માર્ગનું મને પ્રાપ્ત દર્શન જેમના જીવન અને ઉપદેશના પ્રકાશમાં વધુ વિશદ બન્યું આપણી સદીના પ્રથમ હરોળના આત્મનિષ્ઠ સંત શ્રી રમણ મહર્ષિને Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગ “ “અન્ય પરંપરાના સંતને ‘મહર્ષિ' કેમ કહેવાય?” એ શંકા મૂઢમતિ જ કરે, પ્રજ્ઞાશીલ વ્યક્તિ નહિ. સત્યાર્થકથનનો ગુણ જોઈને આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે વ્યાસાદિને પણ ‘મહર્ષિ’ કહ્યા છે.” — ઉપાધ્યાય યશોવિજયજી, યોગાવતાર દ્વાત્રિશિકા, શ્લોક ૨૦, ટીકા. Page #10 -------------------------------------------------------------------------- ________________ સાચા સંતોને ઓળખવા કેમ? મુમુક્ષુનાં નેત્રો સત્પુરુષને ઓળખી લે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેનો ભાવમળ ઘટયો હોય તે પોતાની આંતરસૂઝ વડે સાચા સંતોના આચાર-ઉચ્ચારમાં છતી થતી તેમના આત્મિક ઓજસ – અભય, અદ્વેષ, અખેદ – ની આભાને બાહ્ય વેશથી નિરપેક્ષપણે, અર્થાત્ તેમનાં બાહ્ય લિંગ-વેશાદિ ગમે તે હોય તોય, ઓળખી લે છે. અમરેન્દ્રવિજયજી આપણે ત્યાં એક બાજુ આચાર્યોનાં ભાષ્યો પર પોતાની વિદ્વત્તાનાં મીંડાં મૂકનારા પંડિતો અને સંતોની સમાધિ પર ગાદી જમાવીને બેઠેલા મહંતો પાકતા ગયા છે, તો બીજી બાજુ ઋષિઓ કે સંતોની એકલ પગદંડી તાજી રાખનારા પણ જાગતા ગયા છે. મંડલેશ્વરો, મઠાધીશો અને વાચતુર સ્વામી મહારાજોની જમાત કરતાં આ જણ જુદા છે. એવી જ રીતે ચમત્કારિક સિદ્ધિઓના શંખ ફૂંકનારા યોગી મહારાજો સાથે પણ તેમને સ્નાનસૂતક નથી. આવા લોકો તરી આવે છે, એમની અત્યંત સામાન્ય લાગતી પણ ક્ષુદ્રતાથી ઉપર ઊઠતી સ્વાભાવિકતાથી. માણસ એમને મળીને પોતાનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવે છે. - - મકરન્દ દવે Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.... समयाए समणो होइ... नाणेण य मुणी होइ। શ્રમણ ઓળખો સમતા વડે, મુનિ પરખો આત્મજ્ઞાને –ઉત્તરાધ્યયન સૂત્ર, અ૨૫, ગાથા ૩૨ આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, - અધ્યાત્મયોગી આનંદઘનજી કેવલ આતમબોધ હે, પરમારથ શિવપંથ; તામે જિન કું મગનતા, સો હિ ભાવનિગ્રંથ. લિંગ-વેષ-કિરિયા ; સબ હિ, દેખે લોક તમાસી હો; ચિન્રતિ ચેતન ગુન ચિન્હ, સાચો સોઉ સંન્યાસી હો. ઉપાધ્યાય યશોવિજયજી સરખાવો : भस्मना केशलोचेन, वपुर्धतमलेन वा। महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित्॥ – ભાનસાર, તત્વદષ્ટિ, શ્લોક ૭ ચેતન કું પરખ્યો નહિ, ક્યા હુઆ વ્રત ધાર; શાલવિહુણા ખેત મેં વૃથા બનાઈ વાડ, – યોગીશ્વર ચિદાનંદજી આતમ સમજ્યો તે નર જાતિ, શું થયું ધોળાં ભગવાં વતી. – અખો Page #12 -------------------------------------------------------------------------- ________________ ....તે સાચા ગુરુ હોય’ શાસ્ત્રાર્થ જાણે પણ મુક્ત હોય ના, ના સાધકે એ ગુરુ પાસ જાવું; બ્રહ્મક્ય માણે મુનિ જે મહાન, મુક્તાત્મ એવા ગુરુ ધારવા ઘટે. પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધ જનનો નિર્ધાર. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.* આગમધર ગુરુ સમકિતી...શુચિ અનુભવાધાર રે; શુદ્ધ આલંબન આદરો, તજી અવર જંજાળ રે. * સરખાવો : અજ્ઞાની નવ હોવે મહાજન, જોપણ ચલવે ટોળું; ધર્મદાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોળું. અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી રે. — શ્રી રમણ મહર્ષિ सम्यग् गुरुर्यस्य च तत्त्ववेत्ता... तस्यैव सिद्धिर्नहि चापरस्य । મળે મુક્તિ તેને જ સુનિશ્ચિત, ગુરુ જેના રમે આત્મજ્ઞાને. — શ્રીમદ્ રાજચંદ્ર —અધ્યાત્મયોગી આનંદઘનજી — હ્રદયપ્રદીપ ષત્રિશિકા, શ્લોક ૩ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે. તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે, – ઉપાધ્યાય યશોવિજયજી —ઉપા. યશોવિજયજી, ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧ ગાથા ૧૧, ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષય-નિર્દેશ વિકસતી ક્ષિતિજની વાટે મકરન્દ દવે ૧૫ મનની વાત ત્રીજી આવૃત્તિ વેળાએ “ોજ શર્મસુ કૌશલમ્' પ્રકાશનની પાર્શ્વભૂમિકા • . . ૩૩ ...તો વાચન વધુ ફળપ્રદ બને - . . ૩૭ પૂર્વાર્ધ : સિદ્ધાંત ૧. ‘તૃષ્ણા બુઝાવે સો થી જ્ઞાન ૩- ૧૮ મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિનું કેન્દ્ર ૬; સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને ૭; સાધના-પ્રક્રિયા ૯; આપણી સાધના-પ્રક્રિયાનું ટૂંકમાં દર્શન ૧૦; સાધનાલક્ષી કૃતાર્જન ૧૨; શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ ૧૪; પરિશિષ્ટ : શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય: જ્ઞાન કે માહિતી? ૧૬. ૨. જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૧૯- ૩૬ જ્ઞાનની કસોટી : મનોગુપ્તિ ૧૯; નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી ૨૩; સાધનામાર્ગમાં શ્રતનું મહત્ત્વ અને તેની મર્યાદા ૨૪; મુમુક્ષુએ શ્રુતજ્ઞાન કેટલું મેળવવું? ૨૮; – ‘સમિતિ-ગુપ્તિનું જ્ઞાન’ એટલે શું? ૨૯; અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? ૩૦; નવપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ ૩૩; જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાઓ ૩૪; આપણી સાધનાનું લક્ષ્ય ૩૫. ૩. અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૩૭– ૬૦ મોહનાશનો અમોઘ ઉપાય ૩૭; “અનુભવ” શું છે? ૪૦; સ્વાનુભૂતિની અભિવ્યક્તિ ૪૩; – અનુભવનું ગાન, અનુભવીઓના પોતાના જ શબ્દોમાં ૪૫; એનાથી આવતું મૂલ્યપરિવર્તન ૫ર, રૂપ જૂજવાં, પણ ‘ન્યાત” એક ૫૪; એના એક કૃપાકટાક્ષ પલટલું જીવનવહેણ ૫૬; આત્મજ્ઞાનની ઉષા ૫૯. Page #15 -------------------------------------------------------------------------- ________________ १२ ૪. “જાગીને જોઉ તો જગત દીસે નહિ!” ૬૧ – ૯૪ સ્વપ્નવત જગત? ૬૧; અનુભવ એકસરખો તો, મત-પંથ જુદા કેમ? ૬૩; તત્ત્વજ્ઞ મહાપુરુષોનાં કથનમાં સૂર પુરાવતું અર્વાચીન વિજ્ઞાન ૬૪; આસક્તિનો આધાર ૬૬; નજરે દીઠેલું પણ ખોટું! ૬૮; ભ્રાન્તિ શાથી સર્જાય છે? ૭૦; દેહાત્મભ્રમ ૭૧; કેવા કુંઠિત બોધના સહારે આપણે જીવી રહ્યા છીએ! ૭૩; આપણું જગત, આપણું સર્જન ૭૫; “જાગીને જોઉં તો, જગત દીસે નહિ!” ૭૭; અનુભવ- સાધનાનું અંતિમ ચરણ? ૭૯; પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૩. ૫. સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૯૫ – ૧૧૪ ગ્રંથિભેદ અર્થાત્ દેહાત્મભ્રમનો નિરાસ ૯૬; દ્રવ્ય સમ્યકત્વ ૯૮; સમ્યગદર્શનનો આધાર : અનુભવ ૯૯; જ્ઞાનીને વિપુલ નિર્જરા શાથી? ૧૦0; ધર્મજીવનની કતાર્થતા શેમાં? ૧૦૩; સ્થિતપ્રજ્ઞતાનું બીજ ૧૦૬; સમ્યગ્દર્શનપ્રસૂત માધુર્ય : આત્મતૃપ્ત જીવન ૧૦૯; શું વર્તમાનકાળે આત્માનુભવ મેળવી શકાય? ૧૧૨. ઉત્તરાર્ધ : સાધના ૬. સમત્વ : સાધનાનો રાજપથ ૧૧૭– ૧૫૪ સમત્વસાધનાની ત્રણ આધારશિલાઓ ૧૧૮; – વૈરાગ નિયંત્રિત ભોગઉપભોગ ૧૧૮; - વિશ્વપ્રેમ આત્મીયતા ૧૧૯; – જ્ઞાન સ્વરૂપ-સ્મૃતિ ૧૨૦; મૂલ્યપરિવર્તન આવશ્યક ૧૨૩; – નિશ્ચય-વ્યવહારની એક ગૂંચ ૧૨૪; – એ ગૂંચનો વ્યવહારુ ઉકેલ ૧૨૬; – દમન અને સંયમ વચ્ચેની ભેદરેખા ઓળખીએ ૧૨૮; વિવેકપૂત તપ-ત્યાગ ૧૨૯; – ખરું તપ ૧૩૦ – બળ નહિ કળ ૧૩૨; – બાહ્ય જીવન અને આંતરપ્રવાહનો સુમેળ આવશ્યક ૧૩૪; નિશ્ચય અને વ્યવહારની સમતુલા ૧૩૫; – દિશાશૂન્ય ગતિ ૧૩૬; – નિશ્ચયની કોરી વાતો ૧૩૮; “ક્રિયા’ કે ‘વ્યવહારનું હાર્દ ૧૪૦; –‘વ્યવહારની વ્યાપક વ્યાખ્યા ૧૪૧; – મુક્તિનો ઇજારો, ન કોઈ મત-પંથનો કે ન કોઈ કર્મકાંડનો ૧૪૧; –ધર્મના આંતર-બાહ્ય અંશનો વિવેક ૧૪૨; – સમસ્ત ‘ક્રિયા’નું લક્ષ્ય શું? ૧૪૩; – ‘ક્રિયા’નું વ્યાપક ફલક ૧૪૪; પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય ૧૪૭. ૭. ચિત્તધૈર્યની કેડીઓ ૧૫૫–૧૭૩ પૂર્વતૈયારી ૧૫૭; પ્રાણાયામ ૧૫૯; શ્વાસ અને મનનો સંબંધ ૧૬૦; જૈન પરંપરા અને શ્વાસોચ્છવાસનું આલંબન ૧૬૧; શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ ૧૬૨; નામસ્મરણ અને જપ ૧૬૪; નાદાનુસંધાન ૧૬૭; ત્રાટક ૧૬૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ १३ વિચારપ્રવાહનું નિરીક્ષણ ૧૭૧; નિર્વિચારમાં કૂદકો ૧૭૨; સમત્વ વિનાની એકાગ્રતાયે અનિષ્ટ ૧૭૩. ૮. અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૭૫-૨૩૧ ‘આત્મવિચાર’· હું કોણ ? ૧૭૭; નિજ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેનું અનુસંધાન ૧૮૦; - સર્વ શાસ્ત્રો અને સાધનાપદ્ધતિઓનું નવનીત ૧૮૨; નિજ શાશ્વત સત્તા સાથેનું અનુસંધાન ૧૮૬; શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું સ્મરણ-ચિંતન ૧૮૭; જિનેશ્વરોનો ક્ષાયિક માર્ગ : સમત્વમંડિત સાક્ષીભાવ ૧૯૨; – કાયોત્સર્ગ, સાધનાનું હાર્દ ૧૯૩; – શ્વાસોચ્છ્વાસનું અવલંબન શા માટે? ૧૯૪; વર્તમાનનો શાંત-સ્વીકાર ૧૯૫; – ક્ષાયિક માર્ગ ૧૯૭; સાક્ષીભાવ ચિત્તશુદ્ધિનું અને કર્મક્ષયનું પણ સબળ સાધન ૧૯૯; – સમતા દ્વારા પ્રચુર કર્મનિર્જરા શાથી? ૨૦૧; સમતા અને સાક્ષીભાવ સધાય શી રીતે? ૨૦૩; – સમત્વ અને શુદ્ધ સાક્ષીભાવનો પાયો ૨૦૪; સામાયિકની સાધના વિપશ્યના ૨૦૭; – વિપશ્યનાનાં ત્રણ અંગ ૨૦૮; – શ્વાસ કે સંવેદના જોવાનું પ્રયોજન ૨૧૦; – સાધનાનું રોજિંદા જીવનમાં દેખાતું પરિણામ ૨૧૧; –નિષ્ઠાવાન સાધકોનો અનુભવ ૨૧૨, “છોડી મત-દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ...” ૨૧૩; – અવળું માર્ગદર્શન, અધૂરા અને અજ્ઞાન ‘ગુરુ’ઓનું ૨૧૪; ‘...કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ’ ૨૧૬; -જિનાજ્ઞાની ઓળખ એક અમોઘ કસોટી ૨૧૮; ...તો, મુમુક્ષા કાચી છે ૨૨૨; ટૂંકી અને સરળ પ્રક્રિયા કઈ? ૨૨૩; ‘સૌ સાધન બંધન થયાં...’ ક્યારે? ૨૨૪; ‘અખો કહે એ અંધારો કૂવો’ ૨૨૬; પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત ૨૨૮. - ૯. સાધન-નિષ્ઠા ૨૩૩-૨૬૭ - સાધનામાં પ્રગતિનો આધાર : નિયમિત અભ્યાસ ૨૩૩; સામાયિક; શુદ્ધ સ્વરૂપના અનુસંધાનનો પ્રયોગ ૨૩૫; ત્યાગીઓનું કર્તવ્ય – શાસનપ્રભાવના કે આત્મસાધના ? ૨૩૭; આત્મોન્નતિ અર્થે સાધનામાં તન્મયતા આવશ્યક ૨૩૮; ‘દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂપ' ૨૪૦; – મુમુક્ષા ઉત્કટ હોય તો ૨૪૧; એકાંતવાસ અને મૌનસાધના સમાજની સેવા કે અપરાધ ? ૨૪૮; – આત્મજ્ઞ સંતોનું અસ્તિત્વ પણ જગતને ઉપકારક ૨૫૧; સાધનાને અગ્રિમતા આપીએ ૨૫૪; મુક્તિની પ્રાપ્તિ અર્થે શું સંન્યાસ દીક્ષા અનિવાર્ય છે? ૨૫૮; અંતર્મુખતા અને સંયમ ત્યાગ–કોનો, કેટલો ફાળો? ૨૫૯; સાધના કયાં સુધી? ૨૬૩; પરિશિષ્ટ : ‘... તેષાં યોગક્ષમ વહામ્યદમ્।’૨૬૫. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૬૯-૩૦૦ બાહ્ય પ્રત્યયોનું વૈવિધ્ય ૨૭૦; કેટલીક જરૂરી સાવધાની ૨૭૪; એક અન્ય ભયસ્થાન ૨૭૬; કુંડલિનીની ઊર્ધ્વયાત્રા ૨૭૮; સિદ્ધિઓનું મૃગજળ ૨૭૯; – અનાયાસ પ્રાપ્ત સિદ્ધિઓ ૨૮૧; –મેલી વિદ્યાની સાધના વડે ‘સિદ્ધિ'નો દેખાડો ૨૮૫; અહંશૂન્યતાનું લક્ષ્ય ૨૮૭; ઉત્સુકતા પણ વજર્ય ૨૮૮; પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ ૨૯૩. ૧૧. ઈશકૃપા ૩૦૧-૩૦૭ સમપિત જીવન, નિજ જીવન ૩૦૩; અન્ય સહાયક તત્ત્વો ૩૦૪; અધિકારી કોણ? ૩૦૫; મુક્તિપથિકનું ભાથું; શ્રદ્ધા, પુરુષાર્થ, અખૂટ ધર્ય ૩૦૬. . ૩૦૯ ૩૧૦ સાર શ્રેયાર્થીને એક અમૂલું સૂચન શબ્દકોશ સંદર્ભગ્રંથસૂચિ મુનિશ્રીની અન્ય કૃતિઓ મુનિશ્રીનાં પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન . ૩૧૧-૩૨૩ ૩૨૪ ૩૨૯ ૩૩૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિકસતી ક્ષિતિજની વાટે “જે પહૂંચે તે પૂછિયે, તિનકી એકે બાત; સબ સાધોકા એક મત, બિચકે બારહ બાત,” – દાદુ ‘આત્મજ્ઞાન અને સાધનાપથ'માં જીવનના સૌથી ઊંચા શિખરનું દર્શન છે, સાથે સાથે એ શિખર પર ચડવા માટે કયો માર્ગ લેવો જોઈએ, વચ્ચે કેટકેટલાં વળાંકો ને આકરાં ચડાણો આવે છે, ત્યારે કેવી સાવધાની રાખવી અને કેવી રીતે આગળ વધવું તેની પુષ્કળ અને બારીક સમજણ આપી છે. જેમને તળેટીમાં બેસીને શિખરની માત્ર વાતો કરવી છે તેમને માટે તો આ પુસ્તક સાંભળેલી વાતોનો ભંડાર લાગશે. પણ જેમને ભેટ બાંધીને નીકળી પડવું છે તેમને માટે તો એ પહાડી ચડાણમાં હાથની લાઠી બની જશે, અંતરિયાળ ભૂલા પડતી વખતે માર્ગની એંધાણી બની જશે, ઘેરી વળતા અંધાર વખતે મશાલ બની જશે અને અંતરનું દૈવત ખૂટતું લાગે ત્યારે અમૃતનું ભાતું બની જશે. આ સઘળી અવસ્થાઓ વચ્ચે સૌથી ઊંચા શિખરનું સદા ભાન કરાવતી અને ધ્યાન ખેંચતી વિજયધ્વજા પણ અહીં ફરકતી દેખાશે. મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજી જૈન માર્ગના પ્રવાસી હોવાથી સ્વાભાવિક રીતે જ અધ્યાત્મના માર્ગ અને મુકામો માટે તેઓશ્રી જૈન પરિભાષાના શબ્દો વાપરે છે, પણ એ શબ્દોનો ધ્વનિ સુણતાં અનેક દેશ અને કાળના જ્ઞાનીઓએ સૂચવેલો Page #19 -------------------------------------------------------------------------- ________________ સનાતન ગુંજાર તેમાંથી ઊઠે છે. અહીં તેમણે શાસ્ત્રગ્રંથોનાં પ્રમાણો, પ્રાચીન તેમજ અર્વાચીન મનોવૈજ્ઞાનિક ભૂમિકાઓ અને સાધકોના અનુભવો ઠેર ઠેર રજૂ કર્યાં છે. આ રીતે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિના ત્રિપાંખિયા ધસારાથી આતમગઢ સર કરવાનું આહ્વાન તેમણે આપ્યું છે. સાધકને માટે તો આગમ-યુક્તિઅનુભવને એકમાં સમાવતા ત્રિશૂળ સમું, મન-બુદ્ધિ-અહંકારની ત્રિકૂટિ ભેદનારું, આ આયુધ છે. મન-બુદ્ધિ-અહંકારની ત્રિકૂટિ ન ભેદાય ત્યાં સુધી હરેક મુકામે સાધકને એનું કામ પડવાનું. १६ સાધક માત્ર શાસ્ત્રવચનનો આધાર રાખે તો તેની દશા ‘પઢ પઢ કે પથ્થર ભયે' જેવી થઈ જાય. માત્ર યુક્તિના કુંડાળામાં ફર્યા કરે તો ક્યાંયે ન પહોંચે અને તર્કજાળમાં ફસાઈ જાય, માત્ર પોતાના અનુભવના મદાર પર માંચડો બાંધે તો કૃતસિદ્ધ કે ભ્રમદાસ થવાનો વારો આવે. મુનિશ્રીએ આ ત્રણેની ઉપયોગિતા દર્શાવી છે, અને અંતે તો ‘સર્વતંત્રસ્વતંત્ર’ થઈ પરમ મુક્તિના અંતિમ શિખરની વાટ ચીંધી છે. એ મુક્તિ સાધનબળની પરિપૂર્ણતાએ આવે છે, તે પહેલાં નહીં; એ બતાવવાનું તેઓશ્રી ચૂક્યા નથી. આજે તો કોઈ યમ-નિયમ, સાધન-ભજનની જરૂર જ નથી એમ કહી સીધી સ્વતંત્રતા હાથમાં આપતા વિચારકો જોવા મળે છે. પણ તેથી તો આત્મરાજ્યની સ્વતંત્રતાને બદલે નિમ્ન પ્રકૃતિની સ્વચ્છંદતા જ ફાલેફૂલે છે. મુનિશ્રીએ આની સામે લાલબત્તી ધરી છે તેના પર પૂરું ધ્યાન આપવાની જરૂર છે. કોઈ સિદ્ધિ કે મુક્તિને નામે ગાંડી દોટ મૂકનારા ‘આત્મહના: જના:’ આત્માની અવગતિ નોતરનારા લોકો અને ‘આત્મવાન’ પુરુષો વચ્ચે આકાશ-પાતાળનું અંતર છે. આત્મવાનનાં લક્ષણો મુનિશ્રીએ પેરે પેરે નિરૂપ્યાં છે. --- કોઈ પણ જાતના અતિરેકને છોડીને જે માર્ગ લેવામાં આવે તેને આપણે મધ્યમ માર્ગ કહીએ છીએ. પણ ઘણીવાર આપણે મધ્યમ માર્ગને મંદગતિવાળો, બાંધછોડનો કે સમાધાનનો માર્ગ ગણી કાઢવાની ભૂલ કરીએ છીએ. પણ આ માર્ગે કશું અધવાનું કામ આવે એમ નથી. મધ્યમ માર્ગ તો મધ્યમા નાડી સુષુમ્ગાનો માર્ગ છે. એ તો તમામ ગ્રંથિઓને સોંસરવો વીંધે એવો માર્ગ છે. એક સામાન્ય દોરો પણ સોયના નાકામાં પરોવવો હોય તો દોરાના અગ્રભાગે વેરવિખેર તંતુ-છૂંછાં હોય તો ન ચાલે. અને હાથ સ્થિર ન હોય તે પણ ન ચાલે. એવું જ ચિત્તતંતુને પરમ સૂક્ષ્મ તત્ત્વમાં પરોવવાનું છે. અને ચિત્ત જયારે તલ્લીન થઈ જાય ત્યારે તો નથી દોર રહેતો, નથી પરોવવાનું રહેતું, નથી સોયનું Page #20 -------------------------------------------------------------------------- ________________ નાકું રહેતું. કબીરે કહ્યું “ભજન તજન કે મધ્યમ, સો કબીર મન માન” ભજન એટલે આરાધના અને તજન એટલે ત્યાગ એ બન્નેની મધ્યમાં જે વસ્તુ છે તેમાં મન લાગી જવું જોઈએ. આ માટે ચિત્તની એકાગ્રતા ઉપરાંત ચિત્તની કેટલી નિર્મળતા જોઈએ? અંતે ચિત્તની કેટલી લય-અવસ્થા જોઈએ? આજે નૂતન ધ્યાનમાર્ગીઓ ચિત્તની એકાગ્રતા પર ભાર મૂકે છે પણ ચિત્તની શુદ્ધિનો ખ્યાલ સુધ્ધાંયે કરતા નથી. મુનિશ્રીએ એ તરફ યોગ્ય ધ્યાન ખેંચ્યું છે. ચિત્તની શુદ્ધિ વિનાની એકાગ્રતા તો માણસને આત્મજ્ઞાનીને બદલે, વધુ ને વધુ વિનાશક બૉમ્બની શોધમાં મશગૂલ વૈજ્ઞાનિક પશુ બનાવી શકે. મુનિશ્રીએ નિષ્ઠાબળ માટે જેમ હૃતિ, યુક્તિ, અનુભૂતિના ત્રાગડા પરોવી આપ્યા છે તેમ સાધનબળ પ્રાપ્ત કરવા માટે ત્રણ વસ્તુને અનિવાર્ય ગણી છે. એ છે યમનિયમ, સમત્વબુદ્ધિ અને આત્મભાવ. બૌદ્ધ દર્શનમાં તેને શીલ, સમાધિ અને પ્રજ્ઞા કહી છે. આપણે તેને શોધન, રોધન અને બોધન કહી શકીએ. આપણી ઇન્દ્રિયો અને ચિત્તવૃત્તિઓને શુદ્ધ કરતી પ્રાથમિક સાધના છેશોધન. ચિત્ત શુદ્ધ અને એકાગ્ર થતું આવે તેમ વૃત્તિઓનું રોધન થતું આવે છે. ઘણા માને છે તેમ વૃત્તિઓનો નિરોધ એ કાંઈ મન પરની જોરતલબી નથી પણ મનનો ઉઘાડ છે. સૂઝ પ્રગટે એમ સંયમ સ્વાભાવિક થતો જાય છે. આવા ઊઘડતા મનમાં જ છેવટે બોધન એટલે અંતર્રજ્ઞાનાં કિરણો પ્રગટે છે. આમાં ક્રમે ક્રમે અંતર્મુખ થતું સાધનબળ પ્રાણ પૂરે છે. બાકી નય બૌદ્ધિક પ્રયાસ તો પાંગળો નીવડે છે. મુનિશ્રીની મશાલ આવી વસમી ઘાટી વચ્ચે અજવાળું પાથરતી આવી છે. ‘મનની વત'માં આ પુસ્તક કેમ રચાતું ગયું તેનો મુનિશ્રીએ ખ્યાલ આખો છે. આંતરિક સ્કૂરણાનો ધોધ આ પુસ્તકના મૂળમાં હોવા છતાં તેનો પ્રવાહ આગળ વધતો ગયો તેમ તેને યોગ્ય દિશામાં વાળવાનું ઈજનેરી કામ પણ તેમણે કુશળતા અને કાળજીથી કરી બતાવ્યું છે. મુનિશ્રીનું લખાણ ધ્યાન દઈને વાંચશે તેને પ્રતીતિ થશે કે કોંગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ આવે, ક્યાંયે સંદિગ્ધતા ન રહી જાય, લખાણ અધિકૃત બને પણ રસહીન ન બની જાય એ માટે તેમણે પરિશ્રમ ઉઠાવવામાં પાછું વાળીને જોયું નથી. તેમનું એક માત્ર લક્ષ્ય છે કે સાધનાનો આ નિર્મળ પ્રવાહ જડતાની શિલાઓ ભેદતો, ભ્રમણાનાં વમળ પાર કરતો, સંકુચિતતાની પાળો ભાંગતો અવિરત વહેતો રહે, અને પોતાના ખેતરમાં તેની Page #21 -------------------------------------------------------------------------- ________________ १८ નીક વહાવતા સાધકને માટે અમર જીવનનો મોલ લહેરાતો કરે, તેનું ખળું સભરે ભરે. આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય અને આત્મજ્ઞાની કેવો હોય તેની સુરેખ અને સજીવ છબી મુનિશ્રીએ દોરી આપી છે. અને આ નિરૂપણ પર શગ ચડાવતી વસ્તુ તો તેમનું ભક્તિનમ્ર સમર્પણ છે. એક જૈન મુનિ હોવા છતાં તેમણે આ પુસ્તકનું અર્પણ શ્રી રમણ મહર્ષિને કર્યું છે એ ઘણી માર્મિક વાત કહી જાય છે અથવા એમ કહેવું વધારે સંયુક્ત છે કે એક સાચા જૈન મુનિ હોવાથી જ તેઓશ્રી આવું અર્પણ કરી શક્યા છે. આપણે ત્યાં સાસ્ત્ર, સગુરુ, સસંપ્રદાય અને સદેવનો મહિમા ઘણો છે. પણ પછી “મારું જ શાસ્ત્ર, મારા જ ગુરુ, મારો જ સંપ્રદાય, અને મારા જ દેવ તે સત્ અને બીજા બધા અસ” એવી સંકુચિતતા અને દુરાગ્રહ પેસે છે. ‘મારું સત્ય’ કહીએ ત્યારે આપણે સત્યને મારાપણાની દીવાલોમાં બાંધી દઈએ છીએ. પણ સત્ય તો ક્યાંયે બંધાય એવું નથી. ‘મારું સત્ય' કહેવાને બદલે ‘સત્યનો હું' એમ કહીએ તો સત્યમાં આપણો ક્ષુદ્ર હું ઓગળી જઈને પોતાના મૂળ સ્વરૂપમાં વિસ્તાર પામી શકે. આમ નિબંધ સત્યની આરાધના અહીં પગલે પગલે આગળ વધતી દેખાય છે અને આપણી સામે, અંદર તેમજ બહારની ક્ષિતિજ વિકસતી આવે છે. કહે છે કે શ્રી રમણ મહર્ષિ મૌન દ્વારા ઉપદેશ આપતા. આ પુસ્તકને પ્રારંભે તેમની જે મૌનવાણી સંભળાઈ રહી છે તે સર્વ શબ્દોને અંતે રહેલા એકત્વની ઝાંખી કરાવતી રહેશે. ૩૧ માર્ચ, ૧૯૭૬ શ્રીમદ્ રાજચન્દ્ર જન્મભવન, વિવાણિયા. મકરન્દ દવે Page #22 -------------------------------------------------------------------------- ________________ મનની વાત ‘ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે' વગેરે પંક્તિઓમાં વ્યક્ત થતી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની મનોવ્યથા વાંચતાં-સાંભળતાં આત્માર્થીને એ જિજ્ઞાસા થવી સહજ છે કે સંઘમાં પુષ્કળ ધર્મપ્રવૃત્તિ ચાલતી હોવા છતાં, જેની ઊણપના કારણે તેમના જેવા પ્રબુદ્ધ ધર્મનાયક આટલા વ્યથિત હતા તે ‘જ્ઞાનમારગ’ શું છે? એ જ રીતે વ્રત, નિયમ, સંયમ, તપ, ત્યાગ અને તિતિક્ષાના વાતાવરણમાં ઊછરતો વિમર્શશીલ સાધક સાંભળે કે “ક્ષણ અર્ધું જે અઘ ટળે, ન ટળે ભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાન તણી છે જોડી રે. ઉપા. યશોવિજયજી, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૩૮. ત્યારે એના મનમાં પ્રશ્ન ઊઠે છે કે આરાધનાનું હાર્દ શું? ત્યાગ, તપ, તિતિક્ષા કે જ્ઞાન ? અને, જ્ઞાનની પ્રશસ્તિ ગાતાં શાસ્ત્રવચનોમાં જેનો નિર્દેશ છે તે જ્ઞાન કયું? આ પ્રશ્નો એક કાળે મને પણ મૂંઝવતા હતા. આપણા ત્યાગી વર્તુળોમાં એ પ્રશ્નોનો ઉકેલ ઝંખતા જિજ્ઞાસુ સાધકે કેવી મથામણ અને મનોવેદનામાંથી પસાર થવું પડે છે, એ તો જેણે એ મનોવ્યથાનું દર્દ અનુભવ્યું હોય તે જ સમજી શકે. સાધનાનો મર્મ પામવા મેં કરેલા તદ્વિષયક વાંચન, ચિંતન, મનન, અવલોકન અને યત્કિંચિત્ સાધનાના અનુભવના પ્રકાશમાં મને જે સમજાયું છે તે અહીં અક્ષરાંકિત કર્યું છે. તે અંતિમ સત્ય છે એવો મારો દાવો નથી; પણ પૂર્વે મેં જે Page #23 -------------------------------------------------------------------------- ________________ २० મૂંઝવણ અને મનોવ્યથા અનુભવેલી તેવી મૂંઝવણ અને મનોવેદનામાંથી પસાર થતા જિજ્ઞાસુ સાધકોને પોતાની ખોજમાં ક્યાંક ઉપયોગી નીવડે એ આશાએ મારી એ સમજણ અહીં હું જિજ્ઞાસુઓ સમક્ષ મૂકી રહ્યો છું. મારાં અધ્યયન, ચિંતન-મનન, અવલોકન અને યત્કિંચિત્ સાધનાના અનુભવનો અર્ક ટૂંકમાં અહીં રજૂ થયો છે. નિરૂપણ સંક્ષિપ્ત ને સઘન-concentrated રહે એ મારું લક્ષ્ય રહ્યું છે, તેથી માત્ર શબ્દાર્થ લઈને આગળ ન વધતાં, એ શબ્દો જેનું સૂચન કરે છે–જે ભાવ પ્રત્યે ઇશારો કરે છે–તે તરફ વાચક પોતાની દષ્ટિ લઈ જશે તો, આની હસ્તપ્રત વાંચી જનાર એક મુનિવરે કહ્યું છે તેમ, પ્રાથમિક વાંચન વખતે એના મનમાં ઊઠેલા ઘણા પ્રશ્નોનું સમાધાન તે આ પ્રકોમાંથી જ મેળવશે. આમજનતાની દષ્ટિએ શાસ્ત્રપાઠોની સાક્ષી વિના, સળંગ નિરૂપણ વધુ રોચક બની રહેત, પણ શ્રદ્ધાળુ વર્ગ શાસ્ત્રપ્રામાણ્ય વિના પોતાને અપરિચિત કોઈ વિચારને અપનાવતાં અચકાય એ સહજ છે, તે વર્ગ પણ પોતાની રીતે આ તોની ગુણવત્તા પારખી શકે અને, શાસ્ત્રાભ્યાસીઓને આ દિશામાં જરૂરી ચિંતનસામગ્રી મળી રહે તથા તેઓ અહીં સૂચિત તો ઉપર સ્વયં વધુ ચિંતનમનન કરવા પ્રેરાય એ હેતુએ શાસ્ત્રપાઠો ટાંક્યા છે; કિંતુ, તે મૂળ લખાણથી સાવ અલગ, પાદનોંધમાં, મૂક્યા છે. આથી જેઓને સીધું પ્રવાહબદ્ધ નિરૂપણ રૂચિકર હોય તેઓ પણ કશા વિક્ષેપ વિના મૂળ લખાણનો આસ્વાદ માણી શકશે અને શાસ્ત્રપ્રામાણ્ય ઇચ્છતા કૃતાભાસી આરાધકોને પણ સુગમતા રહેશે. પૂર્વે હું એ જણાવી ચૂક્યો છું કે, ‘આ અંતિમ સત્ય છે' એવો મારો દાવો નથી. પૂર્ણ જ્ઞાન અને અભિવ્યક્તિની નિપુણતા વિના, સાવ ક્ષતિમુક્ત અને સર્વને સ્પર્શી શકે તેવું કથન કરવું શક્ય નથી. કેવળજ્ઞાન અને વચનાતિશય – અર્થાત્ પૂર્ણ જ્ઞાન અને અભિવ્યક્તિનું સર્વશ્રેષ્ઠ કૌશલ-ધરાવનાર શ્રી જિનેશ્વરદેવો પણ પોતાને લાધેલા પૂર્ણ સત્યને આંશિકરૂપે જ વાણીમાં વ્યક્ત કરી શકે છે. હું તો હજુ આ પંથે ઇચ્છાયોગની ભૂમિકાનો એક યાત્રી જ છું; માટે અહીં રજૂ થયેલા નિરૂપણમાં કંઈ જ ઊણપ કે ક્ષતિ ન હોય એવો આગ્રહ બહુશ્રુતો ન રાખે. માત્ર ક્ષતિઓ ઉપર જ ‘મૅગ્નીફાઈંગ ગ્લાસ’ ન રાખતાં, ગુણાનુરાગી બહુશ્રુતો આમાં રહેલા શુભ અંશને અપનાવી–અનુમોદીને, આ નિરૂપણમાં રહેલી ત્રુટિઓનું સંમાર્જન સૂચવવાની કૃપા કરે; અને વિવેકી વાચકો હંસવૃત્તિ રાખી આમાંથી Page #24 -------------------------------------------------------------------------- ________________ પોતાને જે ઉપયોગી અને સારભૂત જણાય તે સ્વીકારી લઈ બાકીનાની ઉપેક્ષા કરે. એ જ પ્રાર્થના. શકય સર્વ કાળજી રાખવા છતાં, મારાં અજ્ઞાન, પ્રમાદ કે અભિવ્યક્તિની અણઆવડત વગેરે કારણે આમાં શ્રી વીતરાગની આજ્ઞાથી વિપરીત જે કંઈ લખાયું હોય તે માટે હું મિશ્રાદુષ્કત ચાહું છું, અને ઉમેદ રાખું છું કે ગુણગ્રાહી અનુભવી બહુશ્રુતોની સહાનુભૂતિ અને સહયોગથી આ પુસ્તકની ભાવિ આવૃત્તિ વધુ સમૃદ્ધ અને ક્ષતિમુક્ત બનાવી શકાશે. અંતે, ઘણા વખતથી મારા અંતરમાં ચૂંટાતા આ વિચારો અક્ષરાંકિત થઈ આજે એક સુરેખ પુસ્તકરૂપે વાચકોના હાથમાં પહોંચે છે એની પાછળ જે એક નાનકડો ઇતિહાસ છે તેની પણ થોડી વાત કરું. આરાધનાનું-જ્ઞાન અને ક્રિયાનું – રહસ્ય પામવા મારા મનમાં ચાલી રહેલા તીવ્ર મનોમંથનના ઉકેલના કંઇક સ્પષ્ટ સંકેતો, વિક્રમ સંવત ૨૦૧૭-૧૮માં લુણાવા (રાજસ્થાન)માં વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, શાંતમૂર્તિ ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી મહારાજના સાંનિધ્યમાં વસવાટ દરમ્યાન, એક દિવસે સાંજના પ્રતિક્રમણ પછી, મને અચાનક પ્રાપ્ત થયા. લુણાવાનો ઉપાશ્રય ગામના છેવાડે છે, સામે જ દેરાસર છે. ત્યાં ગામનો છેડો આવી જતો હોવાથી શાંત અને નૈસર્ગિક વાતાવરણ સહજ ઉપલબ્ધ છે. મારા આસને બેસતાં જોડેની બારીમાંથી દેરાસર ઉપર દષ્ટિ અનાયાસે પડતી. ઘણી વાર હું પ્રતિક્રમણ પછી ત્યાંથી ભગવાનને મૂકપણે પ્રાર્થતો કે આરાધનાનો–સાચી આરાધનાનો-બોધ મને થાય અને એ માર્ગે ચાલવાનું બળ મળે. એ વખતે કોઈક વાર દય ભરાઈ જતું અને આંખો ભીની થઈ જતી, પણ કંઈ પ્રકાશ મળતો જણાતો નહોતો. એક દિવસ પ્રતિક્રમણ પછી હું આસને આવીને બેઠો, ને કંઈક સ્કૂરણા થઈ. તે ટપકાવી લેવા મેં પૈડ હાથમાં લીધું ત્યારે તો માત્ર બે-ચાર વાક્ય જ ટપકાવવાની ધારણા હતી. પણ હું નોધ કરતો ગયો તેમ તેમ એક પછી એક વિચારો ક્રૂરતા રહ્યા. એક તો, અંધારું હતું એટલે કાગળ ઉપર અટકળે જ અક્ષરો પાડવાના હતા; અને બીજાં, ચિત્તમાં વિચારોનો તો ધોધ ઊભરાતો હતો તેથી સ્કૂરણાના વેગ સાથે હાથની ગતિનો તાલ રહી શકતો નહોતો. લઘુલિપિની આવશ્યકતા આ વખતે મને જણાઈ, પણ તે તો આવડતી નહોતી; એટલે ભાંગ્યાંતૂટયાં વાક્યોમાં ફુરણાના મુખ્ય મુખ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ મુદા હું ટાંકતો ગયો. દસ-પંદર પાનાં ઉપર એ ટાંચણ પથરાઈ ગયું. બે-ચાર દિવસ-બાદ વળી એક સાંજે આવું બન્યું. એ બધું ટાંચણ પુન: સારા અક્ષર વ્યવસ્થિત કરીને, મારા એક શ્રદ્ધેય વડીલને મેં જોવા મોકલ્યું. એ જોઈને તેમણે અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી. આથી ઉત્સાહિત થઈ, એ વિચારોને વાચા આપવા મેં વિચાર્યું, જેથી સમસ્ત સંઘ એમાં સહભાગી બની શકે. એ વખતે (૧૯૬૧'૬૨માં) “ધર્મચક્ર' માસિકમાં મારા થોડા લેખો પ્રસિદ્ધ થયેલા તેના અનુસંધાનમાં બે-ત્રણ લેખ આપવા વિચારેલું. પણ પછી તો, તેમાં મારો એકાદ લેખ પ્રસિદ્ધ થયો ને “ધર્મચક્ર બંધ થયું અને મારું એ ટાંચણ એમ જ પડ્યું રહ્યું. એ પછી, એ વિચારો સૌપ્રથમ એક લેખરૂપે સુબદ્ધ થયા “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ' માટે લેખની શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની ઉઘરાણીથી. જાન્યુઆરી ૧૯૬૭ની આ વાત છે. તે વખતે અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં એકાદ મહિના માટે અમારો મુકામ હતો. આ પહેલાં મારે એમની સાથે કશી ઓળખાણ નહોતી. પરંતુ મારો એક પત્ર એમના જોવામાં આવ્યો, જેની વિગતે તેમને મારી પાસેથી લેખની માગણી કરવા પ્રેર્યા. મારા એક સમવયસ્ક મુનિવર–પૂજ્ય મુનિરાજ શ્રી પુંડરીકવિજયજી મહારાજને લખાયેલા એ પત્રમાં, મારા મનમાં ઘોળાયા કરતી, કેટલીક વાતને આત્મીયભાવે મેં વાચા આપેલી. એ પત્ર–કે એની નકલ-મુનિ શ્રી કીર્તિચંદ્રવિજયજીને કયાંકથી પ્રાપ્ત થયેલ. એમણે એ શ્રી રતિભાઈને વંચાવ્યો, ને લેખ માટે એમની માગણી આવી. પણ લેખ તૈયાર કરવો એ કંઈ મારે માટે સહેલું કામ નહોતું. જેને ફાવટ આવી ગઈ છે તેને સરળ છે, પણ યોગ્ય શબ્દો આવે તેને માટે જેને વારેઘડીએ રાહ જોઈને બેસવું પડતું હોય એવા મારા માટે એ મોટું કામ હતું. કિંતુ રતિભાઈનો આગ્રહ રહ્યો કે કંઈ નહિ તો છેવટે એ પત્રને જ મારે જરા સરખો કરી આપી લેખરૂપે છાપવાની અનુમતિ આપવી. મુનિ શ્રી કીતિચંદ્રવિજયજી પણ એમના એ આગ્રહમાં સામેલ થયા. અંતે, પેલી નોંધ ઉપરથી એક લેખ તૈયાર કરી આપવા હું સંમત થયો. આમ, અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં જ્ઞાન અને સ્વાનુભૂતિ' શીર્ષક એક લેખ તૈયાર થયો. એ પછી એક વર્ષે (ફેબ્રુઆરી, ૧૯૬૮માં) “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ' ભાગ બીજામાં એ લેખ પ્રકાશિત થયો. એ ગ્રંથમાં લેખ પ્રકાશિત થયો ત્યારે એને મળેલો આવકાર અને ત્યાર પછી એની નકલો માટે Page #26 -------------------------------------------------------------------------- ________________ થતી રહેલી માગણી સૂચવે છે કે આપણી આજની આરાધનાની ખૂટતી કડી પ્રત્યે આજે સંઘમાં ઘણી વ્યક્તિઓ સભાન બની રહી છે અને એ ઊણપની પૂર્તિ એ વર્ગ ઝંખી રહ્યો છે. જૈન શાસનના ઉદ્યોતની પળ હવે નિકટ આવી પહોંચી છે એનું, આ જાગૃતિ મંગળ એધાણ લખી શકાય. લેખની નકલો માટેની માગ ચાલુ રહી છે એ હકીકત જયારે શ્રી. રતિભાઈના જાણવામાં આવી ત્યારે, એ લેખ પુસ્તિકરૂપે પ્રકાશિત થાય તો એના છાપકામ અંગેનું સઘળું કામ ઉપાડી લેવાની સ્વેચ્છા એમણે દર્શાવી. લેખમાં પાદનોંધો પ્રચુર પ્રમાણમાં છે, અને તેય મોટાભાગે સંસ્કૃત ભાષામાં, તેથી, એનાં પૂફ જોવાં વગેરે કામ ઘણી કાળજી અને સમય માગી લે તેવું હોવા છતાં, શ્રી રતિભાઈ એ બધું કામ હોંશપૂર્વક ઉપાડી લેવા તત્પર થયા તે એમની આ પ્રકારના સાહિત્ય પ્રત્યેની અભિરુચિ અને મમત્વ બતાવે છે. મુદ્રણ-પ્રકાશનની બધી ગોઠવણ કરી દેવાની એમની તત્પરતાએ, એ લેખને પરિવધિત કરી સુરેખ પુસ્તિકરૂપે પ્રકાશિત કરવા મને ઉત્સાહિત કર્યો. પુસ્તિકાની હસ્તપ્રત તૈયાર થતાં, મેં તે શ્રી રતિભાઈને પ્રકાશનાર્થે મોકલી આપી. કિંતુ, તે વખતે એ પુસ્તિકા પ્રકાશિત ન થઈ શકી. પુસ્તિકાનું પ્રકાશન ઠેલાતું રહ્યું. એટલે, જીવંત ઝાડના થડ ઉપર કોરેલા અક્ષરોની જેમ, દિવસોના વહેવા સાથે હસ્તપ્રતનું કદ વધતું રહ્યું. એમ કરતાં, સંવત ૨૦૨૦ના ઉનાળામાં અમે ભદ્રેશ્વર હતા ત્યારે અંતર્મુખ સાધના પ્રત્યે અભિરુચિ ધરાવતા એક વાનપ્રસ્થ’–છગનભાઈ મારા પરિચયમાં આવ્યા. મૂળ એ ભૂજના વતની, પણ હાલ રાજકોટ વસે. ભદ્રેશ્વરનું એમનું રોકાણ પૂરું થતાં, રાજકોટથી એમના ચિરંજીવી શ્રી જયંતકુમાર – રાજકોટની ટાઇપિંગ શીખવતી ‘શાહ ઇન્સ્ટિટયૂટ ઑફ કોમર્સના સંચાલક – પિતાને લેવા માટે ભદ્રેશ્વર આવેલા. પુસ્તક વિશે એમને જાણ થતાં તેની આખી હસ્તપ્રત ટાઈપ કરી આપવાની એમણે તત્પરતા બતાવી. ટાઈપ થયેલી એ આખીયે હસ્તપ્રત પોતાની નાદુરસ્ત તબિયત છતાં, અથથી ઇતિ સુધી વાંચી જઈ, પુસ્તક આધુનિકો તેમજ પ્રાચીનો–બુદ્ધિવાદીઓ તેમજ શ્રદ્ધાળુઓ-સૌને એકસરખું આદય રહે એ દષ્ટિએ કેટલાંક સૂચનો આપીને, પરમ પૂજ્ય પ્રશમમૂર્તિ પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યે પોતાનાં દીર્ઘચિંતન અને પ્રૌઢ અનુભવનો પ્રસાદ મને આપ્યો. એના સંદર્ભમાં, ટાઈપ થયેલી હસ્તપ્રતમાં માંડવીના અમારા ચાતુર્માસ દરમ્યાન થયેલા સુધારા-વધારા હોંશભેર ટાઈપ કરી આપ્યા શ્રીમતી ભાનુબહેન પારેખે અને, તેને વ્યવસ્થિત ગોઠવવાના કાર્યમાં સહાયક રહ્યા મુમુક્ષુ ઈશ્વરભાઈ કાપડીઆ. Page #27 -------------------------------------------------------------------------- ________________ २४ આમ, આ ગ્રંથના બીજભૂત ‘જ્ઞાન અને સ્વાનુભૂતિ' લેખની પ્રેરણાથી માંડી, આ પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવા અને પુસ્તકના શુદ્ધ-સુઘડ મુદ્રણ અને પ્રકાશન સુધીમાં નામી-અનામી અનેક સાથીઓના સહયોગ અને સહાનુભૂતિના સહારે જ મારા આ વિચારો સુબદ્ધ થઈ, સુરેખ પુસ્તકરૂપે આજે જિજ્ઞાસુઓ સુધી પહોંચે છે. એ સૌ સહાયકોનો અહીં વ્યક્તિગત આભાર માનવાનું મન થાય એ સહજ છે; પણ એ બધા સાથે મારે જે આત્મીય સંબંધ છે એ જોતાં આવી ઔપચારિકતા અનાવશ્યક અને વખતે અનુચિત પણ લાગે એટલે ચૂપ થઈ જવું પડે છે. આ પુસ્તક ત્રણેક વર્ષ પૂર્વે પ્રકાશિત કરવા મેં વિચારેલું, પણ કેટલાંક કારણોસર તેમાં વિલંબ થતો રહ્યો, અને નિસર્ગના કોઈ ગૂઢ સંકેતથી યોગાનુયોગ વીરનિર્વાણના પચીસસોમા વર્ષમાં એ પ્રકાશિત થઈ રહ્યું છે એ મારે મન પ્રસન્નતાનો વિષય છે— એટલા માટે કે, આજના અવસરે સાધના અંગે કંઈક જરૂરી માર્ગદર્શન માટેની થોડાક જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ અને આરાધકોની આકાંક્ષા કદાચ આનાથી સંતોષાશે. નિયતિના અકળ વિધાનની એંધાણી સમી કેટલીક અન્ય ઘટનાઓ પણ આ પુસ્તકના લેખન-પ્રકાશનકાર્ય દરમ્યાન બનતી રહી છે. નિયતિના એ અકળઅટલ નિર્માણ પ્રત્યેની સભાનતાના કારણે આજે મારું અંતર પડઘો પાડી રહ્યું છે કે – સમય આવ્યે બન્યું જાયે, અનામી – અવિનાશ છે ન્યારો; ‘કર્યું મેં” ‘હું કરું” શાને, વૃથા અભિમાન ગોઝારો ? ભક્તશિરોમણિ નરસિંહ મહેતાએ તો અનુભૂતિના રણકા સાથે ગાયું જ છે કે હું કરું” “હું કરું” એહ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિમંડાણ છે સર્વણી પરે, જોગી-જોગેશ્વરા કો'ક જાણે. તો, આપણે નાહક ‘ગાડા હેઠળના કૂતરા' કાં થઈએ ? ૭ સપ્ટેમ્બર, ૧૯૭૪ તપગચ્છ જૈન ઉપાશ્રય ભૂજ (કચ્છ) — અમરેન્દ્રવિજય Page #28 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિ વેળાએ “મુનિશ્રીએ આ પુસ્તક પોતાની સત્યખોજની અનિવાર્ય ભીતરી પુકારમાંથી લખ્યું છે. પોતાની એક અત્યંત વ્યક્તિગત આધ્યાત્મિક આવશ્યકતામાંથી તેમણે આ કૃતિ પ્રસ્તુત કરી છે.” મારી એક અન્ય કૃતિ‘વિજ્ઞાન ચૌત અધ્યાત્મ'ની બીજી આવૃત્તિના પુરોવચનમાં, એ પુરોવચનના લેખક અને ભગવાન મહાવીરના ઔપન્યાસિક જીવનચરિત્ર ‘અનુત્તર યોની’ ના સર્જક શ્રી વીરેન્દ્રકુમાર જૈને કરેલું આ વિધાન ‘વિજ્ઞાન અને અધ્યાત્મ' કરતાં ‘આત્મજ્ઞાન અને સાધનાપથ'ને માટે વધુ સાચું છે. દીક્ષિત જીવન સ્વીકાર્યા બાદ શરૂઆતનાં વર્ષોમાં મારા અંતરમાં મુમુક્ષુજીવન અને સાધનાસંબંધી જે ગડમથલ-મથામણ-ચિંતન ચાલતાં રહેલાં એ વેરિવખેર ચિંતન આ પુસ્તકનું નિમિત્ત પામી સ્પષ્ટ અને વ્યવસ્થિત થયું. એનો પ્રારંભ ‘જ્ઞાન અને સ્વાનુભૂતિ' લેખથી થયો અને, પછીથી એ લેખ ક્રમેક્રમે આ પુસ્તકરૂપે વિકસતો ગયો. ને જયારે એની હસ્તપ્રત પ્રકાશન માટે મોકલવાની હું તૈયારી કરતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે, વાચકોને તેનું વાંચન ટુકડે ટુકડે કરવું સુગમ રહે એ રીતે, એના વિભાગ પાડવા જોઈએ. ને ત્યાં જ – ભદ્રેશ્વર તીર્થના એ ઉપાશ્રયમાં – બેસીને એ સળંગ લેખને પ્રકરણોમાં વહેંચી નાખવા હું બેઠો. પ્રકરણ પાડીને મેં એ પ્રકરણોનાં મથાળાં આપ્યાં ત્યારે મને પોતાને પણ વિસ્મય થયું કે હું આટલું વ્યવસ્થિત લખી શક્યો છું! આમ, આ પુસ્તકમાં મારી આંતરિક ગડમથલનું, ખોજનું અને સ્વલ્પ સાધનાની અલપ-ઝલપ અનુભૂતિનું પ્રતિબિંબ છે. 681 Page #29 -------------------------------------------------------------------------- ________________ २६ અહીં પ્રાસંગિક એક સ્પષ્ટતા કરી લઉં કે, પુસ્તકમાં પાદનોંધોમાં મેં પ્રચુર પ્રમાણમાં જે શાસ્ત્રપાઠો ટાંક્યા છે એના પ્રયોજન વિશે પૂર્વે ‘મનની વાત'માં મેં સ્પષ્ટતા કરી છે જ. એ શાસ્ત્રપાઠો દ્વારા કશું સાબિત કરવાનો મારો પ્રયત્ન નથી રહ્યો, પણ આપણા પૂર્વાચાર્યોએ પણ આ વાત કરી છે એટલું સૂચિત કરી, બાહ્ય તપ-ત્યાગ અને ક્રિયાકાંડમાં જ ધર્મજીવનની ઇતિશ્રી માની ન લેતાં, સમત્વ-ધ્યાનકાયોત્સર્ગમય અંતર્મુખ સાધના દ્વારા આત્મદર્શન અને આત્મરમણતાને પોતાની ધર્મસાધનાનું લક્ષ્ય બનાવવાની પ્રેરણા જૈન આરાધક વર્ગને-ગૃહસ્થ તેમજ ત્યાગી ઉભયને મળે એ આશય જ એની પાછળ રહ્યો છે. મારો પ્રયાસ સૈદ્ધાન્તિક રીતે કશું પ્રસ્થાપિત કરી દેવા કરતાં, સાધનામાર્ગનું સ્પષ્ટ ચિત્ર ઉપસાવી, વાચકને એ દિશામાં પ્રસ્થાન કરવાની પ્રેરણા પૂરી પાડવાનો વધુ રહ્યો છે. આથી, નિરૂપણ સૈદ્ધાન્તિક સ્વરૂપનું હોવાની અપેક્ષાએ વ્યવહારુ સ્વરૂપનું સવિશેષ બન્યું છે. એ વાચકના કેવળ બૌદ્ધિક સંતોષનું સાધન બને એ મારું લક્ષ્ય નથી; કિંતુ સાચો સાધનામાર્ગ શો છે એની ખોજ કરતા શ્રેયાર્થીઓને એ દિશામાં આંગળી ચીંધવા પૂરતી, એ માર્ગની મને પ્રાપ્ત ઝાંખી મેં અહીં અક્ષરાંકિત થવા દીધી છે. મારા બાહ્ય જીવનમાં પણ આ પુસ્તક “મોટો” કહી શકાય એવાં પરિવર્તનોનું નિમિત્ત બન્યું છે. છ-સાત વર્ષ પૂર્વે પુસ્તકનું પ્રથમ પ્રકાશન થયું ત્યારે, તેમાં શ્રી રમણ મહર્ષિની છબી અને તેમને થયેલા સમર્પણથી આંચકો ખાઈ જઈને, મારાં કેટલાંક સ્વજનો અને સાથીઓ માં ફેરવી મારાથી દૂર ખસી ગયાં. એમનો ઉછેર, સંસ્કાર અને આત્મવિકાસની એમની ભૂમિકા એમને જૈન સંપ્રદાયની બહાર મોક્ષમાર્ગની હસ્તી અને આત્મનિષ્ઠ સંતોના અસ્તિત્વનો સ્વીકાર કે તેવી કોઈ સંભાવનાની કલ્પના કરવા દે તેમ નહોતાં. આથી, કૃતજ્ઞતાની સહજ અભિવ્યક્તિરૂપે થયેલા એ સમર્પણને તેઓ સમજી કે સ્વીકારી ન શક્યાં ને હું એમના માટે ‘પરાયો’ બની ગયો. મારા માટે તો એ ગુપ્ત વરદાનરૂપ જ નીવડયું. આજે પાછો વળીને એ ઘટનાનો હું વિચાર કરું છું ત્યારે મને સમજાય છે કે જાણે ઇશકૃપાએ જ એ આયોજન કરેલું. આ દેહને તેના માટે નિર્માણ થયેલા કાર્યક્ષેત્રમાં મૂકી દેવા માટેનું નિસર્ગનું એ વિધાન હતું એવો સ્પષ્ટ સંકેત ત્યાર પછીની ઘટનાઓ આપતી રહી છે. ગતાનુગતિકતાથી ધર્માનુષ્ઠાનોમાં પ્રવર્તતા, મોક્ષની પ્રાપ્તિ કરતાં જન્મથી મળેલી કુળપરંપરાને સાચવવામાં જીવનની કૃતાર્થતા માનતા અને સ્વ-સંપ્રદાયના Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉત્કર્ષમાં જ રસ ધરાવતા જનસમૂહના ઘેરામાંથી મને દૂર લઈ જઈ, મારો જીવનપથ સરળ કરી આપવા તેમજ શ્રેયની શોધમાં રહેલા જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ અને સાધનામાં નિષ્ઠાવાળા સાચા આરાધક આત્માઓને મારો સંપર્ક સુલભ બનાવવા નિયતિના નિર્માણે જ જાણે મારા હાથે એ સમર્પણ કરાવ્યું હતું. આ પુસ્તકના લેખકના નાતે હું આજે એ વાતની નોંધ લેતાં પ્રસન્નતા અનુભવું છું કે પોતાના જીવનને શ્રેયની સાધનામાં યોજીને જીવન કૃતાર્થ કરવાની અભીપ્સાવાળા શ્રેયાર્થીઓ, મુમુક્ષુઓ અને ખોજી આત્માઓએ-seekers-આ પુસ્તકને એકી અવાજે અભિનંદયું છે. મારા માટે વધુ સંતોષપ્રદ બીના તો એ છે કે મૂળમાં આ પુસ્તક વર્તમાન જૈનસંઘને નજર સમક્ષ રાખીને લખાયું હોવા છતાં, શાંતિ અને શ્રેયની શોધમાં રહેલા જૈન-અજૈન અનેકાનેક વાચકોએ પોતાને તેમાંથી નવી દષ્ટિ, બળ અને પ્રેરણા પ્રાપ્ત થયાં હોવાની જાણ મને ઉત્સાહ અને ઉમંગભેર, અહોભાવમિશ્રિત ઉમળકાભર્યા શબ્દોમાં–પત્રો દ્વારા તેમજ રૂબરૂ આવીને-કરી છે. પુસ્તક વાંચીને મારી પાસે દોડી આવતા જ્ઞાનપિપાસુ જિજ્ઞાસુઓ, સાધકો અને મુમુક્ષુઓ સાથેની વાતચીત ઉપરથી મેં નોંધ્યું છે કે તેમાંના કેટલાકે પુસ્તક કોઈની પાસેથી ઉછીનું લઈને કે લાયબ્રેરીમાંથી મેળવીને વાંચ્યું હોય છે, ને જેમની પાસે તેની પોતાની માલિકીની નકલ હોય છે તેમાંના પણ ઘણાએ તો, તેનું એક ઝડપી વાંચન જ કર્યું હોય છે. એમણે પુસ્તક નિરાંતે મનનપૂર્વક વાંચ્યું હોત તો મને એમણે પૂછેલા ઘણાબધા પ્રશ્નોના ઉત્તર એ પુસ્તકમાંથી જ એમને મળી રહ્યા હોત. આવા પુસ્તકનું પ્રથમ વાંચન આતુરતાથી ભલે ઝડપભેર થાય, પણ પછી ફરી તેને ચાવીચાવીને વાંચવું જોઈએ; તો જ તેનો પૂરો લાભ મળી શકે. આ સંદર્ભમાં, તાજેતરમાં જ શ્રી મોહમ્મદ માંકડનો એક લેખ મારા વાંચવામાં આવેલો તે આ પુસ્તકના વાચકોને દિશાસૂચક બની રહે તેવો હોવાથી તેનો કેટલોક અંશ તથા,વાંચન વધુ ફળપ્રદ કેમ બને તે અંગેનાં ડેલ કાર્નેગીનાં બહુમૂલ્ય સૂચનો આ પુસ્તકમાં અન્યત્ર ઉદ્ધત કર્યા છે. સ્વાધ્યાયશીલ વાચકોને કિંમતી પથદર્શન તેમાંથી સાંપડશે. બંને લેખકોનો એ માટે હું ઋણી છું. ડેલ કાર્નેગીએ સૂચવ્યું છે તેમ, થોડા સમયના અંતરે આંતરે પુસ્તકનું પુનરાવર્તન સાધકને નવી પ્રેરણા અને આત્મજાગૃતિ આપશે. સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા અને ઉત્સાહ પ્રાપ્ત કરવા તેમજ તેમાં શિથિલતા આવતી રોકવા Page #31 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓને તેના આઠમા પ્રકરણનું, મોહનું ધૂમ્મસ હટાવીને આત્મજાગૃતિ લાવવા અને ટકાવી રાખવા પાંચમા* અને સાતમા* પ્રકરણનું, સાધનાયાત્રા દરમ્યાન પ્રાપ્ત થતા વિવિધ અતીન્દ્રિય અનુભવો, અપાર્થિવ આભાસો અને અસામાન્ય શક્તિઓની ઉપલબ્ધિ પ્રસંગે નવમા* પ્રકરણનું અને, સાધનામાં પોતાની મંદ પ્રગતિથી મનને ઘેરી વળતી નિરાશાને ખંખેરી નાખી સાધનાના તંતુને વળગી રહેવાની પ્રેરણા મેળવવા દશમા* પ્રકરણનું પરિશીલન સવિશેષ ઉપયોગી નીવડશે. આજે હું જયારે આ પુસ્તકના સર્જન પહેલાંની મારી મૂંઝવણ, મનોવ્યથા અને બાહ્ય પરિસ્થિતિની તથા તેના સર્જનકાળની ઘટનાઓની સ્મૃતિ ઢંઢોળું છું ત્યારે, “મનની વાત'માં પૂર્વે મેં નોંધ્યું છે તેમ, નિયતિના અકળ અટલ વિધાનની ઝાંખી વધુ સુદઢપણે મારા ચિત્ત સમક્ષ ઉપસી આવે છે. ચાવી આપેલા રમકડાની જેમ આપણી સમગ્ર પ્રવૃત્તિ કોઈક અદષ્ટ સંચાલનના ઇશારે થતી રહે છેતદનુસાર આપણા જીવનના ઘટનાપ્રવાહો અકબ્દ વળાંકો લે છે ને તે તે પરિસ્થિતિમાં પૂર્વ સંસ્કારવશ સ્વાભાવિક જ આપણે અમુક રીતે વર્તીએ છીએ અને, આપણા માટે નિયત થયેલા કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત થઈએ છીએ. તે સમયે એ બધું આપણી પસંદગી, આવડત અને પુરુષાર્થના લીધે બની રહ્યું છે એવો ભાસ જરૂર થાય છે, પણ હકીકતમાં એ ઘટનાક્રમની પાછળ આપણા પુરુષાર્થ અને આવડત ઉપરાંત અનેક પરિબળો કામ કરતાં હોય છે. તે તે સમયની આપણી આંતર-બાહ્ય સમગ્ર પરિસ્થિતિ જ આપણી એ પ્રવૃત્તિનું પ્રેરક તત્ત્વ હોય છે, ને આપણે તો માત્ર એના એક કરણ-instrument— જ હોઈએ છીએ. આ તથ્ય સમજી-રવીકારીને, કર્તા-ભોક્તા ન બનતાં, આપણા કર્મકૃત વ્યક્તિત્વના કેવળ સાક્ષી રહી, આપણે શુદ્ધ જ્ઞાયકભાવમાં ઠરીઠામ બેસી જઈએ છીએ ત્યારે મુક્તિસુખની લહેરખી અનુભવાય છે. કર્તુત્વ-ભોકતૃત્વરહિત શુદ્ધ સાક્ષીભાવની એ અલપઝલપ અનુભૂતિને સ્થાયી કરવા સાધકે કેટલોક સમય અન્ય વિક્ષેપોથી દૂર ખસી સ્વમાં ડૂબકી લગાવવી પડે છે. આજે ‘સહજ યોગ'ની ઘણી વાતો થાય છે. કેટલાંક યોગવર્તુળો એવી મીઠી ભ્રમણાઓમાં રાચતાં જોવા મળે છે કે “સાધના, ધ્યાન આદિ કશું જ કરવાની જરૂર નથી; જીવનમાં આપણે ભાગે આવી પડેલી પ્રવૃત્તિ, દ્રષ્ટા રહીને, નિષ્કામભાવે કરતા રહીએ એ પૂરતું છે.' આપણા કર્મકૃત વ્યક્તિત્વ સાથે જરાય ભળ્યા * આની પછીના (ચતુર્થ) સંસ્કારણમાં ચોથું પ્રકરણ નવું ઉમેરાયું હોવાથી, હવે, આ પ્રકરણ-નંબરોમાં એક ઉમેરીને પ્રકરણ-નંબર ગણવો. Page #32 -------------------------------------------------------------------------- ________________ વિના, લેશ પણ કર્તુત્વ-ભોક્તત્વરહિત, આપણે કેવળ જ્ઞાતા બનીએ છીએ ત્યારે તે જ ક્ષણે મુક્તિનો આસ્વાદ પામી શકાય છે એ સાચું; કિંતુ શ્રેયાર્થીએ એ પણ સમજી લેવું જોઈએ કે શુદ્ધ સાક્ષીભાવ રેઢો નથી પડ્યો. એની ઉપલબ્ધિ બહુધા દીર્ઘ-કાળના નિષ્ઠાભર્યા સાધનાના પુરુષાર્થની અપેક્ષા રાખે છે અને, એની ખરેખર પ્રાપ્તિ થાય છે ત્યારે પણ પ્રારંભમાં તો એવી ક્ષણો વિરલ જ રહે છે. એનું સાતત્ય રહેતું નથી. પૂર્વસંસ્કારપ્રેરિત આપણું મહત્ત્વાકાંક્ષી ચિત્ત તરત વચ્ચે કૂદી પડીને લાભ-નુકસાનનાં લેખાં માંડે છે, ને આપણે પુન: કર્તા-ભોક્તાભાવમાં સરકી જઈએ છીએ. સહજ સ્થિતિ એ અંતિમ લક્ષ્ય છે. એની વાત આગળ કરીને સાધક નિષ્ક્રિય ન બની શકે. ભગવાન મહાવીર કે રમણ મહર્ષિ જેવા સહજ યોગમાં સ્થિત મહામાનવોનાં જીવનવૃત્તાંતોમાં પણ આ તબ ઉપસી આવે છે. શ્રી રમણ મહર્ષિને મૃત્યુના અનુભવ દ્વારા અચાનક જ્ઞાન લાધ્યું તે પછી, અરુણાચલના એમના વસવાટનાં પ્રારંભિક થોડાં વર્ષો તો, જગત પ્રત્યે પીઠ વાળીને, તેઓ તદ્દન મૌન રહ્યા હતા, અને તેમાંયે શરૂઆતના થોડા મહિના તો પોતાની કાયા પ્રત્યે પણ સાવ ઉદાસીન રહી, સ્વમાં ડૂબકી લગાવી, તેઓ સમાધિમાં લીન રહ્યા છે; જ્ઞાન લાવ્યા પછી સહજ સ્થિતિની પ્રાપ્તિ એમને તરત જ નથી થઈ. એ જ રીતે, સાધનાપંથે ચડયા પછીના સત્તાવીશમા ભવે, મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે જન્મેલા પ્રભુ મહાવીરે, એ અંતિમ ભાવમાં પણ ઘરબાર ત્યજી, જનસંપર્કથી દૂર રહી, સ્વદેહ પ્રત્યે પણ ઉદાસીન રહી, મૌનપૂર્વક આત્મચિંતનધ્યાન-કાયોત્સર્ગ આદિ અંતરંગ સાધનામાં સાડા બાર વર્ષ ખોવાઈ જઈ, જીવન્મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરી છે. કર્તા-ભોક્તાપણાનો અધ્યાસ સમૂલ નષ્ટ ન થાય ત્યાં સુધી મુમુક્ષુએ સ્વમાં જાગતા રહેવા સદા મથવું પડે છે. એ વાત ખરી કે, હાદ્રિ 7 ર્થિ , આત્મા દ્વા નિર્દે હૈ यह ज्ञान सम्यक् होय जब, होता न फिर विक्षेप है। मन इन्द्रियाँ करती रहें, अपना न कुछ भी स्वार्थ है; जो आ गया सो कर लिया, यह ही परम पुरुषार्थ है।" કિંતુ એની સાથે આ પણ એટલી જ સાચી વાત છે કે, "कर्तापने भोक्तापने का, जब तलक अध्यास है; तब तक समाधि के लिए, करना पडे अभ्यास है। कर्तापना भोक्तापना, अध्यास जब मिट जाय है; कर्तव्य सब छुट जाय है, निज आत्म में डट जाय है।" Page #33 -------------------------------------------------------------------------- ________________ તો, એ સમજાય તેવી વાત છે કે પ્રકૃતિગત અનેક નબળાઈઓ, ક્ષતિઓ અને ત્રુટિઓથી ઘેરાયેલો મારા જેવો એક અદનો સાધક બધો જ સમય લોકસંપર્કમાં આપે લોકસંપર્ક માટે ઉપલભ્ય-available રહે એવી અપેક્ષા ન રાખી શકાય. માટે, દર્શનાર્થીઓ અને સત્સંગેચ્છુ મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓ આ પુસ્તકના છેલ્લા પાને આપેલી સૂચના લક્ષમાં લઈ, તારીખ બાર પછી જ મારી પાસે આવવાનું રાખે. ३० છેલ્લાં બે-અઢી વર્ષથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ અપ્રાય બની ચૂકી હતી. એના પુનર્મુદ્રણની જિજ્ઞાસુ વાચકો કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા હતા. પણ કોઈ ને કોઈ કારણે એના પ્રકાશનમાં ઢીલ થતી રહી. આનું એક શુભ પરિણામ એ આવ્યું છે કે આતુર વાચકોને મારાં પુસ્તકોની આ રીતે લાંબો સમય પ્રતીક્ષા કરવી ન પડે અને તે ઓછી કિંમતે સુલભ બને એ ભાવનાથી પ્રેરાઈને, કેટલાક કૃતજ્ઞ વાચકોએ મારી કૃતિઓનું પ્રકાશનકાર્ય હાથ ધરવા સ્વયં તત્પરતા દર્શાવી છે. જે સાહિત્ય પોતાને લાભદાયી જણાયું તે સૌ કોઈને સુલભ બનાવવાના મંગળ આશયથી હાથ ધરાનારી એ પ્રકાશન-પ્રવૃત્તિના પરિણામે, આશા ભવિષ્યમાં, આ અને મારાં અન્ય પુસ્તકો, ગૂર્જરની જેમજ, શુદ્ધ, સ્વચ્છ, સુઘડ મુદ્રણ અને મનોહર સાજ-સજ્જાની સાથોસાથ ઓછી કિંમતે−‘ન નફો, ન નુકસાન'ના ધોરણે−જિજ્ઞાસુ વાચકોને ઉપલભ્ય બનશે. કે, ૧૯ એપ્રિલ, ૧૯૮૧ ૧, યોગીરાજ પાર્ક તીથલ રોડ કૉસ લેન, વલસાડ, દ. ગુજરાત. અમરેન્દ્રવિજય Page #34 -------------------------------------------------------------------------- ________________ 1 'योगः कर्मसु कौशलम् ! આ પુસ્તક ચારેક વર્ષ પૂર્વે અપ્રાપ્ય બન્યું હતું. એ દરમ્યાન એની માગ ચાલુ રહી. પરંતુ મારી પાસે આવતા રહેતા જિજ્ઞાસુઓના પ્રશ્નો અને તેમની સાથેની વાતચીત પરથી મને ખ્યાલ આવેલો કે કેટલાક મુદ્દાઓ અંગે થોડી વધુ સ્પષ્ટતા કરવી આવશ્યક છે; એટલે પુનર્મુદ્રણ ન કરતાં, જરૂરી સુધારા-વધારા કરીને નવી આવૃત્તિ બહાર પાડવા મેં વિચારેલું. એ કામ તુરત હાથ ધરી ન શકાયું ને વિલંબ થતો રહ્યો. પુસ્તકની પ્રતીક્ષા કરી રહેલ જિજ્ઞાસુઓને આ રીતે વધુ સમય તે અપ્રાપ્ય ન રહે તે માટે, તેનું પુનર્મુદ્રણ કરી દેવાનો આગ્રહ રાખી, તેનું પ્રકાશન કરવા દેવાની શ્રી સુશીલ ઝવેરીએ મારી પાસે અનુમતિ માગી. મેં એમને સંમતિ આપી અને, કેટલુંક સંમાર્જન કરી લઈ, થોડા વખત પછી પ્રેસકોંપી આપવાનું જણાવ્યું. છાપકામ સારું થાય એ દૃષ્ટિએ જુદા જુદા પ્રેસોનો સંપર્ક કરી, યોગ્ય પ્રેસ સાથે ગોઠવણ કરવાની જવાબદારી શ્રી જમનાદાસ ગાંધીએ ઉપાડી લીધી. પ્રેસની પસંદગી કરી તેઓ પ્રેસકૉપી લેવા મારી પાસે આવ્યા તે જ વખતે, યોગાનુયોગ, શ્રી રતિલાલ સાવલા પણ વંદનાર્થે આવ્યા હતા. તેમણે પુસ્તકનું મુદ્રણ-પ્રકાશન કરવાની પોતાની ભાવના દર્શાવી. પૂર્વે, ‘મુમુક્ષુઓ અને વિપશ્યના'નું પ્રકાશન એમણે કર્યું છે; તેમજ તેમનું પોતાનું પ્રેસ હોવાથી એ લાઈનનો એમનો બહોળો અનુભવ અને એમની ભાવના જોઈ પુસ્તકની પ્રેસકૉપી મેં એમને સોંપી. ફોટોટાઇપસેટ કરવા પ્રેસકૉપી એમણે મુંબઈમાં કોઈને આપી ને કામ આગળ વધ્યું. લગભગ પોણાભાગનું મૅટર ટાઈપસેટ થઈ ગયું. પરંતુ ટાઇપસેટિંગમાં એક નાનકડી ક્ષિત રહેતી હતી, જે પ્રૂફરીડિંગ વખતે સૂચના આપવા છતાં, સુધરતી નહોતી – ‘હાઇફન’ અને ‘ડૅશ’ વચ્ચેનો ભેદ સચવાતો નહોતો. આથી, ‘ક્વોલિટી પ્રિન્ટીંગ’ના આગ્રહી શ્રી રતિલાલભાઈએ નવનીત પ્રકાશનવાળા શ્રી ડુંગરશીભાઈ ગાલા દ્વારા ‘અનામિકા'નો સંપર્ક કરી ટાઇપસેટિંગનું કામ આખું નવસેરથી તેમને સોંપ્યું. પુસ્તક ત્રણ લિપિમાં, પાદનોંધો સાથે અને, જુદા જુદા ટાઇપફેસમાં ટાઇપસેટ કરવાનું હોવા છતાં, ‘અનામિકા’એ એ જટિલ કામ પણ કેવી કુશળતાપૂર્વક પાર Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પાડ્યું છે એનો પુરાવો તમારા હાથમાં છે. અનામિકા'નું સૂત્ર છે : Quality in typesetting is never an accident. It is always the result of firm intention, sincere effort, intelligent direction and skilful execution. આ સૂત્ર અહીં ચરિતાર્થ થયું છે. પુસ્તકનું મુદ્રણ ઉત્કૃષ્ટ કોટિનું કરવાનો શ્રી રતિલાલભાઈનો દઢ નિર્ધાર, ટાઇપસેટિંગમાં “અનામિકા'એ કરેલી નિષ્ઠાપૂર્વકની મહેનત અને પ્રફરીડિંગમાં અપાતા માર્ગદર્શનનો ખંત અને કુશળતાપૂર્ણ અમલ આમાં પ્રતિબિંબિત થયાં છે. ગીતાકાર કહે છે : “યોn: ફર્મનું કૌશન' અનામિકા'ની આ યોગનિષ્ઠા એમના કામમાં છતી થાય છે. ઋણસ્વીકાર : પુસ્તકના મુખપૃષ્ઠનું શ્રી રમણ મહર્ષિનું off-focus ચિત્ર અનામી રહેવા ઇચ્છતા એક કલાકારે તૈયાર કરી આપ્યું છે. અંદરના રંગીન ફોટાની પ્રિન્ટ “ડિવાઇન આઈ' (પશ્ચિમ મલાડ) વાળા પ્રકાશભાઈનો કસબ છે. ટાઇટલના અક્ષરો પૂર્વવત્ – શાંતિ સાવલાએ તૈયાર કરેલ આગલી આવૃત્તિના મુખપૃષ્ઠ પ્રમાણે – રહેવા દીધા છે. પૂર્વાર્ધ’ અને ‘ઉત્તરાર્ધ'ના પૃષ્ઠના અક્ષરો શ્રી લાલ રાંભિયાની કૃતિ છે. પ્રકરણોના અંતે આપેલાં ઉડતા પંખીનાં ચિત્રો Handbook to Higher Consciousness by Ken Keynes, Jr. (Copyright 1975 by Living Love Centre) પુસ્તકમાંથી પુનર્મુદ્રિત કર્યા છે. મુનિશ્રી ભુવનચંદ્રજી હાલ કચ્છમાં વિચરી રહ્યા છે છતાં, ત્યાંથી તેઓ પૂફરીડિંગમાં સહાયક રહ્યા છે. આ સંસ્કરણમાંનું ચોથું પ્રકરણ નવું ઉમેર્યું છે; અને, જિજ્ઞાસુઓના પ્રશ્નોને લક્ષમાં રાખી અન્ય પ્રકરણોમાં પણ વચ્ચે વચ્ચે ઠીક ઠીક વિસ્તાર કર્યો છે. આથી પુસ્તકનું કદ વધ્યું છે– પ્રથમ આવૃત્તિ કરતાં લગભગ બેવડું થયું છે. આશા છે કે એથી પુસ્તકની ઉપયોગિતાયે વધશે. પુસ્તકના પ્રકાશનમાં અકથ્ય વિલંબ થયો છે. એનો ખરખરો કરવા ન બેસતાં મને, રતિલાલભાઈને અને પુસ્તક બહાર પડે તેની આતુરતાપૂર્વક રાહ જોતા બેઠેલા વાચકોને “સમસ્વં યોગ ઉતે' નો પાઠ ઘૂંટાવવાની પ્રકૃતિની એ કોઈ ગૂઢ યોજના હશે એમ વિચારી, સમય આવ્યે બન્યું જાયે, અનામી-અવિનાશ છે ત્યારો; કર્યું મેં હું કરું શાને, વૃથા અભિમાન ગોઝારો? એ સભાનતા સાથે વિદાય લઉં. - અ. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનની પાર્શ્વભૂમિકા મારા સદ્ભાગ્યે મારા પૂજ્ય માતુશ્રી પાસેથી મને ધર્મ-સંસ્કાર બાલ્યાવસ્થામાં જ મળ્યાં. એમના લીધે નાનપણથી જ સાધુ-સાધ્વીજીઓના વિશેષ સંપર્કમાં આવવાનું પણ બન્યું. ફલત: હું જૈન પરંપરાના ક્રિયાકાંડોમાંથી પસાર થયો. વયની સાથે સમજણ વધતાં એટલાથી સંતોષ ન થયો. ‘ખરેખર ધર્મ શું?” એ જિજ્ઞાસા જાગી. જીવન વિશે મનમાં ઘણા પ્રશ્નો પણ ઊઠતા; પરંતુ તેનું સમાધાન એ પરિચિત ધર્મગુરુઓ પાસેથી હું ન મેળવી શક્યો. જીવન એમજ પસાર થતું રહ્યું અને યુવાવસ્થા એમ વ્યર્થ વહી ગઈ. પૂર્વના કોઈ પુણ્યોદયે ઈ.સ. ૧૯૮૧માં કલ્યાણમિત્ર પરમ પૂજ્ય શ્રી સત્યનારાયણ ગોયન્કાજીના માર્ગદર્શન હેઠળ દશ દિવસની વિપશ્યના શિબિરમાં જોડાવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને તેથી ઘણો સંતોષ થયો. જે પ્રશ્નોનું સમાધાન વર્ષો સુધી નહોતું થયું તે આ દશ દિવસમાં થઈ ગયું. ત્યારબાદ તરત જ પરમ પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીનો દેવલાલીમાં પરિચય થયો. જેમ જેમ પરિચય વધતો ગયો અને તેઓશ્રીના સાનિધ્યમાં આવવાનું થયું તેમ તેમ સાધના બાબત સ્પષ્ટ માર્ગદર્શન મળતું ગયું. પૂજયશ્રી એક સંનિષ્ઠ સાધક છે. પૂજ્યશ્રીના પુસ્તકો પણ તેની પ્રતીતિ કરાવે છે. જિજ્ઞાસુને તેમાંથી સાચું અસંદિગ્ધ માર્ગદર્શન અને જીવનની નવી દૃષ્ટિ મળે છે. વિપશ્યના સાધના બાબત કંઈક વધુ માર્ગદર્શન સમાજને મળે અને આપણા ધાર્મિક વર્તુળોમાં જે ગેરસમજ છે, અથવા ફેલાવાય છે, તે દૂર થાય અને તે સાધના પદ્ધતિ બાબત સાચી વાત સમજાય એવું કંઈક કરવું જોઈએ એમ મને લાગ્યા કરતું હતું. આ વાત મેં પૂજ્યશ્રી સમક્ષ રજૂ કરી. પૂજ્યશ્રીએ, પૂર્વે પ્રકાશિત થયેલા પણ તે વખતે અપ્રાપ્ય બનેલા તેમના પુસ્તક “જૈન મુમુક્ષુઓ અને વિપશ્યના”માં સુધારાવધારા કરી આપી તે પ્રકાશિત કરવાની મને અનુમતિ આપી. એ નવી આવૃત્તિ ‘મુમુક્ષુઓ અને વિપશ્યના' નામે અમારા તરફથી ઈ. સ. ૧૯૮૪માં પ્રકાશિત થઈ. એના વાંચનથી ઘણાં શ્રેયાર્થીઓ વિપશ્યના સાધનામાં જોડાઈ લાભાન્વિત થયાં છે અને થઈ રહ્યાં છે, એનો મને આનંદ છે. પૂજ્યશ્રીનાં પુસ્તકો જુદે જુદે સ્થળેથી પ્રકાશિત થતાં રહ્યાં છે. વળી, તેની કોઈ સંકલિત વિતરણ વ્યવસ્થા પણ નથી. આથી એમના પુસ્તકોનો આખો સેટ મેળવવા Page #37 -------------------------------------------------------------------------- ________________ ३४ ઈચ્છતા વાચકોને તે મેળવવામાં ઘણી મુશ્કેલી રહે છે. પૂજ્યશ્રીનાં બધાં જ પુસ્તકો એક જ સ્થળેથી પ્રકાશિત થાય તો આ પરિસ્થિતિ ટાળી શકાય એમ મને લાગ્યા કરતું હતું. મુમુક્ષુઓ અને વિપશ્યના'ના પ્રકાશનના અનુભવથી પ્રેરાઈને, એ વિચારને સાકાર સ્વરૂપ આપવાનો એક ઊમળકો મારા અંતરમાં જાગ્યો કે એવું કંઈક આયોજન હું કાં ન કરું? મારી અભિલાષા પૂજ્યશ્રી આગળ વ્યક્ત કરી, પ્રકાશન માટે તેઓશ્રીની અનુમતિ મેં માગી. જે મળી જતાં, જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનની સ્થાપના કરી ઈ. સ. ૧૯૮૮ માં અચિત ચિંતામણી નવકારના પ્રકાશનથી આ પ્રવૃત્તિનું મંગળાચરણ કર્યું છે. આજે મુનિશ્રીનું બીજું પુસ્તક –“આત્મજ્ઞાન અને સાધનાપથ” આપના હાથમાં મૂકતાં હર્ષ અનુભવું છું. કદાચ તમે પૂર્વે પૂજ્ય મહારાજશ્રીનાં પુસ્તકોના વાંચન કે પ્રત્યક્ષ સત્સંગ દ્વારા તેઓશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હોય અને તેના સહારે આત્મવિકાસના માર્ગે કંઈક અંશે પ્રવૃત્ત પણ થયા હો, તો સંભવ છે કે મારી જેમ તમે પણ આ પુસ્તકો વધુ ને વધુ હાથોમાં પહોંચે એમ ઇચ્છતા હો. તો પૂજ્યશ્રીના પુસ્તકો વધુ લોકો સુધી પહોંચાડવાના જ્ઞાનજ્યોતના પ્રયાસમાં સહભાગી થવા મારું તમને પ્રેમભર્યું આમંત્રણ આ પુસ્તકના પ્રકાશનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક મિત્રોનો સાથ-સહકાર મને મળ્યો છે તે માટે તે સૌનો હું ઋણી છું. આ પુસ્તકનું વાંચન, મનન મુમુક્ષુઓને આત્મસાધનામાં પ્રેરક નીવડી, તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ભણી દોરી જાય એ મંગળ ભાવના. શેઠના હાઉસ, – રતિલાલ સાવલા ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ - ૪૦૦ ૦૦૭. Page #38 -------------------------------------------------------------------------- ________________ Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ ... તો વાચન વધુ ફળપ્રદ બને ‘સંદેશ’ (દૈનિક)ની લોકપ્રિય કટાર ‘કેલીડોસ્કોપ'ના લેખક મોહમ્મદ માંકડ તેમના એક લેખમાં લખે છે કે ઝડપથી વાંચતાં શીખવવા માટેના આજે વર્ગો ચાલે છે, પુસ્તકો અને લેખો લખાય છે. છતાં, બધી વસ્તુ તમે ઝડપથી વાંચી નથી શકતાં. કેટલુંક એવું હોય છે જે ચાવીને વાંચવું પડે છે. કોચલામાં રહેલી બદામ ખાવી હોય તો પહેલાં તેને ભાંગવી પડે છે. પછી ચાવવી પડે છે. તેનો સ્વાદ તો જ માણી શકાય છે અને ફાયદો પણ તો જ મેળવી શકાય છે, ઝડપથી ગળી જવાથી કશો જ ફાયદો થાય નહિ. કુર્આન કે ગીતાનો પાઠ કરવો એ એક વાત છે અને તેના ઉપર મનન કરવું, તેમાંથી કશુંક શીખવું, તેમાં રહેલા જ્ઞાનનો આસ્વાદ લેવો તે તદ્દન જુદી વાત છે, ધર્મપુસ્તકો બીજાં પુસ્તકોથી એ રીતે જુદાં પડે છે. એક વાત એ પણ સમજવા જેવી છે કે, જે પુસ્તક લખતાં તેના સર્જકને બાર મહિના લાગ્યા હોય તેને માત્ર બે કલાકમાં વાંચી નાંખીને, આપણે તેના ઉત્તમ અંશો પામી શકતા નથી. એના સર્જક સાથે ધીમે ધીમે ચાલવામાં – ધીમેથી વાંચવામાં એક જુદા જ પ્રકારનો આનંદ મળે છે. જિબ્રાને તેના પ્રખ્યાત પુસ્તક ‘પ્રોફેટ’ની પ્રથમ પ્રત બહુ નાની ઉંમરે તૈયાર કરી હતી. પરંતુ એ માત્ર એક કાચો વિચાર હતો – કાચો ડ્રાફટ હતો. પછી તેને સંસ્કારવામાં વર્ષો પસાર થઈ ગયાં હતાં. વીસ-પચીસ વરસ પછી એક નાનકડું પુસ્તક ‘પ્રોફેટ’ તૈયાર થયું જે આપણે માત્ર અડધા કલાકમાં વાંચી નાખી શકીએ. પરંતુ એ રીતે તે વાંચી નાખવું ન જોઈએ. એને તો અંજલિ અંજલિ ભરીને પીવું જોઈએ. ...લતા મંગેશકર કે મોહમ્મદ રફીના ગીતની રેકૉર્ડ કોઈ એકદમ ઝડપથી વગાડે તો? ગીતના બદલે માત્ર ઘોંઘાટ જ મળે. ઉત્તમ કૃતિઓ ઝડપથી વાંચનાર આવો જ કાંઈક ગોટાળો કરે છે. લિયોનાર્દોની ‘મોનાલિસા' ઉપર ઉતાવળે દૃષ્ટિ કરીને જોઈ લેનાર શું પામી શકે? ‘મોનાલિસા'ને તે જોઈ શકે પણ માણી શકે Page #41 -------------------------------------------------------------------------- ________________ ३८ નહિ. એ જ રીતે શેક્સપિયરના સૉનેટને ઉતાવળે વાંચી જનાર પણ શું પામી શકે? જે વાંચનમાંથી કશુંક પામવાનું હોય તે વાચનમાં ઉતાવળ કરવી નહિ. ઉતાવળે વાંચનાર પણ કાંઈ ને કાંઈ તો પામી શકે છે, પરંતુ લિન યુટાંગની વાત આના સંદર્ભમાં યાદ રાખવા જેવી છે : તમે ઝડપથી ચા તૈયાર કરી શકો છો, પણ તે ધીમે ધીમે તૈયાર કરવી બહેતર છે. વાંચનનું પણ એવું છે. માનવસંબંધોમાં ક્રાન્તિ લાવનાર વિશ્વવિખ્યાત પુસ્તક : ‘How to Win Friends and Influence People’ના લેખક ડેલ કાર્નેગીએ એ પુસ્તકનો પૂરેપૂરો લાભ મેળવવા તેનું વાંચન કઈ રીતે કરવું જોઈએ તે માટેનાં બહુમૂલાં સૂચનો એ પુસ્તકમાં આપ્યાં છે, તે આ પુસ્તકના વાચકોને પણ એટલાં જ ઉપયોગી નીવડે તેવાં છે. સંક્ષેપમાં આ રહ્યાં એ સૂચનો : ૧. વાચકમાં ઊંડી અદમ્ય જિજ્ઞાસા અને જાતસુધારણા માટેની તીવ્ર અભીપ્સા હોવી એ, વાંચન વિશેષ ફળદાયી નીવડે તે માટેની સૌથી પહેલી અને મહત્ત્વની શરત છે. ૨. પુસ્તકનું પ્રથમ પ્રકરણ તમે આતુરતાભેર ઝડપથી વાંચી જશો અને, સંભવત: એ પછી તરત બીજું પ્રકરણ વાંચી લેવાની આતુર ઇચ્છા તમને રહેશે. પણ તેમ ન કરશો – સિવાય કે તમે માત્ર મનોરંજન માટે વાંચતા હો. જો આ વાંચનથી તમે કંઈક પામવા ઇચ્છતા હો તો, વંચાઈ ગયેલાં એ પાનાં પાછાં ફેરવો અને, બીજું પ્રકરણ વાંચતાં પૂર્વે, પહેલું પ્રકરણ ફરીથી ખૂબ જ મનનપૂર્વક વાંચી જાઓ. એ જ રીતે દરેક પ્રકરણ બે વાર મનનપૂર્વક વાંચો. વાચન દરમ્યાન વચ્ચે વચ્ચે અટકીને, તમે જે વાંચી રહ્યા છો તેનો ઉપયોગ તમે જીવનમાં ક્યાં, ક્યારે અને કેવી રીતે કરી શકો તે વિચારતા રહો. ૩. વાંચતી વખતે તમારા હાથમાં લાલ પેન્સિલ કે પેન રાખો; અને તમને જેનાથી કંઈ વિશેષ પ્રકાશ અને પ્રેરણા મળતાં હોય એ સૂચનો વાક્યો નીચે લીટી દોરો, નિશાની કરો. એથી પુસ્તક વધુ રસપ્રદ બનશે અને તેને ફરીથી જોઈ જવું ઝડપી અને સુગમ બનશે. ‘સંદેશ’ (૧૪ સપ્ટેમ્બર ૧૯૮૦)માંથી સાભાર ઉદ્ધૃત. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪. આ પુસ્તક થકી તમે નક્કર ચિરસ્થાયી લાભ મેળવવા ઇચ્છતા હો તો એમ ન માની લેતા કે પુસ્તક એકવાર નજર તળે નીકળી જાય એ પર્યાપ્ત છે. એક વાર એનો સારી રીતે અભ્યાસ કરી લીધા પછી દર મહિને, થોડો સમય કાઢીને, પુસ્તકનું પુનરાવર્તન કરતા રહો ને દરરોજ પુસ્તક તમારા કામ કરવાના સ્થાને, તમારી નજર સમક્ષ, મૂકી રાખો; વખતોવખત એમાં નજર ફેરવતા રહો. ૫. આ પુસ્તકમાંથી પ્રાપ્ત બોધનો રોજિંદા જીવનમાં નિત્ય પ્રયોગ કરતા રહો. વાંચેલું ભૂલી ન જવાય તે માટે તેનો પ્રયોગ કરતા રહેવું એ જરૂરી છે. જાણેલું કૃતિમાં ઉતારીએ ત્યારે જ તે આપણા ચિત્તમાં સ્થિર થાય છે. અન્યથા, એકલા વાંચનથી પ્રાપ્ત જ્ઞાન ભારરૂપ થઈ પડશે અને ધીરે ધીરે તે વિસ્તૃત થઈ જશે. ૬. આ બોધના અમલના પ્રયોગમાં રહેતી તમારી સ્કૂલનાઓ પ્રત્યે તમારા મિત્રો, સ્વજનો, સાથીઓ તમારું ધ્યાન ખેંચતા રહે એવું કંઈક આયોજન કરો – તેમને એ માટે પ્રોત્સાહન-ઇનામ આપો. * ડેલ કાર્નેગીકૃત How to Win Friends and Influence People' પૃષ્ઠ ૬૬90ના આધારે સંકલિત. Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન અને સાધનાપથ પૂર્વાઈ kizic અવિઘા ભેદતી જ્યોતિ, પરંજ્ઞાનમયી મહા; મુમુક્ષુ માત્ર એ પૂછે, ઇચ્છે અનુભવે સદા. ગુરુબોધે સ્વઅભાસે, સ્વાનુભૂતિથી જાણતા; આત્મા ને અન્યનો ભેદ, તે મુક્તિસુખ માણતા. – ઈટોપદેશ યોગગ્રસ્થ જલનિધિ મથો, મન કરી મેરુ મથાન; સમતા અમૃત પાયકે, હો અનુભવ રસ જાણ. – ઉપાધ્યાય યશોવિજયજી Page #45 -------------------------------------------------------------------------- ________________ तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। उपदेक्ष्यंति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः।। આત્મજ્ઞ પુરુષોને નમ્રતાથી પ્રણામ કરીને, જિજ્ઞાસુભાવે પ્રશ્નો પૂછીને અને શ્રદ્ધા-ભક્તિપૂર્વક તેમની સેવા કરવા દ્વારા તું પરમતત્ત્વનું જ્ઞાન મેળવ. તત્ત્વજ્ઞ પુરુષો જ તારી એ જિજ્ઞાસા સંતોષશે. -ગીતા, અ. ૪, શ્લોક ૩૪ જ્ઞાન મેળવવાની ત્રણ શરતો : પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા આ યુગમાં ખૂબ ધ્યાનમાં રાખવાયોગ્ય છે. પ્રણિપાત એટલે નમ્રતા, વિવેક, પરિપ્રશ્ન એટલે ફરી ફરી પૂછવું; સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપવાનો સંભવ છે. વળી જ્ઞાન શોધ્યા વિના નથી સંભવતું. એટલે ન સમજાય ત્યાં લગી શિષ્ય ગુરુને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછયા કરવા, એ જિજ્ઞાસાની નિશાની છે. આમાં શ્રદ્ધાની જરૂર છે. જેને વિષે શ્રદ્ધા ન હોય તેની તરફ હાર્દિક નમ્રતા ન હોય; તેની સેવા તો ક્યાંથી જ હોય? [‘અનાસક્તિ યોગ’માંથી) – મહાત્મા ગાંધીજી Page #46 -------------------------------------------------------------------------- ________________ ‘તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન” તંગી, દુ:ખ, પીડા, ચિંતા, ભય માનવીના જીવન સાથે જોડાયેલાં જ છે : પેટભર ખાવાનું મળશે કે કેમ એની ચિતા ભિખારીને રહે છે, તો રાજમહેલમાં વસનારને-રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનને ચિંતા રહે છે કે રખે પ્રજા મારી આણનું ઉલ્લંઘન કરે. ઘરબાર છોડીને ચાલી નીકળેલ જોગીજતિને પણ બહુધા કંઈક આકાંક્ષા, કંઈક કામના, પીડતી હોય છે. એટલે કોઈ આર્ષદ્રષ્ટાએ કહ્યું છે કે જેને અસુરક્ષિતતાનો ભય ન સતાવતો હોય કે ન કોઈ ઉણપ સાલતી હોય એવો વિરલો નર ‘લાખમાં લાધે નહિ, કરોડમાં કો'ક'. ચિંતનશીલ માનવીને એ જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે કે સમગ્ર માનવજાત જેમાં બદ્ધ છે એ કલેશોમાંથી છુટકારો, એ વિરલ મહાનુભાવોને શાથી પ્રાપ્ત થઈ જાય છે? સર્વ ઝેર ગટગટાવી-પચાવી જવાનું સામર્થ્ય અર્પતું એવું તે કયું અમૃત આ નરપુંગવોને લાગ્યું હશે? આનો ટૂંકો ઉત્તર છે : ઇચ્છારહિતતા. કંઈક મેળવવું છે કે “કંઈક થવું છે' – આ તૃણાને એ મહાપુરુષોએ અંતરમાંથી ખોતરી કાઢીને ફેંકી દીધી હોય છે. કશાકની ઇચ્છા-અપેક્ષા જ માનવીના સર્વ દુઃખનું મૂળ છે." એ તૃષ્ણાની જડ ઉખેડી નાખવા કાજે સર્વ કાળના જ્ઞાનીઓએ ૧. નવી નો – શ્રી પંચસૂત્ર, સૂત્ર ૫. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ આત્મજ્ઞાન અને સાધનાપથ માનવીને અનુરોધ કર્યો છે કે “જાતને ઓળખો”– ‘માત્મા વિદ્ધિા' – ‘Know Thyself? જ્ઞાન થતાં સર્વ વૃષણા છીપે છે અને માનવી અહીં જ મુક્તિનો આસ્વાદ પામી શકે છે. તે વિના, ગમે તેટલું કષ્ટ સહન કરવા છતાં જીવાત્મા પોતાનાં ભવબંધન છેદી શકતો નથી. આ વાત કરતાં શ્રી આદ્ય શંકરાચાર્યે કહ્યું છે કે “ચાહે તો મહાન તીર્થોની યાત્રા કરો, દાન દો કે વ્રતનિયમ પાળો, પણ સર્વ મતપંથ સંમત એક વાત યાદ રાખજો કે જ્ઞાન વિના સેંકડો ભવે પણ મુક્તિ થવાની નથી.” ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણનાં વચનોમાં આ જ ધ્વનિ ગૂંજે છે. ઇસુએ પણ શ્રેયાર્થીને અનુરોધ કર્યો છે કે “તું સત્યને જાણી લે, તે તને મુક્તિ આપશે." જૈન દર્શનમાં પણ મુક્તિસાધનામાં જ્ઞાનને આવું જ ગૌરવભર્યું સ્થાન અપાયું છે. કહ્યું છે કે – જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો ખેલ; પૂર્વકોડી વરસાં લગ, અજ્ઞાની કરે તે." કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છે.' २. कुरुते गंगासागरगमनं व्रतपरिपालनमथवा दानम्। ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं न भजति जन्मशतेन ।। –ભજગોવિંદમ, શ્લોક ૧૭. 3. ज्ञानं लब्ध्वा परां शांतिमचिरेणाधिगच्छति। – ભગવદ્ગીતા, અ૮૪, શ્લોક ૩૯. જુઓ, શ્લોક ૩૩-૩૯. ૪. Ye shall know the Truth, and the Truth shall make you free. —John 8 : 32. ૫. (૪) નં નાળ , વડું વડું વાસણો तं नाणी तिहिं गुत्तो, खवेइ उसासमेत्तेण॥ । – શ્રી બૃહત્કલ્પભાગ, ઉદ્દેશ ૧, ગાથા ૧૧૭૦. (ब) अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत्। अन्तं ज्ञानतपोयुक्तस्तत् क्षणेनैव संहरेत्।। ज्ञानयोगस्तपः शुद्धमित्याहुर्मुनिपुंगवाः। तस्मान्निकाचितस्यापि, कर्मणो युज्यते क्षयः ।। – અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૬૨-૧૬૩. ૬. સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૩, ગાથા ૨૭. Page #48 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણા બુઝાવે સો હી શાન' પ આમ, જ્ઞાનનો ઘણો મહિમા શાસ્ત્રોમાં સર્વત્ર ગવાતો આપણે સાંભળીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે જેનું આટલું બધું મહત્ત્વ જ્ઞાનીઓ આંકે છે એ જ્ઞાનશી વસ્તુ છે? શું માત્ર પુસ્તકો વાંચી જવાં, ઘણાં આગમો કંઠે હોવાં કે એમાં ગણાવેલ પદાર્થોના ભાંગા અને ભેદ-પ્રભેદો આંગળીના વેઢે ગણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, કે વિપુલ સાહિત્યનું નવનિર્માણ કરવું – એ બધું શું જ્ઞાની થવા માટે જરૂરી છે? કે જ્ઞાની હોવા માટે બીજી જ કોઈ શરતો છે? એક રીતે જોઈએ તો, જગતમાં આજે વિજ્ઞાન, વાણિજય કલા, તત્ત્વજ્ઞાન આદિ ભિન્ન ભિન્ન ક્ષેત્રે ઘણું જ્ઞાન ભેગું કરતી અનેક વ્યક્તિઓ આપણને જોવા મળે છે. અર્વાચીન વિજ્ઞાન માત્ર એક માખીના જ એટલા બધા પ્રકારો બતાવે છે, કે માણસ એ બધાનું – તેની ટેવો, સમૂહવ્યવસ્થાદિનું – અધ્યયન કરે તો આખી જિંદગી પૂરી થઈ જાય. અરે! ફક્ત કોબીની એકસો જાતો બતાવે છે વનસ્પતિશાસ્ત્ર. અને વિજ્ઞાનની આવી તો કેટલીય શાખા-પ્રશાખાઓ છે. તેમાંની કોઈ એકનું અધ્યયન કરવામાં જ આખી જિંદગી ખરચી નાખનારા છે આ જગતમાં! ધારો કે કોઈ વ્યક્તિએ વિશ્વનાં મોટામાં મોટાં ગ્રંથાલયોમાં ગણના પામતી ન્યૂયૉર્ક કે મૉસ્કોની લાઇબ્રેરીનાં અડધો કરોડ પુસ્તકો વાંચીને ધારી લીધાં, એમાં ભરેલું જ્ઞાન મેળવી લીધું – તો આપણે એને જ્ઞાની કહીશું? તમે કહેશો : ‘ના, એ તો ફક્ત માહિતી કહેવાય.' તેમ કોઈએ શાસ્ત્રોનું અધ્યયન કર્યું, મોટા મોટા જ્ઞાનભંડારોમાં સંગ્રહિત સકળ શાસ્ત્રોમાં પારંગતતા મેળવી, તો એણે ‘જ્ઞાન મેળવ્યું' એમ કહેશો કે ‘માહિતી મેળવી' એમ કહેશો? ૭. (i) ત્રિજ્યાશૂન્ય ૨ યજ્ઞાનું, જ્ઞાનશૂન્યા ૪ યા યિા अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ જ્ઞાનસાર, પ્રશસ્તિ, શ્લોક ૧૧. (ii) નાણરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભ નાણ; ‘યોગદષ્ટિસમુચ્ચય’ કહિઉં, અંતર ખજુઆ ભાણ. ખજુઆ સમી ક્રિયા કહી, નાણ ભાણ સમ જોઈ; કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ. - દ્રવ્યગુણપર્યાયનો રાસ, ગાથા ૨૪૭-૨૪૮. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે સાડાનવ પૂર્વ ભણી જનાર પણ અજ્ઞાની હોઈ શકે. જેમ પહેરવેશ ઉપરથી કોણ કેટલું ભણેલો છે તે ન કહી શકાયમેલાંઘેલાં કપડાંવાળો વિદ્વાન હોઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતો માણસ પણ અબુધ હોઈ શકે – તેમ શાસ્ત્રોના માત્ર ઓછા-વધતા જાણપણાથી જ જ્ઞાની-અજ્ઞાનીનો વિભાગ ન કરી શકાય. ઘણું ભણેલા અજ્ઞાની હોઈ શકે; અને એકે શાસ્ત્ર ન ભણેલો મહાજ્ઞાની હોઈ શકે. તો પછી આરાધનાની કાયાપલટ – ધૂળનું સોનું – કરનાર “જ્ઞાન' એ શી વસ્તુ છે? જ્ઞાનનું મહત્ત્વ બતાવનાર શાસ્ત્રવચનોમાં જ્ઞાન’ શબ્દથી શું અભિપ્રેત છે? જ્ઞાન શબ્દનો વાસ્તવિક અર્થ શો? કોઈ વ્યક્તિ -દા. ત. નોબેલ પારિતોષિકના સ્થાપક આફ્રેડ નોબેલ – ના નામથી અને કામથી આપણે પરિચિત હોઈએ, પણ પ્રત્યક્ષ કે છબી દ્વારા એનું રૂપ જોયું ન હોય તો એ વ્યક્તિનો આપણને અકસ્માત્ ભેટો થઈ જાય ત્યારે આપણે એને ઓળખી શકીએ ખરા? આપણે જ્ઞાનને નામથી ઓળખીએ છીએ, અને કામથી – મિથ્યાત્વઅંધકારને હટાવનાર પ્રકાશ તરીકે અને ક્રિયા કરતાં અનેકગણી કર્મનિર્જરા કરાવનાર વગેરે તરીકે – પણ ઓળખીએ છીએ; પણ એનું સ્વરૂપ શું?-એ વિચાર કદી કર્યો છે? એને પિછાણી શકીએ એવી સ્થિતિ છે આપણી? તો ચાલો, વિવિધ દૃષ્ટિકોણથી જ્ઞાનનું નિરીક્ષણ કરી આપણે એના સ્વરૂપનો અહીં વિશેષ પરિચય મેળવીએ. મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિનું કેન્દ્ર એન્જિનિયરીંગ લાઇનમાં દાક્તરીનું કે સર્જરીનું જ્ઞાન એ કોઈ ક્વૉલિફિકેશન – લાયકાત નથી; એ જ્ઞાન ઇજનેરીના ક્ષેત્રમાં જ્ઞાન ગણાતું નથી; તેમ સફળ દાક્તર થવા માટે કાયદાપોથીઓનું જ્ઞાન ઉપયોગી નથી. પ્રત્યેક ક્ષેત્રમાં “જ્ઞાન” એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનો બોધ. એ બોધ જ તે ક્ષેત્રમાં “જ્ઞાન” તરીકે ગણના પામે. દાક્તરને શરીરરચનાનું, રોગોનું, રોગનાં લક્ષણોનું અને દવાઓનું જ્ઞાન જરૂરી; વકીલને કાયદાનું, Page #50 -------------------------------------------------------------------------- ________________ ‘તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન’ | ૭ સાક્ષીની ઉલટતપાસ (cross-examination)ની આંટીઘૂંટીનું, સાક્ષીઓના માનસનું અને વેપારીને ઘરાકના માનસનું, માલનું, બજારનું, બજારની રૂખનું જ્ઞાન ઉપયોગી મનાય છે. વેપારી રાજકીય પ્રવાહો જાણવા ઇચ્છે તે પણ પોતાના વિષય સાથે એનો જે સંબંધ છે, વેપાર પર એની જે અસર છે, તે જાણવા માટે. દાક્તર કિરણોત્સર્ગ વિષે વાંચે તે શરીર ઉપર એની શી અસર છે એ વધુ સારી રીતે સમજવા અને એના પ્રતિકાર માટે શું થઈ શકે તેમ છે તે જાણવા. એ જ રીતે, આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણાય છે, જે આત્મા સંબંધી હોય. મુમુક્ષુ બીજી વસ્તુઓનું - જગતનું જ્ઞાન મેળવે તે પણ આત્મા અને જગત વચ્ચેનો સંબંધ સમજવા. જગતની માહિતી મેળવતાં પણ તેના કેન્દ્રમાં આત્મતત્ત્વ ચૈતન્ય જ હોય. આત્મનિર્મળતાના પ્રકટીકરણમાં જે સહાયભૂત હોય તેવું જ્ઞાન જ અહીં ગણનાપાત્ર બને છે. ચૈતન્યને બાજુએ રાખી એકલા જગતની માહિતી કોઈ ગમે તેટલી મેળવે, પણ આ ક્ષેત્રમાં એની ઉપયોગિતા ન ગણાય. આત્મા, જગત, પરમાત્મા અને એ ત્રણનો પરસ્પર સંબંધ એ મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિનો વિષય હોય. પ્રથમ શ્રુત-શાસ્ત્રશ્રવણ કે અધ્યયન; પછી એના ઉપર ચિંતન, અને એ પછી આવે ભાવનાજ્ઞાન / અનુભવ. આમ શ્રવણ, વાચન, મનન અને નિદિધ્યાસનના ક્રમે મુમુક્ષુનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાનુભવ સુધી પહોંચે. ‘સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને શાસ્ત્ર ભણી જવા માત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. મૃતથી મેળવેલું જ્ઞાન પરોક્ષ છે, તેથી તે સ્પષ્ટ ન હોઈ શકે. “અસ્પષ્ટ ક્ષ" “ તેથી આત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવવું જોઈએ. “સ્પષ્ટ પ્રત્યક્ષમ્” “ આપણા રોજના વ્યવહારમાં પણ દાક્તરે કે વકીલે કેટલાં પુસ્તકો વાં છે એ નથી જોવાતું, પરંતુ તે રોગનું નિદાન કરી શકે છે? દવાથી આપણને આરામ આપી શકે છે?—એ જોવાય છે. એ કરી શકે તે દાક્તર ૮. પ્રમાણનયતત્તાલોક, પરિચ્છેદ ૩, સૂત્ર ૧. ૯. એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮ આત્મજ્ઞાન અને સાધનાપથ માન્ય બને છે; જે કેસ જીતી આપે તે વકીલ માન્ય બને છે; તેમ કર્મ સામે, ભવ સામે જીત અપાવે તેવું જ્ઞાન મુમુક્ષુ વાંછે છે. એ માટે શાસ્રાધ્યયન સાથે સાધના જોઈએ; એકલા શાસ્ત્રાધ્યયનથી કામ ન સરે. લાખો શ્લોકપ્રમાણ પ્રતિભાસંપન્ન સાહિત્યનું નવિનર્માણ કરનાર ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજને અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે તેમના મુખથી સરી પડેલા આ ઉદ્ગાર છે : “સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે.” અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન એમને ફિક્કું લાગે છે, ‘જૂઠું' લાગે છે. ૧૦ આત્મસ્વરૂપનું અભાન એ જ તત્ત્વથી અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળી આપે તે જ્ઞાન. દેહાધ્યાસ ટળે – દેહમાં આત્મબુદ્ધિ એટલે કે ‘હું’ એ બુદ્ધિ ટળે, સ્વરૂપનું અનુસંધાન ચાલુ રહે, `` કર્મકૃત ભાવોમાં ‘હું’ બુદ્ધિ ન થાય, તેનું નામ સાચું જ્ઞાન. ૧૨ આત્માનું આવું નિર્મળ – કર્ણોપકર્ણ પ્રાપ્ત થયેલું નહિ પણ પોતીકું જ-(firsthand), સ્પષ્ટ જ્ઞાન મેળવવા એનું ‘પ્રત્યક્ષ દર્શન’–સ્વાનુભૂતિ આવશ્યક છે. આત્મતત્ત્વનું આવું અપરોક્ષ જ્ઞાન જ આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તરીકે ગણના પામે છે. ૧૦. પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગૂઠો; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણો, તે વિણ જ્ઞાન તે જૂઠો રે. ૧૧. (i) સમકિતદષ્ટિ જીવ કો, સદા સ્વરૂપ કો ભાસ. (ii) ... નિજ સ્વરૂપ કું કબહુ નહીં વિસરત. ૧૨. વિન્માત્રલક્ષળેનાન્યવ્યતિવિત્તત્વમાત્મન प्रतीयते यदश्रान्तं तदेव ज्ञानमुत्तमम् 11 · શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩. સમાધિવિચાર, દુહો ૨૮. - એજન, દુહો ૩૦૧. - અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનશુદ્ધયધિકાર, શ્લોક ૧૫. Page #52 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણા બુવે સો હી શાન’| ૯ કેરી વિષે પુસ્તકોનાં પુસ્તકો વાંચીએ, પણ જ્યાં સુધી તેને ચાખીએ નહીં ત્યાં સુધી તેનો સ્વાદ નથી મળતો એટલું જ નહિ, એની (સ્વાદની) યથાર્થ સમજણ પણ નથી મળતી. એવું જ આત્મા વિષે છે. શ્રુત, તર્ક, યુક્તિ, આગમ વગેરેથી એની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ કે વાતો કરીએ, પણ જ્યાં સુધી આત્માને આત્મા પોતે-ઇન્દ્રિયો કે મનની મદદ વિના–સાક્ષાત્ ન જુએ', એ આનંદસાગરનો અનુભવ ન મેળવે, ત્યાં સુધી આત્મા વિશેની સમજ અધૂરી જ રહે છે. એકાદ વાર પણ જેને નિજાનંદનો અનુભવ થઈ ચૂક્યો હોય તે વ્યક્તિ જ આત્મતત્ત્વને યથાર્થપણે સમજી શકે છે. સાધના-પ્રક્રિયા પ્રશ્ન એ થાય કે અનુભવજ્ઞાન સુધી પહોંચાય શી રીતે? અહીં મુખ્ય વાત તો સ્વાનુભૂતિ માટે તીવ્ર વ્યાકુળતા અને ઉત્કટ ઝંખના જાગવી એ જ છે. આ માનવભવ એમ જ નથી ગુમાવવો’ એવી તીવ્ર ચટપટી લાગી જાય તો ઉપાય અવશ્ય હાથ લાગે. આવશ્યકતા એવી વસ્તુ છે કે તે આપમેળે જ બધું શોધી કાઢે છે. આ વ્યાકુળતા પ્રગટ્યા પછી સત્તા, પ્રતિષ્ઠા, નામના, કીર્તિ આદિની આકાંક્ષા નિવૃત્ત થાય છે, તેમાં મેળવવા જેવું કંઈ લાગતું નથી. બાળક નાનું હોય છે ત્યાં સુધી એ ઢીંગલીઓ સાથે રમે છે અને એ રમતમાં આનંદ મેળવે છે. મોટો થતાં એ રમત તે છોડતો જાય છે. તેવું જ જગતની વસ્તુઓનું છે. તેમાં જયાં સુધી આનંદ આવે, મેળવવા જેવું લાગે, ત્યાં સુધી સમજવું કે હજી બાળકઅવસ્થા છે. શાસ્ત્રો એને “ભવબાળકાળ” કહે છે; ધર્મયૌવન આવતાં જ એ બધું છૂટી જાય છે અને તે આત્મા સત્ય માટે દોડે એટલે પ્રથમ તો જીવનના ધ્યેય વિષે નિશ્ચય થવો જોઈએ. ધ્યેય નક્કી થયા પછી એની સિદ્ધિ અર્થે શું જરૂરી છે તે જાણી લઈ, સાધકે પોતાની સાધનાની યોજના (plan) ઘડી કાઢી, એ પ્રમાણે જીવનનું ઘડતર કરતાં, પ્રથમ નજીકનાં અને પછી દૂરનાં લક્ષ્યો સિદ્ધ કરતાં, આગળ વધવું જોઈએ. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આત્મજ્ઞાન અને સાધનાપથ આપણી સાધના-પ્રક્રિયાનું ટૂંકમાં દર્શન ૧ એય : મુક્તિ = સર્વકર્મરહિત થઈ સ્વરૂપમાં સ્થિતિ. ૨ સર્વ કર્મના ક્ષય માટે : આત્મજ્ઞાન (આત્મા સંબંધી માત્ર બૌદ્ધિક જાણપણું નહિ પરંતુ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન) પ્રાપ્ત કરવું રહ્યું.' ૩ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે : આત્મા શરીરથી તદ્દન જુદો છે એ સાક્ષાત્કાર કરવાના ઉદ્દેશથી ધ્યાનની સાધના જરૂરી છે.' ૪ ધ્યાનની સિદ્ધિ માટે : પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી રહી. ૫ ચિત્તની સ્થિરતા માટે : ચિત્તની નિર્માતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે. ૬ ચિત્તની નિર્મળતા સંપાદન કરવા માટે : સ્વાધ્યાયમાં – શાસ્ત્રાભ્યાસ અને તત્ત્વચિંતનમાં-મન પરોવી દઇ સતત અંતર્મુખ રહેવું જોઈએ, જેથી બાહ્ય વિકલ્પો આપોઆપ ટળી જાય. સાથે સાથે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અને અનિત્યત્વ આદિ બાર ભાવનાઓથી ચિત્તને હમેશાં વાસિત કરતાં રહેવું જોઈએ." ૧૩. (i) આત્મજ્ઞાન વ... સામેન: ટૂિપી સ્વસેવે નવ મૃમેતે ! नाऽतो अन्यदात्मज्ञानं नाम। – યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩ની ટીકા. (ii) ખીરનીર પરે પુદ્ગલમિશ્રિત, પણ એહથી છે અળગો રે; અનુભવ-હેસચંચુ જ લાગે, તો નવિ દીસે વળગો રે. – સમકિતના સડસઠ બોલની સજ્ઝાય, ગાથા ૬૨. ૧૪. મો. કર્મકાવ સ વાત્મજ્ઞાનતો ભવેત્ | ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ।। – યોગશાસ્ત્ર, પ્રકાશ ૪ શ્લોક ૧૧૩. ૧૫. Tયંતર (શૌન) બૈચાિિમશ્ચિત્તમપ્રક્ષાનનમ્ | – તાત્રિશદ્વત્રિશિકા, ૨૨મી બત્રીશી, શ્લોક ૨, ટીકા. Page #54 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન' ૧૧ ૭ મૈત્રી આદિ ભાવોની સિદ્ધિ માટે : એટલે કે એ ભાવોને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે જીવનવ્યવહાર ન્યાય-નીતિ, વ્રત-નિયમ, ત્યાગ-વૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોવો જોઈએ. શરીરની શુદ્ધિ આદિ માટે : તપની સાધના જોઈએ. ८ - આ છે આત્મા અને કર્મને જુદાં પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા (process) પાણીને તેજાબવાળું કરી તેમાંથી વિદ્યુત પસાર કરીને એકરૂપ (પાણીરૂપ) થઈ ગયેલ હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુઓને વૈજ્ઞાનિકો છૂટા પાડી શકે છે, તેમ આત્મા અને કર્મને જુદાં પાડવા માટે વ્રત, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ તેજાબ અને ધ્યાનરૂપ વિદ્યુત એ બંને જરૂરી છે. ૧૬ આ રીતે, આપણા ધ્યેય-આત્મજ્ઞાન અને મુક્તિ-નું અંતિમ સાધન ધ્યાન છે” એ લક્ષમાં રાખી, “એ ધ્યાનની પ્રાપ્તિ કરાવવા માટે યમ, નિયમ, તપ આદિનું આસેવન છે”-એ સમજપૂર્વક આરાધના થવી જોઈએ.' એમ થાય તો, એ આરાધના ઉત્તરોત્તર વધુ આત્મવિકાસ ૧૬. (i - મોરિસ મન્યાય, વીય નાળ વિયાયરૂં तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ।। ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૨૬, ગાથા ૧૨. (ii) પૂર્વધરકૃત શ્રી ‘પંચસૂત્ર’ મહાગ્રંથમાં પણ સામાન્યથી મુનિનું વિશેષણ ‘જ્ઞાળાયો' મૂક્યું છે, એકલું અધ્યયન નહિ. (iii) स्वाध्यायात् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्यायसंपत्त्या, परमात्मा प्रकाशते ॥ - - તત્ત્વાનુશાસન, અધ્યાય ૩, શ્લોક ૭ (૮૧) ૧૭. આત્મજ્ઞાનનું ધ્યાન-માત્મજ્ઞાન ૬ મુક્તિવર્। અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧. ૧૮. મૂનોત્તરશુળા: સર્વે સર્વા તૈય વિિળયા । मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिताः ॥ ~ ઉપમિતિભવપ્રપ ચાકથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આત્મજ્ઞાન અને સાધનાપથ કરાવનારી બને. યમ, નિયમ, તપ સીધાં જ મોક્ષપ્રાપક નથી, પરંતુ તે ચિત્તની શુદ્ધિ અને સ્થિરતામાં સહાયક બની પરંપરાએ મોક્ષસાધક છે. ‘યમ, નિયમ, તપ વગેરે સીધાં જ મોક્ષપ્રાપક છે' એવી માન્યતાને કારણે યમ, નિયમ, તપ, સંયમાદિની શુદ્ધિ અર્થે જરૂરી આત્મનિરીક્ષણ ન રહેતાં, એનાથી નીપજવું જોઈતું પરિણામ પ્રગટતું નથી. દા. ત., તપના યથાયોગ્ય આસેવનથી નાડીશુદ્ધિ થવી જોઈએ; એટલે કે નાડીઓમાં રહેલા મળો (toxins) બળી જાય; પરિણામે, શરીર હલકુંફૂલ લાગે અને ધ્યાન, સ્વાધ્યાય આદિની આરાધનામાં શરીર વિઘ્નભૂત ન રહેતાં, ચિત્તની સ્થિરતા સુલભ બને. ૧૯ જ્ઞાનપ્રાપ્તિ માટે બુદ્ધિની કેળવણી-બુદ્ધિના વિકાસ-ઉપરાંત હ્દયની વિશાળતાના વિકાસ ઉપર, સંયમ ઉપર, સંકલ્પશક્તિને સુદઢ બનાવવા ઉપર તથા ચિત્તને શાંત, શુદ્ધ અને ઇચ્છાનુસાર એકાગ્ર કરવાની શક્તિ સંપાદન કરવા ઉપર વધારે ધ્યાન અપાવું જોઈએ. અંત:કરણની આવી અવસ્થામાં જ વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. તત્ત્વદર્શન મનની પ્રશાંત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. માટે, ચિત્ત ઉત્તરોત્તર વિકલ્પરહિત, પ્રશાંત બનતું જાય અને સમત્વ સ્થિર થતું જાય એ દિશામાં નિત્ય, અવિરત પ્રયાસ કરવો જોઈએ. સામાયિકભાવની અર્થાત્ સમભાવની સ્થિરતાથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે.” સામાયિકભાવ જેટલો ઊંડો તેટલું જ્ઞાન ઊંડું. સાધનાલક્ષી શ્રુતાર્જન સ્વાનુભૂતિ સુધી પહોંચવા માટે જરૂરી સાધનાનું આપણે વિહંગાવલોકનઊડતું અવલોકન કર્યું, પણ ત્યાં સુધી પહોંચીએ તે પહેલાં આપણે અનુભવીઓના વચનથી—શ્રુતથી* નિભાવવું રહ્યું. જેમ, ભારતની બહાર આપણે કદી પગ ન મૂકયો હોય તોય, અમેરિકા જઈ આવેલી વ્યક્તિની વાતો ૧૯. વિશતિવિશિકા, વિશિકા ૧, ગાથા ૧૭-૨૦ ૨૦. યવિનું વિત્તિ ન વસ્તું માક્ષાત્ ગુરુબાપ દ્વન્ત શશ્વેત । औदासीन्यपरस्य प्रकाशते तत् स्वयं तत्त्वम् ॥ - યોગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૨૧. * શ્રુત=શાસ્ત્ર કે ગુર્વાદિના વચનથી પ્રાપ્ત થતું જ્ઞાન. Page #56 -------------------------------------------------------------------------- ________________ ‘તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન”, ૧૩ સાંભળતાં કે તેની પ્રવાસનોંધ વગેરે વાંચતાં અમેરિકાના વાહન-વ્યવહાર, લોકો, ત્યાંની જીવનપદ્ધતિ, રીતરિવાજ, રહેણીકરણી આદિનું જ્ઞાન આપણને મળે છે, તેમ શ્રત દ્વારા આપણે જગતના જડ-ચેતન દ્રવ્યો, પરિસ્થિતિઓ અને ભાવવિષયક પૂર્ણ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલા દર્શનનો અને સાધનામાર્ગના તેમના અનુભવનો લાભ મેળવી શકીએ છીએ. કિંતુ એ જ્ઞાનાર્જનના વિષયમાં પણ આપણા ચિત્તમાં સ્પષ્ટતા હોવી જોઈએ. કોઈ એક વિષયનું જીવનભર અધ્યયન કરતા રહીએ તોય પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે, આપણા ધ્યેય વિશે નિશ્ચિત દષ્ટિ કેળવી, ‘શાસ્ત્ર ઘણાં, મતિ થોડલી’ એ વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખી વિવેકપૂર્વક એમાંથી પસંદગી ન કરીએ તો જિંદગીભર શાસ્ત્રો ભણતાં રહીએ છતાં આત્મોન્નતિની દૃષ્ટિએ ખાસ લાભ ન થાય, એવુંય બને. માટે, પ્રારંભમાં સાધકે શ્રત દ્વારા એ જ્ઞાન મેળવવું રહ્યું કે જે પોતાને સ્વભાવદશામાં અથવા એની વધુમાં વધુ નજીક રહેવામાં સહાયભૂત થાય.' આધ્યાત્મિક સાધનાની દષ્ટિએ શાસ્ત્રાધ્યયન પાછળનો હેતુ માત્ર જાણપણું મેળવવું એ નહિ પણ વૈરાગ્ય અને શ્રદ્ધાને દઢતર કરવાં, મોક્ષમાર્ગની સ્પષ્ટ સમજણ મેળવવી, એ માર્ગે પ્રવૃત્તિમાં સહાયક તત્ત્વો કયાં છે તે જાણી એને જીવનમાં અપનાવવાની પ્રેરણા અને ઉત્સાહ પ્રાપ્ત કરવા અને વિનભૂત તત્ત્વોને પોતાના માર્ગમાંથી દૂર રાખવાની ચાવી હાથ કરવી, વગેરે હોય. જગતના ચેતન-અચેતન પદાર્થોનું જે જાણપણું વિભાવદશામાં ઘસડી જાય તે જાણપણું પણ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ જાણપણા-અજાણપણાનો નથી, પણ જે જાણપણું આત્માને પોતાના સ્વભાવથી દૂર લઈ જનાર હોય – પછી ભલે તે આગમગ્રંથોનું હોય – તે અજ્ઞાન અને જે જાણપણું સ્વભાવદશામાં સ્થિર થવામાં ઉપયોગી હોય કે છેવટે સ્વભાવસભુખતા જગાડતું હોય તે જ્ઞાન. ૨૧. ગાયમાવી સંવેવૈરાર્થમ્ | – તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૭, સૂત્ર ૭. * અહંકારવૃદ્ધિ આદિ દ્વારા. ૨૨. સ્વભાવનામસંસ્કાર-વાર જ્ઞાનમિત્તે ! ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्, तथा चोक्तं महात्मना।। – જ્ઞાનસાર, જ્ઞાનાષ્ટક, શ્લોક ૩. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આત્મજ્ઞાન અને સાધનાપથ સાધકે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટેની પોતાની પ્રવૃત્તિનું આ રીતે પરીક્ષણ કરતાં રહેવું જોઈએ. શ્રુતથી શુદ્ધિ-અંત:કરણની નિર્મળતા–જન્મે તો એ ઉપયોગી ગણાય. પ્રત્યેક હકીકત તે કાચા અનાજના દાણા જેવી છે. તેને કોઠારમાં સંગ્રહી રાખે ન ચાલે. અનાજના દાણા વડે રસોઇ તૈયાર કરી, દાંત વડે ચાવી, તેને લોહીના ટીપામાં પરિણમાવીએ તો એ દેહધારણમાં ઉપયોગી બને, તેમ શાસ્ત્રોની હકીકતો અને વિગતોના માત્ર સંગ્રહસ્થાન બન્ય કામ ન સરે. એ વિગતોમાંથી એક જીવનદૃષ્ટિ પ્રાપ્ત થવી જોઇએ-જીવન પ્રત્યે નવું વલણ ઘડાવું જોઈએ. માત્ર હકીકતો કે માહિતીઓને ગળી ગયે ન ચાલે. શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ એકલું શ્રત એ કોઠારમાં પડેલા બીજતુલ્ય છે. શ્રવણ-વાચન પછી એના ઉપર ચિંતન થવું જોઈએ. ચિંતનથી જ્ઞાન વધે છે અને તેથી મધ્યસ્થભાવ જન્મે છે;" બીજાના, પોતાનાથી ભિન્ન વિચારો/મતો પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે અને એમાંથી જે સારું હોય તે ગ્રહણ કરી લઈ બીજા અંશોની ઉપેક્ષા કરવાની ક્ષમતા આવે છે. ચિંતન પછી એની સાથે પોતાનો અનુભવ ભળતાં એ ભાવનાજ્ઞાનમાં પરિણમે–અર્થાત્ પોતાની ** જુઓ, પ્રકરણના અંતે પરિશિષ્ટ : શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય : જ્ઞાન કે માહિતી? २3. वाक्यार्थमात्रविषयं, कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं, - ષોડશક, ષો૧૧, શ્લોક ૭. ૨૪. ૩ રૂવ સૈવિવિજ વિત્તામાં તત્ ચાત્ | – ષોડશક, પો૦૧૧ શ્લોક ૮. ૨૫. શ્રુતજ્ઞાનાત્ વિવાદુ: ચાન્મતાવેશશ્વ, રિન્તયા माध्यस्थ्यं, भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता।। ૨૬. કુણપ્રશસિવાન પરવેવનાગુપત્તિપરા પ્રવાસ્વમાવત્વત્ ...तथा च तस्य मूलागमेनैकवाक्यतामापाद्योपपत्तिरेव कर्तव्या, इत्थमेव सम्यग्दृष्टिपरिगृहीतस्य मिथ्याश्रुतस्यापि सम्यक्श्रुतत्वसिद्धेः। ષોડશક, પોટ ૧૬, શ્લોક ૧૩, ટીકા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ‘ણા બુઝવે સો હી શાન'/ ૧૫ અનુભૂતિના આધારે અંતરમાં પ્રજ્ઞા જન્મ– ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે અને મુક્તિસાધક બને છે પ્રજ્ઞાનો ઉદય થતાં જ તૃષ્ણાની વિષવેલ કરમાવા લાગે છે. કારણ કે તૃષ્ણા અવિદ્યાની ધરતીમાં જ પાંગરી શકે છે. અજ્ઞાન હટતાં આ જગતમાં કશું પ્રાપ્તવ્ય લાગતું જ નથી. આથી, જ્ઞાનીને કોઈ આકાંક્ષા-કામના રહેતી નથી; તે આત્મતૃપ્ત બની જાય છે. આકાંક્ષા અને અજ્ઞાન સદા સાથે જ વસે છે. આ તઅને તત્ત્વદશ શ્રીમદ્ રાજચંદ્ર જાત-અનુભવના રણકાર સાથે એક જ દુહામાં બુલંદ સ્વરે મુખરિત કરી દીધું છે : સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્નસમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન २७. सम्यग्भावनाज्ञानाधिगतानां भावतोऽधिगमत्वसम्भवात्। – ઉપદેશપદ, ટીકા, ગાથા ૧૬૫. २८. अनेन हि ज्ञातं ज्ञानं नाम. क्रियाऽप्येतत्पूर्विकैव मोक्षाय अक्षेपेण सम्पद्यते। – ષોડશક, પો. ૧૧, શ્લોક ૯ની ટીકા. ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર, આત્મસિદ્ધિ, ગાથા ૧૪૦. Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય : જ્ઞાન કે માહિતી? જીવવિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી વગેરે ગ્રંથોમાંથી માત્ર માહિતી નહીં પણ જ્ઞાન પ્રાપ્ત થયું ક્યારે કહેવાય એનો વિચાર કંઈક આ રીતે કરી શકાય : ઉદાહરણ તરીકે, જીવવિચારના અધ્યયનથી એ ભાન થાય કે નાના નજીવા નગણ્ય દેખાતા જીવો પણ આપણા આત્મા સમાન જ છે. જેમ મોટો ફોટો અને તેની એક ઈંચની કોપી. એનું કદ નાનું થતાં કેટલીક ઝીણીઝીણી વિગતો પ્રથમ દર્શને જણાતી નથી, પણ એને એન્લાર્જ કરવામાં આવે તો, પહેલાં ન દેખાતી બધી વિગતો સ્ફુટ થાય છે, તેમ નાના જીવજંતુઓમાં-એક કુંથુઆ સુધ્ધાંમાં અને પોતાનામાં કોઈ ભેદ નથી; પોતામાં જે જ્ઞાન અને સામર્થ્ય વ્યક્ત દેખાય છે તે એ જીવોમાંયે છે, માત્ર તે અવ્યક્ત છે એટલું જ. આ ભાન સાથે, ભવભ્રમણ માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે, કેટલી યોનિઓ છે, એકેન્દ્રિયાદિમાં કાયસ્થિતિ કેટલી દીર્ઘ છે, આપણે પણ એ બધી અવસ્થામાં સમય પસાર કર્યો છે વગેરે વિચારણા જાગે; અને તેથી સર્વ જીવો પ્રત્યે આત્મીયતાનો ભાવ જાગે તથા ભવભીરુતાપાપભીરુતા જન્મે અને નાના કીટ-પતંગ પ્રત્યે તેમજ પાપી અધમ જીવો પ્રત્યે તુચ્છકાર, ધૃણા કે તિરસ્કારની લાગણી ન જન્મે, પરંતુ તેમાં દેખવામાં આવતા ચૈતન્યના અંશથી તેમના પ્રત્યે પણ માન- reverence for life-પ્રગટે. નવતત્ત્વનું અધ્યયન થતાં જીવ-અજીવની સ્પષ્ટ સમજણ લાધે. સાથે, વર્તમાનમાં દેખાતા પોતાના દેહાદ પર્યાયો કર્મને લીધે છે અને પોતાનું ખરું સ્વરૂપ કર્મથી આવરાયેલું પડયું છે, એનું ભાન વધુ સ્પષ્ટ બને; સ્વરૂપ પ્રગટ કરવાના સાધન તરીકે સંવર અને નિર્જરાનાં અંગો પ્રત્યે અભિરુચિ જાગે અને Page #60 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય/૧૭ સ્વરૂપપ્રાપ્તિ (મુક્તિ) અર્થે તાલાવેલી જાગે. આવું કશું ન થયું તો નવતત્ત્વનું એ અધ્યયન કેવળ પોપટપાઠ જ થયો ગણાય કે બીજું કંઈ? ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી (રૈલોક્યદીપિકા) નું અધ્યયન ચિત્તમાં કેવા ભાવ પ્રેરે? એક તિર્જીલોકમાં જ અસંખ્ય પિસમુદ્રો, અને તે પણ કેટલા વિરાટકાય! અને કલ્પનાને પણ થકવી નાખે એટલા વિસ્તારમાં પથરાયેલો આ તિચ્છલોક પણ જેની પાસે વામણો લાગે એવા ઊર્ધ્વલોક અને અધોલોક! કેટલું મોટું છે આ વિશ્વ! આ વિરાટ વિશ્વમાં વ્યક્તિનું સ્થાન દરિયાકાંઠાની રેતીના એક કણ જેટલું પણ કહી શકાય ખરું? આ બધું નજર સામે તરવરતું દેખાય, પછી વ્યક્તિને પોતાનાં ક્ષણિક અલ્પ સુખ-દુ:ખ ઉન્માદ કે ગ્લાનિ જન્માવી શકે ખરાં? પોતાની આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ કે નિષ્ફળતાઓનું વિશ્વમાં મહત્ત્વ શું? આમ, વૈલોકયદીપિકાના, અધ્યયનથી કાળ અને સ્થળની વિરાટતાનું ભાન જાગે, પોતાની અલ્પતા-લઘુતા સમજાય, ફલત: નમ્રતા પ્રગટે તો આધ્યાત્મિક ક્ષેત્રે એ “જ્ઞાન” તરીકે ગણનાપાત્ર બને. નહિતર, આજની (સ્કૂલો અને કૉલેજોમાં) ભૂગોળ ભણનાર વિદ્યાર્થી આધુનિક વિજ્ઞાનમાન્ય, વર્તમાનમાં દૃષ્ટ, પૃથ્વીનાં શહેર, ગામડાં, નદીઓ, પર્વતો વગેરે ગણાવી શકે છે, અને પેલો, આજે માનવીને જે અદષ્ટ છે તે સૃષ્ટિનાં નદીનાળાં, દરવાજા, જગતિ, પર્વતો વગેરે ગણાવી જવાની આવડત મેળવે છે, એ બેમાં ફેર કયાં? એ માહિતીનો બોજ તો વ્યર્થ ન ગણાય–જો એ શુદ્ધિને માર્ગે લઈ જતો હોય. વૃત્તિમાં–જીવનદષ્ટિમાં કંઈક પણ શુભ પરિવર્તન થતું હોય તો જાણવું કે એ અધ્યયનથી ચિત્તમાં કંઈક જ્ઞાનનાં કિરણો પ્રગટયાં છે. કર્મગ્રંથ, કમ્મપયડીનું જ્ઞાન એટલે? જેમ આધુનિક અણુવિજ્ઞાનથી યુરેનિયમ જેવી ધાતુના એકેએક અણુમાં રહેલી પ્રચંડ શક્તિનું ભાન થાય છે, તેમ કમ્મપયડી કે કર્મગ્રંથના અધ્યયનથી કાર્પણ અણુઓનું સામર્મ સમજાય અને વિશ્વવ્યવસ્થાનો ‘વાવો તેવું લણો’–‘કરો તેવું પામો’-એ મહાનિયમ સમજાઈ જાય; કોઈ ન જાણે એ રીતે, ગુફામાં પેસીને પણ, કાંઈ કરીએ-એક વિચારસુદ્ધાં કરીએ-તોયે એનું ફળ અચૂક મળવાનું – એ સનાતન નિયમમાં વિશ્વાસ દઢ બને. માણસને પોતાની પ્રવૃત્તિ-કાર્યો–અનુસાર ફળ મળે જ છે એટલું જ નહિ, સારો કે નરસો વિચાર પણ એનું પરિણામ તે વ્યક્તિના બાહ્ય જીવનમાં અચૂક જન્માવે છે, એ વિશ્વાસ જેવો વિશ્વાસ ગણિતના નિયમોમાં છે તેવો અટલ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આત્મજ્ઞાન અને સાધનાપથ યશ-અપયશ વિશ્વાસ – કર્મના આ નિયમમાં દૃઢ થઈ જાય તો એ વ્યક્તિ પાપવૃત્તિઓને છૂટો દોર આપી શકે ખરી? કે પોતાનાં સુકૃત્યોની જાણ કરવાની ઉત્સુકતા એને રહે ખરી? પોતાને પ્રાપ્ત સામગ્રી, ગુણો, ઐશ્વર્ય, શક્તિ, રૂપ, પ્રજ્ઞા, સુખ-દુ:ખ, એ બધું પોતાનાં જ તેવાં તેવાં કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉદયાનુસારે છે અને, પોતાને આવતાં દુ:ખમાં બીજા તો નિમિત્તમાત્ર છે, એ સમજણ દૃઢ થવાથી કષાયની ઉપશાંતિ સહજ બને અને, સારી સામગ્રીનો ગર્વ કે મદ ન થાય કે ન નરસી અવસ્થા માટે બીજાનો દોષ કાઢવાની વૃત્તિ ઊઠે, પોતે ગુણી છતાં અપમાન, અપયશ કે પોતાની નિંદા થાય અને પોતાનાથી હીન ગુણીને માન-મરતબો, અધિકાર કે સંપત્તિ મળે, ત્યાં પણ ‘આ બધીપુણ્ય-પાપની લીલા છે' એ વિચાર આવે; પરિણામે, સમત્વ જાળવવું સુલભ બને. — આમ, કર્મવિષયક સાહિત્યના જ્ઞાનથી પોતાને પ્રાપ્ત સ્થિતિમાં ગર્વ કે દીનતા ન થતાં તેને પ્રસન્નતાથી વધાવી લેવાનું ધૈર્ય મળે, બીજા જીવોના અનિવાર્ય દોષો પ્રત્યે સહાનુભૂતિભરી દૃષ્ટિ જાગે, સુખી-ગુણી આત્માઓ પ્રત્યે ઇર્ષ્યા-મત્સરની લાગણી ન થાય અને પાપી અધમ જીવો પ્રત્યે પણ તિરસ્કાર કે ધૃણાનો ભાવ ન જન્મે. આવું કંઈક થતું હોય તો સમજવું કે ઉપર્યુક્ત તે તે ગ્રંથોના અધ્યયન દ્રારા પોતે કંઈક જ્ઞાનપ્રકાશ મેળવી રહ્યો છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ જેનાથી ચિત્તમાં કંઈક શુભ પરિવર્તન આવે તે શ્રવણ-વાચનશાસ્રાધ્યયન આત્મોન્નતિમાં ઉપયોગી મનાય. આપણે જોયું કે જ્ઞાનનું માપ શાસ્ત્રાધ્યયનની ન્યૂનતા કે વિપુલતા નથી. જે સત્ય અનેક ગ્રંથોમાંથી ન જડે તે કોઈક વાર એક-બે લીટીમાંથી પણ મળી જાય છે. સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં ચિત્તના મળો ધોવાતા જાય છે. તેથી શાસ્ત્રજ્ઞાનને નહિ પણ ચિત્તની નિર્મળતાને જ્ઞાનનો માપદંડ કહી શકાય. ચિત્તની શુદ્ધિ, સમતા અને નિ:સ્પંદતા-આ ત્રણ, જ્ઞાનના ઉત્તરોત્તર વધુ ઉઘાડ સાથે આવતી, ચિત્તની અવસ્થાઓ છે. જૈન પરિભાષાનો ‘મનોગુપ્તિ’ શબ્દ એ ત્રણે અવસ્થાઓને આવરી લે છે. એટલે એમ કહેવું વધુ યુક્ત છે કે મનોગુપ્તિ એ જ્ઞાનની કસોટી છે. જ્ઞાનની કસોટી : મનોગુપ્તિ મનોગુપ્તિમાં આગળ વધાતું હોય તો સાધક માની શકે કે પોતે જ્ઞાનમાં ખરેખર પ્રગતિ કરી રહ્યો છે. શાસ્ત્ર મનોગુપ્તિની ત્રણ કક્ષાઓ બતાવી છે : ૧. આર્ટ-રૌદ્રધ્યાનમાં ઘસડી જનાર સંકલ્પ-વિકલ્પનો વિયોગ, એ પ્રથમ કક્ષા; ૨. ધર્મધ્યાનને પ્રવાહિત કરી દેતી શાસ્ત્રાનુસારિણી મધ્યસ્થ પરિણતિ એ બીજી; અને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૦/આત્મજ્ઞાન અને સાધનાપથ ૩. કુશળ-અકુશળ સકલ મનોવૃત્તિઓના નિરોધપૂર્વક સ્વરૂપમાં સ્થિતિ — આત્મારામતા, એ ત્રીજી કક્ષા. ૧ આ રીતે, મનોગુપ્તિમાં પ્રગતિ થતાં, સાધકનું ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ, શાંત અને સ્વસ્થ થતું જાય છે. પ્રથમ ચિત્તની નિર્મળતા, પછી સમત્વજન્ય સ્થિરતા અને ત્યાર બાદ આત્મામાં તન્મયતા આવે છે. આત્મિક વિકાસના આ ક્રમનું અહીં સૂચન છે. ઊંડાણથી વિચારતાં સમજાશે કે મુક્તિ પર્યંતની સમગ્ર સાધનાને મનોગુપ્તિમાં અહીં આવરી લીધી છે. ટૂંકમાં, એમ કહી શકાય કે સાધનામાં કે જ્ઞાનપ્રાપ્તિમાં પ્રગતિ એટલે મનોગુપ્તિમાં ક્રમશ: આગળ વધવું તે. આ જ વાત લોકભાષામાં કહીએ તો ૧. વિમુક્તત્વનાના ં, સમત્વે સુપ્રતિષ્ઠિતમ્। आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ।। टीका- आर्तरौद्रध्यानानुबंधिकल्पनाजालवियोगः प्रथमा । शास्त्रानुसारिणी धर्मध्यानानुबन्धिनी माध्यस्थ्यपरिणतिर्द्वितीया । कुशलाकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविनी आत्मारामता तृतीया । યોગશાસ્ત્ર, પ્રકાશ ૧, શ્લોક ૪૧. એક જ મનોગુપ્તિની અહીં ત્રણ કક્ષા પાડી છે, તેમ તેમાંની પ્રત્યેક કક્ષામાં પણ તારતમ્યવાળી અનેક ભૂમિકાઓ રહેવાની. છતાં, એ બધી અવસ્થાઓનો સમાવેશ ત્રણ જ કક્ષામાં કરવા માટે, એ ત્રણમાંની પ્રત્યેક કક્ષાની વ્યાપક સીમારેખા આંકવી હોય તો એમ કહી શકાય કે પ્રથમ કક્ષા આર્ત-રૌદ્રધ્યાનની પરંપરા સર્જનારા સંકલ્પ-વિકલ્પથી બહુધા મુક્ત ચિત્ત; બીજી કક્ષા — ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકે એવું સમત્વવાસિત ચિત્ત, અને ત્રીજી કક્ષા આત્મારામતા. — - ચૌદમા ગુણસ્થાનકના અંતે આવતી યોગનિરોધાવસ્થા એ ત્રીજી કક્ષાની ટોચ–આત્મારામતાની પરાકાષ્ઠા-ની અવસ્થા છે. ત્રીજી કક્ષામાં આત્મારામતાની એકલી એ ટોચની અવસ્થાનો જ નહિ પણ તેનાથી નીચેની ઓછીવત્તી આત્મારામતાવાળી અનેક ભૂમિકાઓનો સમાવેશ થાય છે—કરવો પડે. દા. ત., સયોગી કેવળીની તેરમા ગુણસ્થાનકની સ્થિતિનો સમાવેશ કઈ કક્ષામાં કરવો ઉચિત છે? જો ત્રીજી કક્ષા ચૌદમા ગુણસ્થાનકના અંતે આવતી યોગનિરોધાવસ્થાની જ હોય તો કેવળજ્ઞાનીને પણ મનોગુપ્તિની બીજી કક્ષામાં મૂકવા પડે, જે ઇષ્ટ નથી. એ જ રીતે, ધ્યાન પછીની સમાધિની સ્થિતિ કે જ્યાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા થઈ ગઈ હોય એવી આત્મારામતાનો સમાવેશ પણ ત્રીજી કક્ષામાં જ કરવો રહ્યો. Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૨૧ એમ કહી શકાય કે મનની પકડમાંથી-વાસના અને વિકારોથી-ઉત્તરોત્તર વધુ ને વધુ મુક્ત થતા જવું એનું જ નામ સાધનામાં કે જ્ઞાનપ્રાપ્તિમાં પ્રગતિ; અને મનની પરવશતામાંથી પૂર્ણ મુક્ત થઈ જવું એ છે મુક્તિ અર્થાત્ જ્ઞાનની પૂર્ણતા. પાગલ માણસ અને કેવળજ્ઞાનીમાં જે ફરક છે તે એ જ કે પાગલ માનવી મનનો નચાવ્યો નાચે છે, જ્યારે કેવળી મનથી સાવ મુક્ત છે. પાગલ તેના મનના તરંગને અધીન વર્તે છે. ખાતાં ખાતાં એના મનમાં નાહવાનો તરંગ ઊઠયો તો એ હાથમાંના કોળિયાને સાબુની જેમ શરીર ઉપર ઘસવા બેસી જશે. તે વ્યાખ્યાન સાંભળવા બેઠો હશે ને એના મનમાં વ્યાખ્યાન આપવાનો તરંગ ઊઠયો તો એ ઊભો થઈને બોલવા માંડશે. આથી, એનું જીવન યોજના, તર્ક કે વિવેકશૂન્ય બની રહે છે. કેવળજ્ઞાનીને મન ઉપર સંપૂર્ણ આધિપત્ય છે. અનુત્તરવાસી દેવોની શંકાનું સમાધાન કરવા પૂરતું જ એ (કેવળી) મનનો ઉપયોગ કરે છે. સામાન્ય માનવીની સ્થિતિ પાગલ અને કેવળી એ બેની વચ્ચેની છે. તે મનના તરંગ પ્રમાણે જ નાચતો નથી, તેમ મનના તરંગોને તે રોકી પણ શકતો નથી; પણ ઓછેવત્તે અંશે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તે પ્રવૃત્તિ કરે છે. સાધક મનથી ઉપર ઊઠવા પ્રયત્નશીલ રહે છે. મનથી એ જેટલો ઉપર ઊઠયો હોય તેટલી એની પ્રગતિ થઈ લેખાય. એની એ પ્રગતિના ત્રણ તબક્કાનો નિર્દેશ મનોગુપ્તિની પૂર્વોક્ત ત્રણ કક્ષાઓમાં છે. એનું પૃથક્કરણ કરતાં એ સ્પષ્ટ થાય છે કે, ૧. સ્વાર્થવૃત્તિ ખસે ત્યારે વિકાસનું પ્રથમ પગથિયું સર થાય; ૨. મધ્યસ્થવૃત્તિ, પરમતસહિષ્ણુતા અને સમત્વ ખીલે ત્યારે બીજું પગથિયું ચડાય; અર્થાત્ બાહ્ય જગતની વિવિધ પરિસ્થિતિઓ અને પરિવર્તનોને તથા બીજાઓનાં વિચાર-વાણી-વર્તનની ક્ષતિઓને તટસ્થભાવે સમતા અને સહાનુભુતિપૂર્વક જોવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે આત્મવિકાસની બીજી કક્ષા પાર કરી શકાય; ૩. ત્રીજું પગથિયું છે તૃપ્તિનું. બાહ્ય જગતમાં ‘કંઈક થવું છે’ કે ‘કંઈક મેળવવું છે’ એવી કામનાઓથી ઉપર ઊઠી, આત્મતૃપ્ત-આત્મક્રીડ – આત્મલીન બનેલા સાધકની આ કક્ષા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મજ્ઞાન અને સાધનાપથ ‘આર્તધ્યાન’ અને ‘રૌદ્રધ્યાન’ એ શાસ્ત્રીય પરિભાષાના શબ્દો છે. ‘આર્તધ્યાન’ શબ્દ ચિત્તની એ સ્થિતિ આવરી લે છે કે જેમાં વ્યક્તિનું ચિત્ત પોતાને ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને મેળવવાની કે સાચવી રાખવાની સતત ઝંખનામાં અને તે માટેની યોજનામાં રત રહેતું હોય, કે પોતાને પ્રાપ્ત અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે સંયોગોને દૂર કરવા કે દૂર રાખવાની ચિંતામાં મશગૂલ રહેતું હોય. જ્યારે, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો પોતાને પ્રાપ્ત અનિષ્ટ સંયોગ દૂર કરવા કે ઇચ્છિત સંયોગ મેળવવા કે સાચવી રાખવા હિંસા, જૂઠ, ચોરી આદિનો આશરો લેવાની ગડમથલમાં રહેતું અર્થાત્ બીજાને નુકસાન પહોંચાડવાની ત્રેવડમાં ડૂબેલું ચિત્ત ‘રૌદ્રધ્યાન’ શબ્દથી સૂચિત છે. આ ઉપરથી એ સમજી શકાય તેમ છે કે આર્ટ-રૌદ્રધ્યાનનું મૂળ સ્વાર્થવૃત્તિમાં છે. સ્વાર્થવૃત્તિ મોળી પડયા વિના આર્ત-રૌદ્રની ચુંગાલમાંથી વ્યક્તિ છૂટી શકે નહિ. આર્ય-રૌદ્રધ્યાનનાં જાળાં સ્વાર્થવૃત્તિ અને વિષયભૂખના કેન્દ્રની આસપાસ જ જામે છે. જ્ઞાન જેમ જેમ પરિણમે-આત્મસાત્ થાય-તેમ તેમ સ્વાર્થવૃત્તિના સ્થાને પરાર્થવૃત્તિ વિકસે અને વિષયભૂખ મોળી પડતી જાય, તેથી આર્ત-રૌદ્રધ્યાનની પકડમાંથી વ્યક્તિ બહાર આવે અને ક્રમશ: તેના મનમાંની ઈર્ષ્યા-માત્સર્ય-દ્વેષની વૃત્તિઓ વિદાય લે; તિરસ્કાર, ઘૃણા આદિનું સ્થાન સહાનુભૂતિ, સમજ, ઔદાર્ય અને વાત્સલ્ય લે; ભય, ચિંતા, સંક્લેશ ટળી જાય; તેમ જ તત્ત્વચિંતનમાં અને સ્વગુણની વૃદ્ધિ અર્થે આત્મનિરીક્ષણ આદિમાં ઓતપ્રોત રહેવાથી અન્યની નરસી પ્રવૃત્તિ પ્રત્યે સહજપણે ઉદાસીનતા આવતી જાય, એટલું જ નહિ, પણ પોતાના મતથી તદ્દન વિરોધી જણાતી વિચારધારાને પણ તે સહી શકે એવી ક્ષમતાપરમતસહિષ્ણુતા-(tolerance)નો ગુણ સાધકમાં વિકસતો જાય છે. ૨. જ્ઞાનગભિત વૈરાગ્યનાં લક્ષણોમાંનું એક છે : चेष्टा परस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ॥ 3. અધ્યાત્મસાર, અધિકાર ૬, શ્લોક ૪૧. (i) માધ્યસ્થ્ય પવિ નાયાત, ન તા જ્ઞાનવર્મતા । – એજન, અધિકાર ૬, શ્લોક ૩૭. (ii) જુઓ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજકૃત અધ્યાત્મોપનિષદ્, શાસ્રયોગશુદ્ધિ, શ્લોક ૬૮ અને ૭૦-૭૧. Page #66 -------------------------------------------------------------------------- ________________ શાનની પરખ અને પ્રાપ્તિ ૨૩ ક્રમશ: જીવનના અન્ય દન્દ્રોમાં પણ એ ઉત્તરોત્તર અધિક સમત્વ કેળવતો આગળ વધે છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો, તે મનોગુપ્તિમાં ક્રમશ: વિકાસ સાધે છે. એમ કરતાં કોઈ ધન્ય પળે મનોગુપ્તિની ત્રીજી કક્ષાનેઆત્મારામતા–ને સ્પર્શે તે નિશ્ચય રત્નત્રયનો આસ્વાદ પામે છે. નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી નવ તત્ત્વ, વડુ દ્રવ્ય આદિ શ્રી જિનેશ્વરદેવ (અર્થાત્ પૂર્ણજ્ઞાની) કથિત ભાવોને સારી રીતે જાણીને તેનું શ્રદ્ધાન અને તે મુજબ યથાશક્તિ સંયમ, વ્રત આદિનું આચરણ, એ છે વ્યવહાર-રત્નત્રયી અથવા ભેદરત્નત્રયી. પર પદાર્થોની ચિંતા છોડીને પોતાના આત્માનું જ શ્રદ્ધાન, તેના સ્વરૂપનું જ્ઞાન અને ચિત્તને અન્ય વિકલ્પોથી રહિત કરી સ્વરૂપમાં જોડી, ત્યાં લીન કરવું, તે છે નિશ્ચય-રત્નત્રયી' અર્થાત્ અભેદરત્નત્રયી. ચિત્ત, ઇન્દ્રિયો, વિષયો અને બાહ્ય પદાર્થો સાથે જોડાયેલું રહે છે. તેમાંથી ખેંચીને તેને આત્મા સાથે જોડવાનો અભ્યાસ એ જ પારમાર્થિક યોગ છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જવા માટે છે. વ્યવહાર-રત્નત્રય કારણ છે, નિશ્ચય-રત્નત્રય કાર્ય છે. જેનાથી કાર્ય ન થાય તે કારણ તરીકે ગણના પામે નહિ. (iii) મવતિ ગત દિતીરે નિત્તાયોર્િ લિપિ टीका- असौ = दर्शनग्रहो यथेदमस्मदीयं दर्शनं शोभनमन्यदीयमशोभनमित्येवं रूपः। - થોડશક, ૧૧, શ્લોક ૧૦. ४. स्वद्रव्यगुणपर्यायचर्या वर्या, पराऽन्यथा। इति दत्तात्मसन्तुष्टि-मुष्टिज्ञानस्थितिर्मुनेः ।। – જ્ઞાનસાર, જ્ઞાનાટક, શ્લોક ૫. ૫. (i) માત્માત્મજોવ છુદ્ધ, નાનાત્યાનમામના सेयं रत्नत्रये ज्ञप्ति-रुच्याचारैकता मुनेः ।। – જ્ઞાનસાર, મૌનાષ્ટક, શ્લોક ૨. (ii) નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારે જી, નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચય શુદ્ધ પ્રકાર. – પદ્મવિજયજી મહારાજકૃત સિદ્ધચકસ્તવન, ગાથા ૯. સરખાવો : અધ્યાત્મસાર, વૈરાગ્યભેદ, શ્લોક ૨૧. ६. व्यवहारोऽपि. गुणकृद् भावोपष्टंभतो भवेत् । सर्वथा भावहीनस्तु, स ज्ञेयो भववृद्धिकृत् ॥ – વૈરાગ્યકલ્પલતા, સ્તબક ૯, શ્લોક ૧૦૧૮. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૪) આત્મજ્ઞાન અને સાધનાપથ ચિત્તને ઇન્દ્રિયોના વિષયો અને ઔદયિક ભાવોમાંથી પાછું વાળી લઈને સંકલ્પ-વિકલ્પથી મુક્ત કરી આત્મામાં લીન કરવું એ સમગ્ર વ્યવહારમાર્ગની આરાધનાનું ધ્યેય છે. આ શ્રેય દષ્ટિ સમક્ષ હોય તો સાધનામાર્ગમાં શ્રતનું સ્થાન સમજાય, અને કેટલું શ્રત મેળવવું આવશ્યક છે એ કોયડાનો ઉકેલ પણ મળી રહે. આર્ત-રૌદ્રધ્યાને ટાળી શકાય અને ધર્મશુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલું શ્રુત સાધકની પ્રાથમિક જરૂરિયાત મનાઈ છે. સાધનામાર્ગમાં શ્રતનું મહત્ત્વ અને તેની મર્યાદા આર્ત-રૌદ્રધ્યાન જન્મે છે અને નભે છે સ્વરૂપના અજ્ઞાન અને બાહ્ય જડ જગતની આસક્તિમાંથી. પોતાને રૂચિકર પગલદ્રવ્યના સંયોગમાં સુખબુદ્ધિના કારણે, તથા પોતાનાં સુખ, સલામતી, અસ્તિત્વ એ પગલિક સામગ્રી ઉપર જ નિર્ભર છે એવા વિશ્વાસના કારણે, માણસ ગમે તે માર્ગે તે મેળવવા મથે છે, તેનો સંચય કરે છે અને તેને સદા સાચવી રાખવા કોઈ પણ અધમ પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જાય છે. એની પ્રબળ સ્વાર્થવૃત્તિ બીજા જીવોનાં સુખ-દુ:ખ પ્રત્યે એને સાવ બધિર બનાવી દે છે. પરિણામે, પોતાનું સુખ કે એનાં પોતે માનેલાં સાધનો અને બાહ્ય પરિસ્થિતિઓનાં સંરક્ષણ-સંવર્ધન અર્થે એ બીજાના પ્રાણ લેતાં પણ અચકાતો નથી. સામાન્યત: કોઈ પણ પ્રવૃત્તિની યોજના, પહેલાં મનમાં ઘડાય છે, એટલે એ દેખીતું જ છે કે પરની તીવ્ર આસક્તિથી અને સ્વાર્થવૃત્તિથી ગ્રસ્ત માનવીના ચિત્તમાં આર્ત-રૌદ્રધ્યાનનાં જાળાં સદા ગૂંથાયા જ કરતાં હોય છે; એમાંથી તે સ્વત: મુક્ત થઈ શકતો નથી. કાળ પરિપક્વ થયે એ, સીધી કે આડકતરી રીતે, શ્રી જિનવાણી સાંભળે છે ત્યારે હિંસાદિ પાપપ્રવૃત્તિના અપાયનું તત્કાલીન નુકસાનનું અને તેનાથી બંધાતાં કર્મના કટુ ફળનું એને ભાન થાય છે, એનામાં પાપભીરુતા પ્રગટે છે, તેની સ્વાર્થવૃત્તિ મંદ પડે છે, અન્ય જીવોનાં સુખદુ:ખ પ્રત્યે એના અંતરમાં સહાનુભૂતિ જાગે છે, દયા-દાન તેના જીવનમાં ७. साधोः ... ...सम्यगभ्यस्तधर्मध्यानशुक्लध्यानयोग्यसूत्रार्थस्य...प्रागुक्तमेव ધ્યાનમ્ | – ઉપદેશપદ, ટીકા, ગાથા ૯૭. Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૨૫ આવે છે, ક્રમશ: તેનામાં મુમુક્ષા–મોક્ષપ્રાપ્તિની ઝંખના-જાગે છે અને તે તપ-ત્યાગ, વ્રત-નિયમનું આચરણ કરતો થાય છે. એથી પ્રવૃત્તિની સ્કૂલ અશુદ્ધિઓ-હિંસા, ચોરી, જૂઠ, અનાચારાદિ–એના જીવનમાંથી વિદાય લે છે. સત્સમાગમ અને અનુભવી પુરુષોની વાણીનું તથા શાસ્ત્રગ્રંથોનું શ્રવણવાચન-ચિંતન પણ તે કરતો રહે તો, તેના પરિણામે તેને પોતાના ચિત્તમાં રહેલા વિકારો, વાસનાઓ અને ઈર્ષ્યા, અસૂયાદિ મલિન વૃત્તિઓ દેખાય છે, સમજાય છે અને તેને દૂર કરવાની પ્રેરણા અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રગ્રંથોના શ્રવણ-વાચન-મનન દ્વારા જગતનું અને જાતનું કંઈક અંશે યથાર્થ દર્શન થતાં, અને પૌલિક ભાવોની ક્ષણભંગુરતા અને નિ:સારતાથી એનું ચિત્ત વાસિત થતાં, આર્ત-રૌદ્રધ્યાનની એના પરની પકડ ઢીલી પડે છે. આમ તેના સંવેગ-વૈરાગ્ય ઉત્તરોત્તર પૂર્ણ થતાં એનું ચિત્ત રૌદ્રધ્યાનમાં ઘસડાતું તો અટકી જાય છે, પણ આર્તધ્યાનમાંથી છુટકારો મેળવવો સહેલો નથી. એ માટે તો મૃતનું પુન: પુન: અવલંબન આવશ્યક બને છે. આર્તધ્યાન પણ ખસે ત્યારે ધર્મધ્યાન જામે; માટે ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત થવા ઇચ્છનારે આર્ત-રૌદ્રધ્યાન નિવારવાની ક્ષમતા મેળવવી જ રહી. અને તે માટે જરૂરી મૃત તો એની પાસે હોવું જ જોઈએ. ચિત્તશુદ્ધિ થયા પછી પણ, જ્યાં સુધી એ ક્ષાયિક ભાવની ન હોય ત્યાં સુધી, નિમિત્ત મળતાં, પૂર્વસંસ્કારવશ ચિત્ત ને ખીલે જાય છે, અને એને ત્યાંથી પાછું વાળી લેવા ફરી શ્રતનું અવલંબન આવશ્યક બને છે. શ્રતનું પુન: પુન: પરિશીલન કે આત્મનિષ્ઠ સંતોનો સમાગમ મુમુક્ષના સંવેગ-વૈરાગ્યને સતેજ રાખી, આર્તધ્યાનની ચુંગાલમાંથી તેને મુક્ત કરી, ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત કરે છે. અનુભવીઓના અનુભવનો નિચોડ શ્રુતમાં સંઘરાયેલ છે. પોતે સાધના કરીને, તેમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી, કેવળ કરૂણાથી પ્રેરાઈને, જગતના જીવોને એ માર્ગ દર્શાવવા જ્ઞાનીઓએ જે કહ્યું તેની નોંધસ્વરૂપ શાસ્ત્રગ્રંથો છે. સાધનામાર્ગે સાધક-બાધક તત્ત્વ કયાં છે, બાધક તત્ત્વોને પોતાના જીવનપથમાંથી દૂર કેમ રાખવાં વગેરે અંગેનાં સલાહ-સૂચન અને અનુભવસિદ્ધ ચાવીઓ તેમાં ભરી પડી છે. એટલે આધ્યાત્મિક પથના પ્રવાસીઓને શાસ્ત્રો ‘ગાઇડ બુક’ની ગરજ સારે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ તે છતાં, આધ્યાત્મિક સાધનામાર્ગના પથિકોમાંથી પણ આજે કેટલાક એમ કહે છે કે “શાસ્ત્ર ન જોઈએ, ગુરુ ન જોઈએ, બીજા કોઈએ ચીંધેલ વિધિ-નિષેધની જંજાળ ન જોઈએ.” જીવનમાં કંઈ પણ નિયંત્રણ સ્વીકાર્યા વિના આધ્યાત્મિક પથના યાત્રી હોવાનો સંતોષ માણવા ઇચ્છનાર વ્યક્તિઓને આ વિચારધારા આકર્ષે છે; કિંતુ, એ વાત આકર્ષક જણાતી હોય તોયે, તે કેટલી ભ્રામક અને ઠગારી છે તે કળા, વિદ્યા કે જીવનના કોઈ પણ ક્ષેત્રે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રવૃત્ત વ્યક્તિ કેમ વર્તે છે તેનું અવલોકન કરવાથી તરત જ સમજાઈ જશે. કોઈ પણ ક્ષેત્રે ગુરુનીભોમિયાની નિષગાતના માર્ગદર્શનની અને તેના જ્ઞાનની અર્થાત્ શાસ્ત્રની આવશ્યકતા સૌ સ્વીકારે છે. દા. ત., વિદેશના પ્રવાસથી સાવ અપરિચિત વ્યક્તિને અમેરિકા જવું હોય તો તે એવી કોઈ જાણકાર વ્યક્તિનો સંપર્ક સાધે છે કે જે તેને પાસપોર્ટ, વિસા, વિદેશી ચલણ મેળવવાની પ્રાપ્ય સગવડો, અનુકૂળ વિમાની સર્વિસ, એના સમય, ભાડું વગેરે અંગે વિશ્વસનીય માહિતી આપી શકે; અથવા કોઈ પ્રવાસ-એજન્ટનું એવી માહિતી આપતું ચોપાનિયું વાંચીને તે પોતાને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. અજાણી ભોમકામાં માર્ગદર્શનની અવગણના સમજુ માણસો કરતા નથી, કોઈ કરી શકતું પણ નથી. સાધનામાર્ગે પ્રવૃત્ત થવા ઇચ્છનાર વ્યક્તિ પણ કોઈકનું માર્ગદર્શન તો ઝંખતી જ હોય છે. તેથી “કોઈનુંયે માર્ગદર્શન ન ખપે” એ ઉપદેશમાં પૂર્ણ વિશ્વાસ મૂકી દેનાર મુગ્ધ જનો પૂર્ણજ્ઞાનીઓનાં વચનરૂપ શાસ્ત્રોના માર્ગદર્શનને તો અવગણે છે, પણ શાસ્ત્રનો અને ગુરુનો નિષેધ કરનાર એ ઉપદેશકને જ, જાણે-અજાણે, ગુરુપદે સ્થાપી દે છે અને તેનાં વચનોને શાસ્ત્ર-વચનની જેમ વાગોળે છે. જન્માંતરના વિશુદ્ધ સંસ્કારથી કે આવા ઉપદેશના સંપર્કમાં આવ્યા પૂર્વે અન્ય કોઈ સાધનામાર્ગના અનુસરણથી જેમનો જીવનવ્યવહાર અને ચિત્ત શુદ્ધ થઈ ચૂક્યાં હોય તેવી વ્યક્તિઓ, પોતાના વિવેકબળે, આવા ઉપદેશમાંથી પણ પોતાને ઉપયોગી એવું કોઈ સૂચન પકડી લઈ આગળ વધે એ બને, પરંતુ, પોતાની વિવેકબુદ્ધિને કોરાણે મૂકીને, આવા અધૂરા ઉપદેશમાં પૂર્ણ વિશ્વાસ મૂકી દઈ, શાસ્ત્રોની અવગણના કરનાર મુગ્ધ જનો તો, આવા ભ્રામક ઉપદેશની અસર નીચે, યોગમાર્ગના પાયાભૂત યમનિયમાદિ વડે પોતાનું જીવનઘડતર કરવા તરફ બેદરકાર રહી, સાચા Page #70 -------------------------------------------------------------------------- ________________ શાનની પરખ અને પ્રતિ | ૨૭ સાધનામાર્ગથી વંચિત રહી જાય છે; અર્થાત્ મુગ્ધ જનોને આવો ઉપદેશ અનર્થકર નીવડે છે. શ્રી જિનવાણી આવી ક્ષતિઓથી મુક્ત છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ શ્રુત સાત નયાત્મક છે. તે જાતઅનુભવમાંથી ઉદ્ભવેલ છે, એટલું જ નહિ, પૂર્ણ જ્ઞાનથી સાધનાનાં સર્વ પાસાંઓનું જ્ઞાન લાધ્યા પછી ઉપદેશાવેલ છે. તેથી કોઈ એક જ ભૂમિકાએ સ્થિત સાધકો પૂરતો જ તેનો સંદેશો મર્યાદિત નથી; બધી જ ભૂમિકાઓના અર્થી આત્માઓને પોતપોતાની ભૂમિકાને અનુરૂપ માર્ગદર્શન અને પ્રેરણા તેમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અપૂનબંધકથી માંડીને માર્ગાનસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભિન્નભિન્ન ભૂમિકાએ રહેલ વ્યક્તિઓને એ શ્રત ધર્મમાર્ગે ટકાવી રાખે છે, અને તેમને જરૂરી પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડીને આગળ વધારે છે. શાસ્ત્રનું રહસ્ય પામેલ આત્મજ્ઞાની બહુશ્રુત ગુરુઓ પાસેથી તેનું પાન કરી તદનુસાર સાધનામાં પ્રવૃત્ત મુમુક્ષુઓ, સાધનામાર્ગની કોઈ પણ ભુલભુલામણીમાં અટવાયા વિના, સાધનામાં ઉત્તરોત્તર વિકાસ સાધી શીધ્ર ઇષ્ટ થેયે પહોંચી શકે છે. સમશ્રતાનુસાર તત્ત્વનો અવબોધ વધુ ને વધુ વિશદ થતો જાય. આરાધનામાં યથાશક્તિ પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા મળ્યા કરે તથા એ શ્રુતના આદ્ય પ્રવર્તક શ્રી જિનેશ્વરદેવનું સતત સ્મરણ-પ્રણિધાન રહે, તે માટે મુનિની દિનચર્યામાં પણ સ્વાધ્યાયને પ્રધાનતા આપી છે. સાધનામાં શિથિલતા આવી ગઈ હોય, કે વિષય-કષાયના આવેગો જોર કરતા હોય, ત્યારે શ્રતના અવલંબને વિકારો શમે છે, ચિત્ત નિર્મળ થાય છે, અને વૃત્તિ ફરી અંતર્મુખ બને છે. આચાર્ય શ્રી હરિભસૂરિ મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી જેવા પ્રખર બુદ્ધિનિધાન અને તાર્કિક મહાપુરુષોને પણ કટોકટીની પળે સમ્યફ વ્યુત ઉપકારક નીવડ્યું છે. ૮. (i) આગમધર ગુરુ સમકિતી,...શુચિ અનુભવાધાર રે. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે. – યોગીશ્વર આનંદઘનજી, શાંતિજિન-સ્તવન, ગાથા ૪૭પ. (ii) सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुय॑स्य च तत्त्ववेत्ता। सदानुभूत्या दृढनिश्चयो, यस्तस्यैव सिद्धिर्न हि चापरस्य। – દયપ્રદીપ-પત્રિશિકા, શ્લોક ૩. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આત્મજ્ઞાન અને સાધનાપથ સાધનામાર્ગમાં સમ્યફ શ્રતનું અવલંબન કેટલું ઉપકારક છે તે આથી સ્પષ્ટ થાય છે. માટે વિવેકી સાધકે પૂર્વોક્ત “સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો;”—એ વચનોથી એમ સમજવાની ભૂલ ન કરવી કે શ્રુતજ્ઞાન નિરર્થક છે. આધ્યાત્મિક વિકાસક્રમમાં અનુભવજ્ઞાનનું સ્થાન અને મહત્ત્વ એ વચનથી દર્શાવાયું છે. “શ્રુત એ જ્ઞાનનો પડછાયો છે–અનુભવીઓના જ્ઞાનનો આપણી બુદ્ધિમાં પડતો પડછાયો. પડછાયો કેટલું કાર્ય કરી શકે? એને જ બાથ ભીડીને ઊભા રહેવામાં જીવનની કૃતાર્થતા નથી. શાસ્ત્ર એ સાધન છે, સાબ નહિ; એ “સાઇનબોર્ડ” –માર્ગદર્શક પાટિયું છે, મંજિલ નહિ. શ્રુતના અંગુલિનિર્દેશ મુજબ ગતિ કરીને સ્વરૂપનો અનુભવ મેળવવો–સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન અને આત્મરમણતા પ્રાપ્ત કરવાં-એ શ્રુતનાં શ્રવણ-વાચન-પરિશીલનનું ધ્યેય છે. એ બેયની દિશામાં પગ ઉપાડ્યા વિના, માત્ર શાસ્ત્રના શબ્દો રયા કરવામાં, ખંડન-મંડનના બૌદ્ધિક આટાપાટા ખેલતા રહેવામાં કે ભેદ, પ્રભેદ અને ભાંગા ગણતા રહેવામાં જ મુમુક્ષુએ જીવન પૂરું કરવું ન ઘટે. – આ વાત મુમુક્ષુ આત્માઓના ચિત્તમાં ઠસાવવા અર્થે ઉપર્યુક્ત વણ ઉચ્ચારાયાં છે; એથી શ્રત નિરર્થક ઠરતું નથી. અનુભવનું મહત્ત્વ દર્શાવતાં એ વચનો પણ આખરે તો મૃત જ છે ને? અનુભવીઓના અનુભવનું જ્ઞાન આપણને તો શબ્દ દ્વારા અર્થાત શ્રત દ્રારા જ મળે છે. સાધનામાર્ગે શ્રત એ દીવો છે. મોક્ષમાર્ગે પ્રવૃત્તિના પ્રારંભથી માંડીને સાધક પૂર્ણતા ન પામે ત્યાં સુધી શ્રત તેને ઉપકારક છે. મુમુક્ષુએ શ્રુતજ્ઞાન કેટલું મેળવવું? સમ્યફ શ્રુત કેવળજ્ઞાનાદિ પ્રત્યક્ષ જ્ઞાનથી આધારિત હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન જેટલું જ શ્રદ્ધેય છે. તેથી સાધુઓને ‘શાસ્ત્રચક્ષુ' કહ્યા છે. શાસ્ત્ર દ્વારા તે અદષ્ટ અને અતીન્દ્રિય જગતનાં રહસ્યો જાણી શકે છે, અને સાધનામાર્ગે પણ નિર્વને ગતિ કરી શકે છે. ૯. નય અરુ ભંગ નિખેપ વિચારત, પૂરવધર થાકે ગુગહેરી; | વિકલ્પ કરત તાગ નવિ વાવે, નિવિકલ્પત હોત ભરી. – યોગીશ્વર ચિદાનંદજી. Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૨૯ આથી મુનિનો એ મનોરથ હોય કે “કયારે હું કૃતસાગરનો પાર પામું.” પણ સમગ્ર શ્રતસાગરનો પાર પામવો કેટલાને શકય હોય? સમય, શક્તિ અને સંયોગોની મર્યાદા એ મનોરથની સિદ્ધિની આડે નડતી હોય છે. તેથી સાધકને માટે કોયડો એ રહે છે કે કેટલું અને શું ભણવું? આ મૂંઝવણના ઉકેલ માટે શાસ્ત્ર સાધકને શું અને કેટલું ભણવું?–એ ન કહેતાં, આર્ત-રદ્રધાન નિવારી ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકાય એટલું શ્રુત મેળવવાનું પૂર્વોક્ત બહુમૂલું સૂચન કર્યું છે. પછી એ પાંચ ગ્રંથો હો કે પિસ્તાલીસે આગમો હો કે માત્ર ‘અષ્ટ પ્રવચનમાતાનું જ જ્ઞાન’ હો. શ્રત મેળવવા પાછળનો મૂળ આશય ભુલાઈ ન જાય એ માટે શાસ્ત્રકારોએ એક ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો આ કાર્ય ન થતું હોય તો બહોળું શ્રત પણ માત્ર ભારરૂપ જ સમજવું." – સમિતિ-ગુપ્તિનું જ્ઞાન’ એટલે ? જે દયાવાન છે, કરુણાર્ક છે, નિર્દભ છે, ગુણગ્રાહી છે, અને આત્મનિષ્ઠ ગીતાર્થ ગુરુઓના માર્ગદર્શન અનુસાર આત્મસાધનામાં દત્તચિત્ત છે, તે ભલે માત્ર એકાદ પદ જ જાણતો હોય તોયે જ્ઞાની છે." અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન' એટલે સમિતિ-ગુપ્તિપૂર્વકનું જીવન. સમિતિ માગે છે આત્મીયતા અને નિર્વ્યાજ પ્રેમથી પ્રેરાઈ જીવજગતના હિત-સુખ માટે ઘસાઈ છૂટવાની વૃત્તિપૂર્વકનો જીવનવ્યવહાર; અને ગુપ્તિની માંગ છે આત્મસાધના-કેન્દ્રિત જીવન. સમિતિપૂર્વકનું જીવન જીવવા માટે રસ્તે ચાલતાં નજર નીચી જ ઢાળેલી રાખવી, બોલતાં મુહપત્તિ મુખે રાખવી અને પૂજવું-પ્રમાર્જવું એટલું જ પૂરતું નથી, પણ એ બધાંની સાથે પ્રાણીમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી ધબકતું હૈયું હોવું જરૂરી છે. સમિતિ અને ગુપ્તિને પ્રવચનમાતા કહી. ૧૦. “સાર લહ્યા વિણ ભાર કહ્યો છૂત, ખર દૃષ્ટાંત પ્રમાણ;” – ચિદાનંદજી મહારાજ. ૧૧. નિર્વા મળે, મને થર્મઃ | तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ।। - જ્ઞાનસાર, જ્ઞાનાષ્ટક, શ્લોક ૨. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આત્મજ્ઞાન અને સાધનાપથ શાથી? બીજાનાં સુખમાં પોતાના હાથે કંઈ બાધા ન આવે, કોઈને પીડા ન થઈ જાય, એવી કાળજીપૂર્વક જીવવું એ છે સમિતિનો પ્રાણ પ્રવચન (જિનશાસન) જીવો પરના વાત્સલ્યથી ભરપૂર છે, જીવો પ્રત્યેના વાત્સલ્યમાંથી જન્મેલું છે, અને જીવો પ્રત્યેના વાત્સલ્યથી ભરપૂર હૈયામાંથી એ ઉભવ્યું છે, માટે સર્વના સુખની–હિતની ચિંતાસ્વરૂપ સમિતિને પ્રવચનની માતા કહી. ટૂંકમાં, સમિતિપૂર્વકનું જીવન એટલે જગત સાથે પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતા-બીજાના હિત-સુખ અર્થે જાતે થોડું કષ્ટ વેઠી લેવાની વૃત્તિ-પૂર્વકનો જીવનવ્યવહાર | ગુપ્તિ શું માગે છે? પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી, દેહને ત્યાંથી પાછાં વાળી એકાંત અને મૌન દ્વારા નિજમાં ઊતરવાનો સતત અભ્યાસ અર્થાત આત્મસાધના-કેન્દ્રિત જીવન – જેમાં બાહ્ય ભાવની પોષક કોઈ પ્રવૃત્તિ કે વૃત્તિને અવકાશ જ ન મળે. અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? આવું વિશુદ્ધ જીવન હોય અને એની સાથે તત્ત્વદર્શનની તીવ્ર જિજ્ઞાસા હોય તો જ્ઞાન આપોઆપ પ્રગટે છે. જેનું અંત:કરણ નિર્મળ હોય તે અલ્પ શ્રુતમાંથી પણ તત્ત્વભૂત વાત ગ્રહણ કરી લે છે. શ્રવણ-વાચન ઓછું હોવા છતાં, અતિ સૂક્ષ્મ પ્રજ્ઞાના કારણે, તે ઘણું કૃત ભણનાર ધૂળમતિ વ્યક્તિઓને અપ્રાપ્ય રહેતા તત્ત્વના હાર્દ સુધી પહોંચી જાય છે; જેમ દૂરથી ફેંકાયેલો પથરો લક્ષ્યની સપાટીના ઘણા વિસ્તારને અડકે છે પણ તે બહારની બહાર જ રહે છે, જ્યારે તીક્ષણ તીર થોડીક જ સપાટીને સ્પર્શ કરતું હોવા છતાં અંદર પેસી જાય છે. સંયોગવશાત શ્રવણ કે વાચનની કોઈ તક ન મળે, પરંતુ તત્ત્વ પામવાની તીવ્ર જિજ્ઞાસા હોય અને ૧૨. વનસ્ય પ્રસૂતિતુત્વેન ર માતૃત્વમવચમ્ | - ષોડશક ૨, શ્લોક ૮, ટીકા. ૧૩. ..તે દિ વર્વિધુતપટન્તોsfપ તિતી+રમજ્ઞતયા વ ચૂત્રप्रज्ञपुरुषानुपलब्धं तत्त्वमवबुध्यन्त इति । तदुक्तं - स्पृशन्ति शरवत्तीक्ष्णाः स्वल्पमन्तर्विशन्ति च । बहुस्पृशापि स्थूलेन, स्थीयते बहिरश्मवत् ॥ – ઉપદેશપદ, ગાથા ૧૯૩, ટીકા. Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૩૧ અંત:કરણ નિર્મળ હોય તો એ વ્યક્તિને શ્રુત વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે." વિશુદ્ધ અંત:કરણમાં જ્ઞાનનો પ્રકાશ આપોઆપ થાય છે. ૧૫ જ્ઞાન બહારથી જ મળે એવું આપણા ચિત્તમાં વસી ગયું હોવાથી, કોઈ મળે ત્યારે, એની જ્ઞાનમાં થયેલ પ્રગતિ જાણવા આપણે પૂછીએ છીએ કે ન્યાય ભણ્યા? વ્યાકરણ કર્યું? આગમો કેટલાં વાંચ્યાં? પણ એ તો જ્ઞાનપ્રાપ્તિનાં બહિરંગ સાધન છે. ઓછા કે વધુ ગ્રંથોનું અધ્યયન એ એક વસ્તુ છે અને તેમાંથી શ્રી જિનાજ્ઞા શી છે તે-અર્થાત્ સમ્યક્ સાધનામાર્ગ શો છે તે—પકડાય અને ચેતનામાં તે અંકુરિત થઈ પાંગરે તથા તેના ફળસ્વરૂપ શીલપર્યવસાયી પ્રજ્ઞા જન્મે તે જુદી જ વસ્તુ છે. યોગનું રહસ્ય સાધનાથી ખૂલે છે; કેવળ ગ્રંથોના અધ્યયનથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધારો કે જાણી શકાય તે બધું તમે જાણી લીધું, પછી પણ તમને જણાશે કે એથીય વધુ મહત્ત્વનું કાંઈક જાણવાનું તો હજી બાકી જ છે. આ રીતે વધુ જાણવાની જરૂરિયાત તમને જણાયા જ કરશે; તમે કદીય એનો છેડો નહિ પામી શકો. શાસ્રવચનોનો અર્થ કાઢવાની શક્તિ પણ કેવળ ન્યાય-વ્યાકરણના નૈપુણ્યથી નથી પ્રાપ્ત થતી. શાસ્ત્રનો મર્મ સાધનાથી મળે છે ભાષા ૧૪. શ્રુતામાવે િમાવેસ્યા : ( શુશ્રૂષાયા: ) ગુમમાવપ્રવૃત્તિત:। फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ।। યોગદૃષ્ટિસમુચ્ચય, શ્લોક ૫૪. ૧૫. સમો ન વિઞાનીતે, મોક્ષમાપ યથાસ્થિતમ્ । लक्षये पुनस्तस्य मोक्षमार्गे यथास्थितः ॥ यत्र तत्र स्थितस्यापि, हठादेष प्रकाशते । ઉપમિતિભવપ્રપંચાકથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૯૦૩-૯૦૪, આ (ન્યાય-વ્યાકરણ)ના અધ્યયન પાછળ મુમુક્ષુએ સમય અને શક્તિ કેટલાં ખરચવાં આવશ્યક ગણાય? મૂળ ધ્યેયની અપેક્ષાએ શાસ્ત્ર એ પણ સાધન છે. ભાષા-ન્યાય-વ્યાકરણનું અધ્યયન તો એ સાધનનું પણ સાધન માત્ર છે. શાસ્રવચનોને સમજવા માટે તેનો ઉપયોગ છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષો કેવળ આ અધ્યયનમાં ખર્ચાઈ જાય અને સાધકજીવનમાં ઉપયોગી બાબતોનું–સાધનાનાં અંગોનું-જ્ઞાન મેળવવા માટે પછી અવકાશ જ ન રહે તો, એ સાધકજીવનની કેવી કરુણતા ગણાય ! Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આત્મજ્ઞાન અને સાધનાપથ જ્ઞાન અલ્પ હોય તો પણ. “ચિંતનીય વિષયમાં દત્તચિત્ત હોય તેને, તેવા એક જ પ્રકારના ઉપયોગને લીધે, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ જ્ઞાન આ યોગમાર્ગમાં ઇષ્ટસિદ્ધિનું મુખ્ય અંગ છે, એ જ તત્ત્વજ્ઞાન છે અને અસત્પ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું છે.” ૧૬ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમને આધીન છે; ક્ષયોપશમનું નિમિત્ત મળતાં, શ્રુત વિના પણ જ્ઞાન પ્રગટી નીકળે છે. તત્ત્વજિજ્ઞાસાની જેમ, સાચા જ્ઞાનીનાં ભક્તિ-બહુમાનાદિથી તેમ જ સુયોગ્ય ગુરુની સમર્પિત ભાવે ઉપાસના કરવાથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. આંતરિક નિર્મળતામાંથી જન્મતી આંતરસૂઝ વડે સાધક યોગ્ય ગુરુને પારખી શકે છે. જે ગુરુએ પોતે શાસ્ત્રનું રહસ્ય મેળવ્યું હોય અને મન:શુદ્ધિ તથા ચિત્તજય માટેની સાધનામાંથી પસાર થઈને અનુભવ પ્રાપ્ત કર્યો હોય, તે પોતાના અનુયાયીવર્ગને જાતઅનુભવના આધારે યથાયોગ્ય માર્ગદર્શન આપી શકે છે. એવા સમર્થ ગુરુના ચરણ પકડનાર શિષ્ય, પોતાને વિશેષ જ્ઞાન ન હોવા છતાં, સરળતાથી આત્મવિકાસ સાધી શકે છે. ૧૮ આ બધું સ્મૃતિમાં રાખી સાધક શ્રુતજ્ઞાનાર્જનની પ્રવૃત્તિ કરે. ટૂંકમાં, શ્રુતનો મુખ્ય હેતુ ચિત્તવૃત્તિઓમાં પરિવર્તન લાવવાનો છે, એ મૂળભૂત વાત ન વીસરે. ૧૬. તાત્તિત્તસ્સ તહોવોજો તત્તમાસળ તોફા एयं एत्थ पहाणं अंगं खलु इट्ठसिद्धीए || एयं खु तत्तनाणं असप्पवित्तिविणिवित्तिसंजणगम् । - - યોગશતક, ગાથા, ૬૫-૬૬. ૧૭. પ્રસ્તુતવ્રુદ્ધિધનાનાં उचितान्नपानादिसम्पादनपादधावनग्लानावस्थाप्रतिजागरणादिरूपया भक्त्या, चिन्तारत्नकामदुघादिवस्तुभ्योऽपि समधिकादुपादेयपरिणामात् ( बहुमानत: ), एतेषामेव बुद्धिमतां अप्रद्वेषाद् ( अमत्सराद् ईर्ष्यापरिहारलक्षणात् ), प्रशंसातव बुद्धिर्जायते । - ઉપદેશપદ, ટીકા, ગાથા ૧૬૨. ૧૮. સ્વસંવિવિતામનોપવેશવાયનો ગુન્ ...સ્વાતિ । ― – યોગશાસ્ત્ર, ટીકા, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૫૩ની અવતરણકા. Page #76 -------------------------------------------------------------------------- ________________ શાનની પરખ અને પ્રાનિ/ ૩૩ તત્વપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ મૃતથી-વાચન, શ્રવણ કે શાસ્ત્રાધ્યયનથી–આત્માનું પરોક્ષ જ્ઞાન મેળવી લઈ, એ (આત્મા) જ પ્રાપ્તવ્ય છે અને તે સિવાયનું બીજું બધું રિદ્ધિઓ, સિદ્ધિઓ કે શક્તિઓ એ બધું–માથા ઉપરથી ઉતારેલ વાળ કે આંગળીથી જુદા કરેલા નખ તુલ્ય અસાર છે, એ વિચાર સ્થિર કરવો એ અધ્યયનનું પ્રથમ કાર્ય છે. એ પછી જ્ઞાનની બીજી ભૂમિકા છે મુક્તિમાર્ગની સ્પષ્ટ સમજણ. જ્ઞાનજ્યોગ, કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, લયયોગ આદિ વિવિધ સાધનાપદ્ધતિઓ અને તે સાથે ચિત્તની એકાગ્રતાની કેળવણી અર્થે ઉપયોગમાં લેવાતી અન્ય પ્રક્રિયાઓનું–જેવી કે જપ, નાદાનુસંધાન, શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ, ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહનું તટસ્થ અવલોકન વગેરેનું – જ્ઞાન સંપાદન કરી, પોતાની પ્રકૃતિ, સંયોગો અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શોધી કાઢવી એ આ ભૂમિકાનાં શ્રવણ-વાચન-શાસ્ત્રાભ્યાસનું લક્ષ્ય હોય. શ્રવણ, ચિંતન અને વિમર્શ દ્વારા મુમુક્ષુ અહીં જ્ઞાન અને ક્રિયાના હાર્દ સુધી પહોંચે છે. અંતિમ ધ્યેય સુધી પહોંચાડનાર સાધનામાગમાંથી છેવટે કોઈ એકનું પણ અભ્રાંત દર્શન સાધકે મેળવી લેવું જોઈએ. આ થઈ બૌદ્ધિક સમજની વાત. અહીં શાસ્ત્ર અટકી જાય છે. આત્મતત્ત્વનું પરોક્ષ જ્ઞાન અને તેની (આત્મતત્વની) પ્રાપ્તિનાં સાધનો તે બતાવી દે છે. શ્રવણ-વાચન અહીં સુધી પહોંચાડે છે, આંગળી ચીંધી માર્ગ બતાવી દે છે. પછીનો પંથ આપણે પોતે કાપવાનો છે. પછી ચાલવું આપણે રહ્યું. જે સાંભળ્યું, વાં, તે જીવનમાં અનુભવવું રહ્યું. આ બંને કાર્ય એકસાથે થતાં રહે છે. જેમ માર્ગ ઉપર થોડું ચાલીએ કે આગળ એક-બે ફળંગ સુધીનો રસ્તો દેખાતો જાય છે, એટલું આગળ ન ૧૯. વ્યાપાર: સર્વશાત્રા વિપ્રર્શનને દિ . पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।। अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनाऽपि, न गम्यं यद् बुधा जगुः । – જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૨-૩. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આત્મજ્ઞાન અને સાધનાપથ વધીએ ત્યાં સુધી એની આગળનો માર્ગ દેખાતો નથી; એ જ પ્રમાણે અહીં પણ સમજવું. આગમ, અનુમાન અને યોગાભ્યાસ એ ત્રણ વડે પોતાની બુદ્ધિને કેળવતો સાધક ઉત્તમ તત્ત્વ પામી શકે.° આગમથી અર્થાત્ અનુભવીઓના વચનથી જે જાયું તેને તર્ક દ્વારા વિશદતાથી સમજવા પ્રયત્ન કરવો રહ્યો. સાથે યોગાભ્યાસથી–પોતાના જાતઅનુભવથી–એની પ્રતીતિ મેળવતા જવાય તો અતીન્દ્રિય તત્ત્વના નિશ્ચિત જ્ઞાન સુધી પહોંચાય. સિદ્ધાંત (theory)માં જે સાચું સમજાયું, તેને પ્રયોગાત્મક રીતે જીવનમાં વણી લઈને વ્યવહાર (practice)માં પણ તે સાચું છે એ પ્રતીતિ મેળવતાં જઈ આગળ વધવું જોઈએ. આગમ અને તર્કથી જ્ઞાન મળે, પણ તે અધૂરું એનાથી શંકાઓ અને સંશયો ન ટળે, એ ટળે ધ્યાનજન્ય જાતઅનુભવથી.' જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાઓ જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં સંસારની નિ:સારતા ઓઘથી સમજાય છે અને તેના નાશના ઉપાયની જાણકારી માટે મુમુક્ષુ શાસ્ત્ર અને ગુરુ અર્થાત્ એ માર્ગે જે પોતાનાથી આગળ ગયેલા છે તેમના તરફ વળે છે. અર્થાત આ ભૂમિકા આગમપ્રધાન છે. બીજી ભૂમિકામાં સંતો અને ધર્મી જનોના સત્સંગ, સદાચારમાં પ્રવૃત્તિ અને શ્રવણ-વાચન સાથે વિચારણા-ચિંતન-મનન ભળે છે. આ ભૂમિકામાં તર્કની મુખ્યતા કહી શકાય. આ ભૂમિકામાં રહેલો સાધક સત્યની વ્યાપક ૨૦. (i) સામેનાનુમાન, યTTમ્યાન જ ! त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ।। – યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૦૧. (ii) આગમ ને અનુમાનથી, વળી ધ્યાનરસે ગુણગેહ રે; કરે જે તત્ત્વગવેષણા, તે પામે નહિ સંદેહ રે. – શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૧૪. ૨૧. નિગ્નડતીન્દ્રિાર્થચ, યોffજ્ઞાનાતે જ રા – યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૪૧. Page #78 -------------------------------------------------------------------------- ________________ શાનની પરખ અને પ્રાપ્તિ ૩૫ ખોજ કરે છે. પરિણામે તેને અહીં મુક્તિના ઉપાયોનું–જ્ઞાન અને કર્મનું (એટલે કે અનુષ્ઠાનનું)-નિર્મળ, અભ્રાંત જ્ઞાન લાધે છે. જ્ઞાનની ત્રીજી અવસ્થાથી શ્રવણ-મનન સાથે યોગાભ્યાસ-જનિત જાતઅનુભવ ભળે છે. ચિત્તમાં વિચારવમળોનો પૂર્વે વહેતો ધોધ અહીં શાંત થતો જાય છે. અશુભ સંકલ્પ-વિકલ્પ ઓછા રહે છે, અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે પોતાની એકતારૂપ અહં ઓગળતો જાય છે. ચિત્તમાંથી વિચારનો પ્રવાહ ઓસરતાં અહીં શાંતિનો, સુખનો, આનંદનો અનુભવ થાય છે. સંકલ્પ-વિકલ્પની અલ્પતા અને “અહંનું બહુધા અનુત્થાન–આ બેમાં વિકાસ થતાં સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. પરિણામે, ચોથી ભૂમિકામાં સ્વાનુભૂતિની કંઈક ઝાંખી (glimpses) મળવા માંડે છે. પછી, કોઈક ધન્ય પળે, આત્માનું પ્રત્યક્ષ દર્શન’ લાધે છે, કે જે જીવન પ્રત્યેની સાધકની દૃષ્ટિમાં ધરમૂળનું પરિવર્તન લાવી દે છે; અવળી દષ્ટિ સવળી થઈ જાય છે. પ્રારંભમાં ક્ષણવાર અને ક્વચિત્ કદાચિત્ પ્રાપ્ત થતો આ અનુભવ પછીની સાધના દ્વારા વધુ સુલભ (frequent) અને વધુ ટકાઉ થવો અને અંતે સમાધિની એ અવસ્થા–સૂર્યાવસ્થા-સહજ દશા બનવી, એ છે અનુભવ પછીની જ્ઞાનની ભૂમિકાઓ. આપણી સાધનાનું લક્ષ્ય આમ, ક્રમશ: સાધના કરતાં કરતાં આત્મતત્ત્વના અપરોક્ષ દર્શનસમાપત્તિ-સુધી પહોંચવું એ આપણી વર્તમાન ભૂમિકાનું લક્ષ્ય બનવું જોઈએ. હા, એ માટે આપણા “અહંને-આપણું કર્મકૃત વ્યક્તિત્વ, જેને મહર્ષિ પતંજલિ ‘અસ્મિતા' કહે છે, તેને– ઓગાળતાં રહેવું જોઈએ. ૨૨. (i) સમા૫ત્તિનત, સ્પર્શના – એજન, ટીકા, શ્લોક ૬૪. (ii) જુઓ દ્વાત્રિશત્ દ્વત્રિશિકા, દ્રા - ૨, શ્લોક ૨૫ અને ટીકા. ૨૩. શુદ્ધાત્મદ્રવ્યમેવ હું શુદ્ધજ્ઞાન ગુનો મર્મ | नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्वणम् ।। – જ્ઞાનસાર, મોહત્યાગાષ્ટક, શ્લોક ૨. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૬ / આત્મજ્ઞાન અને સાધનાપથ કર્મકૃત ભાવોમાં હું બુદ્ધિ થવી એ મોહની જડ છે એને અધીન જ મોહની આખી બાજી નભે છે." કર્મકૃત જે અવસ્થાઓ છે, તેમાં ‘' બુદ્ધિ ન થવી એ જાગૃતિ માગે છે. સ્વાનુભવ વિના નિત્યના જીવનવ્યવહારમાં આવી જાગૃતિ ટકાવી રાખવી એ કપરું કાર્ય છે. કેવળ બૌદ્ધિક પ્રતીતિથી દેહાત્મબુદ્ધિ ટળવી અસંભવપ્રાય: છે, એને માટે તો ચિત્તને શાંત કરી દઈ આત્માનુભવ મેળવવો રહ્યો. સ્વાનુભૂતિ પામ્યા વિના ભવસાગર તરીને પેલે પાર કદી જવાતું નથી." ૨૪. જે વર્મત માવી. પરમાર્થનન વાત્મનો મિના तत्राऽऽत्माभिनिवेशोऽहंकारोऽहं यथा नृपतिः ।। ममाहंकारनामानौ सेनान्यौ तौ च तत्सुतौ। यदायत्तः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्तते। – તત્ત્વાનુશાસન, અધ્યાય ૧, શ્લોક ૧૫, ૧૩. ૨૫. વર તુ ગાયત્વેજોનુમવો મવવાધેિ ! – જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૨. Page #80 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય શ્રી ચન્દ્રપ્રભજિન-પદ-સેવા, હેવાય જે હલિયા જી; આતમગુણ અનુભવથી મલિયા, તે ભવભયથી ટલિયા જી. – દેવચન્દ્રજી મહારાજ, ચન્દ્રપ્રભજિનસ્તવન. નિજ અનુભવ લવલેશથી, કઠિણ કર્મ હોય નાશ; અલ્પ ભવે ભવિ તે લહે, અવિચલપુરકો વાસ. – યોગીશ્વર ચિદાનંદજી, સ્વરોદયજ્ઞાન, દુહો ૫૩. હરવ્યો અનુભવ જોર હતો જે, મોહમલ્લ જગ લૂંઠો; પરિ પરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભોંઠો રે. – ઉપા. યશોવિજયજી, શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૧૩. અનુભવીઓના ઉપર્યુક્ત ઉદ્ગારોમાં એક વાત તરી આવે છે કે નિજ સ્વરૂપનો ‘અનુભવ' ભવભ્રમણને અત્યંત ટૂંકાવી દે છે. | ‘અનુભવ'માં એવો તે શો જાદુ છે કે તે મેળવનાર વ્યક્તિ અલ્પ ભવે મુક્તિ મેળવે? આનું રહસ્ય એ છે કે “અનુભવ” દ્વારા એક પલકારામાં આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન લાધે છે. નિજની એ અનુભૂતિ વ્યક્તિની જીવનદૃષ્ટિમાં એક જબરદસ્ત ક્રાંતિ આણે છે. શ્રત દ્વારા પ્રાપ્ત થતું બૌદ્ધિક સ્તરનું જ્ઞાન આવી આમૂલચૂલ ક્રાંતિ સર્જી શકતું નથી. મોહનાશનો અમોઘ ઉપાય શ્રત દ્વારા સ્વરૂપનો બોધ થતાં, અને તેના વડે ચિત્ત ભાવિત થતાં, ક્રમશ: મોહની પકડ ઢીલી પડતી જાય છે. અને વિષય-કષાયના આવેગો કંઈક મોળા પડે છે. પણ ઇન્દ્રિયોના વિષયોનો રસ–વિષયોમાં અનાદિથી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ રહેલ સુખભ્રાંતિ-કેવળ મૃતથી ટળતી નથી." એ ભ્રાંતિ અનુભવથી ખસે છે. અનુભવ દ્વારા નિજના નિરુપાધિક આનંદનો આસ્વાદ મળતાં વિષયોઇન્દ્રિયોના ભોગો-યથાર્થપણે નીરસ લાગે છે, એટલું જ નહિ, સર્વ પગલખેલ ઇન્દ્રજાળ સમ સમજાય છે. આથી આત્મજ્ઞાનીને મન જગતના બનાવોનું મહત્ત્વ સ્વપ્નના બનાવોથી કંઈ અધિક રહેતું નથી; અર્થાત્ અનુભવ જીવન પ્રત્યેનો સમગ્ર દૃષ્ટિકોણ જ પલટી નાખે છે. બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે; પણ વિચાર પોતે જ અવિઘા ઉપર નિર્ભર છે.' તેથી આત્મસ્વરૂપની નિર્ભીત પ્રતીતિ વિચારથી મળતી १. न चादृष्टात्मतत्त्वस्य दृष्टभ्रान्तिनिवर्तते। – અધ્યાત્મપનિષદ્, જ્ઞાનયોગ, શ્લોક ૪. ૨. (i) પાયવર્ઝન તમારૃતીન તાત્ત્વિમ્ – યોગદરિસમુચ્ચય, કલોક ૬૯. (ii) आतुरैरपि जडैरपि साक्षात् सुत्यजा हि विषया न तु गगः। ध्यानवांस्तु परमद्युतिदर्शी तृप्तिमाप्य न तमृच्छति भूयः ।। – અધ્યાત્મસાર, ધ્યાનસ્તુત્યધિકાર, શ્લોક ૨. (iii) સ્રોતિ શું જોત મિલત જબ ધ્યાને, હોવત નહિ તબ ન્યારા; વિષય લગન કી અગનિ બૂઝાવત, તુમ ગુન અનુભવ ધારા. – ઉપા. યશોવિજયજી, શ્રી શીતલનાથજન સ્તવન. ૩. (i) આત્મજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઇન્દ્રજાળ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ. – સમાધિશતક, દુહો 8. ii) આત્મજ્ઞાને મુનિર્ણન. સર્વ પુસ્ત્રવિધ મમ્ महेन्द्रजालवद्वेत्ति नैव तत्रानुरज्यते ।। – અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયાગ., લોક ૬. ૪. (i) વિજૂનાગ પ્રયવદ્યાવિનિમતમ टीका-'विकल्पाः' शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूप શિન્યું, ‘પ્રાયો' વહુન, વિદ્યાર્નાિમત જ્ઞાનાવરીયાकर्मसंपर्कजनितम्। – તાત્રિશત્કાત્રિશિકા, તા. ૨૩, શ્લોક ૬. (i) Tગ્યન્ત મધ્યમ વૈરવ | चार ही वाचा शृंगार अविद्येचा ।। – સંત જ્ઞાનેશ્વર, Page #82 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય, ૩૯ નથી; એ પ્રતીતિ વિચાર શાંત થાય ત્યારે જ મળે છે. મનની ઉપશાંત અવસ્થા અર્થાત્ ઉન્મની અવસ્થામાં અનુભવ મળે છે. માટે આત્મજ્ઞાનની યાને અનુભવની પ્રાપ્તિ ઇચ્છતા મુમુક્ષુએ પ્રથમ ચંચળ ચિત્તને પોતાની ઇચ્છાનુસાર પ્રવર્તાવવાનું સામર્થ્ય મેળવવું રહ્યું. પછી, એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જોડી, એનો નાશ કરવો જોઈએ.' મોહનાશનો આ અમોઘ ઉપાય છે.” ५. (i) कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा। - अध्यात्मोपनिषद, शानयोग., ) २४. (ii) नष्टे मनसि समन्तात्, सकले विलयं च सर्वतो याते। निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायि दीप इव ।। टीका – नष्टे भस्मछन्नाग्निवत्समन्ततस्तिरोहिते मनसि। तथा सह कलाभिश्चिन्तास्मृत्यादिरूपाभिर्वर्तते यत्तत्सकलं, तस्मिन् जलप्रवाहप्लावितवह्निवद्विलयं क्षयमुपगते सति तत्त्वमात्मज्ञानरूपं निष्कलं कर्मकलाविनिर्मुक्तमुदेति।। - योगशाल. (सटी), ५॥॥ १२, 3६. ६. विक्षिप्ताच्चेतसः स्वाभाविकाद्यातायातं चित्तमभ्यस्येत, ततोऽपि विश्लिष्टं ततोऽपि च सुलीन, एवं पुनः पुनरभ्यासान्निरालम्बं ध्यानं भवेत्। ततः समरसभावप्राप्तेः परमानन्दमनुभवति । - योगशाख, ५.२॥ १२, दो ५, टी. (वित्तनी विक्षिप्त अवस्थामीन वागंन शो 3-मां .) ७. (i) आलब्यैकपदार्थं, यदा न किचिद्विचिन्तयेदन्यत्। अनुपनतेन्धनवह्निवदुपशान्तं स्यात्तदा चेतः ।। शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या. मोहध्वान्तं विलयमेति ।। - मध्यात्मसार, अनुभवाधि२, १६ १७, १८. (ii) कदलीवच्चाविद्या लोलेन्द्रियपत्रका (ला) मन:कंदा। अमनस्कफले दृष्टे नश्यति सर्वप्रकारेण ।। - योगशाख, २॥ १२, ६0 ४०. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આત્મજ્ઞાન અને સાધનાપથ “અનુભવ” શું છે? યોગીશ્વર ચિદાનંદજી મહારાજે અનુભવની ઓળખાણ આપતાં કહ્યું આપે આપ વિચારતાં, મન પામે વિસરામ; રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ. આતમ-અનુભવ તીરસે, મીટે મોહ અંધાર; આપરૂપમેં જલહલે, નહિ તસ અંત ઓ પાર. -- અધ્યાત્મબાવની. સિદ્ધપરમાત્માના કે શ્રી જિનેશ્વર દેવના કે નિજના જ શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન-મનન-ધ્યાન કરતાં, કોઈ ધન્ય પળે, મન શાંત થઈ જાય છે અને બાતા ધ્યેયની સાથે તદાકાર બની, શુદ્ધ આત્મસ્વરૂપમાં ખોવાઈ જઈ, પોતાના યથાર્થ સ્વરૂપનું અને આંતરવૈભવનું ‘દર્શન’ પ્રાપ્ત કરે છે. પોતાના અલૌકિક, શાશ્વત આનંદસ્વરૂપની આ અનુભૂતિથી મોહઅંધકાર દૂર થવાથી થાતાને તત્કાલ આત્મજ્ઞાનનો પ્રકાશ લાધે છે. આ અપૂર્વ ઘટનાને શાસ્ત્રીય પરિભાષામાં ‘આત્મજ્ઞાન’ કે ‘અનુભવ ની સંજ્ઞા અપાઈ છે. સૂર્યોદય થાય એ પહેલાં જેમ અરુણોદય આવીને રાત્રિનો અંધકાર હટાવી દે છે, તેમ કેવળજ્ઞાનનો સૂર્ય પ્રકાશે એની પૂર્વે અનુભવ આવીને મોહનો અંધકાર ઉલેચી નાંખે છે. સવારમાં પ્રકાશ આવીને આખી રાતની આપણી ઘસઘસાટ ઊંઘ કે સ્વપ્નમાળાનો એક પળમાં અંત લાવી દે છે; તેમ અનુભવનું આગમન દેહ અને કર્મકત વ્યક્તિત્વ સાથેના અનાદિના આપણા તાદાત્મને એક ક્ષણમાં ચીરી નાંખે છે. આ દેહ અને હું એ બંને સામાન્યપણે એકરૂપ ભાસે છે; છતાં વાસ્તવમાં બંને તદ્દન ભિન્ન છે. અનુભવના પ્રકાશમાં આ હકીકત માત્ર બૌદ્ધિક સમજ ન રહેતાં, જીવંત સત્ય બની જાય છે. પહેરેલ કપડાં પોતાથી જુદાં છે એ ભાન દરેક માનવીને જેટલું સ્પષ્ટ છે, તેટલી જ સ્પષ્ટતાથી આત્માનુભવવાળી વ્યક્તિ દેહને પોતાથી અલગ અનુભવે છે. જેમને અપરોક્ષાનુભવ થયો નથી કે એનો અણસાર પણ મળ્યો નથી, Page #84 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૪૧ તેમને સ્વાનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવવી મુશ્કેલ છે. જન્માંધને વાણીથી રંગોનો ભેદ કઈ રીતે સમજાવવો? કે જેણે કદી ઘી કે માખણ ચાખ્યાં જ નથી એને ઘીના સ્વાદનો ખ્યાલ આપવા શું કહેવું? અનુભવની અવસ્થાનો ખ્યાલ આપવાનો પ્રયાસ કરતાં અનુભવીઓને આ જ મૂંઝવણ રહે છે. જે સ્થિતિ વાચાથી પર છે, તેને વાણી દ્વારા શી રીતે વ્યક્ત કરવી? તેથી અનુભવવિષયક કોઈ પણ નિરૂપણ અધૂરું લાગે એ સ્વાભાવિક છે. પરંતુ એનાથી અનુભવાવસ્થાનો આછો-પાતળોય ખ્યાલ જિજ્ઞાસુઓ મેળવી શકતા હોય તો એથી રૂડું શું? જ્ઞાનીઓએ અનુભવને ‘તુર્યાઅર્થાત્ ચોથી અવસ્થા કહી છે. ઊંઘ અને જાગૃતિ એ બે અવસ્થાઓ આપણને સૌને પરિચિત છે. જાગૃત અવસ્થામાં આપણું મન અને ઇન્દ્રિયો બાહ્ય જગત સાથેના સંબંધમાં રહી આપણને તેનું જ્ઞાન કરાવે છે. ઊંઘમાં બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય છે, ઇન્દ્રિયો અને મને પોતાનું કામ બંધ કરી રજા માણે છે અને આપણે શૂન્યતામાં ખોવાઈ જઈએ છીએ. કેટલીક વાર શૂન્યતામાં ખોવાઈ જવાના બદલે આપણે સ્વપ્નો જોઈએ છીએ, એ સૂચવે છે કે મનની પ્રવૃત્તિ સર્વથા અટકી નથી. સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયો બાહ્ય જગતની નોંધ લેતી નથી, શરીર નિશ્રેષ્ટ પડ્યું હોય છે, પરંતુ મન ગતિશીલ રહે છે. આમ, આપણા પરિચયની ત્રણ અવસ્થા થઈ : જાગત, ગાઢ ઊંધ અને સ્વપ્ન. અનુભવની ચોથી અવસ્થા એ ત્રણેથી જુદી છે; એને પોતાનું આગવું વ્યક્તિત્વ છે. ગાઢ ઊંઘમાં બાહ્ય જગત ભુલાય છે તેની સાથે જાગૃતિ પણ જાય છે; જ્યારે તુર્યાના આ અનુભવ વખતે, બાહ્ય જગતનું ભાન ન હોવા છતાં, સાવધાની / જાગૃતિ પૂર્ણ હોય છે અને પોતાનું આનંદપૂર્ણ અસ્તિત્વ સત્તા પ્રબળતાથી અનુભવાય છે. એક સંતે આ અવસ્થાની ઓળખાણ આ રીતે આપી છે : “જાગૃતિમાંની ગાઢ નિદ્રા અર્થાત્ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકારબધું નિદ્રાધીન છે, અને દેહમાં પરમેશ્વર જાગે છે.” ૮. (i) યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૪૭-૫૦, અને (ii) ઉપા. યશોવિજયજીકૃત અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગશુદ્ધિ, શ્લોક ૨૪-૨૫. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આત્મજ્ઞાન અને સાધનાપથ આ અનુભવ આવે છે ત્યારે ઓચિતો આવે છે. અચાનક જ ચિત્ત વિચારતરંગો રહિત શાંત થઈ જાય છે, દેહનું ભાન જતું રહે છે અને આત્મપ્રકાશ ઝળહળી ઊઠે છે. અંધારી મેઘલી રાતે તદ્દન અજાણ્યા સ્થાને ઊભા રહેલા મુસાફરને અચાનક ત્રાટકતી વીજળીના ઝબકારામાં પોતાની આજુબાજુનું દશ્ય દેખાઈ જાય છે તેમ, આ અનુભવથી સાધકને એક પલકારામાં પોતાના સાચા સ્વરૂપનું શુદ્ધ સ્વરૂપનું ‘દર્શન’ લાધે છેપોતાનું અકલ, અબદ્ધ, શાશ્વત, શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે, એની પ્રતીતિ મળે છે. શ્રતની જેમ અહીં ક્રમે ક્રમે જ્ઞાનની વૃદ્ધિ નથી થતી, પરંતુ ક્ષણવારમાં જ પૂર્વના અજ્ઞાનનું સ્થાન આત્માનું નિર્ભીત જ્ઞાન લે છે. વર્ષોના શાસ્ત્રાધ્યયનથી પ્રાપ્ત થાય એથી અધિક સ્પષ્ટ, નિશ્ચિત અને ઊંડાણવાળું જ્ઞાન આ થોડી ક્ષણોમાં જ મળી જાય છે. આ અનુભવ અત્યંત સુખદ હોય છે. એ વખતે વચનાતીત શાંતિ લાધે છે. પરંતુ એકલા શાંતિ કે આનંદના અનુભવને સ્વાનુભૂતિનું લક્ષણ ન કહી શકાય. ચિત્ત કંઈક સ્થિર થાય, ત્યારે પણ શાંતિ અને આનંદ તો અનુભવાય છે, પરંતુ અહીં જ્ઞાતા અને જ્ઞયનો ભેદ રહેતો નથી; ધ્યાતા બેય સાથે એકાકાર બની રહે છે; પરમાત્મતત્ત્વ સાથે ઐકય અનુભવાય છે; આનંદ વચનાતીત હોય છે; વીજળીના ઝબકારાની જેમ એકાએક ત્રાટકતો જ્ઞાનપ્રકાશ રેલાય છે, અને સાધકને વિશ્વનું રહસ્ય પોતાની સમક્ષ ખુલ્લું થઈ ગયેલું લાગે છે; અને તેને એ જ્ઞાન, વિશ્વાસ અને નિશ્ચય થઈ જાય છે કે ભવિષ્ય અંધકારમય નથી, પરંતુ ઉજજવળ છે. એ વિશ્વાસ સાથે મૃત્યુનો ભય પણ વિનષ્ટ થઈ જાય છે, મૃત્યુથી પર પોતાનું શાશ્વત અસ્તિત્વ છે એની એને અચલ પ્રતીતિ મળે છે; અને, એના અંતરમાં સમસ્ત વિશ્વને આલિગતો પ્રેમ ઉમટે છે – આ છે અપરોક્ષાનુભૂતિ વખતના કેટલાક ખાસ અનુભવા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષનના શબ્દોમાં કહીએ તો – “એ દર્શનની–એ સાક્ષાત્કારની–સાથે નિરવધિ આનંદ આવે છે; જેને બુદ્ધિ પહોંચી ન શકે તેવું જ્ઞાન આવે છે; ખુદ જીવનના કરતાંયે Page #86 -------------------------------------------------------------------------- ________________ અનુભવ: જીવન્મુકિતનો અરુણોદય ૪૩ તીવ્રતર એવું સંવેદન થાય છે; અને અપાર શાંતિ ને સંવાદનો અનુભવ થાય છે. ...એ શાશ્વત તેજના સ્મરણની અસર કાયમની રહી જાય છે, અને એવો અનુભવ ફરી મેળવવાને મન ઝંખે છે.” સ્વાનુભૂતિની અભિવ્યક્તિ અહીં એ યાદ રહે કે શબ્દ દ્વારા “અનુભવ” વિશે આપણે જે જાણી શકીએ છીએ તે, અનુભવનું આપણા મને દોરેલું ચિત્ર છે. અનુભવ વખતે તો જ્ઞાતા-જ્ઞયનો ભેદ કરનારું મન ‘ઊંધી’ ગયું હોય છે, અને આત્મા જ્ઞયની સાથે તદાકાર હોય છે. પછીથી મન જાગૃત થાય છે ત્યારે, અનુભવ વખતે જે બન્યું એની નોંધ લેવા તે પ્રયાસ કરે છે, જેમાં તે ભાગ્યે જ સફળ થાય જાગૃત થયા પછી ચિત્ત અનુભવની નોંધ લે અને તેનું વર્ણન બીજાઓ સમક્ષ રજૂ કરે તેમાં, ૧. અનુભવ કરનાર વ્યક્તિના, અનુભવની ઘટના પહેલાંના માનસિક ઘડતર; ૨. તેની આજુબાજુની પરિસ્થિતિ, દેશકાળ; ૩. પોતાના અનુભવની વાત એ જેની આગળ વ્યક્ત કરી રહી હોય તે જનસમૂહની માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ભૂમિકા; અને ૪. તે વ્યક્તિની પોતાની અભિવ્યક્તિની આવડત (expres sion-power) – આ બધાંની છાપ એ વર્ણનમાં આવ્યા વિના રહેતી નથી. તેથી મન દ્વારા વાણીમાં અનુભવનું જે ચિત્ર અંકિત કરવામાં આવે છે તે, કોઈ રમ્ય નૈસર્ગિક દૃશ્યના, માત્ર બે-ચાર રેખાઓ વડે દોરેલ “સ્ટેચ’ જેવું પણ માંડ કહી શકાય. ૯. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, “ધનું મિલન, પૃષ્ઠ ૨૬૭ (ભારતીય વિદ્યા ભવન, ચૌપાટી, મુંબઈ-૭). Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આત્મજ્ઞાન અને સાધનાપથ મન અને વાણીની પહોંચથી પર એવા આ અપરોક્ષાનુભવને પૂર્ણપણે સમજવા માટે તેનો જાતઅનુભવ જ મેળવવો રહ્યો; શબ્દો તો માત્ર એનો ઈશારો જ કરી શકે. જેણે આ દશા અનુભવી છે, તે બધા જ એમ કહે છે કે પોતે જે અનુભવ્યું તેને પાણીમાં વ્યક્ત કરવા પોતે અસમર્થ છે. છતાં આંગળીથી ઝાડની ડાળી ચીંધીને બીજનો ચંદ્ર બતાવાય છે તેમ, શબ્દનો ઇશારો કરીને આત્માનુભવ તરફ શ્રોતાઓની દષ્ટિ લઈ જવાનો પ્રયાસ થતો રહ્યો છે. બહુધા એવા ઇશારા સૂત્રાત્મક શૈલીએ પદ્યમાં કાવ્યમાં થયેલા છે. વાણીથી પર એવી અનુભૂતિઓને ગણિતનાં સમીકરણો કે ભૌતિક વિજ્ઞાનના નિયમોની જેમ સ્પષ્ટ શબ્દોના ચોકઠામાં પૂરી શકાતી નથી; કાવ્યનું પ્રવાહી માધ્યમ આધ્યાત્મિક અનુભૂતિની અભિવ્યક્તિ માટે વધુ માફક આવે છે. આથી સાધકો અને અનુભવીઓએ ભજનોમાં, પદોમાં કે અન્ય કાવ્યપ્રકારોમાં પોતાની અનુભૂતિના સંકેતો વેરવાનું પસંદ કર્યું છે. કેટલાક મહાન કવિઓએ પણ પોતાની ઉત્તમ કાવ્યકૃતિઓમાં આ અનુભૂતિના અણસારા છૂટે હાથે વેર્યા છે. કિંતુ, કાવ્યમય વાણીમાં અક્ષરાંકિત થયેલ એ ત્રુટક સંકેતોમાંથી અનુભવની મૂળ કાયાનું સુરેખ ચિત્ર ઉપસાવવું મુશ્કેલ બની રહે છે. આથી, એ પદ્ય ઇશારાઓમાંથી સામાન્ય માનવી અનુભવ વખતની સાધકની આંતરિક સ્થિતિનો સ્પષ્ટ બોધ પ્રાપ્ત કરી શકતો નથી. અનુભવ શું છે એની કંઈક સ્પષ્ટ કલ્પના વાચકને આવી શકે તે માટે, અનુભવ મેળવનાર બે-ત્રણ મહાનુભાવોના ગદ્ય ઉદ્ગારો ૧૦. (i) ...બનાવિજ્ઞાન દ્વિગુરમવું, શુદ્ધાત્મપરિમ, परमार्थतोऽनाख्येयमनुभवगम्यमेव सम्यक्त्वम्। – ધર્મસંગ્રહ, ભાગ ૧, ગાથા ૨૨-ટીકા, (પત્રાંક ૩૯). (ii) सम्यक्त्वं वस्तुतः सूक्ष्ममस्ति वाचामगोचरम्। तस्मात् वक्तुं च श्रोतुं च, नाधिकारी विधिक्रमात्॥ – પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક ૪00. (iii) When I try to tell the best I find, I cannot; My tongue is ineffectual on its pivots, My breath will not be obedient to its organs, - I become a dumb man. – Walt Whitman, Leaves of the grass'. Page #88 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અણોદય ૪૫ અહીં ટાંકું છું. અહીં એ ઉલ્લેખનીય છે કે આ અનુભવો છેલ્લાં સો વર્ષમાં આપણી વચ્ચે વસતી વ્યક્તિઓના છે. – અનુભવનું ધ્યાન, અનુભવીઓના પોતાના જ શબ્દોમાં યોગીઓના અનુભવ-કથનમાં બુદ્ધિવાદી માનસને કદાચ માત્ર અતિશયોક્તિ કે ઊમિલતાનો આવેગ જ દેખાય; માટે પ્રથમ એક બુદ્ધિજીવી–અમેરિકન દાક્તર–નો અનુભવ, તેના પોતાના જ શબ્દોમાં, આપણે જોઈએ. ‘અમેરિકન મેડિકો-સાઇકોલૉજિક ઍસોસિયેશન'ના તેમ જ ‘બ્રિટિશ મેડિકલ ઍસોસિયેશન'ના સાઇકોલૉજિકલ વિભાગના પ્રમુખપદે રહી ચૂકેલા ડૉ. રિચર્ડ મોરિસ બક (Dr. Richard Maurice Bucke) એમ. ડી. પોતાનો અનુભવ જણાવતાં લખે છે કે – “એકાએક, કશી ચેતવણી વિના, અગ્નિના ભડકા જેવા રંગના વાદળથી તેણે પોતાની જાતને જાણે વીંટળાયેલી જોઈ. એક ક્ષણ પૂરતો એના મનમાં વિચાર ઝબકી ગયો આગનો – મોટા શહેરમાં અચાનક પ્રગટેલ કોઈ દાવાનળનો. બીજી જ ક્ષણે તેને જણાવ્યું કે પ્રકાશ તેની અંદર જ હતો. એ પછી તરત જ તે પરમાનંદમાં ડૂબી ગયો – અમર્યાદ આનંદ. એની સાથે જ કે એની પાછળ પાછળ જે બૌદ્ધિક જ્ઞાનપ્રકાશ રેલાયો એને વાણીમાં શી રીતે લાવવો? એનું વર્ણન કરવું અશક્ય છે. તેના મગજમાં બ્રાહ્મી-ઐશ્વર્યનો એક વિઘત-લિસોટો પસાર થઈ ગયો, જેનો પ્રકાશ એ પછી સદા એના જીવનને અજવાળતો રહ્યો. એના હદય પર બ્રહ્મામૃતનું એક બિંદુ પડયું કે જે મુક્તિસુખનો આસ્વાદ સદાને માટે મૂકતું ગયું.” આ અનુભવ પછી ડૉ. બક આવા અનુભવથી સારી રીતે પરિચિત એવી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા, જેની સાથેની વાતચીતે, તેમણે પોતે જે અનુભવ્યું હતું તેના રહસ્ય ઉપર અત્યંત વિશદ પ્રકાશ પાથર્યો. એ પછી * આ નોંધમાં ડૉ. બકે પોતે જ પોતાનો ઉલ્લેખ ત્રીજા પુરુષના સર્વનામથી કર્યો છે. વ્યક્તિત્વની ભાવનાથી તે વખતે તેઓ કેટલા બધા પર થઈ ગયા હશે એનો સંકેત આમાંથી મળી રહે છે. 11. Proceedings and Transactions of the Royal Society of Canada, Series II, Vol. 12, pp. 159-196. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ એમણે આ વિષયમાં સંશોધન કરીને એક ગ્રંથ લખ્યો છે, જેનું નામ છે : ‘Cosmic Consciousness’–‘વિશ્વચેતના”. પોતાને થયેલ ઉપર્યુક્ત અનુભવ અંગે તેઓ એ ગ્રંથમાં વિશેષમાં નોંધે છે કે – .. ...તેનો એ દાવો છે કે આ અનુભવ પૂર્વે મહિનાઓના કે વર્ષોના અભ્યાસ દ્વારા જેટલું જ્ઞાન તેને મળ્યું હશે, તેના કરતાં વધુ જ્ઞાન તેને આ અનુભવ વખતની થોડી સેકંડોમાં લાધ્યું – કેટલુંક એવું જ્ઞાન, જે ગમે તેટલા અભ્યાસ દ્વારા પ્રાપ્ત ન થાત. એ પ્રચંડ જ્ઞાનપ્રકાશ થોડી ક્ષણો . જ રહ્યો, પણ તેની અસર સ્થાયી નીવડી. એ ક્ષણે એણે જે જોયું અને જાણું તેને એ કદી ભૂલી શકે તેમ નથી; તેમ જ તે વખતે તેના ચિત્ત સમક્ષ જે રજૂ થયું તેમાં એણે કદી શંકા ઉઠાવી નથી – ઉઠાવી શકે પણ નહીં.”૧૨ બનારસ હિન્દુ યુનિવર્સિટીના, ભૌતિક વિજ્ઞાનના, નિવૃત્ત પ્રોફેસર યુ. એ. અસરાનીએ પોતાનો અનુભવ, તેમના ગ્રન્થ ‘યોગ અનઇલ્ડમાં ટાંક્યો છે. મને મોકલેલી તેની સંક્ષિપ્ત નોંધમાં તેમણે જણાવ્યું છે કે – ૧૯૪૩માં હું રાજકીય અટકાયત હેઠળ હતો. ત્યારે એક સાંજે ઘેરથી અત્યંત ઉગજનક સમાચાર મને મળ્યા. સુખી સંસારની બધી સંભાવનાઓનો જાણે અચાનક એકી ધડાકે સદાને માટે અંત આવી ગયાનો સંકેત એમાં હતો; અને જેલના સળિયાની પાછળ રહીને હું એ કઠોર પ્રારબ્ધને બદલવા કશું જ કરી શકું તેમ તો હતું જ નહીં. હું ઘણો જ ખિન્ન થઈ ગયો. પરંતુ એ ઉદ્વિગ્નતામાંથી બીજી સવારે એક નવું જ‘પડશે તેવા દેવાશે’–નું વલણ જગ્યું. એક નવી જ મન:સ્થિતિ – મુક્ત, નિ:સ્વાર્થ, સ્વસ્થ, બધી જ ઇચ્છાઆકાંક્ષા અને આસક્તિઓથી પર. બે દિવસ અને રાત આ સ્થિતિ રહી. પછી ધીરે ધીરે તે લુપ્ત થઈ. મનની એ અત્યંત વિસ્મયકારક અવસ્થા હતી. ન કોઈ સ્પૃહા કે ૧૨. Dr. Richard Maurice Bucke, M. D, ‘Cosmic Conscious ness', p. 10 (E. P. Dutton & Co., New York). ૧૩. U. A. Asrani, ‘Yoga Unveiled', (Motilal Banarsidass. Delhi-7). Page #90 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય/૪૭ આતુરતા, ન કોઈ ચિંતા કે અહંવૃત્તિ, ન મારા પોતાના અંગે કે અન્ય કોઈ અંગે કશો વિચાર. જીવનના પ્રસંગો આંખ સામે આવતા હતા, પણ કાચની પ્લેટ ઉપરથી સરકી જતા શુદ્ધ પારાની જેમ, ચિત્તને ક્યાંય અડયા-આભડયા વિના, તે પસાર થઈ જતા હતા. જીવનનું સમગ્ર વહેણ શરદઋતુના શાંત ઝરણાના વિક્ષેપવિહીન પ્રવાહ જેવું ભાસવા લાગ્યું. બાહ્ય દેખાવો બદલાતા, ઘટનાઓ એક પછી એક બન્યે જતી, અને પ્રવૃત્તિ કશા રઘવાટ કે ચિંતા વિના, સંપૂર્ણ સ્વસ્થતા અને આત્મવિશ્વાસપૂર્વક ચાલતી રહી. રઘવાટ અને ચિંતા જન્મે છે અજાગૃત મનમાં રહેલ ભયમાંથી; જ્યારે આ અવસ્થામાં ભયનું તો નામનિશાન નહોતું રહ્યું. મૃત્યુનો ભય પણ નહોતો રહ્યો. જીવવાનીયે કામના નહોતી. કોઈ વસ્તુની કામના ત્યારે જ જાગે છે કે તે વસ્તુનો અભાવ આપણને ખૂંચતો હોય, કે તે વસ્તુ ખોવાઈ જવાની ધાસ્તી આપણા મનમાં પેઠી હોય. એ અવસ્થામાં તો ભય કે અભાવની કોઈ જ લાગણી રહી નહોતી. મન ખેલાડીના જેવા આનંદ, પ્રસન્નતા અને ઉમંગથી સદા સભર રહેતું, અને જીવનની ક્ષણે ક્ષણની ઘટનાઓનું વ્યવહારુ મૂલ્યાંકન કરતું. એ અવસ્થામાં મારામાં બાળકના જેવી નિર્દોષતા અને ઉમંગ વરતાતાં હતાં... “આસક્તિ અને વળગણનો તદ્દન અભાવ આ અવસ્થાનું આગવું લક્ષણ હતું. સમિષ્ટ સાથે ઔદાર્યપૂર્ણ તાદાત્મ્ય અનુભવાતું હતું. “અધ્યાત્મપથ ઉપર પાંત્રીસ વર્ષના પ્રયાસો પછી, મેં પહેલી જ વાર અનુભવ્યું કે ચિત્ત, શિથિલીકરણ, ધ્યાન કે સમાધિ માટેના કોઈ સભાન પ્રયત્ન વિના, સ્વયં, થોડી પળો માટે સાવ શાંત નિર્વિચાર થઈ શકે છે... મને લાગ્યું કે ભગવદ્ગીતા-નિર્દિષ્ટ, આધ્યાત્મિક પ્રાપ્તિની પરાકાષ્ઠારૂપ, સ્થિતપ્રજ્ઞ અવસ્થા (અધ્યાય ૨, ૫૪-૭૨) મારી સામે પ્રત્યક્ષ થઈ હતી. પાંત્રીસ વર્ષના વેદાંતના અધ્યયન સાથે ખરા દિલના ધ્યાનાભ્યાસ મુખ્યત: જ્ઞાનયોગ મુજબના ધ્યાનાભ્યાસ અને કંઈક અંશે અન્ય યોગપતિઓના અનુસરણ, જેમાં ૐકારના જાપનો પણ સમાવેશ થતો હતો — ના પરિપાકરૂપે આ અનુભવ મને લાધ્યો હતો.” દક્ષિણ ભારતના વિશ્વવિખ્યાત સંત શ્રી રમણ મહર્ષિને, આ જીવનના કોઈ પ્રયત્ન કે કોઈ સાધના વિના, અચાનક જ, આત્માનુભૂતિ પ્રાપ્ત થઈ - Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ હતી. હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં તેઓ ભણતા હતા તે સમયે, માત્ર સત્તર વર્ષની વયે, એક દિવસ અચાનક એમને એ અસાધારણ અનુભૂતિ થઈ. શરીર પૂર્ણ સ્વસ્થ હોવા છતાં, એક દિવસ ઓચિંતા મૃત્યુના ભયે એમને ઘેરી લીધા. દેખીતા કોઈ નિમિત્ત વિના એમને એવી પ્રતીતિ થઈ કે જાણે મૃત્યુએ પોતાનો પંજો એમના તરફ ફેલાવ્યો છે. શરીરને શબની જેમ નિશ્રેષ્ઠ રાખી એ સૂઈ ગયા – જાણે શરીર નિપ્રાણ થઈ ગયું છે એવો એમણે અભિનય કર્યો. કિંતુ શરીરની સ્થિતિ શબ જેવી હોવા છતાં ભીતરમાં ‘હું'નું ભાન તો પૂર્વવત્ ચાલુ રહ્યું, એથી એમણે મનોમન પ્રશ્ન કર્યો કે, “હું કોણ? ને પડદો પડી ગયો. એ વખતની પોતાની અનુભૂતિનું વર્ણન તેમણે સ્વમુખે આ પ્રમાણે કર્યું છે – મદુરાથી સદાને માટે રવાના થતાં પહેલાં લગભગ છ અઠવાડિયાં પૂર્વે મારા જીવનમાં આ મહાન પરિવર્તન આવ્યું. મારા કાકાના મકાનના પહેલા માળ પર ઓરડામાં હું એકલો બેઠો હતો. મને કોઈ વખત કોઈ બીમારી આવેલી નહિ, અને તે દિવસે પણ મારું સ્વાએ બિલકુલ સારું હતું. પરંતુ એકાએક મૃત્યુના ભીષણ ભયે મને ઘેરી લીધો. ... ...મૃત્યુના ભયના આઘાતના કારણે હું અંતર્મુખ થયો અને મારા મનમાં અનાયાસ વિચાર ઊભરાવા લાગ્યા : હવે મૃત્યુ આવી પહોંચ્યું છે; એનો અર્થ શો ? મૃત્યુ કોનું? આ શરીર હવે નહિ રહે. અને હું અનાયાસ મૃત્યુનો જાણે અભિનય કરવા માંડ્યો. મારાં અંગોને સ્થિર રાખીને મેં ભોંય પર લંબાવ્યું, શ્વાસ રોકી દીધો અને હોઠોને કસીને બંધ કરી દીધા. શબનું મેં આબેહૂબ અનુકરણ કર્યું, જેથી આ ખોજના અંતસ્તલ સુધી હું પહોંચી શકું. પછી મેં મારી જાતને કહેવા માંડયું : આ શરીર મડદું છે, લોકો એને ઉપાડીને સ્મશાનઘાટ લઈ જશે અને ફેંકી દેશે, ત્યારે એ રાખ થઈ જશે. પરંતુ શું આ શરીરના મૃત્યુથી મારું મૃત્યુ થઈ જશે? શું હું શરીર છું? મારું શરીર મૌન અને જડ પડયું છે, પણ હું મારું વ્યક્તિત્વ પૂર્ણપણે અનુભવી રહ્યો છું અને મારી અંદર ઊઠતા હું'ના ફુરણને પણ ‘સાંભળી રહ્યો છું. માટે હું શરીરથી પર આત્મા છું. શરીરનું મૃત્યુ થઈ જાય છે, પણ આત્માને મૃત્યુ સ્પર્શી પણ નથી શકતું; અર્થાત્ “હું અમર આત્મા છું. આ કંઈ શુષ્ક વિચારધારા નહોતી, જીવંત સત્યની જેમ અત્યંત સ્પષ્ટતાપૂર્વક આ ત મારા ચિત્તમાં વીજળીની જેમ ઝબકી ગયું; કશા વિચાર વિના મને સત્યનું પ્રત્યક્ષ દર્શન થઈ ગયું. “' જ વાસ્તવિક સત્તા હતી. અને શરીરથી Page #92 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૪૯ સંબદ્ધ સઘળી હલચલ આ ‘હું’ પર જ કેન્દ્રિત હતી. મૃત્યુનો ભય સદાને માટે નષ્ટ થઈ ચૂકયો હતો. સ્વરમણતા એ પછી આજપર્યંત અવિચ્છિન્નપણે ચાલુ રહી છે. આ નવી ચેતનાનું પરિણામ મારા જીવનમાં દેખાવા લાગ્યું. સર્વપ્રથમ મિત્રો અને સંબંધીઓમાં રસ લેવાનું મેં બંધ કરી દીધું. હું મારું અધ્યયન યાંત્રિક રીતે કરવા લાગ્યો; મારા સંબંધીઓને સંતોષ આપવા હું ચોપડી ઉઘાડી બેસી જતો, પરંતુ વસ્તુસ્થિતિ એ હતી કે મારું મન પુસ્તકમાં બિલકુલ લાગતું નહોતું. લોકો સાથેના વ્યવહારમાં હું અત્યંત વિનમ્ર અને શાંત બની ગયો. પહેલાં મને બીજા છોકરાઓની અપેક્ષાએ વધુ કામ આપવામાં આવતું તો હું એની ફરિયાદ કર્યા કરતો અને કોઈ છોકરો મને પજવતો તો હું એનો બદલો લેતો. કોઈ છોકરો મારી સાથે ઉચ્છ્વખલ વર્તાવ કરવાની કે મારું ટીખળ કરવાની હિંમત કરતો નહિ. હવે બધું બદલાઈ ચૂકયું હતું. મને જે કંઈ કામ સોંપવામાં આવતું, હું તે ખુશીથી કરતો. મને ગમે તેટલો પજવવામાં આવે, હું તે શાંતિથી સહન કરતો. વિક્ષોભ અને બદલો લેવાની વૃત્તિવાળા મારા અહંનો લોપ થઈ ચૂકયો હતો. મિત્રોની સાથે બહાર રમવા જવાનું મેં બંધ કરી દીધું અને એકાંત પસંદ કરવા લાગ્યો. હું ઘણે ભાગે ધ્યાનાવસ્થામાં એકલો બેસી જતો અને આત્મામાં લીન થઈ જતો. મારો મોટો ભાઈ મારી ઠેકડી ઉડાવ્યા કરતો અને વ્યંગમાં મને ‘સાધુ’ કે ‘યોગી’ કહીને બોલાવતો અને પ્રાચીન ઋષિઓની પેઠે જંગલમાં જવાની મને સલાહ આપ્યા કરતો. 66 ... “મારામાં બીજું એક પરિવર્તન એ આવ્યું કે ભોજનની બાબતમાં મને કોઈ રુચિ-અરુચિ ન રહી. મને જે કાંઈ પીરસવામાં આવતું — સ્વાદિષ્ટ * આ ઘટના બન્યા પછી દોઢ-બે મહિને ઘરનો ત્યાગ કરીને તેઓ અરુણાચલ ગયા. ત્યાં, ધ્યાનમાં બહારની કોઈ ડખલ ન રહે એ માટે એકાંત સ્થાન શોધતાં, મંદિરનું એક ભોંયરું તેમની નજરે ચઢયું, તેમાં તેઓ ધ્યાનમાં બેસી ગયા. એ અવાવરુ ભોંયરામાં જીવજંતુઓએ એમની સાથળો ફોલી ખાધી; તેના ઘામાંથી નીકળતા લોહી અને પરુથી જમીન ભીની થઈ ગઈ; તે છતાં એની જાણ એમને ન થઈ! તેઓ એ સમયે દેહભાવથી પર થઈ સ્વમાં કેટલા લીન રહેતા તેનો કંઈક ખ્યાલ વાચક આમાંથી મેળવી શકશે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આત્મજ્ઞાન અને સાધનાપથ કે અસ્વાદિષ્ટ, સારું કે નરસું – હું તેને ઉદાસીન ભાવે ગળી જતો. એક વધુ પરિવર્તન મારામાં એ થયું કે મીનાક્ષીના મંદિર પ્રત્યે મારી ધારણા બદલાઈ ગઈ. પહેલાં હું મંદિરમાં કોઈ કોઈ વાર મિત્રોની સાથે મૂર્તિઓનાં દર્શન કરવા તથા માથા પર પવિત્ર વિભૂતિ અને સિંદૂર લગાવવાને માટે જતો અને કંઈ પણ આધ્યાત્મિક પ્રભાવ વિના હું ઘેર પાછો ફરતો. પરંતુ જાગરણ પછી હું પ્રાય: દરરોજ સાંજે ત્યાં જવા લાગ્યો. હું મંદિરમાં એકલો જતો અને શિવ, મીનાક્ષી કે નટરાજ અને ત્રેસઠ સંતોની મૂર્તિઓની સમક્ષ અવિચલ ભાવે ઊભો રહી જતો. મારા દયસાગરમાં ભાવનાની લહેરો ઊઠવા લાગતી... ...પ્રાય: હું કશી પ્રાર્થના ન કરતો, પણ નિજના અતલ ઊંડાણમાં વિદ્યમાન અમૃતપ્રવાહને અનંત સત્તા તરફ પ્રવાહિત થવા દેતો. મારાં નયનોમાંથી આંસુઓની અજગ્ન ધારા વહેતી અને મારા આત્માને એમાં તરબોળ કરી દેતી. ..આ અનુભવ મને થયો એ પહેલાં ભવભ્રમણથી મુક્ત થવાની કે મોક્ષની પ્રાપ્તિ કરવાની કે વાસનાશૂન્ય થવાની કોઈ ઝંખના મારામાં નહોતી ઊઠી. ...મેં બ્રહ્મ, સંસાર કે એવાં કોઈ અન્ય તત્ત્વો વિશે કદી કશું સાંભળ્યું નહોતું. બાદમાં તિરુવન્નામલઈમાં મેં રીલ્ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથો વાંચ્યા ત્યારે મને ખબર પડી કે ધાર્મિક ગ્રંથોમાં તે અવસ્થાનું વિશ્લેષણ અને નામોલ્લેખ છે જેનો હું કશા પણ વિશ્લેષણ કે નામોલ્લેખ વિના મારામાં ફરણરૂપે અનુભવ કરી રહ્યો હતો.” ** શ્રી રમણ મહર્ષિના અનુભવની એક વિલક્ષણતા એ હતી કે એમનો અનુભવ ક્ષણિક નહોતો. સામાન્ય રીતે આવી અનુભૂતિ મળે છે ત્યારે સાધક પરમાનંદ અનુભવે છે, પણ એ આનંદ તે ક્ષણ પૂરતો જ હોય છે; એ ક્ષણો બાદ તે પુન: સામાન્ય માનવીની જેમ સંસારનાં દ્વન્દ્રોમાં પટકાય છે; જયારે શ્રી રમણ મહર્ષિએ જણાવ્યું છે કે આ અનુભવ પછી આત્મા સાથેનું અનુસંધાન પોતાને નિરંતર રહેવા લાગ્યું હતું. 98. Arthur Osborne, Raman Maharshi and the Path of Self knowledge', pp. 18-24, (Rider & Co. London). हिन्दी अनुवाद : वेदराज वेदालंकार, 'रमण महर्षि एवं आत्मज्ञान का મ', પૃષ્ઠ ૬ – ૨૨ (શિવજી વીર પૂની, ગીર-૩). Page #94 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય / ૫૧ આવી ક્ષણિક અનુભવ મળવો એ પણ કોઈ નાનીસૂની પ્રાપ્તિ નથી, એનો પ્રભાવ પણ વ્યક્તિના સમગ્ર જીવનને સ્પર્શી જાય છે. અનુભવપ્રાપ્તિ વખતની ધ્યેય સાથેની તન્મયતા, આનંદ, આશ્ચર્ય, કૃતકૃત્યતા તથા આત્મદર્શન દ્વારા મોહ પર લાધતી જીતની ખુમારીની કંઈક ઝલક ઉપાધ્યાય યશોવિજ્યજી મહારાજના, નીચે ટાંકેલા, ઉદ્ગારોમાંથી વાચક પામી શકશે : હમ મગન ભયે પ્રભુધ્યાન મેં, ધ્યાન મેં પ્રભુધ્યાન મેં; બિસર ગઈ દુવિધા તનમન કી, અચિરાસુત ગુણજ્ઞાન મેં. ૧ હરિહર બ્રહ્મ પુરંદર કી રિદ્ધિ, આવત નાંહિ કોઈ માન મેં; ચિદાનંદ કી મોજ મચી છે, સમતારસ કે પાન મેં. ૨ ઇતને દિન તું નાંહિ પિછાન્યો, મેરો જનમ ગયો સો અજાન મેં અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાન મેં. ૩ ગઈ દીનતા અબ સબ હી હમારી, પ્રભુ! તુજ સમકિત દાન મેં; પ્રભુનુન અનુભવ રસ કે આગે, આવત નાંહિ કોઉ માન મેં. ૪ જિન હી પાયા તિન હી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં; તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં. ૫ પ્રભુ ગુન-અનુભવ ચંદ્રહાસ જયોં, સો તો ન રહે માન મેં; વાચક ‘જશ' કહે મોહ મહાઅરિ, જીત લીઓ હે મેદાન મેં." ૬ ૧૫. ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પૃષ્ઠ ૮૩. સરખાવો : સંભવજિન જબ નયન મિલ્યો હો; પ્રગટે પૂરવ પુષ્ય અંકુર, તબ થૈ દિન મોહી સફલ વલ્યો હો; અંગન મેં અમિર્યો મેહ વૂઠે, જન્મ તાપ કો વ્યાપ ગલ્યો હો. દરશન ચેં નવનિધિ મેં પાઈ, દુ:ખ દોહગ સવિ દૂર રહ્યો હતો. ડરત ફિરત હે દૂર હી દિલ થે, મોહમલ્લ જિણે જગત્રય કલ્યો હો; સમકિત રતન લેહુ દરિસણ મેં, અબ નવિ જાઉં કુગતિ રૂલ્યો હો. શ્રી નયવિજય વિબુધ સેવક કું સાહિબ સુરતરુ હોઈ ફલ્યો હો. – એજન, પૃષ્ઠ ૭૪-૭૫. Page #95 -------------------------------------------------------------------------- ________________ પર | આત્મજ્ઞાન અને સાધનાપથ એનાથી આવતું મૂલ્યપરિવર્તન બહુધા પ્રારંભિક અનુભવ થોડી પળોનો જ હોય છે – જાણે વીજની માફક એક ક્ષણમાં પરમાત્માનાં દર્શન’ થાય છે અને એમ જ તે અલોપ થઈ જાય છે. પણ એ થોડી પળો વ્યક્તિના માનસિક વલણમાં ક્રાન્તિ આણી દે છે. “અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલાલ તમાસી” આ ઉક્તિમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ અનુભવવાળી વ્યક્તિનું ચિત્ર આબાદ ઉપસાવે છે. કોઈ ભયાનક સ્વપ્નમાં ભયભીત બનેલ ઊંઘતી વ્યક્તિની માનસિક અવસ્થા અને ઊંઘમાંથી જાગી જતાં હળવાશ અનુભવતી તે વ્યક્તિની માનસિક અવસ્થા વચ્ચે જેવું અંતર છે, તેવું જ અંતર અનુભવ પ્રાપ્ત કરનાર વ્યક્તિની અનુભવ પૂર્વેની અને પછીની માનસિક સ્થિતિ વચ્ચે પડી જાય છે. ઊંઘમાંથી જાગી જનારને સ્વપ્નની સૃષ્ટિ એ માત્ર માનસિક ભ્રમણી હતી એ જ્ઞાન થઈ જાય છે, અને, એ થતાં, એને મન સ્વપ્નના બનાવોનું કોઈ મહત્ત્વ રહેતું નથી; તેમ આત્માના જ્ઞાન-આનંદમય શાશ્વત સ્વરૂપની સ્વાનુભવસિદ્ધ પ્રતીતિ મળતાં ભવભ્રમણા ભાંગે છે, અને બાહ્ય જગત સ્વપ્ન જેવું નિસાર સમજાય છે. રાત્રિના અંધકારમાં દોરડું સર્ષ મનાઈ જાય છે, તો એ દોરડું પણ તે વ્યક્તિના ચિત્તમાં ભય જન્માવે છે. આ સ્થાનમાં સર્પનો ભય નથી’ વગેરે સમજાવટથી એ ભય નિર્મળ નથી થતો, પણ ટોર્ચ લાવીને એ ‘સર્પ’ ઉપર ધરતાં જ દોરડું દેખાય છે અને ભય ગાયબ થઈ જાય છે. તેમ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ અનુભવાતા ભવભ્રમમાં થતી સત્યતાની બુદ્ધિ બહોળા શ્રુતજ્ઞાનથી પણ ખસતી નથી, કિંતુ અનુભવની નિર્મળ જ્ઞાનજ્યોતિમાં આત્માનું અબદ્ધ-શુદ્ધ આનંદસ્વરૂપ પ્રત્યક્ષ ‘જોવા’ મળતાં એ ભ્રમ ભાંગી જાય છે અને જાગૃત અવસ્થામાં અનુભવાતા જગતનું સાચું મૂલ્ય સમજાઈ ૧૬. શુદ્ઘનિશ્ચયતસ્વાત્મ વો વશંવયા भयकम्पादिकं किन्तु, रज्जावहिमतेरिव ।।१७२।। दृढाज्ञानमयी शंकामेनामपनिनीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति, श्रोतुं वैराग्यकांक्षिणः ॥१७४।। दिशः प्रदर्शक शाखाचन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शंकां न हि हन्ति परोक्षधीः ।।१७५।। Page #96 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય/૫૩ જાય છે; તથા પરમાત્મા સાથેના પોતાના અભેદસંબંધનું ભાન થાય છે અર્થાત્ એને વિશ્વાસ થઈ જાય છે કે પરમાત્માની અક્ષય સત્તા, અખંડ આનંદ અને અનંત જ્ઞાન ખુદ પોતાની અંદર ભર્યાં પડયાં છે. તેથી, અનુભવ મેળવી ચૂકેલી વ્યક્તિના અંતરના ઊંડાણમાં, પ્રતિકૂળ દેખાતા બાહ્ય સંયોગોમાં પણ, પ્રસન્નતાનો એક શાંત પ્રવાહ વહેતો રહે છે– એની ચેતનાના ઉપલા થરોમાં ભલે ક્ષોભની થોડી લહેરો આવી જતી હોય તોય. અમાસની રાતે ઘનઘોર અંધારામાં, અજાણી ભોમકામાં, શંકા-કુશંકાથી ઘેરાયેલો મુસાફર ડગમગતાં પગલાં માંડી રહ્યો હોય, ત્યાં અચાનક વીજળી ઝબૂકે ને મુસાફરને પોતાની સામે આગળનો માર્ગ દેખાઈ જાય, ત્યારે તેને કેટલું આશ્વાસન મળે છે! પછી એનાં પગલાં કેવા વિશ્વાસથી પડે છે! માર્ગ એટલો ને એટલો કાપવાનો બાકી છે, છતાં મુસાફર હવે નિશ્ચિત બને છે, તેમ આધ્યાત્મિક પથનો યાત્રિક પણ આત્મદર્શન પછી સ્વસ્થતા અને નિશ્ચિતતા અનુભવે છે, અને આગળનો પથ વિશ્વાસપૂર્વક કાપી શકે છે. આત્માનુભવ પહેલાંનાં ભય, ગભરાટ, અનિશ્ચિતતા, આશંકા એના ચિત્તમાંથી વિદાય લે છે. અનુભવપ્રાપ્તિ પહેલાંની દૃષ્ટિ અને એ પછીની દૃષ્ટિમાં આકાશપાતાળનું અંતર પડતું હોવાથી જ એ પહેલાંની દૃષ્ટિ અનુભવની ભૂમિકાએ ખોટી-મિથ્યા જણાય છે. અનુભવ મળતાં આત્માના શાશ્વત અસ્તિત્વની એવી દૃઢ પ્રતીતિ થઈ જાય છે કે મુત્યુનો ભય એ પછી એ ‘વ્યક્તિ’ને કદી સ્પર્શતો નથી. એ પછી જીવનમાં પણ ‘પોતે સુરક્ષિત છે' એવો માનસિક અનુભવ તે કરે છે. પુદ્ગલકૃત ક્ષણભંગુર અવસ્થાઓ, બાહ્ય પરિસ્થિતિ અને સંયોગોમાં આવતા અનિવાર્ય પરિવર્તનથી એ ‘વ્યક્તિ’ વધુ પડતી ચિંતિત નથી થતી કે નથી અનુભવતી બાહ્ય ઊણપથી દીનતા; કારણ કે એને, પરથી નિરપેક્ષ, પોતાના આંતરવૈભવની પ્રતીતિ હોય છે. એ જ રીતે, આત્માના નિરુપાધિક, નિરતિશય આનંદનો પ્રત્યક્ષ અનુભવ મળતાં, તેનો વિષયસુખનો ભ્રમ પણ ભાંગી જાય છે; અને સ્વરૂપમાં સ્થિર થવાનું અદમ્ય આકર્ષણ જાગી ઊઠે છે. તેના અંતરમાં યથાર્થ શ્રદ્ધા આકાર લે છે; આત્મ श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा, साक्षादनुभवन्ति ये । तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ।। १७७ ।। — અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ તત્ત્વ અને મુક્તિમાર્ગ પરનો વિશ્વાસ ગમે તેવા પ્રબળ વિરોધી તર્કથી અસ્પૃષ્ટ રહી શકે તેવો અચળ બને છે. દેહ અને વ્યક્તિત્વના બાહ્ય પડની ઓથે રહેલ પોતાના અલૌકિક, અવિનાશી, જ્ઞાનમય આનંદસ્વરૂપની પ્રત્યક્ષ અનુભૂતિના પરિણામે મળતી ધન્યતાના કારણે એનું જીવન સ્વસ્થતા, શાંતિ, અને પ્રસન્નતાથી સભર બની રહે છે. પોતાના ચૈતન્યસ્વરૂપનાં દર્શન થતાં એ વ્યક્તિના અંતરમાં વસુધૈવ દુર્વમ્' ની ભાવનાનો ઉદય થાય છે, અને એનો પ્રેમ દેશ, કાળ, જાતિ કે રંગના કોઈ ભેદભાવ વિના સર્વ પ્રત્યે વહે છે. કારણ કે, તે હવે બાહ્ય આવરણોને વીંધીને સર્વમાં રહેલ ચૈતન્યને જ જુએ છે અને તેનો આદર કરે છે. રૂપ જૂજવાં, પણ “ચાત' એક અનુભવમાં ઊંડાણ અને ટકાઉપણાનું તારતમ્ય હોય છે. કોઈનો અનુભવ ઊંડો અને વધુ સમય સુધી રહેનારો હોય છે, તો કોઈનો ક્ષણજીવી હોય છે. આત્માનુભવ મળ્યા પછી કોઈના બાહ્ય જીવનમાં જબરું પરિવર્તન આવે છે, તો કોઈનું બાહ્ય જીવન પહેલાંની જેમ જ વધે જતું દેખાય છે. અનુભવ પછી વ્યક્તિનું બાહ્ય જીવન બદલાય કે ન બદલાય, પણ તેનો આંતર પ્રવાહ અવશ્ય પલટાઈ જાય છે; જીવન અને જગત પ્રત્યેની તેની દષ્ટિમાં તો ધરમૂળનું પરિવર્તન આવે જ છે. આ સ્થિતિનો સંકેત કરતાં સંત કબીરે ગાયું છે કે ‘બાહર ભેદ ન જાનઇ, ભીતર ચકનાચૂર’– બહાર ભલે કોઈને ખબર ન પડે, પણ અંદર તો એક મૂળભૂત પરિવર્તન થઈ ગયું. ક્ષણિક અનુભવ પણ એની છાપ વ્યક્તિના માનસ ઉપર અચૂક મૂકી જાય છે – જાણે પોતાને નવો જ જન્મ પ્રાપ્ત થયો હોય એવો તફાવત વ્યક્તિ પોતાની પહેલાંની અને પછીની દષ્ટિમાં અનુભવે છે. આ અનુભવ ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય એવું નથી; એમ પણ બને કે કોઈ ભવ્ય દૃશ્ય, દયસ્પર્શી કાવ્ય, ઉચ્ચ સંગીત કે જ્ઞાનીઓના કોઈ વચનને વાગોળતાં વાગોળતાં ચિત્ત સ્તબ્ધ થઈ જાય, દેહનું ભાન જતું રહે અને આત્મજ્યોત ઝળહળી ઊઠે. એવું પણ બને છે કે માણસ કોઈ મોટી આપત્તિમાં સપડાયો હોય-નિરાશા, વિષાદ અને ઉદાસીનતા એને ઘેરી વળ્યાં હોય–તે દરમ્યાન આ અનુભવ અચાનક આવે; એકાએક નિરાશા, વિષાદ, ઉદાસીનતા વગેરે બધું સરી પડે અને પોતાની પરિસ્થિતિનો એ Page #98 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૫૫ નિર્લેપ સાક્ષી બની રહે! જન્માંતરની સાધનાના સંસ્કારો જાગી જતાં, કોઈને આ જીવનના કોઈ પ્રયત્ન કે કશી જ પૂર્વતૈયારી કે કોઈ બાહ્ય નિમિત્ત વિના પણ તવદર્શન લાધે છે. કોઈ વાર તો, જેનું બાહ્ય જીવન પાપ અને અનાચારના માર્ગે વળેલું હોય એવી વ્યક્તિને પણ, આ રીતે, ઓચિંતો આત્માનુભવ સાંપડે છે અને એના જીવનની દિશા તદ્દન નવો જ વળાંક લે છે; ને રીઢા ગુનેગારમાંથી મહાન સંત સર્જાય છે. | ગમે તે રીતે અનુભવ મળ્યો હોય, પણ બધા “અનુભવીઓ'ની ન્યાત એક જ છે. દેશ, કાળ અને માનવે સર્જેલા જાતિ, રંગ કે મત-પંથના બાહ્ય ભેદોને વીંધીને તેઓ એકબીજાના અનુભવની ભાષા ઓળખી લે છે. કોઈ ઉચ્ચ શિખર ઉપર પહોંચવા માટે, તળેટીએથી ભિન્ન ભિન્ન માર્ગ ઉપર ચડવા માંડેલા યાત્રિકો (દા. ત., કદંબગિરિ તરફથી, ઘેટીની પાળેથી કે પાલીતાણા બાજુની તળેટીએથી સિદ્ધગિરિ ઉપર ચડનારાઓ) જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ એકબીજાની નજીક આવતા જાય છે, અને છેક ટોચે પહોંચતાં તો સૌ એક જ સ્થળે આવીને મળે છે; એવું જ અહીં બને છે. જેમને જેમને આત્મતત્વનો અપરોક્ષ અનુભવ મળે છે, તેમનામાં એક મૂળભૂત સાધર્મ આવી જાય છે. પોતાની તાત્ત્વિક સત્તા દેહથી અને જગતથી પર છે અને એ સત્તામાં કરવું એ જ મુક્તિ છે, એ વાત દરેક ‘અનુભવીના અંતરમાં વસી ગઈ હોય છે. એ જાત અનુભવના આધારે, પરિભાષાના ભેદને વીંધીને, તેઓ એકબીજાનાં મંતવ્યોમાં રહેલ સામ્ય પારખી શકે છે. આથી કોઈ અદશ્ય તંતુ એમની વચ્ચે બંધુભાવની ગાંઠ બાંધી દે છે. પોતાની સ્વાયત્ત સત્તાના અનુભવના પરિણામે પ્રાપ્ત થયેલ નવી જીવનદષ્ટિની છાયા એમના સમગ્ર * આ પ્રકારનું એક પ્રસિદ્ધ ઉદાહરણ અરુણાચલ (તિરુવન્નુમલાઈ, દક્ષિણ ભારત)ના આત્મનિષ્ઠ સંત શ્રી રમણ મહર્ષિનું છે. એ અસાધારણ અનુભૂતિ એમને અચાનક જ કઈ રીતે મળી તે આપણે પૂર્વે જોઈ ગયા છીએ. ૧૭. ગન્માન્તિ રસાત્ સ્વયમેવ ૦િ પ્રકાશને તત્ત્વમ્. सुप्तोत्थितस्य पूर्वप्रत्ययवन्निरुपदेशमपि । – યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૧૩. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આત્મજ્ઞાન અને સાધનાપથ જીવનવ્યવહાર ઉપર પ્રાય: પડે છે. નવા ઉન્નત આદર્શોની ક્ષિતિજો એમની સમક્ષ વિસ્તરે છે. દૃષ્ટિની વિશાળતા અને આશાવાદી જીવનદૃષ્ટિ અનુભવવાળી વ્યક્તિનું આગવું લક્ષણ બની રહે છે. તેની દૃષ્ટિ ઉપરછલ્લી મટી તત્ત્વગ્રાહી બને છે; બાહ્ય દેખાવોથી તે ભરમાઈ નથી જતી કે નથી ગાડરિયા પ્રવાહમાં તણાતી. ધર્મ, નીતિ, દેશપ્રેમ, જીવનધોરણ આદિ કોઈ પણ બાબતમાં પ્રચલિત માન્યતાઓ કે ધોરણોને એ પોતાની વિવેકબુદ્ધિથી નાણી જુએ છે. શાસ્ત્રવચનોનું હાર્દ પણ એ શીઘ્ર પકડી શકે છે. નિરર્થક વાદ-વિવાદમાં એને રસ નથી રહેતો. પરિણામે બીજાઓ જ્યાં ઉગ્ર ચર્ચાઓમાં ઘસડાઈ જતાં હોય છે, ત્યાં એ શાંત રહે છે. એના એક કૃપાકટાક્ષે પલટેલું જીવનવહેણ = પૂર્ણ આત્માનુભવ મળે એ પહેલાં કોઈને એની ઝાંખી પ્રાપ્ત થાય છે. જેમ અચાનક બારણું જરા ઉઘડે કે પવનના ઝપાટાથી પડદો જરા ખસે અને તરત જ પાછો મૂળ સ્થિતિમાં આવી જાય, તેવા ટાણે એની પાછળ રહેલખંડનો કંઈક ખ્યાલ બહાર ઊભેલાને મળી જાય છે, તેમ શુદ્ધ ચૈતન્યનો પૂરો પરિચય નહિ પણ તેના જ્ઞાન, આનંદ, વીર્ય આદિ કોઈ એકાદ ગુણનો પરચો આવા અવસરે મળે છે; જેમ કે, બાહ્ય જગત દિષ્ટ આગળથી અચાનક અલોપ થઈ જાય, વૃત્તિ અંતર્મુખ બને અને કોઈને પોતાની અંદર અદમ્ય શક્તિની લહેરો ઊઠતી અનુભવાય છે — જાણે પર્વતનો પણ ચૂરો કરી શકાય એવી તાકાત પોતામાં ઊભરાતી અનુભવાય છે; તો કોઈને અવર્ણનીય શાંતિ અને અનુપમ સુખનો આનંદનો અનુભવ મળે છે; તો કોઈને, ઇન્દ્રિયોની સહાય વિના જ થતી જ્ઞાનની સ્ફુરણા દ્વારા, આત્માની સહજ જ્ઞાનશક્તિની પ્રતીતિ મળે છે. સ્વરૂપની આવી ઝાંખી પ્રાપ્ત કરનાર વ્યક્તિ પૂર્ણ અનુભવ પ્રાપ્ત કરનારના જેવું આમૂલ પરિવર્તન પોતાની જીવનદૃષ્ટિમાં ન પણ પામે, કિંતુ આધ્યાત્મિક તથ્યો અને અનુભવોમાં એનો વિશ્વાસ તો આવી એકાદ ઝાંખીથી પણ દઢમૂલ બની જાય છે. આવી એકાદ ઝાંખી પણ વ્યક્તિની જીવનદૃષ્ટિમાં કેવી ક્રાંતિ આણે છે તેનું એક સમકાલીન ઉદાહરણ આપણે અહીં જોઈએ. રાષ્ટ્રીય ઉત્પાદન સમિતિ (ધ નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, કલકત્તા)ના એક વખતના Page #100 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૫૭ પ્રાદેશિક નિયામક અને સુબુદ (- ઇન્ડોનેશિયામાં જન્મેલ એક આધ્યાત્મિક પંથ)ની ભારતીય શાખાના પ્રમુખપદે રહી ચૂકેલ શ્રી શહીદ પ્રવીનના જીવનની આ ઘટના છે. આત્માની સહજ- ઇન્દ્રિયનિરપેક્ષ–જ્ઞાનશક્તિની એક ઝાંખીએ પોતાને કટ્ટર નાસ્તિકમાંથી આધ્યાત્મિક પંથે વિહરતો સાધક શી રીતે બનાવી દીધો, એનું ધ્યાન ધ વે ધ સ્પિરિટ લીડ્ઝ' શીર્ષક એક લેખમાં તેમણે આપ્યું છે. તેઓ લખે છે કે – “યુવાનીમાં હું ધર્મ પ્રત્યે ઉદાસીન હતો, મારાં માબાપને ખોટું ન લાગે એટલા પૂરતું હું વાર-તહેવારે મંદિરમાં જતો અને ઘેર થતાં ધાર્મિક વિધિવિધાનોમાં ભાગ લેતો. ભગવાન પાસે મારી ઇચ્છાપૂર્તિની માગણી હું કરતો ખરો – તે વખતે ભગવાનનો મારે મન બીજો ઉપયોગ હતો પણ શો? “ઈ. સ. ૧૯૩૨માં કૉલેજ છોડ્યા પછી, લીઓન ટ્રૉસ્કીનું પુસ્તક ‘માય લાઇફ” મારા વાંચવામાં આવ્યું અને એ સાથે જ જડવાદી વિચારધારાનો ધોધ મારા મનમાં વહેતો થઈ ગયો. હું માર્કસ, ઇંજલ્સ (Engels) અને લેનિનનું સાહિત્ય આતુરતાભેર વાંચી ગયો. મારે મન એ જ મહાપુરુષો હતા. હું કટ્ટર નાસ્તિક બન્યો. જડ જ મારે મન સર્વસ્વ હતું, આત્માનું મારે કોઈ મહત્વ રહ્યું નહોતું. જીવનના કોયડા ઉકેલવા માટે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવાની કોઈ જરૂર મને દેખાતી નહોતી. યોજનાબદ્ધ કાર્ય કરીને માણસ એના કરતાં (ઈશ્વર કરતાં) સારું સર્જન કરી શકે. ઈ. સ. ૧૯૩૮માં કંઈક એવું બન્યું કે જેથી મારા આ નિર્ણયોમાં શંકાઓ જન્મી. એક દિવસ હું ઓફિસમાં હતો ત્યારે ઘેર બની રહેલી એક ઘટનાનું મને અનાયાસ જ્ઞાન થયું. જેમની સાથે હું રહેતો હતો તે કુટુંબની કેટલીક વ્યક્તિઓ અને મકાનમાલિકના કુટુંબમાંથી થોડા જણ મળીને દીવાલ ઉપર ટાંગેલા મારા ફોટા વિશે ચર્ચા કરતા હતા : હું ખરેખર કેવો દેખાતો હતો અને ફોટામાં કેવો દેખાતો હતો, એ હતો એમની ચર્ચાનો વિષય. મેં ન તો કોઈ આભાસ જોયો કે ન કાંઈ અવાજ સાંભળ્યો, પણ મેં જાણ્યું–‘જાણવું” એ ક્રિયાપદના પૂરા અર્થમાં જાણ્યું. ઇન્દ્રિયોની કોઈ સહાય વિના એ ઘટના, વાતચીતના શબ્દો અને એ શબ્દો ઉચ્ચારતી વ્યક્તિઓનું મને જ્ઞાન થઈ ચૂક્યું હતું! એ વિચિત્ર અનુભવ હતો. તેથી કુતૂહલવશ મેં મારી ઘડિયાળ જોઈને સમયની નોંધ લીધી અને મેં જે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્મજ્ઞાન અને સાધનાપથ જાયું તે વિગતવાર ટપકાવી લીધું. રાત્રે ઘેર પાછા ફરતાં સંબંધિત વ્યક્તિઓને ભેગી કરી. વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવાના મારા વલણ મુજબ હકીકતોને નાણી જોતાં, મારા આશ્ચર્ય વચ્ચે, મને જણાયું કે મને થયેલું જ્ઞાન સાચું હતું–અતીન્દ્રિય જ્ઞાન! શું જડમાં આવી શક્તિઓ રહેલી છે? જ્ઞાનશક્તિ અને જડ એ શું જુદી વસ્તુઓ છે? શું જડથી પર કંઈક તત્વ છે?—આવી શંકાઓ, એક પછી એક, મારા મનમાં ઊઠવા માંડી. “પહેલાં હું જેનાથી દૂર રહેલો તે માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ અને રહસ્યવાદ જેવા વિષયોના ગ્રંથો પ્રત્યે મેં નજર દોડાવી. એ સાહિત્ય પણ યુવાન માનસને સુલભ એવા તે જ ઉત્સાહ અને આતુરતાથી વાંચ્યું કે જે ઉત્સાહભેર મેં કાર્લ માર્કસના (જડ પરિબળો દ્વારા સમાજનો વિકાસ થાય છે એવું નિરૂપણ કરતા) સિદ્ધાંતનું અધ્યયન કરેલું. એના પરિણામે જગતનું જે ચિત્ર નજર સામે આવ્યું, તેણે મને ગૂંચવી દીધો. એ સાહિત્યના લેખકોની પ્રામાણિકતા વિશે તો લેશમાત્ર આશંકાને સ્થાન હતું જ નહીં. પોતપોતાના ક્ષેત્રમાં તેઓ આદરપાત્ર વિદ્રત્તા ધરાવનારા હતા, અને એવા માણસો જાણીજોઈને જગતને ઊંધે પાટે ચડાવવાની નીચ મનોવૃત્તિ દાખવે એ વિચાર તો હું સ્વપ્નમાં પણ ન કરી શકું. “દૂર દૂર બની રહેલા બનાવો હવે હું, અનેક પ્રસંગે, અંત:સ્ફરણા દ્વારા જાણવા લાગ્યો – ખાસ કરીને કેરાલાના અમારા ઘેર બનતી ઘટનાઓ અને વાર્તાલાપોની મને આ રીતે જાણ થતી રહેતી; અને મારા પિતાને પત્ર લખી હું એની સચ્ચાઈની ખાતરી મેળવતો રહેતો. આ આશ્ચર્યકારી અનુભવોની પાછળ પાછળ યોગવિષયક ગ્રંથોખાસ કરીને પોલ ખૂંટન, થીઓસ બર્નાર્ડ અને અન્ય લેખકોના ગ્રંથોતેમજ થિયોસૉફી અને તિબેટીય રહસ્યવાદને લગતા ગ્રંથોનો પ્રવાહ શરૂ થઈ ગયો. તે છતાં આનું રહસ્ય મેળવવામાં હું નિષ્ફળ રહ્યો; આવી શક્તિઓની પ્રાપિત કે એનો સ્વાધીન પ્રયોગ કરવાની ક્ષમતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ વિશેની કોઈ વ્યવહારુ ચાવી તે પુસ્તકોમાંથી મને ન લાધી. છતાં હજી ન તો મેં ગુરુની શોધખોળ આરંભી હતી, કે ન કોઈ ગુરુનો મને ભેટો થયો હતો. ઈ. સ. ૧૯૫૧ હું દિલ્હીમાં હતો તે વખતે કલકત્તાથી મારા એક મિત્ર દારા શ્રોફે પી. ડી. ઉપેન્ક્રીનું પુસ્તક “ઈન સર્ચ ઑફ ધ Page #102 -------------------------------------------------------------------------- ________________ અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય/૫૯ મિરેકયુલસ ’ (‘અજાયબીની શોધમાં') મને ભેટ મોકલ્યું. તાજેતરમાં જ તે એમના વાંચવામાં આવેલું. અમે સમાન રસની ઘણી બાબતો તેમજ પુસ્તકોની આપ-લે કરતા. એ પુસ્તક મને મોકલવાની માયાળુતા માટે હું એમને અંત:કરણથી દુવા દઉં છું. વર્તમાનમાં પણ આધ્યાત્મિક પથ ચાલુ જ છે, અને આત્મનિષ્ઠ મહાત્માઓ પણ છે, એ તથ્ય પ્રત્યે એ પુસ્તકે મારી આંખ ખોલી. ઉસ્પેન્સ્કી અને ગુજિએફે લખેલા બધા જ ગ્રંથો તેમજ એમના વિશે બીજાઓએ લખેલાં પુસ્તકો હું વાંચી ગયો; અને તેના ફળસ્વરૂપે મેં ગુરુની શોધ આરંભી દીધી.” અહીં તેમણે ગુરુની શોધ, સત્સંગ અને પોતાની સાધનાની વિગતો આપી છે. એ શોધ, સત્સંગ અને અનેક વર્ષોની સાધના પછી એક દિવસે પોતાને જે અનુભવ થયો તે નોંધતાં, આગળ જતાં, તેમણે લખ્યું છે કે “મારા ‘લાતિહાં’ના ચોથા દિવસે બાપકના યજમાન શ્રી આર્નોલ્ડના ઘેર અમે પહોંચ્યા ત્યારે બાપક, હંમેશની જેમ, સુબુદના કેટલાક સભ્યોથી ઘેરાઈને દીવાનખાનામાં બેઠા હતા. અમે એ ખંડમાં પ્રવેશ કર્યો ત્યારે બાપક અને મારી આંખો મળી; એમણે મારા પ્રત્યે અર્થસભર સ્મિત કર્યું. મેં મગજના પાછલા ભાગમાં ખટાક કરતો અવાજ અનુભવ્યો, ને મારા શરીરથી મારો આત્મા જાણે અલગ થઈ ગયો. જ્યારે હું બેઠો ત્યારે મારી કાયાને હું બેસતી જોઈ શકયો. હું–સાચો હું–એનાથી અલગ હતો. મને લાગ્યું કે હું ઇચ્છું તો હું એ કાયાને તજી દઈ શકું, કારણ કે શાશ્વત સત્ તો હું જ હતો ને શરીર તો માત્ર એના ઉપરનું એક વસ્ત્ર જ હતું. આ ભાન સાથે મારી અંદર સાચું સુખ ઉભરાતું લાગ્યું. જેના વિશે મેં પહેલાં કેવળ વાંચ્યું જ હતું, તે આનંદનો હું હવે અનુભવ કરી રહ્યો હતો. મને ભાન થયું કે સમસ્ત જ્ઞાન અને પ્રજ્ઞાનું મૂળ ખુદ મારામાં જ હતું. અને એ ભાન સાથે જ, સાચા સામર્થ્ય અને સુખનો પ્રવાહ મારામાં વહેતો થયો.* આત્મજ્ઞાનની ઉષા સૂર્યોદય પહેલાં રાત્રિના અંધકારની ઘનતાને ઓગળતી ઉષા આવે છે, તેમ આધ્યાત્મિક સાધકોના જીવનમાં, અનુભવના આગમન પહેલાં, બહિરાત્મભાવને મોળો પાડતી આત્મજ્ઞાનની પ્રભા પથરાય છે. એ ―― ‘ગુરુવાણી’(અંગ્રેજી), જુલાઈ ૧૯૬૬, પૃષ્ઠ ૮૨-૮૪, શ્રી ગુરુદેવ આશ્રમ (ગણેશપુરી, વજેશ્વરી)ના સૌજન્યથી સાભાર ઉષ્કૃત. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આત્મજ્ઞાન અને સાધનાપથ ભળભાંખળા પ્રકાશમાં પણ મુમુક્ષને સ્વરૂપનું કંઈક ભાન તો થાય છે, પરંતુ જયારે અનુભવ દ્વારા તેને સ્વરૂપની પાકી પ્રતીતિ મળે છે, ત્યારે જ તેની બહિરાત્મદષ્ટિ પૂર્ણપણે નિરાધાર બની હટે છે અને અંતર્દષ્ટિ ખીલી ઊઠે છે. કહ્યું છે કે – “જ્ઞાનતણી ચાંદરડી પ્રગટી તબ ગઈ કુમતિ કી રયણી રે; અકળ અનુભવ ઉદ્યોત થયો જબ સકળ કળા પિછાણી રે.” સમશ્નતાદિના અવલંબને કોઈ વ્યક્તિના જીવનમાં આત્મજ્ઞાનની પ્રભા પથરાય અને ક્રમશ: તે વધતી જાય, પણ, શિયાળામાં સૂર્યના સાક્ષાત દર્શનથી વંચિત રહેતા ધ્રુવપ્રદેશની જેમ, અનુભવનો પૂર્ણ પ્રકાશ અને ઊષ્મા પામ્યા વિના લાંબા સમય સુધી તે આત્મજ્ઞાનની એ પ્રભામાં જ રહે એવુંય બને. સૂર્યોદયની પૂર્વેક્ષણોમાં, ઘરમાં બેઠેલાને, સૂર્યોદય થયો છે કે નહિ એ કળવું જેમ ઘણીવાર મુશ્કેલ બને છે તેમ, લાંબા સમયથી આત્મજ્ઞાનની સ્પષ્ટ પ્રભામાં રહેતી આવી વ્યક્તિ ખરેખર અનુભવ પામી ચૂકી છે કે નહિ એ કળવું પણ સામાન્યત: કોયડો જ બની રહે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ 66 ૪ જાગીને જોઉં તો જગત દીસે નહિ!” દરેક ધર્મ-મતના સફળ સાધકો મનની પાર જઈને સ્વાનુભૂતિ પામે છે ત્યારે પોતે જે અનુભવ્યું તેના વિશે તેમના મુખેથી જે ઉદ્ગાર નીકળે છે તેના શબ્દો ભલે જુદા હોય પણ એનો ધ્વનિ એ જ હોય છે કે આપણે જે જગત જોઈ/અનુભવી રહ્યા છીએ તે કેવળ સ્વપ્ન જેવો માનસિક આભાસ જ છે-આપણી ચેતનાનો આવિષ્કાર જ માત્ર છે–એમાં કશું નક્કર તત્ત્વ નથી. સર્વ મત-પંથના અને સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષો આ જ વાત કરે છે. સ્વપ્નવત્ જગત? જૈન પરંપરાની પ્રબુદ્ધ વ્યક્તિઓનાં કથનોમાં પણ આ જ તથ્યને વાચા અપાઈ છે. આપણા નિકટના કાળમાં થઈ ગયેલ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રના મુખેથી ઉદ્ગાર નીકળ્યા છે : સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. પ્રાચીન પ્રબુદ્ધ આચાર્યોએ પણ દશ્ય જગતની આભાસિકતાની જ વાત કરી છે. ઉપાધ્યાય યશોવિજયજી વાચક ‘સમાધિ શતક’માં અસંદિગ્ધ શબ્દોમાં ગાય છે કે “ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂલ.” યોગનિષ્ઠ આચાર્ય Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આત્મજ્ઞાન અને સાધનાપથ હેમચંદ્રસૂરિજીએ ‘યોગશાસ્ત્ર' નામના તેમના ગ્રંથના અંતિમ અધ્યાયમાં જાતઅનુભવનું નિરૂપણ કરતાં કહ્યું છે કે “અમનસ્કતા પ્રાપ્ત થાય છે ત્યારે યોગીને શરીર પોતાથી છૂટું પડી ગયું હોય, બળી ગયું હોય, વિલય પામી ગયું હોય કે જાણે હોય જ નહિ તેવું લાગે છે”` આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ સાખ પૂરે છે કે આત્મજ્ઞાન-સંપન્ન વિકાસશીલ મહાનુભાવોને “ભોગો-ઇન્દ્રિયોના વિષયો-પણ મૃગજળ જેવા આભાસિક જ લાગે છે.” ટૂંકમાં, “તેને સમસ્ત દશ્ય જગત સ્વપ્નવત્, ગાંધર્વનગર (સંધ્યા સમયે આકાશમાં વાદળાં અને સૂર્યકિરણો વડે સર્જાતાં નગર આદિના આભાસો) તુલ્ય કે મૃગજળ જેવું ભાસે છે. ૨ 99 3 શાસ્ત્રાભ્યાસી વિદ્રાનો તેમ જ આધ્યાત્મિક અનુભૂતિ વિનાના ઉપદેશકો સુધ્ધાં આ વિધાનોને અક્ષરશ: નહિ પણ જગતની નિ:સારતા સૂચવતાં માત્ર ઉપમાત્મક કથન સમજે છે. કિંતુ, વાસ્તવમાં આ વચનોમાં આત્મજ્ઞ મહાપુરુષોના દર્શનનું અક્ષરશ: યથાર્થ નિરૂપણ છે. વિભિન્ન સાધના-પ્રણાલિકાઓ દ્વારા મુક્તિમાર્ગે પ્રગતિ કરી રહેલા, અન્ય મત-પંથોના પણ સફળ સાધકો જયારે આત્માનુભવ પામે છે ત્યારે તે બધાને ભૌતિક જગત પોકળ અને ક્ષણભંગુર જ અનુભવાય છે એની પ્રતીતિ કરાવતા આપણા સમકાલીન એક સફળ સાધકના ઉદ્ગાર આ રહ્યા : “...પ્રબોધની આ અનુભૂતિ વખતે જગતની નક્કર વાસ્તવિકતા અલોપ થઈ જાય છે. એટલે કે, અણુના મૂળ ઘટક સુધી પહોંચવાના પ્રયત્નમાં ભૌતિક વિજ્ઞાનીઓની સામે જે તથ્ય ઊભરી આવે છે તે પ્રબુદ્ધ १. विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये योगी जानात्यऽसत्कल्पम् ॥ ૨. મોગાશ્ર્વરૂપત: પશ્ય-સ્તા મોવોપમાન भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ।। - યોગશાસ્ત્ર, પ્ર. ૧૨, શ્લોક ૪૨. ૩. માયામરીત્તિધર્વ-નગર સ્વપ્નનિમાના बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ।। ' યોગદૃષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૬૬. - એજન, શ્લોક ૧૫૬. -- Page #106 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૬૩ આત્માઓ સમક્ષ પ્રત્યક્ષ થાય છે. પદાર્થનો પિંડ, ઘનતા, વજન અને જગતની સત્યતા સમાપ્ત થઈ જાય છે. પ્રબુદ્ધ વ્યક્તિ જગતને આટલું જ કહી શકશે કે તમે જે વિશ્વ જોઈ રહ્યા છો તે માત્ર સ્વપ્ન જ છે.... તમારી ચેતનાનો એક આવિષ્કાર જ માત્ર છે.” આ શબ્દો છે કુંડલિનીયોગના વર્તમાનના પ્રમુખ સમર્થક અને સંશોધક પંડિત ગોપીકૃષગના. પોતાની દીર્ઘ સાધના-યાત્રાના અહેવાલરૂપે લખેલી “Kundalini–the Evolutionary Energy in Man”' નામની રોમાંચક આત્મકથામાં તેઓ નોંધે છે કે, “આ અનુભવ આશ્ચર્યજનક, ભવ્ય, અસામાન્ય અને અનુપમ હતો – આ વિશ્વમાં જે કંઈ છે તેનાથી પર હતો....મારું શરીર, હું બેઠો હતો તે ખુરશી, મારી સામેનું ટેબલ, ભીંતો વચ્ચેનો રૂમ, બહારની હરિયાળી જમીન, એનાથી ય આગળની ખુલ્લી જગા, ધરતી અને આકાશ એ બધાય મને આ સાચા, વેધક અને સર્વવ્યાપક જીવનમાં માત્ર પડછાયા જેવા લાગવા માંડ્યા. મારાથી બની શકે એવું સારામાં સારું વર્ણન કરીને કહું તો વિશ્વ મને અસીમ, તમામ દિશાઓમાં અનંત સુધી વ્યાપેલું છતાં આણથી પણ સૂક્ષ્મ જણાવા લાગ્યું. ......માયામય જગત સતત ગતિશીલ, સતત પરિવર્તનશીલ, સતત ક્ષણભંગુર – જીવનના ઉછળતા સાગર પર ઝડપથી ઓગળી જતા અત્યંત પાતળા ફીણના પડ જેવું, ચેતનના વિરાટ સૂર્ય આગળ અત્યંત સૂક્ષ્મ વરાળના પડદા જેવું જણાતું હતું. ... એક અણુ અગાધ સાગરને શોષી લેતું હોય, ત્રિપાર્શ્વ વિરાટ વિશ્વને રેતીનો કણ ગળી જતો હોય, સમગ્ર સૃષ્ટિ, જ્ઞાતા અને જ્ઞાન, દ્રષ્ટા અને દેશ્ય અવર્ણનીય, અમાપ, શૂન્યમાં સમાઈ જતાં હોય એવી, મનની કલ્પનાથી પર તથા વાણીથી પર, પરાવસ્થાનો આ અનુભવ હતો.” અનુભવ એકસરખો તો, મત-પંથ જુદા કેમ? પંડિતજીએ જેના માટે આ શબ્દો ઉચ્ચાર્યા છે : “..an endless inexpressible wonder that can only be experienced and not described” – એવા એ વાણીથી પર અનુભવની અભિવ્યક્તિ શબ્દોમાં શક્ય નથી. છતાં અનુભવીઓ પોતાના સાથીઓ અને સમકાલીનો ૪. ગુજરાતી અનુવાદ : કુંડલિની', અનુવાદક : શ્રી શાન્તિકુમાર ભટ્ટ, પ્રકાશક : તારાપોરવાલા, ૨૧૦, દાદાભાઈ નવરોજી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૧. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આત્મજ્ઞાન અને સાધનાપથ ઉપર અનુગ્રહ કરીને પોતપોતાના પૂર્વસંસ્કાર અને પોતપોતાને પરિચિત પરિભાષામાં તેના કંઈક સંકેત આપવા પ્રયત્ન કરે છે. દેખીતું જ છે કે સ્વાનુભૂતિના એ સંકેતોમાં પૂર્ણ સત્યનો કોઈ એક નાનકડો અંશ જ રજૂ થતો હોય છે** એ આંશિક વર્ણનની પરિભાષા ભિન્ન હોવા છતાં પરસ્પરના અનુભવના સામ્યને એ અનુભવીઓ તો પરખી લે છે, એટલે તેમની વચ્ચે મત-પંથની ભેદરેખા અને સ્થળ-કાળની મર્યાદા ભૂંસી નાખતી બંધુતાની એક અદશ્ય ગાંઠ બંધાઈ જાય છે. પણ, એમને સાંભળનારા આંશિક સત્યને રજૂ કરતા એ શબ્દસંકેતોનું અર્થઘટન પોતપોતાની સમજ, રુચિ અને પૂર્વગ્રહો અનુસાર કરીને, સત્ય વિશે ભિન્ન ભિન્ન માન્યતાઓ બાંધી લઈ, તેમાં પુરાઈ રહે છે અને માને છે કે પોતે પોતાના પાડોશી કરતાં જુદા દર્શન’ના અનુયાયી છે. સમાપત્તિ-અર્થાત્ શ્રી અરિહંત પરમાત્મા સાથે અભેદાનુભૂતિ–પામી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરનાર જૈન સાધક હો, નિમ્બાનિક (નિર્વાણિક) અવસ્થામાં ડૂબકી મારી “સોતાપન' થતો બૌદ્ધ સાધક હો, કે આત્મદર્શન પામીને ‘જિ' બનતો હિન્દુ સાધક હો-એ સૌનું જીવનદર્શન બદલાઈ જાય છે. જીવન પ્રત્યેનો એમનો અભિગમ આત્માનુભૂતિ ન પામેલ વ્યક્તિઓ કરતાં જુદો પડે છે, કારણ કે, એ દરેકનો જાતઅનુભવ તેમની સમક્ષ એ તથ્ય છતું કરી દે છે કે જગત-પોતાની કાયા સુધ્ધાં–ખરેખર તો સ્વપ્ન જેવો એક આભાસ માત્ર છે. આધુનિક અણુવિજ્ઞાનીનું દર્શન પણ સૈદ્ધાત્ત્વિક સ્તરે કંઈક આવું જ છે. તત્ત્વજ્ઞ મહાપુરુષોનાં કથનમાં સૂર પુરાવતું અર્વાચીન અણુવિજ્ઞાન અર્વાચીન વિજ્ઞાન ભૌતિક જગતનું જે ચિત્ર આજે રજૂ કરે છે તે અને સમષ્ટિ -દષ્ટ જગત વચ્ચે કેટલું બધું સામ્ય છે તે અહીં જોઈએ : શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે આત્મજ્ઞાનમાં મગ્ન મુનિ ૫ગલના સમસ્ત આવિષ્કારને અર્થાત જગતને ઇન્દ્રજાળ જેવું પોકળ જુએ છે – મહેન્દ્રગાનવત્ વેરિ સર્વ વિશ્વમમ્' " કિંતુ, સામાન્યત: આપણે માનીએ/અનુભવીએ છીએ કે આપણા રોજિદા સંપર્કની વસ્તુઓ** “સ્વાનુભૂતિની અભિવ્યક્તિ' એ શીર્ષક હેઠળ આગલા પ્રકરણમાં થયેલ નિરૂપણ આ સંદર્ભમાં જોઈ જવું ઉપયોગી થશે. Page #108 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૬૫ ખુરશી, ટેબલ, ભીંત, મકાન, જમીન વગેરે ઘન અને સ્થિર છે; કે આપણો દેહ હાડ, માંસ, રુધિરનું એક ઘન માળખું છે. આપણને ઘન અને સ્થિર ભાસતી એ બધી ચીજો ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ તો અત્યંત વેગથી ધૂમી રહેલા પરમાણુઓના અસ્થિર પુંજ છે અને, એની નજરે આપણી કાયાનું ખરું ચિત્ર આપણા રોજિંદા અનુભવ કરતાં સાવ જુદું છે. શરીરવિજ્ઞાનીઓ કહે છે કે આપણી કાયાનાં ઘટક તત્ત્વો-હાડકાં, માંસ, લોહી—અસંખ્ય કોશ (cells)નાં બનેલાં છે; અનુમાન એવું છે કે પુખ્ત વયના મનુષ્ય દેહમાં લગભગ ૫૦ ખર્વ કોશ હોય છે, જેમાંથી પાંચ કરોડ કોશ દર સેકંડે નાશ પામે છે અને તેટલા જ નવા બને છે. આટલી ઝડપથી બદલાતા રહેતા એ કોશ અણુ-પરમાણુના બનેલા છે. અણુની રચનાનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને જણાયું છે કે અણુની નાભિ-nucleus-માં રહેલ પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન ધૂમ્યા કરે છે. પ્રત્યેક અણુ એક નાનકડું સૂર્યમંડળ છે, જેમાં તેની નાભિ અને તેની ફરતે ઘૂમતા ઇલેક્ટ્રોન વચ્ચે–તેમના કદની અપેક્ષાએ–એટલું મોટું અંતર છે જેટલું અંતર આપણી પૃથ્વી અને સૂર્ય વચ્ચે છે. અણની નાભિનું પરીક્ષણસંશોધન કરતાં જણાયું કે તે પણ નક્કર/અભેદ્ય વસ્તુ નથી પણ અનેક નાનાં રજકણ-particles of nuclear matter−ની બનેલી છે. અર્થાત્ અણુની સંરચનામાં શૂન્યાવકાશ જ વધુ છે. આનો ફલિતાર્થ એ થયો કે આપણા રોજિંદા સંપર્કની તમામ વસ્તુઓ-આ પુસ્તક, ખુરશી, જમીન, મકાન અને આપણી કાયા સુધ્ધાંનો ૯૯૯% ભાગ તો ખાલી અવકાશ જ છે! વૈજ્ઞાનિકો કહે છે કે આપણને નક્કર જણાતી એ વસ્તુઓના અણુઓ પણ એકબીજાને અડીને રહેલા છે એવું નથી, પણ પરસ્પરના આકર્ષણ-પ્રભાવ-ક્ષેત્ર (force-field)-ના કારણે તે પોતપોતાને સ્થાને રહે છે. આપણે જ્યારે પુસ્તકને અડીએ છીએ ત્યારે આપણા હાથના અણુઓ અને પુસ્તકના આણુઓ એકબીજાનો ખરેખર સ્પર્શ તો કરતા જ નથી, પણ આપણા હાથના અને પુસ્તકના આશુઓનાં પ્રભાવક્ષેત્રોforce-field-જ પરસ્પરને અસર કરે છે. અર્વાચીન અણુવિજ્ઞાનીઓ એકી અવાજે કહે છે કે, ૫. અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ., શ્લોક ૬, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આત્મજ્ઞાન અને સાધનાપથ "...if our eyes could see the atoms that make up the material world, the solidity of the objects around us would disappear, and we would see clouds of swarming, energetic particles in their place.” અર્થાત્ ‘ભૌતિક જગત જેનું બનેલું છે તે અણુઓ આપણી આંખ વડે આપણે જો જોઈ શકીએ તો, આપણી આસપાસના પદાર્થોની નક્કરતા અલોપ થઈ જાય અને તેની જગ્યાએ આપણને ગતિશીલ રજકણોના ઝુંડના ગોટેગોટા - જ માત્ર નજરે ચડે.' આપણી ઇન્દ્રિયો જે સ્તરેથી જગતનો અનુભવ કરે છે તે સ્તરેથી જ પદાર્થો નક્કર અને એકબીજાથી ભિન્ન ભાસે છે, કિંતુ, એનાથી ઊંચા સ્તરેથી– અણુ, પરમાણુના (atomic and subatomic) સ્તરે તો, દેખીતા નક્કર પદાર્થો ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા જતા કણોની અંદર કણ સ્વરૂપે અને અંતે તો માત્ર શુદ્ધ ઊર્જા સ્વરૂપ જ જણાય છે. આમ, વિજ્ઞાન આજે તે તથ્યને વાચા આપી રહ્યું છે જેની વાત સદીઓ પૂર્વે આત્મજ્ઞ સંતોએ કરેલી છે. વિજ્ઞાનીનું જગતદર્શન, સૈદ્ધાન્તિક સ્તર, આત્મજ્ઞાનીના દર્શન જેવું હોવા છતાં, વિજ્ઞાનીને એનો અનુભવ નથી હોતો અનુભૂતિના સ્તરે તો તે સામાન્ય માનવી જેવો જ રહે છે. તેથી, સ્વાભાવિક રીતે જ, જીવન પ્રત્યેનો એનો અભિગમ પણ બહુધા તેના પાડોશી જેવો જ રહે છે-તે પણ બીજાઓની જેમજ વિકારો, વાસના, આસક્તિ/તૃષ્ણા અને કામ, ક્રોધ, લોભ આદિ આવેગોનો/રિપુઓનો દાસ જ રહે છે. આસક્તિનો આધાર ‘આમ કેમ?’ એ પ્રશ્નનો જવાબ વિપશ્યી સાધકોના અનુભવમાંથી આપણને મળી જાય છે. વિપશ્યના-સાધના શું છે તે આપણે આગળ વિગતે જોઈશું. અહીં, ટૂંકમાં એટલું જાણી લઈએ કે એ એક ધ્યાન-પ્રક્રિયા છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે, કોઈ પ્રચાર-ઝુંબેશ વિના જ, વિશ્વભરમાં ઝડપભેર પ્રચલિત બની રહી છે. જુઓ આ ગ્રંથનું આઠમું પ્રકરણ : ‘અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના. * - Page #110 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!”|૬૭ આપણો એ સામાન્ય અનુભવ છે કે જે વસ્તુ કે પરિસ્થિતિની ક્ષણિકતા આપણા ચિત્તમાં વસી ગઈ હોય તેના પ્રત્યે આપણને ગાઢ આસક્તિ નથી જન્મતી; જ્યાં કંઈક નિત્યતા સ્થિરતાની બુદ્ધિ હોય છે ત્યાં જ હર્ષ-શોકને વધુ અવકાશ મળે છે. ઉદાહરણ તરીકે પચીસ રૂપિયાની ફૂલની માળાને બીજે દિવસે કચરાપેટીમાં નાખી દેતાં જરાય આંચકો નથી લાગતો, પણ એક રૂપિયાનો નવો ઘડો બે અઠવાડિયાં વાપર્યા પછી અકસ્માત્ ફૂટી જાય તો? ઘડો છ મહિના ચાલશે એવી બુદ્ધિ હોવાના કારણે જ એ વહેલો ફુટી જાય છે ત્યારે અંતરમાં ધક્કો લાગે છે; અર્થાત્ એની ક્ષણભંગુરતા ચિત્તમાં વસી ન હોવાથી, તેના પ્રત્યે આસક્તિ રહે છે. વિપશ્યનાનો નિષ્ઠાવાન સાધક સાધનામાં જેમ જેમ પ્રગતિ કરતો રહે છે તેમ તેમ તેનું ચિત્ત ઉત્તરોત્તર વધુ ને વધુ સૂક્ષ્મગ્રાહી અને સંવેદનશીલ બનતાં, માત્ર સ્થૂલ જ નહિ, પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સંવેદનાઓને પકડવાની ક્ષમતા તેનામાં વિકસતી જાય છે. એમ કરતાં એક અવસ્થાએ તે પોતાનું શરીર ઘનસ્વરૂપે નહિ પણ પ્રતિક્ષણ અનેકશ: પલટાતા પરમાણના પુંજરૂપે-ઉપર ટાંકેલા વૈજ્ઞાનિકના શબ્દોમાં કહીએ તો, ‘clouds of swarming energetic particles' રૂપે-અનુભવે છે. પોતાના દેહમાં પ્રતિ સેકંડે પાંચ કરોડ કોશિકાઓનું વિઘટન અને નવસર્જન થઈ રહ્યું છે એ તથ્ય ભૌતિક વિજ્ઞાની યંત્રોની મદદથી જાણે છે, વિપશ્યનાનો પ્રગતિશીલ સાધક એ તથ્યને પોતાના જાતઅનુભવથી જાણી લે છે. સ્થૂલ ભાષામાં કહીએ તો, તેને પોતાનું શરીર ધુમાડાના ગોટા જેવું પોલું અને સાવ અસ્થિર ભાસે છે. ધૂપદાનીમાંથી નીકળતી ધૂમ્રસેરમાં સર્જાતી ક્ષણભંગુર આકૃતિઓ સમી આ કાયામાં પછી સ્થિર ‘હું’ની બુદ્ધિ કયાં ટકે? એટલે એ અનુભવની સાથે અનાસક્તિ અનાયાસ આવે છે. તેની તૃષ્ણાઓ ખરી પડે છે, ને કામ-ક્રોધ-લોભ, ગમા-અણગમા આદિ વિકારોની પકડમાંથી તે બહાર આવતો જાય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથેનો આપણો સંબંધ અલ્પ ક્ષણો પૂરતો જ છે એનું આપણને સ્પષ્ટ ભાન હોય છે ત્યારે ત્યાં આસક્તિ/ વળગણ નથી રહેતાં એ તો સૌનો અનુભવ છે. દા. ત. લાંબી મુસાફરી દરમ્યાન કોઈ ઠેકાણે ધર્મશાળામાં બે-ચાર કલાક ગાળવાના હોય કે રાતવાસો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આત્મજ્ઞાન અને સાધનાપથ કરવાનો હોય એ રૂમની ભીંતનાં રંગરોગાન ઝાંખાં પડી ગયેલાં હોય કે કોઈ ઠેકાણે પ્લાસ્ટર પણ થોડું ઉખડી ગયેલું હોય એની ચિંતા કોણ કરે છે? ભલું હોય તો આપણે એવી નોંધ જ નથી લેતા; અને કદાચ એના તરફ ધ્યાન જાય તોયે, “ક્યાં આપણે અહીં જિંદગી કાઢવી છે?” એમ કહી આપણે એની ઉપેક્ષા કરીએ છીએ. જ્યાં કશુંક લાંબી અવિધ સુધી ટકવાનું છે એવો આભાસ આપણા ચિત્તમાં રહેલો હોય ત્યાં જ આસક્તિ રહે છે. ક્ષણભંગુરતાનો જેમાં બોધ છે/અનુભવ છે તે પડછાયો, પવન, દરિયાનાં મોજાં અને પદાનીની ધૂપસેરમાં કે બીડી/સિગારેટના ધુમાડામાં રચાતી ક્ષણભંગુર આકૃતિઓને બાથ ભીડીને કોણ બેસે છે? આપણી કાયા પણ એવી જ અસ્થિર/ક્ષણભંગુર અનુભવાય તો તેમાંયે વળગણ ન રહે. ‘નજરે દીઠેલું’ પણ ખોટું! આપણી ઇન્દ્રિયો આપણને જે અનુભવ કરાવે છે, જગત વિશેની જે માહિતી આપણને આપે છે, ને જગતનું જે ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે તેવું જ જગત છે એમ માનીને સામાન્યત:, આપણે જીવનવ્યવહાર કરતા રહીએ છીએ એટલું જ નહિ, કોઈ પણ વાતની સચ્ચાઈ પ્રસ્થાપિત કરવા આપણે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે ‘મેં નજરે જોયું છે.’ ‘મેં પોતે અનુભવ્યું છે ને!' કિંતુ, હકીકત એ છે કે જગતનું યથાર્થ ચિત્ર ઇન્દ્રિયો દ્વારા આપણને મળતું નથી. એટલે શાણા માણસોએ તો કહ્યું જ છે કે, “નજરે દીઠી વાત પણ સાચી નવ કહીએ.” ઇન્દ્રિયો દ્વારા થતું આપણું જગતદર્શન અધૂરું અને વિકૃત હોય છે. ફ્રેન્ચ ખગોળવિદ્ એલેક્ઝાંડર ઔનોફ-Alexander Ananoff આ તથ્યને પ્રતીતિકર રીતે રજૂ કરતાં લખે છે કે, તારાઓ અને આપણી વચ્ચે રહેલ અફાટ અંતર અને તારાઓમાંથી નીકળતા પ્રકાશને આપણા સુધી પહોંચતાં લાગતા સુદીર્ઘ સમયના કારણે, આપણને આજે તારાનું જે સ્વરૂપ દેખાય છે તે વાસ્તવમાં તો હજારો વર્ષ પૂર્વેનું તેનું સ્વરૂપ હોય છે. આમ એ શકય છે કે આપણે જે તારાને આજે સાક્ષાત્ જોતા હોઈએ તે કયારનોય નાશ પામી ચૂકયો હોય. એ રીતે જોતાં, એમ કહી શકાય કે ખગોળનો અભ્યાસ કરવો એટલે ભૂંસાઈ ચૂકેલા ભૂતકાળના ઇતિહાસનો અભ્યાસ કરવો. Page #112 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉ તો જગત દીસે નહિ!”| ૬૯ જો આપણે કોઈ તારા પર પહોંચી ગયા હોઈએ, અને ત્યાંથી આપણી પૃથ્વી પરના જીવનની ગતિવિધિ નિહાળી શકતા હોઈએ તો, પૃથ્વી પર આપણને અર્વાચીન સંસ્કૃતિનાં દર્શન ન થાય; પણ સંભવ છે કે કોઈ પ્રાચીન સંસ્કૃતિ – દા. ત. ઇજિપ્તની સંસ્કૃતિ–વખતનું જનજીવન આપણે આજે ત્યાંથી જોતા હોઈએ. પીવાના પાણીના માટલામાંથી પાણી લઈને તેને નરી આંખે જોઈએ તો તે પારદર્શક નિર્જીવ પ્રવાહીથી વિશેષ કશું હોવાનો બોધ આપણને નથી થતો. પણ તેમાંથી એક ટીપું લઈને, સૂક્ષ્મદર્શક યંત્રની નીચે સ્લાઇડ પર મૂકીએ તો? વિવિધ પ્રકારના જંતુઓથી એ ખદબદતું દેખાશે. એ જ રીતે, આધુનિક શક્તિશાળી ટેલિસ્કોપમાંથી અવકાશ ભણી નજર નાખીએ તો, તારાવિશ્વ પર તારાવિશ્વ આપણને દેખાય–જેનું પહેલાં આપણા માટે કોઈ અસ્તિત્વ જ નહોતું. ખરેખર, ભૌતિક જગતની વાસ્તવિકતા જોવા/અનુભવવા માટે આપણી ઇન્દ્રિયો સક્ષમ નથી જ. ઉદાહરણ તરીકે પ્રાત:કાળે આપણને થતા સૂર્યોદયનાં દર્શન, ને તે પછી પૂર્વથી પશ્ચિમ તરફ સૂર્યનું ગમન અને સંધ્યા સમયે થતો સૂર્યાસ્ત એ સઘળો આપણી દૃષ્ટિનો ભ્રમ છે. વાસ્તવમાં સૂર્ય તો સ્થિર જ છે, પણ પૃથ્વી પોતાની ધરીની આસપાસ ઘૂમતી રહે છે એના કારણે અમૂક વખત સુધી સૂર્ય આપણી દષ્ટિમર્યાદાની બહાર રહે છે, જેના લીધે આપણે તેનો ઉદય-અસ્ત થતો અને દિવસ દરમ્યાન પૂર્વથી પશ્ચિમ તરફ સૂર્યને ગતિ કરતો જોઈએ/ અનુભવીએ છીએ. એ જ રીતે ક્ષિતિજ પર ધરતી અને આકાશનું મિલન, ચાલતી ટ્રેને બહાર નજર કરતાં દોડતાં દેખાતાં નજીકનાં ઝાડ, જુદી જુદી સ્થિર છબીઓના ઝડપી પ્રક્ષેપના કારણે દેખાતું ચલચિત્ર- એ આપણી આંખનો ભ્રમ છે. તેમ, નક્કર અને સ્થિર ભાસતી સર્વ વસ્તુઓ એ પણ, જ્ઞાનપ્રાપ્તિના વિષયમાં આપણી ઇન્દ્રિયોની ક્ષમતાની મર્યાદાના કારણે સર્જાતી, ભ્રાન્તિ જ છે. આપણને નક્કર અને સ્થિર ભાસતા પદાર્થો વાસ્તવમાં અવકાશયાનના જેવી પ્રચંડ ગતિએ ઘૂમતા અણુ-પરમાણુના પુંજ માત્ર છે અને તેમાં ૯૯.૯ ભાગ તો શૂન્યાવકાશ જ છે એ વાત આપણે પૂર્વે કરી ગયા છીએ. આણુની અંદર રહેલ ઇલેકટ્રોન એક સેકંડના દશ લાખમા ભાગમાં આણુની Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આત્મજ્ઞાન અને સાધનાપથ નાભિની એક અબજ પરિક્રમા કરી લે છે! કિંતુ, આપણી આંખની મર્યાદિત ક્ષમતાને કારણે આપણે એની ગતિ જોઈ શકતા નથી; અને, અત્યંત વેગથી ફરતા પંખાનાં છૂટાં પાંખિયાંના સ્થાને આપણને એક વર્તુળ જ દેખાય છે તેમ, પ્રચંડ વેગથી ગતિશીલ રહેતા આશુ-પરમાયુક્ત પદાર્થ, ૯૯૦૯ શૂન્યાવકાશવાળા હોવા છતાં, આપણને ઘન ભાસે છે. ભ્રાન્તિ શાથી સર્જાય છે? આપણને દશ્ય અને પ્રત્યક્ષ” અનુભવમાં આવતું, જગત એ ભિન્ન ભિન્ન લંબાઈ / વેવલેંગ્ય અને કંપની ફ્રિક્વન્સી” ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો-electro-magnetic radiation-ની રમત છે એમ વિજ્ઞાન કહે છે. એમાંથી અતિ અલ્પ તરંગો જ આપણી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે. આપણા કાન એક સેકંડે ૧૬ થી ૩૨,૭૬૮ કંપનવાળા તરંગો જ પકડી શકે છે. એથી વધુ કંપન‘ફ્રિક્વન્સી ધરાવતા તરંગો આપણને અશ્રાવ્ય રહે છે. એવું જ આપણી આંખનું છે. કાનની જેમ આંખ પણ અમુક-૦૦૦૦૦૦૪ સેન્ટિમીટરથી માંડીને ૦૦૦૦૦૭ સેન્ટિમીટર લંબાઈવાળા-તરંગો જ પકડી શકે છે. એથી ઓછાવત્તા લાંબા તરંગો ધરાવતી વસ્તુ આપણને દેખાતી નથી. અન્ય ઇન્દ્રિયોને પણ પોતપોતાની મર્યાદા છે. દા. ત., આપણી ધ્રાણેન્દ્રિય. કોઈ વ્યક્તિ જયાંથી માત્ર પસાર જ થઈ હોય ત્યાં પણ તેના શરીરની વિશિષ્ટ ગંધના પુલો બાર-ચૌદ કલાક કે તેથી થોડા વધુ સમય સુધી એટલા વિપુલ પ્રમાણમાં રહેલા હોય છે કે તેને કૂતરાની તીવ્ર ઘ્રાણેન્દ્રિય પરખી કાઢે છે અને ગુનેગારના સગડ મેળવી આપે છે. કિંતુ આપણું નાક એ ક્ષમતા નથી ધરાવતું. તેથી આપણને એ ગંધનો કોઈ બોધ જ નથી થતો. આપણી ઇન્દ્રિયો પકડી શકે છે તેની બહારના તરંગો દા. ત. ક્ષ-કિરણો, ઓળખવાની ક્ષમતા જો આપણને પ્રાપ્ય બને, તો કોઈ જુદી જ સૃષ્ટિ આપણી સમક્ષ છતી થાય એ વાત આજે વિજ્ઞાન પણ કબૂલે છે. ટૂંકમાં, ઇન્દ્રિયો અને મન દ્વારા આપણે જેનો અનુભવ કરીએ છીએ તે જ એકમાત્ર અસ્તિત્વ નથી. $. These philosophical subtleties have a profound bearing on modern science. ...For the human eye is sensitive only to the narrow band of radiation that falls between the red Page #114 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!”| ૭૧ આજે ભૌતિક વિજ્ઞાનીઓ કહે છે કે એક જ સ્થાને એક સમયે અનેકાનેક જગત, અસ્તિત્વ કે સ્તર એકબીજાની અંતર્ગત રહેલા છે. તમે ચેતનાનું સ્તર બદલી શકો તો એક સ્તરમાંથી બીજા સ્તરમાં પ્રવેશી શકો છો. આ બધાં જગત ક્યાં છે?' નો જવાબ એ છે કે તે બધાં ‘અહીં જ છે!' એ બધાં આપણા જગત સાથે જ એની અંતર્ગત રહેલાં છે. “The most acceptable explanation is the existence of an infinity of worlds all operating at different frequencies, one of which is this physical world.” જે રીતે ઇલેક્ટ્રોમૅગ્નેટિક સ્પેક્ટ્રમમાં ભિન્ન ભિન્ન તરંગલંબાઈઓ અને ફ્રિક્વન્સીઓ એક જ સમયે સમાન અવકાશમાં સાથે રહી શકે છે, તે જ રીતે આ અસ્તિત્વો પણ એકબીજા સાથે રહે છે. અસ્તિત્વ-ક્ષેત્ર એ કોઈ ભૌતિકભૌગોલિક સ્થળ નથી. તે હોવા’ની એક સ્થિતિ વિશેષ છે – “A plane of being is not a place, it is a state of being.” અર્થાત આપણને અનુભવમાં આવતું જગત એ માત્ર આપણી ચેતનાની જ સૃષ્ટિ છે-આભાસ છે, ભ્રાન્તિ છે, સ્વપ્ન છે. બર્કલીના શબ્દોમાં કહીએ તો “સમસ્ત અવકાશી પદાર્થો અને પૃથ્વી પરનો સઘળોયે સાજ-સરંજામ મળીને જે વિરાટવિશ્વનું ચિત્ર આપણી સમક્ષ ઊપસે છે તેમાં મન સિવાયનું કોઈ તત્ત્વ/ સત્ત્વ નથી.” ઉપાધ્યાય યશોવિજ્યજીના શબ્દો છે : “ભવપ્રપંચ મનજાળ કી બાજી જૂઠી મૂળ.” મહર્ષિઓએ કરેલ આ વાત આધુનિક વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પણ કેટલી યથાર્થ છે! દેહાત્મભ્રમ “મહાન જર્મન ગણિતજ્ઞ લીબનિઝે (Leibnitz) લખ્યું છે કે હું એ પુરવાર કરી શકું છું કે માત્ર પ્રકાશ, રંગ, ગરમી વગેરે જ નહિ પણ ગતિ, and the violet, ... It is evident, therefore, that ... what man can perceive of the reality around him is distorted and enfeebled by the limitations of his organ of vision. The world would appear far different to him if his eyes were sensitive, for example, to X-rays. -- Lincoln Barnett, The Universe and Dr. Einstein, pp. 19-21 (Signet edition, 1964). Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આત્મજ્ઞાન અને સાધનાપથ ...અવકાશ અને બતાવી આપી આકૃતિ અને ક્ષેત્ર-વિસ્તાર સુધ્ધાં આભાસિક ગુણો છે.” જેમ આપણી ષ્ટિ આપણને જણાવે છે કે ગૉલ્ફનો દડો સફેદ છે. તેમ દૃષ્ટિ સાથે ભળીને આપણી સ્પર્શેન્દ્રિય કહે છે કે તે ગોળ, સુંવાળો અને નાનો છે-જેને રૂઢિથી આપણે સફેદ કહીએ છીએ એની જેમ જ આ બધા ગુણોનું પણ આપણી ઇન્દ્રિયોથી નિરપેક્ષપણે કોઈ અસ્તિત્વ નથી. સમય પણ અંત:કરણના જ આવિષ્કારો છે એ આઇન્સ્ટાઇન તો આ તર્કને આથીયે આગળ લઈ ગયા; રંગ, રૂપ કે આકૃતિ અને પરિમાણની આપણી સંકલ્પનાઓની જેમ જ અવકાશ અને સમયને પણ ચેતનાથી જુદાં પાડી ન શકાય. ...આમ, ધીરે ધીરે, ફિલસૂફો અને વિજ્ઞાનીઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે દરેક પદાર્થ તેના ગુણોનો સરવાળો જ માત્ર છે અને ગુણોનું અસ્તિત્વ તો કેવળ મનમાં જ હોવાથી, પરમાણુઓ અને તારાઓનું બનેલું પુદ્ગલ અને ઊર્જામય બહાર દેખાતું સમગ્ર વિશ્વ ઇન્દ્રિયજનિત રૂઢ સંકલ્પનાઓનું જ સર્જન છે; એને ચેતનાના આવિષ્કાર સિવાયનું અન્ય કોઈ અસ્તિત્વ નથી.” ,,૭ આમ, સ્થૂલ શરીરનો આપણે જે અનુભવ કરી રહ્યા છીએ તે પણ માત્ર મનોમય જ છે. વાસ્તવમાં તો એ આપણી ઇન્દ્રિયો પાસેથી મળતા અસંખ્ય સંકેતોનું આપણા ચિત્તે કરેલું સંકલન અને અર્થઘટન માત્ર છે. આપણી ઇન્દ્રિયો તેમની મર્યાદિત ક્ષમતાને લીધે કેવી ભ્રાંતિ સર્જી શકે છે તેનું ચાલુ ઉદાહરણ ચલચિત્ર છે. સિનેમા થિયેટરમાં બેસીને ચલચિત્ર જોઈ રહેલા પ્રેક્ષકોને ચિત્રપટ/પડદો દેખાતો નથી. પ્રોજેક્ટરમાંથી નીકળતા પ્રકાશની આડે ચિત્રપટ્ટી-ફિલ્મની રીલ–ફરતી રહે છે તેને કારણે પડદા પર ચિત્રોની હલચલનો એક આભાસ રચાય છે. એ આભાસને લીધે, ત્યાં રહેલ પડદો-જેનું વાસ્તવિક અસ્તિત્વ છે- પ્રેક્ષકોને દેખાતો નથી. ચિત્રપટ્ટી પરનાં ચિત્રો સ્થિર હોય છે. છતાં તેમના અત્યંત ઝડપી પ્રક્ષેપને કારણે હાલતી-ચાલતી આભાસિક ‘જીવંત’ ચિત્રસૃષ્ટિ પ્રેક્ષકોની આંખ સમક્ષ ખડી થાય છે ને તેમાં તન્મય રહેવાથી પડદાનું ભાન તેમને થતું નથી; એ જ પ્રમાણે, ઇન્દ્રિયો અને મન દ્વારા થતા દેહના ભ્રામક બોધની ઓથે, આપણે આપણા સત્ય સ્વરૂપનો બોધ પામી શકતા નથી. ૭. Lincoln Barnett, The Universe and Dr. Einstein, pp 18-19, (Signet edition, 1964). Page #116 -------------------------------------------------------------------------- ________________ જાગીને જોઉં તો જગત દીસે નહિ!”| ૭૩ કેવા કુંઠિત બોધના સહારે આપણે જીવી રહ્યા છીએ! આ થઈ આપણી ઇન્દ્રિયોની મર્યાદિત ક્ષમતાને કારણે સર્જાતી ભ્રાન્તિની વાત. ઇન્દ્રિયો દ્વારા આપણને પ્રાપ્ત થતું જ્ઞાન બીજી રીતે પણ કુંઠિત થયેલું હોય છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બધી જ માહિતી આપણા ચિત્ત સુધી પહોંચતી નથી. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે આપણી ઇન્દ્રિયો એ બાહ્ય જગતનું જ્ઞાન કરવા માટેની ‘બારીઓ’ છે. કિંતુ, આ દૃષ્ટિબિંદુ કંઈક અંશે સાચું હોવા છતાં તે સંપૂર્ણ સત્ય નથી; કારણ કે સમગ્રપણે જોતાં આપણી જ્ઞાનેન્દ્રિયો અને નાડીતંત્રનું મુખ્ય કામ ‘બિનજરૂરી માહિતીને આંતરી લેવાનું છે! જેમ કોઈ વર્તમાનપત્રની ઑફિસમાં દુનિયાભરમાં પથરાયેલા તેના ખબરપત્રીઓ દ્વારા તેમજ અન્ય સમાચાર-સેવાઓ દ્વારા તાર, ટેલિફોન, ટૂંકકોલ, ટેલેક્ષ, ટપાલ આદિ દ્વારા સતત ઠલવાય જતા સમાચારોમાંથી એ વર્તમાનપત્રનો તંત્રી, પોતાના છાપાની નીતિ અનુસાર થોડા ‘ઉપયોગી' સમાચાર તારવી કાઢે છે તેમ, આપણી ઇન્દ્રિયો અને નાડીતંત્ર બાહ્ય જગત વિશેની પ્રાપ્ત માહિતીમાંથી આપણા માટે ‘અનુપયોગી માહિતીને આંતરી લઈ, ચિત્ત પાસેથી મળતા સંકેતો અનુસાર તારવેલી અત્યંત અલ્પ માહિતીને જ આપણા મગજના પડદા પર ચમકાવે છે. આપણા જીવનનાં ધારણ-પોષણ, ઉછેર, વ્યવસાય, વય, પૂર્વગ્રહો, ગમા-અણગમા, જન્માંતરના સંસ્કાર આદિ અનુસાર આપણું ચિત્ત આપણા માટે શું કામનું અને શું ‘નિરુપયોગી’ એ વિભાગ કરે છે ને એના ઈશારે પછીનું કામ નાડીતંત્ર અને ઇન્દ્રિયો સ્વયં સંભાળી લે છે. જો પ્રતિક્ષણ પ્રાપ્ય બધી જ માહિતી આપણા ચેતનચિત્તમાં ઠલવાય જાય તો એ નિરર્થક માહિતીને સંભાળી ન શકીએ અને જીવવું મુશ્કેલ બને આવી રહેલ ભયોને આપણે સમયસર ન કળી શકીએ. દા. ત., પૂરપાટ ધસી આવતો ખટારો, અચાનક કડડભૂસ થઈને તૂટી પડતું ઝાડ. આથી આપણી ઇન્દ્રિયોની સંરચના એ રીતે થયેલી છે કે સલામતીસભર એકસરખી પરિચિત માહિતીની નોંધ પડતી મુકાય છે અને ફેરફાર ઝટ પકડાય છે. દા. ત., નવા વાતાવરણમાં પ્રવેશતાં ત્યાંની ગંધ તરફ આપણું ધ્યાન જાય છે, પણ લાંબો વખત ત્યાં પસાર થાય તો એ ગંધનો આપણને ખ્યાલ સરખો નથી આવતો. ટ્રેનના પાટા કે હવાઈમથકની નજીક રહેતા લોકો રાત્રે ઘસઘસાટ ઊંધી શકે છે એનું કારણ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આત્મજ્ઞાન અને સાધનાપથ એ હોય છે કે ત્યાં વસવાટ કરતા લોકોની શ્રોત્રેન્દ્રિય એ રોજિંદા પરિચિત અવાજના સંકેત મગજ સુધી પહોંચાડતી નથી, જેથી તેઓ નિરાંતે ઊંઘી શકે. જયારે એમને ત્યાં રાતવાસો કરતા મહેમાનોની ઊંઘ ટ્રેન/પ્લેનના આવાગમનના અવાજથી ડહોળાઈ જતી હોય છે. ખૂબી એ છે કે ત્યાંના નિવાસીઓની શ્રોત્રેન્દ્રિય ટ્રેનના કે વિમાનના પ્રચંડ અવાજની ઉપેક્ષા કરશે પણ તેમના નામનો કોઈ સાદ પાડે તો એના સંકેતો તે તરત જ મગજને પહોંચાડે છે, જેથી તેઓ જરૂરી પ્રતિક્રિયા આપી શકે. એ જ રીતે, ત્યાં વસતી માતાઓ ઉતરાણ કરતા વિમાનની ધણધણાટી વખતે નિરાંતે ઊંઘતી રહે છે પણ બાજુના ખંડમાં સૂતેલા તેના બાળકના આછા અવાજથીયે જાગી જાય છે. “ઇન્દ્રિયોની શારીરિક રચના જ એ પ્રકારની છે કે જેથી ‘બિનજરૂરી અને નકામી' માહિતીને તારવી કાઢી આપણા સુધી પહોંચતી રોકવી એ જાણે એમનું કર્તવ્ય હોય. મુખ્યત: જાણે આપણું જીવન ટકાવી રાખવાના ઉદ્દેશને અનુલક્ષીને તારવી કાઢેલી માહિતી ઇન્દ્રિયો આપણને પહોંચાડે છે.” }} = “દેહધારણ અને જીવનના રોજિંદા વ્યવહારની સુગમતા અર્થે, આપણને પ્રાપ્ય માહિતીના ધોધમાંથી મગજ અને નાડીતંત્રની ચાળણીમાંથી ચળાઈ-ગળાઈને જે અસલ્પ માહિતી આપણા ચિત્ત સુધી પહોંચે છે એ સીમિત બોધને કોઈ એક ઢાળામાં ઢાળીને તેની અભિવ્યક્તિ અન્ય આગળ કરવા માટે માનવીએ સંજ્ઞાઓ અને સંકેતોની અટપટી પ્રક્રિયાઓ વિકસાવી છે, જેને આપણે ભાષાનું નામ આપીએ છીએ. દરેક માનવી ભાષાની આ પરંપરાથી જેમ લાભ પામે છે તેમ સાથોસાથ તેનો શિકાર પણ બને છે. લાભ એ કે ભાષા દ્વારા તે અન્ય વ્યક્તિઓના અનુભવના સંચયમાંથી બોધ મેળવી શકે છે; ને તેનો શિકાર બને છે તે એ ૮. It is the function of sensory systems, then, by their physiological design to reduce the amount of "useless and irrelevant" information reaching us and to serve as selection systems. The information input through the senses seems to be gathered for the primary purpose of biological survival. Robert E. Ornstein, The Psychology of Consciousness, p. 39 (Penguin Books, 1984). — Page #118 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” / ૭૫ રીતે કે, ભાષામાં બદ્ધ થયું હોય એટલું જ કુલ જ્ઞાન છે એવું માનવા તે પ્રેરાય છે, જે, સત્ય વિશેની તેની ધારણાને વિકૃત કરી નાખે છે અને, તેની સંકલ્પનાઓ (concepts)ને જ, હકીકતો માની લેવા તેને પ્રેરે છે. ધર્મની પરિભાષામાં જેને ‘ઇહલોક’ કહેવામાં આવે છે તે બીજું કશું નથી પણ ચળાઈ-ગળાઈને આપણને મળેલ અત્યલ્પ માહિતીના આધારે આપણે કરેલ વિશ્વની સંકલ્પના, કે જે ભાષા દ્વારા અભિવ્યક્ત થયેલ હોય અને તેની સાથોસાથ વિકૃત પણ. ...મોટા ભાગના માણસો બહુધા તેટલો જ બોધ પામે છે જેટલો તેમના ચિત્ત સુધી ચળાઈ-ગળાઈને પહોંચેલ હોય છે અને તેમની સ્થાનિક બોલીએ/ભાષાએ અસલી સત્યરૂપે જેનો અભિષેક કર્યો હોય છે. તે છતાં, અમુક વ્યક્તિઓ જ્ઞાનને આંતરતી મન અને ઇન્દ્રિયોની આ ગાળણીને પડખે હડસેલી દેવાની ક્ષમતા સાથે જાણે જન્મી હોય છે. બીજી કેટલીક વ્યક્તિઓ અનાયાસ કે પ્રયત્નપૂર્વકની યોગસાધના મારફત કે હીપ્નોસિસ દ્વારા કે કોઈ જડીબુટ્ટી યા માદક દ્રવ્યો વડે થોડા વખતપૂરતી એ ક્ષમતા મેળવે છે. એવી કાયમી કે અલ્પજીવી ક્ષમતા વડે, સમસ્ત વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે એનું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થાય છે એવું તો નથી બનતું, કારણ કે, જ્ઞાનપ્રાપ્તિની આડે રહેલા પ્રકૃતિગત અવરોધો-જે પોતાનું કાર્ય તો કર્યે જ રાખે છે-તેનો સમૂલ નાશ એ ક્ષમતા કરતી નથી ) પણ, ચળાઈ-ગળાઈને મળતા બોધ-જેને આપણાં સાંકડાં મન સત્યનું પૂર્ણ કે, છેવટે, પૂરતું ચિત્ર સમજી બેઠાં હોય છે તેના કરતાં કંઈક વધુ અને ખાસ તો એના કરતાં કંઈક જુદા જ પ્રકારનો, બોધ પ્રાપ્ત થાય છે.” ““જ્ઞાનપ્રાપ્તિનાં દ્વાર – મન અને ઇન્દ્રિયો – ને જો પરિશુદ્ધ કરવામાં આવે તો માણસ બધું યથાર્થ સ્વરૂપે અનંત રૂપે જોઈ શકે.” આપણું જગત, આપણું સર્જન વીસમી સદીના પદાર્થવિજ્ઞાને અને ખગોળવિજ્ઞાને એ વાત છતી કરી આપી છે કે જગતનો આપણો અનુભવ દ્રષ્ટા-સાપેક્ષ (subjective) હોય ૯. Aldous Huxley, The Doors of Perception, (New York : Harper & Row, 1954) pp. 22-24. ૧૦. To repeat William Blake : “If the doors of perception were cleansed, man would see everything as it is, infinite." - Quoted in 'The Psychology of Consciousness' by Robert Ornstein, p. 154. "" Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આત્મજ્ઞાન અને સાધનાપથ છે, તે પદાર્થ-નિષ્ઠ (objective) નથી હોતો. અર્થાત્ બહાર જે છે તે તેવું આપણે અનુભવીએ છીએ એવું નથી, પણ આપણી ઇન્દ્રિયો આપણને જે જણાવે અને આપણું ચિત્ત તેનું જે અર્થઘટન કરે તે આપણે અનુભવીએ છીએ, એટલે કે દરેકનું જગત ભિન્ન ભિન્ન રહે છે. દા. ત., પતિ-પત્ની સાથે બજારમાંથી પસાર થતાં હોય ત્યારે બંગડીની દુકાન પાસેથી નીકળતાં, એ દુકાન પર કેવા કેવા પ્રકારની બંગડીઓ વેચાણમાં મુકાયેલી છે એની નોંધ પત્નીનું મગજ લઈ લેશે, જ્યારે પતિ બંગડીઓ વિશે બહુધા સાવ બેખબર રહ્યો હશે. એ જ પ્રમાણે, રસ્તા પર થયેલ વાહન-અકસ્માતનું દશ્ય જોતાં, ત્યાંથી પસાર થઈ રહેલ પોલીસ અમલદારને સૌપ્રથમ એ વિચાર આવશે કે એમાં ગુનો કોનો છે? જ્યારે ત્યાંથી પસાર થતા વકીલના મનમાં એ વિચાર ઝબકી જશે કે આમાં સંડોવાયેલ પાર્ટીને વળતર મળી શકે કે કેમ? અથવા સામા પક્ષનો બચાવ કયા મુદ્દાને આધારે થઈ શકે? તો, અકસ્માતમાં કારમાંથી ફંગોળાઈને રસ્તા પર પડેલ મૃત તણીના ભરાવદાર સાથળ કે ઉન્નત ઉરપ્રદેશ જોઈ કામી વ્યક્તિને કામનો વિચાર આવશે, ને અકસ્માતના સ્થળે જમા થયેલ ટોળામાં કોઈ ગઠિયો ઊભેલો હશે તો એનું ધ્યાન એ તરુણીના અંગ પરના દાગીના પર કેન્દ્રિત થશે. ત્યાંથી પસાર થતા સાધુપુરુષને અકસ્માતના એ દશ્યમાં જીવનની ક્ષણભંગુરતા તાદશ થયેલી દેખાશે. આમ, જુદી જુદી વ્યક્તિઓ એકના એક દશ્યના નિરનિરાળા અંશોની માહિતી ગ્રહણ કરે છે અને તે રીતે એનું ભિન્ન ભિન્ન મૂલ્યાંકન કરે છે. દરેકનું જગત તેની ઇન્દ્રિયોની અને બુદ્ધિની ગુણવત્તા, ક્ષમતા અને કેળવણી પર તેમજ તેના માનસિક વલણ – તેના ગમા-અણગમા, કામનાઓ | ઇચ્છાઓ અપેક્ષાઓ, આસક્તિઓ, પૂર્વગ્રહો–પર નિર્ભર કરે છે. અબુધ આદિવાસી ભીલ કે એના જેવી તામસી પ્રકૃતિના માનવીને મન તેની કાયા એ જ પોતે છે. કાયા સાથે એ પોતાનું તાદામ્ય અનુભવે છે, અને એ માન્યતાના આધારે એનો સમગ્ર જીવન-વ્યવહાર આકાર લે છે. ભૌતિક શરીરની જરૂરિયાતો – આહાર, ઊંઘ(આરામ, આનંદ-પ્રમોદ અને કામભોગની પૂર્ણત અને તે માટેનાં સાધનોની પ્રાપ્તિ એ જ એના સમગ્ર જીવનનું કેન્દ્ર રહે છે. કોઈ સુસંસ્કારી બુદ્ધિજીવી વ્યક્તિ પોતાની માનસિક શક્તિઓ અને તેના ઉઘાડ સાથે તાદાત્મ અનુભવે છે અને તે મુજબ તેનું જીવન ઘડે / વિતાવે છે. તો કોઈ પોતાનાં પદ-પ્રતિષ્ઠા સાથે તાદામ્ય Page #120 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૭૭ અનુભવે છે : “ઓળખો છો હું કોણ?” એ એનો હુંકાર હોય છે. આમ, દરેક જણ પોતપોતાની અલગ દુનિયામાં મશગૂલ રહે છે. ત્યારે ઇન્દ્રિયો અને મનનું અતિક્રમણ કરીને આત્માનુભવ પામી ચૂકેલા મહાનુભાવોજેમનો બોધ ઇન્દ્રિયો અને મનની મર્યાદાઓથી કુંઠિત થયેલ નથી– કહે છે કે આ જગતનો આપણો સમગ્ર અનુભવ એ એક સ્વપ્ન જ છે, ભ્રાન્તિ છે, “માયા' છે! જ્ઞાની કવિ અખો ગાય છે કે, “ભુવન ત્રણ ફુરણ મનતણું, જયમ સૂર્ય કારણ રેનદિન તણું.” મહર્ષિ શ્રી રમણના ઉદ્ગારોમાં પણ આ જ રણકાર છે : “ખરેખર તો આ શરીર ચિત્તમાં છે. ... એ ચિત્તનું જ સર્જન છે.” અને, આ દાયકાના પ્રારંભે આપણી વચ્ચેથી અદશ્ય થયેલા, નિસર્ગદત્ત મહારાજે પણ ફોડ પાડીને આ જ વાત સમજાવી છે.”"વિજ્ઞાનથી સુપરિચિત વાચક જરા થંભીને આ વિધાન પર વિચાર-વિમર્શ કરશે તો આ તબ એને તરત સમજાઈ જશે. એક વિજ્ઞાની કે આધુનિક પદાર્થવિજ્ઞાનથી સારી પેઠે પરિચિત સામાન્ય માનવી જાણે છે તે સમજી શકે છે કે, આપણને ઘનસ્વરૂપ ભાસતી આપણી કાયા એ વાસ્તવમાં તો આપણી ઈન્દ્રિયો પાસેથી મળતા અસંખ્ય સંકેતોનું આપણા ચિત્તે કરેલું સંકલન અને તેનું અર્થઘટન માત્ર છે; વળી, ઇન્દ્રિયોએ પાઠવેલા એ સંકેતો પણ આખરે તો મનોમય જ હોય છે. અર્થાત આપણી કાયાનો આપણો અનુભવ મનોમય છે! આત્મજ્ઞાની સંતો પ્રાચીન કાળથી આ જ વાત કરી રહ્યા છે. ઓગણીસમી સદીનું વિજ્ઞાન એને અધ્યાત્મવાદીઓની ભ્રમણા’ કહીને ઉપહાસ કરતું રહ્યું. કિંતુ હવે, અણુના મૂળ ઘટકનો તાગ મેળવવા મથતા આણુવિજ્ઞાનીઓ સમક્ષ, એ જ તએ ઊભરી આવ્યું છે. “જાગીને જોઉં તો, જગત દીસે નહિ!” વિજ્ઞાનીએ એ તમનો અનુભવ નથી કર્યો હોતો, કિંતુ એણે, વિજ્ઞાને 19. All exists in the mind, even the body is an integration in the mind of a vast number of sensory perceptions, and each perception also a mental state. ... Both mind and body are intermittent states. The sum total of these flashes creates the illusion of existence. – Nisargadatta Maharaj, 'I Am That'. Part I, p. 155, (Chetna, 34, Rampart Row, Bombay - 23). Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આત્મજ્ઞાન અને સાધનાપથ વિકસાવેલાં અટપટાં યંત્રો દ્રારા પ્રાપ્ત માહિતીના આધારે અટકળ કરી, તર્ક દ્વારા એ તથ્યનો નિર્ણય કર્યો હોય છે જયારે આત્મજ્ઞાનીને દેહાત્મભ્રમની પ્રતીતિ જાતઅનુભવ દ્વારા મળેલી હોય છે. ને, એ પ્રતીતિની સાથે એને એ બોધ પણ થઈ જાય છે કે જેમ ઇન્દ્રિયો દ્વારા મળતા અસંખ્ય સંકેતોનું ચિત્તમાં થતું સંકલન અને અર્થઘટન સ્થૂળ કાયાના અસ્તિત્વનો આભાસ જન્માવે છે, તેમ, જન્મજન્માંતરથી સંગ્રહિત અસંખ્ય સંસ્કારજનિત ઇચ્છાઓ, અપેક્ષાઓ, કામનાઓ, ગમા-અણગમા અને પૂર્વગ્રહોના સમુચ્ચયમાં આપણને એક અખંડ વ્યક્તિત્વનો ‘હું’નો-જેનું ખરેખર તો કોઈ અસ્તિત્વ જ નથી-ભ્રમ થાય છે. આથી એની જીવનદૃષ્ટિ-જીવન પ્રત્યેનો અભિગમ ધરમૂળથી-પલટાઈ જાય છે. સ્વાનુભવ દ્વારા મળતી ‘હું’ની સાચી ઓળખ અને જગતનું સ્વપ્નતુલ્ય મૂલ્યાંકન-એ બે નવાં પરિમાણો જીવન પ્રત્યેની દૃષ્ટિમાં/અભિગમમાં એટલું બધું પરિવર્તન લાવે છે કે આત્મદર્શન પછી એ સાધકને નવો જન્મ મળ્યો ગણાય છે. ગણિતમાં જેમ, બે ગુણ્યા બે બરાબર પાંચ એવું ખોટું સમીકરણ માંડયા પછી, એ રકમના આધારે થયેલ બધા જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર ખોટા જ રહે તેમ દેહાત્મભ્રમજનિત અહંકારના પાયા પર રચાયેલો આપણો સઘળોયે જીવનવ્યવહાર ભ્રાંત/મિથ્યા જ રહે છે. સ્વાનુભૂતિ દ્રારા આ તથ્યનું પ્રથમવાર ભાન થાય છે ત્યારે એ ‘વ્યક્તિ'ના મુખેથી વિસ્મયસહ ઉદ્ગાર સરી પડે છે : “જાગીને જોઉં તો, જગત દીસે નહિ; ઊંઘમાં અટપટા ભોગ ભાસે. "" “અનુભવ ભોર ભયો, મિથ્યા તમ દૂર ગયો.” યોગીશ્વર ચિદાનંદજી અણુવિજ્ઞાનીને દેહાભ્રમનું ‘જ્ઞાન’ છે, પણ એ જ્ઞાન માત્ર બૌદ્ધિક સ્તરનું છે, એનો એને અનુભવ નથી. જેમ કશી જ સાધના કર્યા વિના કોઈ પોથીપંડિત શાસ્ત્રોમાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરે અને પછી એનો પોપટપાઠ કર્યા કરે, વેદાંત-ઉપનિષદ્ પર મહાનિબંધ લખી ‘ડૉક્ટરેટ’ ઉપાધિયે મેળવી લે, તર્ક અને દલીલ દ્વારા બીજાને અદ્વૈતનો સિદ્ધાંત ઠસાવીયે શકે પણ જાતે તો સામાન્ય માનવીની જેમ લાભ-હાનિ, માન-અપમાન, ગમા-અણગમા નરસિંહ મહેતા — Page #122 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!”/ ૭૯ વગેરે દ્વંદ્વોમાં પૂર્વવત્ અટવાઈ જ રહ્યો હોય છે; તેમ અણુવિજ્ઞાની પણ વિકાર, વાસના, આસક્તિ, તૃષ્ણા આદિ ષપુઓનો દાસ જ રહી જાય છે. પંડિત અને વિજ્ઞાની બંનેનું જ્ઞાન પોતીકું – firsthand-નથી હોતું. પણ પરાયું/ઉછીનું લીધેલું હોય છે. આથી એમની ભ્રાંતિ ભાંગતી નથી. જાતઅનુભવ વિના દેભ્રાન્તિ ખસતી નથી. બૌદ્ધિક સમજ જીવન પ્રત્યેના વલણમાં ધરમૂળનું પરિવર્તન લાવવા માટે અપૂરતી છે. ચિત્તનું અતિક્રમણ કરીને મેળવેલ, સ્વાનુભવજન્ય બોધ જ એ કામ કરી શકે છે. ર આપણાં ધર્મસ્થાનકોમાં અને ધાર્મિક વર્તુળોમાં ‘સમકિત’ અને ‘મિથ્યાત્વ’/‘સમ્યગદર્શન' અને ‘મિથ્યાદર્શન’એ શબ્દોનો રોજિંદી બોલચાલમાં છૂટથી પ્રયોગ થતો રહે છે, પણ તેના સાચા અર્થ વિશે ઘણી ભ્રાંતિ અને વિવાદ પ્રવર્તે છે. સ્પષ્ટ, અસંદિગ્ધ અને ટૂંકી પરિભાષા આપવાને બદલે, પોથી પંડિતો દ્વારા, અનેક ભેદ-પ્રભેદ અને વ્યાખ્યાઓમાં એને ગૂંચવી દેવાય છે. ‘સમ્યગ્’ અને ‘મિથ્યા' એ સંસ્કૃત ભાષાના શબ્દો છે; સમ્યગ્ એટલે સાચું, મિથ્યા એટલે ખોટું/ભ્રામક. આટલું ખ્યાલમાં રાખીએ તો, ઉપર્યુક્ત વિવેચનમાંથી એ વાત દીવા જેવી સ્પષ્ટ ઊપસી આવે છે કે મન અને ઇન્દ્રિયોથી પર જઈ, સ્વાનુભૂતિ પામીને કરેલું જાતનું અને જગતનું યથાતથ દર્શન તે સમ્યગ્દર્શન; એની પૂર્વે ઇન્દ્રિયો અને મનના માધ્યમ દ્વારા પ્રાપ્ત થતો જાત અને જગતનો ભ્રાંત/ભ્રામક/ વિકૃત બોધ એ મિથ્યાદર્શન. સમ્યગ્દર્શન વિષયક વિશેષ વિચારણા આપણે આગળના પ્રકરણમાં કરીશું. અનુભવ— સાધનાનું અંતિમ ચરણ? સ્વાનુભૂતિ પ્રાપ્ત થતાં સાધક પૂર્વે કદી ન અનુભવી હોય એવી અપૂર્વ સ્વતંત્રતા, સુરક્ષિતતા અને આનંદ વેદે/અનુભવે છે. આથી, કેટલાંક યોગવર્તુળો ‘અનુભવ’ની ઉપલબ્ધિને આત્મવિકાસની ચરમ અવસ્થા માની લે છે અને તે અવસ્થામાં જો સ્થિતિ થઈ હોય તો એ વર્તુળો એને જીવન્મુક્તિ સમજે છે. કિંતુ, જૈનસિદ્ધાંત અનુસાર, તે આત્મવિકાસનું અંતિમ ચરણ ૧૨. અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૭૨-૧૭૭; (જુઓ પ્રકરણ ૩, પાદનોંધ ૧૬). Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આત્મજ્ઞાન અને સાધનાપથ નથી. આવી વ્યક્તિ અંતરમાં આસક્તિરહિત હોવા છતાં, તેનું બાહ્ય આચરણ, પૂર્વસંસ્કાર કે ચારિત્ર-મોહનીયાદિ કર્મના આવરણના કારણે, ઘણી વાર, આસક્ત વ્યક્તિના આચરણ જેવું રહે છે; અર્થાત્ અંતર અનાસક્ત હોવા છતાં તેની બાહ્ય પ્રવૃત્તિમાં/યોગધારામાં થોડી-ઘણી અશુદ્ધિ અને ચંચળતા રહે છે. તે દૂર કરવા દેશિવરતિ કે સર્વવિરતિની તપ-ત્યાગજ્ઞાનમય સાધના પૂર્ણયોગેશ્વર શ્રી જિનેશ્વર દેવોએ ચીંધી છે; એના દ્રારા યોગપ્રવૃત્તિની અને જ્ઞાનની-એ બંને ધારાને પૂર્ણ શુદ્ધ કરવી એ જૈન સાધનાનું લક્ષ્ય રહ્યું છે. ૧૪ માત્ર એક વારના ક્ષણિક અપરોક્ષ દર્શનથી જીવનમુક્ત થઈ જવાતું નથી એ વાત યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પંતજલિએ પણ કરી છે-પણ જરા જુદા શબ્દોમાં.` ‘યોગસૂત્ર’ના વિવેચનકારોએ એ વાતને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, સાધકને જ્યારે એ સાક્ષાત્કાર થાય કે દશ્યથી ચિત્ત જુદું છે અને ચિત્તથી પુરુષ અર્થાત્ પોતે જુદો છે ત્યારે ભય-શોકાદિની નિવૃત્તિ થાય છે; તે સાધક કૈવલ્યને અભિમુખ થાય છે, પણ તે જ ક્ષણે તેને કૈવલ્યની ઉપલબ્ધિ થઈ જતી નથી; અર્થાત્ એ અપરોક્ષ સાક્ષાત્કાર એક વખત થવા માત્રથી કૃતકૃત્ય થઈ જવાતું નથી. એ વિવેક-સાક્ષાત્કારમાં વચ્ચે વચ્ચે પૂર્વસંસ્કારવશાત્ વ્યુત્થાન વૃત્તિઓ સ્ફુરે છે. જ્યારે દેઢ અભ્યાસથી વ્યુત્થાન સંસ્કારોનો સમૂળગો નાશ થઈ જાય ત્યારે જ એ વૃત્તિઓ સ્ફૂરતી બંધ થાય છે. તેથી, ઉત્પન્નમાત્ર વિવેકસાક્ષાત્કારવાળા યોગીએ પણ વ્યુત્થાન સંસ્કારોના નાશ માટે પ્રયત્ન કરવો જરૂરી છે. વ્યુત્થાન સંસ્કારોનો દાહ વિવેકસાક્ષાત્કારરૂપ સંપ્રજ્ઞાત યોગની ૧૩. એજન, શ્લોક ૧૫૦-૧૫૧. ૧૪. યા તુ સર્વત: શુદ્ધિ-નયતે ધારયોર્દયો। शैलेशीसंज्ञितः स्थैर्या- तदा स्यात् सर्वसंवरः । ततोऽर्वाग् यच्च यावच्च स्थिरत्वं तावदात्मनः । संवंरो, योगचाञ्चल्यं यावत्तावत्किलाश्रवः ॥ ૧૫. યોગસૂત્ર, કૈવલ્યપાદ, સૂત્ર ૨૫-૩૪. – એજન, શ્લોક ૧૫૨-૧૫૩. Page #124 -------------------------------------------------------------------------- ________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૮૧ પરંપરાથી ઉત્પન્ન થયેલ દૃઢ જ્ઞાન-સંસ્કારોના બળથી થાય છે. માટે યોગીએ પુન: પુન: વિવેકસાક્ષાત્કારમાં મચી રહેવું જોઈએ અને તે દરમ્યાન પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં લોભાઈ ન જતાં તેની ઉપેક્ષા કરવી. તો વ્યુત્થાન સંસ્કારો નષ્ટ થઈ વિવેકસાક્ષાત્કાર નિરંતર બન્યો રહે છે. એ સ્થિતિને જ યોગીઓ ધર્મમેઘ સમાધિ કહે છે. ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થતાં યોગીના સર્વ ક્લેશકર્મ નિવૃત્ત થાય છે અને તે ખરેખર જીવન્મુક્ત બને છે. જૈન દર્શનની પરિભાષા સ્વાનુભવની ઉપલબ્ધિને ‘અનુભવ’, ‘આત્મજ્ઞાન’ કે ‘સમ્યગ્દર્શન’ના નામે અને તેની પ્રાપ્તિ કરનારને ‘સમકિતી’ કે ‘સમ્યગ્દષ્ટ’ તરીકે ઓળખાવે છે. એ ઉપલબ્ધિ પછી દેશિવરિત કે સર્વવિરતિના માર્ગે સાધના કરતો રહી, અપ્રમત્ત સંયતની ભૂમિકાએ પહોંચીને સાધક ક્ષાયિક માર્ગે આગળ વધે તો, એ જ જીવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અર્હત્ બને છે-જીવન્મુક્ત બને છે; એ પછી એને નવો દેહ ધારણ કરવો નથી પડતો. એટલી ઉત્કટ સાધના ન કરી શકે પણ અખંડપણે સાધનામાં યથાશક્તિ તે મચ્યો રહે તો, સામાન્યત:, સાત-આઠ ભવે તે મુક્ત થઈ જાય છે. બૌદ્ધ પરંપરામાં પણ પ્રથમવારના અપરોક્ષાનુભવને મુક્તિપથની અંતિમ મંજિલ માની નથી. પ્રથમવારની નિર્વાણિક ડૂબકી બૌદ્ધપરિભાષામાં ‘સોતાપત્તિ’ તરીકે ઓળખાય છે, મુક્તિયાત્રાનો એ પ્રથમ પડાવ છે. એના પછીયે અપ્રમત્તભાવે સાધના કરતો રહી, સાધક, ‘સકદાગામી' અને ‘અનાગામી’નો બીજો અને ત્રીજો પડાવ વટાવી, ચોથા પડાવે પહોંચેઅર્હત્ બને-ત્યારે જ એ જીવન્મુક્ત થયો ગણાય છે. પ્રથમ પડાવે પહોંચેલ સાધકને બૌદ્ધ પરિભાષા ‘સોતાપત્ન’ (સ્રોતાપન્ન) તરીકે ઓળખે છે. મુક્તિના સ્રોતમાં એ આવી પહોંચ્યો છે; હવે એ તે જ જન્મમાં કે વધુમાં વધુ સાત ભવે અર્હત્ની ભૂમિકાએ પહોંચી મુક્ત થઈ જવાનો. ટૂંકમાં, કોઈ પણ આધ્યાત્મિક પરંપરા સ્વાનુભૂતિની પ્રથમવારની ઉપલબ્ધિને આત્મસાધનાનું અંતિમ ચરણ નથી ગણતી. છતાં, પ્રથમવારના *જૈન સાધના-પ્રણાલી મુક્તિયાત્રાના સમગ્ર પથને ચૌદ વિકાસભૂમિકાઓ (ગુણસ્થાન)માં વિભાજિત કરે છે. તેના સંક્ષિપ્ત પરિચય અર્થે જુઓ પ્રકરણના અંતે પરિશિષ્ટ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આત્મજ્ઞાન અને સાધનાપથ અપરોક્ષ સાક્ષાત્કારથી યોગી ભય-શોકાદિથી પોતાને પર અનુભવે છે અને, પૂર્વે કદી ન અનુભવી હોય એવી અપૂર્વ સ્વતંત્રતા, સુરક્ષિતતા અને આનંદ તે અનુભવતો હોવાથી એ અવસ્થાને જ જીવન્મુક્ત દશા માની લેવાય છે. એ માન્યતામાં પણ કંઈક તબ તો છે જ, એ સ્વીકારીને ‘યોગવાર્તિક'ના કર્તા વિજ્ઞાનભિક્ષુ અને સાંખ્યમતપ્રવર્તક કપિલ મુનિના પ્રશિષ્ય પંચશિખાચાર્ય જેવા સમર્થ આચાર્યોએ પ્રથમવારના અપરોક્ષ સાક્ષાત્કારને ‘પ્રથમ મોક્ષ' અને, ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થતાં આવતી સાચી જીવન્મુક્ત દશાને “દ્રિતીય મોક્ષ' – “વાસ્તુ મોકો જ્ઞાનેતિ દ્વિતીય ભાવિયાત્...” કહીને આ બે માન્યતાઓનો સમન્વય કરી આખો છે; અને આગળ વધીને, એમણે સ્પષ્ટતા કરી છે કે “....વર્મકથાત્ તૃતીય ન્યાયતં મોલનક્ષમ્” – સર્વકર્મનો ક્ષય એ તૃતીય અને અંતિમ મોક્ષ." ૬. યોગવાર્તિક, કૈવલ્યપાદ, સૂત્ર ૨૫-૩૨ (પૃષ્ઠ ૪૪૧-૫૪૯). Page #126 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ લાંબી મુસાફરીએ નીકળેલ પથિક પોતાની યાત્રાના માર્ગનો routeનોકંઈક પરિચય મેળવી લે તો, મુસાફરી દરમ્યાન તેણે કેટલો પંથ વટાવ્યો છે, તે ક્યાં આવી પહોંઓ છે અને હજુ તેણે કેટલો પંથ કાપવાનો બાકી છે તે જાણવું તેને સુગમ પડે, ખોટી આશંકાઓમાં કે ભ્રમણામાં તે ન અટવાય, અને આડમાર્ગે ફંટાઈ જતાં પણ તે બચી શકે. આશંકા, ભય, ભ્રમ અને અજ્ઞાન સાથે વસે છે. માટે, મુક્તિપથના યાત્રીએ પણ તેણે કાપવાના માર્ગનો અને વચ્ચે આવતા પડાવોનો કંઈક પરિચય મેળવી લેવો ઇષ્ટ છે. અનાદિથી ભવભ્રમણ કરી રહેલ આત્મા જયારે મોક્ષ તરફ પહેલ વહેલી મીટ માંડે ત્યારથી શરૂ કરીને, ક્રમશ: આત્મવિકાસ કરતો રહી તે મુક્તિ પ્રાપ્ત કરે ત્યાં સુધીના સમગ્ર પથને જૈનદર્શન ચૌદ વિકાસ-ભુમિકામાં આવરી લે છે. આત્મિક ગુણવિકાસની એ ચૌદ ભૂમિકાઓ માટે જૈન પરિભાષામાં ‘ગુણસ્થાનક', ‘ગુણસ્થાન’ કે ‘ગુણઠાણું' શબ્દ પ્રચલિત છે. આત્મા પર ‘પર’ની અર્થાત્ ડની/પુદ્ગલની પકડ જેટલી વધુ તેટલી તેની ભૂમિકા નીચી અને એ પકડમાંથી તે જેટલે અંશે મુક્ત થાય તેટલી તેની ભૂમિકા ઊંચી. ભવભ્રમણ કરી રહેલ આત્મા આ ચૌદ ગુણઠાણામાંથી જ્યાં વધુ સમય, પસાર કરે એવાં ગુણસ્થાન પાંચ જ છે : પહેલું, ચોથું, પાંચમું, હું અને તેરમું. બાકીનાં ગુણઠાણાં તો પુરપાટ દોડયે જતી કારની મુસાફરી દરમ્યાન વચ્ચે આવતા ‘માઇલસ્ટોન’ની જેમ, કે ‘ફાસ્ટ’ ટ્રેનની મુસાફરીમાં પસાર થઈ જતાં વચલાં સ્ટેશનોની જેમ, ઝડપભેર વટાવી જવાય છે; ત્યાં પડાવ નાખીને ઘડીભર Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આત્મજ્ઞાન અને સાધનાપથ વિસામો લઈ શકાતો નથી કે નથી ત્યાં પળભર થોભી શકાતું. એટલે, રોજિંદા જીવનમાં જેનો સંપર્ક થઈ શકે એવી વ્યક્તિઓ ઉપર્યુક્ત પાંચ ગુણઠાણામાંના જ કોઈ એક ગુણઠાણે રહેલી હોવાની; અન્ય કોઈ ગુણસ્થાનકે સ્થિત વ્યક્તિ સાથે મેળાપ વાર્તાલાપ થવો શક્ય નથી. આથી, આપણે અહીં આ પાંચ ગુણસ્થાનનો કંઈક વિગતે પરિચય મેળવીએ. ૧. મિથ્યાત્વ ગુણસ્થાન પહેલા ગુણસ્થાનનું પારિભાષિક નામ છે મિથ્યાત્વ ગુણસ્થાન. મુક્તિમાર્ગે પા પા પગલી માંડતી વ્યક્તિઓનું –આધ્યાત્મિક ઍવરેસ્ટની તળેટીએ રહેલ આરોહકોનું આ ગુણઠાણું છે. અનાદિથી જડ સાથે ઓતપ્રોત રહેલ આત્મા જ્યારે મુક્તિ તરફ પહેલવહેલી નજર દોડાવે છે અને દેવ-ગુરુ-ધર્મ તરફ વળે છે ત્યારથી આરંભીને, ક્રમશ: આત્મવિકાસ કરતો તે આત્માનુભૂતિ ન પામે ત્યાં સુધી, આ ગુણસ્થાને રહેલો લેખાય છે. આ ગુણસ્થાનકે રહેલ આત્માને પ્રારંભમાં જોકે દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખાણ હોતી નથી; અદેવ, અગુરુ અને અધર્મમાં દેવ-ગુરુ-ધર્મની બુદ્ધિ એને હોઈ શકે છે; છતાં, અનાદિની અવ્યક્ત મિથ્યાત્વ અવસ્થા-કે જેમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તે સાવ ઉદાસીન રહયો હોય છે તે– માંથી બહાર નીકળીને, દેવ-ગુરુ-ધર્મની જરૂરિયાત અહીં એને જણાઈ એટલા અંશે એ ગુણવિકાસના પંથે પડયો લેખાય. એ પહેલાંની અવ્યક્ત મિથ્યાત્વની અવસ્થાનો સમાવેશ મિથ્યાત્વ ગુણસ્થાનમાં નથી થતો.' મિથ્યાત્વ ગુણસ્થાને રહેલ આત્મા, ક્રમશ: મોહની પકડમાંથી છૂટીને, આત્મવિકાસ સાધતો રહે તો, કોઈ ધન્ય પળે ચિત્તનું અતિક્રમણ કરીને આત્માનુભવ પામે છે; ત્યારે પ્રથમ ગુણસ્થાનેથી છલંગ મારીને તે સીધો જ ચોથા કે તેનાથી યે ઉપરના ગુણસ્થાને પહોંચે છે. અહીં એક વાત નોંધવી રહી કે અનાદિથી મિથ્યાત્વમાં રહેલ વિકાસોન્મુખ આત્મા બીજા-સાસ્વાદન-ગુણસ્થાનને કુદાવીને જ આગળ વધે છે. બીજા ૧. શ્રી રત્નશેખરસૂરિષ્કૃત ‘ગુણસ્થાન-ક્રમારોહ’, શ્લોક ૬-૭. ૨. જુઓ પ્રકરણ બીજું-‘સાધનામાર્ગમાં શ્રુતનું મહત્ત્વ અને તેની મર્યાદા', ‘તત્ત્વપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ’ અને ‘જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાઓ’–આ શીર્ષકો હેઠળ થયેલ નિરૂપણ . Page #128 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૫ ગુણસ્થાનનો પ્રથમ સ્પર્શ ઉપરના ગુણસ્થાનકેથી નીચે ગબડતો આત્મા જ કરે છે અને તે પણ ક્ષણવાર માટે જ. અનુભવપૂર્વેના, દીર્ઘ કાળ સુધી ચાલતા રહેતા આત્મવિકાસને આગમિક શૈલી એક જ ગુણસ્થાનમાં આવરી લેતી હોવાથી, પ્રથમ ગુણસ્થાનકે રહેલ મુમુક્ષને પોતાના મોહની તરતમતા ઓળખવા માટે કોઈ નિશ્ચિત માપદંડ ગુણસ્થાનની શૈલીએ થયેલાં વિધાનોમાંથી સાંપડતો નથી. કિંતુ, આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિ સમુચ્ચય' નામના તેમના ગ્રંથમાં, આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓને ‘યોગદષ્ટિ'ના નામે એક નવી પરિભાષા આપી છે. પ્રથમ ગુણસ્થાનકમાં સમાવિષ્ટ આત્મવિકાસને તે ચાર યોગદષ્ટિમાં વહેંચી નાખે છે; આથી, અંતર્મુખ મુમુક્ષુને પોતાના મોહની તરતમતા સમજવા માટેના સ્પષ્ટ સંકેતો ‘યોગદષ્ટિ'ની શૈલીએ થયેલ વિવેચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીં પ્રાસંગિક, પહેલી ચાર યોગદષ્ટિઓના સીમાચિહ્ન જેવા થોડાક અંશોની વાત કરવી ઉચિત છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આત્મવિકાસની સમગ્ર યાત્રાને આઠ યોગદષ્ટિમાં આવરી લીધી છે, જેમાંની પ્રથમ ચાર યોગદષ્ટિ સમ્યગદર્શન પુર્વેની દશા નિરૂપ છે અને બાકીની ચાર સમકિતની પ્રાપ્તિથી માંડીને મુક્તિ પર્યંતની યાત્રાને આવરી લે છે. જીવ યોગદષ્ટિ પામે તે પૂર્વેની અવસ્થાને એમણે ‘ઓઘ દષ્ટિ તરીકે ઓળખાવી છે. ઓઘદૃષ્ટિમાં રહેલ વ્યક્તિ પણ અનેકવિધ ધર્મપ્રવૃત્તિ કરતી-કારવતી હોય એવું બને, પણ તેનું અંતર તો સદા સંસાર તરફ જ ઢળેલું રહેતું હોય છે; આથી, તે સાચા ધર્મથી વિમુખ જ રહે છે. – પહેલી યોગદષ્ટિ ઘદષ્ટિ વટાવી, આત્મા પ્રથમ યોગદષ્ટિમાં આવે છે ત્યારે તેનું વલણ કેવળ ભોગાભિમુખ ન રહેતાં યોગાભિમુખ બને છે. ભવનો ઉગ એનામાં જાગી ચૂક્યો હોય છે-“ મોક્ષ સહન ” એના અંતરમાં ભવની નિ:સારતા વસેલી જ હોય-એને સંસારની અસારતા ઠસાવવા માટે ઉપદેશકે ઉપદેશની ઝડીઓ વરસાવવી પડતી નથી. રોજિંદા જીવનની કોઈ નાની-મોટી ઘટના કે જીવનની કોઈ વિષમતાના દર્શનથી / અનુભવથી, કે કોઈ જ્ઞાની પુરુષનાં બે વેણ સાંભળીને એ જાગી જાય છે–ભૌતિક જીવનની ઘટમાળની પોકળતા અને નિ:સારતા એના ચિત્તમાં વસી જાય છે, ને ‘જીવનની સાર્થકતા શામાં?' એ પ્રશ્ન એના અંતરમાં ૩. યોગદષ્ટિ, શ્લોક ૨૭. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આત્મજ્ઞાન અને સાધનાપથ ઘૂમરાવા લાગે છે અને તે ધર્મારાધના તરફ વળે છે. ઓઘષ્ટિમાં રહેલ વ્યક્તિ ધર્મપ્રવૃત્તિ કરે તોયે એનું લક્ષ્ય તો સંસારને લીલોછમ રાખવાનું જ હોય છે; જ્યારે અહીં ધર્મપ્રવૃત્તિ દ્વારા મુક્તિ સિવાય અન્ય કશું મેળવી લેવાની કામના શ્રેયાર્થીના અંતરમાં રહેતી નથી. પ્રથમ યોગદૃષ્ટિમાં રહેલ આત્માને ભવભ્રમણનો થાક વરતાતો હોવાથી, ભવનો અંત કેમ આવી શકે એ જિજ્ઞાસા તેને થાય છે. આથી, સંતોનાં જીવનચરિત્રોનું, કથાનકોનું, ઉપદેશગ્રંથોનું તેમજ યોગસાધકોના જીવનપ્રસંગો આદિનું તે રસપૂર્વક શ્રવણ-વાચન કરે છે તેમજ એવા સાહિત્યના લેખનપ્રકાશનમાં ઉમંગપૂર્વક સહયોગ આપે છે, ખૂબ જ રસ અને ઉત્કંઠાપૂર્વક ગુરુ પાસેથી ઉપદેશ સાંભળે છે, અને, સાધનાપથના પ્રવાસી મહાત્માઓની વિશુદ્ધ ભાવથી સેવા-ભક્તિ-શુશ્રુષા કરે છે. આ દૃષ્ટિમાં રહેલ મુમુક્ષુ દ્રવ્ય-આચાર્ય અને ભાવ-આચાર્ય – અર્થાત્ ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના વેશધારી કુળગુરુઓ અને આત્મજ્ઞ સંતો-ને આંતરસૂઝ વડે ઓળખી લે છે. ફલત: એવા વેશધારી કુળગુરુઓથી વિમુખ રહી, લિંગ-વેશ કે મત-પંથથી નિરપેક્ષપણે સાચા સંતોનાં વિનય-બહુમાન-સેવામાં તે ઉલ્લાસ અનુભવે છે." ૬ ઓઘદષ્ટિમાંથી જીવ યોગદષ્ટિમાં આવેલ ત્યારે જ મનાય છે કે જ્યારે સત્પુરુષ સાથે ‘આ સત્પુરુષ છે’ એવી ઓળખપૂર્વકનો યોગ તેને થાય. સત્પુરુષ સાથેના આવા સમાગમને શાસ્ત્રીય પરિભાષામાં ‘યોગાવંચકપાસું’ કહે છે. મુક્તિપથનું એ પ્રવેશદ્રાર છે. સ્વમતમાં રહેલ કે અન્ય મત-પંથમાં રહેલ આત્મજ્ઞાની સંતોને વ્યક્તિ ઓળખી ન શકે તે એ સૂચવે છે કે તેની દૃષ્ટિ ઉપરથી મોહનું/દષ્ટિરાગનું પડળ હજુ ખસ્યું નથી; અને, તેનો ભાવમળ ઘટયો નથી-પારમાર્થિક મોક્ષમાર્ગમાં પ્રવેશ અર્થે જરૂરી ચિત્તશુદ્ધિ થઈ નથી. જેની નજર સારી હોય તે જેમ બાહ્ય રૂપને બરાબર પારખી શકે છે તેમ જેનો ભાવમળ ઘટયો હોય તે પોતાની આંતરસૂઝ વડે સાચા સંતોના આચાર-ઉચ્ચારમાં છતી થતી તેમના આત્મિક ઓજસની અભય, અદ્વેષ, અખેદની ૪. એજન, શ્લોક ૨૫. ૫. એજન, શ્લોક ૨૬; દ્રાત્રિશત્ દ્રાત્રિશિકા, દ્રા. ૨૧, શ્લોક ૧૩ ટીકા. ૬. યોગદૃષ્ટિ, શ્લોક ૩૩ અને ૨૧૯, Page #130 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૭ આભાને બાહ્ય વેશથી નિરપેક્ષપણે, અર્થાત્ તેમનાં બાહ્ય લિંગ-વેશાદિ ગમે તે હોય તોય, ઓળખી લે છે. રયામાંથી એ ફલિત થાય છે કે મમક્ષ પોતાનાથી અન્ય મત-પંથ-વેશમાં રહેલ આત્મજ્ઞ સત્પરુષોને ‘સત્પષ' તરીકે ઓળખી ન શકતો હોય કે એમના પ્રત્યે એને આદરભાવ ન જાગતો હોય તો એની એ ક્ષતિ એ વાત છતી કરી દે છે અને યોગાવંચકપણું પ્રાપ્ત થયું નથી; બીજા શબ્દોમાં કહીએ તો તે પહેલી યોગદષ્ટિમાં પણ આવ્યો નથી! આ કટુ તથ્ય પ્રત્યે મુમુક્ષુ શાહમૃગીયવૃત્તિ રાખી ન શકે. મુમુક્ષુએ આત્મનિરિક્ષણ કરવું જોઈએ કે દષ્ટિરાગના ઘેનમાં તે મુક્તિપથના પ્રવેશદ્વારથી દૂર તો નથી ફંટાઈ રહ્યો આત્મિક ગુણસંપત્તિના બદલે કેવળ બાહ્ય ચર્યા કે લિંગ-વેશમાં જ ધાર્મિકતા કે સંતપણું જોનાર આત્માઓ, અન્ય મતપંથ-સંપ્રદાયના ગુણીજનો કે સંતપુરુષોમાં સાચી આધ્યાત્મિકતાના પરિચાયક ગુણો હોવા છતાં, માત્ર તેમના લિંગ-વેશ કે બાહ્ય ચર્યા પોતાના મત-પંથ-સંપ્રદાયથી ભિન હોવાને કારણે, તેમનું સાચું હીર પારખી શકતા નથી. આથી, તેમનો ઉચિત આદર-સત્કાર કરવાનું તો બાજુએ રહ્યું, તે એમનો અનાદર અને વખતે અવહેલના કે ઉપહાસ પણ કરી બેસે છે. સ્વપક્ષમાં રહેલ સારા-નરસા સૌ સંસારત્યાગીઓને તે ‘સગુરુ’ માની ભજે છે અને અન્ય ધર્મ-મતના સાચા સંતો અને જ્ઞાનીજનોનેય તે કુગુરુ’ ‘મિબાદષ્ટિ', ‘નાસ્તિક', “કાફર' આદિ કહી ઉખે છે. આમ અજ્ઞાન આત્માઓ સાંપ્રદાયિકતામાં અટવાઈ, પોતાના પંથની છાપ નીચે ચાલતા પાંખડના પગ પખાળ્યા કરે છે અને અન્યત્ર રહેલ સાચી ધાર્મિકતાનો અનાદર અને પ્રસંગે હાંસી, ઉપહાસ કે અવહેલના પણ કરી બેસે છે ને તેના દ્વારા ભવભ્રમણ વધારતા રહે છે. ભલેને એ ભૂલ અજ્ઞાનથી થતી હોય, તોયે એનો દંડ અવશ્ય થાય છે– Nature does not pardon ignorance.* ૭. એજન, શ્લોક ૩૫, ૩૬. ૮. (i) યોગદષ્ટિ, શ્લોક ૧૩૪-૧૪૨; (i) દ્વાત્રિશત્ દ્વત્રિશિકા, તા. ૨૩, શ્લોક ૨૯ ટીકા. * લેખકકૃત ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું?' ગ્રંથના બીજા પ્રકરણ : ‘લિંગ-વેશનું કામ ન સીઝ' માંથી ઉદ્ભૂત. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આત્મજ્ઞાન અને સાધનાપથ આથી જ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ગ્રંથના કર્તા તત્ત્વજ્ઞ આચાર્ય મુનિસુંદરસૂરિજી મુમુક્ષુને અનુરોધ કરે છે કે, દેવ, ગુરુ અને ધર્મ-એ તત્ત્વત્રયીમાં ગુરુ કેન્દ્રમાં છે; ગુરુ ખોટા પકડાય તો, ગુરુના આદેશ-ઉપદેશ પ્રમાણે થતી સર્વ ધર્મારાધના ખોટી રીતે થાય. આ કારણે, ગુરુ તરીકેની પાત્રતાની ખાતરી કર્યા વિના ગમે તેને ગુરુસ્થાને સ્વીકારી લેનાર વ્યક્તિનો ધર્મસાધનાનો ભારે ઉદ્યમ પણ વ્યર્થ જાય છે. એવા આત્માઓની સ્થિતિ ઊંટવૈદ્યની સારવાર લઈ રહેલ રોગી જેવી છે; એ આત્માઓ વિષમ ભવસાગર કેમ તરી શકે? માટે શ્રેયાર્થીએ દૃષ્ટિરાગને તિલાંજલિ આપી દઇને, અંતર્મુખ, ઉપશાંત, સંયત, નિરીહકંચન-કામિની કે કીતિ આદિની સ્પૃહા વિનાના-આત્મજ્ઞ ગુરુ ધારવા જોઈએ.” મોક્ષમાર્ગે નિશ્ચિત પ્રગતિ અર્થે, મુમુક્ષુને સદ્ગુરુનો યોગ થવો એ પહેલી શરત છે. આત્મનિષ્ઠ સદ્ગુરુનો યોગ થતાં, યોગ ક્રિયા અને ફળ-એ ત્રિવિધ અવંચકયોગ નિષ્પન્ન થાય છે. સત્પુરુષનો યોગ અને તે સાથે તેમની સાચી ઓળખ હોય એટલે ગુરુનો આદર-સત્કાર-સેવા-શુશ્રૂષારૂપ ક્રિયા તો થવાની જ અને, એના પરિપાકરૂપે, કાળક્રમે-મોડું વહેલું-સદ્ધર્મની પ્રાપ્તિ/સમ્યગ્દર્શનની પ્રાપ્તિ રૂપ ફળ પણ આવવાનું. બરાબર નિશાન લઈને છોડેલું તીર લક્ષ્યની દિશામાં જ આગળ વધતું રહી લક્ષ્યને અવશ્ય વીંધે છે તેમ, આત્મજ્ઞ સદ્ગુરુ સાથેના સંપર્ક/સહવાસથી નિષ્ઠાવાન મુમુક્ષુની ધર્મસાધના સદા લક્ષ્યની દિશામાં જ પ્રવાહિત રહી તેને લક્ષ્યની પ્રાપ્તિ સુધી અવશ્ય દોરી જાય છે.' ૧૦ • બીજી યોગદૃષ્ટિ — સત્સંગ, સદાચારમાં પ્રવૃત્તિ અને શ્રવણ-વાચન કરતાં કરતાં મુમુક્ષુના અંતરમાં તત્ત્વજિજ્ઞાસા પ્રગટે છે; ત્યારે માત્ર શ્રવણ-વાચનથી સંતોષ ન માનતાં, મોક્ષમાર્ગનું હાર્દ પામવા માટે તે સ્વયં ચિંતન-મનન કરે છે. પહેલી યોગદૃષ્ટિમાં ૯. અધ્યાત્મકલ્પદ્રુમ, અ. ૧૨, શ્લોક ૧, ૨, ૫. ૧૦. વિશતિવિશિકા, વિશિકા ૫, ગાથા ૧-૫; યોગદૃષ્ટિ., શ્લોક ૨૧૯-૨૨૧. ૧૧. યોગદૃષ્ટિ, શ્લોક ૩૩-૩૪. Page #132 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૯ રહેલ આત્મા આગમપ્રધાન હોય છે–અર્થાત્ મુક્તિના ઉપાયોના જ્ઞાન માટે તે શાસ્ત્ર અને ‘ગુરુ' પ્રત્યે મીટ માંડે છે; જ્યારે બીજી યોગદષ્ટિમાં આવેલો આત્મા તર્કપ્રધાન હોય છે–તત્ત્વનું અર્થાત્ બંધ અને મોક્ષના રહસ્યનું જ્ઞાન મેળવવા તે મથે છે તથા, ‘જ્ઞાન’ અને ‘ક્રિયાનું હાર્દ પામવા તે ઊંડું મંથન કરે છે. * ઉપદેશ સાંભળીને કે શાસ્ત્રો વાંચીને તે બેસી નથી રહેતો પણ તેના હાર્દ સુધી પહોચવાનો પ્રયત્ન કરે છે–તત્ત્વગષણા કરે છે–સત્ય પામવા તે જાતે વ્યાપક ખોજ આદરે છે. અહીં એને શબ્દની / શાસ્ત્રની અને બુદ્ધિની તર્કની મર્યાદા સમજાઈ જાય છે. આથી, શાસ્ત્રજ્ઞાન વધવા છતાં તે વિનમ્ર બને છે અને પોતાના જ્ઞાનનું કે બુદ્ધિનું જરાયે ગુમાન ન રાખતાં, સાધનામાર્ગે આત્મજ્ઞ સંતોના માર્ગદર્શનને તે સ્વીકાર્ય અને આદેય ગણે છે. “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ.” એ સમજ એના અંતરમાં પ્રગટી ચૂકી હોય છે. મોક્ષમાર્ગનું હાર્દ માત્ર શ્રવણ-વાચન-શાસ્ત્રાધ્યયન વડે નહિ પણ આંતરવિશુદ્ધિ અને સાધના વડે જ પ્રાપ્ય છે એ તથ્ય આ ભૂમિકાસ્થિત મુમુક્ષુના અંતરે વસી ગયું હોવાથી, ધાનાદિ અંતરંગ યોગસાધના–જે આચાર્યાદિની પ્રમુખ સાધના મનાઇ છે–વિશે તેને અનહદ જિજ્ઞાસા રહે છે;" સાથોસાથ, તેની પોતાની ધર્મપ્રવૃત્તિમાં રહેતી ન્યૂનતાને ખલના તેને ખૂબ ખટકે છે. આમ છતાં, યમ-નિયમપૂર્વક પવિત્ર જીવન જીવવા માટે પોતે યથાશક્તિ યત્નશીલ રહ્યો હોવાથી, પોતાનું ભાવિ કલ્યાણપ્રદ જ હોવાનો વિશ્વાસ એને રહે છે; ફલત: ભવનો વધુ પડતો ભય/ ફફડાટ તેને રહેતો નથી." વળી, તે પોતાની ભૂમિકાનું તટસ્થ રહી મૂલ્યાંકન કરે છે અને પોતામાં ન હોય એ ગુણ હોવાનો ખોટો ડોળ કરતો નથી. – ત્રીજી યોગદષ્ટિ તત્ત્વ શું છે તે સમજવાની અદમ્ય તૃષા, ધર્મપ્રવૃત્તિ ઝટઝટ પતાવી દેવાની મનોવૃત્તિનો અભાવ અને, અસત્ તૃષ્ણાની નિવૃત્તિના કારણે આસનની સ્થિરતા – આ છે ત્રીજી દૃષ્ટિમાં રહેલ મહાનુભાવોની ઓળખ આપતાં પ્રમુખ સદ્ગણો. ૧૨. દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા, દ્વા. ૧૪, શ્લોક ૯, ૧૩. ૧૩. યોગદષ્ટિ, શ્લોક ૪૮. ૧૪. એજન, શ્લોક ૪૬. ૧૫. એજન, શ્લોક ૪૫. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આત્મજ્ઞાન અને સાધનાપથ આ દૃષ્ટિ જેને પ્રાપ્ત થઈ હોય તે વ્યક્તિ અસત્ તૃષ્ણાથી સહેજે દૂર રહે ધનસંપત્તિ, ઐશ્વર્ય કે જીવનનિર્વાહ અર્થે આવશ્યક ન હોય એવા વૈભવવિલાસ પાછળની આંધળી દોટ તેમજ, સમાજમાં પ્રતિષ્ઠા/મોભો કે પદપ્રાપ્તિ અર્થેની લાલસા, યશ-કીતિ વિસ્તારવાની કામના કે જગતમાં પોતાનું નામ મૂકી જવાની ખેવના આદિ તૃષ્ણાઓ આ દૃષ્ટિસ્થિત મહાનુભાવોના અંતરમાંથી ઓસરી ચૂકી હોય છે. આથી, નિરર્થક અશુભ સંકલ્પ-વિકલ્પનાં જાળાંથી તેમનું ચિત્ત બહુધા મુક્ત રહે છે. ચિત્તની અસર કાયા પર પણ થતી હોવાથી એમના શરીરનો ક્ષોભ પુણ ઘટે છે. ફલત: આ દૃષ્ટિમાં સ્થિત મુમુક્ષુ સાધક ક્ષુબ્ધ થયા વિના, લાંબો વખત એક આસને સુખપૂર્વક બેસી શકે છે;'' નકામી દોડધામ અને રઘવાટને એના જીવનમાં અવકાશ નથી રહેતો. ધર્મક્રિયા પણ તે પ્રણિધાનપૂર્વક તેમજ ધીરજ અને સ્થિરતા સાથે કરે છે-શૂન્યમનસ્કપણે કે રઘવાટભેર નહિ. ૧૭ વળી, આ દષ્ટિપ્રાપ્ત મુમુક્ષુને કોઈ કારણસર, તત્ત્વશ્રવણ કે શાસ્ત્રાધ્યયન કરવાની તક ન મળે તોયે, નિષ્પાપ જીવન અને તત્ત્વશ્રવણની તેની તીવ્ર ઝંખનાના કારણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જતાં, શ્રુત વિના પણ, તેના અંતરમાં આપમેળે જ્ઞાનનો ઉઘાડ થાય છે-કોઠાસૂઝ પ્રાપ્ત થાય છે. વળી સાધનામાં કોઈ વિઘ્ન વિક્ષેપ ઉપસ્થિત થતાં તેને દૂર કરવાના ઉપાયો તેમજ આવશ્યક ઉપકરણ આદિ અન્ય અનુકૂળતા પણ આ દૃષ્ટિમાં રહેલ સાધકને પ્રાય: મળી રહે છે. ચોથી યોગદષ્ટિ આની પૂર્વેની દૃષ્ટિમાં શ્રવણ-મનન સાથે યોગાભ્યાસનો-ધારણા-ધ્યાનાદિ અંતરંગ યોગસાધનના અભ્યાસનો-પ્રારંભ થઈ ચૂકયો હોવાના કારણે અશુભ સંકલ્પ-વિકલ્પની આર્ટ-રૌદ્રધ્યાનની પકડ આ ભૂમિકાએ રહેલ સાધકના ચિત્ત પરથી ઘટી હોય છે અને તેનો ‘અહં’ પણ મોળો પડયો હોય છે. વળી, આ ભૂમિકામાં તેને તત્ત્વશ્રવણ પણ મળે છે. આથી, અહીં તેને તત્ત્વદર્શનની ઉત્કટ અભીપ્સા રહે છે, અન્ય કોઈ પ્રાપ્તિ એને સંતોષ આપી શકતી નથી. આયુષ્યની સમાપ્તિ સાથે જેનો અંત આવી જતો હોય એવી સર્વ પ્રાપ્તિઓ ધનદોલત, પદ, પ્રતિષ્ઠા, નામના આદિ તેમજ યોગસાધનામાં વચ્ચે આવી મળતી અતીન્દ્રિય શક્તિઓ અને સિદ્ધિઓ સુધ્ધાં – પ્રત્યે એને આકર્ષણ રહેતું નથી. એ બધાં ૧૬. યોગદૃષ્ટિ સમુચ્ચય, શ્લોક ૫૦. ૧૭. એજન, શ્લોક ૫૧. Page #134 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ/૯૧ પ્રત્યે ઉદાસીન રહી તે પોતાનાં સમય-શક્તિ આત્મસાધનામાં કેન્દ્રિત કરવા પ્રયત્નશીલ રહે છે. અહીં એને તત્ત્વ સમજાઈ ગયું હોવાથી દષ્ટિરાગ અર્થાત્ ગુણ-દોષ જોયા વિના પોતાના મત-પંથ-નિદિષ્ટ સિદ્ધાંત કે અનુષ્ઠાન પ્રત્યે આંધળું મમત્વ રહેતું નથી. આથી, તે એ જાઈ શકે છે/સમજી-સ્વીકારી શકે છે કે વિભિન્ન મત-પંથના સત્પુરુષોના ઉપદેશની પરિભાષા ભલે જુદી હોય પણ એ બધાનો ધ્વનિ એક જ છે અને પ્રારંભિક કક્ષાએ સાધનાનું બાહ્ય સ્વરૂપ/કર્મકાંડના બાહ્ય આકાર-પ્રકાર દરેક સંપ્રદાયના જુદા જુદા હોવા છતાં, અંતે, બાહ્યભાવથી ઉપરત બની અપ્રમત્તપણે પોતાની ચિત્તવૃત્તિઓનું શોધન/તટસ્થ અવલોકન અને પરમતત્ત્વનું અનુસંધાન કરવા સ્વરૂપ સાધના સૌને સ્વીકાર્ય છે અને એ જ મુક્તિનો સર્વમાન્ય ઉપાય છે. આથી, પૂર્વે વિભિન્ન માર્ગે સાધનામાં પ્રવૃત્ત રહેલા અલગ અલગ મત-પંથનાયે મુમુક્ષુ સાધકો જ્યારે આ ભૂમિકાને સ્પર્શે છે ત્યારે મતાગ્રહ તજી એ સૌ અંતર્મુખ બની જાય છે, અને તત્ત્વનો સાક્ષાત્કાર પામવાના લક્ષ્ય ચિત્તને શુદ્ધ, સમ અને ઉપશાત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આથી, સંકલ્પવિકલ્પની અલ્પતા અને ‘અહં’નું બહુધા અનુત્થાન-એ બેમાં પ્રગતિ થતાં, આત્માનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે અને એમને તેની કંઈક ઝાંખી અહીં પ્રાપ્ત થાય છે. પહેલે ગુણઠાણે રહેલો મુમુક્ષુ આમ ક્રમશ: આત્મવિકાસ કરતો રહે તો, કોઈ ધન્ય પળે આત્માનુભૂતિ પામી, તે સ્થિરા નામની પાંચમી કે તેનાથી ઉપરની યોગદષ્ટિ પામે છે. ગુણસ્થાનકની અપેક્ષાએ જોતાં, સ્વાનુભૂતિ લાધતાં તે પહેલા ગુણઠાણેથી સીધો ચોથા-અવિરત સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાને કે આગળ વધીને યાવત્ સાતમે ગુણસ્થાને જઈ પહોંચે છે. ૪. અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન : સમ્યગ્દર્શન એક અનુપમ ઉપલબ્ધિ છે; એ એક અનુભવ છે. માત્ર કોઈ ધર્મ, પંથ કે સંપ્રદાયનો ઔપચારિક સ્વીકાર કરી લેવાથી તેની પ્રાપ્તિ થઈ જતી નથી, કે કોઈ એક મત-પંથનાં અનુષ્ઠાનો અને ક્રિયાકાંડ કરવા માત્રથી એ અનુભવનો માનવી અધિકારી બની જતો નથી; સ્વાર્થ, ઇર્ષ્યા, દ્રેષ, સંકુચિતપણું વગેરે કનિષ્ઠ મનોવૃત્તિઓ, ક્ષુદ્ર વાસનાઓ, કામનાઓ, પૂર્વગ્રહો અને દેહાત્મ ૧૮. યોગદૃષ્ટિ, શ્લોક ૧૧૨ અને ૧૨૭–૧૨૮. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૨) આત્મજ્ઞાન અને સાધનાપથ ભાવથી માણસ જયારે ઉપર ઊઠે છે ત્યારે જ તે આ અનુભવ પામી શકે છે. શુદ્ધ ચૈતન્યનું પોતાને પોતામાં સંવેદન–અર્થાત્ અપરોક્ષ અનુભવ-એનું જ નામ સમ્યગ્દર્શન. કિંતુ, અબોધ આત્માઓ પોતાના મત-પંથ પ્રત્યેની મમત્વપ્રેરિત આંધળી શ્રધ્ધા કે ભક્તિને જ સમકિત સમ્યગ્દર્શન સમજી લે છે, જ્ઞાનીઓ એને ‘દષ્ટિરાગ' કહે છે. ‘દષ્ટિરાગ રુચિ કાચ, પાચ સમકિત ગાણું' એ ટકોર કરીને આપણા પૂર્વાચાર્યોએ આ ભ્રાન્ત અવસ્થાનો નિર્દેશ કર્યો છે. સ્વાનુભૂતિ થતાં, કમ-માં-કમ આ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ ભૂમિકાએ રહેલ વ્યક્તિ, તેની આંતરિક ઝંખના હોવા છતાં, પ્રારબ્ધ કર્મવશવીઆંતરાય અને પ્રબળ ચારિત્રમોહનીય કર્મના કારણે– પ્રતિજ્ઞાપૂર્વક કોઈ વ્રત, નિયમ, ત્યાગ, તપ કે સાધના કરતી-કારવતી ન દેખાય, છતાં એની વિચારધારા શુદ્ધ રહેતી હોઈને મુક્તિ પ્રતિ એની કૂચ ચાલુ રહે છે. આ ભૂમિકાએ સ્થિત વ્યક્તિ તરીકે જૈન પરંપરામાં ચક્રવર્તી ભરત અને શ્રીકૃષ્ણનાં નામ પ્રસિદ્ધ છે. કેવળ બાહ્ય પ્રવૃત્તિના ગજથી આવી વ્યક્તિની સાચી ઓળખ ન થઈ શકે. પ્રવૃત્તિની પાછળ કાર્ય કરતી વૃત્તિની પરખ કરી શકનાર પ્રબુદ્ધ વ્યક્તિઓ જ એમનો અનાસક્ત ભાવ ઓળખી શકે અને એમને યથાર્થ ન્યાય આપી શકે. ૫. દેશવિરતિ ગુણસ્થાન સ્વાનુભૂતિ પામીને, ભોગ-ઉપભોગ તેમજ આરંભ-સમારંભના ત્યાગના માર્ગે જેણે થોડાંઘણાં કદમ ઉપાડયાં હોય–પ્રતિજ્ઞાપૂર્વક આંશિક વ્રત-નિયમનો સ્વીકાર કર્યો હોય એવા ગૃહસ્થ સાધકનું આ ગુણઠાણું છે. ૬. સર્વવિરતિ ગુણસ્થાન કુટુંબ-પરિવાર, ઘરબાર અને પરિગ્રહનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ અને પંચમહાવ્રતનો સ્વીકાર કરીને આરંભ-સમારંભથી સર્વથા મુક્ત રહી, સમિતિ અને ગુપ્તિપૂર્વક, આત્મસાધનામાં સંલગ્ન રહેતા આત્મજ્ઞ સંતોની આ ભૂમિકા છે. અવિરત સમદષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ અર્થાત્ પ્રમત્તસંયત ગુણસ્થાન – આ ત્રણ ભૂમિકાના વિભાગ પાડનાર તત્ત્વ છે વિરતિની તરતમતા અર્થાત્ આરંભ-સમારંભ અને ભોગ-ઉપભોગના ત્યાગની ઓછીવત્તી માત્રા. આ ત્રણમાંનાં પહેલાં બે ગુણસ્થાનક આત્માનુભવ-સંપન્ન ગૃહસ્થ સાધકનાં છે અને છેવટનું આત્મજ્ઞાની મુનિનું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૯૩ પ્રસ્તુત ત્રણે ભૂમિકાએ સમ્યગ્દર્શન ક્ષાયિક કે ક્ષાયોપથમિક હોઈ શકે છે. તેથી પ્રસ્તુત ત્રણે ભૂમિકાસ્થિત સાધકોના, તેમને પ્રાપ્ત સમ્યગ્દર્શનની કોટિ અનુસાર, પાછા બે બે વિભાગ પડે છે. ક્ષાયિક સમ્યગ્દર્શનયુક્ત સાધક ઉત્તરોત્તર વિકાસ કરતો આગળ જ વધતો રહી તે જ ભવમાં કે વધુમાં વધુ ત્રણ ભવની અંદર મુક્તિ અવશ્ય પ્રાપ્ત કરે છે; એનું પતન કોઈ કાળે સંભવતું નથી. જયારે ક્ષાયોપથમિક સભ્યત્વયુક્ત સાધક સતત સાવધ ન રહે તો એણે પ્રાપ્ત કરેલ ભૂમિકાએથી ઠેઠ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાન સુધી તેનું પતન થઈ શકે છે; જોકે વહેલું-મોડું પણ તેનું પુનરુત્થાન અવશ્ય થાય છે. આત્મદર્શન થયા પછી સાધકનું પતન થવું શક્ય છે કે નહિ તે અંગે યોગવર્તુળોમાં પ્રવર્તતી બે ભિન્ન માન્યતાઓનો સમન્વય, આગમિક શૈલીએ, આ રીતે થઈ જાય છે. કિંતુ, એ નોંધવું રહ્યું કે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિજીના મતે, આત્મદર્શન પામી પાંચમી સ્થિરા દૃષ્ટિમાં પ્રવેશી ચૂકેલા સાધકનું પુન: પ્રથમની ચાર દૃષ્ટિની ભૂમિકાએ પતન થવું અસંભવ છે.* ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ જેમ સતત પરિવર્તનશીલ છે, તેમ આત્મિક ગુણવિકાસની અંતિમસ્થિતિ પૂર્વેની ભૂમિકાઓ પણ ધ્રુવ / અચલ નથી. એટલે, સાધકે સતત જાગૃત રહી આગળ જવાનો પુરુષાર્થ કરવો રહ્યો; જે આગળ વધવા પ્રયત્નશીલ ન રહે તે પાછળ ધકેલાઈ જાય છે. છઠું ગુણસ્થાનકેથી ઉપર જવા મથતો સાધક પળભર સાતમે ગુણઠાણે પહોંચે છે, પણ બીજી પળે તે છઠું પાછો ફરે છે અને ફરી અપ્રમત્ત બની પળભર માટે સાતમે પહોંચે છે–એમ છઠ્ઠા-સાતમા વચ્ચે તે ખૂલ્યા કરે છે. આમ, અપ્રમત્તભાવે સાધનારત રહેતાં, કોઈ. ધન્ય પળે અપૂર્વ પુરુષાર્થ દાખવીને તે સાયિક માર્ગે આગળ વધે તો, ઉત્તરોત્તર ઉપરનાં ગુણસ્થાનક સર કરતો કરતો અંતર્મુહૂર્તમાં જ મોહ ઉપર સંપૂર્ણ વિજય મેળવી, રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અર્થાત્ જયાંથી કોઈ કાળે પતનનો સંભવ નથી એવી આત્મરમણતાની ચિરસ્થાયી ભૂમિકા-તેરમું ગુણઠાણું–પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને ૧૯. યોગદૃષ્ટિ, શ્લોક ૧૯. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આત્મજ્ઞાન અને સાધનાપથ ૧૩. સયોગી કેવળી ગુણસ્થાન આ ગુણસ્થાન સાધકોનું નહિ પણ આત્મસાધનાનો સમગ્ર પથ સફળતાથી પાર કરીને આત્મવિકાસની સર્વોચ્ચ ટોચે બેઠેલા જીવન્મુક્તોનું છે. આ ગુણસ્થાનકે રહેલ આત્માઓને જૈન પરિભાષામાં ‘સયોગી કેવળી’ કહે છે. બધા જ સયોગી કેવળીઓ પૂર્ણજ્ઞાની, રાગ-દ્વેષ-મોહથી સદંતર મુક્ત અને નિરંતર આત્મભાવમાં જ લીન હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછીનું તેમનું સમગ્ર જીવન પૂર્ણ નિષ્કામ કર્મયોગના આદર્શ નમૂનારૂપ હોય છે. પ્રારબ્ધકર્મ અનુસાર તે વહ્યું જતું હોય છે; એમને પોતાને કોઈ જ ઇચ્છા કે આકાંક્ષા હોતી નથી – જીવવાનીયે નહિ અને મરવાનીયે નહિ. આયુષ્યની અંતિમ પળોમાં ચૌદમા—અયોગી કેવળી ગુણસ્થાનકને સ્પર્શી, દેહપિંજરમાંથીયે મુક્ત થઈ જઈ, તેઓ સિદ્ધિગતિને વરે છે/વિદેહમુક્ત બને છે. એ પછી ભવચક્રમાં તેમનું અવતરણ કોઈ કાળે થતું નથી. તીર્થંકરો પણ આ જ ગુણસ્થાને રહેલા હોય છે. આત્મિક સંપત્તિમાં તેઓ બીજા કેવળીઓ સમાન જ હોય છે. કિંતુ, આગલા જન્મોમાં તેઓને જયારે સમ્યગ્દર્શનની પ્રથમ ઉપલબ્ધિ થાય છે ત્યારે તેમના અંતરમાં એવી ઉત્કટ અભિલાષા જાગે છે કે દુ:ખસંતપ્ત જગતના સર્વ જીવોને મુક્તિનો માર્ગ ચીંધીને, હું સૌને આ પથે વિહરતા કરી દઉં. આના પરિણામે તેમને ઉત્કૃષ્ટ પુણ્યલાભ થાય છે. આથી, તીર્થંકર તરીકેના તેમના અંતિમ જન્મમાં જન્મથી જ અમુક અદ્રિતીય વિશેષતાઓ તેમનામાં હોય છે; ધર્મનેતા થવા જ તેઓ સર્જાયા હોય છે. ફલત: તેમને જયારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે અન્ય કેવળીઓથી તેઓ અત્યંત વિશિષ્ટ કોટિના બાહ્ય ઐશ્વર્ય, અભિવ્યક્તિના સર્વોચ્ચ કૌશલ્ય તેમજ આદેયતા આદિ નેતા પ્રાયોગ્ય અન્ય વિશિષ્ટ શક્તિઓ/‘અતિશયો’ વડે જુદા તરી આવે છે; અને, પૂર્વે સેવેલી અભિલાષા અનુસાર, ધર્મતીર્થ પ્રવર્તાવી મોક્ષ-માર્ગના સારથિ બને છે. ગુણવિકાસની ભૂમિકાઓના સંદર્ભમાં, ગુણસ્થાનકની આગમિક શૈલી જ જેની દૃષ્ટિસમક્ષ રહી હોય અને, જૈન પરંપરામાં પ્રચલિત કેટલાક વ્રત-નિયમ અને કર્મકાંડ કરવા માત્રથી કે ઘરબારનો ત્યાગ કરી પોતે દીક્ષિત જીવન અંગીકાર કર્યું હોવાના કારણે પોતાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ચૂકી હોવાનું માનતાંમનાવતાં હોય એવા શ્રેયાર્થીઓએ, અંતર્મુખ બની, યોગદૃષ્ટિ-સૂચિત ઉપર્યુક્ત વિકાસક્રમના પ્રકાશમાં, પોતાની વાસ્તવિક ભૂમિકાનો અંદાજ મેળવી લઈ, આત્મવંચનાના મધુર સ્વપ્નમાંથી જાગી જઈ, પોતાની સાધનાને સાચો વળાંક આપવો ઘટે. Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ પ્રગટે શુચિ અનુભવની જ્યોતિ, નાશે તબ મિશ્રામત છોતિ." – કવિ નેમિદાસ, પંચપરમેષ્ઠિધ્યાનમાલા, ઢાળ ૧, ગાથા ૨. ઓગણીસસે ને સુડતાલીશે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે! ધન્ય રે દિવસ આ અહો! – શ્રીમદ્ રાજચંદ્ર. અનુભવ ભોર ભયો, મિથ્યાતમ દૂર ગયો. - યોગીશ્વર ચિદાનંદજી, અજિત-જન-સ્તવન. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રબાલગી રે. - અધ્યાત્મયોગી આનંદઘનજી, વાસુપૂજ્ય-જિન-સ્તવન, ગાથા ૬. ઉગ્યો સમકિત રવિ ઝલહલતો, ભરમતિમિર સવિ નાઠો; અનુભવગુણ આવ્યો નિજ અંગે, મિટયો રૂપ નિજ માઠો. – ઉપા. યશોવિજયજી, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩. અનુભવીઓના ઉપક્ત ઉગારો એ વાત સ્પષ્ટપણે કહી જાય છે કે જેના વિના કઠોર તપ, બહૌળું શ્રુતજ્ઞાન અને ઉગ્ર ચારિત્ર પણ નિરર્થક ૧. સરખાવો : (i) Sાન્ત મનસિ તિ, પ્રીતે શાન્તમામની નમ્ भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति।। – અધ્યાત્મસાર, આત્માનુભવાધિકાર, શ્લોક ૧૯. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આત્મજ્ઞાન અને સાધનાપથ કહ્યાં છે, તે સમ્યક્ત્વ અને સ્વાનુભૂતિ પરસ્પર સંકળાયેલાં છે. ગ્રંથિભેદ અર્થાત્ દેહાત્મભ્રમનો નિરાસ સમ્યક્ત્વની પ્રતિષ્ઠા દેહ અને આત્માની જુદાઈની પ્રતીતિ આપતા અનુભવ ઉપર છે; અર્થાત્ ‘આત્મા છે’ એવી માત્ર શ્રદ્ધા કે ‘દેહ અને કર્માદિથી તદ્ન ભિન્ન એક સ્વતંત્ર આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે' એવી માત્ર બૌદ્ધિક સમજણ નહિ, પણ એ બેની ભિન્નતાની સ્વાનુભૂતિજન્ય પ્રતીતિ ઉપર સમ્યક્ત્વનું મંડાણ છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ વાત કરતાં કહ્યું છે કે ૨. --- ઠરે જિહાં સમકિત તે થાનક, તેહનાં વિધ કહીએ રે; તિહાં પહેલું થાનક ‘છે ચેતન લક્ષણ આતમ’ લહીએ રે. ખીરનીર પરે પુદ્ગલ મિશ્રિત, પણ એહથી છે અલગો રે; અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નિંવ દીસે વલગો રે. (ii) तत्राप्यात्मानुभूतिः सा विशिष्टं ज्ञानमात्मनः । सम्यक्त्वेनाविनाभूतमन्वयाद् व्यतिरेकतः ।। सम्यक्त्वं स्वानुभूतिः स्यात्साचेच्छुद्धनयात्मिका ।। - પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક ૪૦૨-૪૦૩. (i) વિશુદ્ધ મુખ્યત્વ स्फुरत्यन्तर्ज्योतिर्निरुपधिसमाधौ समुदितम् ॥ विबुधैरालिंगितं हृदि । - ધર્મસંગ્રહ, પૂર્વાર્ધ, ગાથા ૨૨, ટીકા. (ii) સમકિત દ્રાર ગભારે પેસતાં જી, ભુંગળ ભાંગી આદ્ય કષાયની જી, મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે; બાર ઉઘાડયાં શમ-સંવેગનાં જી, અનુભવ ભવને પેઠો નાથ રે. ખિમાવિજયજી મહારાજ. - (iii) શુદ્ધાતમ દરશન વિના, કર્મ ન છૂટે કોય; તે કારણ શુદ્ધાતમા, દરશન કરો થિર હોય. આતમ અનુભવ તીરસે, મિટે મોહ અંધાર; આપરૂપમેં જલહલે, નહિ તસ અંત ઓ'પાર. અધ્યાત્મબાવની, ગાથા ૧૨-૧૩. ૩. સમકિત સડસઠ બોલની સઝાય, ગાથા ૬૨. Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૯૭ એકરૂપ થઈને રહેલ દૂધ અને પાણીને હંસની ચાંચ અલગ કરી દે છે, તેમ અનાદિથી—અનંત જન્મોથી–પોતાને જે એકરૂપ ભાસતા રહ્યા છે તે આત્મા અને દેહને અનુભવ અલગ પાડી બતાવે છે. ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે અંતર્મુહૂર્ત પર્યંત ચિત્ત દેહાભિમાનથી અલગ થઈ આત્મજયોતિમાં લીન રહે છે ત્યારે નિજના નિરુપાધિક સહજ આનંદ, જ્ઞાન, સામર્થ્યની ઝલક આત્માને મળે છે અને “દેહાદિથી ભિન્ન હું જ્ઞાનઆનંદનો પિડ છું” એવો અભૂતપૂર્વ જ્ઞાનપ્રકાશ આત્મામાં પથરાય છે. આથી, જન્માંધને દૃષ્ટિ પ્રાપ્ત થતાં, અને દીર્ઘ કાળથી વ્યાધિથી પીડિતને પોતાનો રોગ કોઈ જડીબુટ્ટીથી તત્ક્ષણ નાબૂદ થતાં, જેવો આનંદ અને વિસ્મય થાય એથીયે અધિક આનંદ અને વિસ્મયની લાગણી સમ્યગ્દર્શનની પ્રથમ પ્રાપ્તિ વખતે અનુભવાય છે. એ અપૂર્વ, અનુભવથી જીવન અને જગત પ્રત્યેની દૃષ્ટિમાં અકલ્પ્ય પરિવર્તન આવે છે. તેથી, પહેલાં જેવા તીવ્ર રાગ-દ્વેષ એ પછી જાગી શકતા નથી. દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતાં રાગ-દ્વેષની આધારશિલા જ ઊથલી પડે છે, અર્થાત્ ‘નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ' ભેદાઈ જાય છે. અહં, મમત્વ અને કષાયોનું મૂળ દેહાત્મભ્રમ છે; સંસારના સર્વ અનર્થ એમાંથી જ પાંગરે છે. ભેદજ્ઞાન થતાં સંસારનું એ બીજ શેકાઈ જાય કે બળી જાય છે. તે પહેલાં રાગ-દ્વેષ ઉપર ઉપરથી કદાચ મોળાં પડેલાં દેખાય છે, પણ એનું મૂળ કાયમ રહે છે. લીલુંછમ વૃક્ષ પાનખરમાં ઠુંઠા જેવું થઈ ગયેલું દેખાય પણ, એનાં મૂળિયાં સલામત હોય તો, ગ્રીષ્મમાં ફરી લીલુંછમ બની જાય છે; પરંતુ વંટોળ કે આંધીથી મૂળમાંથી ઊખડીને જમીન પર પડેલું ઝાડ હર્યુંભર્યું દેખાતું હોય તોયે થોડા જ સમયમાં તે ઠુંઠું – ઠુંઠું પણ નહિ, માત્ર નિર્જીવ લાકડું જ બની જાય છે; કારણ કે એનાં ડાળાંપાંખડાં વગેરેને જીવન આપતા રસનો સ્રોત તેનાં મૂળિયાં ધરતીથી અલગ થયાં ત્યારથી જ બંધ થઈ જાય છે. મૂળ દ્વારા મળતા જીવનરસનો સ્રોત બંધ થતાં એ વૃક્ષનાં પાંદડાં કરમાઈ જાય છે, ડાળ-પાંખડાં સુકાવા લાગે છે અને કાલક્રમે થડમાંથી પણ રહ્યોસહ્યો રસ સુકાઈ જતાં તે માત્ર નિષ્પ્રાણ લાકડું જ રહે છે; તેમ સ્વાનુભૂતિ દેહાત્મબુદ્ધિરૂપ રાગ-દ્વેષની જડને જ ઉખેડી ફેંકી દે છે તેથી, એની સાથે, મોહનું આખુંયે વિષવૃક્ષ તૂટીને ઢગલો થઈ નીચે પડે છે, અને ક્રમશ: તે કરમાઈ, સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી, – Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૮) આત્મજ્ઞાન અને સાધનાપથ અનુભવ પછી – અર્થાત્ પારમાર્થિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી – જન્મમરણની પરંપરા અનિયત કાળ સુધી નભી શકતી નથી; ભવભ્રમણની સીમા અંકાઈ જાય છે. દ્રવ્ય સમ્યકત્વ પારમાર્થિક સમ્યગ્દર્શન સ્વરૂપના અપરોક્ષ અનુભવજન્ય શુદ્ધ આત્મપરિણામરૂપ છે. તે છતાં, સુદેવ, સુગુરુ અને શ્રી જિનેશ્વરદેવનિર્દિષ્ટ સદ્ધર્મ ઉપરની શ્રદ્ધાને પણ સમ્યકત્વ કહ્યું છે, કારણ કે તેના દ્વારા સ્વરૂપની અનુભૂતિ માટેની ભૂમિકા ક્રમશ: સર્જાય છે અને અંતે સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે છે. તેથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને, તે શ્રદ્ધા પણ વ્યવહારથી સમ્યગ્દર્શન' કહેવાય છે. આગમ, યુક્તિ અને અનુભૂતિ–એ ત્રિવિધ માર્ગે તત્ત્વપ્રાપ્તિ થાય છે. વિકાસની પ્રારંભિક કક્ષામાં રહેલ જીવ પોતે જેને આપ્ત માનતો હોય તેના માર્ગદર્શન અનુસાર આગળ વધે છે. એટલે એણે જેને આખ તરીકે સ્વીકાર્યા હોય તે જો અલ્પજ્ઞ કે અંગત સ્વાર્થીદિ કોઈ મલિન આશયુક્ત હોય તો તેનું માર્ગદર્શન ગેરરસ્તે દોરનારું પણ સંભવે. તેથી એના વચનને અનુસરનારને ખુવાર થવાનો વારો પણ આવી શકે. પૂર્ણજ્ઞાની વીતરાગને આપ્ત તરીકે સ્વીકારી, તેના વચનમાં પૂર્ણ વિશ્વાસ મૂકીને, તેની આજ્ઞા મુજબ પોતાનું જીવનઘડતર કરનારને આ ભયસ્થાન રહેતું નથી, કારણ કે સર્વજ્ઞ શ્રી જિનેશ્વર પૂર્વોક્ત ક્ષતિઓથી મુક્ત છે. તેથી જ્યાં વીતરાગનું અવલંબન, આત્મજ્ઞાની ગુરુઓનું માર્ગદર્શન અને જિનાજ્ઞા આરાધવાની રૂચિ છે, ત્યાં દ્રવ્યસમ્યકત્વ કહ્યું છે, કારણ કે તેના દ્વારા અલ્પજ્ઞ મુગ્ધ જીવો પણ, સાચા સાધનામાર્ગે ગતિ કરી, મોહની પકડમાંથી ક્રમશ: બહાર આવીને આત્મજ્ઞાનનો ઉત્તરોત્તર અધિક પ્રકાશ પામી શકે છે. પૂર્વોક્ત ભૂમિકાએ જિજ્ઞાસુ મુખ્યત: અન્યના માર્ગદર્શન ઉપર આધાર રાખે છે. કિંતુ, તત્વપ્રાપ્તિની દિશામાં ગતિ કરતાં એક અવસ્થાએ જિજ્ઞાસુ કેવળ શ્રદ્ધાથી જ નથી ચાલતો, પણ આગમ ઉપરાંત તર્ક અને યુક્તિનો સાથ લઈ તત્ત્વગષણા કરે છે. આત્મા, કર્મ, જીવ, અજીવ, બંધ, મોક્ષ અને મુક્તિના ઉપાયભૂત સંવર-નિર્જરા વગેરેનું રહસ્ય પામવા તે મથે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ | ૯૯ શ્રુતની સાથે ચિંતન-મનન દ્વારા તે પોતાની બુદ્ધિનું સમાધાન કરે છે. મોક્ષમાર્ગને સ્પર્શતા અનેક પ્રશ્નો અંગે શ્રુતનું પરિશીલન અને તત્ત્વચિંતન કરીને, આત્મતત્ત્વની વધુ વિશદ પ્રતીતિ તે મેળવતો જાય છે. આ રીતે, વીતરાગના વચનને સામે રાખી, તત્ત્વ-ચિંતન દ્વારા, તટસ્થ અને સૂક્ષ્મબુદ્ધિવાળી વિવેકશીલ વ્યક્તિઓ આત્મતત્ત્વની જે પ્રતીતિ પ્રાપ્ત કરે છે તેને અનુલક્ષીને સમ્યગ્દર્શનની બીજી ઓળખ એ આપી છે કે “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યવર્ણનમ્।’-આગમ ઉપરાંત યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ બૌદ્ધિક સ્તરની તત્ત્વપ્રતીતિ અને શ્રદ્ધાનો સમાવેશ આમાં કર્યો છે. k સમ્યગ્દર્શનનો આધાર : અનુભવ પરંતુ, શ્રદ્ધા અને બૌદ્ધિક પ્રતીતિ પૂરતાં નથી. શ્રદ્ધા અને બૌદ્ધિક પ્રતીતિ પછી આવે છે અનુભૂતિ – ‘દર્શન’. આત્મા અને દેહના ભેદની અનુભૂતિ થતાં સમ્યગ્ દર્શન થયું ગણાય; તે પહેલાં સમ્યક્ શ્રદ્ધા હોઈ શકે. શ્રદ્ધાનો આધાર હોય છે આપ્તવચન અને બૌદ્ધિક પ્રતીતિ; સમ્યગ્દર્શનનો આધાર છે અનુભૂતિ. તત્ત્વપ્રાપ્તિમાં અનુભૂતિનું મૂલ્ય સૌથી અધિક છે, પણ એની સાથે એ ન ભૂલવું જોઈએ કે તે જો આગમ અને યુક્તિનિરપેક્ષ બની જાય તો તેમાં ભ્રાંતિને પણ અવકાશ રહે છે. આગમ, અનુમાન અને અનુભવ – આ ત્રણના સુમેળથી વિશુદ્ધ તત્ત્વપ્રાપ્તિ થાય છે. આપ્તવચન ઉપરના વિશ્વાસથી અને તર્ક દ્વારા મળેલું સ્વ અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય તોય, તે બૌદ્ધિક સ્તરનું હોવાથી, તે એ ભેદની એવી દૃઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેથી નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય. એટલે સ્વ અને પરના ભેદનો – અર્થાત્ દેહ અને આત્માની જુદાઈનો – સાક્ષાત્કાર કરાવતા અનુભવને સમ્યગ્દર્શનનો પાયો કહ્યો. એ અનુભવની ઉપલબ્ધિ એ જ પારમાર્થિક સમ્યગ્દર્શન. સમ્યગ્દષ્ટિ એટલે કાયાથી ‘હું”ને અલગ અનુભવનારી દષ્ટિ અથવા એવી દષ્ટિયુક્ત ‘વ્યક્તિ ’. માટે, ભવભ્રમણને મર્યાદિત કરનાર પારમાર્થિક સમ્યગ્દર્શનના અર્થીએ સુદેવ-સુગુરુ-સુધર્મ પરની માત્ર શ્રદ્ધાથી કે શ્રવણ-મનન દ્વારા લભ્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આત્મજ્ઞાન અને સાધનાપથ તત્ત્વાર્થના જ્ઞાન અને શ્રદ્ધાથી સંતોષ માની અટકી ન જતાં, સ્વ અને પરની યથાર્થ પ્રતીતિ–અર્થાત્ ભેદજ્ઞાન-કરાવતા અપરોક્ષ અનુભવને પોતાની સાધનાનું લક્ષ્ય બનાવવું ઘટે. પોતાને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે કે નહીં અને ભેદજ્ઞાનની જાગૃતિ વર્તે છે કે નહિ એ શી રીતે કળી શકાય? આંખો બંધ કરીને ‘હું'નો વિચાર કરી જુઓ. તમારા ચિત્ત સમક્ષ કઈ છબી ઉપસે છે? એ છબીમાં તમારું કર્મકૃત વ્યક્તિત્વ – તમારી કાયા કે તમારું માનસિક રૂપ-તમારી સમક્ષ આવે છે (અર્થાત્ તમારી યુવાન, વૃદ્ધ, સ્વરૂપવાન કે બેડોળ કાયા અથવા તમારી બૌદ્ધિક ઊણપ કે વિશેષતા તમારી સમક્ષ ઊપસે છે) કે જ્ઞાનઆનંદ-સ્વરૂપ નિરાકાર શાશ્વત આત્મસત્તા? નામ-રૂપથી પર શાશ્વત આત્મસત્તા સાથે પોતાનું તાદાત્મ ન અનુભવાતું હોય, પણ તન-મનનાં કર્મજન્ય ક્ષણિક પર્યાયો, જે સતત બદલાતા રહે છે, તેમાં જ હું બુદ્ધિ રહેતી હોય તો, એ દર્શન ‘સમ્યફ કહેવાય ખરું? અનુભવ વિનાના જીવો સદા દેહ અને પોતાના કર્મકત વ્યક્તિત્વ સાથે પોતાનું તાદામ્ય-એકતા અનુભવતા હોય છે; જયારે સ્વાનુભૂતિ પછી ભેદજ્ઞાનની જાગૃતિવાળી વ્યક્તિને એ પ્રતીતિ રહ્યા કરે છે કે, આ દોહાદિ હું નથી. ખાતાં-પીતાં હરતાં-ફરતાં વગેરે દૈનિક પ્રવૃત્તિની વચ્ચે પણ સમ્યગ્દષ્ટિ આત્માની વૃત્તિ સ્વરૂપ તરફ વહેતી હોય છે. શાશ્વત આત્મસત્તા સાથેના પોતાના તાદાત્મની સ્મૃતિ, અન્ય પ્રવૃત્તિઓના કોલાહલની વચ્ચે પણ તેના ચિત્તમાં ઝબકયા કરતી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળાને એ ભાન અખંડ એકસરખું ટકે છે. જ્ઞાનીને વિપુલ નિર્જરા શાથી? આમ, સ્વરૂપની સ્વાનુભવજન્ય યથાર્થ પ્રતીતિ હોવાના કારણે, સમ્યગ્દષ્ટિ આત્મા સમગ્ર ભવચેષ્ટાને નાટકના ખેલની જેમ કંઈક અલિપ્ત ભાવે જુએ છે. તે સમજે છે કે “હમણાંનું મારું વ્યક્તિત્વ તો સંસાર૪. (i) સમકિતદષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ન્યારો રહે, જિમ ધાવ ખીલાવત બાળ. (ii) કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર-આતમ રૂપ, સુજ્ઞાની - આનંદઘનજી મહારાજ, સુમતિ-જિન-સ્તવન. Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૦૧ નાટકના સ્ટેજ પરનો મારો એક અભિનય માત્ર છે. સ્ટેજ ઉપર હું અનેક ઉપર શાસન ચલાવતો રાજા હોઉં કે દીન ભાવે ભીખ માટે ટળવળતો ભિખારી હોઉં, કોઈની શેઠ હોઉં કે આશ્રિત હોઉં, તત્ત્વવેત્તા હોઉં કે મૂર્ખ હોઉં, પણ એ બધો ક્ષણવાર પૂરતો દેખાવ છે. નાટકમાં કામ કરતા નટને જેમ દિગ્દર્શકની સૂચના મુજબ વિવિધ વેશ ભજવવા પડે છે, તેમ કર્મને પરવશ પોતે આ ભવનાટકમાં કર્મે આપેલો વેશ ભજવી રહ્યો છે' – આ ભાનપૂર્વક તે પોતાના કર્મકૃત વ્યક્તિત્વને જોતો હોય છે. તેથી, દુનિયાની દષ્ટિએ તે ગમે તેવા ગૌરવભર્યા સ્થાને હોય તોય, એને તો કર્મને પરવશ પોતાની વર્તમાન ગુલામ અવસ્થા ખટકતી હોવાથી, અંતરના ઊંડાણમાં તો એને એની લજજા આવતી હોય છે. એની અંતરની ઝંખના-ભૂખ હોય છે શુદ્ધ જ્ઞાયકભાવમાં ઠરવાની; તે સિવાયનું બીજું બધું એને ધૂળમાં ઘરઘર રમતાં બાળકોની ચેષ્ટા જેવું લજજાસ્પદ કે સ્વપ્નની ઘટના જેવું ઇન્દ્રજાળ સમું નિ:સાર લાગે છે." કર્મનિત બાહ્ય સર્વ પર્યાયો–દેહ અને મન સુધ્ધાં–ને તે પોતાથી નિરાળી વસ્તુ તરીકે જોતો હોવાથી તેના પ્રત્યે તેને અંતરથી મમત્વ હોતું નથી. ચારિત્રમોહનીયના ઉદયવશ બાહ્ય વિષયોપભોગ આદિમાં પણ તે ૫. (i) સમસ્ત વિશ્વને ભાળે ઇન્દ્રજાળ સમું વૃથા; આત્મલાભ સદા ઇચ્છે, પસ્તાયે પરમાં જતાં. – ઇબ્દોપદેશ, ગાથા ૩૯. (ii) તો અન્જિવિમેન, વિજેતતસTY । त्रपायै भवचेष्टा स्याद् बालक्रीडोपमाऽखिला॥ टीका-ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवादिसुखरूपाऽपि बालधूलिगृहक्रीडातुल्या, प्रकृत्यसुंदरत्वास्थिरत्वाभ्यां, पायै ચાત્ II तत्त्वमत्र परंज्योति: ज्ञस्वभावैकमूर्तिकम्। विकल्पतल्पमारुढः शेष: पुनरुपप्लवः ।। – દ્વત્રિશ ત્રિશિકા, દ્વા. ૨૪, શ્લોક ૩-૪. ६. शुद्धव ज्ञानधारा स्यात्, सम्यक्त्वप्राप्त्यनन्तरम्। हेतुभेदाद्विचित्रा तु, योगधारा प्रवर्तते।। Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રવૃત્ત દેખાવા છતાં, તેના અંતરના ઊંડાણમાં તો વિષયોના એ ભોગવટાદિમાં આનંદ કરતાં બળાપો વિશેષ રહે છે; પોતે પરભાવમાં ઘસડાઇ રહ્યો છે એ ભાન અને “દેહાદિ બધું કર્યજનિત છે, ક્ષણવારનું છે, મારાથી જુદું છે' એ પ્રતીતિ – વ્યક્ત કે અવ્યક્તપણે – રહેવાથી તેનું મન વિષયોપભોગમાં કે વ્યાવહારિક અન્ય પ્રવૃત્તિઓમાં તીવ્ર રસપૂર્વક ભળતું નથી; એ પ્રવૃત્તિઓમાં એને પ્રાય: ગાઢ કર્તુત્વ-ભોકતૃત્વબુદ્ધિ રહેતી નથી. એની એ નિર્લેપ આંતરિક સ્થિતિનું ચિત્ર અંશે હોય ઇંહા અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી’ એ પંક્તિમાં ઉપાધ્યાયજી મહારાજે ઉપસાવ્યું છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિની સર્વ પ્રવૃત્તિ-અર્થાર્જન અને કુટુંબચિંતા સુધ્ધાંને શાસ્ત્ર યોગરૂપ અર્થાત્ મોક્ષસાધક કહી છે. આ હકીકત પણ એ વાતનો નિર્દેશ આપે છે કે તે બધું જ સાક્ષીભાવે કરતો હોય છે. ભગવદ્ગીતા જે નિષ્કામ કર્મની વાત કરે છે તે આ ભૂમિકાએ ઘટે છે. એની પહેલાં એ અભ્યાસરૂપે હોઈ શકે. નિષ્કામ કર્મની જેમ, સાક્ષીભાવ પણ આ ભૂમિકાએ જ સહજ હોય છે. તે પૂર્વે સાક્ષીભાવનો અભ્યાસ હોઈ શકે છે, કારણ કે બીજ વિના ફળ આવતું નથી. કોઈ પણ ગુણબીજ અભ્યાસ દ્રારા ક્રમશ: વિકસીને પૂર્ણતાએ પહોંચે છે. શ્રી પંચસૂત્ર નામના નાનકડા પણ અર્થગંભીર ગ્રંથના પૂર્વધર કર્તાએ શ્રાવકધર્મના આચારનું નિરૂપણ કરતાં सम्यग्दृशो विशुद्धत्वं सर्वास्वपि दशास्वतः। मृदुमध्यादिभावस्तु, क्रियावैचित्र्यतो भवेत्।। – અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૫૯-૧૫૧. ७. भिन्नग्रन्थेस्तु यत्प्रायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्वं एवेह योगो योगो हि भावतः ॥ -- યોગબિન્દુ, શ્લોક ૨૦૩. સરખાવો : અધ્યાત્મસાર, વૈરાગ્યસંભવ., શ્લોક ૧૫-૧૭, ૨૦, ૨૨, ૨૪, ૨૫, ૩૩. ८. मोक्षाकांक्षाऽक्षणिकचित्तस्य सम्यग्दृष्टेर्या या चेष्टा सा सा मोक्षप्राप्ति पर्यवसानफला ... भिन्नग्रन्थेः कुटुम्बचिन्तनादिकोऽपि व्यापारो योगो निर्जराफलश्च। – યોગબિન્દુ, ટીકા શ્લોક ૨૦૩-૪. સરખાવો : અધ્યાત્મસાર, વૈરાગ્યસંભવ૦, ૨૨-૨૫, ૩૩. Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ/૧૦૩ કહ્યું છે કે તે નિર્મમભાવે, કુટુંબની વ્યક્તિઓનું હિત અને સુખ સચવાય એ રીતે, પરિવારનું પાલન કરે; કારણ કે મમત્વરહિતપણે કુટુંબનું પાલન-પોષણ કરવું તે પણ ધર્મ છે. આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ‘જૈન સાધના પ્રણાલિમાં સાક્ષીભાવની સાધનાને અને કર્મયોગને યાને નિષ્કામ કર્મને સ્થાન નથી’ એવું નથી. ‘જ્ઞાન સહિત ક્રિયા’ એટલે જે ક્રિયામાં સ્વાનુભવજન્ય ઉપર્યુક્ત પ્રતીતિ ભળી હોય તે. એવો જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં એટલી કર્મનિજરા કરી શકે, જે અજ્ઞાની પૂર્વક્રોડ વર્ષોમાંયે માંડ કરે. ધર્મજીવનની કૃતાર્થતા શેમાં? આટલી વિપુલ કર્મનિર્જરા કરાવી આપે એવું જ્ઞાન મેળવવા પ્રત્યે ઉદાસીન રહેનાર મુમુક્ષુનો સંવેગ તીવ્ર ગણાય ખરો? જે જ્ઞાન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ ‘જૂઠ્ઠું’ જ રહે છે, એ અનુભવ-જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવું આકર્ષણ હોય! અને, તેમાંયે આત્મસાધના કાજે જ જેણે ભેખ લીધો છે, તેને તો એની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી હોય! તે શું માત્ર શાસ્ત્રજ્ઞાનથી સંતોષ માની નિરાંત અનુભવે?" ૯. ...નિમ્મમે ભાવેન, તપ્પાજીને વિ ધમ્મો, ગહ અન્નપાહને ત્તિા ममत्तं बंधकारणम् । ૧૦. આતમ દરિસણ જેણે કર્યું, તેણે મુંઘો ભવ ભયકૂપ રે; ક્ષણ અર્થે જે અઘ ટલે, તે ન ટલે ભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાન તણી છે જોડી રે. * ― મુંઘો ઢાંકયો; અધ = પાપ. - શ્રી પંચસૂત્ર, સૂત્ર ૨. શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ૩૭-૩૮. ૧૧. (i) ગતીન્દ્રિય પરં બ્રહ્મ, વિશુદ્ધાનુમવં વિજ્ઞાા शास्त्रयुक्तिशतेनापि नैव गम्यं कदाचन ।। अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ॥ स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ - – અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ., શ્લોક ૨૧ અને ૨૫. જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૩ અને ૮. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આત્મજ્ઞાન અને સાધનાપથ - સાધનામાં પ્રેરણા અને માર્ગદર્શન મેળવવા તે શાસ્ત્રોનું અધ્યયન-મનન કરે, પણ તેની ઝંખના તો અનુભવજ્ઞાનનો અમૃત ઓડકાર પામવાની જ હોય-હોવી ઘટે. સૂત્રાક્ષર રૂપ શેરડીનો રસ અનુભવ છે." નયનિક્ષેપે જેહ ન જાણીએ, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે સઘ તે દાખવે, કેવળ અનુભવ ભાણ. અલખ અગોચર અનુપમ અર્થનો, કુણ કહી જાણે રે ભેદ; સહજ વિશુદ્ધ શું અનુભવ વિણ, જે શાસ્ત્ર તે સઘળો રે ખેદ. દિશી દેખાડી શાસ્ત્ર સર્વ રહે, ન લહે અગોચર વાત; કારજ-સાધક બાધક-રહિત એ, અનુભવ મિત્ત વિખ્યાત." ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે અન્યત્ર કહ્યું છે કે – યોગગ્રંથ જલનિધિ મથો, મન કરી મેરુ મથાન; સમતા અમૃત પાય કે, હો અનુભવ રસ જાણ." (ii) માત્માનામના વેત્ત, મોહચાદ્ય ગામના तदेव तस्य चारित्रं, तज्झानं तच्च दर्शनम् ।। – યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૨. (iii) પઢિ પાર કહાં પાવનો? મિયો ન મન કો ચાર; જું કોલહુ કે બેલ કું, ઘર હી કોસ હજાર. – સમાધિશતક, ગાથા ૮૧. (iv) સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો રે, વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જય હેઠો રે. જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે, તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે. – શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩, ગાથા ૮-૯. ૧૨. સૂત્રઅક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે સાખી. આતમરામ અનુભવ ભજો, તજો પર તણી માયા; એહ છે સાર જિનવચનનો, વલી એહ શિવછાયા. - સવાસો ગાથાનું સ્તવન, ગાથા ૫૦-૫૧. ૧૩. યોગીશ્વર આનંદઘનજી, વીર-જિન-સ્તવન, ગાથા ૩-૫. ૧૪. સમતાશતક, ગાથા ૯૬. Page #148 -------------------------------------------------------------------------- ________________ સમગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ / ૧૦૫ અર્થાત્ અનુભવરસની પ્રાપ્તિ એ શાસ્ત્રાધ્યયનનું ધ્યેય છે. જ્ઞાનીઓ કહે છે કે યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મને ઓળંગી ગયો હોય છે. એને માત્ર શબ્દથી સંતોષ થતો નથી; શબ્દની પાછળ રહેલા રહસ્યને પ્રાપ્ત કરવા એ મળે છે. શબ્દની–અર્થાત્ શાસ્ત્રની અને બુદ્ધિની-મર્યાદાનો ખ્યાલ તેને આવી ગયો હોય છે; અને આત્માના અપરોક્ષાનુભવની પ્રાપ્તિની ઉત્કટ અભીપ્સા તેના અંતરમાં જાગી ઊઠી હોય છે. ‘સહજ વિશુદ્ધ શું રે અનુભવ વિણ, જે શાસ્ત્ર તે સઘળો રે ખેદ' – આત્મજ્ઞાનીઓની અનુભવ-નીતરતી આ વાણીના પડઘા એના અંતરમાંથી ઊઠતા હોય છે, તેને એ સમજાવવું પડતું નથી કે અનુભવ તરફ દોરી ન જાય-એની જિજ્ઞાસા પણ ન જગાડે–તે શાસ્ત્રાધ્યયનથી જીવન કૃતાર્થ ન બની શકે. ભાવી ગણધરના આત્માના ધર્મગુરુ થવાનું સૌભાગ્ય જેમને સાંપડ્યું છે, તે “કલિકાલસર્વજ્ઞ' આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે, જીવનની કૃતાર્થતા શેમાં છે એનો નિર્દેશ કરતાં, વિવેકશીલ મુમુક્ષુને સ્વાનુભવપૂર્ણ જે સલાહ આપી છે તે આપણે અહીં જોઈશું? આ રહી તે સલાહ – જે દુ:ખ છે તે આત્મજ્ઞાન રહિતને છે. “સ્વ'ના અજ્ઞાનજનિત તે દુ:ખ અજ્ઞાનના પ્રતિપક્ષી આત્મજ્ઞાનથી શમે છે–નાશ પામે છે, જેમ પ્રકાશથી અંધકાર. કર્મનો ક્ષય તો તપથી થાય, તો પછી આત્મજ્ઞાનને આટલું બધું મહત્ત્વ શા માટે?' – એ શંકાને ચિત્તમાં સ્થાન ન આપશો, કારણ કે બીજાં અનુષ્ઠાનોની વાત તો દૂર રહી, જેને તમે નિર્જરાનું મુખ્ય કારણ સમજી બેઠા છો તે તપથી પણ, ‘સ્વ'ના અજ્ઞાનજનિત દુઃખ, આત્મવિજ્ઞાન વિના છેદી શકાતું નથી; કારણ કે જ્ઞાન વિનાના તપનું ફળ નહિવત છે. કહ્યું છે કે અજ્ઞાની ક્રોડો વર્ષમાં જે કર્મ ખપાવે, તે ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની એક ઉચ્છવાસમાત્રમાં ખપાવી નાખે છે. માટે, બીજી બધી આળપંપાળ મૂકી દઈને, રત્નત્રયના પ્રાણભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. અને.. સ્વાનુભૂતિનું જ બીજું નામ છે આત્મજ્ઞાન; આત્મજ્ઞાન એ સ્વાનુભૂતિથી જુદી કોઈ ચીજ નથી." ૧૫. નિઝામુષિ વોચ, શક્તાતિવર્તિત – અધ્યાત્મસાર, યોગાધિકાર, શ્લોક ૭૬. કુમારપાળ મહારાજના. आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते। तपसाऽप्यात्मविज्ञानहीन छेत्तुं न शक्यते।। ૧૬. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આત્મજ્ઞાન અને સાધનાપથ આપણા જ કાળના અને આ જ ક્ષેત્રના મુમુક્ષ માટે ઉચ્ચારાયેલ આ વચનોમાંથી પ્રેરણા મેળવીને આત્માથી સાધકે આત્મદર્શનને પોતાના ધર્મજીવનનું લક્ષ્ય બનાવી, તે માટેની આરાધનામાં લાગી જવું ઘટે. સ્થિતપ્રજ્ઞતાનું બીજ શ્રેયાર્થીએ જ્ઞાનપ્રાપ્તિનું જે ત્રીજું ચરણ –અનુભવ–તેની ઉપલબ્ધિની टीका-इह सर्वं दुःखमनात्मविदां भवति, तदात्माज्ञानभवं प्रतिपक्षभूतेनात्मज्ञानेन शाम्यति क्षयमुपयाति, तम इव प्रकाशेन। ननु कर्मक्षयहेतुः प्रघानं तप उक्तं ... ... इत्याह, तपसाऽपि आस्तामन्येनानुष्ठानेन तदात्माज्ञानभवं दुःखमात्मविज्ञानहीनैर्न छेत्तुं शक्यते, ज्ञानमन्तरे तपसोऽल्पफलत्वात् । जं अन्नाणी कम्म खवेइ बहुआहि वासकोडीहिं। तं णाणी तिहिंगुत्तो खवेइ उसासमेत्तेण ।। तत् स्थितमेतत् बाह्यविषयव्यामोहमपहाय रत्नत्रयसर्वस्वभूते आत्मज्ञाने प्रयतितव्यम्। आत्मज्ञानं च आत्मनः चिद्रूपस्य स्वसंवेदनमेव मृग्यते नाऽतोऽन्यदात्मज्ञानं नाम। – સટીક યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩. સરખાવો : (i) જિહાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નવિ જામ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું? આતમ અજ્ઞાને કરી, જે ભવદુ:ખ લહીએ; આતમ જ્ઞાને તે ટલે, એમ મન સહિએ. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો. કષ્ટ કરો સંજયે ધરો, ગાળો નિજ દલ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છે. - સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૩, ગાથા ૨૨-૨૪ અને ૨૭. (ii) ક્રિયાકષ્ટ ભી ન હુ લહે, ભેદજ્ઞાન સુખવંત; યા બિન બહુવિધ તપ કરે, તો ભી નહિ ભવ અંત. – સમાધિશતક, ગાથા ૩૧. (ii) નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર; જબ નિજ રૂપ પિછાણીયો, તબ લહે ભવ કો પાર. – સમાધિવિચાર/મરણસમાધિવિચાર, દુહો ૨૮૧. Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૦૭ દિશામાં વહેલાં-મોડાં પણ ડગ માંડવાં જ રહ્યાં; કારણ કે વિપત્તિ, તંગી કે તાણના પ્રસંગે કેવળ શ્રુતના બળે ચિત્ત સંકલ્પ-વિકલ્પ અને ભયથી અનાક્રાંત રહી શકતું નથી. એવે ટાણે બધી બૌદ્ધિક સમજ બાજુએ રહી જાય છે અને અંતર ભવિહ્વળ બની જાય છે. આ અકળામણયુક્ત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ એક જાગૃત શ્રેયાર્થીએ પોતાની મૂંઝવણ મારી સમક્ષ વ્યક્ત કરતા તેમના પત્રમાં લખ્યું છે કે-“બીજી રીતે બાહ્ય અનુકૂળતાઓમાં જે વાત માનસિક ભૂમિકા ઉપર સમજાઈ હોય અને બરાબર બેસી ગઈ હોય એમ લાગે, તે જ વાતો બાહ્ય પ્રતિકૂળતાઓ વખતે ટકી રહેવી અત્યંત મુશ્કેલ છે એવો સ્વાનુભવ છે. ચિત્ત વ્યાકુળ, સ્તબ્ધ, કલુષિત થઈ જાય છે. અસમાધિ સુધ્ધાં થઈ જાય છે. ...અનેક સંકલ્પવિકલ્પ નવા નવા ઊભા થાય છે અને શ્રદ્ધાનો નાનો દીપક બુઝાવા માંડે છે.” આવું થવું સહજ છે. કારણ કે તંગીમાં, વિપત્તિમાં આપણું અંતસ્તલ છતું થાય છે. અવચેતન ચિત્તમાં રહેલ સંસ્કાર તે વખતે ઉપર આવી જાય છે. બૌદ્ધિક ભૂમિકાએ મેળવેલ સમજ માત્ર જાગૃત મન સુધીની હોય છે. તે વધુ દૃઢ થઈ, ઘૂંટાઈને અવચેતન મન-subconscious-માં પહોંચી ગઈ હોય તો જ, ગમે તે અવસ્થામાં સંપત્તિમાં કે વિપત્તિમાં, ઊંઘમાં કે સ્વપ્નમાં પણ-તદનુસાર વર્તન-વિચાર થવાનાં; અન્યથા વિપત્તિ વખતે, જાગૃત મનને બાજુએ ખસેડી, અજાગૃતમાં પડેલ સંસ્કાર ઉપર આવી તદનુરૂપ વિચાર-વર્તનમાં આપણને ખેંચી જાય છે. અવચેતન ચિત્તમાં જે તથ્યનો સ્વીકાર થયેલો હોય તે આપણા ‘સ્વભાવ’ તરીકે વ્યક્ત થાય છે; કારણ કે સંકટ સમયે તેમજ ઉત્તેજનાની ક્ષણોમાં જાગૃત મનનાં નિયંત્રણોને બાજુએ હડસેલી દઈને અવચેતન પ્રગટ થાય છે. જાગૃત ચિત્ત કરતાં અવચેતન ચિત્ત વધુ પ્રબળ છે. હિપ્નોટિઝમ આ તથ્યની આપણને પ્રતીતિ કરાવે છે. હિપ્નોટિક ટ્રાન્સમાં રહેલ વ્યક્તિને, ટ્રાન્સમાંથી જાગ્યા પછીના કોઈ સમયે, એની પ્રકૃતિથી અવિરુદ્ધ હોય એવી કોઈ પ્રવૃત્તિ કરવાનું સૂચન/post-hypnotic suggestion આપ્યું હોય તો, તે સમયે તે હાથમાંનું બધું કામ પડતું મૂકીને અવશપણે એ સૂચનનો અમલ કરે છેચાલુ પ્રવૃત્તિ સાથે તે સંગત ન હોય તોયે ! ઉદાહરણ તરીકે, ટ્રાન્સમાં કોઈને બીજે દિવસે સવારે દશ વાગે સ્નાન કરવાનું સૂચન આપી રાખ્યું - Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આત્મજ્ઞાન અને સાધનાપથ હોય તો એ વ્યકિત બીજી સવારે દશ વાગે ઑફિસે જવાની તૈયારીમાં હશે ત્યાં ઓચિંતાનું એને નાહવાનું મન થશે, અને તે અચૂક ફરીથી નાહવા બેસી જશે. માટે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં સમ, સ્વસ્થ અને સમાધિસ્થ રહેવા ઇચ્છનારે શ્રવણ-વાંચન-મનનથી સંતોષ માની બેસી ન રહેતાં, પોતાની સમજને-તત્ત્વશ્રદ્ધાને-અવચેતન ચિત્ત સુધી લઈ જવી જોઈએ. અવચેતન ચિત્ત શુદ્ધ થયું હોય, સ્વાધીન થયું હોય તો જ વૃત્તિપ્રવૃત્તિ/વિચાર-વર્તન મોહપ્રેરિત ન રહેતાં સ્વરૂપબોધમાંથી સહજ પ્રવાહિત થતાં રહે. આપણી ચિત્તવૃત્તિઓનું નિરીક્ષણ કરતાં જણાશે કે જયારે આપણા અવિકારી-શુદ્ધ-જ્ઞાયક સ્વરૂપ સાથેના આપણા તાદાત્મ્યનું ભાન જાગૃત હોય છે ત્યારે બહારના બનાવો, પરિસ્થિતિઓ, ઘટનાઓ વગેરેના આપણા ચિત્તમાં ઘેરા આઘાત-પ્રત્યાઘાત નથી ઊઠતા; પરંતુ આપણે જયારે આ દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે ઐક્ય અનુભવતા હોઈએ છીએ ત્યારે ચિત્તમાં સંક્લેશ, ભય, ચિંતા, દૈન્યભાવ, મદ, તૃષ્ણા અને આર્તધ્યાન રમતાં થઈ જાય છે. અર્થાત્ નિજના શુદ્ધ, જ્ઞાયક સ્વરૂપની પ્રતીતિ જેટલી દૃઢ તેટલો સંક્લેશ ઓછો રહે છે. સ્વરૂપની વિસ્મૃતિ થતાં ચિત્તમાં મોહનિત વૃત્તિઓ ઊમટી આવે છે, અને ત્યાં દેહાત્મબુદ્ધિ-અહંકાર-મમકાર અને કર્તૃત્વાભિમાનનું સામ્રાજય વ્યાપે છે. સ્વરૂપ સાથેના આપણા તાદાત્મ્યનું ભાન આત્મદર્શન (યાને અનુભૂતિ) દ્વારા અવચેતન મન સુધી પહોંચે છે. સ્વપ્નમાં પણ તે બોધની વિસ્મૃતિ થતી નથી. માટે કેવળ શ્રુત અને ચિંતનથી કૃતાર્થતા ન માનતાં, અનુભૂતિને તત્ત્વપ્રાપ્તિનું ત્રીજું અને અંતિમ ચરણ કહ્યું. ત્યાં જ એ તથ્ય આપણું પોતાનું બને છે; વાંચન-શ્રવણ અને ચિંતનથી લાધેલું સત્ય પારકું છે, ઊછીનું લીધેલું છે—અન્યના બોધનો આપણી બુદ્ધિમાં પડેલો એ પડછાયો છે. પડછાયો કેટલું કામ કરી શકે? બાળકને ડરાવવા-ફોસલાવવા પડછાયો કામ લાગે, પણ પ્રૌઢ બુદ્ધિને પડછાયાથી ડરાવી-ફોસલાવી શકાતી નથી. તે તો પોતાના ‘દર્શન’ને વળગી રહે છે. તેથી, અનુભૂતિ નથી થઈ હોતી ત્યાં સુધી ઉત્તેજનાની ક્ષણોમાં કે આપત્તિ-વિપત્તિમાં આપણી પ્રતિક્રિયા કર્મકૃત વ્યક્તિત્વ સાથેના તાદાત્મ્યના ભાન પૂર્વકની અર્થાત્ ભૌતિક ભૂમિકાને Page #152 -------------------------------------------------------------------------- ________________ સમદર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૦૯ અનુરૂપ જ રહે છે. એનાથી ઉપર ઊઠવું હોય તો જગતનું દર્શન ઉચ્ચ ભૂમિકાએથી-આધ્યાત્મિક સ્તરેથી-કરવું રહ્યું. આ બે જુદા સ્તરેથી થતા જીવનદર્શનનાં જ નામ છે ‘મિથ્યાત્વ' અને “સમ્યકત્વ: સમ્યગદર્શન-પ્રસૂત માધુર્ય : આત્મતૃપ્ત જીવન સામાન્યત: માનવી કુટુંબ, પરિવાર, પૈસો, પદ, પ્રતિષ્ઠા, સામાજિક મોભો, બુદ્ધિ, આવડત, શારીરિક સ્વાસ્થ આદિને તેના જીવનનો આધાર માનીને જીવતો હોય છે. વાસ્તવિકતા એ છે કે એ બધું વિનાશશીલ છે, ક્ષણભંગુર છે. કઈ સેકંડે એ બધું ધરાશાયી થઈ જાય એ નિશ્ચિત નથી. દેખીતી રીતે સાવ સ્થિર અને સલામત પાયા ઉપર જેનું જીવન વહ્યું જતું ભાસતું હોય તે પણ રાતોરાત અસહાય સ્થિતિમાં મુકાઈ જાય છે : રાષ્ટ્રપતિ દેશદ્રોહી તરીકે કેદી બને છે; કોટટ્યાધિપતિ નિર્ધન સ્થિતિમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે; મુલ્કમશહૂર પેઢીનો ધંધો ખોરવાઈ જાય છે-કોઈ નવી શોધ થાય, રાજ્યના નિયમનો કે કાયદામાં કોઈ એવું પરિવર્તન આવે કે અર્થતંત્રમાં અણકલ્પી ઊથલપાથલ થાય ને ધંધાની આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે; પ્રેમાળ પરિવાર સાથે પણ કોઇ નજીવા નિમિત્તે આંટી પડી જાય છે અને સૌ સામાં થઈને ઊભાં રહે છે કે દેહને કોરી ખાનાર કોઈ વ્યાધિ અચાનક શરીરમાં દેખા દે છે અને તેને સાવ પરાધીન બનાવી મૂકે છે. આમ, જીવનમાં આપત્તિઓ, મર્યાદાઓ, બાધાઓ, અડચણો અને કષ્ટદાયી સંયોગો તો-પૂર્વબદ્ધ કર્મના ફળસ્વરૂપ– ઊભાં થતાં રહે છે. એ વખતે, એ બધાની અસરથી પર એવા પોતાના અવિકારી શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ જ વ્યક્તિને એ પરિસ્થિતિમાંથી જન્મતી અસુરક્ષિતતાની લાગણી, ચિત્તક્ષોભ, દૈન્યભાવ અને સંભવિત આર્તધ્યાનમાં અટવાતી ઉગારી શકે છે. જયાં સુધી માણસ દેહને, અને દેહથી સંબંધિત પ્રાણી, પદાર્થ કે પરિસ્થિતિને સ્થિર રાખવા મથે છે, ત્યાં સુધી તેમાં આવતું કોઈ પરિવર્તન કે તેવા કોઈ ફેરફારની સંભાવના માત્ર તેને બેચેન બનાવી મૂકશે. પરંતુ પુદ્ગલકૃત સર્વ સંયોગોની-સર્વ ઔદયિક ભાવો, પદાર્થો કે પરિસ્થિતિની– ક્ષણિકતાનું ભાન તેમજ ‘પોતાનાં સુખ-સલામતી-અસ્તિત્વ બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી નિરપેક્ષ છે' એ સમજણ અને વિશ્વાસ જેના ચિત્તમાં અવચેતન મનના સ્તરે–સ્થિર થયાં હશે, તે બાહ્ય જગતમાં થતી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આત્મજ્ઞાન અને સાધનાપથ ગમે તેવી ઊથલપાથલોથી કે ગમે તેવા પ્રતિકૂળ વળાંક લેતી તેની બાહ્ય પરિસ્થિતિમાં પણ ક્ષુબ્ધ નહિ થાય, સંકલ્પ-વિકલ્પગ્રસ્ત નહિ બને; દુન્યવી સર્વ ઝંઝાવાતો, વિટંબણાઓ અને આપત્તિઓ વચ્ચેથી એ સમભાવે પસાર થઈ શકશે. એનું જીવનદર્શન જ બદલાઈ ગયું હોય છે પોતાનાં સુખસલામતી-અસ્તિત્વ ‘પર’ ઉપર નિર્ભર નથી એ વાત એને સમજાઈ ગઈ હોય છે, એનો તે અનુભવ કરી રહ્યો હોય છે. એટલે બહારની ઉથલપાથલથી એ વ્યગ્રતા અનુભવતો નથી. પ્રારબ્ધ કર્માનુસારે બાહ્ય જીવનમાં સુખ-દુ:ખ, માન-અપમાન, સંપત્તિ-વિપત્તિ, સંગી કે છત/affluenceનો અનુભવ તેને મળે છે પણ, એ બધાથી પોતે અસ્પૃષ્ટ છે એ બોધ-એ અનુભવ-એને હોવાથી બાહ્ય સર્વ ઘટનાઓ અને પરિવર્તનમાંથી તે સાક્ષીભાવે માત્ર પસાર થવાનું પસંદ કરે છે. કશી ખરીદી કરવી ન હોય ત્યારે બજારમાંથી નીકળતાં, વિવિધ ભાતના માલને પ્રદર્શિત કરતા શો-કેસવાળી દુકાનોની હાર વટાવતાં એ તરફ કશું લક્ષ આપ્યા વિના, સ્વમાં ખોવાયેલા રહી, આપણે જેમ પસાર થઈ જતા હોઈએ છીએ તેમ જીવનમાંથી તે સાક્ષીભાવે માત્ર પસાર થઈ જાય છે; જીવન પાસેથી એને કશું લેવું-મેળવવું નથી હોતું – એ આત્મતૃપ્ત હોય છે. મૃગજળને મૃગજળરૂપ જાણતી વ્યક્તિ તૃષા છિપાવવા એના તરફ દોટ નથી મૂકતી, કે નથી એ પાણીને તરીને કેમ પાર થવાશે એની ચિંતા કરતી. હાઇવે ઉપર કાર પૂરપાટ દોડયે જતી હોય ત્યાં સામે માથોળું પાણી લહેરાતાં દેખાય તો? સામાન્યત: ચિંતા જન્માવે. પણ એ પ્રદેશથી જે પરિચિત છે-જે જાણે છે કે અહીં પ્રદેશ સૂકો છે, ઉનાળામાં ઝાંઝવાનાં નીર દેખાવાં એ આ પ્રદેશની સામાન્ય ઘટના છે તે એ ઝાંઝવાનાં નીર જોઈને ખચકાટ અનુભવતો નથી, પણ પૂર્વવત્ ગાડી દોડાવતો રહી એની વચ્ચેથી પસાર થઈ જાય છે. આવી જ સ્થિતિ હોય છે/જીવનમાં જ્ઞાનીનીઅનુભવીની-સમ્યગ્દષ્ટ આત્માની. ભૌતિક જીવનની ચડઉતરમાંથી એ, બહુધા સ્થિતપ્રજ્ઞ રહી, પસાર જ થાય છે; એને એમાં કશું ખોવાનો ભય કે કશું મેળવવાની અપેક્ષા નથી હોતાં. એની એક માત્ર ઇચ્છા સ્વમાં ઠરવાની — ચારિત્રમોહનીય-વિવશ ચિત્તમાં ઊઠતી વૃત્તિઓના આવેગોને ઉપશમાવી દઈ સ્વ-ભાવમાં વધુ ને વધુ સ્થિત રહેવાની હોય છે. આમ, એનું આખુંયે જીવન સહજ નિષ્કામ કર્મયોગમય હોય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ સદર્શનનો પાયો : સ્વાનુભૂતિ, ૧૧૧ આત્માનુભૂતિના દઢ પાયા ઉપર જેના જીવનનું મંડાણ હોય છે તે અવિનાશી પરમાત્માનો શાંત સહવાસ સતત અનુભવે છે; આથી, એને સુરક્ષિતતાનો અખંડ અનુભવ રહે છે. કોઈ વાર એના ચિત્તની સપાટી ઉપર વિક્ષોભની ક્ષણિક લહેર આવેલી દેખાય, પણ એનું અંતસ્તલ તો નિર્ભય, નિરીહ, નિરિચ્છ, નિરાકુળ જ રહે છે. વિશુદ્ધ ચેતના સાથેના ઐકયની પ્રતીતિ અંતરમાં એક આરામદાયી શાંતિનો સતત અનુભવ એને આપે છે. એ વિશ્વનાટકનું માત્ર એક પાત્ર જ બની રહે છે; “પોતાનું કહેવાય એવું કોઈ કર્મ એને રહેતું નથી; આથી હર્ષ-શોક, રાગ-દ્વેષ, યશઅપયશના કંથી એ પર બની જાય છે. વાચક હવે સમજી શકશે કે શ્રત અને ચિંતાજ્ઞાનમાં અટકી ન જતાં અનુભવજ્ઞાન મેળવવું આવશ્યક શાથી છે. શ્રુત અને ચિંતાજ્ઞાનનું પણ મૂલ્ય છે, પણ તે બોધ કેટલો તકલાદી હોય છે એની પ્રતીતિ કટોકટીની પળોમાં કે વિપત્તિમાં થઈ જાય છે. શ્રવણ-વાચન-ચિંતન દ્વારા પ્રાપ્ત સમજણના આધારે સંપત્તિમાં અનુકૂળતામાં જેવી સમતા ટકતી જણાય છે એવી જ સમ આંતરસ્થિતિ બાહ્ય વિષમતામાં પણ રહે એ માટે એ સમજણ આત્માનુભૂતિ દ્વારા ચિત્તના અંતરતમ સ્તર સુધી પહોંચેલી હોવી જોઈએ. આ કારણે, આત્મદર્શન થયે જ દષ્ટિ સાચી/સમ્યગુ થઈ ગણાય છે અને તે પૂર્વેની દષ્ટિ મિશ્રા/ખોટી કહી છે. - બૌદ્ધિક સ્તરે જગતની નશ્વરતા અને અસારતા ભલે સમજાઈ હોય તોયે, અનુભૂતિ ન થાય ત્યાં સુધી, અવચેતન મન-subconscious-માં તો જગત સ્થાયી, સત્ય, ઉપાદેય જ મનાયેલું રહે છે. તેથી મિશ્રાદેષ્ટિ એના દ્વારા કાંઈક મેળવવા-વ્યવહાર સિદ્ધ કરવા-મથે છે; જયારે સમ્યગ્દષ્ટિને એ પ્રતીતિ સતત રહે છે કે જગત વિનાશશીલ, ક્ષણભંગુર, સ્વપ્નતુલ્ય, ‘ઇન્દ્રજાલ સમ’ કે ‘પુદ્ગલજાલ તમાસો” છે; તેથી તેને એમાં લેશમાત્ર ઉપાદેયબુદ્ધિ રહેતી નથી; એને એ નિ:સાર જ લાગે છે. એ બેઠો બેઠો એનો તમાસો જોયા કરે છે. પોતાના જીવનના ઘટનાપ્રવાહને પણ તે અલિપ્ત ભાવે નિહાળતો હોય છે – ‘એનાથી પોતાને ન કશું પ્રાપ્ત થવાનું છે કે ન કશું ખાવાનું છે? આ બોધ એના અવચેતન મન સુધી વ્યાપ્ત રહે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ આની કંઈક ઝલક મળે છે ત્યારે સમજાય છે કે મિબાદષ્ટિનું દર્શનજીવનનું અને જગતનું દર્શન-કેવું ભ્રામક છે, મિચ્યો છે. એ ઝલક મળ્યા પછી, જીવનની બાહ્ય પરિસ્થિતિમાં સંપત્તિ હોય કે વિપત્તિ-પણ જીવન મધુરું લાગે છે! એ ઊંચાઈએ પ્રફુટિત પ્રજ્ઞા વડે જીવનનાં દ્વન્દ્રોમાંથી સમભાવે પસાર થવું સહજ બની જાય છે. જેનું વર્ણન કરતાં– ગુણગાન ગાતાં–શાસ્ત્રો અને અનુભવીઓ થાકતાં નથી તે સમગ્દર્શનની મહત્તા અને માધુર્યનું આ છે રહસ્ય. શું વર્તમાન કાળે આત્માનુભવ મેળવી શકાય? પ્રશ્ન થશે કે, શું ધ્યાતા-ધ્યેયની એકતા કે આત્મારામતા માગી લેતા આ અનુભવની પ્રાપ્તિ આ ક્ષેત્રે વર્તમાનમાં શકય છે ખરી? શું એ દશા ‘કેવળજ્ઞાનની તદ્દન નિકટવર્તી જ હોઈ', આ ક્ષેત્રે આ કાળના માનવીની પહોંચ બહારની નથી? ના, એવું નથી; આત્માનુભવની પ્રાપ્તિ આપણને આ જીવનમાં ન જ થઈ શકે એમ માની લેવાની જરૂર નથી. આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય માનવિજયજી વાચક, યોગીશ્વર આનંદઘનજી અને ચિદાનંદજી મહારાજે પોતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખો કર્યા છે. આ રહ્યા એમાંના કેટલાક ઉલ્લેખો – ૧. માહરે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો; ઋદ્ધિવૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ આતમ રતિ હુઈ બેઠો રે. – ઉપાધ્યાય યશોવિજયજી. શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩.* ૧૭. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાને અનુભવ પ્રાપ્ત થયો હોવાનો ઉલ્લેખ, આ ઉપરાંત, નિશ્ચય-વ્યવહાર ગભિત શાંતિ-જિન-સ્તવન (ઢાળ ૬, ગાથા ૯), ચંદ્રપ્રભ-જિન-સ્તવન (ગાથા ૨), પ્રતિમ-શતક સટીક (શ્લોક ૯૭ થી ૯૯), દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (સ્વોપજ્ઞ ટબાર્થ, ગાથા ૨૮૮) આદિ અનેક સ્થળે કર્યો છે. પોતાને અનુભવની પ્રાપ્તિ શ્રીપાળરાસની રચના કરતાં થઈ એ વાત એ રાસની ઉપર્યુક્ત ઢાળની પ્રથમ ગાથામાં જણાવીને, પછી એમણે એ આખીયે ઢાળમાં સાધનામાર્ગમાં અનુભવજ્ઞાનનાં સ્થાન અને મહત્ત્વનું પ્રાસાદિક અને વેધક ભાષામાં વિગતે નિરૂપણ કર્યું છે. જિજ્ઞાસુઓએ તે અવલોકનીય અને મનનીય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૧૩ ૨. અજિતજિનેસર ચરણની સેવા હેવાએ હું હળીયો; કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણી મિલીયો. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુ મુજ મનકામ્યો. – ઉપાધ્યાય માનવિજ્યજીકૃત અજિતનાથ-જિન-સ્તવન ૩. અવધુ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી. અનુભવ રસ મેં રોગ ન શોગા, લોકવાદ સબ મેટા; કેવળ અચળ અનાદિ શિવશંકર ભેટા. અવધુ ૩. વર્ષાબુંદ સમુદ્ર સમાની, ખબર ન પાવે કોઈ; ‘આનંદઘન’ વહે જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઇ. અવધુ૦ ૪. – અધ્યાત્મયોગી આનંદઘનજી. ૪. અનુભવજ્યોતિ જગી છે હૈયે અમારે બે, અનુભવજ્યોતિ જગી છે. – યોગીશ્વર ચિદાનંદજી, ચિદાનંદ બહોંતેરી, પદ ૫૫. આ તો થઈ મુનિઓની વાત. હવે એક ગૃહસ્થ સાધકના ઉદ્ગાર જોઈએ – આત્મજ્ઞાન વિચારતાં, પ્રગટયો સહજ સ્વભાવ; અનુભવ અમૃતકુંડમૅ, રમણ કરું લહી દાવ. આતમ-અનુભવજ્ઞાનમાં, મગન ભયા અંતરંગ; વિકલ્પ સવિ દૂર ગયા, નિવિકલ્પ રસ રંગ. આતમસત્તા એકતા, પ્રગટયા સહજ સરૂપ; તે સુખ ત્રણ જગમેં નહિ, ચિદાનંદ ચિરૂપ. જ્ઞાનરસાયણ પાયકે, મિટ ગઈ પુદ્ગલ-આશ; અચલ અખંડ સુખમેં રમું, પુરણાનદ પ્રકાશ." આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, આત્માનુભવની પ્રાપ્તિ આ કાળે પણ સંભવિત છે. પણ તે માટે અખંડ પુરુષાર્થ અને નિષ્ઠાપૂર્વકની સાધના અપેક્ષિત છે. ભીતરમાંથી ઇશારો મળે અને આત્માનો સ્પર્શ થઈ જાય એવું સમાધિવિચાર/મરણસમાધિવિચાર, દુહા ૮૧-૮૩ અને ૮૯. મૃત્યુપથારીએ પડેલા સમષ્ટિ ગૃહસ્થના મનોભાવો, વાતચીત અને પ્રવૃત્તિનું મનનીય નિરૂપણ આ નાનકડા (૩૮૨ દુહાપ્રમાણ) ગ્રંથમાં છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આત્મજ્ઞાન અને સાધનાપથ ભાગ્ય તો કોઈકનું જ હોય. દેખીતી એ અનાયાસ પ્રાપ્તિની પાછળ પણ અનેક જન્મનાં પુરુષાર્થ અને સાધના રહેલાં હોય છે. માટે, આ જીવનમાં જ અવિનાશીને ‘નજરે નીરખવા કટિબદ્ધ થઈ, મુમુક્ષુએ એ લક્ષ્યની દિશામાં નિત્ય ગતિ કરતાં રહેવું ઘટે. અનાવશ્યક બાબતોને અળગી કરીને, પોતાના માર્ગથી જરાયે આડાઅવળા થયા વિના, તીરની જેમ, જે નિરંતર લક્ષ્યની દિશામાં આગળ વધે છે, તે વર્તમાન જીવનમાં જ આત્મજ્ઞાનનો પ્રકાશ પામી શકે છે. આ વાત કરતાં ચિદાનંદજી મહારાજે કહ્યું છે કે – અહનિશ ધ્યાન-અભ્યાસથી, મન-થિરતા જો હોય; તો અનુભવ લવ આજ કૂન, પાવે વિરલા કોય. ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ અર્થે બે અતિમહત્ત્વનાં અંગો છે સમત્વની કેળવણી તથા ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા. એટલે તે અંગે ઉત્તરાર્ધમાં આપણે વિગતે વિચારણા કરીશું. ૧૯. ચિદાનંદજી મહારાજ, સ્વરોદયજ્ઞાન, દુહો પર. Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન અને સાધનાપથ ઉત્તરાર્ધ સાહીતી આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરઆજ્ઞા સમ પથ નહિ, ઔષધ વિચાર-ધ્યાન. - શ્રીમદ્ રાજચંદ્ર છે મુક્તિ તો ચિત્ત શમી જતાં જ એ હાર્દ જે કો સમજે સુશાસ્ત્રનું શમાવશે એ મનને સુસત્વરે, શાસ્ત્રો પછી શું ઉથલાવશે ? છીપે તૃષા શું જળ ઝાંઝવે કદી? રસોઈ ચિત્રાગ્નિ વડે બને શું? શાસ્ત્રનું જ્ઞાન ન મુક્તિ આપે, એ તો મળે કેવળ આત્મ શોધે. – શ્રી રમણ મહર્ષિ પરમાર્થ દીપ, ૮૦, ૮૩. નય અરૂ ભંગ નિખેપ વિચારત, પૂરવધર થાકે ગુણ હેરી; વિકલ્પ કરત તાગ નવિ પાવે, નિર્વિકલ્પતે હોત ભયેરી. – યોગીશ્વર ચિદાનંદજી Page #159 -------------------------------------------------------------------------- ________________ Page #160 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ આત્મવિકાસમાં અનુભવજ્ઞાનના મહત્ત્વનું ભાન, અને આ કાળે પણ તેની પ્રાપ્તિ અશક્ય કે અસંભવિત નથી એ વિશ્વાસ જાગ્યા પછી, તે મેળવવાની ઉત્કંઠા અને એની પ્રાપ્તિ અર્થે શું કરવું જરૂરી છે એ જિજ્ઞાસા મુમુક્ષુને થવાની જ. અનુભવની પ્રાપ્તિ અર્થે શું જરૂરી છે તેનો સંકેત ચિદાનંદજી મહારાજે પૂર્વોક્ત દુહામાં આપ્યો છે. એ દુહો અહીં ફરી યાદ કરી લઈએ : અનિશ ધ્યાન અભ્યાસથી, મનથિરતા જો હોય; તો અનુભવલવ આજ ફુન, પાવે વિરલા કોય. ચિત્ત સ્થિર થાય તો અનુભવ મળે. સ્થિરતા એ આત્મશ્ર્વર્યની પ્રાપ્તિનું દ્વાર છે.' અનુભવની પ્રાપ્તિ અર્થે જરૂરી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા નિરંતર થતા ધ્યાનાભ્યાસ વડે નિષ્પન્ન થાય છે. ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ અર્થે, સમત્વનો સાથ જરૂરી છે. કંઈક અંશે પણ સમત્વ આવ્યા પહેલાં ધ્યાન થઈ શકતું નથી. સમત્વ જેટલું १. वत्स ! किं चञ्चलस्वान्तो भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधि स्वसंनिधावेव स्थिरता दर्शयिष्यति ॥ જ્ઞાનસાર, સ્થિરતાષ્ટક, શ્લોક ૧. ૨. સમત્વમવન્યાય, ધ્યાન યોગી સમાયંત્ विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडंब्यते ॥ ૧૧૭ – યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૧૨. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ સ્થિર તેટલું ધ્યાન સહજ થવાનું અને, સમત્વ દઢ બને ધ્યાન વડે. આમ ધ્યાન અને સમત્વ પરસ્પર સહાયક છે.' આથી, આત્મદર્શનાકાંક્ષી માટે, સમત્વ અને ધ્યાનનો બેવડો અભ્યાસ આવશ્યક બને છે. સમત્વસાધનાની ત્રણ આધારશિલાઓ સમત્વના વિકાસ અર્થે સાધકે વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને જ્ઞાનનો ત્રિપાંખિયો બૂહ અપનાવવો જોઈએ. ચિત્ત ભોગોથી વિરક્ત, જીવસૃષ્ટિ પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિમાંથી જન્મતી સહાનુભૂતિવાળું અને જ્ઞાનથી વાસિત હોય તો સમત્વ સુલભ બને. 'જ્ઞાન'થી અહીં જગતના ભાવોની ક્ષણભંગુરતાનું ભાન અને પોતાના નૈૠયિક શુદ્ધ શાશ્વત સ્વરૂપની પ્રતીતિઅનુભવ પૂર્વે શ્રતથી લભ્ય પ્રતીતિ-અપેક્ષિત છે. આ ત્રણેયનો સુભગ સંયોગ થતાં સમત્વ સ્થિર બને. – વૈરાગ્ય નિયંત્રિત ભોગ-ઉપભોગ ભોગોમાં જે અત્યંત આસક્ત હોય તે સમતા કે ચિત્તશાંતિ મેળવી શકે નહિ. ભોગની કામનાથી તેનું ચિત્ત સદા સુબ્ધ જ રહેવાનું. તેથી દેહને સાધનાક્ષમ રાખવા માટે અને જીવનયાત્રાના નિર્વાહ અર્થે આવશ્યક હોય તેથી અધિક ભોગ-ઉપભોગ સાધક ટાળે એ ઇચ્છનીય છે. પ્રત્યેક ભોગપ્રવૃત્તિ (કે એનો વિચાર સુધ્ધાં) ચિત્તમાં તેનો સંસ્કાર મૂકતી જાય છે, જેના પરિણામે એ ભોગોમાં પ્રવૃત્ત થવાની ફરી ફરી ઇચ્છા જાગે છે. જેમ કોઈ મુસાફર ધારેલી જગ્યાએ પહોંચે નહીં ત્યાં સુધી માર્ગની અગવડો તથા મુસાફરીનો શ્રમ અનુભવે છે અને તેથી અશાંત રહે છે, તેમ મનમાં ઊઠેલી એક ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી મન અશાંત રહે છે ને વિક્ષેપનો અનુભવ કરે છે. અનિયંત્રિત ભોગેચ્છાને સંતોષવા જરૂરી સાધન-સામગ્રી મેળવતાં, સાચવતાં અને ભોગવતાં ચિત્તમાં ચિંતા, અંજપો અને સંલેશનાં ૩. (i) 7 સાપેન વિના ધ્યાને ન ધ્યાનેન વિના જ તતા निष्कम्पं जायते तस्माद् द्वयमन्योन्यकारणम्।। – યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૧૪. (ii) વસ્ય ધ્યાન સુનિW, સમત્વે તજી નિશ્રામ – જ્ઞાનાર્ણવ, સર્ગ ૨૫, શ્લોક ૨. Page #162 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૧૯ જાળાં બંધાય છે, અને એ નિમિત્તે બીજા જીવો સાથે સંઘર્ષના પ્રસંગો ઉપસ્થિત થતાં પણ વાર લાગતી નથી. તેથી સમત્વ અને ચિત્તશાંતિના અર્થીએ ભોગપ્રવૃત્તિને નિયંત્રિત કરી તેની કામનાને ઘટાડવી રહી. આ હેતુથી સર્વકાળના જ્ઞાનીઓએ મુક્તિમાર્ગના પ્રવાસીને પ્રારંભમાં જ પોતાનું જીવન યમ-નિયમ દ્વારા ઘડવાનો અનુરોધ કર્યો છે. વિશ્વપ્રેમ આત્મીયતા પોતાનું જીવન યમ-નિયમથી સંયમિત હોવા છતાં, જો બીજાઓના પોતાથી જુદા પડતા વિચારો, ક્ષતિઓ, દોષો અને અપરાધ સુધ્ધાંને શાંત ભાવે સહી લેવાની શક્તિ કેળવાઈ ન હોય તોયે ચિત્તને ડહોળાતાં વાર લાગતી નથી. તેથી ક્ષમાની કેળવણીને પણ સાધકજીવનમાં અતિ મહત્ત્વનું સ્થાન અપાયું છે. VERAND મુનિના બીજા બધા ગુણોને ગૌણ કરીને, પ્રત્યેક વાર, ‘ક્ષમાશ્રમણ’ વિશેષણને જ આગળ કરીને, મુનિને વંદન કરવાની પાછળ હેતુ શો છે? તે એ જ સૂચવે છે કે ક્ષમા એ મુનિની સહજ વૃત્તિ બનવી જોઈએ. આ કારણે ઉપશમને સાધુપણાનો સાર કહ્યો છે. ઉપશમ એટલે ‘અપરાધીસું પણ ચિત્ત થકી, નવિ ચિંતવીએ પ્રતિકૂળ. * બૂરું કરનારનું પણ મન, વચન, કાયાથી અહિત ન ચિતવવું-ન કરવું, હિત જ કરવું-ચિતવવું. એ કયારે બને? વ્યક્તિએ જેને પોતાનાં માન્યાં હોય છે તેની પ્રત્યે આવું વલણ સહજ હોય છે. જેની સાથે આપણે આત્મીયતા અનુભવીએ છીએ તેના પ્રત્યે ઉદારતા, ક્ષમા અને સહિષ્ણુતા વિના પ્રયાસે આવે છે. આથી મુક્તિમાર્ગના પ્રવાસીએ સમગ્ર જગતના પ્રાણીઓ પ્રત્યે આત્મીયતાનો ભાવ વિકસાવવો કે આત્મતુલ્યવૃત્તિ કેળવવી આવશ્યક છે. પોતાના સંપર્કમાં આવતા જીવોમાં વિલસી રહેલ ચૈતન્ય-અંશને જ જોવાની દૃષ્ટિ કેળવાઈ હોય તો આ સુલભ બને. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ તથ્યને વાચા આપતાં કહ્યું કે ‘શુદ્ધ નયમાં સ્થિત થઈને જે સાધક, જગતના જીવોમાં રહેલ કર્મકૃત વિષમતાને બાજુએ મૂકીને, એમનામાં વિલસી રહેલ ચૈતન્યને જ જુએ છે ૪. સમકિત સડસઠ બોલની સજ્ઝાય, ઢાળ ૮, ગાથા ૧. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આત્મજ્ઞાન અને સાધનાપથ (અને એ રીતે જગતને નિજાત્માથી અભિન્ન જુએ છે) તેનું સમત્વ અખંડ બને છે." જગતના જીવોમાં રહેલ ચૈતન્ય-અંશને જ જોવાની દૃષ્ટિ ખૂલતાં, જગતમાં બનતી ચિત્રવિચિત્ર ઘટનાઓથી કે પોતાના સંપર્કમાં આવતી વ્યક્તિઓની ગમે તેવી વિલક્ષણ વૃત્તિ-પ્રવૃત્તિથી, સાધકના ચિત્તમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી - તેની સમતા ડહોળાતી નથી. – જ્ઞાન /સ્વરૂપ-સ્મૃતિ સમત્વનો ત્રીજો આધારસ્તંભ છે જ્ઞાન-આનંદમય પોતાના નૈૠયિક શુદ્ધ સ્વરૂપનું જાગૃત ભાન. આપણાં બધાં દુ:ખદર્દનું મૂળ દેહાત્મબુદ્ધિમાં રહેલું છે. જ્યાં સુધી આપણે આપણી સાચી ઓળખાણ મેળવી ન લઈએ ત્યાં સુધી તૃષ્ણા નિર્મળ થઈ શકતી નથી. ફલત: ભય-લોભ-અસંતોષ આદિ વિકારોથી ચિત્ત ગ્રસ્ત રહે છે અને સમતા લાધતી નથી. ભગવદ્ગીતામાં પણ “મૃતિભ્રંશ'નેઅર્થાત્ હું આ દેહ નહિ પણ નિર્વિકાર-શાશ્વત-શુદ્ધ ચૈતન્ય છું એ તબની વિસ્મૃતિને-સર્વ અનર્થનું મૂળ કહેલ છે.” ભોગોપભોગ અતિ નિયંત્રિત હોય અને અન્યની સારીમાઠી પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા પણ કેળવાઇ હોય, તે છતાં, નિજના શુદ્ધ ચૈતન્ય તરફ ૫. નબ્બીવેy નો મતિ, વિધ્યું નિમતમ્ यदा शुद्धनयस्थित्या, तदा साम्यमनाहतम् ।। – અધ્યાત્મસાર, સમતાધિકાર, શ્લોક ૮. ૬. (i) સ્વાર્ષિ -તેત્રાયવસીયત: / आत्माराम मनो यस्य, तस्य साम्यमनुत्तरम्।। - એજન, સમતાધિકાર, શ્લોક ૯. (i) મવસ્તુ વિમપિ તત્ત્વ, વીમીત્તનું વI हृदि वितरति साम्यं, निर्मलश्चिद्विचारः ।। – અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ, શ્લોક ૬૧. (ii) વિનિન્દ્રપલોપથી રોકોત્તર સીમુવેતિ યોજી – એજન, સામ્યયોગ, શ્લોક ૨. ૭. ભગવદ્ગીતા, અ., ૨, શ્લોક ૬૨-૬૩. Page #164 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૨૧ દિષ્ટ ગઈ જ નહિ અને દેહમાં જ ‘હું’બુદ્ધિ રહી તો ભવિષ્યનો વિચાર એ વ્યક્તિના ચિત્તને ક્ષુબ્ધ રાખશે. પ્રાપ્ત ‘સુખ’ હાથમાંથી સરી જવાની કે કશુંક અમંગળ થવાની ભીતિ-અનિશ્ચિત ભાવિની આશંકા-હરહંમેશ એના ચિત્ત ઉપર સવાર થઈ બેસશે. અનિષ્ટ ભાવિની એ આશંકા નિજના શાશ્વત-શુદ્ધ-સ્વરૂપ સાથેના અનુસંધાન દ્વારા નિર્મૂળ થઈ શકે. શુદ્ધ જ્ઞાન અને આનંદ એ જ આપણું સાચું સ્વરૂપ છે, અત્યારનું આપણું સમગ્ર વ્યક્તિત્વ ભવનાટકના સ્ટેજ પર કર્મના નિદર્શન મુજબનો ક્ષણવાર પૂરતો આપણો એક અભિનય માત્ર છે. આ દુનિયાના મંચ ઉપર વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ કે અનામી ખેતમજૂર, ખ્યાતનામ સાક્ષર કે નિરક્ષર ગામડિયા, પાંચમાં પૂછાતા ફિલસૂફ કે પાગલ, ન્યાયાધીશ કે આરોપી, રાષ્ટ્રપતિ કે આજીવન કેદી, વિશાળ અનુયાયીવૃંદથી સેવાતા સંત કે સર્વત્ર હડધૂત થતા હિપ્પીના વેશમાં થોડો કાળ ઝબકી જઈ કાળના પ્રવાહમાં આપણે વિલીન થઈ જઈશું. જેમ સ્વપ્નની ઘટનાઓનો આપણા રોજિંદા જીવન ઉપર કશો પ્રભાવ નથી તેમ એ સર્વ પ્રાપ્તિઓથી કે અભાવોથી આત્માને ન કશો લાભ છે કે ન કશું નુકસાન. ચલચિત્રના પડદા ઉપર જેમ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારનાં ચિત્રો ક્ષણભર ઝબકી જાય છે, પરંતુ એની કોઈ અસર પડદાને નથી થતી-ચિત્રો પલટાતાં જાય પણ પડદો તો એકસરખો રહે છે; તેમ આપણાં મન-વાણી-કાયાના પર્યાયો કાળના પ્રવાહ સાથે ક્રમશ: દેખા દઈ વિર્લીન થઈ જાય છે, જયારે એને નીરખનાર ચેતના, પડદાની જેમ, એ પ્રવાહથી અસ્પૃષ્ટ છે. એ શાશ્વત સત્તા છે. એ જ આપણું અસલી સ્વરૂપ છે. કિંતુ, આપણે રૂપ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત રાખીએ છીએ ને સ્વરૂપને વીસરી જઈએ છીએ. જે રૂપ ઉપર આપણે મોહ પામીએ છીએ તે તો પુદ્ગલનો જ એક વિકાર હોવાથી નાશવંત છે. એટલે રૂપ-જે રૂપાંતર પામે છે, જે ક્ષણભંગુર છે-તેના ઉપરથી દૃષ્ટિ ખસેડી લઈ, સ્વરૂપ-કે જે શાશ્વત અચલ તત્ત્વ છે-તેનું અનુસંધાન રાખીએ તો જ ચિત્તમાં સમત્વનું અવતરણ થઈ શકે. પૂર્વબદ્ધ કર્મના ફળસ્વરૂપ આપત્તિઓ, મર્યાદાઓ, બાધાઓ, અડચણો અને કષ્ટદાયી સંયોગો તો હરકોઇના જીવનમાં આવે છે. પણ તે અવસરે એ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ બધાંની અસરથી પર એવા પોતાના અધિકારી શુદ્ધ શાશ્વત સ્વરૂપનું સ્મરણ સાધકને એમાંથી જન્મતા ચિત્તક્ષોભ, દૈન્યભાવ અને સંભવિત આર્તધ્યાનમાં અટવાતાં ઉગારી શકે છે. જયાં સુધી માણસ દેહ અને દેહથી સંબંધિત પ્રાણી, પદાર્થ કે પરિસ્થિતિને સ્થિર રાખવા મથે છે ત્યાં સુધી તેમાં આવતું કોઈ પરિવર્તન કે તેવા કોઈ પણ ફેરફારની સંભાવના માત્ર તેને બેચેન બનાવી મૂકશે. પરંતુ, પુલકૃત સર્વ સંયોગો – સર્વ ઔદયિક ભાવો, પદાર્થ કે પરિસ્થિતિ-ની ક્ષણિકતાનું ભાન તેમજ પોતાનાં સુખસલામતી-અસ્તિત્વ બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી નિરપેક્ષ છે એ સમજણ અને વિશ્વાસ જેના ચિત્તમાં સ્થિર થયાં હશે, તે બાહ્ય જગતમાં થતી ગમે તેવી ઊથલપાથલોથી કે ગમે તેવા પ્રતિકૂળ વળાંક લેતી પોતાની બાહ્ય પરિસ્થિતિમાં પણ સંકલ્પગ્રસ્ત નહિ બને. આમ, સમતાના વિકાસ, પોષણ અને સ્થિરતા માટે ઉપર્યુક્ત ત્રણ અંગો આવશ્યક છે; એ ત્રણે પરસ્પર સંકળાયેલાં છે : ૧. સંયમમય જીવન તથા જગત સાથે પ્રેમ અને સહાનુભૂતિવાળો જીવનવ્યવહાર હોય ત્યાં સ્વરૂપજાગૃતિ ટકી શકે છે. ૨. નિજના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સભાનતાવાળી વ્યક્તિ અન્ય દેહધારીઓમાં પણ, તેમના દેહની ઓથે વિલસી રહેલ, ચૈતન્ય અંશને જોઈ શકે છે; શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિથી જીવસૃષ્ટિને નિહાળનાર સહજભાવે તેના પ્રત્યે આત્મસમ દૃષ્ટિ અને સહાનુભૂતિ રાખી શકે છે. ૩. આત્મસ્વરૂપના જ્ઞાનથી વાસિત તથા જીવસૃષ્ટિ પ્રત્યે પ્રેમ, કરૂણા અને સહાનુભૂતિસભર એવા ચિત્તની ભોગપ્રવૃત્તિ, પોતાના બાળકનાં હિતસુખ અર્થે પોતાનાં સુખ-સગવડની આહૂતિ આપતી વાત્સલ્યમયી માતાની જેમ, આપોઆપ નિયંત્રિત રહે છે. જયાં આ બે–આત્મસ્વરૂપનું ભાન અને જીવસૃષ્ટિ સાથે આત્મીયતા- ! નો અભાવ હોય ત્યાં જીવનમાં સ્વયંસ્કૂર્ત સંયમ નથી આવતો, પરંતુ ८. स्वप्रयोजनसंसिद्धिः स्वायत्ता भासते यदा। बहिरर्थेषु संकल्प-समुत्थानं तदा हतम् ।। - અધ્યાત્મસાર, સમતાધિકાર, શ્લોક ૬. Page #166 -------------------------------------------------------------------------- ________________ સમત્વ: સાધનાનો રાજપથ ૧૨૩ બહારથી ઓઢી લીધેલાં વિધિ-નિષેધને પકડી રાખવાની મથામણ કરવી પડે છે; ને તેમાં સફળતા ન મળે ત્યારે જીવનમાં દંભ પ્રવેશે છે. વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને જ્ઞાન એ ત્રણને આમ, પરસ્પર સંબંધ હોવાથી, એ ત્રણેનો સંયુક્ત પ્રયોગ થાય તો સમત્વ ખીલી ઊઠે ને જીવન સ્વસ્થ અને પ્રસન્ન બની રહે. મૂલ્યપરિવર્તન આવશ્યક આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે યોગમાર્ગે પ્રયાણ કરવા ઇચ્છનારે પોતાનું જીવન વિશુદ્ધ કરવું રહ્યું. યમ-નિયમ, ન્યાય-નીતિ અને જીવ-જગત પ્રત્યે આત્મીયતાપૂર્વકના જીવનવ્યવહાર વિના આત્મસાધનાનો પંથ કપાતો નથી. પોતાના નૈતિક જીવનની શુદ્ધિ પ્રત્યે બેદરકાર રહીને, અને વાસનાઓને છૂટો દોર આપીને, નિશ્ચયની – દાર્શનિક સિદ્ધાંતોની–માત્ર કોરી વાતો કરતાં રહેવાથી કે કેવળ ‘ધ્યાનાભ્યાસ'થી જ પોતાને શીધ્ર ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓની પ્રાપ્તિ થઈ જશે, એ ભ્રમમાં આત્માથી સાધકે રાચવા જેવું નથી. વ્યક્તિએ યમ-નિયમનો ઔપચારિક સ્વીકાર કર્યો હોય કે ન કર્યો હોય, પણ યમ-નિયમ દ્વારા જે દોષોનું સંમાર્જન કરવાનું છે તે દોષોથી મુક્ત થવાના પ્રયાસમાં તે પ્રવૃત્ત હોય કે પૂર્વ સંસ્કારવશ સહજભાવે જેનાં સ્વાર્થ, વિષયભૂખ અને અર્થતૃષ્ણા મોળાં પડેલાં જ હોય એવી વ્યક્તિ, ઔપચારિક રીતે પ્રતિજ્ઞાપૂર્વક વ્રત-નિયમ કરતી ન દેખાય છતાં, બાનાદિ અંતરંગ સાધનામાં વિકાસ સાધે તેની ના નથી; પ્રશ્ન યમ-નિયમની ઔપચારિકતાનો નહિ, પણ વૃત્તિ-પ્રવૃત્તિમાંથી ઉપર્યુક્ત અશુદ્ધિ-સ્વાર્થ, વિષયાસક્તિ અને તૃષ્ણ-દૂર કરવાનો છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત કરતાં કહ્યું છે કે “પહેલી ભૂમિકામાં નૈતિક તૈયારીનો આગ્રહ રખાય છે. એવી તૈયારી આત્મદર્શન માટે આવશ્યક છે.* જીવનને નિર્મળ બનાવવા કટિબદ્ધ થયા વિના યોગમાર્ગે પ્રગતિ શકય નથી. માટે સાધકે પવિત્ર જીવન ગાળવાનો દઢ સંકલ્પ કરેલો હોવો જોઈએ. જે વ્યક્તિની આવી તૈયારી ન હોય, તેણે યોગમાર્ગે પગ મૂકવો ૯. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું, “ધર્મોનું મિલન', પૃષ્ઠ ૨૬૪. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આત્મજ્ઞાન અને સાધનાપથ સલાહભર્યું નથી. કર્મ, યોગ, ભક્તિ કે જ્ઞાન-કોઈ પણ યોગમાર્ગે સાધકે પવિત્ર જીવન ગાળવું પડે છે. નિર્મળ જીવન વિના આત્મવિકાસ શકય નથી. નિશ્ચયનયના સિદ્ધાંતોની ગોખી રાખેલી વાતોના કેવળ પોપટપાઠથી આત્મકલ્યાણ થવું સંભવિત નથી; તેમજ માત્ર આંખો મીંચીને બેસવાથી આત્મદર્શનની આશા રાખવી પણ વ્યર્થ છે. સાધનામાર્ગે સફળતા અર્થે તો જીવનનાં મૂલ્યાંકનો બદલાવાં જોઈએ. જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાયા વિના, દાર્શનિક સિદ્ધાંતોની કોરી વાતોથી કે એકલા ‘ધ્યાન’થી કાર્યસિદ્ધિ થવી અસંભવિત છે. - નિશ્ચય-વ્યવહારની એક ગૂંચ - હર્ષ-શોક, માન-અપમાન, લાભ-અલાભ આદિ પ્રસંગે ‘પરમાં થતા પરિવર્તનથી આત્માને કંઈ લાભ-નુકસાન નથી; જડથી ચેતન સાવ સ્વતંત્ર છે’— એ ભાનપૂર્વક ચિત્તને સંકલ્પ-વિકલ્પમાં તણાઈ જતું રોકી, ઉપયોગને સ્વમાં વાળી લેવા પ્રયત્નશીલ વ્યક્તિ પોતાનો આત્મવિકાસ વેગવાન બનાવી શકે; પરંતુ આંતરિક નિર્મળતામાંથી પ્રગટતા વિવેક કે આંતરસૂઝ વિનાની વ્યક્તિઓ, નિશ્ચયનયનાં એવાં કથનોના અવલંબને રાગ-દ્વેષને ખાળવાના બદલે, એના આધારે, જાણ્યે-અજાણ્યે, પોતાના પ્રમાદ અને સુખશીલવૃત્તિનાં પોષણ કે બચાવ કરતી થઈ જાય છે; નિશ્ચયનયનાં કથનોની અપેક્ષા સમજયા વિના, તે તેના માત્ર અક્ષરો પકડી રાખે છે અને જીવનમાં સંયમ કે નિયંત્રણની ઉપેક્ષા કરતી થઈ જાય છે. આમ, તે નિશ્ચયનયનાં વચનોથી ભ્રમિત થઈ, જીવનમાં યમ-નિયમ-સંયમને કે એ માટેના પ્રયત્નને અનાવશ્યક ગણી, સાચા સાધનામાર્ગથી દૂર ફેંકાઈ જાય છે. આનું બીજ નિશ્ચયનયનાં કથનોની અધૂરી સમજમાં રહેલું છે. ‘નિશ્ચયથી જડ અને ચેતન બંને સાવ સ્વતંત્ર છે' એનો અર્થ એટલો જ કે આત્મા સાથે કર્મ કે અન્ય પુદ્ગલનો સંયોગ થતાં જડ અને ચેતનનું કોઈ નવા જ દ્રવ્યમાં રૂપાંતર નથી થઈ જતું—ન આત્મપ્રદેશો તેના જ્ઞાનઆનંદાદિ ગુણો ખોઈ બેસે છે, કે ન પુદ્ગલપરમાણુઓ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વિહીન બની જાય છે. તે છતાં, વ્યવહારની ભૂમિકાએ ‘એ બેના સંયોગનું કંઈ પરિણામ નથી' એમ માનવું એ મોટી ભૂલ છે–ભ્રાંતિ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ સમવ: સાધનાનો રાજપથ૧૨૫ એક ચાલુ ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થશે. પાણીમાં આપણે સાકર નાખીએ છીએ તો તે થોડી વારમાં ઓગળી જાય છે. સાકરનું જુદું અસ્તિત્વ વરતાતું નથી, પણ પાણી ગળું લાગે છે. સાકરના સ્થાને મીઠું હોય તો પાણી ખારું લાગે છે. સૌનો આ અનુભવ છે. કિંતુ વાસ્તવિકતા એ છે કે સાકર ઓગળીને પાણીમાં અદશ્ય થાય છે અને પાણી ગળ્યું થઈ જાય છે ત્યારે પણ સાકરના રેણુઓ – molecules અને પાણીના રાણુઓ તો એમના એમ જ રહે છે; અર્થાત્ એ બેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ તેમનું કોઈ નવા યોગિક દ્રવ્યમાં–‘કંપાઉન્ડમાં રૂપાંતર થતું નથી. નિશ્ચયનયની પરિભાષામાં આ વાત કરીએ તો એમ કહેવાય કે “પાણી અને સાકર બંને સાવ સ્વતંત્ર છે; દરેક પોતપોતાના સ્વભાવમાં રહે છે– પાણી ઉપર સાકરની કાંઈ અસર નથી, કે ન સાકર ઉપર પાણીની કોઈ અસર છે. પાણીમાં સાકર નાખો કે મીઠું નાખો, પાણી તો, એ બેયથી અસ્પષ્ટ, પાણી જ રહે છે.’ પાણીમાં સાકર ભળે કે મીઠું ભળે, રાસાયણિક દૃષ્ટિએ પાણી તો એ બેયથી અસ્પષ્ટ જ રહે છે : આ વાત એ સ્તરે સાચી હોવા છતાં, રોજિદા વ્યવહારમાં દરિયાનું પાણી સહજ ભાવે કોઈ પીશે ખરું? એ જ રીતે ઠંડું પાણી, ઊકળતું પાણી, વરાળ અને બરફ એ ભેદો વ્યવહારના સ્વીકારે; પણ તાત્વિક દષ્ટિએ એ ચારેમાં કશો ફરક નથીરસાયણશાસ્ત્રીને મન એ ચારે 100 અર્થાત્ પાણી છે; દરેકનું મૂળ ઘટકતત્ત્વ એકસરખું છે : દરેકના રોગમાં હાઈડોજનના બે આણુ અને ઓક્સિજનનો એક આશુ છે. તેથી તાત્ત્વિક દષ્ટિએ બધાં પાણી' જ છે, પરંતુ વ્યવહારમાં પાણી, વરાળ અને બરફનો ભેદ લક્ષમાં રાખી, તેમના ઉપયોગમાં વિવેક વાપરવો પડે. રેલવે એન્જિન દોડાવવા માટે વરાળ જ જોઈશે અને આઇસ્ક્રિમ બનાવવા માટે બરફની જ જરૂર પડવાની, એટલું જ નહિ, પાણીમાં પણ ઠંડા પાણી અને ઊકળતા પાણીનો ભેદ કર્યા વિના કોઈ નાહવા બેસશે ખરું? માટે આત્માર્થી મુમુક્ષુએ એ સમજવું ઘટે કે ‘પરની – અર્થાત્ નિમિત્તોની-આત્મા ઉપર કંઈ અસર નથી” એ નિશ્ચયનયના કથનને આગળ કરી, વ્યવહારનયે પણ જાણે પરની આત્મા ઉપર કંઈ અસર નથી એમ માની લઈ, જીવનમાં યમ-નિયમ-સંયમની ઉપેક્ષા કરવી કે શુભાશુભ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ / આત્મજ્ઞાન અને સાધનાપણ નિમિત્તો વચ્ચે પસંદગી કરવાનું માંડી વાળવું એ આત્મવિકાસનો નહિ પણ આત્મવંચનાનો માર્ગ છે. નિશ્ચયથી આત્મા ઉપર પરની કંઈ અસર ન હોવા છતાં, આપણે સૌ કર્મની પરતંત્રતા અનુભવીએ છીએ; આત્માનાં અમર્યાદ અને અખંડ જ્ઞાનસુખ-સામર્થ્યનો અનુભવ આપણે પામી શકતાં નથી. નબળી આંખોવાળી વ્યક્તિની નજર ઓછી પડે છે, તો જન્માંધ બાળક રૂપ-રંગના જ્ઞાનથી સાવ વંચિત રહે છે. પરની કંઈ જ અસર આત્માને ન હોય તો જડ દેહની ક્ષતિની આ અસર આત્માના જ્ઞાનગુણ ઉપર કેમ વરતાય છે? આત્મા અનંત જ્ઞાનનો સ્વામી હોવા છતાં, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી, તેનો જ્ઞાનગુણ દેશકાળથી સીમિત કેમ રહે છે? આમ, પૂર્વગ્રહ છોડી દઈને વિચારતાં એ તમ સ્પષ્ટ ઊભરી આવે છે કે નિશ્ચયનયે આત્માને અને પરને ભલે કંઈ સ્નાન-સૂતક ન હોય, પણ વ્યવહારની ભૂમિકાએ પરની અસર અનુભવાય છે; માટે વ્યવહારની ભૂમિકાએ નિમિત્તોની પસંદગીનો પ્રશ્ન પણ રહે જ છે. શુદ્ધ નિશ્ચયથી તો આત્મા કર્મથી બદ્ધ છે જ નહિ, એટલે મુક્ત થવાની વાત પણ રહેતી નથી. પોતે બદ્ધ છે, પરતંત્ર છે એ તેની કેવળ ભ્રાંતિ જ છે. મુમુક્ષને માટે કોયડો એ રહે છે કે એ ભ્રાંતિ ટળે શી રીતે? –એ ગૂંચનો વ્યવહારુ ઉકેલ દઢમૂળ થયેલ અજ્ઞાનનો એ સંસ્કાર કેવળ બૌદ્ધિક બોધથી- શાસ્ત્રોના શ્રવણ-મનનથી કે તર્ક દ્વારા પ્રાપ્ત સમજણથી દૂર થતો નથી; પોતે બદ્ધ છે એ કેવળ ભ્રમ છે' એ તળનો જાતઅનુભવ ન થાય ત્યાંસુધી એ ભ્રાંતિ ટળતી નથી. પૂર્વની સાધનાથી જેની વાસનાઓ ક્ષીણ થઈ ચૂકી હોય એવા કોઈ વિરલ આત્માઓ જ્ઞાની પુરુષના વચનથી તત્ક્ષણ જાગી જતા દેખાય, પણ બહુધા એ અજ્ઞાનના સંસ્કારમાંથી બહાર નીકળવા દીર્ધકાળનો સાધનાનો પુરુષાર્થ કરવો પડે છે; જ્ઞાનની કેવળ વાતોથી એ કામ થઈ જતું નથી. નિશ્ચયના અવલંબને આત્મવિકાસમાં વેગ લાવવા ઇચ્છનારે ‘પર Page #170 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૨૭ દ્રવ્યથી પોતાને કંઈ લાભ-હાનિ નથી' એ સિદ્ધાંતના અમલનો પ્રયોગ પ્રથમ રોજિંદા જીવનવ્યવહારમાં કરવો જોઈએ. રોજ-બ-રોજના જીવનમાં પ્રાપ્ત અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં, એ વચનનો આધાર લઈને, સુખદુ:ખ, હર્ષ-શોક, માન-અપમાન વગેરે દ્રોની અસરથી તે પોતાના ચિત્તને જેટલા અંશે મુક્ત રાખી શકે તેટલા અંશે નિશ્ચયનું ઉપર્યુક્ત કથન તેના અંત:કરણમાં સ્થાન પામ્યું ગણાય. આ રીતે, જાગૃતિપૂર્વક, પરથી પોતાની ભિન્નતાનું ભાન તે જીવનમાં દૃઢ કરતો રહે તો તેનું ચિત્ત સંકલ્પ-વિકલ્પથી ઉત્તરોત્તર અધિકાધિક મુક્ત બની સ્વમાં ઠરતું જાય. કિંતુ મનોજ્ઞ-અમનોજ્ઞ બાહ્ય નિમિત્તોથી તેના ચિત્તમાં ગમાઅણગમાના, હર્ષ-શોકના કે રાગ-દ્વેષના ભાવો જયાં સુધી ઊઠતા હોય, અને પોતાની ભૌતિક જરૂરિયાતોની પૂતિ અર્થે ઉપલબ્ધ સામગ્રીમાં જયાં સુધી પસંદગીનું ધોરણ તે અપનાવતો હોય, ત્યાં સુધી આત્મવિકાસ અર્થે પણ પ્રાપ્ય નિમિત્તોમાં તેણે પસંદગીનું ધોરણ અપનાવવું ઘટે. ભોજન કરતી વખતે પોતાની રુચિ મુજબનાં બાહ્ય વાતાવરણ, સ્થળ અને ખાનપાનની વસ્તુઓ વગેરેની પસંદગી સાધક કરતો હોય ત્યાં સુધી ‘પર નિમિત્તોની પોતાને કંઈ અસર નથી' એ વાત તે ક્યા મોઢે કરી શકે? ‘પરથી પોતાને કંઈ લાભ-હાનિ નથી’ એ ભાવ તેના અંત:કરણમાં દૃઢ થયો હોય તો આવી પસંદગીનો પ્રશ્ન રહે ખરો? માટે, બાહ્ય નિમિત્તાનુસાર પોતાનું ચિત્ત ગમા-અણગમા, હર્ષ-શોક કે સુખ-દુ:ખના ઝૂલે ચડતું હોય ત્યાં સુધી સાધકે આત્મવિકાસ કાજે પણ સાધક-બાધક નિમિત્તો વચ્ચે પસંદગી કરવી શ્રેયસ્કર છે. એ ભૂમિકાએ સ્વરૂપાભિમુખ રહેવામાં જેનાથી પોતાને સહાય મળતી હોય એવાં નિમિત્તોનો સંગ મેળવવા તેણે પ્રયત્નશીલ રહેવું જોઈએ; અને જેનાથી પોતાના રાગ-દ્વેષ-વાસના, વિકાર કે કષાયો-ઉદ્દીપ્ત થતાં હોય તેવાં નિમિત્તોથી અળગા રહેવા સજાગ રહેવું જોઈએ. નહિતર, નિશ્ચયનાં વચનોનું અવલંબન તેને આત્મવંચનાના વમળમાં ગોથાં ખવરાવશે. આત્મવિકાસ સાધવો હોય તેણે, વ્યવહારની ભૂમિકાએ, નિમિત્તોની પસંદગી કરવી જ રહી. સાધનાનું, સંયમનું અને માર્ગાનુસારી જીવનનું બીજ આ પસંદગી છે. જો આવી કોઈ પસંદગી કરવાની રહેતી જ ન હોય તો માર્ગાનુસારીપણાનો કે સાધનાના પુરુષાર્થનો કોઈ પ્રશ્ન જ ન રહે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આત્મજ્ઞાન અને સાધનાપથ દમન અને સંયમ વચ્ચેની ભેદરેખા ઓળખીએ કેટલાક કહે છે કે ‘આંતરિક વિકાસ થયે સંયમ-ત્યાગ સ્વયં પ્રગટે છે. સ્વયં આવતા સંયમ-ત્યાગ આવકાર્ય છે, પણ ઇચ્છા કરીને-સંકલ્પ કરીનેકરેલ ત્યાગ એ તો દમન છે; અને દમન હંમેશાં અભિશાપ છે.’ કિંતુ અહીં પણ એ સમજવું જોઈએ કે અનિચ્છાએ–પોતાની ઇચ્છા ન હોવા છતાં, કોઈ બાહ્ય દબાણવશ-કરાતો ત્યાગ એ એક વસ્તુ છે અને, સ્વસ્થપણે પોતાના હિતાહિતનો વિચાર કરી, વ્યક્તિએ સ્વયં સ્વીકારેલ સંયમ એ જુદી ચીજ છે. આવો કોઈ સંયમ સ્વીકાર્યા વિના, પૂર્વ સંસ્કારવશ જે કંઈ આવેગો અને વિકારો અંતરમાં ઊઠે તેના ચાળે ચડીને જ જા જીવન વિતાવવાનું હોય તો એ પશુજીવન જ રહેવાનું; એ કદી સાધકનું જીવન નહિ બની શકે. સાધકનું ધ્યેય સર્વ પ્રાકૃતિક આવેગો અને આવેશોથી ઉપર ઊઠવાનું જ રહેવું જોઈએ. ડ્રોઇડના વિચારોથી પ્રભાવિત થયેલો એક વર્ગ આજે એમ માનતોવિચારતો થયો છે કે ‘કામ એ માણસની સહજ વાસના છે, એને રુંધવી ન જોઈએ; આ પ્રાકૃતિક આવેગને મુક્તપણે અભિવ્યક્ત થવા ન દેવાય તો અજાગૃત મનમાં ગ્રંથિઓ બંધાય છે અને તે શારીરિક કે માનસિક વિકૃતિઓ જન્માવે છે.’ સંયમને તિલાંજલિ આપવા તૈયાર થયેલો આ વર્ગ અધ્યાત્મમાર્ગના જ્યોતિર્ધરોનાં વચનો અને અનુભવોના સંદર્ભમાં સ્થિરચિત્તે વિચારે કે વિકાસોન્મુખ જીવનનો આધાર કામ છે કે સંયમ? તો, એને સમજાશે કે ફોઇડનો પૂર્વોક્ત સિદ્ધાંત તો પૂર્વાર્ધ માત્ર છે, તે અડધે અટકી જાય છે. આધુનિક મનોવિજ્ઞાન એનાથી આગળના સત્ય સુધી જઈ શકયું નથી; જયારે આપણા આર્ષદ્રષ્ટાઓ કામને જીવનના અદમ્ય આવેગ તરીકે પિછાની શકયા હતા, અને એથી આગળનું તથ્ય પણ એમણે અનુભવ્યું હતું. તેઓ એ જોઈ શકયા હતા કે નાનો-મોટો દરેક સંસારી જીવ ચાર અદમ્ય વૃત્તિઓ-આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ–થી પ્રેરાઈને જીવનસંઘર્ષ ચલાવી રહ્યો છે. છતાં, ‘એ પ્રાકૃતિક આવેગો છે’ એમ કહીને એ વૃત્તિઓને તાબે થઈ જવાની વાત એમણે ન કરી. ‘કામને જીતી શકાય કે નહિ? જો જીતી શકાય, તો કઈ રીતે?’— આ પ્રશ્નો પણ એમણે ઉઠાવ્યા - Page #172 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૨૯ હતા; અને એના ઉત્તર મેળવ્યા હતા—માત્ર બૌદ્ધિક તર્કોમાં જ નહિ, પણ જીવનના અનુભવમાં પણ. આથી, અદમ્ય આવેગ ગણી લઈ કામને જીવનમાં છૂટો દોર આપવાની વાત કોઈ જ્ઞાની પુરુષે કદી કરી નથી. યોગ, અધ્યાત્મ કે સાચા ધર્મમાર્ગની નેમ જ સદા એ રહી છે કે ક્રમશ:, સંયમ અને ઊર્ધીકરણ દ્વારા, વાસનાના મૂળ સુધી પહોંચી તેને જડમૂળથી નષ્ટ કેમ કરવી તે અંગે પથદર્શન કરવું. દબાયેલી કામવાસના ગ્રંથિઓની જન્મદાત્રી છે એ ખરું, પણ ખુદ કામવાસનાના મૂળમાં પણ એક ગ્રંથિ રહેલી છે. યોગ, અધ્યાત્મ ક્રમશ: સંયમ અને ઊર્ધીકરણના માર્ગે થઈ એ ગ્રંથિ સુધી પહોંચીને એનો જ વિસ્ફોટ કરવાની પ્રક્રિયા ચીંધે છે. આધ્યાત્મિક સાધક એ પથદર્શનને અનુસરતો રહી પ્રકૃતિ ઉપર વિજયનાં પદિચહ્નો મૂકતો આગળ વધે છે. કોઈ પ્રાકૃતિક આવેગને તેના જીવનનો સૂત્રધાર થવા દઈને યોગમાર્ગનાં શિખરો આંબવાની આશા તે ન રાખી શકે. કોઈ વ્યક્તિનું ગત જીવન વિલાસી હોય, અન્યાય, અનીતિ અને વાસનાઓથી ખરડાયેલું હોય, પણ એ દિશાએથી તે પાછી વળે અને, ટૂંક સમયમાં જ સારો આત્મવિકાસ સાધી, જૂના સાધકોથીયે આગળ નીકળી જાય એની ના નથી; વ્યક્તિનો ભૂતકાળ ગમે તેવો હોય, પ્રશ્ન છે તેના વર્તમાન જીવનનો ઢાળ કેવો છે એનો. અનીતિમય જીવન અને ઇંદ્રિયોની નિરંકુશ પ્રવૃત્તિ ચાલુ રાખીને, કેવળ જ્ઞાનની-દાર્શનિક માન્યતાઓની– શુષ્ક વાતો કે કહેવાતા ધ્યાનાભ્યાસના જોરે આત્મદર્શન સુધી પહોંચવાનો મનોરથ વિફળ જ રહેવાનો, એ વાત યોગમાર્ગે પગ મૂકનાર સાધક વેળાસર સમજી લે તે તેના હિતમાં છે. વિવેકપૂત તપ-ત્યાગ તપ સાધનાની એક મહત્ત્વની કડી છે. એક રીતે જોઈએ તો, સમગ્ર સાધના એ વિવિધ પ્રકારનું તપ જ છે. ‘આત્મજ્ઞાન વિના તીવ્ર તપથી પણ ભવદુ:ખનો અંત આવતો નથી',−શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનાં આ ૧૦. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩ અને તેની ટીકા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આત્મજ્ઞાન અને સાધનાપથ વચનોથી કોઈ એમ સમજવાની ભૂલ ન કરે કે આત્મવિકાસમાં તપ નિરુપયોગી છે. ઉપર્યુક્ત થનમાં હેમચન્દ્રસૂરિ મહારાજે મુક્તિસાધનામાં આત્મજ્ઞાનનું કેવું મહત્ત્વભર્યું સ્થાન છે તે સૂચવ્યું છે, નહિ કે તપની નિરર્થકતા. ‘એકડા વિનાનાં મીંડાં નકામાં' એમ કહીએ છીએ ત્યારે આપણે એ પણ સમજીએ છીએ કે ‘મીંડું’ એકડાની પડખે ઊભું રહે તો એકડાની કિંમત દશગણી થઈ જાય છે, એટલું જ નહિ, મીંડાંમાં એકડાના મૂલ્યના ગુણાકાર કરવાની શક્તિ છે. એ જ વાત તપ વિશે પણ સમજી લેવી જોઈએ. વિવેકપૂર્વકનું બાહ્ય અને આત્યંતર તપ મુક્તિપ્રયાણમાં વેગ લાવી દે છે. ‘શરીરમાયું હતુ ધર્મસાધનમ્ ।' એમ કહીને સાધનામાં બાધક બને એ રીતે શરીરને પંપાળવાનું નથી; તેમ બીજી બાજુ, ‘દેહ આપણો દુશ્મન છે, એને કારણે જ સંસાર પરિભ્રમણ કરવું પડે છે’ એમ માનીને, ચિત્તમાં રહેલ વાસનાના ઉન્મૂલન પ્રત્યે સજાગ બન્યા વિના, કેવળ કાયાની સામે યુદ્ધે ચડવું એમાં પણ સાધનાનો વિવેક નથી. મનમાં રહેલી વાસનાઓને સૂકવી નાખવાની છે; એના પ્રત્યે દુર્લક્ષ રાખી, કેવળ શરીરને સૂકવી નાખવાથી શું વળે? જ્ઞાનીઓ કહે છે, જયાં ક્રોધ-લોભ આદિ કાષાયિક ભાવોને ખાળવાનું લક્ષ્ય નથી એવા ઉપવાસ કે માસક્ષમણાદિ – એ તપ નથી, લાંઘણ છે.`` સાધક માટે ખરું કુરુક્ષેત્ર પોતાનું મન છે. એમાં રહેલી દુવૃત્તિઓ અને કુવાસનાઓને અકબંધ રાખીને થતું, ગમે તેવું ઉગ્ર પણ બાહ્ય તપ મોક્ષસાધનાને વેગવાન ન બનાવી શકે. જે બાહ્ય તપ આત્યંતર તપને સહાયક બનતું હોય તે જ મુક્તિસાધનાનું અંગ બની શકે. ખરું તપ વાસ્તવમાં તો જ્ઞાન (આત્મજ્ઞાન)-અર્થાત્ કાયા સાથેના તાદાત્મ્યથી ૧૧. તવેવ દિ તર: વાર્યું, દુષ્કૃતં યંત્ર નો મવેત્ येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा ।। જ્ઞાનસાર, તપોષ્ટક, શ્લોક ૭. ૧૨, યત્ર ોધ ષયાળાં, બ્રહ્મ ધ્યાનું નિનસ્ય ના ज्ञातव्यं तत्तपः शुद्धमवशिष्टं तु लंघनम् ।। - · અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર; શ્લોક ૧૫૭. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૧ અને ચિત્તના તરંગોથી ઉપર ઊઠી સ્વભાવમાં ઠરવું-એ જ ખરું તપ છે. એ જ કર્મનિર્જરાનું સબળ સાધન છે; એના વિના માત્ર બાહ્ય તપથી અતિ અલ્પ, અપેક્ષાએ નહિવત્, કર્મનર્જરા થઈ શકે છે. પ્રતિવર્ષ આસોચૈત્રની નવપદની ઓળી દરમ્યાન વંચાતા શ્રીપાળરાસમાં આ તથ્ય ખૂબ જ સ્પષ્ટ ભાષામાં શબ્દબદ્ધ થયેલું છે : ૧૪ આતમદરિસણ જેણે કર્યુ, તેણે મુંઘો ભવ ભયકૂપ રે. ક્ષણ અર્ધું જે અઘ ટલે, તે ન ટલે ભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાન તણી છે જોડી રે. ૧૫ - ઉપવાસ – છઠ્ઠું – અઠ્ઠમ – માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં ક્રોડો ભવમાં જેટલી કર્મનિર્જરા ન થઈ શકે તેટલી કર્મનિર્જરા આત્મજ્ઞાનસંપન્ન વ્યકિત આંખના એક પલકારામાં કરી લે છે/કરતી રહે છે. આટલી વિપુલ કર્મનિર્જરાના હેતુભૂત આત્મજ્ઞાનની સાધનામાં વચ્ચે આવતા વિક્ષેપોને ખાળવામાં બાહ્ય તપ પણ કંઈક અંશે સહાયક બને છે, ને તેટલા પૂરતું સાધનામાં તેનું સ્થાન છે; અર્થાત્ આત્મજ્ઞાનની ઉપલબ્ધિમાં સાધનભૂત સ્વાધ્યાય – ધ્યાન – કાયોત્સર્ગ પ્રમુખ આપ્યંતર તપને સહાયક બને તે બાહ્ય તપને જ જ્ઞાનીઓએ મુક્તિસાધનાનું અંગ ગમ્યું છે.” આ તથ્ય નજર સમક્ષ રહે તો એ સમજવું સરળ થશે કે સ્વાધ્યાયધ્યાન-કાયોત્સર્ગ આદિ આનંતર તપમાં શરીર અને મન વિક્ષેપરૂપ ન રહે એ પ્રકારે બાહ્ય તપનું આયોજન મુમુક્ષુએ કરવું જોઈએ. આ દૃષ્ટિએ જોતાં, આહારવિષયક જરૂરી વૈજ્ઞાનિક સમજણ કેળવીને, રોજિંદા ખાનપાનની અને પારણાં-અતરપારણાંની વર્તમાન પ્રચલિત રીત-રસમમાં મૂળગામી ૧૩. મુમુક્ષા વૈદાર્થ વા, તપસો નાસ્તિ ક્ષણમ્। तितिक्षाब्रह्मगुप्त्यादि-स्थानं ज्ञानं तु तद्वपुः ।। ૧૪. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩ અને તેની ટીકા ૧૫. શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૩૭-૩૮. ૧૬. જ્ઞાનમેન વુધા: પ્રાદુ કર્મળાં તાપનાત્ત':। तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम्।। (જુઓ પ્રકરણ ૫, પાદનોંધ ૧૭). - એજન, શ્લોક ૧૫૮. — જ્ઞાનસાર, તપોષ્ટક, શ્લોક ૧. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ ફેરફાર સ્વીકારી, શારીરિક સ્વાસ્થની જાળવણીમાં તેમજ સાધનામાં બાધક બને તે પ્રકારના ખાનપાનથી વિરમવું એ પાયાનું તપ છે. સાધકને માટે ઉણોદરી/મિતાહાર આવશ્યક છે. પર્વના દિવસે ઉપવાસછઠ્ઠ – અઠ્ઠમ – અઠ્ઠાઈ કરી દઈ, રોજિદા ખાનપાનમાં સ્વાદવત્તિને યથેચ્છ વિહરવા દેવી એ ઇષ્ટ અભિગમ નથી. મુમુક્ષુનું તપ આત્મશુદ્ધિ અર્થે નિર્જરા અર્થે હોવું જોઈએ. પ્રસિદ્ધિ કે સામાજિક પ્રતિષ્ઠાનો મોહ એમાં ન ભળવો જોઈએ. મુમુક્ષુએ એ પણ સમજી રાખવું ઘટે કે તપ માત્ર આહારત્યાગમાં જ સીમિત નથી. શ્રેયપ્રાપ્તિના કાર્યક્રમને પાર પાડવા જતાં વચ્ચે જે કંઈ અગવડ, અડચણ, દુ:ખ આવી પડે તે સૌમ્ય ભાવે–સમતા અને સ્વસ્થતા સાથે-વધાવી લેવાં એ પણ તપ છે. એક સુખ્યાત સાધકે આ વાત ખૂબ સુંદર રીતે રજૂ કરી છે : “માણસ જો પોતાની દરેક કામનાને વશ થઈ જાય કે તેને પોષ-. પંપાળે તો એનામાં કોઈ આંતરિક સંઘર્ષ નહિ થાય – કોઈ ઘર્ષણ નહિ, કોઈ અગ્નિ નહિ, તાપ નહિ. પણ, કોઈ નિશ્ચિત ધ્યેય હાંસલ કરવા, તેની આડે આવતી કામનાઓનો જો તે સામનો કરશે તો તે એક અગ્નિ જગાવશે જે ધીરે ધીરે એના સમગ્ર આંતરજગતને એકરૂપ બનાવી મૂકશે.”૧૭ સાથે, એ પણ ન ભુલાવું જોઈએ કે વધુ પડતું વ્યક્તિના પોતાના : આંતરિક વિકાસની અપેક્ષાએ વધુ પડતું –બાહ્ય તપ અહંપ્રેરિત જ હોય; તે મુક્તિયાત્રામાં સહાયક ન બનતાં, શરીર-મનના ક્ષોભનું અને બીજાઓ સાથેના સંબંધોમાં તણાવનું નિમિત્ત બની રહે છે. – બળ નહિ કળ આપણા બંધનનું કારણ માત્ર વિષયોનો ભોગ-ઉપભોગ નથી, પણ 19. If a man gives way to all his desires, or panders to them. there will be no inner struggle in him, no friction', no fire. But if, for the sake of attaining a definite aim, he struggles with the desires that hinder him, he will then create a fire which will gradually transform his inner world into a single whole. - Ouspensky. In Search of the Miraculous, p. 43. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૩ આસક્તિ, અહંકાર અને કર્તુત્વાભિમાન પણ છે. દેહાત્મબુદ્ધિ એ બધાંનું મૂળ છે. એ દેહાત્મબુદ્ધિ ટળે નિજ શુદ્ધ સ્વરૂપના અનુસંધાનથી. એના વિનાની એકલી વિષયનિવૃત્તિ મુક્તિસાધનામાં વિફળ રહે છે, એટલું જ નહિ, કેટલીક વાર તે અહંવૃદ્ધિકર અને દંભપોષક બની ઊલટી વધુ નુકસાનકારક પણ નીવડે છે. ઘડીભર પણ આત્મસ્વરૂપની વિસ્મૃતિ થઈ તો ચિત્તમાં અજ્ઞાનનાં અંધારાં ઊમટી આવે છે, અને ત્યાં દેહાત્મબુદ્ધિ, અહંકાર-મમકાર અને કર્તુત્વાભિમાનનું સામ્રાજ્ય વ્યાપે છે. માટે બાહ્ય તપત્યાગ પણ જ્ઞાનથી રસાયેલ હોવાં જોઈએ કે જેથી વિકારો શાંત થાય, દેહાત્મબુદ્ધિ મોળી પડે અને ચિત્તમાં ઊઠતા અહંકાર, આસક્તિ અને કર્તાભોક્તાપણાના અભિમાનના તરંગો શમે. આ વિષયમાં ઉપાધ્યાયજી મહારાજની મનનીય સલાહ આ રહી : મુમુક્ષુએ ઇન્દ્રિયોને વિષયોમાં યથેચ્છ વિહાર કરતી રોકવી જરૂરી છે, પરંતુ એ કામ બળથી નહિ પણ કળથી પાર પાડવું જોઈએ. ‘હું વિશુદ્ધ આત્મદ્રવ્ય છું, સર્વ મારાથી પર છે', એ વિવેક વડે મુમુક્ષુએ ઇન્દ્રિયોને વિષયોથી છોડાવવી ઘટે. એના બદલે બળાત્કાર કરી ઇન્દ્રિયોનું દમન કરવા જતાં અંતે વધુ નુકસાન જ વેઠવું પડે છે. ઇન્દ્રિયો તો વશ થતી નથી, પણ જીવનમાં દંભ પ્રવેશે છે. બહારથી ત્યાગનો દેખાવ રહે છે, જયારે ચિત્ત તો ભોગમાં આળોટયા કરે છે; પરિણામે, બાહ્ય ત્યાગ છતાં, નરકની વાટ પકડવી પડે છે. ૧૯ ૧૮. (i) ઞજ્ઞાનાષિયાસક્તો દ્રષ્યતે વિષયૈસ્તુ ના અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૪૦. (ii) विषयाणां ततो बंधजनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बंधो, ज्ञानिनां तु न कर्हिचित् ॥ सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ।। — - એજન, વૈરાગ્યસંભવાધિકાર, શ્લોક ૨૪-૨૫. ૧૯. વિષયમ્ય: પ્રશાન્તાના-મશ્રાન્તવિમુધીતે: करणैश्चारुवैराग्य- मेष राजपथः किल ॥ बन प्रेर्यमाणानि, करणानि वनेभवत् । न जातु वशतां यान्ति, प्रत्युतानर्थवृद्धये ॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આત્મજ્ઞાન અને સાધનાપથ – બાહ્ય જીવન અને આંતર પ્રવાહનો સુમેળ આવશ્યક એવું ન થવા દેવું હોય તો, સાધકે પોતાના અંતરંગ વૈરાગ્યના પ્રમાણમાં બાહ્ય ત્યાગ-તપની યોજના કરવી ઘટે, જેથી બાહ્ય અને આંતર જીવન વચ્ચે સુમેળ રહી શકે. અંતરમાં સાચો વૈરાગ્ય જાગ્યો તો તેનું પ્રતિબિબ બાહ્ય જીવનમાં ત્યાગ-તપ-સંયમરૂપે પડવાનું જ. અંતરંગ વિરાગમાંથી આવતો બાહ્ય ત્યાગ સહજ હોય છે. તેનો ભાર કોઈને– સાધકને પોતાને કે બીજાને-લાગતો નથી, જયારે બળાત્કારે બાહ્ય ત્યાગની હરણફાળ મારવા જતાં ચિત્ત અને કાયા વચ્ચે ઘણું અંતર પડી જાય છે. તેથી આગળ વધવાની વાત તો દૂર રહી, પણ પોતાના સ્થાન ઉપર ટકી રહેવું પણ મુશ્કેલ બની જાય છે. જેમ કોઈનો જમણો પગ ઘણો આગળ નીકળી જાય અને ડાબો બહુ દૂર રહી જાય તો તે વ્યક્તિ આગળ ચાલી શકતી નથી, એટલું જ નહિ, પોતાના સ્થાને સ્થિર ઊભી પણ રહી શકતી નથી–ગબડી પડે છે. સંયમ વિનાના કોરા વિરાગની પણ આ જ દશા થવાની. માટે વિવેકી સાધકે, પોતાના બાહ્ય ત્યાગ અને આંતર વિરાગ વચ્ચેનું અંતર ઓછું કરીને-હઠાવીને, બંનેની એકવાકયતા કરવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. અંતર્મુખ સાધક વિષયોપભોગમાં કેવો સાવધ હોય એનો નિર્દેશ કરતાં ચિદાનંદજી મહારાજે કહ્યું છે કે – પુદ્ગલ ખલ સંગી પરે, સેવે અવસર દેખ; તનું અશક્ત જયું લક્કડી, જ્ઞાન ભેદ પદ લેખ લાકડીનો ટેકો કોણ લે? એ વિના જેનું શરીર ટટાર ન રહી શકતું હોય તે. તેમ સાધક પણ અનિવાર્ય હોય તેટલો જ પુદ્ગલનો ટેકો લે. બીજી બાજુ, पश्यन्ति लज्जया नीचे-दानं च प्रयुञ्जते। आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे। वञ्चनं करणानां तद्विरक्तः कर्तुमर्हति ।। सद्भावविनियोगेन, सदा स्वान्यविभागवित्।। – એજન, વૈરાગ્યસંભવાધિકાર, શ્લોક ૨૭, ૨૯-૩૧, ૨૦. અધ્યાત્મબાવની, દુહો ૧૬. Page #178 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૫ આંતરિક વૈરાગ્યનું બળ વધાર્યા પહેલાં, ‘પુદ્ગલનો સંગ નુકસાનકારક છે’ એમ કહીને એનો સમૂળગો ત્યાગ કરવાની ચેષ્ટા પણ તે ન કરે. પોતાના સામર્થ્ય-અસામર્થ્યનો વિવેક કરી અવસરે પુદ્ગલનો ટેકો લઈને પણ, એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓના અભ્યાસ વડે અંતરમાં ભેદ-જ્ઞાનને દૃઢ કરતો રહી, તે ઇન્દ્રિયોને સમજાવટથી ભોગ પ્રત્યે જતી વાળી લે. આમ સ્વ-પરનો વિવેક જાગૃત રાખીને ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લેવાનો આ અભ્યાસ સદા થતો રહે તો, વખત જતાં, સાધક એવા અદ્ભુત વૈરાગ્યનો સ્વામી બની શકે કે જયાં વિષયોની પ્રવૃત્તિનો સંકલ્પ જ ન ઊઠે કે ન નિવૃત્તિનો શ્રમ રહે. ૧ માટે, બાહ્ય તપમાં પણ કેવળ ભૌગોપભોગના ત્યાગની માત્રા ઉપર જ મુસ્તાક ન રહેતાં, એની સાથે ચિત્તગત વિરાગ અને સ્વરૂપજાગૃતિનો સાથ લેવો ઘટે. અભવ્ય આત્માની કરુણતા એ છે કે એને આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપનો વિચાર સ્પર્શતો જ નથી. આથી કર્તા-ભોક્તાપણાનું તેનું અભિમાન ખસતું નથી. તેથી નવ ત્રૈવેયકની પ્રાપ્તિ પૂર્વે, અશુભથી પાછા વળીને શુભ પ્રવૃત્તિમાં, અનહદ ઉદ્યમ કરતો હોવાં છતાં, તે મુક્તિથી સદા વેગળો જ રહે છે. નિશ્ચય અને વ્યવહારની સમતુલા જ્ઞાન અને ક્રિયા, વિચાર અને વર્તન, નિશ્ચય અને વ્યવહાર એ બે ચક્રો ઉપર સાધનાનો રથ આગળ સરકે છે. નિર્મળ અંત:કરણવાળી વ્યક્તિઓ પોતાની આંતરસૂઝના બળે એ બેને યથાયોગ્ય મહત્ત્વ આપી ઉત્તરોત્તર અધિક આત્મિવિકાસ સાધે છે. પણ ઘણીવાર એવું જોવા મળે છે કે, મોક્ષમાર્ગના પથિકો પણ એ બેની સમતુલા જાળવવાનો વિવેક દાખવી શકતા નથી, અને વિચાર કે વર્તન-જ્ઞાન કે ક્રિયા-માંથી કોઈ એકના જ ૨૧. વચન રળાનાં તદ્વિરત્ત: તુંમતિ। सद्भावविनियोगेन, सदा स्वान्यविभागवित् ।। प्रवृत्तेर्वा निवृत्तेर्वा, न संकल्पो न च श्रमः । विकारो हीयतेऽक्षाणामिति वैराग्यमद्भुतम् ।। અધ્યાત્મસાર, વૈરાગ્યસંભવાધિકાર, શ્લોક ૩૧-૩૨. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આત્મજ્ઞાન અને સાધનાપથ પક્ષકાર બની રહે છે, પરિણામે, તેમની સાધનાનો રથ કદાચ ગતિ કરતો રહે તોયે પંથ કપાતો નથી – મુક્તિપંથે એમની પ્રગતિ થંભી જાય છે. મુક્તિમાર્ગે જેણે પ્રગતિ કરવી છે, તેણે નિશ્ચય અને વ્યવહાર બંનેનો આદર કરવો ઘટે. બેમાંથી કોઈ પણ એકને જ પકડવાથી ગતિ થશે, પ્રગતિ નહીં થાય. ઘાણીનો બળદ આખો દિવસ ગતિ કરે છે, પરંતુ એ પહોંચતો ક્યાંય નથી–ઠેરનો ઠેર રહે છે; એ વર્તુળમાં ફર્યા કરે છે. કોઈ એક નિશ્ચિત દિશામાં ગતિ થાય ત્યારે પંથ કપાય છે. ગતિને ચોક્કસ દિશા મળે છે ત્યારે પ્રગતિ થાય છે. વ્યવહારની ગતિને નિશ્ચય નિશ્ચિત દિશા આપે છે. એની આંગળી હંમેશાં આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ રહે છે. મહાસાગરની સફર ખેડતા નાવિકને પોતાની ગતિની દિશા નક્કી કરવામાં હોકાયંત્રની સોય મદદ કરે છે, તેમ ભવસમુદ્રને પાર કરવા વ્યવહારની નાવમાં બેઠેલાને સ્વરૂપની દિશા ચીંધીને નિશ્ચય આડ માર્ગે ફંટાઈ જતાં ઉગારી લે છે. નિશ્ચય સુકાની છે. હલેસાં મારનાર હલેસાં મારીને હોડીને ગતિ આપે, પણ એની દિશા નક્કી કરવાનું કામ સુકાનીનું છે. નિશ્ચયે ચીંધેલ દિશામાં-સ્વરૂપની દિશામાં-વ્યવહારની ગિત રહે તો મુમુક્ષુ ભવસાગરને હેમખેમ પાર કરી જાય. નિશ્ચય સાધકને તેની સાચી ઓળખાણ-તેના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપની ઓળખાણ-આપે છે. કર્તા-ભોક્તાપણાની ભ્રાંતિ ટાળીને, કેવળ જ્ઞાયક નિર્વિકલ્પ સ્વરૂપની ઉપલબ્ધિ કરવી-તેમાં સ્થિર થવું એ વ્યવહારમાર્ગના અનુસરણનું લક્ષ્ય છે. ૨૨ – દિશાશૂન્ય ગતિ સમગ્ર વ્યવહારનું નિશાન નિર્વિકલ્પ ઉપયોગ તરફ ગિત કરવાનું છે. એ લક્ષ્ય વિના કેવળ વ્યવહારની પ્રવૃત્તિ ઉપરનો ઝોક અંતે એ પ્રવૃત્તિની બહુલતા ઉપર કે એનાથી પ્રાપ્ત થતા કોઈ ભૌતિક લાભ-ઇહલૌકિક કીતિ કે પારલૌકિક સમૃદ્ધિ આદિ-ઉપર કેન્દ્રિત થાય છે; અને એ પ્રવૃત્તિની મુકિતસાધન તરીકેની ગુણવત્તા તરફ દૃષ્ટિ રહેતી નથી – જડ પ્રત્યે વિરક્તિ, જીવ ૨૨. જુઓ, ઉપાધ્યાય યશોવિજયજી કૃત સાડાત્રણસો ગાથાનું સ્તવન, ઢાળ ૮, ગાથા ૧, ૨, ૨૩-૨૫. Page #180 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૭ જગત પ્રત્યે પ્રેમ/સહાનુભૂતિ અને ક્ષણિક સ્વપર્યાયો પ્રત્યે ઉદાસીનતાની ખીલવટ કરવાનું મૂળ લક્ષ્ય ભુલાઈ જવાય છે. પરિણામે એ પ્રવૃત્તિનું બાહ્ય ખોળિયું ધાર્મિક રહેવા છતાં વાસ્તવમાં એ લૌકિક બની રહે છે. અંતસ્તલમાં ભૌતિક હોવા છતાં તે આધ્યાત્મિક હોવાનો આભાસ જન્માવતી હોવાથી મુગ્ધ આત્માઓ એ પ્રવૃત્તિથી ઠગાય છે. એવી પ્રવૃત્તિનું આચરણ કરતા રહીને, પોતે ધર્મસાધના કરી રહ્યા છે એવી ભ્રાંતિમાં રહી, તેઓ સાચા ધર્મથી વંચિત રહી જાય છે. ૨૩ દેહાદિથી પર પોતાના શુદ્ધ-જ્ઞાયક સ્વરૂપની ભાવના ચિત્તમાં ન વસી હોય તો ધર્મપ્રવૃત્તિમાં પણ અહંકાર-મમકારની પ્રબળતાને અવકાશ મળી જાય છે અને ઘણી મહેનતે સધાતી બહોળી ધર્મ-પ્રવૃત્તિને પણ તે વિફળ કરી મૂકે છે. પોતાના કર્મકૃત વ્યક્તિત્વ ઉપર જ રહેતી નજર હઠાવી લઈને સાધક તેને પોતા તરફ-આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ-વાળે તો જ તે આત્માનો આંતરવૈભવ પામી શકે છે. પોતા તરફ વળ્યા વિના એકલી ક્રિયાની ચીલાચાલુ ઘરેડમાં ઘૂમ્યા કરવાથી જીવનમાં શાંતિ, સંતોષ અને ૨૩. (i) કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુ:ખનો છેહ. અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તનુમલ તોલે; મમકારાદિક યોગથી, જ્ઞાની ઇમ બોલે. હું કા પરભાવનો, એમ જિમ જિમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે. ઉપાધ્યાય યશોવિજયજી, સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૩, ગાથા ૨૭, ૩૩, ૩૪. (ii) વિના દ્રવ્ય-અનુયોગ વિચાર, ચરણકરણનો નહિ કો સાર; સમ્મતિ ગ્રંથે ભાખીઉં ઇસ્યું, તે તો બુધજન મનમાં વસ્યું. - દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ગાથા ૨. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ આનંદનું અવતરણ થઈ શકતું નથી અને પ્રવૃત્તિ ધાર્મિક રહેવા છતાં ખાસ અને પ્રીતિ તો ભૌતિકતાની જ રહી જાય છે.* – નિશ્ચયની કોરી વાતો ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. નિશ્ચય દષ્ટિ સ્ક્રય ધરી છે, પાળે જ વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર. આ પંક્તિઓનું રહસ્ય એ છે કે કર્મકૃત વ્યક્તિત્વથી પર પોતાના જ્ઞાયક સ્વરૂપના ભાનપૂર્વક વ્યવહારમાર્ગનું અનુસરણ થાય તો તે મુક્તિ અપાવે. વ્યવહારના સાથ વિના ‘આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન છું' એવી વાતો માત્ર પોપટપાઠ છે." એ રીતે માત્ર વાતો કરનારની સ્થિતિ હોટલના વેઈટર (પિરસણિયા) જેવી છે. કોઈ અદ્યતન ઢબની હોટલમાં યોજાયેલ પાર્ટીમાં કડક ઇસ્ત્રીબંધ, ઊજળાં દૂધ જેવાં વસ્ત્રોમાં સજજ ‘વેઈટરો’ દૂધપાક પીરસી રહ્યા હોય કે મધુર સોડમવાળી વિવિધ વાનગીઓની રકાબીઓ (dishes) લઈ દોડાદોડ કરતા હોય, તે જાઈ અબૂઝ ભિખારીને એમની સ્થિતિ સ્પૃહણીય-ઇચ્છવા યોગ્ય-લાગે, પણ એમનાં અંતરમાં ડોકિયું કરી શકનાર, પાર્ટીમાં દૂધપાકનો આસ્વાદ માણતાં સદાયી ૨૪. જેહ અહંકાર-મમકારનું બંધન, શુદ્ધ નય તે દહે દહન જિમ ઇધન; શુદ્ધ નય દીપિકા મુક્તિમારગ ભણી. શુદ્ધ નય આથી છે સાધુને આપણી. – ઉપાધ્યાય યશોવિજયજી, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, ઢાળ ૧૬, ગાથા ૧૦. ૨૫. (i) નો સ્ત્ર મન થિર હોત ન છીન, નિમ ઉપર જે પાન ; વેઢ મળ્યો પણ શ૮ (પૂર્વ), પોથ થોથી ના રે. घट में प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान. - યોગીશ્વર ચિદાનંદજી. (i) અવયવ સવિ સુંદર હોયે દેહેં, નાકે દીસે ચાઠો; ગ્રંથજ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક જિત્યો મુખપાઠો રે. ઉપાધ્યાય યશોવિજયજી. Page #182 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૯ મહેમાનોને તો તેમની (વેઈટરની) સ્થિતિ દયામણી જ લાગે : બિચારા મણબંધ દૂધપાકની હેરફેર કરતા હોય, પણ એમને પોતાને તો એ દૂધપાકનો સ્વાદ નસીબમાં જ નહિ! જ્ઞાનીની નજરે એવી જ કરુણ સ્થિતિ છે શુષ્ક જ્ઞાનીની. ૨૬ નિજના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપના ભાન રહિત કે એ ભાન જાગૃત રાખવાના લક્ષનિરપેક્ષ વ્યવહાર અને, જ્ઞાયક ભાવની માત્ર વાતો કરતા રહી ત્યાં સુધી પહોંચાડનાર વ્યવહારની અવગણના (અવગણના-કારણવશાત્ અપાલનની અહીં વાત નથી) કરતું શુષ્ક જ્ઞાન-એ બેમાંનું કોઈ મુક્તિસાધક બની શકતું નથી. આપણી સમગ્ર સાધના દેહ અને મનથી પર થવા માટે છે; નિશ્ચય અને વ્યવહાર અર્થાત્ જ્ઞાન અને ક્રિયાનો સંયુક્ત પ્રયોગ થાય તો એ કામ પાર પડે. જ્ઞાનને જીવનમાં વણી લેવાની પ્રક્રિયા તે જ વ્યવહાર. વ્યવહારના સાથ વિનાનું શુષ્ક જ્ઞાન પ્રમાદ અને અભિમાનને પગ પહોળા કરવા દઈ મુમુક્ષુને સાધનાશૂન્ય બનાવી દે છે. જ્ઞાન માત્ર વાણીમાં જ નહિ, સમગ્ર જીવનમાં અભિવ્યક્ત થવું જોઈએ. નમ્રતા, નિર્દેભતા, અદ્રેષ, અદૈન્ય આર્જવ, અહિંસા, પ્રેમ, ક્ષમા, કરુણા, નિરીહતા વગેરે જ્ઞાનની સાથે પડછાયાની જેમ આવે જ. આનાથી ઊલટું જીવનવહેણ એ હ્દયમાં પ્રવર્તતા અજ્ઞાનના સામ્રાજ્યનું પ્રતીક છે. જેના વડે જગતના પ્રાણીસમૂહ પ્રત્યે આત્મતુલ્ય વર્તાવ અને જડ જગત પ્રત્યે વિરક્ત ભાવનું ધારણ-પોષણ થાય, પરમાત્મા સાથે પોતાનું અનુસંધાન વધે તથા દેહાત્મબુદ્ધિ મોળી પડે એવાં ક્રિયાકાંડ કે પ્રવૃત્તિનો અનાદર એ શુષ્ક જ્ઞાનનું લક્ષણ છે. અસત્ પ્રવૃત્તિથી નિવૃત્ત થવાના લક્ષ્ય વિનાની માત્ર નિજ શુદ્ધ સ્વરૂપની વાતો મુક્તિ અપાવી શકતી નથી, તેમ પરમાત્મસ્વરૂપ કે નિજ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષ્ય વિનાની એકલી શુભ પ્રવૃત્તિ પણ-પડિલેહણાદિ સંયમયોગો સુધ્ધાં–મુક્તિસાધનામાં વિફળ રહે છે. આ તથ્ય પ્રત્યે મુમુક્ષુને જાગૃત ૨૬. રસમાનનમેં રત દ્રવ્ય નિત, નહિ તમ રસ હિન્નાન; तिम श्रुतपाठी पंडितकुं पण, प्रवचन कहत अज्ञान रे. घट में प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान. – યોગીશ્વર ચિદાનંદજી. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આત્મજ્ઞાન અને સાધનાપથ કરવા એક મર્મવેધી કટાક્ષ કરતાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે – કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરાં; મૂઢ એ દોય, તરસ ભેદ જાણે નહીં; જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. માર્ગ ઉપર ગતિ કરવા માટે જમણા અને ડાબા પગને આપણે સમાન મહત્ત્વ આપીએ છીએ, તેમ મોક્ષમાર્ગે નિશ્ચય અને વ્યવહારને સમાન મહત્ત્વ છે. ડાબો કે જમણો એ બેમાંથી કોઈ પ્રત્યે પક્ષપાત રાખ્યા વિના, માર્ગ ઉપર એક પગ બરાબર ટેકવીને બીજા પગને ઊંચો કરી આગળ મૂકીએ છીએ. એક વખત જમણા પગને જમીન પર ટેકવીને ડાબાને ઊંચો કરી આગળ મૂકીએ છીએ તો એ પછીનું પગલું માંડવા ડાબા પગને જમીન ઉપર ટેકવીને જમણાને આગળ લઈ જવો પડે છે, તે જ રીતે મુક્તિપ્રમાણમાં વ્યવહારનો આધાર લઈને નિશ્ચય ગતિ કરી શકે છે, અને વ્યવહારની ગતિને પ્રગતિમાં ફેરવવા નિશ્ચયનો ટેકો લેવો પડે છે. એક પગે કદાચ થોડી વાર ઊભા રહી શકાશે, પણ પ્રગતિ માટે તો બંને કદમ માંડવાં પડશે. કિયા' કે “વ્યવહારનું હાર્દ નિશ્ચય નવિ પામી શકે છે, પાલે નવિ વ્યવહાર; પુણ્ય રહિત જે એહવા જી, તેહને કવણ આધાર? હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએ જી, જિહાં બહુ ક્રિયાબાપ.“ વ્યવહારનું મહત્ત્વ દર્શાવતાં જ્ઞાનીઓનાં આવાં વેણ સાંભળીને વ્યવહારના પક્ષકારને હરખ થવો સ્વાભાવિક છે; કિંતુ, સાધનામાં ક્રિયાનું મહત્ત્વ બતાવતાં આ વચનોમાં જે ક્રિયા'નું સૂચન છે તે ‘કિયા' કઈ? એ વિશે પણ સાધકના ચિત્તમાં સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. ૨૭. ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧૬, ગાથા ૨૪. ૨૮. ઉપાધ્યાય યશોવિજયજી, સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૫, ગાથા ૫૮-૫૯. Page #184 -------------------------------------------------------------------------- ________________ સમત્વ: સાધનાનો રાજપથ ૧૪૧ – ‘વ્યવહારની વ્યાપક વ્યાખ્યા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું એ આપણું લક્ષ્ય છે. એ લક્ષ્યની સિદ્ધિ અર્થે સુવિચારિત અને સુનિશ્ચિત એવા વિવિધ ઉપાયોને પોતાની વિકાસભૂમિકા મુજબ યથાશક્તિ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન-practiceતે વ્યવહાર, આચાર કે ક્રિયા. જરા વિસ્તારથી અને વ્યાપક અર્થમાં કહીએ તો, ૧. પરમાત્મા પ્રત્યે પ્રેમ ભક્તિ, ૨. જીવજગત પ્રત્યે આત્મીયતાભરી સહાનુભૂતિ, ૩. ભૌતિક જગત પ્રત્યે વિરક્તિ, ૪. દેહ-મનના ક્ષણિક પર્યાયોથી પર પોતાના અવિનાશી, શાશ્વત, સ્વરૂપનું અનુસંધાન આ કાર્ય જેનાથી સધાતું હોય કે વધુ દઢ થતું હોય તેવી વૃત્તિ-પ્રવૃત્તિ અને જીવનપદ્ધતિ એ મોક્ષમાર્ગનો વ્યવહાર છે; નહિ કે માત્ર અમુક મતપંથનિર્દિષ્ટ કર્મકાંડ જ. જે અનુષ્ઠાનથી, વિચાર-વર્તનથી અને જીવનપદ્ધતિથી ઉપર્યુક્ત ભાવોનું પોષણ થતું હોય તે બધું મોક્ષમાર્ગના “વ્યવહારનું અંગભૂત બને. એવું નથી કે મુક્તિ અમુક મત-પંથે બતાવેલ ક્રિયાકાંડને જ વરેલી છે. ભિન્ન ભિન્ન મત-પંથોના બાહ્ય આચાર અને ક્રિયાકાંડનું માળખું ભલે જુદું હોય પણ, તેમાં ઉપર્યુક્ત સમાન આંતરતત્ત્વ જેટલા અંશે હોય અને એનાથી વિરુદ્ધના વિચાર-વર્તનથી જેટલું દૂર રહેવાતું હોય, તેટલા અંશે, તે અનુષ્ઠાનો મુક્તિસાધનામાં સહયોગી બની શકે છે. – મુક્તિનો ઇજારો, ન કોઈ મત-પંથનો કે ન કોઈ કર્મકાંડનો અમુક મત-પંથના ક્રિયાકાંડને અનુસરનારનો જ મોક્ષ થાય એવું માનનાર સમક્ષ એક નવી ગૂંચ ઊભી થશે. કોઈ એક જ ધર્મ-મતના અનુયાયીઓ પણ તે ધર્મ-મતના અનેક પેટાભેદોમાં વહેંચાયેલા હોય છે, અને તે દરેકના ક્રિયાકાંડ અમુક બાબતોમાં એકબીજાથી જુદા પડતા હોય છે, તેથી એક વિવાદ ઊભો થાય છે કે તે એક જ ધર્મ કે એક જ મતના Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ પણ કયા સંપ્રદાયને અનુસરે તો મુક્તિ મળે? આ ગૂંચનો ઉકેલ સૂચવતાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્પષ્ટ ભાષામાં અભિપ્રાય ઉચ્ચાર્યો છે કે બાહ્ય લિંગ-વેપ-અનુષ્ઠાન જુદાં હોય, એટલું જ નહિ, સમૂળગા મત-પંથ પણ ભલે જુદા હોય, પણ જેમનો આંતરિક ભાવ વિશુદ્ધ હોય-રાગદ્વેષમોહ-અવિદ્યા રહિત હોય-તે સૌ મોક્ષના અધિકારી છે : આ વાત કદાગ્રહ મૂકીને શાણા માણસે વિચારવી ઘટે.” ૨૯ આ વિવેકના પ્રકાશમાં મધ્યસ્થ અને તત્ત્વગ્રાહી બુદ્ધિને એ સ્પષ્ટ દેખાઈ જાય છે કે “અમુક જ અનુષ્ઠાન અને તે પણ અમુક જ રીતે કે અમુક જ દિવસે થાય તો જ મુક્તિ મળે, અન્યથા નહિ”—એવો આગ્રહ મુકિતમાર્ગમાં અસ્થાને છે. વીતરાગની આજ્ઞા પ્રત્યેની નિષ્ઠાની નહિ પણ વ્યકિતના પોતાના અહં-મમની જ એ નીપજ હોય છે. એ આગ્રહમાં વ્યક્તિના ધર્મપ્રેમ કે આત્મવિકાસ કરતાં, તેની મતાંધતા-અજ્ઞાન અને દષ્ટિરાગ–જ વધુ છતાં થાય છે. ભાવવિશુદ્ધિનો પ્રકર્ષ થતાં ગૃહસ્થવાસમાં કે અન્ય લિંગમાં પણ કૈવલ્ય અને મુક્તિની વાત જૈન દર્શન માન્ય રાખે છે. તો કોઈ નિશ્ચિત અનુષ્ઠાન અમુક નિશ્ચિત દિવસે થાય તો જ મુક્તિ મળે એ વાત તો ત્યાં ટકે જ શી રીતે? “બાહ્ય અનુષ્ઠાન જુદાં હોય, જુદે દિવસે કે જુદી રીતે થતાં હોય કે પ્રમાણમાં અલ્પ હોય તો આંતર શુદ્ધિ થઈ જ ન શકે’ એ વાત જૈન દર્શનને માન્ય નથી. મહત્ત્વ આંતર વિશુદ્ધિનું અને તેને સહાયક અનુષ્ઠાનો તથા જીવનચર્યાનું છે, તે વિનાના બાહ્ય ક્રિયાકલાપની પૂર્ણતાનું નહિ. – ધર્મના આંતર-બાહ્ય અંશનો વિવેક સાધનાના બે અંશ છે : એક આંતરિક અને બીજો બાહ્ય. ભાવવિશુદ્ધિ ૨૯. (i) માવજત તો મોક્ષો, મિસ્ટિોપ ધ્રુવ / कदाग्रहं विमुच्यैतद्, भावनीयं मनस्विना॥ – અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૮૮. (ii) લિંગ વેષ કિરિયા ; સબ હિ, દેખે લોક તમાસી હો; ચિમૂરતિ ચેતનગુન ચિનો, સાચો સોઉ સંન્યાસી હો. – ઉપા. યશોવિજયજી, ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પદ ૩૯, પૃષ્ઠ ૧૭૫. Page #186 -------------------------------------------------------------------------- ________________ સમત્વ: સાધનાનો રાજપથ ૧૪૩ અંતરની સ્થિતિ છે; તે છે ક્ષમા, સરળતા, નમ્રતા, નિરીહતા, સમભાવ વગેરે ગુણોરૂપે વ્યક્ત થતી મન:શુદ્ધિ. એની પ્રાપ્તિ અર્થે જ બહારનો વ્યવહારવિધિ-નિષેધ, વ્રત, નિયમ, સત્સંગ, સ્વાધ્યાય, અનુષ્ઠાનાદિ-ઉપદેશાયો છે. એ વ્યવહારનું બાહ્ય માળખું કેવું ઘડાય તેનો આધાર છે સાધકની આંતર-બાહ્ય પરિસ્થિતિ. તેથી સાધકોને પ્રાપ્ત ભિન્ન ભિન્ન દેશ-કાળ-સંયોગો અનુસાર તેમની સાધનાનો બાહ્ય દેહ જુદો પડવાનો. દેશ-કાળ-સંયોગ બદલાતાં રહે છે તેમ, વ્યક્તિની આત્મવિકાસની ભૂમિકા પણ બદલાતી જતી હોય છે. તેથી વ્યવહારમાર્ગનાં સાધનોનું બાહ્ય માળખું સદા સૌને માટે એકસરખું ન રહી શકે. માટે, મતાગ્રહીઓના પ્રચારથી દોરવાઈ જઈ, પોતાથી ભિન્ન ક્રિયાકાંડને અનુસરનારા મુમુક્ષુઓ પ્રત્યે અસહિષષ્ણુતા, દ્વેષ, ધૃણા કે મત્સરના કળણમાં આત્માર્થીએ કદી ફસાવું ન જોઈએ. તેમજ તેમના પરસ્પર વિરોધી દાવાઓ સાંભળીને પોતે કઈ સાધના-પ્રક્રિયા અપનાવવી એ મૂંઝવણમાં પણ તેણે અટવાવું ન જોઈએ. જેનાથી પૂર્વોક્ત ગુણોની પુષ્ટિ થતી પોતે અનુભવી શકતો હોય તે તે અનુષ્ઠાન અને જીવનચર્યાનું અનુસરણ નિષ્ઠાપૂર્વક કરતા રહી મુક્તિપંથે સ્થિર ડગ માંડતાં તેણે આગળ વધવું ઘટે. – સમસ્ત “ક્રિયા'નું લક્ષ્ય શું? સઘળી બાહ્ય ચર્ચાનું લક્ષ્ય સમત્વનો વિકાસ, બાનમાં પ્રવૃત્તિ અને પ્રગતિ દ્વારા આત્મદર્શન અને અંતે સ્વરૂપરમણતા છે. આત્મદર્શન અર્થે ધ્યાન આવશ્યક છે. અને ધ્યાનની પૂર્વતૈયારીરૂપે બાકીનું બધું–વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે–છે. શ્રી સિદ્ધગિણિ મહારાજે ‘ઉપમિતિભવપ્રપંચાકથા'માં ધ્યાનયોગને દ્વાદશાંગીનો (અર્થાત્ સમસ્ત શાસ્ત્રોનો) સાર કહ્યો છે. અને ક્રિયાકાંડ તથા વિધિ-નિષેધના પ્રયોજન વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, શ્રાવકના અને સાધુના જે કુલ ગુણો અને ઉત્તર ગુણો છે તે, તથા જે કાંઈ બાહ્ય ક્રિયા છે તે ધ્યાનયોગની સિદ્ધિ અર્થે કર્તવ્ય છે.”" ૩૦. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૧૩ (જુઓ પ્રકરણ પહેલું, પાદનોંધ ૧૪.) ૩૧. ઉપમિતિભવપ્રપંચાકથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૫-૭૨૬. (જુઓ પ્રકરણ પહેલું પાદનોંધ ૧૮). Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આત્મજ્ઞાન અને સાધનાપ પ્રારંભિક કક્ષામાં નીતિમય જીવન તથા દાનાદિનો અભ્યાસ અને, પછીથી એની સાથે ઉમેરાતાં વ્રત-નિયમ અને ધાર્મિક-અનુષ્ઠાનો વ્યક્તિના જીવનમાંથી વિચાર-વર્તનની સ્થૂલ અશુદ્ધિઓને દૂર કરીને ક્રમશ: સ્વાર્થવૃત્તિ, વાસનાઓ અને વિકારોને ક્ષીણ કરી તેના ચિત્તને નિર્મળ, શાંત અને ધર્મધ્યાનને યોગ્ય બનાવવા અર્થે છે. ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિ-નિષેધ પાછળ રહેલ આ હેતુ – ધ્યાન સુલભ બને એવી મનોભૂમિકા ઘડાય એ – ખ્યાલમાં રહે તો ક્રિયાનું હાર્દ હાથમાં આવે. – ‘ક્રિયા’નું વ્યાપક ફલક ધ્યાન પણ ‘ક્રિયા’નું જ એક અંગ છે, એ સૂક્ષ્મ ક્રિયા છે. ‘ક્રિયા’ શબ્દથી પૂજા, પ્રતિક્રમણ અને પડિલેહણાદિનો જ બોધ આપણા ચિત્તમાં થતો હોય તો એ ખ્યાલ સુધારી લેવો ઘટે. આત્મનિષ્ઠ સંતોનો સત્સંગ, સહવાસ, સેવા-શુશ્રુષા-વૈયાવચ્ચ, સાધર્મિક ભક્તિ, દયા-દાન, સ્વાધ્યાય, આત્મચિંતન, જપ, ધ્યાન ઇત્યાદિ પણ ‘ક્રિયા’નાં જ અંગો છે-અતિ અગત્યનાં અંગો છે. શાસ્ત્રકારોએ ‘ક્રિયા’માં ધ્યાનાભ્યાસ અને તત્ત્વચિંતનનો સમાવેશ કર્યો છે એટલું જ નહિ, તત્ત્વચિંતન-નિરપેક્ષ બાહ્ય ક્રિયાને નિ:સાર કહી છે. ક્રિયા અને જ્ઞાન-વ્યવહાર અને નિશ્ચય-નો સંબંધ દર્શાવતાં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે ૩૨ ક્રિયા યોગઅભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાનઅબંધ; દોનું કું જ્ઞાની ભજે, એક મતિ મતિ અંધ 33 ૩૨. (i) બહુવિધ ક્રિયાકલેશસું રે, શિવપદ ન લહે કોય; જ્ઞાનકલા પરગાસ સો રે, સહજ મોક્ષપદ હોય. ચેતન! મોહ કો સંગ નિવારો, ગ્યાન સુધારસ ધારો. ઉપા. યશોવિજયજી કૃત પદ ૧૩, ગાથા ૭. યોગ, અંતર ક્રિયા દ્રવ્ય-અનુયોગ; બાહ્ય હીન પણ જ્ઞાન વિશાળ, ભલો કહ્યો મુનિ ઉપદેશમાળ. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ગાથા ૫. (ii) બાહ્ય ક્રિયા છે બાહિર સરખાવો : અધ્યાત્મસાર, વૈરાગ્યભેદાધિકાર, શ્લોક ૧૮; સમ્મતિ તર્ક કાંડ ૩, ગાથા ૬૭. ૩૩. સમાધિશતક, દુહો ૯૩. ― Page #188 -------------------------------------------------------------------------- ________________ સમત્વ : સાધનાનો રાજપથ, ૧૪૫ માટે મુમુક્ષુએ યમ-નિયમ અને અનુષ્કાનાદિ બાહ્ય ઉપાસનામાં જ અટકી ન જતાં, ક્રિયામાં સમાવિષ્ટ ધ્યાનાદિ અંતરંગ યોગસાધનનો પણ આદર કરવો ઘટે કે જેથી જ્ઞાન-અપરોક્ષાનુભવજન્ય આત્મજ્ઞાન-ની ઉપલબ્ધિ શક્ય બને. Page #189 -------------------------------------------------------------------------- ________________ Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ યુગની માગ આપણું કર્તવ્ય આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવના સ્વરૂપ મનની વાત'માં, તે અરસામાં, ભગવાન મહાવીર પ્રભુના ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણકની વ્યાપક અને રાષ્ટ્રીય ધોરણે ઉજવણી કરવા અંગે શ્રીસંઘમાં પ્રવર્તમાન પરસ્પર ટકરાતા વિચારપ્રવાહોના સંદર્ભમાં, લેખકનું મનોમંથન રજૂ થયેલું. ઉજવણીનો એ પ્રસંગ પસાર થઈ ગયો હોવાથી, તવિષયક સમીક્ષા ત્રીજી આવૃત્તિમાં અપ્રસ્તુત જણાતાં, “મનની વાત'માંથી મેં તે પડતી મૂકેલી. કિંતુ અન્યત્રથી મને એવા નિર્દેશો મળ્યા કે “એક વિવાદગ્રસ્ત બાબત અંગે એ સમીક્ષામાં જે સ્વસ્થ, તટસ્થ અને નીડર નિરૂપણ થયેલું છે, તેનું ઐતિહાસિક મૂલ્ય તેના પ્રાસંગિક મૂલ્ય કરતાં અનેકગણું છે. વળી, આપણી શ્રમણ સંસ્થાનું લક્ષ આજે સાધના કરતાં ‘શાસનપ્રભાવના' પર જે રીતે કેન્દ્રિત થઈ રહ્યું છે તે સંદર્ભમાં પણ એ સમીક્ષામાં જે વિશ્લેષણ અને રચનાત્મક સૂચનો છે તે આજે પણ એટલાં જ પ્રસ્તુત અને ઉપયોગી છે. એટલે એ લખાણ કમી કરવામાં આવે તે ઇષ્ટ નથી.” ફેરવિચાર કરતાં મને પણ લાગ્યું કે એ સમીક્ષા આ પ્રકરણના અંતિમ મુદ્દાની વિચારણામાંયે પૂરક થઈ શકે એમ છે. આથી, તે અત્રે પરિશિષ્ટરૂપે વાચકો સમક્ષ મૂકી રહ્યો છું. – લેખક ‘વીરનિર્વાણ પછી અઢી હજાર વર્ષે શ્રી જિનશાસનનો પુન: અભ્યદય થશે' એવી માન્યતા સૈકાઓથી જૈન સંઘમાં પ્રવર્તે છે. એ સૂચિત સમયમર્યાદા આ વર્ષે પૂરી થાય છે. એટલે હવે, શ્રી જિનશાસનની જાહોજલાલી આપણી નજરે નિરખવાની અને તેમાં ક્યાંક નિમિત્તભૂત બનવાની પણ આશા આપણે રાખી શકીએ. શ્રી જિનશાસનના અભ્યદયમાં કોઈક રીતે ક્યાંક નિમિત્ત બની શકીએ એથી ડું શું હોય? પણ એ માટે પ્રથમ તો, આપણે એ સમજવું આવશ્યક છે કે શ્રી જિનશાસન એટલે શું? અને તેનો અભ્યદય એટલે શું? શાસનનો અર્થ છે આજ્ઞા. વિશ્વકલ્યાણ અર્થે પરમ કારુણિક શ્રી જિનેશ્વરદેવે ચીંધેલ અહિંસા, પ્રેમ, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ કરુણા, અપરિગ્રહવૃત્તિ અને અનેકાંતદષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ અને જ્ઞાનદૃષ્ટિથી રસાયેલ ત્યાગ, તપ, ધ્યાન અને કાયોત્સર્ગમય અંતર્મુખ સાધના : આ છે પારમાર્થિક શ્રી જિનશાસન; અને આ સગુણો, જીવનમૂલ્યો અને સાધનાની સામાજિક તેમજ વ્યક્તિગત જીવનમાં વિશ્વવ્યાપક પ્રતિષ્ઠા – રુચિ, આદર-સત્કાર, સ્વીકાર અને આચરણ – એ છે શ્રી જિનશાસનનો અભુદય. રૂચિ, આદર-સત્કાર, સ્વીકાર અને આચરણ – આ ક્રમ છે ધર્મપ્રાપ્તિનો. આથી, ભગવાનના નિર્વાણ-કલ્યાણકની પચીસ શતાબ્દીની પૂર્ણાહુતિનો આગામી મહોત્સવ એ ભગવાન મહાવીરના અનુયાયીઓ માટે જ માત્ર નહિ પણ આધ્યાત્મિકતા પ્રત્યે કંઇક પણ રૂચિ ધરાવતી હરેક વ્યક્તિ માટે પણ, પોતાની એ ઊર્મિ વ્યક્ત કરવાનો, એક મહત્ત્વનો અવસર બની રહે એ સ્વાભાવિક છે. એટલે પ્રભુ વીરને, તેમણે ઉપદેશેલ તત્ત્વજ્ઞાનને અને તેમણે ચીંધેલ સાધનામાર્ગને આસ્થા અને આદરથી જોનાર વ્યક્તિઓ પોતપોતાની સમજ-સૂઝ અને સાધનશક્તિ અનુસાર પોતાના એ અહોભાવને આ અવસરે વ્યક્ત કરીને, ભગવાન મહાવીરદેવને પોતાની શ્રદ્ધાંજલિ સમર્પવા ઉત્સુક જણાય છે. સાહિત્યકારો પ્રભુનું આંતર-બાહ્ય વ્યક્તિત્વ, સાધના, ઉપદેશ, તત્ત્વજ્ઞાન અને તેમણે પ્રવર્તાવેલ ધર્મતીર્થનો જૈનસંઘનો જગતને કંઈક પરિચય મળે એ માટે ગદ્ય-પદ્ય રચનાના-લેખો, કાવ્યો, ગ્રંથો આદિના-લેખન-પ્રકાશનની તૈયારીમાં ગૂંથાયા છે; ચિત્રકારોએ પોતાની પીંછીથી ભગવાનનું જીવન તાદશ કરવાનો પ્રયાસ કર્યો છે; તત્ત્વચિંતકો ભગવાનના ઉપદેશનું રહસ્ય-વીરપ્રભુએ પ્રરૂપેલ તત્ત્વજ્ઞાનનું હાર્દ અને સાધનાનો મર્મ – ફુટ કરતાં પોતાનાં ચિતનો વિશ્વ સમક્ષ મૂકીને કૃતજ્ઞતા વ્યક્ત કરશે; વક્તાઓ-ઉપદેશકો પોતાની વાકછટાથી વધુમાં વધુ જનસમૂહ સુધી પ્રભુનો સંદેશો પહોંચાડવા આતુર છે; સામાજિક કાર્યકરો સમાજનું દુ:ખ હળવું થાય એવી પ્રવૃત્તિઓને વેગવાન બનાવી પ્રભુની કરુણાનેઅનુકંપાને અંજલિ આપવા ઉત્સુક છે; શિક્ષણકારો અનેકાંતષ્ટિ, અહિંસા અને અપરિગ્રહવૃત્તિના આદર્શોની વાત સમાજ આગળ મૂકીને ભગવાનની જીવનદૃષ્ટિ પ્રત્યેની પોતાની મમતા વ્યક્ત કરશે. આમ, સૌ પોતપોતાની રીતે ભગવાન પ્રત્યેના પોતાના આદર અને સ્નેહ વ્યક્ત કરવા ઉત્સુક જણાય છે. ભગવાને ચીંધેલ અહિંસાદિ પ્રત્યે આદર હોવાનાં કોઈ એંધાણ જેની વર્તમાન રાજનીતિમાં જોવા મળતાં નથી તે ભારત સરકારે પણ “ભારતભૂમિના એ પનોતા પુત્રને અંજલિ અર્પવાની યોજનાઓ ઘડી છે; ત્યારે સંયમમાર્ગનો સ્વીકાર કરીને, પ્રભુએ ચીંધેલ આત્મસાધનાને જ જેણે જીવન સમપ્યું છે, તે ત્યાગીવર્ગ ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિને કઈ રીતે વાચા આપે? Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય ૧૪૯ શું ઉપદેશદાન-સમજવું અને સમજાવવું- એટલી જ એની જવાબદારી છે? સાધનાને વરેલું એનું જીવન છે; સાધના જ એનું જીવન છે. આ અવસરે એને કંઈક વિશેષ સાધના કરવાનો ઉમળકો જાગવાનો. ‘જગતને સુધારવાનો કોઈ પ્રયાસ ન કરતાં, પહેલાં સાડાબાર વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં, ધ્યાન અને કાયોત્સર્ગની સાધના દ્વારા પોતાની જાતને પૂર્ણ શુદ્ધ કરવાના પ્રયાસમાં ડૂબી જનાર એ મહાસાધકને-મોક્ષમાર્ગના એ સારથિને-સાધના દ્વારા જ યોગ્ય અંજલિ આપી શકાય’–એવો ભાવ સંસારત્યાગી સાધકોના અંતરમાં ઊઠે એ સહજ પણ છે. આ ટાંકણે આ પૃષ્ઠો સાધના અંગે અંગુલિનિર્દેશરૂપ બની શકે ખરાં? સાડાબાર વર્ષની સાધનામાં ભગવાને શું કર્યું? દિવસો, પખવાડિયાં અને કેટલીક વાર તો લાગલગટ મહિનાઓ સુધી આહારનો ત્યાગ કરી ભગવાને બાકીના સમયમાં કર્યું શું? ભગવાનની સાધના માત્ર ત્યાગ, તિતિક્ષા અને ઉપવાસમાં સીમિત નહોતી રહી. જ્ઞાનથી રસાયેલ ત્યાગ, તિતિક્ષા, ઉપવાસ ઉપરાંત એકાંત, મન, ધ્યાન અને કાઉસગ્ન-કાયોત્સર્ગ ભગવાનની સાધનાનાં મુખ્ય અંગો હતાં. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ–ત્યાગ; અર્થાત્ ધ્યાનાદિ દ્વારા દેહાત્મભાવથી પર જવું/દેહાત્મભાવથી પર રહેવું એ ભગવાનની સાધનાનું કેન્દ્ર હતું. એટલે સાધના દ્વારા ભગવાન મહાવીરદેવને અંજલિ આપવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વિશ્વવત્સલ ભગવાન મહાવીરદેવે સ્વયં આચરેલી અને શ્રમણ સંઘમાં પ્રવર્તાવેલી એ સાધનાને સંઘમાં પુન: પ્રચલિત કરવાનો કંઈક પ્રયાસ કરવો. સાડાબાર વર્ષની ઉગ્ર સાધનામાં એ અપ્રમત્ત સાધકે કેટલો અને કયો બાહ્ય તપ કર્યો તેની વાત આપણે હોંશે હોંશે કરીએ છીએ, પણ દિવસો, ૫ખવાડિયાં અને મહિનાઓ સુધી આહારનો ત્યાગ કરીને, એ સમય દરમ્યાન ભગવાને અપ્રમત્તભાવે અંતરમાં જે ડૂબકી લગાવી તેની વાત આપણે કરતા નથી–કોઈ વાર કદાચ કરીએ તોપણ શૂન્યમનસ્કપણે. એટલે ભગવાને ઘોર ઉપસર્ગો સહન કર્યા એની વાતો કરીએ ત્યારે પણ ભગવાનની પ્રબળ ઇચ્છાશક્તિ કે સહનશક્તિ જ આપણી આંખ સામે તરવરે છે, એમની ઊંડી અંતર્મુખતા–આત્મલીનતા નહિ પરંતુ હકીકત એ છે કે પરીષહ, ઉપસર્નાદિ બાહ્ય વિષમ પરિસ્થિતિઓ, ઊડી અંતર્મુખતા કે આત્મલીનવત્તિના બળે, સહજ રીતે, સમભાવે પાર કરી શકાય છે. આપણ સૌનો અનુભવ છે કે આપણે કોઈની સાથે રસમય વાતચીતમાં તલ્લીન હોઈએ છીએ ત્યારે આજુબાજુ ચાલી રહેલ અન્ય પ્રવૃત્તિ કે વાતચીત પ્રત્યે આપણે સાવ બધિર બની જઈએ છીએ. આપણા માથા ઉપર ટીંગાતા ઘડિયાળના ટકોરા પણ આપણને તે સમયે સંભળાતા નથી! એ જ રીતે, શરીરમાં Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આત્મજ્ઞાન અને સાધનાપથ કંઈ પીડા હોય તે પણ, આવી કોઈ રસમય પ્રવૃત્તિમાં આપણે પરોવાઈએ છીએ ત્યારે વિસારે પડી જાય છે એવું ઘણી વાર નથી બનતું? તેમ ધ્યાનાદિ અંતરંગ સાધનાના બળે જયારે ચિત્ત આત્મામાં લીન થાય છે ત્યારે બહાર શરીરને શું થઈ રહ્યું છે એનો બોધ આત્મલીન સાધકને હોતો નથી. આ રીતે જ પૂર્વ મહાપુરુષોએ સમભાવે ઉપસર્ગો પાર કર્યા છે (- જુઓ અધ્યાત્મસાર, સમતાધિકાર, શ્લોક ૯-૧૦). ભગવાને દારુણ ઉપસર્ગો સમભાવે પાર કર્યા એની પાછળ પણ, ધ્યાનાદિ અંતરંગ સાધના વડે એમને પ્રાપ્ત થયેલ સમત્વ અને અંતર્મુખતાનો મુખ્ય ફાળો હતો – એ વાત જે ઉપદેશકોના ધ્યાન બહાર રહેતી હોય તો શ્રોતાજનો સુધી તો એ પહોચે જ શી રીતે? આના ફળસ્વરૂપે, સામાન્ય જનસમૂહનું અને આરાધક વર્ગના પણ મોટાભાગનું લક્ષ માત્ર બાહ્ય તપ, ત્યાગ અને તિતિક્ષા ઉપર જ કેન્દ્રિત રહે છે, એના અંતરમાં ભગવાનની જેમ ઉગ્ર તપશ્ચર્યા અને પરીષહ-ઉપસર્ગ સહન કરવાના મનોરથો જાગે છે; કિંતુ, કેવળ સહનશક્તિ અને ઇચ્છાશક્તિના જોરે જ નહિ પણ ઊંડી અંતર્મુખતાના કારણે જ ઉપસર્ગો અને પરીષહોને સમભાવે પાર કરી જવાય છે એ તથથી અજાણ હોવાના કારણે, પરની ચિંતા મૂકી દઈ પ્રભુની જેમ ધ્યાનાદિ અંતરંગ સાધનામાં ડૂબકી લગાવવાના કોડ એને થતા નથી. પણ હવે, એ વાત પ્રત્યે એનું લક્ષ ખેઆ વિના ચાલશે નહિ. લુપ્તપ્રાય: બની ચૂકેલ ધ્યાન અને કાયોત્સર્ગની સાધનાનો પુનરુદ્ધાર કરવા આજે પ્રાયોગિક ધોરણે એ અંગે સંશોધન થાય, એ આવશ્યક છે. હાલ મને એક વિચાર આવે છે કે ભગવાને સાડાબાર વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં વસી, ધ્યાન અને કાઉસગ્ગની સાધના કરી છે તેમ આપણા ત્યાગી વર્ગમાંથી પચીસ-પચાસ પ્રબુદ્ધ વ્યક્તિઓ (- મૂર્તિપૂજક શ્રમણ સંઘનો માત્ર એક ટકો), આગામી પચીસસોમાં નિર્વાણકલ્યાણકની ઉજવણીના વર્ષમાં, કોઈક ઠેકાણે એકાંત અને મનપૂર્વક ધ્યાનાભ્યાસ કરે એવું કંઈક આયોજન થવું ઘટે. સંઘમાંની પોતાની અન્ય પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના કારણે જેઓ ધ્યાન-સાધનાના પ્રયોગ માટે આગામી આખું વર્ષ નિવૃત્તિ લઈ ન શકે એવા પ્રવૃત્તિશીલ મુનિઓ અને ધર્મનાયકો પણ, છેવટે, સાડાબાર અઠવાડિયાં–ભગવાનની સાડાબાર વર્ષની મૌન સાધનાના પ્રતીકરૂપે-ધ્યાનાભ્યાસના આ પ્રયોગ માટે ફાળવે. માત્ર શાસ્ત્રાધ્યયન, ચિંતન-મનન અને સાહિત્ય-સર્જન કે ઉપદેશથી ત્યાગીવર્ગે આજે સંતોષ માનવો પરવડે તેમ નથી; સાધનાને હવે પ્રાયોગિક રૂપ Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય / ૧૫૧ અપાવું જોઈએ. સાધનાનાં રહસ્ય પ્રયોગના અભાવે ઢંકાયા પડ્યાં છે, તેને બહાર લાવવા સાધનાના પ્રયોગો થવા જોઈએ-જેમ વૈજ્ઞાનિકો કરે છે તેમ. આપણને પ્રાપ્ત માહિતી અને તેના આધારે દેખાતી શકયતાઓને સામે રાખી પ્રયોગો થાય તો, ઇલેક્ટ્રિસિટી, રેડિયો, ટેલિવિઝન આદિ વૈજ્ઞાનિક શોધો અને આવિષ્કારોની જેમ, અધ્યાત્મમાર્ગનાં ઉપેક્ષિત તો પણ સમાજમાં શીધ્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે. આજના યુગમાં – અને વિશેષ કરીને નવી પેઢીને –ધર્મનું અને સંયમજીવનનું માહામ્ય માત્ર શાસ્ત્રવચનો ટાંકીને કે પારિભાષિક શબ્દોની શાસ્ત્રીય વ્યાખ્યાઓ આપીને નહિ ઠસાવી શકાય; શ્રમણોએ પોતાના જીવન દ્વારા એ પ્રતીતિ કરાવવી રહી. વ્યવહારની કસોટીએ ન ચડેલો ઉપદેશ વિજ્ઞાનની બોલબાલામાં ઉછરેલી યુવા પેઢીના માનસમાં શ્રદ્ધાનું નિર્માણ કરવામાં વિફળ રહે છે. આજની બુદ્ધિપ્રધાન યુવા પેઢીને ધર્મની રુચિ કે ભૂખ નથી એવું નથી. પણ ગોખેલો ઉપદેશ, અહં-મમપ્રેરિત ક્ષુલ્લક વાદવિવાદો અને ચિત્તશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિમાં ન પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડોમાં એને રસ રહ્યો નથી. એનાથી એના માનસનું સમાધાન નથી થતું, ત્યારે એ આધ્યાત્મિક શાંતિ માટેની પોતાની ભૂખ સંતોષવા અન્યત્ર ફાંફા મારે છે. તે જાતે ચિત્તશુદ્ધિનો અને સમતાનો અનુભવ કરી શકે એવી પ્રક્રિયા તે શોધે છે. તે એને આપણે આપીશું તો એની ઝંખના સંતોષાશે ને એ ધર્મમાર્ગ તરફ તે સ્વયં ખેંચાશે. આત્મતત્વનો સ્પર્શ કરાવી આપતી સાધનાપ્રક્રિયા પ્રયોગાત્મક રીતે એની સામે આપણે ધરીશું તો તે ઉત્સાહભેર એને અપનાવશે. એક વર્ષનો ચારિત્રપર્યાય થતાં મુનિ ઉચ્ચતમ–અનુત્તરદેવોના પ્રશમ સુખને પણ ટપી જાય છે', એવું શાસ્ત્રવચન સાંભળીને આજના બુદ્ધિજીવી માનસને સંતોષ થતો નથી; એની આગળ એ શાસ્ત્રવચનો રટયે રાખવાથી કોઈ અર્થ સરતો નથી. એ તો પ્રશ્ન કરશે : “આજે સ્થિતિ શી છે?” ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખનો કોઈ અનુપાત ratio વર્તમાન મુનિજીવન માટે આપી શકાય તેવું આજે રહ્યું નથી એની સખેદ નોધ લઈ ત્યાગીવર્ગે અને સંધનાયકોએ ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખની વૃદ્ધિ લાવનાર કયું તત્ત્વ વર્તમાન મુનિજીવનમાં ખૂટે છે, તે શોધી કાઢવા આત્મનિરીક્ષણ કરી, તે તત્વની પૂર્તિ કઈ રીતે કરી શકાય તે અંગે સંશોધન કરવાની આ ઘડી છે. મહાવીર નિર્વાણની પચીસમી શતાબ્દીની પૂર્ણાહુતિની ઉજવણીના અનુસંધાનમાં આ સંશોધનના શ્રીગણેશ થઈ જવા ઘટે; અને તે માટે, ધ્યાનાદિ અંતરંગ સાધનામાં રુચિ ધરાવતા ગૃહસ્થ અને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર આત્મજ્ઞાન અને સાધનાપથ ત્યાગી સાધકો એકત્ર મળી એકાંત સ્થાનમાં મહિનો-બે મહિના કે છ-બાર મહિના સાધનાનો પ્રયોગ કરી શકે એવાં કેન્દ્રો ઊભાં કરવાં જોઈએ. સમત્વ સાથે ધ્યાન અને કાયોત્સર્ગનો જે સંબંધ છે તે પ્રયોગ વડે પ્રસ્થાપિત થાય એ આજના યુગની માગ છે. સમભાવની વૃદ્ધિ થતી રહે એવી સામાયિકની કે કાઉસગ્ગની પ્રક્રિયા આજે આપણે બતાવી શકીશું તો આજનો અશાંતિગ્રસ્ત ત્રસ્ત માનવ એ સામાયિકધર્મને શરણે દોડ્યો આવશે; અને, એવા સામાયિકધર્મની આજીવન સાધનામાં રત સાધુસંસ્થા પ્રત્યે અને જૈન સાધના પ્રત્યે લોકલ્દયમાં અનેરો આદર જામશે– પછી ભલેને કોઈ એની વિરુદ્ધ ગમે તેવી વિકૃત રજૂઆત કા ન કરે. આજે આપણા કેટલાક ત્યાગીઓ અને આરાધકો ચિંતિત છે કે, “પચીસસોમાં નિર્વાણ-કલ્યાણકની ઉજવણી નિમિત્તે આવતા વર્ષે થનાર કાર્યક્રમોના અનુસંધાનમાં અનધિકૃત કલમો અને જવાનો ભગવાન મહાવીરના જીવનવૃત્તાંતને અને ઉપદેશને વિકૃત કરી નાખશે અને તેના પરિણામે જૈન શાસનનું અસ્તિત્વ ભયમાં મુકાઈ જવાનું!” આ વાત સાંભળતાં, મારા સ્મૃતિપટ પર વીજળીના દીવાની તવારીખનો એક પ્રસંગ ઝબકી જાય છે : એક રસૈકા પૂર્વે એડીસને વીજળીનો દીવો શોધો. ઇંગ્લેન્ડમાં એ સમયે ગૅસના દીવા પ્રચલિત હતા. વીજળીના દીવાની શોધના, અને ઘરોને અને રસ્તાઓને અજવાળવા માટે તેનો વ્યવહારુ ઉપયોગ શક્ય બન્યો હોવાના સમાચાર બ્રિટનના ગૅસઉદ્યોગમાં અને શેરબજારમાં એટલી મોટી ઊથલપાથલ મચાવી દીધી કે એનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો, બ્રિટિશ પાર્લમેન્ટ વીજળીના દીવાની શકયતા અંગે નિષ્ણાત વિજ્ઞાનીઓની એક સમિતિ નીમી. એ સમિતિએ બે મહિના પછી અહેવાલ આપ્યો કે વીજળીના દીવા થઈ શકે જ નહીં! આ બન્યું ઈ. સ. ૧૮૭૮માં. પણ એ પછી એક વર્ષની અંદર જ–સને ૧૮૭૯માં-એડીસને અમેરિકાના મેનલોપાર્ક નામના શહેરને વીજળીથી ઝળહળતું કર્યું. બ્રિટનના વૈજ્ઞાનિકો હજુ પણ કહી રહ્યા હતા કે બ્રિટનની સડકો પર વીજળીનો પ્રકાશ શક્ય જ નથી, કુદરતના નિયમોથી એ વિરુદ્ધ છે, જનરેટરમાંથી ઘર સુધી વીજળી પહોચે જ શી રીતે? વળી, વીજળીના ગોળા જોખમી છે, જનરેટર જે વીજળી ઉત્પન્ન કરે તેનું પ્રમાણ વધતાં ગોળાના તાર બળી જશે. કિંતુ, વીજળીના દીવાથી ઝળહળતું થયેલું, મેનલોપાર્ક શહેર ત્રણ હજાર માણસોને એડીસને દેખાડયું. બ્રિટનમાં શેરોના ભાવ ગગડવા લાગ્યા, અને ગૅરબજાર એક મહિના સુધી બંધ કરી દેવાં પડ્યાં! Page #196 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય ૧૫૩ તે સમયના નિષ્ણાત ગણાતા વૈજ્ઞાનિકોના આવા વિરુદ્ધ અભિપ્રાય પણ વીજળીના દીવાને સર્વમાન્ય બનતાં ન રોકી શકયા. આજે વીજળીનો દીવો જ માત્ર નહિ, પણ થોડા દાયકાઓ પૂર્વે જેની સંભાવના પણ હસી કાઢવામાં આવત એવા ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, ટેપરેકોર્ડર વગેરે અનેકાનેક આવિષ્કારો પ્રજાજીવનમાં વણાઈ ગયા છે. એની પાછળ કયું તત્ત્વ કામ કરી રહ્યું છે? વૈજ્ઞાનિકો પોતાની સામે આવેલ કોઈ નવી વાતને પ્રયોગશાળામાં પ્રયોગના આધારે ચકાસે છે; અને પછી એનો ઉપયોગ વ્યવહારમાં કરી દેખાડે છે. પરિણામે કેટલાંયે ઉપેક્ષિત કે અજ્ઞાત તો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પછી એના સામે વિરોધી પ્રચાર ટકી શકતો નથી. તેમ આપણે સાધનાને પ્રાયોગિક રૂપ આપી, એનું સારતત્ત્વ, વિજ્ઞાનની શૈલીએ, જગત સમક્ષ મૂકી શકીએ તો પરમાત્મા મહાવીરદેવ વિશે કે એમણે ચીંધેલી સાધનાપદ્ધતિ વિશે કોઈ શું કહે છે કે શું કહેશે એનો ભય સેવીને સદા ફફડતા રહેવાની જરૂર નહિ રહે. અનેક બાહ્ય આક્રમણો અને આઘાતો સામે ટક્કર ઝીલી જે સંસ્થાએ પચીસ સદીઓ હેમખેમ પસાર કરી પોતાના અસ્તિત્વ અને વૈશિષ્ટથને જાળવી રાખ્યું છે, તે શું અનધિકૃત વાણીના આવા એકાદ વાયરાથી ખેદાનમેદાન થઈ જશે? શું એનું અસ્તિત્વ કોઈકના સારા-માઠા અભિપ્રાય ઉપર જ અવલંબે છે કે એની પોતાની સારપ ઉપર? આજે આપણી સાધનામાં રહેતી ક્ષતિઓ અને જીવનવ્યવહારમાં પ્રવેશેલી અશુદ્ધિ દૂર કરી સાધનાને પ્રાયોગિક રૂપ આપી, એની સારપ જો આપણે પ્રકાશમાં લાવીશું તો એની વિરુદ્ધની ખોટી કે અધૂરી કોઈ રજૂઆત એને આધુનિક જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી રોકી શકશે નહિ. એટલે શાણો માર્ગ એ છે કે “બહારના આઘાતો અને આક્રમણો આવશે કે કોઈ ખોટી રજૂઆત કરશે, ને જૈન શાસન આથમી જશે' એવી ભીતિથી વ્યથિત રહેવા કરતાં, ભગવાને સ્વયં આચરેલી અને જૈન સંઘને બતાવેલી અંતર્મુખ સાધનાની પ્રક્રિયાને – જેનાથી સમત્વનો લાભ થતો પ્રત્યક્ષ અનુભવી શકાય એવી ‘સામાયિક’ની કે “કાઉસગ્ગ'ની સાધનાપ્રક્રિયાને – પ્રાયોગિક ધોરણે પ્રતિષ્ઠિત કરી, સંઘમાં તેને પુન: પ્રવાહિત કરવાના પ્રયાસમાં–સંશોધન અને સાધનાના પ્રયોગમાં–સમર્થ વ્યક્તિઓએ પોતાનાં સમયશક્તિ કેન્દ્રિત કરવાં. શાસનરક્ષા અને પ્રભાવનાની દૃષ્ટિએ પણ આ ઉત્તમ, શ્રેયસ્કર અને ફળદાયી માર્ગ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આત્મજ્ઞાન અને સાધનાપથ અહીં મેં જે અપેક્ષા વ્યક્ત કરી છે તે મુજબનો નિષ્ઠાપૂર્વકનો કોઈ સઘન પ્રયાસ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ઉજવણીના એ વર્ષમાં કે તે પછીયે આજ સુધીમાં થયો હોય એવું મારી જાણમાં નથી. અન્ય સંપ્રદાયોમાં કયાંક આવો પ્રયાસ થયો ખરો, પણ સત્યાન્વેષણનો માર્ગ ચાતરી જઈને, સાંપ્રદાયિક મમત્વ કે સ્વોત્કર્ષની વાસનાથી કુંઠિત થઈ, મુગ્ધજનોને પોતાના વાડામાં બાંધી રાખવાની કે નવા અનુયાયીઓ મેળવવાની મથામણરૂપ બની રહ્યો. પોતાને મહાવીર પ્રભુના અનુયાયી કહેવડાવતા આપણે ભગવાનના માર્ગે ખરેખર ચાલવા અંગે શું સાવ ઉદાસીન જ રહીશું? જુન ૧૯૯૮ – અ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્મૈર્યની કેડીઓ આપણા આત્મનિષ્ઠ પૂર્વજોએ શુદ્ધ સ્વરૂપના અનુસંધાનને અને ધ્યાનાભ્યાસને સર્વોત્કૃષ્ટ તપ ગણ્યું છે; કારણ કે એનાથી એક ક્ષણમાં જે અઢળક કર્મનિર્જરા થઈ શકે છે તેની સરખામણીમાં ઉપવાસ કે માસખમણ આદિ એકલા બાહ્ય તપ દ્વારા થતી કર્મનિર્જરા કંઈ વિસાતમાં નથી. મુક્તિનું દ્રાર આત્મજ્ઞાન છે, અને તે ધ્યાનસાધ્ય છે. કિંતુ, આ વાત આપણા સંઘમાં એટલી હદે વિસારે પડી ગઈ છે કે જ્ઞાનયોગ અર્થાત્ સ્વરૂપજાગૃતિ અને ધ્યાનસાધના પ્રત્યે આજે ભાગ્યે જ લક્ષ અપાય છે. પૂર્વે જૈન સાધનામાં ધ્યાન અગ્રસ્થાને રહ્યું છે, પણ એ પરંપરા લુપ્ત થઈ છે; આજે એ સૌથી વધુ ઉપેક્ષિત અંગ બન્યું છે. આજે ત્યાગી વર્ગનાં આરાધક ભાવવાળાં સાધકોને પોતાની સાધનામાં રહેતી તપની, શાસ્ત્રાધ્યયનની કે ક્રિયાકાંડની ઊણપ ખટકે છે-શાસ્ત્રાધ્યયન ઓછું થયું હોય તો એને કંઈક ન્યૂનતા લાગે છે, ઉપવાસાદિ બાહ્ય તપ ન થઈ શકતું હોય તો એ ખેદ અનુભવે છે, ક્રિયામાં રહેતી ઊણપ કે સ્ખલના એને ખૂંચે છે; પરંતુ વર્ષોનો દીક્ષાપર્યાય થવા છતાં ધ્યાનમાં પ્રવેશ કે પ્રગતિ ન થઈ શકયાં એનો રંજ આરાધક રુચિવાળાં એ સાધુ-સાધ્વીઓમાંયે બહુધા દેખાતો નથી! ધર્મક્રિયાઓ ઉપયોગશૂન્યપણે-ભટકતા ચિત્તે જ-થતી રહે તો એ ધર્મક્રિયા મોક્ષસાધક બનતી નથી એ સાવધાની આપણા પૂર્વાચાર્યોએ શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર ઉચ્ચારી છે. પ્રતિક્રમણ-હેતુ-ગભિતસજઝાયમાં ઉપા ૧૫૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આત્મજ્ઞાન અને સાધનાપથ યશોવિજયજી મહારાજે સંક્ષેપમાં પણ ગુજરાતી’માં-આ વાત કરતાં ગાયું છે કે, અસંદિગ્ધ શબ્દોમાં – શુદ્ધ વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યું જાય; મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય. પણ મોટે ભાગે આજની આપણી ધર્મક્રિયાઓ ચંચળ ચિત્તે કે શૂન્યમનસ્કપણે જ થતી રહે છે, છતાં આપણે ભ્રમમાં રહીએ છીએ કે આપણે મુક્તિ તરફ જઈ રહ્યા છીએ. પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આદિ ધર્મક્રિયાઓ નિજ ભાન જગાડીને સ્વમાં પાછા ફરવા માટેની કેડીઓ છે પણ આપણે એ બધું ઔપચારિક રીતે કરતા રહીએ છીએ; એના દ્વારા કયાંક પહોંચવાનું છે એ ભૂલીને એમાં જ અટવાતા ફરીએ છીએ. ચિત્તમાં ઊભરાતા સંકલ્પ-વિકલ્પને શમાવવા માટે સભાન પ્રયત્ન કરવાનું આપણને સૂઝતું નથી. સંકલ્પ-વિકલ્પ શમાવવાનું લક્ષ્ય પણ ન બંધાયું હોય તો એ માટેનો પ્રયત્ન તો થાય જ શાનો? ઢાળ ૧૧, ગાથા ૪. આપણે જોઈ ચૂકયા છીએ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને સમત્વના વિકાસ અર્થે ધ્યાનાભ્યાસ જરૂરી છે. માટે, મુમુક્ષુએ બાહ્ય તપ-ત્યાગ-વ્રતનિયમ અને કર્મકાંડમાં ઇતિશ્રી ન માની લેતાં, પોતાની ધર્મારાધનામાં ધ્યાનાભ્યાસને પણ સ્થાન આપવું જોઈએ. ધ્યાનાભ્યાસમાં પ્રારંભનું લક્ષ્ય એ હોય છે કે ચિત્તને એક વિષય પર કેન્દ્રિત રાખવાની ક્ષમતા પ્રાપ્ત કરવી; અર્થાત્ ધ્યાનાર્થીએ પ્રથમ તો ચિત્તને એકાગ્ર કરવાનો મહાવરો પાડવો જોઈએ. યોગની પરિભાષામાં એને ધારણાનો અભ્યાસ કહે છે. ચિત્ર, મૂર્તિ, ધ્વનિ કે કોઈ વિચાર કે ભાવનું અવલંબન લઈ, મનમાં અન્ય આડાઅવળા વિચારો કે સંકલ્પ-વિકલ્પ ઊઠવા ન દેતાં, એને એક જ વિષયમાં પરોવવું એનું નામ ધારણા. એ અભ્યાસથી ક્રમશ: એકાગ્રતા સધાતાં, ચિત્તની ચંચળતા ઘટે, અને ચિત્તવૃત્તિ સહજ રીતે ધ્યેય તરફ પ્રવાહિત રહે ત્યારે ધ્યાન લાગ્યું ગણાય. ધ્યેય સિવાયના બધા વિચારો એ અવસ્થામાં ચિત્તમાંથી હટી ગયા હોય છે અને ધ્યેય જ ચિત્તમાં રમી રહ્યું હોય છે. કિંતુ, ધ્યેય અને ધ્યાતાનો ભેદ અહીં રહે છે, જ્યારે એ Page #200 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્મૈર્યની કેડીઓ / ૧૫૭ પછીની સમાધિ અવસ્થામાં જ્ઞાતા-Àય, દૃષ્ટા-દેશ્ય વચ્ચેનો ભેદ પણ શમી જાય છે. આ ત્રણ-ધારણા, ધ્યાન તથા સમાધિ-યોગનાં અંતરંગ સાધન છે; અને વ્રત, નિયમ, પૂજા, પાઠ, સ્વાધ્યાય આદિ તેનાં બહિરંગ સાધન છે. બહિરંગ સાધન વડે ચિત્તની નિર્મળતા સધાતાં, મુમુક્ષુએ અંત:સ્થ પરમાત્મા સાથેની અભેદાનુભૂતિ સુધી પહોંચવા અંતરંગ સાધનાનો આદર કરવો ઘટે. ચિત્તને બાહ્ય વિષયોમાંથી ખેંચી લઈને આત્મામાં સમાધિસ્થ કરવાનો અભ્યાસ એમાં સમાવિષ્ટ છે. એ અતિ કઠિન કાર્ય પાર પાડવા માટે વિવિધ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો પ્રયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. તેમાંની કેટલીક સરળ પ્રક્રિયાઓ અહીં આપણે જોઈશું. સાધક, પોતાની પ્રકૃતિ, પૂર્વસંસ્કાર અને વર્તમાન સંયોગો અનુસાર, જે કોઈ પ્રક્રિયા પ્રત્યે વધુ આકર્ષાય તેનું અવલંબન લઈ, પ્રગતિ સાધી શકે છે. પૂર્વતૈયારી પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તે પહેલાં આપણે ધારણાના અભ્યાસ પૂર્વેની તૈયારી અંગે થોડી વાત કરી લઈએ. ધ્યાનાભ્યાસ કરવા ઇચ્છતા સાધકે પહેલાં તો શરીરને તદ્ન શિથિલ (relaxed) કરીને કોઈ એક આસનમાં આરામપૂર્વક લાંબો સમય નિશ્ચલ બેસી રહેવાની ટેવ પાડવી જોઈએ. પદ્માસન કે સુખાસન એ માટે અનુકૂળ આસન છે. મેરુદંડ સીધો રાખવો. શરીર અશક્ત હોય તો મેરુદંડ સીધો રહે એ રીતે ચત્તા સૂઈને શવાસનનો અભ્યાસ કરી શકાય. પ્રારંભ પાંચ કે દશ મિનિટથી કરવો. જેટલો સમય કંઈ પણ હલનચલન કર્યા વિના-એક આંગળી સુધ્ધાં હલાવવાની ઇચ્છા પણ ન જાગે એ રીતે-રહી શકાય તેટલો જ સમય આમાં ગણનામાં લઈ શકાય. આ અભ્યાસ દરમ્યાન આંખો મીંચેલી રાખી, ચિત્તવૃત્તિ નાસિકાગ્રે નસકોરાંની નીચે ઉપલા હોઠના મધ્ય ભાગ પર —, હૃદયકમળ' પર કે ૧. અનુભવી યોગવિદો કહે છે કે આ કમળ તે છાતીમાં ડાબી બાજુએ રહેલું પાર્થિવ હૃદય નહિ પણ એની સમાંતરે છાતીમાં જમણી બાજુએ આવેલું આધ્યાત્મિક કેન્દ્ર સમજવું. જુઓ, આર્થર ઓસબોર્ન કૃત Raman Maharshi and The Path of Self-knowledge, pp. 149-151 (Rider & Co., London). Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ આજ્ઞાચક્ર–ભૂમધ્ય સ્થાપવી. થોડી થોડી વારે એ નિરીક્ષણ કરી લેવું કે શરીરનો કોઈ અવયવ કે સ્નાયુ કયાંયે તંગ (tense) તો નથી થઈ ગયો ને? મુખના સ્નાયુઓ ખાસ કરીને ભમ્મર ને જડબું – ગરદન, પેટ અને હાથ એ ક્ષોભનાં ખાસ કેન્દ્રો છે; ત્યાં ખાસ ધ્યાન આપવું. એ સિવાય પણ કોઈ ઠેકાણે જરા પણ તાણ જેવું જણાય તો તે દૂર કરીને પુન: પૂર્ણ શિથિલ (relaxed) થઈ જવું. શિથિલીકરણ એ યોગનો પાયો છે. શારીરિક કે માનસિક તાણ અને ક્ષોભ ચિત્તને એકાગ્ર અને સ્થિર થવા દેતા નથી. માટે યોગાભ્યાસીએ આવા અભ્યાસ ઉપરાંત પોતાનું જીવન જ એવું ઘડવું રહ્યું કે જેમાં આવેશ, રઘવાટ, દોડધામને અવકાશ જ ઓછો રહે. રોજ એક નિયત સમય ફાજલ પાડી આ અભ્યાસ કરવો જોઈએ. સ્થિરતા આવતી જાય તેમ તેમ, ધીરે ધીરે સમય વધારતાં અડધા કલાક સુધી પહોંચવું. પ્રારંભમાં તો આ કામ તદ્દન નીરસ અને કંટાળાભરેલું લાગશે, અને આસન છોડીને ઊભા થઈ જઈ કોઈ મહત્ત્વના કામમાં લાગી જવાની ઉત્કટ ઇચ્છા જાગશે. પરંતુ, સાધકે એ સમજી રાખવું કે, આ અભ્યાસમાં ખર્ચેલા સમય વ્યર્થ નહીં જાય. અર્ધા કલાક કે, છેવટે વીસ મિનિટ સુધી એક આસને આરામપૂર્વક નિશ્ચલ ન બેસી શકાય ત્યાં સુધી આ અભ્યાસ જારી રાખવો. અર્ધા કલાકનું આસન સિદ્ધ થયા પછી એનો સમય ઝડપથી વધારી શકાશે, અને થોડા જ સમયમાં કલાક-દોઢ કલાક સુધી એક આસને નિશ્ચલ બેસવાની ક્ષમતા પ્રાપ્ત થઈ શકશે. આસનની સ્થિરતાનો આ પાયો જેટલો દઢ નંખાયો હશે તેટલી પછીની સાધના સરળ થશે. એ ધ્યાનમાં રહે કે પ્રારંભિક અભ્યાસી માટેનું આ સૂચન છે. આગળ જતાં એક અવસ્થા એવી આવે છે, જ્યારે કાયાથી અન્ય પ્રવૃત્તિ થતી રહે છતાં ચિત્ત સ્વમાં લીન રહે. પરંતુ પ્રારંભમાં તો, કાયાને સ્થિર રાખીને ચિત્તની સ્થિરતા કેળવવાનો અભ્યાસ કરવો રહ્યો. આસનની સ્થિરતાથી २. वचनमनःकायानां, क्षोभं यत्नेन वर्जयेच्छांतः ।। रसभांडमिवात्मानं, सुनिश्चलं धारयेत् नित्यम् ।। – યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૧૮. Page #202 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્મૈર્યની કેડીઓ ૧૫૯ શરીરની ચંચળતા પર કાબૂ આવે છે, એટલું જ નહિ, એથી મનની ચંચળતા પણ કંઈક ઘટે છે. પ્રાણાયામ મનને સ્થિર કરવા પ્રાણાયામના અભ્યાસને યોગવર્તુળોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. એના મૂળમાં એ સિદ્ધાંત રહેલો છે કે પ્રાણ અને મન પરસ્પર સંકળાયેલાં છે. એકનું નિયમન કરો, એટલે બીજાનું નિયમન થઈ જાય છે. 3 હઠયોગે પ્રાણાયામની અનેક પ્રક્રિયાઓ વિકસાવી છે. ચિત્તજય ઉપરાંત શારીરિક સ્વાસ્થ્ય, રોગનિવારણ, તિતિક્ષાનો વિકાસ, અતીન્દ્રિય શક્તિઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિ વગેરે ઉદ્દેશો પાર પાડવા પણ પ્રાણાયામનો પ્રયોગ થતો રહ્યો છે. એના અભ્યાસ દ્વારા ચમત્કારિક કહી શકાય તેવાં પરિણામો હાંસલ કરનાર હઠયોગીઓ વર્તમાનમાં પણ મળી આવે છે. તિબેટના હિમાચ્છાદિત પ્રદેશોમાં જયારે પારો ઠારબિંદુ નીચે ગયો હોય ત્યારે પણ, બરફની શિલાઓ ઉપર ઉઘાડા શરીરે રાત્રિઓ પસાર કરતા લામાઓ એનાં જીવંત પ્રતીકો છે. ચાર-પાંચ દાયકા પહેલાં કલકત્તા યુનિવર્સિટીએ ત્યાંની પ્રેસિડન્સી કૉલેજના ફિઝિક્સ થિયેટરમાં માત્ર દાક્તરો અને વૈજ્ઞાનિકો માટે જ એક સમારંભનું આયોજન કરેલું, જેમાં નરસિંહસ્વામી નામના એક હઠયોગીને પોતાની શક્તિઓનું જાહેર નિદર્શન (demonstration) આપવા નિમંત્રેલા. અનેક કડક ચકાસણીઓ હેઠળ, સલ્ફયૂરિક એસિડ અને કાર્બોલિક એસિડ જેવા જલદ તેજાબ અને પોટાશિયમ સાયનાઈડ જેવા તાલપુટ વિષને પણ પચાવી જઈને, એ યોગીએ હાજર રહેલા વૈજ્ઞાનિકોને અને દાક્તરોને પોતાની અજબ સિદ્ધિઓની ખાતરી કરાવી હતી. પ્રેક્ષકોમાં સર સી. વી. રામન જેવા નોબેલ પારિતોષિકવિજેતા વૈજ્ઞાનિક પણ હાજર હતા; અને એ ડેમન્ગ્રેશનથી પ્રભાવિત થઈ એમણે કહેલું કે આ સિદ્ધિ ભૌતિક વિજ્ઞાનને એક પડકારરૂપ છે. પરંતુ આવાં પરિણામ લાવી શકનાર પ્રાણાયામની એ અટપટી ૩. યોગશાસ્ત્ર, પ્રકાશ ૫, શ્લોક ૨-૩. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ | આત્મજ્ઞાન અને સાધનાપથ પદ્ધતિઓ જોખમી પણ એટલી જ હોય છે. સમર્થ ગુરુની દેખભાળ હેઠળ અને કડક નિયમોના પાલનપૂર્વક એનો અભ્યાસ કરવાનો હોય છે. તેમાં જરા સરખી ગફલત થતાં સાધક કોઈ અસાધ્ય રોગ, ગાંડપણ કે ઓચિંતા. મૃત્યુના મુખમાં હડસેલાઈ જાય છે. પ્રાણાયામની એવી જોખમી અને જટિલ પ્રક્રિયાઓ સાથે અહીં આપણને નિસ્બત નથી. મુમુક્ષુની જિજ્ઞાસા તો એ જ હોય કે ચિત્તને શાંત-સ્વસ્થ-સ્થિર કરવાની ક્ષમતા પ્રાણાયામમાં છે ખરી? શ્વાસ અને મનનો સંબંધ ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહ અને આપણા શ્વાસોચ્છવાસને કંઈક સંબંધ છે એની પ્રતીતિ આજે તો વિજ્ઞાને વિકસાવેલાં કેટલાંક સાધનો પણ આપે છે. ડૉ. એલેકઝાન્ડર કેનને શોધેલા કેનન સાઈકોગ્રાફર્સ દ્વારા માણસના ચિત્તની વિભિન્ન અવસ્થાઓનો નિર્દેશ મળી શકે છે. એ યંત્રનો મુખવટો માસ્ક' પહેર્યા પછી વ્યક્તિની શ્વસનક્રિયાની ગતિવિધિની નોંધ, એ યંત્ર વડે આલેખ‘ગ્રાફ’ ઉપર થાય છે. આ આલેખ પરથી વ્યક્તિના ચિત્તની સ્થિતિનો - તે શાંત છે કે ચિંતાગ્રસ્ત? બાનમાં લીન છે કે વિક્ષિપ્ત? હિપ્નોસિસની અસર નીચે છે કે સંગીત-શ્રવણમાં તન્મય છે? વગેરેનો – ખ્યાલ એ વિષયના વિશેષજ્ઞ આપી શકે છે. આ ઉપરથી એ સમજી શકાશે કે આપણી શ્વસનક્રિયા અને વિચાર-પ્રક્રિયાને પરસ્પર નિશ્ચિત સંબંધ છે. જરા અવલોકન કરીશું તો, આપણને દેખાશે કે ક્રોધથી ધમધમતી વ્યક્તિનો શ્વાસ ઝડપથી ચાલે છે, જયારે ઊંડા ચિંતનમાં મગ્ન વ્યક્તિનો શ્વાસ ધીમી અને શાંત ગતિએ વહે છે. મન અશાંત હોય તો શ્વાસોચ્છવાસ અનિયમિત, ટૂંકા અને તૂટક ચાલે છે. મન જેટલું શાંત તેટલા પ્રમાણમાં શ્વાસોચ્છવાસ નિયમિત, શાંત ધીમા અને લયબદ્ધ ચાલે છે. એથી ઊલટું, જો શ્વાસોચ્છવાસની ગતિ શાંત, ધીમી, લયબદ્ધ કરવામાં આવે તો અશાંત ચિત્ત પણ શાંત થતું જાય છે; અર્થાત્ ચિત્તની સ્થિતિ અનુસાર જેમ શ્વાસોચ્છવાસની ગતિમાં ફેરફાર થાય છે, તેમ વાસોચ્છવાસની ગતિ બદલીને ચિત્તની સ્થિતિમાં પરિવર્તન આણી શકાય છે. આથી, ચિત્ત ઉપર કાબૂ મેળવવા માટે, દરેક આધ્યાત્મિક મત-પંથના સાધકો એક યા બીજા રૂપે પ્રાણાયામનો આશરો લે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્થર્યની કેડીઓ ૧૬૧ સામાન્યત: શ્વાસોચ્છવાસની ક્રિયા અનૈચ્છિક છે, પણ તે ઇચ્છાવત જ્ઞાનતંતુઓના નિયંત્રણ હેઠળ પણ આવી શકે છે. તેથી, ચિત્ત કરતાં શ્વાસોચ્છવાસની ક્રિયાનું નિયમન કરવું સહેલું પડે છે. આથી, ચિત્તની દોડને પોતાની ઇચ્છાનુસાર ન રોકી શકનાર પ્રારંભિક અભ્યાસી શ્વાસોચ્છવાસના નિયંત્રણ દ્વારા ચપળ ચિત્તની એ દોટ ઉપર અંકુશ મેળવી, ધારણાધ્યાનના અભ્યાસમાં સરળતાથી પ્રગતિ સાધી શકે છે. જૈન પરંપરા અને શ્વાસોચ્છવાસનું આલંબન ‘શ્વાસોચ્છવાસના અવલંબને ચિત્તધૈર્ય'ના આ સિદ્ધાંતનો સ્વીકાર અને પ્રયોગ જૈન સાધના-પ્રણાલિમાં પૂર્વે વ્યાપકપણે થયો છે, એની પ્રતીતિ આગમોમાં આવતા, કાયોત્સર્ગની અવધિ દર્શાવતા, ઉલ્લેખો આપે છે. મુનિનાં અને શ્રાવકોનાં દૈનિક અનુષ્ઠાનોમાં કાયોત્સર્ગની ક્રિયાની એવી વ્યાપક ગૂંથણી છે કે જેથી આ પ્રક્રિયાનો અભ્યાસ હરહંમેશ થતો રહે. એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં-ક્રિયામાં જતાં, તે ક્રિયાનો પ્રારંભ બહુધા ‘ઇરિયાવહી પ્રતિક્રમણ'થી કરાય છે કે જેમાં પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનું વિધાન છે; અર્થાત્ તન કે મનને ક્ષુબ્ધ કરતી કોઈ પણ પ્રવૃત્તિ પછી નવી પ્રવૃત્તિમાં જોડાવાનું હોય ત્યારે પચીસ શ્વાસોચ્છવાસ સુધી કાયાને સાવ શિથિલ અને નિશ્ચલ રાખી, મૌન રહી. શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે, જેથી પછીની ક્રિયા શાંત, સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે થઈ શકે. જુદા જુદા નિમિત્તે અને સમયે કરાતા કાયોત્સર્ગની ક્રિયા એકસરખી હોવા છતાં એનો સમય દરેક પ્રસંગે એકસરખો નથી. કાયોત્સર્ગની એ વિવિધ સમયમર્યાદા શ્વાસોચ્છવાસની સંખ્યાથી સૂચવાઈ છે; જેમ કે ઇરિયાવહી પ્રતિક્રમણનો કાઉસગ્ગ પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ, થોય (સ્તુતિ) પૂર્વે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ, તો પ્રભાતે ‘કુસુમિગ-દૂમિણ’નો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ. ઇરિયાવહી પ્રતિક્રમણનો વિધિ તો મુનિને ડગલે ને પગલે કરવાનો હોય છે. અર્થાત્ મુનિને એકલી ‘ઇરિયાવહી’ની ક્રિયા નિમિત્તે રોજ અનેક વાર થતા પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગમાં આ ક્રિયાનો અભ્યાસ સતત ૪. વ્યવહારસૂત્ર, પીઠિકા, ગાથા ૧૧૧-૧૨૫, (પૃષ્ઠ ૩૮-૪૨). Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આત્મજ્ઞાન અને સાધનાપથ ચાલતો રહે એવી સુંદર યોજના મુનિની દિનચર્યામાં છે. પરંતુ ગમે તે કારણે, આજે એ પ્રણાલિકા લુપ્ત થઈ ગઈ છે. એટલું જ નહિ, અજ્ઞાનવશ કેટલાંક સાધુ-સાધ્વી એ સાચી સાધનાનો ઉપહાસ કે વિરોધ કરતાં પણ આજે જોવાય છે! શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ ઉચ્છંખલ ચિત્તને વશમાં લાવવા માટે, શ્વાસોચ્છવાસનું અવલંબન લેવાની પદ્ધતિ પ્રારંભિક સાધકોને ખૂબ સહાયક થતી હોવાથી તેની એક સાવ સરળ પ્રક્રિયાની વાત અહીં આપણે કરીશું. એ પ્રક્રિયામાં સાધકે શ્વાસો દ્વાસનું માત્ર નિરીક્ષણ જ કરવાનું છે. એના દ્વારા શ્વાસોચ્છવાસની ગતિ શાંત, ધીમી અને લયબદ્ધ થતાં ચિત્ત સ્વયં એકાગ્ર બને છે. ઉશૃંખલ ચિત્તને શ્વાસોચ્છવાસના અવલંબને વશમાં આણતી આ સરળ પ્રક્રિયામાં, શ્વાસોચ્છવાસના નિયંત્રણની કોઈ ચિંતા કર્યા વિના, સાધકે તેની અવરજવર પર માત્ર નજર જ રાખવાની રહે છે. શ્વાસોચ્છવાસની આવજાવ પર નજર રાખવાના આ અભ્યાસમાં સાધકે માત્ર એટલું જ કરવાનું છે કે ધ્યાનના આસનમાં સ્થિર થઈ પોતાના શ્વાસોચ્છવાસને સજાગ રહી જોવા; એની ગતિમાં ફેરફાર કરવાનો કોઈ પ્રયત્ન કર્યા વિના, આવતા-જતા શ્વાસોચ્છવાસનું માત્ર નિરીક્ષણ જ કરવું. આમાં નથી શ્વાસોશ્વાસ ઊંડા લેવા પ્રયાસ કરવાનો, નથી એની ઝડપ કે ગતિમાં કંઈ ફેરફાર કરવાનો કે નથી એના માર્ગનું નિયમન કરવાનું. જે રીતે, જે ગતિએ શ્વાસ ચાલતો હોય તેમાં કશું પરિવર્તન કરવાનો કે કોઈ પ્રભાવ પાડવાનો લેશમાત્ર પ્રયત્ન કર્યા વિના, તટસ્થ પ્રેક્ષકની જેમ, શ્વાસોચ્છવાસની ક્રિયાને માત્ર જોતા રહો. તકેદારી માત્ર એટલી રાખવી કે એક પણ શ્વાસ કે ઉચ્છવાસ પોતાના ખ્યાલ બહાર ન જાય. જોકે શ્વસનક્રિયા ઉપર પ્રભાવ પાડવાનો કશોય પ્રયત્ન કર્યા વિના સાધક માત્ર તેના ઉપર નજર રાખશે તોય, પ્રારંભમાં તો, એની ગતિમાં થોડો ખળભળાટ કદાચ થવા માંડશે. પરંતુ પ્રારંભની એ અનિયમિતતા થોડા વખતમાં દૂર થઈ જશે અને શ્વાસોચ્છવાસની આવજાવ ઉપર ચોકી રાખવાના આ કામમાં મન જેમ જેમ પલોટાતું જશે તેમ તેમ એની ચંચળતા ઘટતી જશે અને સાથોસાથ શ્વાસની ગતિ પણ ધીમી, શાંત અને Page #206 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્મૈર્યની કેડીઓ ૧૬૩ નિયમિત થતી જશે. શ્વાસોચ્છ્વાસની આવજાવ ઉપર એકચિત્તે નજર રાખવાનો થોડો મહાવરો થયા પછી, શ્વાસ લેતાં-મૂકતાં અંદર જતી કે બહાર નીકળતી હવાનો સ્પર્શ-નસકોરાંની ધાર પર કે અંદરના કોઈ ભાગ પર-અનુભવાતો હોય તો તેને, કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમ્યાન ઉપરના હોઠ અને નસકોરાની ધાર પર કોઈ સંવેદનો અનુભવાય તો તેને, જાગૃત રહીને જોવા-અનુભવવામાં ચિત્ત પરોવવું. ધારણાના અભ્યાસ માટે આ પ્રક્રિયા અત્યંત સરળ છતાં ખૂબ અસરકારક છે. અર્ધા કલાકથી શરૂઆત કરી આ અભ્યાસ રોજ એક-બે કલાક કે તેથી વધુ સમય પણ કરી શકાય. કિંતુ, એ લક્ષમાં રહે કે રોજના ઘણા કલાકો સુધી આ અભ્યાસ કરવો હોય ત્યારે આ માર્ગના અનુભવી નિષ્ણાત પથદર્શકના માર્ગદર્શન વિના, સતત બે-ત્રણ દિવસથી વધુ તેમ કરવું ઇષ્ટ નથી; કારણ કે, એકધારા ઘણા દિવસ સુધી રોજ સતત કલાકો પર્યંત આ અભ્યાસ કરનારને દૃશ્ય-શ્રાવ્ય આભાસો/hallucinations દેખાય કે, તેના અવચેતન ચિત્તમાં ઊંડે ધરબાઈને પડેલા સંસ્કાર ચેતન ચિત્તની સપાટી પર એક સામટા ઉભરાઈ ઊઠે ને સાધક એનાથી અકળાઈ/મૂંઝાઈ જાય કે, આ સાધના દ્વારા આવતી ચિત્તની લય અવસ્થાને લીધે લાધતી શાંતિમાંથી બહાર ન આવવાની વૃત્તિ પ્રબળ બની રહેવાથી સાધક તેનો રોજિંદો જીવનવ્યવહાર સરખી રીતે ન નભાવી શકેએ શક્યતાઓ રહેલી છે. બૌદ્ધ સાધના-પદ્ધતિમાં પ્રાણાયામની અન્ય કોઈ ક્રિયાઓ કરતાં આ પદ્ધતિ ઉપર સવિશેષ ઝોક અપાયો છે. બૌદ્ધ પરિભાષામાં તેને ‘આનાપાન સતિ’ કહે છે; સતિ એટલે સ્મૃતિ. આનાપાન સતિ એટલે શ્વાસોચ્છ્વાસની સ્મૃતિ. ચિત્તની એકાગ્રતા અને સમત્વના અભ્યાસ માટે ‘વિશુદ્ધિમગ્ગ’ વગેરે બૌદ્ધ શાસ્ત્રગ્રંથોમાં જે ચાળીશ પ્રક્રિયાઓ/કમ્મટ્ઠાન બતાવેલ છે, તેમાં આનાપાન-સ્મૃતિનું આગવું સ્થાન છે. આનાપાનસ્મૃતિમાં પ્રાણાયામની કોઈ અટપટી કે જોખમી ક્રિયા ન હોવા છતાં, ચિત્તની દોડધામ ઘટાડીને તેને એકાગ્ર કરવામાં તે ઘણી ઉપયોગી પુરવાર થઈ છે. આ પ્રક્રિયાનો પ્રયોગ આજેય સફળતાપૂર્વક થઈ રહ્યો છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આત્મજ્ઞાન અને સાધનાપથ જ્ઞાનમાર્ગના સમર્થક શ્રી રમણ મહર્ષિએ પણ શ્વાસોચ્છવાસના નિરીક્ષણની આ સાધનાનું સમર્થન કર્યું છે. વાસનાની પ્રબળતાવશ જેમનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં આસક્ત અને સદા વિચારગ્રસ્ત રહેતું હોઈ, ‘આત્મવિચાર’ કે ‘હું કોણ?' ની એમની સાધના-પદ્ધતિને જેઓ અનુસરી શકતા ન હોય તેવા મુમુક્ષુઓને ચિત્તની સ્થિરતા અર્થે, પ્રારંભમાં શ્વાસોચ્છવાસના નિરીક્ષણની આ સાધના તેઓ પણ ચીંધતા." ઉચ્છંખલ ચિત્તને વશમાં આણવા આ પ્રક્રિયા ઘણી અસરકારક છે. છતાં, આ અભ્યાસના પ્રારંભમાં એવું બને કે જરાવારમાં જ ચિત્ત શ્વાસોશ્વાસ પરથી ખસી અન્ય વિચારોમાં સરકી જાય. એથી સાધકે જરાયે અકળાવું નહિ કે ન નિરાશ થવું જયારે પણ ખ્યાલમાં આવે કે ચિત્ત અન્યત્ર ગયું છે કે તરત જ સહજભાવે તેને પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડવું. તેમ છતાં ચિત્ત અન્યત્ર ભટક્યા જ કરે તો પ્રયત્નપૂર્વક થોડા ઊંડા શ્વાસોચ્છવાસ લઈ એની સાથે ચિત્ત જોડવું. થોડીવાર એ પ્રમાણે કર્યા પછી, ચિત્તને ફરી પૂર્વવત્ સહજ-સ્વાભાવિક રીતે ચાલતા શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડવું. શ્રદ્ધા, ધીરજ અને ખંતપૂર્વક થતી સાધના યોગ્ય કાળે એનું પરિણામ અવશ્ય દેખાડશે.* નામસ્મરણ અને જપ જપ દ્વારા પણ ચિત્તને એકાગ્ર કરી શકાય. જપ અનેક હેતુઓ માટે ૫. વપરૂં તનિકૃષ્ટીયાત્ પ્રાણ રોધેન માનવ.. पाशबद्धो यथा जन्तुः तथा चेतो न चेष्टते।। प्राणरोधश्च मनसा प्राणस्य प्रत्यवेक्षणम्। कुम्भकं सिध्यति ह्येवं सतत प्रत्यवेक्षणात्।। – રમણગીતા, અ. ૬, શ્લોક ૩, ૫રમણગીતાસાર, શ્લોક ૧૪, ૧૫. પ્રાપ્તિસ્થાન : શ્રી રમણાશ્રમમ્, તિરુવન્નામલઈ, ૬૦૬૬૦૩-તામિલનાડુ * બાહ્ય વાતાવરણથી સર્વથા વિમુખ રહીને વિપશ્યના-શિબિરોમાં (જુઓ પ્રકરણ આઠમું) રોજના દશ-બાર કલાક આ પ્રક્રિયાનો સાવધાની અને ખતપૂર્વક અભ્યાસ કરતા સાધકોનો અનુભવ સામાન્યત: એ રહ્યો છે કે આનાપાનના પ્રથમના બે દિવસના અભ્યાસ પછી ચિત્તની ચંચળતા ઘટે છે અને ચિત્ત શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં વધુ ને વધુ પરોવાતું જાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્થર્યની કેડીઓ ૧૬૫ અને વિવિધ રીતે કરાય છે, પણ ચિત્તની એકાગ્રતા હાંસલ કરવા જપ કરવો હોય ત્યારે કોઈ શાંત નીરવ સ્થાનમાં, ધ્યાન માટેના કોઈ પણ આસનમાં સ્થિર થવું. પછી આંખો બંધ કરીને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જપ શરૂ કરવો અને, જાણે બીજાની વાત સાંભળતાં હોઈએ એ પ્રમાણે, જપના ધ્વનિને કાન દઈને સાંભળવામાં ચિત્ત પરોવવું. જપ માટે પોતાને ઇષ્ટ ગમે તે મંત્ર, ઇષ્ટદેવનું નામ કે આત્મજાગૃતિમાં ઉપયોગી એવું કોઈ એકાદ પદ લઈ શકાય. આરંભ વીશ મિનિટ કે અર્ધા કલાકથી કરવો. પછી સમય વધારતા જવું. રોજ નિયમિત કલાક-દોઢ કલાક આ અભ્યાસ થતો રહે તો થોડા વખતમાં, ચિત્તમાં ઊઠતા બીજા વિચારો ઘટતા જઈ, ચિત્ત જપધ્વનિમાં વધુ ને વધુ ઓતપ્રોત થતું જશે. ઉચ્ચારપૂર્વકના જાપમાં ચિત્ત એકાગ્ર થતું જાય એ પછી, મોટેથી ઉચ્ચાર કર્યા વિના--જીભ અને હોઠનું હલનચલન રહે પણ જપનો અવાજ કોઈને ન સંભળાય એ રીતે-જપ કરવો. આ પદ્ધતિ થોડી વધુ એકાગ્રતા માગે છે. તેથી પ્રારંભમાં થોડો વિક્ષેપ અનુભવાશે, પણ એનો અભ્યાસ વધતાં ચિત્ત જપ સાથે જ જોડાયેલું રહેતું થશે. એ પછી, જીભ અને હોઠનું હલનચલન પણ બંધ કરી, માત્ર માનસિક રીતે જપ કરવો. જાણે સામે આલેખાયેલા મંત્રાક્ષરો વાંચતા હોઈએ એ રીતે, બંધ આંખે, કલ્પનાથી અંતશ્ચક્ષુ સામે મંત્રાક્ષરો જોવા પ્રયાસ કરવો. આ અભ્યાસમાં પ્રગતિ થતાં ઘણીવાર સાધકના મનશ્ચ સમક્ષ મંત્રાક્ષરો જાણે તેજ-લીસોટાથી આલેખાયા હોય એટલા સ્પષ્ટ ઉપસી આવે છે, ને તેનું ચિત્ત શાંત થઈ જાય છે; તો કોઈ વાર જપ આપોઆપ બંધ પડી જાય છે. તે વખતે જપ કરવા પ્રયાસ ન કરતાં, ચિત્તની એ ઉપશાંત અવસ્થાને એક પ્રેક્ષકની જેમ નીરખતા રહેવું – એના માત્ર સાક્ષી બની રહેવું. એ એક પ્રકારની બાનાવસ્થા જ છે. બીજી એક પદ્ધતિમાં, મંત્રને શ્વાસોચ્છવાસ સાથે સાંકળી લઈને જપ કરાય છે. તેની એક પ્રચલિત રીત એ છે કે અંદર લેવાતા શ્વાસ સાથે “સ” અને બહાર જતા શ્વાસ સાથે ‘’નો માનસિક જપ ચાલુ રાખવો. એક આસને બેસીને અમુક મર્યાદિત સમયપૂરતો આ અભ્યાસ કરવા ઉપરાંત, સાધક વધુ ઉત્કટપણે સાધના કરવા ઇચ્છતો હોય તો, એ પછી પણ મન Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ જયારે ખાસ કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું ન હોય એવા બધા જ સમયેહાલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં–આ અભ્યાસ ચાલુ રાખી શકાય. બહાર વીખરાયેલી રહેતી ચિત્તવૃત્તિને સમેટી લઈને અંદર વાળી લેવા માટે આ એક ઘણી સરળ પ્રક્રિયા છે. પણ પ્રારંભમાં તેનો અભ્યાસ ખૂબ ચીવટ અને જાગૃતિ માગી લે છે. ઉપર્યુક્ત રીતે શ્વાસોચ્છવાસ સાથે, ‘સોડહં' ને બદલે, ઇષ્ટદેવના નામને કે અન્ય કોઈ અલ્પાક્ષરી મંત્રને પણ સાંકળી શકાય. જૈન સાધકોને આ અભ્યાસ માટે ‘ગ નમ:' મંત્ર અનુકૂળ જણાશે. શ્વાસોચ્છવાસ સાથે સાંકળ્યા વિના પણ, હાલતાં-ચાલતાં-સૂતાં-ઊઠતાંબેસતાં, અંત:કરણમાં મૌનપણે પરમાત્માના નામનું, ગુરુએ આપેલ મંત્રનું કે આત્મજાગૃતિમાં ઉપયોગી કોઈ એકાદ પદનું–તેના અર્થની ભાવનાપૂર્વક – ઉપર્યુક્ત રીતે, નિરંતર સ્મરણ-ચટણ-જપ કરવામાં આવે તો તેનાથી પણ મન:શુદ્ધિ સ્વત: થાય છે, અને દુષ્કર ચિત્તનિરોધ સરળ બને છે. આ રીતે બેયની સ્મૃતિ સાધકના ચિત્તમાં સતત રમતી રહે છે અને નિરર્થક સંકલ્પ-વિકલ્પ, વાતચીત, ચર્ચા કે નિ:સાર પ્રવૃત્તિઓમાં તેનો સમય વેડફાતો બચે છે. સ્મરણ-રટણનો આ અભ્યાસ વધતાં તેનું ચિત્ત વધુ ને વધુ અંતર્મુખ થતું જાય છે. પરિણામે તેની અશુદ્ધિઓ આપોઆપ ખરી પડે છે. સાધક નમ્ર, નિર્દભ અને નિરીહ બનતો જાય છે. ઉત્તરોત્તર તેનું ચિત્ત અધિક નિર્મળ, શાંત, સ્થિર અને પ્રસન્ન થતું જાય છે. કેટલાક સાધકોને શુદ્ધ ધ્વનિની મદદથી ચિત્તને કેન્દ્રિત કરવું સુગમ જણાય છે. એવી પ્રકૃતિના સાધકોને પૂર્વકાળના ઋષિમુનિઓ જંગલના નીરવ વાતાવરણમાં ખળખળ વહેતા કોઈ ઝરણા પાસે બેસી તેનું મૃ૬ સંગીત સાંભળવાનો આદેશ આપતા. ચિત્ત સતત એક ધ્વનિના શ્રવણમાં પરોવાતાં એકાગ્ર અને શાંત થતું જાય છે. જંગલની નીરવ શાંતિ ન મેળવી શકનાર આજના યુગનો માનવ રાત્રિની નીરવતામાં, મંદ ગતિએ ફરી રહેલ પંખાના આછા ઘરર ઘરર ધ્વનિનું કે ઘડિયાળના ટફ ટફ અવાજનું અવલંબન લઈને આ લાભ મેળવી શકે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્થની કેડીઓ ૧૬૭ કેટલાંક યોગવર્તુળો કુંડલિનીને જાગ્રત કરવા અને ચિત્તને એકાગ્ર કરવા અર્થે ગુંજારવપૂર્વકના કારજપને ઘણું મહત્ત્વ આપે છે. એના અભ્યાસ માટે, બાનના કોઈ પણ આસનમાં સ્થિર થઈ, પ્રથમ ધીરે ધીરે ઊંડો શ્વાસ લઈ, એની સાથે ચિત્તને મૂલાધારચક્રમાં લઈ જવું; પછી ધીરે ધીરે શ્વાસ છોડતા જઈ “ઓ..આ...આ.' એમ ‘ઓ'નો લુત ઉચ્ચાર કરતાં સાથે કલ્પના કરવી કે ધ્વનિ મૂલાધારથી ઊઠીને મેરુદંડના માર્ગો ઉપર ઊઠતો જાય છે. એ મુજબ આજ્ઞાચક્ર સુધી પહોંચ્યા બાદ ભૂમધ્ય “મ” ને ઘંટનાદના અંતિમ રણકારની જેમ, જેટલા સમય સુધી ઘૂંટી શકાય તેટલા સમય સુધી ઘૂંટવો અને પછી હ્મયચક્રમાં તેનો લય કરવો. ફરી પૂર્વવત્ ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢતાં કારના પ્લત ઉચ્ચાર સાથે મેરુદંડના માર્ગે થઈ, ભૂમધ્યે આવતાં બને તેટલો દીર્ધ ગુંજારવ કરી, અંતે સ્ટયચક્રમાં તેને સમાપ્ત કરવો. વીસ મિનિટ કે અર્ધા કલાકથી શરૂઆત કરી, કલાક-દોઢ કલાક સુધી પહોંચવું. પછી રોજ એટલો સમય, નિયમિત, આ અભ્યાસ થતો રહે તો ટૂંક સમયમાં એનું પરિણામ અનુભવવામાં આવે છે. નાદાનુસંધાન એકાગ્રતાના અભ્યાસ અર્થે, બાહ્ય ધ્વનિની જેમ, આંતર ધ્વનિનું આલંબન પણ લેવાય છે. એનો વિધિ એ છે કે નીરવ સ્થાને ધ્યાનના આસનમાં સ્થિર બેસી, આંખ બંધ રાખી, કાનનાં છિદ્રો પણ બંને હાથની એકેક આંગળી વડે બંધ કરી દઈ, કાનમાં થતા ધ્વનિને સાંભળવા તત્પર રહેવું. મુખથી કંઈ પણ ઉચ્ચાર કર્યા વિના, અંદરથી જ કંઈ ધ્વનિ સંભળાય તેની આતુરતાથી રાહ જોવી. રોજ અર્ધા કલાકથી એક કલાક આ અભ્યાસ થતાં, થોડા દિવસમાં, કાનમાં કંઈક અવાજ સંભળાશે. પ્રારંભમાં એ અવાજ પ્રાય: તમરાંના અવાજ જેવો હશે. એ પછી નૂપુરના ઝંકાર જેવો અવાજ સંભળાશે. અભ્યાસમાં પ્રગતિ થતાં અવાજ બદલાતો રહેશે. ક્રમશ: ઘંટ, શંખ, વાંસળી, ઝાંઝ, તબલા, નગારા અને છેવટે મેઘગર્જના જેવો પ્રચંડ અવાજ પણ સંભળાય. બહારના કોઈ આધાત વિના આ અવાજ સંભળાતો હોવાથી એને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ અનાહત નાદ કહે છે. અને નાદશ્રવણની આ પ્રક્રિયા નાદાનુસંધાન તરીકે ઓળખાય છે. કેટલાક કહે છે કે “સંભળાતો અવાજ જેમ મોટો તેમ પ્રગતિ વધુ.” આ વિષયના પ્રાચીન ગ્રંથોમાંના કેટલાક આ વાતને સમર્થન આપે છે, તો કેટલાક એનાથી વિરુદ્ધ અભિપ્રાય ઉચ્ચારે છે. વર્તમાન કાળના સાધકોના અનુભવો જોતાં એમ લાગે છે કે ભિન્ન ભિન્ન પ્રકારના અવાજની સાથે પ્રગતિનું તારતમ્ય સાંકળી શકાય તેમ નથી. કેટલાકને પ્રારંભમાં મોટા અવાજ સંભળાઈ, પછી નાના અવાજ સંભળાય છે; તો કોઈને પ્રારંભમાં તમરાં અને નુપુરઝંકાર જેવા ધ્વનિ સંભળાયા બાદ મોટા નાદ સંભળાય છે. આમ, વ્યક્તિની પ્રકૃતિ અનુસાર, સંભળાતા ધ્વનિનો અનુભવ દરેકનો જુદો પડે છે. તેમ એવો પણ નિયમ નથી દેખાતો કે બધા સાધકોને નાદ ઉપર્યુક્ત ક્રમમાં સંભળાય. વળી, કોઈને સાગરનો આછો ઘુઘવાટ કે ઝરણાનો મરમર ધ્વનિ વગેરે, ઉપર ગણાવ્યા તે સિવાયના, નાદ પણ સંભળાય છે. ચિત્ત કંઈક સ્થિર થતાં, કાનનાં છિદ્રો બંધ કર્યા વિના પણ, સાધક નાદ સાંભળી શકે છે, કેટલીક વાર બે કાનમાં ભિન્ન ભિન્ન પ્રકારના ધ્વનિ એકસાથે સંભળાય છે, તો કોઈ વાર એક કાનમાં પણ અનેક ધ્વનિઓ એકસાથે સંભળાય છે. એવું થાય ત્યારે જે ધ્વનિ વધુ સ્પષ્ટ અને સૂક્ષ્મ હોય તેની જ ધારણા કરી સાધકે પોતાનું સઘળું ધ્યાન એના શ્રવણમાં કેન્દ્રિત કરવું. એમ કરતાં ચિત્ત નાદમાં લીન બને છે. ચિત્તની દોડધામ શાંત કરવા માટે આ એક સરળ પ્રક્રિયા છે. ત્રાટક ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા કેટલાક યોગસાધકો ત્રાટકનું આલંબન પણ લે છે. આંખની કીકી અને મનની ગતિને કંઈક સંબંધ છે. ઊંઘતા માણસની કીકી જુઓ, તે સ્થિર હશે. જો તે ફરતી દેખાય તો સમજવું કે નિદ્રાધીન વ્યક્તિ ગાઢ ઊંઘમાં નથી, પણ એનું મન ગતિમાં છે; અર્થાત તે સ્વપ્ન જુએ છે. બીજી બાજુ, કોઈ એક વિચારમાં મગ્ન માણસની આંખ જોશો તો તે સ્થિર જણાશે. જૈન સાધનાપ્રણાલીમાં દૈનિક ક્રિયાઓમાં અનેક Page #212 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્થની કેડીઓ ૧૬૯ વાર કરાતા કાયોત્સર્ગમાં પચીસ, સો કે તેથી વધુ શ્વાસોચ્છવાસ સુધીની તેની પૂરી સમયમર્યાદા સુધી દષ્ટિ નાકના અગ્રભાગ ઉપર રાખવાનું વિધાન છે , તેનો હેતુ એના દ્વારા ચિત્તસ્થિરતામાં મદદ મેળવવાનો છે. ત્રાટક વડે સાધકના પ્રાણની ગતિ મંદ પડે છે, અને મન અને પ્રાણ પરસ્પર સંકળાયેલાં હોવાથી, પ્રાણની ગતિ મંદ પડતાં, મનની દોટ આપોઆપ મંદ પડે છે. આથી રૂપી ધ્યાનની એક પ્રક્રિયામાં તો મુખ્યત: કેવળ ત્રાટકનો જ આધાર લેવાય છે. બારમી ભિપ્રતિમા વગેરે વિશિષ્ટ સાધનાઓના શાસ્ત્રોક્ત ઉલ્લેખો જોતાં સમજાય છે કે પૂર્વે મુનિઓ દીર્ધકાળ સુધી ત્રાટક કરવાની ક્ષમતા મેળવતા. ત્રાટકથી ચિત્તસ્થિરતામાં મદદ મળે છે, પણ તેનાં કેટલાંક ભયસ્થાનો પણ છે. માટે, ચિત્તને સ્થિર કરવા ઇચ્છતા પ્રારંભિક અભ્યાસીએ, સીધો જ ત્રાટકનો અભ્યાસ કરવા કરતાં પ્રથમ યમ-નિયમના આસેવનપૂર્વક જપ, શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ વગેરે પ્રક્રિયાઓના અભ્યાસ વડે ચિત્તને નિર્મળ અને કંઈક શાંત કરી લેવું હિતાવહ છે; એ વિના ત્રાટકનો અભ્યાસ સાધનામાર્ગમાં કોઈ નવાં જ વિનો ઊભાં કરી દે એ સંભવિત છે. આ ચેતવણીને લક્ષમાં રાખી, અધિકારી સાધકે જ ત્રાટકના અવલંબને ચિત્તધૈર્યના માર્ગે આગળ વધવું. ત્રાટક માટે કોઈ પણ રૂપ-મૂર્તિ, ચિત્ર, બિંદુ, મંત્રાક્ષરો કે જયોત વગેરેનો ઉપયોગ થાય છે. પોતાના ઇષ્ટ (દેવ અથવા ગુરુ)ની મૂર્તિ કે ૬. નાસજી સ્તદન્દ્રો – યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૩૫. ७. जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः। निनिमेषदृशा ध्यायन् रूपस्थध्यानवान् भवेत्।। – એજન, પ્રકાશ, ૯, શ્લોક ૧૦. ૮. (i) પોપાર્જનવિધિ નિમિસના – શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર, શતક ૩, ઉ. ૨, સૂત્ર ૧૪૩ (પૃષ્ઠ ૩૦૫). (i) Ifમાયાવિકા – શ્રી સ્થાનાંગ સૂત્ર ઉ. ૩, સૂત્ર ૧૮૨. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આત્મજ્ઞાન અને સાધનાપથ ફોટો એ ત્રાટક માટેનું શ્રેષ્ઠ અવલંબન ગણાય. કારણ કે, જેના ઉપર પોતાને પ્રેમ અને ભક્તિ છે, ત્યાં ચિત્ત સહેલાઈથી કરી શકે છે, અને તે અભ્યાસનો પરિશ્રમ સાધક, કંટાળ્યા વિના, આનંદપૂર્વક કરી શકે છે. જેના ઉપર ત્રાટક કરવું હોય તે વસ્તુ-મૂર્તિ, ચિત્ર વગેરે–પોતાથી બેથી ચાર ફુટના અંતરે, આંખની સમાંતર રેખાથી સહેજ નીચે, એ રીતે મૂકવી કે બારી વગેરેમાંથી આવતો પ્રકાશ પોતાના મુખ ઉપર નહિ પણ તે વસ્તુ ઉપર પડે. પછી ધ્યાન માટેના કોઈ પણ આસનમાં સ્થિર થઈને, ચિત્ર કે મૂર્તિને નિનિમેષ દૃષ્ટિએ-આંખનો પલકારો માર્યા વિના-જયાં સુધી આરામપૂર્વક જોઈ શકાય ત્યાં સુધી જોવી; આંખો ખેંચવી નહીં કે તે વસ્તુ સંબંધી કોઈ વિચારોમાં ચડી ન જવું. દષ્ટિ સ્થિર રહે–આંખની કીકી પણ ન હાલે–એ લક્ષ રાખવું. દેષ્ટિ સ્થિર થતાં ચિત્ત પણ કેન્દ્રિત થશે. જેમ ગાડાના બે બળદોમાંથી એક ગળિયો થઈને જમીન પર બેસી જાય છે ત્યારે બીજો બળદ પણ ઊભો રહી જાય છે, તેમ ત્રાટક દ્વારા દેખીતી રીતે માત્ર આંખની પ્રવૃત્તિ અટકે છે, કિંતુ તે સિદ્ધ થતાં અન્ય ઇન્દ્રિયોની પણ વિષયો પ્રતિ દોટ થંભી જાય છે. ત્રાટકના અભ્યાસમાં સાધકે વધુ પડતી ઉતાવળ ન કરતાં ક્રમશ: ધીરે ધીરે આગળ વધવું હિતાવહ છે. પ્રારંભ બે-ત્રણ મિનિટથી કરી શકાય. વધુ સમય સુધી ત્રાટક કરવું હોય તો તેના નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ કરવું. સતત બહિર્મુખ રહેતા ચિત્તને એકાએક લાંબા સમયના ત્રાટક દ્વારા અંતર્મુખ રાખવા જતાં મગજના જ્ઞાનતંતુઓ તાણ અનુભવે છે. લાંબા સમય સુધી હઠપૂર્વક આજ્ઞાચક્ર ઉપર ચિત્તને એકાગ્ર રાખવાના પ્રયાસથી મગજના કોષોને નુકસાન થવાનો પણ સંભવ રહે છે. માટે માથામાં દુખાવો, મગજની જડતા કે કપાળમાં અત્યંત ગરમીનો સતત અનુભવ રહ્યા કરે તો, હઠ કરીને ત્રાટક ચાલુ ન રાખતાં, આ અનુભવોને ભયસૂચક લાલબત્તી ગણીને, ત્રાટકનો અભ્યાસ સ્થગિત કરી દેવો. ત્રાટકના અભ્યાસની બીજી એક રીત એ છે કે સામેની વસ્તુ-ચિત્ર વગેરે–ને અમુક સમય સુધી અનિમેષ નયને જોયા પછી આંખ બંધ કરીને, ભૂકુટિ સ્થાને એ ચિત્ર જોવા પ્રયાસ કરવો. મૂળ ચિત્રની તેજોમય રૂપરેખા દેખાશે. જ્યાં સુધી એ દેખાય ત્યાં સુધી એને જોયા કરો, ધીરે ધીરે એ ભૂંસાઈ જાય ત્યારે, આંખ ઉઘાડીને, ફરી મૂળ ચિત્રને નિર્નિમેષ દષ્ટિએ Page #214 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ્મૈર્યની કેડીઓ ૧૭૧ જુઓ. થોડા સમય પછી ફરી આંખ બંધ કરી ભ્રૂકુટિમાં ચિત્ર જોવા પ્રયત્ન કરો. અભ્યાસ વધતાં, બંધ આંખે અંતશ્ચક્ષુ સામે મૂળના જેવું આબેહૂબ ચિત્ર જોઈ શકાશે. એ પછી, બાહ્ય ત્રાટક છોડી દઈ, બંધ આંખ સામે દેખાતા ચિત્રને સ્થિરતાથી જોવાનો અભ્યાસ કરવાથી ધ્યાનમાં સરકી જવાશે. વિચારપ્રવાહનું નિરીક્ષણ ચિત્તની ચંચળતાને નાથવા કોઈ એક શબ્દ, ધ્વનિ, ક્રિયા કે રૂપનું અવલંબન લઈ તેમાં જ ચિત્તવૃત્તિને કેન્દ્રિત કરવાનો પ્રયાસ ઉપર્યુક્ત પ્રક્રિયાઓમાં અપેક્ષિત છે. પણ મનની દોટ ઓછી કરવા માટે કેટલીક એવી પ્રણાલિઓ પણ છે, જેમાં કોઈ બાહ્ય આલંબન લેવામાં આવતું નથી. એમાંનો એક સરળ માર્ગ છે વિચારપ્રવાહના નિરીક્ષણનો. એના અભ્યાસીએ ચિત્તમાં ઊભરાતા વિચારોનું નિયંત્રણ કરવાનો કશો પ્રયત્ન કર્યા વિના, કે તે વિચારો સાથે ભળ્યા વિના, ચિત્તમાં વહેતી વિચારોની વણથંભી વણઝારને, પ્રેક્ષક તરીકે દૂર બેસી, માત્ર જોયા કરવાનું જ છે. વિચારો આવે ને જાય તેને, નદીકાંઠે બેસી પાણીના પ્રવાહને જોતા હોઈએ તેમ, બેફિકરાઈથી માત્ર જોયા કરવા; એ પ્રવાહમાં પોતે તણાવું નહિ. સંભવ છે કે પ્રારંભમાં તો સાધકને આમાં કેવળ નિરાશા જ મળે. પરંતુ અભ્યાસ વધતાં, વિચારો સાથે ભળ્યા વિના, વિચાર-પ્રવાહના માત્ર પ્રેક્ષક રહેવાની ક્ષમતા પ્રાપ્ત થશે, અને તે સાથે ચિત્ત પણ ઉત્તરોત્તર અધિક શાંત થતું જશે. આવો બીજો એક અભ્યાસ છે વર્તમાન ક્ષણના વિચારને પકડીને તેના મૂળ સુધી પાછા જવાનો. વિચારપ્રવાહમાં તણાતાં તણાતાં, જયારે ખ્યાલ આવે ત્યારે, જે છેલ્લો વિચાર હોય તેને પકડી લઈ, એની પૂર્વના અંકોડા મેળવતાં મેળવતાં, શરૂઆતના વિચાર સુધી જવાનો પ્રયાસ કરવો. સામાન્યત: માણસનું ચિત્ત કશા નિશ્ચિત ધ્યેય વિના એક પરથી બીજા વિષય ઉપર કૂદકા મારતું ભટકયા કરે છે. એક વિચારમાં આવેલા કોઈ શબ્દ કે પ્રતીકથી અન્ય અન્ય વિષયોને સાંકળતી તેની વિચારધારા આગળ વધે છે. મૂળ એક વિચારમાંથી પ્રસ્તુત-અપ્રસ્તુત વિચારોનાં અનેક ડાળ-પાંખડાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આત્મજ્ઞાન અને સાધનાપથ ફૂટતાં જાય છે. અને જયારે આપણને એનું ભાન થાય છે ત્યારે, મૂળ શો વિચાર આપણે કરતા હતા એ યાદ કરવું પણ મુશ્કેલ બની જાય છે. ધ્યેયવિહીન ભ્રમણ કર્યા કરવાની ચિત્તની આ ટેવમાંથી મુક્ત થવામાં આ અભ્યાસ ઘણો સહાયક બને છે. નિવચારમાં કૂદકો ચિત્તને શાંત કરવાનો અન્ય એક ઉપાય છે પ્રત્યેક ઊગતા વિચારને ત્યાં ને ત્યાં જ ડામી દેવાનો. જાણે-અજાણે વિચાર સાથે ભળી જઈ આપણે તેને સાતત્ય આપીએ છીએ ત્યારે જ વિચાર આગળ વધે છે. સાવધાન રહી જો આપણે તેની સાથે ભળીએ નહીં તો મનની પાંખો કપાઈ જાય છે. પરંતુ વિચાર દ્વારા કંઈક પ્રાપ્ત થશે એ આશામાં ને આશામાં માણસ તેને સાતત્ય આપતો રહે છે. જો તે આ ભ્રામક આશા ત્યજી દેવાનું સાહસ દાખવી શકે તો મનોજયની દિશામાં તે શીધ્ર ગતિએ આગળ વધી શકે. જાગૃત રહી પ્રત્યેક વિચારને ઊગતો જ ડામી દેવાના આ અભ્યાસને ચાર-છ મહિના નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર સાધક અનુભવે છે કે એથી પોતાના ચિત્તની ઘાણી અશુદ્ધિ દૂર થઈ જવાથી તેની અર્થહીન ઊડાઊડ અટકે છે; તે નિર્મળ, શાંત અને સ્થિર થતું જાય છે. કેટલાક સાધકોને એકાગ્રતા કેળવવી કઠિન જણાય છે. પરંતુ, ઉપર્યુક્ત અભ્યાસમાં કરવામાં આવે છે તેમ, ઊગતા વિચારને ડામી દીધા પછી કે ચાલતા વિચારને અધવચ્ચે જ કાપી નાખીને પ્રાપ્ત થતી નિર્વિચાર સ્થિતિને શાંત ભાવે માત્ર જોયા કરવાનો અભ્યાસ વધુ માફક આવે છે. તેઓ આ અભ્યાસ દ્વારા સીધા જ નિર્વચાર સ્થિતિમાં જઈ શકે. પૂર્વનો વિચાર શમી ગયો હોય અને બીજો વિચાર ઊડ્યો ન હોય એ સ્થિતિને પકડી લઈ તેમાં સ્થિર થવાથી નિર્વિકલ્પ ચૈતન્યનો અવબોધ સરળતાથી થઈ શકે છે, એવી શાખ આદ્ય શંકરાચાર્ય, શ્રી રમણ મહર્ષિ વગેરે જ્ઞાનમાર્ગના અનેક યાત્રીઓ પૂરે છે. ८ नष्टपूर्वविकल्पे तु, यावदन्यस्य नोदयः । निर्विकल्पकं चैतन्यं, स्पष्टं तावत् विभासते॥ – શ્રી આદ્ય શંકરાચાર્ય, લધુવાકયવૃત્તિ, શ્લોક ૧૧. Page #216 -------------------------------------------------------------------------- ________________ સમત્વ વિનાની એકાગ્રતાયે અનિષ્ટ મુમુક્ષુએ એ સમજી રાખવું ઘટે કે માત્ર એકાગ્રતા તેનું લક્ષ્ય નથી; ચિત્તની નિર્મળતાપૂર્વકની એકાગ્રતા તેને ઇષ્ટ છે; રાગ, દ્વેષ કે મોહમાંથી જન્મતી એકાગ્રતા આત્માર્થીને ન ખપે. ઉંદર ઉપર તરાપ મારવા સાવધાન બેઠેલી બિલાડી, માછલાંને ઝડપી લેવા એક પગ ઉપર ઊભો રહેલો બગલો કે શત્રુની હિલચાલ ઉપર નજર રાખીને ખાઈમાં છુપાઈને બેઠેલો અને શત્રુને વીંધી નાખવા નિશાન લઈ રહેલો સૈનિક એકાગ્ર તો છે, કિંતુ એ એકાગ્રતા પણ વય છે. ભૌતિક ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ, અનિષ્ટની નિવૃત્તિ કે પ્રાપ્ત ઇષ્ટ વસ્તુ (કે સ્થિતિ)ના સંરક્ષણ અર્થે ઉત્સુક કે અન્યને હાનિ પહોંચાડવાના વિચારમાં તલ્લીન બનેલ ચિત્તને જ્ઞાનીઓએ આવકાર્યું નથી, એટલું જ નહીં, તેને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તરીકે ઓળખાવી, તેનાથી વેળાસર અળગા થઈ જવાનો મુમુક્ષુને અનુરોધ કર્યો છે. માટે, આ પ્રક્રિયાઓના અભ્યાસની સાથોસાથ વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને જ્ઞાન દ્વારા ચિત્ત ઉત્તરોત્તર વિકારમુક્ત થતું જાય અને સમભાવમાં પણ વૃદ્ધિ થતી રહે એની યોજના આત્માર્થીએ કરવી જોઈએ. મુમુક્ષુનું અંતિમ લક્ષ્ય તો, સાત્ત્વિક વિચારોમાં પણ ન અટકતાં, મનથી પાર જઈ, આત્મસ્વરૂપમાં સ્થિર થવાનું છે. એકલી એકાગ્રતા મનથી પાર લઈ જતી નથી. આખરે એકાગ્ર તો મન જ થાય છે ને? એટલે મનથી પાર જવા માટે સાધકે ચિત્તસ્મૈર્યની કેડીઓ વટાવી અંતર્મુખતા અને સાક્ષીભાવના ધોરીમાર્ગે ચડવું રહ્યું. * ચિત્તસ્મૈર્યની કેડીઓ ૧૭૩ જુઓ પ્રકરણ છઠ્ઠું, પૃષ્ઠ ૧૧૮-૧૨૩. Page #217 -------------------------------------------------------------------------- ________________ Page #218 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ‘દેહ’ એવા મતિસૂત્રને વિષે, ગુંથાઈ ચિતા સઘળી જનોની; હું કોણ?” એ ચિંતનથી દે ડૂબા, સમસ્ત ચિંતા ટળશે તમારી ધાનાભ્યાસનું પ્રધાન પ્રયોજન એ છે કે ચિત્તને આત્મામાં લીન કરવું ચિત્તનું અતિક્રમણ કરીને સ્વમાં ઠરવું. સ્વરૂપે સાથે ચિત્તનું અનુસંધાન થયા વિના, ચિત્તમાં પડેલાં તૃષ્ણા, રાગ, દ્વેષ અને મોહ-અવિઘાના સંસ્કારોની જડ ઉખેડી શકાતી નથી. જેમ અભ્યાસથી આંગળીના ટેરવા ઉપર લાકડીને થોડો વખત સ્થિર રાખી શકાય છે, પણ એનાથી કોઈ ઉપયોગી કાર્ય થઈ શકે તેટલો સમય એ સ્થિતિ ટકતી નથી, તેમ સ્વરૂપાનુસંધાન વિના કેવળ બાહ્ય પ્રક્રિયાઓ વડે સધાયેલી ચિત્તની એકાગ્રતા પણ ઠગારી નીવડે છે, તે ઝાઝો સમય ટકતી નથી; ચિત્તનું અતિક્રમણ કરવાનું ધ્યેય એનાથી સિદ્ધ થઈ શકતું નથી. ચિત્ત રહે ત્યાં સુધી અહંકાર પણ રહે. બધી મલિન વૃત્તિઓનું બીજ એ અહંકાર – ‘અહીવૃત્તિ જ હોવાથી, સ્વરૂપના બોધ વિના એકાગ્ર થયેલું ચિત્ત જરા નિમિત્ત મળતાં પુન: ક્ષુબ્ધ બની જાય છે અને, રાગ-દ્વેષમોહથી અભિભૂત થઈ, ફરી ચંચળતાનો પોતાનો સ્વભાવ દેખાડે છે. માટે ચિત્તમાં મૂળભૂત પરિવર્તન લાવવા અને તેમાં રહેલ તૃષ્ણા, મત્સર, દ્વેષ, ૨. શ્રી રમણ મહર્ષિ, પરમાર્થ દીપ, ૧૫૬. ૧૭૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ કુતૂહલ આદિ વૃત્તિઓનો ઉચ્છેદ કરવા સાધકે સ્વરૂપનું અનુસંધાન કરવું રહ્યું. મોહનો આધાર સ્વરૂપની વિસ્મૃતિ છે; એ આધાર ખસેડી લેતાં મોહ આપમેળે ખખડી જાય છે. સામાન્ય રીતે આપણું ધ્યાન બાહ્ય જગતને જોવા, જાણવા અને માણવામાં એટલું બધું ઓતપ્રોત રહે છે કે આપણે જાતને-આત્માને ભૂલી જઈએ છીએ. વિશાળ ફેલાવો ધરાવતા કોઈ દૈનિકના તંત્રીની કામગીરીની કલ્પના કરો. તાર, કોલ, ફોન, ટેલીપ્રિન્ટર, ખબરપત્રીઓ આદિ દ્વારા દુનિયાભરમાંથી તેની ઑફિસમાં સતત ઠલવાયે જતા સમાચારોના વર્ગીકરણ, તારવણી, પસંદગી, કાપકૂપ અને સંકલનમાં એ ખોવાઈ જાય છે; તેમ આપણે ઇન્દ્રિયો દ્વારા ઠલવાતા બાહ્ય જગતના અહેવાલો સાંભળવામાં, એને મૂલવવામાં કે એના પ્રત્યે આપણો પ્રતિભાવ વ્યક્ત કરવામાં એવા વ્યસ્ત રહીએ છીએ કે એની ઓથે આપણી જાત વિશે સાવ અંધારામાં રહી, હું આ દેહ' એ ભ્રાન્તિમાં જ જીવન વીતાવી દઈએ છીએ! એક દર્શનાર્થીએ રમણ મહર્ષિને પૂછયું : “પરમાત્મા સાકાર છે કે નિરાકાર?” મહર્ષિએ સામો પ્રશ્ન કર્યો કે “પહેલાં એ કહો : પ્રશ્ન કરનાર સાકાર છે કે નિરાકાર?' ‘એમાં વળી પૂછવાનું શું છે? હું આ ઊભો તમારી સામે. હું સાકાર છું એ તો દીવો જેવું સ્પષ્ટ છે.’ “ખરેખર? તો, મૃત્યુ થતાં બધા ભેગા થઈને તમને તમેજ બંધાવેલા તમારા ઘરમાંથી બહાર કાઢશે ત્યારે તમે એનો વિરોધ નહિ કરો?' પ્રશ્નકાર ગૂંચવાયો, હવે જ એને ભાન થયું કે જાત વિશેના કેવા ખોટા ખ્યાલમાં તે જીવી રહ્યો છે–આ શરીર એ જ “હું' એવી ખોટી identity/ખોટી ઓળખ સાથે ભ્રાંતિમાં જીવી રહ્યો છે. જગત આખાનું જ્ઞાન ધરાવવાનો દાવો કરતો માનવી જાત વિશે જીવનભર અજ્ઞાન રહે છે. સવારના પહોરમાં દુનિયાભરના સમાચાર જાણવા આતુર રહેતો – છાપું જરાવાર મોડું આવે તો બેચેની અનુભવતો-બુદ્ધિજીવી પોતા વિશે જીવનપર્યત બેખબર રહી શકે છે! Page #220 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૭૭ આ સ્થિતિમાંથી બહાર નીકળીને સ્વરૂપનું અનુસંધાન શી રીતે સાધવું?—આ પ્રશ્ન તમને મૂંઝવે છે? તો ચાલો, એ માટેની કેટલીક સરળ સાધના-પ્રક્રિયાઓનો અહીં થોડો પરિચય મેળવીએ. ‘આત્મવિચાર’/હું કોણ? સ્વરૂપ-બોધ માટે આપણા યુગના આત્મનિષ્ઠ સંત શ્રી રમણ મહર્ષિએ, ‘આત્મવિચાર’-Self-enquiry નામે ઓળખાતી, એક સરળ છતાં અસરકારક પ્રક્રિયા બતાવી છે. જિજ્ઞાસુઓને તેઓ અનુરોધ કરતા કે, ‘હું દેહ’ એવા મતિસૂત્રને વિષે, ગુંથાઈ ચિંતા સઘળી જનોની; ‘હું કોણ?’ એ ચિંતનથી અે ડૂબો, સમસ્ત ચિંતા ટળશે તમારી. ચિત્ત શમ્યા વિના આત્મસાક્ષાત્કાર થતો નથી. ચિત્ત એ બીજું કશું જ નહિ પણ વિચારોનો ભારો માત્ર છે; અને વિચારોમાં સૌથી આઘ અને પ્રધાન વિચાર છે ‘હું’. માટે, ‘હું કોણ?” એ ખોજ કરો, એના દ્વારા જ ચિત્તને શમાવી શકાશે. ચિત્તને આમ સતત અંતર્મુખ રાખીને સ્વમાં રહેવું-આત્માનુસંધાન કરવું–એનું જ નામ ‘આત્મવિચાર’. શરીર, ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિ ચાલુ હોય ત્યારે, આપણે તેમાં એવા ભળી જઈએ છીએ કે સ્વરૂપ-સ્મૃતિ ટકતી નથી. માટે, પ્રથમ તો, રોજ નિયત સમયે, અન્ય સર્વ પ્રવૃત્તિ છોડીને, આત્માનુસંધાનનો અભ્યાસ કરવો રહ્યો. આ માટે પદ્માસન, સુખાસન, વજ્રાસન આદિ ધ્યાન માટેના કોઈ એક આસનમાં સ્થિર થઈ, આંખ મીંચી પ્રથમ દશેક ઊંડા શ્વાસ લઈને, શ્વાસોચ્છ્વાસની ક્રિયા શાંત, ધીમી અને લયબદ્ધ થવા દો. પછી તમારી સાચી ઓળખાણ મેળવવાનો પ્રયાસ કરો : ઊંડી જિજ્ઞાસા સાથે મનોમન પ્રશ્ન કરો કે ‘હું કોણ?' આ પ્રશ્નનો ઉત્તર શબ્દો દ્વારા ન આપતાં, મન:ચક્ષુ સમક્ષ તે ઉપસવા દો. મન:ચક્ષુ સામે તમારી આકૃતિ ખડી કરો અને વિચારો કે આ શરીર એ ‘હું’ છે? વચ્ચે બીજા કોઈ ફાલતુ વિચારોને અવકાશ ન આપતાં, બચપણથી આજ સુધીની વિવિધ અવસ્થાઓને ક્રમશ: ચિત્રપટની જેમ મનશ્ચક્ષુ સામેથી પસાર થવા દો. જન્મથી માંડીને આજ સુધીમાં કેટલું બધું પરિવર્તન આ શરીરમાં થયું છે, ઍની નોંધ લો. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ જન્મ વખતનું શરીર આજે. રહ્યું નથી, પણ શરીરનાં આ બધાં પરિવર્તન વચ્ચે ‘હું'ની પ્રતીતિ તો એકસરખી રહી છે. કદાચ કોઈ માંદગી કે અકસ્માતમાં માણસે હાથ, પગ કે કોઈ ઇન્દ્રિય ખોઈ દીધી હોય, પણ એની “હું'ની પ્રતીતિમાં એથી ન્યૂનતા આવતી નથી. અર્થાત “હું” નામનું તત્ત્વ શરીરથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, શરીર એ હું નથી. હવે, બચપણથી માંડીને આજ સુધીની તમારી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓને પૂર્વવત્ તપાસો. તમે જોશો કે એ પણ બદલાતી રહી છે. તમારી કોઈ પણ એક અવસ્થાની લાગણીઓ અને હું એકરૂપ છે એમ તમે નહિ કહી શકો; કારણ કે જન્મથી આજ પર્યત હુંની પ્રતીતિ એકસરખી રહી છે, જયારે લાગણીઓમાં સતત પરિવર્તન થતું રહ્યું છે. હવે મનમાં ઊભરાતા વિચારો તરફ દષ્ટિ નાખો. તમે જોશો કે વિચારોની વણજાર ચિત્તમાંથી પસાર થઈ રહી છે. પળે પળે નવા નવા વિચારો ચિત્તમાં ઊઠે છે અને શમે છે. માટે વિચારો પણ હું ન હોઈ શકે. વળી, આપણી અંદર એવું કંઈક છે, જે અમુક વિચારોમાં પોતાની સંમતિ આપે છે, જયારે અમુક વિચારો પ્રત્યે નાપસંદગી દર્શાવે છે. વિચારપ્રવાહનું આ નિરીક્ષણ અને નિયંત્રણ કોણ કરે છે? – આ રીતે, હું કોણ?” એ પ્રશ્નનો તાગ મેળવવા પ્રયત્ન કરો. અહીં આપેલા પ્રશ્નો તો માત્ર દિશાસૂચનરૂપ છે, આ રૂપરેખા અનુસાર સાધક પોતાની સ્વતંત્ર પ્રશ્નાવલી ઘડી શકે; પણ એ ધ્યાનમાં રહે કે એ પ્રશ્નોનો કોઈ શાબ્દિક જવાબ ન આપતાં, શરીર, લાગણી અને વિચારોને વટાવીને, ચેતનાને ઊંડે ઊતરવા દેવી. અહીં સુધી આવ્યા પછી, નિર્વિચાર રહીને, આતુરતાથી હુંની પ્રતીક્ષા કરો. ‘આત્મવિચાર’ની પ્રક્રિયા એ માત્ર બૌદ્ધિક ચેષ્ટા નથી. વિચારો તો આત્મદર્શનમાં નડતરરૂપ છે, તેથી હવે કોઈ વિચાર ઊઠે તો તેમાં ભળ્યા વિના, અંતરમાં ઊંડે ઊતરી, એટલું પૂછો કે આ વિચાર કોને આવે છે? જે કંઈ વિચારો, વૃત્તિઓ, સ્મૃતિઓ, સંકલ્પ-વિકલ્પો ચિત્તમાં ઊઠે તેને આ પ્રશ્નથી ઠાર કરો; સાત્વિકતાના ઓઠા નીચે પણ કોઈ વિચારને ટકવા ન દો. જેવો વિચાર ઊઠે કે ફરી સાવધાન થઈને પૂછો કે એ વિચાર કોને ઊઠે છે? ઉત્તર મળે કે “મને ઊઠે છે' તો ફરી, “હું કોણ?' એ અન્વેષણ કરો. Page #222 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૭૯ આમ થતાં, ફાલતુ વિચાર શમી જશે અને મન ફી અંતર્મુખ બનશે. પરંતુ આ સ્થિતિ વધુ વખત ટકશે નહિ; ફરી અન્ય વિકલ્પ ઊઠવાનો. વિકલ્પ ઊડ્યો છે એ ખ્યાલ આવે કે તરત જ પ્રશ્ન કરો કે “એ વિકલ્પ કોણ કરે છે?' ચિત્તમાં ઊભરાતા વિચારોને સમૂળગા શાંત કરી દઈ, વિચારના ઉદ્ભવસ્થાનરૂપ વિશુદ્ધ ચૈતન્યનો અપરોક્ષ અનુભવ મેળવવો એ આત્મવિચાર'નો મૂળ ઉદ્દેશ હોવા છતાં, એના અભ્યાસની પ્રારંભિક ભૂમિકામાં તો, ભટકતા ચિત્તને ચિંતનની એક ધારામાં જોડી રાખવું અને ચિત્તના વિચાર-ચરખાની ગતિ ઉપર કંઈક નિયંત્રણ મેળવવું એને જ ધ્યેય બનાવવું રહ્યું. પ્રારંભિક અભ્યાસીને તો એ કામ પણ ઘણું કઠિન જણાશે. તમે એક વિચારને દૂર કરશો ત્યાં બીજો પેઠો જ સમજો. પણ પ્રારંભિક નિષ્ફળતાથી નિરાશ થયા વિના અભ્યાસ ચાલુ રાખવો. ચિત્ત આત્મ-અન્વેષણમાંથી અન્યત્ર સરકી ગયું છે એ ખ્યાલ આવે ત્યારે ત્યારે તેને ત્યાંથી પાછું ખેંચી લઈ ફરી ફરીને એ અન્વેષણમાં જોડતા રહો, તો ચિત્ત શાંત પડતું જશે. “કોણ?” એ એક જ વિચારધારાને આગ્રહપૂર્વક નિરંતર વળગી રહેવાનું શુભ પરિણામ થોડા સમયમાં દેખાયા વિના રહેશે નહિ. આ અભ્યાસ વડે ચિત્તની એકાગ્રતા વધે છે, તેની સાથે જ “અહ' ઉપર/મોહ ઉપર પણ ઘા પડે છે. આ માત્ર બૌદ્ધિક અન્વેષણ નથી; અન્ય ધાનાભ્યાસ કરતાં પણ આ પ્રક્રિયા જુદી છે. અન્ય બાનોમાં બતાથી જુદું કોઈ બેય હોય છે, જયારે આ પ્રક્રિયામાં ધ્યાન માટેનું જુદું ધ્યેય નથી. આમાં તો સર્વ વિચારપ્રવાહોને ખંભિત કરી દઈ, ‘અહં' અર્થાત્ “'ની પ્રતીતિના પૃથક્કરણમાં – ‘હુંનું ભાન ક્યાંથી ઊઠે છે? એ શું છે? એ અન્વેષણમાં– અંતર્મુખ રહી, સ્વ-રૂપને જ અનુભવવાનો પ્રયાસ છે, અહં સાથેનું યુદ્ધ તેમાં સમાયેલું છે. તેથી આનો અભ્યાસ વધતાં જીવનમાં સવૃત્તિઓ અને સગુણો સ્વયં વિકસતાં જાય છે, અને અશુભ વાસનાઓ આપોઆપ ખરી પડે છે. પ્રારંભમાં, ઉપર્યુક્ત રીતે, અન્ય સર્વ પ્રવૃત્તિ બંધ કરીને, નિત્ય નિયત સમયે, નિરંતર, અડધો કલાક કે કલાક એ અભ્યાસ કરવો અનિવાર્ય છે; પણ એટલું જ પર્યાપ્ત નથી. “આત્મવિચાર’ સમગ્ર જીવનમાં વણાઈ જવો Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આત્મજ્ઞાન અને સાધનાપથ જોઈએ. અન્ય પ્રવૃત્તિ દરમ્યાન પણ અંતરમાં જાગ્રત રહીને પૂછો કે “આ કોણ કરી રહ્યું છે?' ક્રોધ, હર્ષ, શોક આદિ કોઈ લાગણી ઊઠે ત્યારે પણ જાગ્રત બની અવલોકન કરો કે આ લાગણી કોને ઊઠે છે? પ્રસન્ન કે ખિન્ન કોણ થઈ રહ્યું છે? પ્રત્યેક વિચાર-વિકલ્પ ઊઠતાં જ, જાગ્રત રહી, પ્રશ્ન કરો કે તે વિચાર કોણ કરે છે?—આ જાતનો બૂહ મોહ સાથેના સંગ્રામમાં તમારો જય નિશ્ચિત બનાવે છે. સતત નિરંતર ચાલુ રહેતા “આત્મવિચાર” દ્વારા આત્મજાગૃતિ વધે છે અને દેહાત્મબુદ્ધિ મોળી પડતી જાય છે; પરિણામે “અહનું બહુધા અનુત્થાન અને સંકલ્પ-વિકલ્પની અલ્પતા સહજ બને છે. - આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે એના અભ્યાસના પ્રારંભથી જ દહાત્મબુદ્ધિ ઉપર પ્રહાર થતો રહે છે, તેથી એના દ્વારા એકાગ્રતાનો અભ્યાસ, ચિત્તની શુદ્ધિ અને મોહનો હાસ સાથોસાથ થતાં રહે છે. નિજ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેનું અનુસંધાન રોજિંદા જીવનવ્યવહારની અનેકવિધ પ્રવૃત્તિઓ, સંપક, વાતચીત અને વિચારણા દ્વારા આપણા ચિત્ત ઉપર એક પ્રકારનું મોહનું જે ધુમ્મસ છવાતું રહે છે, તેનાથી એને મુક્ત રાખવાની અથવા એ ધુમ્મસને વિખેરી નાખવાની કંઈક યોજના સાધકના જીવનમાં હોવી જોઈએ. મોહના હૃાસ માટે સ્વરૂપનું અનુસંધાન એ પ્રબળ શસ્ત્ર છેતેથી સર્વ ૨. “આત્મવિચાર’ વિષયક સવિસ્તર પથદર્શન માટે જુઓ : (i) Maha Yoga, by “Who', Sri Ramanasramam, Tiravannamalai, South India, 606 603; (ii) Be As you Are - The Teachings of Sri Raman Maharshi, edited by David Godman, Chaps; 4, 5, 6 (pp. 45-80), Arkana Paperbacks (1985), Routledge & Kegan Paul, London. ૩. (1) શુદ્ધીમદ્રવ્યમેવ હું શુદ્ધજ્ઞાન કુળો મમ नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ।। – જ્ઞાનસાર, મોહત્યાગાષ્ટક, શ્લોક ૨. (ii) મુક્તિ મનો મોદ્રારંfમમૂર્તિા तन्नियोज्यात्मनस्तत्त्वे तानेव क्षिपति क्षणात्।। – શુભચંદ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવ, સર્ગ ૩૨, શ્લોક ૫૧. Page #224 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૧ કાળના જ્ઞાની પુરુષો મુમુક્ષુને આત્મસ્વરૂપનું અવલંબન લેવા અનુરોધ કરે છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આ વાતનો નિર્દેશ આપતાં ‘યોગદષ્ટિસમુચ્ચય' નામના ગ્રંથમાં કહ્યું છે કે “પ્રારંભિક કક્ષામાં જુદા જુદા દર્શનના અનુયાયીઓ ભલે ભિન્ન ભિન્ન રીતે ઉપાસના કરતા હોય, પણ અંતે તો સર્વ મુમુક્ષુઓ બાહ્ય વિષયોથી અને ચિત્તમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પથી પણ ખસીને સ્વભાવનું અવલંબન લેવારૂપ એક જ માર્ગે ગતિ કરે છે.”” "L મુનિજીવનમાં પણ આ જ મહત્ત્વની સાધના છે; એ તથ્ય પ્રત્યે લક્ષ ખેંચતાં યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “ચિત્તને આત્મામાં એકાગ્રપણે સ્થાપીને અશુભ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એ ઉત્તમ સાધન છે. સાધુ પાસેથી માત્ર બહિરંગ સાધનાની નહિ, પણ આવી અંતરંગ સાધનાની અપેક્ષા રખાઈ છે; કારણ, આ અધ્યાત્મ-ધ્યાનયોગ બધાં જ શાસ્ત્રોનું નવનીત છે. તે પરમ સંવરરૂપ છે અને એ જેમ જેમ આત્મસાત્ થાય તેમ તેમ સાધક સામ્યસુખનો વધુ ને વધુ અનુભવ કરે છે; આનંદ વૃદ્ધિગત થતાં તે અહીં જ મુક્તિસુખ ચાખે ૫ છે.” ४. एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् । યોગદૃષ્ટિસમુચ્ચય, શ્લોક, ૧૨૮. ५. अन्तरंगयत्न एवं साधूनामपेक्षितो... न तु बहिरंग एवेति दृढयन्नाह जत्तो अ अंतरंगो अज्झप्पज्झाणजोगओ जुत्तो । जं एसो च्चिय सारो सयलंमि वि जोगसत्थंमि ।। यद् यस्मादेष यत्नश्चान्तरंगोऽध्यात्मध्यानयोगत आत्मन्येवैकाग्रचित्तव्यापाराद् विद्यमानक्लिष्टचित्तनिरोधलक्षणोपेक्षासंयमाद् युक्तः । एवाध्यात्मध्यानयोग एव सकलेऽपि योगशास्त्रे सारः । एअंमि परिणमंते आणंदस्सावि होइ परिवुड्ढी । एवं चिय साहूणं जीवन्मुत्ततणं जुत्तं ॥ ઉપા. યશોવિજ્યજી, ઉપદેશરહસ્ય, શ્લોક ૧૯૦-૧૯૧. टीका - Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ અન્યત્ર પણ કહ્યું છે કે – નિશ્ચે શુદ્ધ સરૂપ કી, ચિંતન વારંવાર; નિજ સરૂપ વિચારણા, કરવી ચિત્ત મઝાર. અતિ થિરતા ઉપયોગ કી, શુદ્ધ સરૂપ કે માંહી; કરતાં ભવદુ:ખ સવિ ટલે, નિર્મલતા લહે તાંહીં. એહ ઉપયોગે વરતતાં, થિર ભાવે લયલીન; નિર્વિકલ્પ રસ અનુભવે, નિજ ગુણમાં હોય પીન. તિણ કારણ નિજ રૂપમાં, ફિરી ફિરી કરો ઉપયોગ, ચિહું ગતિ ભ્રમણ મિટાવવા, એહ સમ નહીં કોઈ જોગ.* – સર્વ શાસ્ત્રો અને સાધનાપદ્ધતિઓનું નવનીત ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણના મુખે અર્જુનને આ જ સલાહ મળી છે : “અંતર્મુખ થઈને ધીરે ધીરે મનને આત્મામાં સ્થાપવું અને અન્ય કંઈ ચિંતન ન કરવું. ચંચળ મન બહાર જાય કે ત્યાંથી પાછું વાળીને તેને ફરી ફરી આત્મામાં જ લાવવું.”° દિગંબરાચાર્ય શ્રી પૂજ્યપાદે પણ મુમુક્ષુને અનુરોધ કર્યો છે કે બહિરાત્મભાવ-દેહાદિ બાહ્ય વિષયોમાં ‘હું અને મારું એવી બુદ્ધિ-છોડી દઈને, અંતરાત્મભાવ-હું આત્મા છું, શરીરાદિનો સાક્ષી માત્ર છું’ એ વૃત્તિ–માં સ્થિર થઈ તેણે સર્વ-સંકલ્પવજિત પરમાત્માની ભાવના કરવી. ‘જ્ઞાનાર્ણવ’ના કર્તા શ્રી શુભચંદ્રાચાર્યે પણ સ્વાનુભવપૂર્વક ૬. સમાધિવિચાર/મરણ-સમાધિ-વિચાર, દુહા ૧૯૯, ૨૦૧, ૨૦૩, ૨ ૧૫. ૭. ને શનૈ૫રમે યુદ્ધચી વૃતિગૃહીતયા आत्मसंस्थं मनः कृत्वा, न किञ्चिदपि चिंतयेत्।। यतो यतो निःसरति, मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत्।। – ભગવદ્ગીતા, અધ્યાય ૬, શ્લોક ૨૫-૨૬. ८. त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत् परमात्मानं, सर्वसंकल्पवजितम् ।। – સમાધિતંત્ર, શ્લોક ૨૭. Page #226 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૩ આ જ વાત ઉચ્ચારી છે. હેમચંદ્રસૂરિ મહારાજ પણ ‘યોગશાસ્ત્ર’ના અંતે સ્વાનુભવના રણકા સાથે આ જ વાત કરે છે. ૧૦ ‘આ કાયા, મન અને વાણી એ હું નથી, અને તેથી એનાથી ભોગવાતા વિષયો તેમજ સર્વ ઔદિયક ભાવો એ મારા નથી,’-એવી બુદ્ધિ થતાં, શરીરાદિ ઔદયિક ભાવો અને વિષયોમાંથી રાગ-દ્વેષ છૂટતા જાય છે; અને જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થાય છે તેટલા અંશે આત્મા સ્થિરતાનો અને શાંતિનો-પ્રશમસુખનો અનુભવ કરે છે. માટે, દેહમાં આત્મબુદ્ધિ છોડી દઈને અંતર્મુખ થવાની ઉપર્યુક્ત પ્રેરણા મુમુક્ષુને શાસ્રો જુદી જુદી અનેક રીતે આપે છે : શુદ્ધાત્માનું સતત અનુસંધાન પરમાત્મસમાપત્તિનો હેતુ છે.' તેથી આત્મજ્ઞાન ઝંખતા સાધકોએ જ્ઞાનપૂર્વક અંર્તમુખ થવું. દૃશ્યની સાથે તાદાત્મ્ય ન અનુભવતાં, સાધકે તેના માત્ર દ્રષ્ટા જ બની રહેવું પોતાના દેહ અને મનને પણ એ દૃશ્યના એક ભાગ તરીકે જ જોવાંઅર્થાત્ પોતાના દેહની અને મનની પ્રવૃત્તિઓ અને વિશેષતાઓથી પોતે ગૌરવ કે ગ્લાનિ ન અનુભવતાં, તેના માત્ર તટસ્થ પ્રેક્ષક જ રહેવું. ૧૩ ८. अपास्य बहिरात्मानं सुस्थिरेणांतरात्मना । ध्यायेद्विशुद्धमत्यंत, परमात्मानमव्ययम् ॥ - જ્ઞાનાર્ણવ, સર્ગ ૩૨, શ્લોક ૧૦. ૧૦. યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૬-૧૨. ૧૧. (i) ઉપાધ્યાય યશોવિજ્યજીકૃત ‘નયોપદેશ’ અને તેની સ્વોપજ્ઞ ટીકા ‘નયામૃતતરંગિણી’, શ્લોક ૧. (ii) अण्णे पुग्गलभावा, अण्णो एगो य नाणमित्तोऽहम् । सुद्धो एस विअप्पो, अविअप्पसमाहिसंजणओ ।। ૧૨. તેનાત્મવર્ગનાનાંકો, જ્ઞાનેનાન્તમુદ્યો મવેત્ द्रष्टगात्मता मुक्ति - र्दृश्यैकात्म्यं भवभ्रमः । । --- ધર્મપરીક્ષા, ગાથા, ૧૦૩ (વિવેચન માટે ટીકા જુઓ). ૧૩. ર્મનેભ્યઃ સમસ્તેયો માવેભ્યો મિન્નમન્વદમ્। ज्ञस्वभावं उदासीनं पश्येदात्मानमात्मना ॥ – અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ., શ્લોક ૫. - તત્ત્વાનુશાસન, અ. ૫, શ્લોક ૨૪, (૧૬૪). Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આત્મજ્ઞાન અને સાધનાપથ નિશ્ચયનયે આત્મા અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. એ ‘અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ જ હું છું; મન-વાણી-કાયા એ હું નથી; મન-વાણી-કાયાથી થતાં કાર્યો એ મારાં નથી'. આ ભાનપૂર્વક, મન-વાણી-કાયાથી થતી ક્રિયાને શાંતભાવે માત્ર જોયા કરો. ‘હું ગોરો, સ્થૂળ, કૃશ છું' એ રીતે કાયા સાથે તાદાત્મ્ય ન અનુભવતાં, ‘એક માત્ર જ્ઞાન એ જ મારી કાયા છે' એ તથ્યથી ભાવિત થવું, અર્થાત્ માત્ર શુદ્ધ જ્ઞાયક ભાવ સાથે જ્ઞાન સાથે—જ પોતાનું તાદાત્મ્ય અનુભવવું. ૧૫ -- આ દેહમાં આત્મભાવના કરવી તે દેહાંતરગતિનું અર્થાત્ ભવભ્રમણનું બીજ છે; જયારે આત્મામાં જ આત્મભાવના એ વિદેહ-નિષ્પત્તિનું અર્થાત્ મુક્તિનું બીજ છે.' ચિરકાળથી દૃઢમૂળ થયેલા અવિદ્યાના સંસ્કારોના કારણે ચિત્ત આત્મતત્ત્વથી દૂર રહે છે, પરંતુ તે જ ચિત્ત જ્ઞાનથી વાસિત થતાં હૃદયગુહામાં રહેલ આત્મદેવને જુએ છે.” સાધનાના પ્રારંભમાં એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓનો અભ્યાસ જ્ઞાનીઓએ સૂચવ્યો છે, તેનું હાર્દ પકડાય તો એ અભ્યાસ દ્વારા અંતર્મુખતા પ્રગટે. અવચેતન મનમાં ચિરકાળથી દૃઢમૂળ થયેલા દેહાત્મબુદ્ધિના સંસ્કારને ૧૪. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ ધિવેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ઉપા. યશોવિજ્યજીકૃત અમૃતવેલની સજઝાય, ગાથા ૨૪-૨૫. ૧૫. ગૌર: મ્યૂ: કૃશો વામિત્યોનાવિશેષયન્ आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।। ૧૬. વેદાન્તર તેર્નીન, રેફ્રેસ્મિનાભમાવના बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥ ૧૭. ઞજ્ઞાનવિદ્યુત શ્વેત: સ્વતત્ત્વાપવર્તતે। विज्ञानवासितं तद्धि पश्यत्यतः पुरे प्रभुम् ।। – સમાધિતંત્ર, શ્લોક ૭૮. – એજન, શ્લોક ૭૪, સરખાવો : એજન, શ્લોક ૬૨. – જ્ઞાનાર્ણવ, સર્ગ ૩૨, શ્લોક ૫૦. Page #228 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના | ૧૮૫ કારણે સામાન્યત: માનવી સતત પરના વિચારોમાં રોકાયેલો રહે છે. જયાં તે “પોતાનો’ વિચાર કરે છે ત્યાં પણ પારમાર્થિક દષ્ટિએ, એ પરનો વિચાર હોય છે. ધન-માલ, કુટુંબ-પરિવાર વગેરેથી પોતે જદો છે એ ભાનની સાથે. સામાન્યત: માનવીને જેમાં હું બુદ્ધિ થાય છે તે કાયાથી પણ પોતે જુદો છે એ ભાન કેળવાય તો એકત્વ-અન્યત્વ ભાવનાનો અભ્યાસ સાર્થક થાય; અન્યથા, દેહાત્મબુદ્ધિ અકબંધ રહે અને “સ્વજન-પરિવાર આદિ પરાયાં છે? એ વિચાર જ ઘૂંટાતો રહે તો, સંભવ છે કે, સાચી આધ્યાત્મિકતાને બદલે નરી સ્વાર્થવૃત્તિ જ ચિત્તમાં આસન જમાવે. તેથી અંતર્મુખ રહેવા ઇચ્છનાર સાધકે પોતાના સમગ્ર બાહ્ય વ્યક્તિત્વનું સંશોધન કરવું રહ્યું. એમ કરતાં તેને પોતાનો દેહ પરાયો લાગે એટલું જ નહિ, ઇચ્છાઓ, લાગણીઓ અને વિચારો સુધ્ધાં તેને પોતાથી ભિન્ન લાગે ત્યારે સમજવું કે તે ખરેખર અંતર્મુખ બન્યો છે.* શુદ્ધ જ્ઞાયકભાવ પ્રગટતાં, તે જ ક્ષણે, મુક્તિની લહેરખીનો સ્પર્શ અનુભવાય છે – બાહ્ય સમસ્ત દશ્ય જગતથી તમે જાતને સાવ સ્વતંત્ર અનુભવો છો. દેહ અને મનથી એટલે કે, દેહના પર્યાયો અને મનના પર્યાયોથી જે પોતાને ભિન્ન જોઈ શકે તે પોતાના કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠે છે. તે એ જોઈ શકે છે કે દેહ અને મનનાં બધાં પરિવર્તનો વચ્ચે પોતે એક અખંડ સત્તારૂપે અચલ રહે છે, અને બાહ્ય સર્વ પરિવર્તનોથી – પ્રાપ્તિઓ, સંયોગો, કે વિચારોથી–પોતાને કશાં હાનિ-લાભ નથી. આ દષ્ટિ ખૂલવાથી રતિ-અરતિ કે રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના, સમભાવમાં રહી, સંકલ્પ-વિકલ્પની પકડમાંથી તે મુક્ત બની જાય છે.* ૧૮. વિપર્યસ્તુવિજ્ઞાતુ, પુરુષાદ્રિના मनोविकारजालं हि, स्वस्मात् भिन्न प्रकाश्यते॥ – ઉપમિતિભવપ્રપંચાકથા, પ્રસ્તાવ ૭, શ્લોક ૫૦૨. ૧૯. (i) તતો વિવિવરમાત્માન, સનન્દ્ર પ્રયત: ! नाऽस्य संजायते द्वेषो दुःखे, नाऽपि सुखे स्पृहा॥ – એજન શ્લોક ૨૦૩. (i) સેના રાખસ મોહ કી, જીપે સુખે પ્રબુદ્ધ બ્રહ્મબાત ઈક લઈ કે, સમતા અંતર શુદ્ધ. - સમતાશતક, ગાથા ૯૪. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આત્મજ્ઞાન અને સાધનાપથ નિજ શાશ્વત સત્તા સાથેનું અનુસંધાન પોતાની કર્મકૃત અવસ્થાઓ સાથેનું ક્ષણિક પર્યાયો સાથેનું તાદાત્મ્ય તોડીને એ સઘળાં પરિવર્તનોને સાક્ષીભાવે જોવાનું સામર્થ્ય ખીલવવા માટે, શ્રી રમણ મહર્ષિના સુપ્રસિદ્ધ અનુયાયી, ડૉ. પૉલ બ્રન્ટને એક પ્રક્રિયા ચીંધી છે કે જેના અભ્યાસ માટે એકાંત સ્થળે કે નિયત સમયે બેસવાની આવશ્યકતા નથી રહેતી – ફુરસદની ક્ષણોમાં અને પ્રવૃત્તિની વચ્ચે પણ એનો અભ્યાસ કરી શકાય છે અને, એકી સાથે માત્ર બે-ચાર મિનિટનો જ સમય કાઢવો પડતો હોવાથી, આ અભ્યાસ અર્થે સાધકને પોતાની દિનચર્યામાં કોઈ મોટું પરિવર્તન પણ કરવું પડતું નથી. આ માટે, પ્રથમ તો, હાથમાં જે કંઈ કામ હોય તેને એકાએક થંભાવી દઈ, પોતે જયાં હોય ત્યાં, તત્ક્ષણ અંતર્મુખ બની જવાની કળા સાધકે હસ્તગત કરવી રહી. ચિત્તમાં ઘૂમરાતાં વિચારો કે આકાંક્ષાઓને તત્ક્ષણ બાજુએ હડસેલી, ચાલુ સ્વપ્નમાંથી એકાએક જાગી જતો માણસ તે સ્વપ્નને જે રીતે જુએ તેમ, સ્તંભિત કરી દીધેલી પોતાની વૃત્તિ-પ્રવૃત્તિને અળગા રહીને જોવી. સ્વપ્નમાંથી જાગી ગયેલી વ્યક્તિ જોઈ શકે છે કે સ્વપ્નમાં પોતે અનેક પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલી, ચિત્રવિચિત્ર કામનાઓ અને ઊર્મિઓના પ્રવાહમાં તણાતી અને હર્ષ-શોકાદિ લાગણીઓ અનુભવતી હોવા છતાં, વાસ્તવમાં તો તે વખતે પોતે પથારીમાં નિશ્ચેષ્ટ જ પડી હતી; તેમ આ રીતે અંતર્મુખ થઈને એ અનુભવો કે કાયા અને મનની અનેકવિધ પ્રવૃત્તિ અને દોડધામ વચ્ચે તમે તો એના એકસરખા પ્રેક્ષક જ રહ્યા છો; બાહ્ય સર્વ પરિવર્તનોથી કે કાળની ગતિથી તમારી શાશ્વત સત્તા અસ્પૃષ્ટ જ રહી છે. ચલચિત્રના પડદા ઉપર જેમ ચિત્રવિચિત્ર અનેક પ્રકારનાં ચિત્રો ઘડીભર ઝબકી જાય છે, પરંતુ એની કોઈ અસર પડદાને નથી થતી; ચિત્રો પલટાતાં જાય કે સમૂળગાં બંધ પડે, પણ પડદો તો સદા એકસરખો રહે છે; તેમ એ અનુભવ કરો કે મન-વાણી-કાયાના પલટાતા પર્યાયો વચ્ચે તમારી એક સ્થિર સત્તા છે કે જે સઘળા ક્ષણિક અનુભવો અને ઘટનાપ્રવાહને નિહાળે છે. મન-વાણી-કાયાના પર્યાયો કાળના પ્રવાહ સાથે ક્રમશ: દેખા ૨૦. Dr. Paul Brunton The Wisdom of the Overself', pp 236238 (Rider & Co., London). Page #230 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૭ દઈ વિલીન થાય છે; જયારે એને નીરખનાર ચેતના, પડદાની જેમ, એ પ્રવાહથી અસ્પૃષ્ટ અને અદષ્ટ રહે છે; એને માટે કાળના ભૂત-ભાવિ-વર્તમાન એવા કોઈ વિભાગ નથી, એ શાશ્વત સત્તા છે. પલટાતા દૃશ્યપર્યાયો નહિ પણ, પરિવર્તનશીલ એ પર્યાયધારાને જોનાર અદૃષ્ટ સ્થિર તત્ત્વ એ જ ‘તમે ’ છો એ અનુભવ સાથે આ અભ્યાસ સમાપ્ત કરો.' અર્થાત્ જ્ઞાનસ્વરૂપ તમારા શાશ્વત અસ્તિત્વ સાથે તાદાત્મ્ય સ્થાપીને, કાળ સાથે સંબંધ રાખનાર આભાસિક પર્યાયને મહત્ત્વ ન આપો. આ અભ્યાસ દિવસમાં અનેક વાર થવો જોઈએ. જયારે પણ ફુરસદ મળે ત્યારે આ અભ્યાસ કરવો, એટલું જ નહિ, રોજિંદી પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે પણ થોડો અવકાશ મેળવી આ અભ્યાસ કરતાં રહેવું અને, હાથમાંની પ્રવૃત્તિ ઓચિંતી થંભાવીને, અન્ય સર્વ વિચારો સમેટી લઈ, એકાએક નવા દૃષ્ટિકોણમાં સરકી જવાનું કૌશલ્ય પ્રાપ્ત કરવું એમાં આ પ્રક્રિયાની સફળતાની કૂંચી રહેલી છે. આ અભ્યાસ વધતાં ‘ભવપ્રપંચ મન જાલકી, બાજી જૂઠી મૂળ` આ વચનનું તથ્ય સાધક સમક્ષ સ્પષ્ટ થતું જાય છે. કાળ સાથે સંબંધિત પોતાનું સમગ્ર જીવન તેને એક સ્વપ્ન જેવું કે ઇન્દ્રજાળ સમાન ભાસે છે, અને શુદ્ધ જ્ઞાયકભાવનો કંઈક અણસાર તેને પ્રાપ્ત થવા માંડે છે; અવારનવાર, અનાયાસ અને અચાનક જ, પોતાના પરિવર્તનશીલ પર્યાયો અને જીવનની ક્ષણિક ઘટનાઓને તટસ્થ પ્રેક્ષકની જેમ નિર્લેપભાવે જોતા હોવાનો અનુભવ તેને થાય છે. આ અનુભવના પુનરાવર્તનો સાથે, સંસારનાટકને પ્રેક્ષકભાવે જોવાની ક્ષમતા સાધકમાં વિકસતી જાય છે. શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું સ્મરણ-ચિંતન સીધું જ નિરાકારનું અનુસંધાન કરવું એના કરતાં સાકારના અવલંબને નિરાકાર સાથે સંબંધ સ્થાપવો વધુ સરળ પડે એ સ્વાભાવિક છે. ૨૧. થવું દૃશ્ય તવનું નામ, યાદશ્ય તત્ત્વદમ્। अतोऽत्रात्मधियं हित्वा चित्स्वरूपं निजं श्रये ।। ૨૨. સમાધિશતક, દુહો ૩૯. — અધ્યાત્મબિંદુ, દ્રા. ૨, શ્લોક ૧૮. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આત્મજ્ઞાન અને સાધનાપથ શ્રી જિનેશ્વરદેવમાં નિરાકાર શુદ્ધ ચૈતન્ય આપણે જોઈ-સમજી શકીએ તે રીતે વ્યક્ત થાય છે. તેથી, ચેતનાને દૃશ્યમાં એકાકાર થતી રોકીને તત્ક્ષણ અંર્તમુખ બની દ્રષ્ટાભાવમાં સ્થાપિત થવાની ઉપર્યુક્ત પ્રક્રિયા જેમને આકર્ષી ન શકે-તે માટેની અભિરુચિ કે ક્ષમતા જેઓ ન ધરાવતા હોય—તેઓ શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપના સ્મરણ-ચિંતન વડે આ દિશામાં આગળ વધી શકે છે. એવા મુમુક્ષુઓ ફુરસદની ક્ષણોમાં અને, ઉપર્યુક્ત રીતે, અન્ય પ્રવૃત્તિને થંભાવી દઈ પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે, દિવસમાં અનેક વાર, શ્રદ્ધાભક્તિપૂર્વક શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું સ્મરણ-ચિંતન અને સાથે સાથે અવસરે અવસરે આત્મનિરીક્ષણ કરી જુએ. માનવમનના અતલ ઊંડાણમાં ચાલતી ગતિ-વિધિને સમજવા મથતા આધુનિક મનોવૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે “કોઈ લક્ષ્યને આંબવા આપણે મથતા હોઈએ તો તેનો સહેલો રસ્તો એ છે કે જેણે તે લક્ષ્ય સિદ્ધ કર્યું હોય એવી વ્યક્તિને તમારા આદર્શ તરીકે તમારી સમક્ષ રાખી એનું અનુકરણ કરો. અનુકરણમાં મહેનતની, ઇચ્છાશક્તિની કે યોજનાબદ્ધ સભાન પ્રયત્નની આવશ્યકતા નથી રહેતી; એ સહજ પ્રવૃત્તિ છે. ચેતન મન કરતાં અવચેતન મનનો ફાળો એમાં વધુ રહે છે. જયારે તમે કશાકનું અનુકરણ કરતા હો છો ત્યારે એ વર્તન તમે થવા દો છો કરતા નથી. અનુકરણ તમને તમારા આદર્શ ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખવાની ફરજ પાડે છે, કારણ કે તમારે કશાકનું અનુકરણ કરવું છે. કશું પણ સામે રાખ્યા વિના તમે અનુકરણ શાનું કરશો? ખરેખર અનુકરણ કરવા માટે તમારે તે જ થવું પડે, જેનું અનુકરણ તમે કરી રહ્યા હો; એ ‘કરવા' કરતાં વધુ તો ‘થવા’ની પ્રક્રિયા છે.’ ૩,૨૩ ભૌતિક સફળતા મેળવવા જે ખંત અને નિષ્ઠાથી માણસ પ્રયત્ન કરે છે એ જ નિષ્ઠાપૂર્વક, જિનસ્વરૂપના સ્મરણ-ચિંતન સાથે આત્મનિરીક્ષણ અને પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનું સંશોધન તે કરતો રહે તો, આરાધના અંગે કંઈક નવો પ્રકાશ પ્રાપ્ત થઈ રહ્યાનો અનુભવ થોડા જ વખતમાં તેને થાય છે. આ અભ્યાસ ફુરસદની પળો અને અન્ય પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે થોડી ક્ષણો પૂરતો જ મર્યાદિત ન રાખતાં, જેમાં ચિત્ત રોકવું પડતું ન હોય એવી, ૨૩. Joseph A. Kennedy, ‘Relax and Live' p. 124, (Arrow Books Ltd., London, W. I.). Page #232 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૯ અન્ય સર્વ પ્રવૃત્તિની સાથે સાથે પણ ચાલુ રાખી શકાય. સૌનો અનુભવ છે કે હલવું-ચાલવું, ખાવું-પીવું વગેરે કેટલીયે કાયિક પ્રવૃત્તિ એવી છે કે જે, આપણું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય છતાં, યંત્રવત્ ચાલતી રહે છે. આવી પ્રવૃત્તિ વખતે, અન્ય ફાલતુ વિચારો ન કરતાં, જિન-સ્વરૂપના સ્મરણ-ચિંતનમાં ચિત્ત જોડી દેવું. અહીં બીજો મહત્ત્વનો મુદ્દો છે જિન-સ્વરૂપની સાચી સમજનો. જિન-સ્વરૂપના સ્મરણ-ચિંતન-ધ્યાનનું મહત્ત્વ એ કારણે છે કે તેના દ્વારા નિજ સ્વરૂપની સાચી ઓળખ સુગમતાથી મળી શકે;* કહ્યું છે કે – “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે.” આમાંથી એ સંકેત મળી રહે છે કે શ્રી જિનનું અવલંબન લેવું એટલે વીતરાગતાનું અવલંબન લેવું–વીતરાગતાને જીવનનું લક્ષ્ય બનાવવું–નહિ કે શ્રી વીતરાગની કાયા, મૂર્તિ કે ફોટાને માત્ર હાથ જોડીને કૃતકૃત્ય થઈ જવાના ભ્રમમાં જીવનભર રાચવું. કોઈ ભાષા પર પ્રભુત્વ મેળવવું હોય ત્યારે પહેલાં આપણે એની બારાખડીના વ્યક્તિગત અક્ષરોના આકાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એ પછી શબ્દો પર–જે, કોઈ સંકલ્પના કે વિચારના ઘોતક હોય છે. હજુ જોકે આપણે અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ પણ એમની પર પહેલાં જેટલું ધ્યાન આપતા નથી. સહજપણે આપણું લક્ષ આકાર પરથી હઠીને વિચાર પર કેન્દ્રિત થયું. આગળ જતાં ધીરેધીરે આપણે સાહિત્યના ક્ષેત્રમાં, ઉદાત્ત ભાવનાઓ અને ઉન્નત સંકલ્પનાઓના સામ્રાજ્યમાં પ્રવેશીએ છીએ. ત્યારે અક્ષરોની આકૃતિઓ નગણ્ય બની રહે છે અને સૂક્ષ્મ વ્યજંના ૨૪. (i) જેહ ધાન અરિહંત કો, સો હી આતમ ધ્યાન; ફેર કછુ ઈણ મેં નહિ, એહી જ પરમ નિધાન. - સમાધિવિચાર, દુહો ૨૨૫. (ii) આત્મસ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઇ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઇ. – શ્રીમદ્ રાજચંદ્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આત્મજ્ઞાન અને સાધનાપથ અને લક્ષણા/વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જ મહત્ત્વ ધારણ કરે છે. એ જ રીતે, મૂર્તિ પરમતત્ત્વની શ્રેષ્ઠ સંકલ્પનાની પ્રતીક છે અને એના માધ્યમ વડે એનો ભક્ત આખરે એનાથી વ્યંજિત ભગવત્તા સાથે એકરસ બની જાતે ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરે છે. કેટલાક એવા હોય છે કે જે અક્ષરોની આકૃતિને જ વળગી રહે છે અને વિચારોના પ્રદેશ સુધી પહોંચવા પ્રયાસ કરતા નથી. તેઓ અભણ કક્ષાએ જ રહી જાય છે. વ્યક્તિ જયારે મૂર્તિની આકૃતિ અને કર્મકાંડમાં જ બંધાઈ રહી, જેનાં તે પ્રતીક છે તે ભગવત્ તત્ત્વને પામવા તેમનો ઉપયોગ કરતી નથી, ત્યારે અક્ષરજ્ઞાનમાં જ અટકી બેઠેલા પેલા અભણ માનવીના જેવી જ એની દશા થાય છે. એની ઉપાસના અર્થવગરની અને દેખાવપૂરતી બની રહે છે. ૨૫ પ્રારંભ મૂર્તિ કે છબીથી ભલે થતો, પણ પછી તો એ ખ્યાલ આવવો જોઈએ કે ‘આ બાહ્ય દેહાકૃતિના -- પ્રભુની પાર્થિવ કાયાનાં રૂપ, લાવણ્ય, બળના – કે ભગવાનના અન્ય વિશિષ્ટ પુણ્યના અતિશયોના ગુણગાન કરતા બેસવું કે જિનબિંબની સાજસજા કરતાં બેસી રહેવું એમાં શ્રી વીતરાગદેવની સાચી ભક્તિ નથી; ઊલટું, એ “અન્યયમિનિવેશેન પ્રત્યુતાનર્થવારિણી'' -- ખોટા આગ્રહની પોષક બની અનર્થકર પણ નીવડે”. એટલે શરત મૂકી કે, ૨૬ “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શનશુદ્ધતા તેહ પામે.” પણ શરીર-સૌષ્ઠવ, બળ, ઐશ્વર્ય આદિ બાહ્ય ઓળખમાં જ અટકી જઈ ૨૫. Srikant, Power in Temples, pp. 94-95-fourth edition, 1987. Integral Books, Payyanur, Kerala 670 307. २६. तद्ध्यानं सा स्तुतिर्भक्तिः सैवोक्ता परमात्मनः । पुण्यपापविहीनस्य यद्रूपस्यानुचिन्तनम् ॥ शरीररूपलावण्य-वप्रच्छत्रध्वजादिभिः । वर्णितैर्वीतरागस्य, वास्तवी नोपवर्णना ॥ अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी । सुतीक्ष्णखड्गधारेव प्रमादेन करे धृता ॥ અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૨૩, ૧૨૪, ૧૨૮. Page #234 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૧ શ્રી જિનની આત્મિક ગુણસમૃદ્ધિ પ્રત્યે દષ્ટિ જાય જ નહિ તો એવી માત્ર બાહ્ય ઓળખ નિજ સ્વરૂપની સાચી ઓળખ શી રીતે કરાવી શકે? શ્રી જિનના આંતર ગુણવૈભવનું પૂરું કે ઊંડું જ્ઞાન ભલે ન હોય, પણ તે કરુણામય છે, વીતરાગ છે અર્થાત્ સર્વ ગમા-અણગમાથી પર છે, ઇચ્છાતૃષણાથી અસ્કૃષ્ટ છે અને નિજના નિરુપાધિક નિરવધિ આનંદમાં મગ્ન રહી નિર્લેપ નેત્રે વિશ્વનાટક નિહાળી રહેલ મૂર્તિમંત જ્ઞાનજ્યોત છે– આટલી વાત તો એમના સ્મરણ સાથે મનચ્યક્ષ સમક્ષ ઉપસવી જ જોઈએ; અન્યથા, પરમાર્થથી એ શ્રી જિનની ઉપાસના નથી. ત્રીજો મુદ્દો છે આત્મનિરીક્ષણપૂર્વક પોતાની વૃત્તિ-પ્રવૃત્તિના શોધનનો. ઉપર્યુક્ત ગુણોને ઉપસાવીને સાધક જિનસ્વરૂપનું સ્મરણ-ચિંતન સતત કરે અને સાથે આત્મનિરીક્ષણ કરતો રહે તો, જિનના અનુયાયી તરીકેના પોતાના કર્તવ્યનું એને સ્વયં ભાન થાય તે અંતર્મુખ બને અને, “સંગ તેવો રંગ' એ ઉક્તિ અનુસાર, તેનું ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ અને સ્વસ્થ બનતું જાય. ચિત્તની નિર્મળતા વધતાં સંસારના યથાર્થ સ્વરૂપનો કંઈક સ્પષ્ટ અણસાર તેને મળે છે. તે જોઈ શકે છે કે સંસારમાં કોઈ સંયોગ, પરિસ્થિતિ કે પ્રાપ્તિ કાયમ રહી શકે જ નહિ, બધું જ ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશ એ ત્રિપદીનું રહસ્ય તેના અંતરમાં ફુટ થતું જાય છે. તે જોઈ શકે છે કે, બાહ્ય વિશ્વની પ્રત્યેક ઘટનાની કોટે એ ત્રિપુટી વળગેલી જ હોવાથી, આત્માના નિર્મળ જ્ઞાન અને નિરુપાધિક આનંદ સિવાયની બીજી કોઈ પણ પ્રાપ્તિ પાછળની દોડ કે તેને સ્થાયી બનાવવાની ઇચ્છા એ દુ:ખનું જ બીજ છે. પરિણામે, દ્રષ્ટાભાવની સાધના તરફ એની દૃષ્ટિ જાય છે, અને કંઈક મેળવવું છે કે ‘કંઈક થવું છે' એવી ઇચ્છા-આકાંક્ષાઓથી મુક્ત રહી, વર્તમાન ક્ષણે જે બને તેને, કશી આતુરતા કે આસક્તિ વિના, નીરખવાના અભ્યાસ તરફ તે વળે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ જિનેશ્વરોનો ક્ષાયિક માર્ગ : સમત્વમંડિત સાક્ષીભાવ પ્રારબ્ધકર્મ પ્રમાણે પ્રાપ્ત સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, માન-અપમાન, લાભ-અલાભ, જય-પરાજયને નિર્લેન્દ્રભાવે વેદી લેવા-તેના દ્રષ્ટા રહી, રાગ કે તેનો વિકલ્પ કર્યા વિના, તેમાંથી માત્ર પસાર થઈ જવું– શ્રી જિનેશ્વર દેવે સ્વયં આચરેલું તપ છે; એમના અનુયાયી થનાર માટે એ જ પ્રમુખ સાધના છે. સમભાવ/સામાયિક ભાવ એ જૈન સાધનાની ધરી છે. પ્રારબ્ધ પ્રાપ્ત પ્રસંગ, પરિસ્થિતિ, વ્યક્તિ સામે ફરિયાદ નહિ પણ તેનો શાંત-સ્વીકાર. બધું જ સ્વ-અજિત છે, કર્મના ગણિત મુજબ જ પ્રાપ્ત થયું છે એ શ્રદ્ધા-સમજ સાથે, અભાવ (૫) કે આસક્તિ વિના, બાહ્ય તેમજ અંતરંગ ઘટનાપ્રવાહને કશા ભય કે વળગણ વિના નિરખી લઈ–જ્ઞાતાદ્રષ્ટાભાવમાં રહી– પસાર થઈ જવું એ શ્રેષ્ઠ તપ છે, વિકારોથી વિમુક્તિનો ઉત્તમ ઉપાય છે. જે અંતરમાં જન્મજન્માંતરોથી સંચિત વિભાવના સંસ્કારોવિકારો, વાસનાઓ, આવેગો-ના થરના થર બાઝેલા હોવાથી અંત:સ્થ ચેતનાની જ્યોતનો શુદ્ધ પ્રકાશ બહાર આવી શકતો નથી; રાગ-દ્વેષના વિકલ્પોથી કે વિપર્યાસથી તે દૂષિત બની જાય છે. જ્ઞાનોપયોગને દષિત કરતી સતત વહેતી રહેતી ચિત્તવૃત્તિઓની એ વણજારને જાગૃત રહી, સમ રહી, નિરખી લઈને એ વિકૃતિનાં મૂળનું ઉમૂલન કરવું એ શ્રી જિનેશ્વરોની સાધનાની દિશા રહી છે. કામ-ક્રોધ-લોભ-મોહ આદિ વિકારોનાં બીજ છે રાગ અને દ્વેષ; આખો સંસાર-મહેલ રાગ-દ્વેષના બે થાંભલાના આધારે ટકી રહ્યો છે એ શ્રી જિનોએ જોયું. એટલે વિધિ-નિષેધોના અનુસરણ દ્રારા કોઈ વિકાર-વિશેષના દમન કે શમનની મથામણમાં ન પડતાં, વૃત્તિઓ/વિકારોનાં મૂળને જાગૃતિના તેજમાં ઉદ્ઘાટિત કરી દઈ તેનું ઉમૂલન કરતા જવાનો માર્ગ તેમણે લીધો. વીતરાગતાની દિશામાં એ પહેલું વિરાટ ડગલું છે અને છેલ્લું ડગલું પણ એ જ છે. ૨૭. કર્મથી કલ્પના ઊપજે, પવનથી જિમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. દેખીએ માર્ગ શિવનગરનો, જેહ ઉદાસીન પરિણામ રે; તેહ આણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે, – ઉપા. યશોવિજ્યજી, અમૃતવેલની સજઝાય ગાથા ૨૫, ૨૮. Page #236 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૩ વિધિ-નિષેધ જપ-તપ કર્મકાંડ આદિ દ્વારા અશુભ વૃત્તિ-પ્રવૃત્તિને અંકુશમાં લઈ શુભમાં પ્રવર્તન કરવાના માર્ગની મર્યાદા પ્રભુવીરે જોઈ લીધી હતી. એનાથી તત્કાલીન શુભ પરિવર્તન આવેલું દેખાય, પણ વૃત્તિઓની જડનું ઉન્મૂલન થતું ન હોવાથી, ઉપશાંત થઈને પડી રહેલી એ વૃત્તિ મોડીવહેલી ફરી સપાટી પર આવે છે ત્યારે, સાધક ઉપશાંત મોહ નામના અગ્યારમા ગુણસ્થાને પહોંચ્યો હોય તોયે પાછો નીચે ફંગોળાઇ જાય છે. ઉપશમ માર્ગની આ મર્યાદા છે– શમાવી દીધેલા દોષો અજાગૃતિની ક્ષણોમાં ફરીવાર કાર્યરત બની શકે છે. આથી, ભગવાન મહાવીરે ક્ષાયિક માર્ગ જ અપનાવ્યો. સદા સતત અંતર્મુખ રહી, અપ્રમત્તપણે, વૃત્તિઓનાં મૂળને નિરખી લઈ તેનું ઉન્મૂલન કરતા આગળ વધતા રહ્યા. મહાવીર પ્રભુના દીર્ઘ સાધનાકાળમાં અનેકાનેક પરીષહ-ઉપસર્ગ એમની સામે આવ્યા. એને ટાળવા કે ખાળવા એમણે કશો પ્રયાસ કર્યો નથી-નથી એનાથી દૂર ભાગ્યા કે નથી એનો પ્રતિકાર કર્યો–સર્વત્ર સમત્વ જ એમનું આયુધ રહ્યું છે. યાદ રહે કે ભાવિમાં દારુણ ઉપસર્ગો આવવાનાં છે એ જણાવી, ખુદ ઇન્દ્રે એમની સેવામાં સાથે રહેવાની અનુમતિ માગેલી, પણ ભગવાન મહાવીરે એવી કોઈ સહાય લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ક્રુદ્ધ ગોવાળિયાનાં આક્રોશ-અપમાન-માર, શૂલપાણિ યક્ષે કરેલી દારુણ વેદના, કઠપૂતનાનો શીત પ્રકોપ, સંગમ દેવ દ્વારા થયેલી વિવિધ પ્રકારની યાતનાની પરંપરા વગેરે ઉપસર્ગો ભગવાને કાયોત્સર્ગ-ધ્યાનમાં અપ્રમત્ત રહી વેદી લીધા છે. ઇન્દ્રો દ્વારા પૂજા-સત્કાર-સ્તવનાની આહ્લાદક ક્ષણો કે, એનાથી સાવ વિપરીત, અપમાન-તાડન-તર્જનના વિષમ પ્રસંગો જીવનમાં ઉપસ્થિત થયા ત્યારે એ મહાસાધક એ પ્રત્યેક પ્રસંગ-પરિસ્થિતિના કેવળ દ્રષ્ટા જ રહ્યા છે-રાગ કે રોષના વિકલ્પોને અંત:કરણમાં અવકાશ જ નથી આપ્યો. ચિત્તની વિકલ્પાત્મક અવસ્થામાં જ સુખ-દુ:ખના કર્તા-ભોક્તા થવાય છે; જયારે એ અપ્રમત્ત સાધક તો કાયા, વાણી અને ચિત્તને સ્થિર નિશ્ચલ રાખી ધ્યાન-કાયોત્સર્ગમાં લીન રહેતા. કાયોત્સર્ગ, સાધનાનું હાર્દ ભગવાન મહાવીર દીક્ષા અંગીકાર કર્યા પછી સાડા બાર વર્ષ, આહાર અને ઊંઘ લેવા પ્રત્યે પણ ઉદાસીન રહી, એકાંત અને નિર્જન સ્થાનોમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪/ આત્મજ્ઞાન અને સાધનાપથ નિરંતર અપ્રમત્તપણે કાઉસ્સગ્રુધ્યાને રહ્યા એ આપણે જાણીએ છીએ; પણ એ સમજવા આપણે કદી પ્રયાસ કર્યો છે ખરો કે કાયોત્સર્ગની સાધનાનું હાર્દ શું? કર્મક્ષય સાથે અને દોષક્ષય સાથે કાયોત્સર્ગને શો સંબંધ છે? કેટલો સંબંધ છે? કેવા પ્રકારનો સંબંધ છે? આટલા દીર્ઘ કાળ સુધી કાયોત્સર્ગની સાધના શા માટે? દેખીતી રીતે તો કાયોત્સર્ગ કરવો એટલે સાવનિષ્ટ બેસી રહેવું, ઊભા રહેવું કે શવાસનમાં પડયા રહેવું – એને આટલું બધું મહત્ત્વ શા માટે? આગમો કહે છે કે “કાયોત્સર્ગથી ચિત્તની એકાગ્રતા લાધે, શરીરની જડતા દૂર થાય અર્થાત્ શરીર હળવુંફલ અનુભવાય અને સુખ કે દુઃખનાં નિમિત્તોમાં રાગ-દ્વેષ ન જન્મે. આ પરિણામ ન આવતું હોય તો એ કાયોત્સર્ગ જ નથી.' કાયોત્સર્ગનો આપણો અનુભવ શો છે - એકાગ્રતા, લાઘવ અને સમતા? કે “કાઉસ્સગ્ન ક્યારે પૂરો થાય” એ આકુળતા? કાયોત્સર્ગની શ્રી જિનેશ્વર-નિર્દિષ્ટ પ્રક્યિા આપણે ખોઈ બેઠા છીએ એમ નથી લાગતું? આજે કાઉસ્સગ્નમાં આપણે નવકાર કે લોગસ્સ ગણીએ છીએ; આગમોમાં કાયોત્સર્ગની સમય-મર્યાદા સર્વત્ર શ્વાસોચ્છવાસની સંખ્યાથી દર્શાવાઈ છે. આપણે શ્વાસોચ્છવાસનું અવલંબન લઈને ધ્યાન કરનારનો ઉપહાસ કરીએ છીએ! – શ્વાસોચ્છવાસનું અવલંબન / શા માટે? પૂર્વે આપણે જોયું કે વિચાર કે શબ્દસંકેત દ્વારા વિપર્યાસ-મુક્ત સ્વરૂપબોધ થવો શક્ય નથી; કારણ કે, વિચારનો આધાર જ અવિદ્યા છે. વિચાર જન્મે છે મન-ઇન્દ્રિયો વડે પૂર્વે જે અનુભવ્યું હોય એનાં સ્મૃતિસંસ્કારમાંથી, અને મન-ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત જ્ઞાન તો કુંઠિત વિકૃત હોય છે. (એ વિચારણા “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” એ પ્રકરણમાં પૂર્વે આપણે કરી ગયા છીએ.) વિચારની જેમ જ શબ્દસંકેત કે સંકલ્પનાઓનો આધાર પણ મન-ઇન્દ્રિયો વડે પૂર્વે મેળવાયેલ કુંઠિત જ્ઞાન છે. આથી, તત્ત્વનો યથાર્થ બોધ એ માર્ગે થવો અસંભવ છે. ઇન્દ્રિયો અને મનને અતિક્રમી જઈને જ સ્વરૂપનો યથાર્થ બોધ પામી શકાય. પરંતુ સામાન્યત: માનવીના ચિત્તનો ચરખો અવિરત ચાલતો જ રહે છે; એ એને ક્ષણભર પણ બંધ કરી શકતો નથી. એકાંતમાં આંખ બંધ * જુઓ પ્રકરણ ત્રીજું, પાદનોંધ ૪. Page #238 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના | ૧૯૫ રાખીને, ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરીને, બેસે તોયે તેના ચિત્તમાં તો વિચારોની વણજાર અવિરત ચાલતી જ રહે છે, ચિત્તની પ્રવૃત્તિ અટકતી જ નથી. માટે, આત્મદર્શનાકાંક્ષી મુમુક્ષુ ચંચળ ચિત્તને એકાગ્ર કરવા પ્રથમ કોઈક શબ્દ, ધ્વનિ, રૂપ, આકાર કે વિચારનો આધાર લે છે. કાંટાથી કાંટો કાઢવા જેવો આ પ્રયાસ છે. ગામડાઓના કે જંગલના કાચા રસ્તાઓ પર પાદવિહાર કરતાં પગે કાંટો વાગે અને સોય વગેરે કશું હાથવગું ન હોય ત્યારે, રસ્તા પરથી શૂળ લઇને પગમાં પેસી ગયેલા કાંટાને કાઢવો પડે. પણ પછી એ શૂળને ફેંકી દઈ માણસ આગળ વધે છે. એ જ રીતે, આત્મદર્શનાકાંક્ષી મુમુક્ષએ પણ પ્રારંભમાં કોઈ નામ-રૂપ સ્વીકાર્યા હોય તોયે, અવસર આવ્યું તેને પડતાં મૂકીને તે આગળ વધે છે. એ નામ-રૂપ તેના ઇષ્ટદેવનાં હોય કે ગુરુનાં હોય તો એને છોડવાં જ પડે છે; કારણ કે, નામ કે રૂપનું અવલંબન લેવાનું ચાલુ રહે ત્યાંસુધી, મન રહેતું હોવાથી, પરમાત્માનો સાક્ષાત્કાર નથી થઈ શકતો. (ધ્યાનમાં પોતાના ઇષ્ટ દેવનાં કે ગુરુનાં દર્શન થાય એ સાક્ષાત્કાર નથી. એ માનસિક આભાસ vision એ કેટલું સૂચક છે ભગવાન મહાવીરે ચિત્તની પકડમાંથી છૂટવા માટે પ્રારંભથી જ કોઈ સંકલ્પના – મૂર્તિ, મંત્ર, તંત્ર શબ્દ કે રૂપ – નું નહિ પણ શ્વાસોચ્છવાસનું નિરાકાર અવલંબન લેવાનો અનુરોધ કર્યો છે. નિષ્ઠાપૂર્વક માત્ર શ્વાસોચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાના દીર્ધકાળના અભ્યાસ દ્વારા ચિત્ત કેવું સૂક્ષ્મ, શુદ્ધ કામનારહિત થતું જાય છે અને અંતે એ સાધના, ચિત્તના અતિક્રમણ દ્વારા, પરમતત્ત્વના સ્વસંવેદનાત્મક જ્ઞાન સાક્ષાત્કારમાં કઈ રીતે પરિણમે છે તે આપણે આગળ જોઈશું. – વર્તમાનનો શાંત-સ્વીકાર પ્રભુ મહાવીરની સાધનાનું બીજું અંગ છે : શાંત-સ્વીકાર. જીવનની પરિસ્થિતિ જે પણ હોય, એના પ્રત્યે આસક્તિ નહિ, ન ફેષ – અર્થાત્ તે પોતાને અનુકૂળ હોય તો એને પકડી રાખવાની કે પ્રતિકૂળ હોય તો એને દૂર હડસેલવાની મથામણ કર્યા વિના એને વિવેકપૂર્વક વેદી લેવી. પ્રારંભિક મુમુક્ષને આર્ત-રૌદ્રધ્યાનથી મુક્ત રહેવાનો થવાનો અનુરોધ કરવામાં આવે છે તેનું લક્ષ્ય પણ જીવન પ્રત્યે આ વલણ – attitude – કેળવવાનું છે. આ વલણ કેળવાય તો જ વીતરાગ-માર્ગનું અનુસરણ થઈ શકે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આત્મજ્ઞાન અને સાધનાપથ સામાન્યત: માનવી બાહ્ય જગતને જોવા-માણવામાં અને તેની દરેક પ્રવૃત્તિ દ્વારા તેને સુખ મળે, દુ:ખ દૂર હડસેલાય; એની યોજના-વિચારણા – ગડમથલમાં – ‘અહં અને મન'ની માયામાં – વ્યસ્ત રહેતો હોય છે, શ્વાસોચ્છ્વાસનું અવલંબન તેને તેના આંતર જગત પ્રત્યે-ચિત્તમાં ઊભરાતા વિકારો-વિચારો-વિકલ્પો – પ્રત્યે સભાન બનાવે છે. (આ સભાનતા શી રીતે આવે છે તે આનો પ્રયોગ કરવાથી સ્વાનુભવે સમજાશે.) શ્વાસોચ્છ્વાસના આલંબનની સાથે, શાંત-સ્વીકારનું વલણ ભળે છે ત્યારે વૃત્તિ-વિચાર સાથેનું તાદાત્મ્ય તૂટતું જાય છે. આથી, વિકારો અને વાસનાઓનાં મૂળ/ઉદ્ગમ અને કારણોને સાધક સમજતો/ઓળખતો થાય છે. આમ થતાં, વિકાર-વાસનાની તેના પરની પકડ છૂટતી જાય છે; અવચેતન ચિત્ત ચેતન ચિત્તમાં પલટાતું જાય છે. આથી, તે પોતાના જીવનના ઘટનાક્રમનો તટસ્થ પ્રેક્ષક જ બની રહે છે; પ્રાપ્તિની તૃષ્ણાને કે અભાવની આશંકાને કે અનિષ્ટ પરિવર્તનની ભીતિને પછી તેના ચિત્તમાં સ્થાન રહેતું નથી. આમ, સમત્વયુક્ત સભાનતાની સાથે શુદ્ધિ, શાંતિ, સ્વસ્થતા સ્વયં આવે છે. અનુકૂળ પરિસ્થિતિનો અંત આવી જાય, પ્રતિકૂળતા દૂર ન થાય તોયે ખેદ/ગ્લાનિ નહિ, આકુળતા નહિ, પણ વર્તમાન પળે જે પરિસ્થિતિ હોય એનો સ્વસ્થતા સાથે સ્વીકાર આ વલણ જીવનમાં ક્રાંતિ લાવે છે. સ્વસ્થ-સ્વીકારના ભાવ સાથે જીવતી વ્યક્તિના જીવનમાંથી કડવાશ દૂર થઈ જાય છે. આ વલણવાળી વ્યક્તિનું સુખ બાહ્ય પરિસ્થિતિને અધીન નથી રહેતું. આથી પ્રબળ આર્ટ-રૌદ્રધ્યાનને એના ચિત્તમાં અવકાશ નથી મળતો. ગમા-અણગમાના પૂર્વસંસ્કારવશ જગત પ્રત્યે રાગ-દ્વેષયુક્ત પ્રત્યાઘાત ન પાડતાં તે વિવેકપૂર્વક વર્તવાનું પસંદ કરે છે. જીવનમાં બધું જ અનુકૂળ રહેવું/મળવું જોઈએ એવો આગ્રહ એને નથી રહેતો. કેટલુંક પોતાની અપેક્ષા ઇચ્છા રુચિ અનુસાર મળે બને, કેટલુંક પોતાને અરુચિકર અણગમતું અનપેક્ષિતયે બને; એ જ જીવનનો ક્રમ છે : આ સમજનું વરદાન એને મળતું હોય છે. એનો મુખ્ય પ્રયાસ પોતાના ગમા-અણગમામાંથી મુક્ત થવાનો રહે છે; સુખની પાછળ દોડવાનો અને દુ:ખથી દૂર ભાગવાનો નહિ. - Page #240 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૭ – ક્ષાયિક માર્ગ સામાન્યત: માનવી, મોહવશ, એમ માનીને જીવતો હોય છે કે “એનાં સુખદુ:ખ બાહ્ય પરિસ્થિતિ પર અવલંબે છે. બાહ્ય પરિસ્થિતિ બદલીને, પોતાને અનુકૂળ કરીને, તે સુખ મેળવી શકશે’ – આ માન્યતાની ધરી પર – કર્તા-ભોક્તા ભાવની ધરી પર – એનાં વિચાર-વર્તનનું ચક્ર ઘૂમતું રહે છે. એટલે પ્રતિકૂળને ખાળવા માટે તત્કાળપૂરતું વિકારોનું ઉપશમન કરી લઈને તે સંતોષ માને છે, એનાં મૂળ સુધી પહોંચવા પ્રયત્ન નથી કરતો. ચિત્તમાં ઊભરાતા વિકલ્પોને ત્રાટક, જપ આદિ પ્રક્રિયાઓ દ્વારા શમાવી દઈ, સમાધિમાં લઈ જતા અન્ય ધ્યાનમાર્ગો અને શાંતસ્વીકારના ભાવને કેન્દ્રમાં રાખતા સાધનામાર્ગની વચ્ચેનો જે મુખ્ય તફાવત છે તે આ : પ્રથમ કોટિમાં ચિત્તને શાંત કરીને શાંતિનો સુખનો અનુભવ કરવાનું લક્ષ્ય રહે છે અર્થાત્ ત્યાં કર્તા-ભોક્તાભાવ રહે છે. ચિત્તને શાંત કરવા તેને ધાર્મિક અનુષ્ઠાન કર્મકાંડ, શાસ્ત્રાધ્યયન કે જપ આદિમાં રોકી રાખીને, અર્થાત્ ચિત્તને અન્ય માર્ગે વાળી દઈને, ચિત્તગત આકાંક્ષા અપેક્ષા – વાસના- વિકારનું ઉપશમન કરવામાં આવે છે. એનાથી તત્કાળપુરતું ચિત્ત શાંત થયેલું અનુભવાય છે, કિંતુ, ડહોળા પાણીથી ભરેલા માટલામાં ફટકડી નાખવાથી કચરો માટલાના તળિયે જઈને બેસે ને ઉપરનું પાણી સ્વચ્છ બની ગયેલું દેખાય એના જેવું છે આ. વિકારો ચિત્તની સપાટી પરથી ખસીને ચિત્તના તળિયે જઈને બેસે છે, તે નિર્મળ થતા નથી. વળી, ચિત્તને શાંત કરીને સુખનો અનુભવ કરવાનું લક્ષ્ય રહ્યું હોવાથી, કર્તા-ભોક્તાભાવના ડેરા-તંબુ પણ હટતા નથી. આથી, અસાવધાન પળોમાં, ચિત્તના તળિયે પડેલા વિકારો ઉપર ધસી આવે છે ને સાધકને તેના પ્રવાહમાં તાણી જાય છે. એનાથી ઊલટું, ‘શાંત-સ્વીકાર પ્રધાન સાધનામાં સાધકનું લક્ષ્ય દુ:ખમુક્તિનું કે સુખપ્રાપ્તિનું નહિ પણ ચિત્તગત વિકારોનું ઉમૂલન કરવાનું રહેતું હોવાથી, એની સાધના પ્રત્યેક વિકારના મૂળ સુધી પહોંચીને તેને મૂળમાંથી ઊખેડતી ઊખેડતી આગળ વધે છે. આ કામ બે રીતે થાય છે : ૧. અનુકૂળને વળગી રહેવાની અને પ્રતિકુળને દૂર હડસેલવાની અનંત જન્મોથી પોષાતી આવેલી વૃત્તિના બદલે, પ્રાપ્ત સ્થિતિ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮) આત્મજ્ઞાન અને સાધનાપથ સંયોગનો શાંત-સ્વીકાર કરવાના આ અભ્યાસ વડે, રાગ-દ્વેષ કરવાની જૂની આદત ક્રમશ: ક્ષીણ થઈ અંતે સમૂળગી છૂટી જાય છે – નવા કર્મોની ઉત્પનિનું બીજ જ નષ્ટ થાય છે. ૨. ‘શાંત-સ્વીકાર’ના ભાવ સાથે જીવનમાંથી પસાર થતો સાધક બાહ્ય પરિસ્થિતિનો તટસ્થ દ્રષ્ટા રહે છે એટલું જ નહિ, જાગૃતિ અને સમતા તેની સાધનાના આધારસ્તંભ હોવાથી, પોતાના ચિત્તનો પણ તે સાક્ષી રહે છે – અવચેતન ચિત્ત પ્રત્યે પણ તે સભાન બનતો જાય છે. આથી, ચિત્તગત તૃષગા અને વિકારવાસનાનાં મૂળ તેની સમક્ષ છતાં થઈ જાય છે. આમ, આ સાધના દ્વારા નવાં કર્મનું બીજ નષ્ટ થાય છે અને જૂનાંની સમૂલ નિર્જરા થતી રહે છે. પ્રત્યેક વિકારના મૂળ સુધી પહોંચીને તેને ઊખેડતી ઊખેડતી આ સાધના આગળ વધે છે એટલે આપણે તેને ક્ષાયિક માર્ગ કહી શકીએ. સાધક આ માર્ગે પ્રગતિ કરતાં સ્વનો સાક્ષાત્કાર કરી સમ્યગદર્શન પામે તો, એ પછી એ ભૂમિકાએથી કોઈ કાળે એનું પતન થવું સંભવતું નથી. આચાર્ય હરિભદ્રસૂરિજીએ આઠ યોગદષ્ટિઓમાંની પાંચમી સ્થિરાદષ્ટિ અને તેની પછીની ત્રણને ‘અપ્રતિપાતી’– પ્રાપ્ત થયા પછી એનાથી નીચેની ભૂમિકાએ પતન ન થાય તેવી – કહી છે તે આ ક્ષાયિક માર્ગની અપેક્ષાએ ઘટે છે; ઉપશમ માર્ગે આગળ વધેલો સાધક તો યાવત્ અગ્યારમાં ગુણસ્થાને પહોંઆ પછીયે નીચે પટકાઈ જાય છે. સર્વ કર્મજથી મુક્ત થવા ઇચ્છતા મુમુક્ષુએ, અંતે તો આ ક્ષાયિક માર્ગ જ અપનાવવો પડે છે. આથી, જૈન સાધના-પરંપરાના સાધુ કે શ્રાવક માટેનાં સઘળાંયે વ્રત-નિયમ, કર્મકાંડ, વિધિ-નિષેધનું લક્ષ્ય આત્મજ્ઞાન અર્થે ધાનની પ્રાપ્તિ અને પુષ્ટિ રહ્યું છે. આ બાબત મુમુક્ષુ કશી અવઢવમાં ન ૨૮. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૧૩; અધ્યાત્મસાર, આત્મનિશયાધિકાર, શ્લોક ૧; ઉપમિતિ, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨ ૬. (જુઓ પ્રકરણ ૧, પાદનોંધ ૧૪, ૧૭ અને ૧૮). Page #242 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૯ ૨૯ રહે એ માટે શાસ્ત્રકારોએ ફોડ પાડીને વાત કરી છે કે “શ્રી જિનવાણીનો પ્રેમ અને આવશ્યકાદિ ક્રિયાનો અનુરાગ સ્વર્ગસુખ અપાવી શકે, મુક્તિ નહિ. મુક્તિ માટે તો મુમુક્ષુએ જ્ઞાનયોગ – જેનાથી ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે સ્વયં ઉદાસીનતા જન્મે છે–નું અવલંબન લેવું રહ્યું. “મુમુક્ષુ જેટલા પ્રમાણમાં પોતાના દેહ, મન વગેરે પર્યાયો સાથે તાદાત્મ્ય ન અનુભવતાં તેમને પોતાના જ્ઞાનના વિષય તરીકે માત્ર જુએ – પોતે અળગો રહી, તનમનમાં થઈ રહેલા પરિવર્તનને એક નિર્લેપ પ્રેક્ષકની જેમ, રાગ-દ્વેષ વિના, દૂરથી માત્ર સાક્ષીભાવે જાયા કરે – તેટલા અંશે તે અહીં જ મુક્તિનો આસ્વાદ પામી શકે.' 9 30 સાક્ષીભાવ ચિત્તશુદ્ધિનું અને કર્મક્ષયનું પણ સબળ સાધન ચિત્તને નિર્મળ કરવાનો ઉપાય ચીંધતાં સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષો વર્તમાન ક્ષણની ઘટના પ્રત્યે જાગૃત રહી તેને સાક્ષીભાવે નિહાળવાનો અનુરોધ કરે છે. ‘કંઈક મેળવવું છે' કે ‘કંઈક થવું છે' એવી ઇચ્છાઆકાંક્ષાઓથી મુક્ત રહી, વર્તમાન ક્ષણે જે બને તેને કશી આતુરતા કે આસક્તિ વિના નીરખવું – અર્થાત્ જ્ઞાયક-ભાવમાં ઠરવું – એ સુખનો માર્ગ છે. આપણા સમકાલીન પ્રબુદ્ધ ઉપદેશકો પણ આ જ વાત ઉચ્ચારે છે. Truth is a pathless land’– ‘મુક્તિનો કોઈ એક નિયત માર્ગ નથી’ ~એમ કહેનાર શ્રી જે. કૃષ્ણમૂર્તિ પણ આ અનુરોધ કરતા રહે છે કે મુક્તિનો આસ્વાદ માણવો હોય તો, અવચેતન મનમાં રહેલી ભૂતકાળની સ્મૃતિઓના આધારે યાંત્રિકપણે ઊઠતી પ્રતિક્રિયાને આધીન ન વર્તતાં, ૨૯. આવશ્યાવિરોળ, વાત્સાવ્માવત્તાં। प्राप्नोति स्वर्गसौख्यानि न याति परमं पदम् ।। ज्ञानयोगस्तपः शुद्ध-मात्मरत्येकलक्षणम् । इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः । અધ્યાત્મસાર, યોગાધિકાર, શ્લોક ૪, ૫. 30. द्रष्टुर्हगात्मता मुक्ति - र्दृश्यैकात्म्यं भवभ्रमः । · અધ્યાત્મોપનિષદ, જ્ઞાનયોગ., શ્લોક ૫. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આત્મજ્ઞાન અને સાધનાપથ જીવનના અનુભવો પ્રત્યે સ્વીકાર કે અસ્વીકારનો ભાવ લાવ્યા વિના, વર્તમાન ક્ષણ પ્રત્યે માત્ર સજાગ બનો – ‘એફર્ટલેસ ચૉઇસલેસ અવેરનેસ કેળવો. વર્તમાન ક્ષણના અનુભવ પ્રત્યે ગમો-અણગમો લાવ્યા વિના, રાગ-દ્વેષ વિના, સજગ અપ્રમત્ત રહેવું – અર્થાત્ “ચિત્તવૃત્તિને વિષયોમાંથી અને સંકલ્પ-વિકલ્પમાંથી પાછી વાળી લઈ સાક્ષીભાવમાં સ્થાપિત કરવી – આ સાર છે જ્ઞાનનો. જુદા જુદા દર્શનના અનુયાયી મુમુક્ષુઓ પ્રારંભિક ભૂમિકાએ, ભલે ભિન્ન ભિન્ન રીતે પરમ તત્વની ઉપાસના કરતા હોય, પણ સૌ પ્રગતિમાન મુમુક્ષુઓ તેમની મુક્તિયાત્રાના અંતિમ તબક્કે શમરૂપ આ એક જ માર્ગના સહપ્રવાસી બની રહે છે.” જન્મોજન્મથી સંચિત અઢળક કર્મરાશિનો અને દઢ સંસ્કારોનો ઉચ્છેદ એ રીતે જ શકય બને છે. “દોડો જન્મનાં સંચિત કર્મોને સમતા એક ક્ષણમાં ખપાવી દે છે, સૂર્યપ્રકાશ જેમ અંધકારને.”* અગ્નિનો એક તણખો પડતાં જૂના ઘાસની ગંજી ભડભડ સળગી ઊઠીને થોડીક જ ક્ષણોમાં રાખ બને છે તેમ, અનેક જન્મોની સંચિત કર્મરાશિ સમતાયુક્ત અધ્યવસાયનો સંપર્ક થતાં પળવારમાં નિર્જરી જાય છે.' ૩૧. 1. વિક–વિષયોની: વમવન્વની સાં ज्ञानस्य परिपाको य; स शमः परिकीर्तितः ।। - જ્ઞાનસાર, શમાષ્ટક, લોક ૧. 2. વિત્ર વાપુ તા-તન્ચ માતા, अचित्रा चरमे त्वेषा, शमसाराऽखिलैव हि। – યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૧૨. ३२. प्रचितान्यपि कर्माणि, जन्मनां कोटिकोटिभिः । __ तमान्सीव प्रभा भानोः, क्षिणोति समता क्षणात्।। – અધ્યાત્મસાર, સમતાધિકાર, શ્લોક ૨૨. ૩૩. રાગ-દ્વેષ કે ત્યાગ, કર્મશક્તિ જરી જાત. ન્યું દારુ કે ગંજ કું, નર નહિ શકે ઉઠાય; તનક આગ સંજોગસે, છિન એક મેં ઊડ જાય. – યોગીશ્વર ચિદાનંદજી, પરમાત્મા છત્રીસી, ગાથા ૩૧-૩૨. Page #244 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૦૧ - સમતા દ્વારા પ્રચુર કર્મનિર્જરા શાથી? પ્રશ્ન થાય કે પ્રાપ્ત પરિસ્થિતિને, જીવનની ઘટનાઓને, સુખદુ:ખને, રાગ-દ્વેષ કર્યા વિના વેદી લેવાથી નવાં કર્મ ન બંધાય એ તો સમજી શકાય, પણ પૂર્વબદ્ધ કર્મની નિર્જરા એનાથી શી રીતે થાય? સંચિત કર્મની નિર્જરા માટે તો કંઈક તપ કરવું પડે ને? શ્રેયાર્થીએ, આ સંદર્ભમાં, પહેલી વાત તો એ સમજવી રહી છે કર્મબંધનું કે કર્મનિર્જરાનું પ્રધાન કારણ શું – કાયાથી થતી પ્રવૃત્તિ કે મનનો અધ્યવસાય? જૈનદર્શન કર્મબંધની જે પ્રક્રિયા પ્રસ્તુત કરે છે એ ખરેખર સમજાય તો આ તથ્ય આપોઆપ અંતરમાં વસી જાય કે કર્મબંધનું કે કર્મનિર્જરાનું પ્રધાન કારણ કાયાથી થતી પ્રવૃત્તિ નહિ પણ, ચિત્તનો તેવો તેવો અધ્યવસાય – વૃત્તિ, ભાવ, વિચાર – છે. ‘કરો તેવું પામો’ ‘વાવો તેવું લણો' – આ સનાતન નિયમને કાર્યાન્વિત કરતું વિશ્વવ્યવસ્થાનું તંત્ર શું છે? એની સમજ જૈનદર્શન આ પ્રમાણે આપે છે : આપણી આસપાસ અવકાશમાં દશ્ય ઉપરાંત વિવિધ પ્રકારના અતિ સૂક્ષ્મ અદશ્ય ભૌતિક પરમાણુઓ પથરાયેલા પડ્યા છે, તેમાંનો એક પ્રકાર કાર્મણ વર્ગણા' તરીકે ઓળખાય છે. એમજ પડેલી એ કાર્મણ વર્ગણામાં જીવને સુખ-દુ:ખ આપવાની કોઈ શક્તિ નથી. પરંતુ જેમ લોખંડના ટુકડામાંથી વિદ્યુત પસાર થતાં તેનામાં લોહચુંબકત્વ ઉત્પન્ન થાય છે તેમ રાગ-દ્વેષ-મોહપ્રેરિત જીવાત્મા જ્યારે કંઈ પણ વૃત્તિ-પ્રવૃત્તિમાં ભળે છે ત્યારે તેની નિકટ રહેલી કાર્મણ વર્ગણા જીવાત્માના તે સમયના અધ્યવસાય (ભાવ-વૃત્તિ-વિચાર)થી સ્વયં પ્રભાવિત થઈ જાય છે અને જીવને સુખ-દુ:ખ આપતા સંયોગો પેદા કરવાની એક શક્તિ તેનામાં આવિર્ભાવ પામે છે; અને તે જીવાત્માને ‘ચોંટી જાય છે. આત્માને ચોંટી રહેલી એ કાશ્મણ વર્ગણાને જૈન પરિભાષા કર્મ તરીકે ઓળખાવે છે. અત્યંત મલિન અધ્યવસાયના સંપર્કમાં આવેલી કાર્મણ વર્ગણા ગાઢ મોહનીય કર્મરૂપે પરિણમે; તો બીજી બાજુ, પ્રબળ શુભ અધ્યવસાયનો સંપર્ક એને તીર્થકર નામ કર્મરૂપે પરિણમાવી દે. શુભ કે અશુભ અધ્યવસાય કર્મબંધમાં આવો આટલો ભાગ ભજવે છે, તો શુદ્ધ રાગ-દ્વેષ રહિત અધ્યવસાયનો પ્રભાવ કેટલો કેવો હોય! યોગનિષ્ઠ આચાર્ય હેમચંદ્રસૂરિજી અને યોગીશ્વર ચિદાનંદજી શાખ પૂરે છે કે, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ “દોડો જન્મ તીવ્ર તપ કરવા છતાં, જેટલાં કર્મ ન ખપે તેટલાં કર્મ સમત્વમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ એક ક્ષણમાં જ ખપાવી દે છે.” “કાહે કુ ભટકત ફરે, સિદ્ધ હોને કે કાજ; રાગ-દ્વેષ કુ ત્યાગ દે, વો હિ સુગમ ઇલાજ. ત૫ જપ સંજમ સબ ભલે, રાગ-દ્વેષ જો નાંહિ; રાગ-દ્વેષ કે જાગતે, એ સબ ભયે વૃથા હિ.” એટલે, બીજો મહત્ત્વનો મુદ્દો મુમુક્ષુએ અંતરમાં કોતરી રાખવો જોઈએ તે એ કે રાગ-દ્વેષરહિત/સમત્વયુક્ત અધ્યવસાય માત્ર સંવરનું જ નહિ પણ કર્મનિર્જરાનું પણ સબળ સાધન છે. જૈન પરંપરામાં સુપ્રસિદ્ધ, પ્રસન્નચંદ્ર રાજર્ષિના દષ્ટાંત પર થોડું ચિંતન કરતાં આ બન્ને મુદ્દા સ્પષ્ટ ઉપસી આવશે. બાહ્ય બધા જ આરંભસમારંભથી નિવૃત્ત થઈ, કાયોત્સર્ગની મુદ્રામાં રહી અર્કિચન મુનિ તરીકે બાહ્ય સર્વ કષ્ટ વેઠી રહ્યા હોવા છતાં સાતમી નરકે લઈ જાય એવાં કર્મપરમાણુઓ તેમણે એકઠાં કર્યા ત્યારે, અને થોડી વાર પછી એ બધી કર્મરજને શુભમાં પલટી નાખીને, અનુત્તર દેવલોકમાં લઈ જાય એવા શુભ કર્મદલિકો એમણે એકત્ર કરી લીધા ત્યારે, અને ક્ષણ પછી એ શુભ કર્મપરમાણુઓને પણ ખંખેરીને સર્વ ઘાતી કર્મથી મુક્ત થઈ ગયા, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે એમની બાહ્ય ચર્યા તો એકસરખી જ રહી હતી-મૂનિવેશે ટાઢ-તડકો સહન કરતા એ કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત હતા; ફરક પડયો હતો તે માત્ર એમના ચિત્તની સ્થિતિમાં જ. 3४. प्रणिहति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्र-तपसा जन्मकोटिभिः ।। – આચાર્ય હેમચંદ્રસૂરિજી, યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૫૧. સરખાવો : ક્ષણ અર્થે જે અઘ ટળે, તે ન ટળે ભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાનતણી છે જોડી રે. – શ્રીપાળરાસ ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૩૮. ૩૫. યોગીશ્વર ચિદાનંદજી, પરમાત્મા છત્રીસી, ગાથા ૧૯, ૨૨. જુઓ પ્રકરણના અંતે પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત. Page #246 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના|૨૦૩ કર્તા-ભોક્તાભાવથી મુક્ત, સમત્વવાસિત અધ્યવસાય વડે ક્ષણવારમાં આટલી વિપુલ કર્મનિર્જરા થતી હોવાથી, સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષો શ્રેયાર્થીને એ અનુરોધ કરતા આવ્યા છે કે જીવનના અનુકૂળ કે પ્રતિકૂળ જણાતા ઘટનાચક્રમાં રાગ કે દ્વેષ કર્યા વિના, તેના દ્રષ્ટા રહી, નિર્લેપ ભાવે તેમાંથી પસાર થઈ જાઓ. સમતા અને સાક્ષીભાવ સધાય શી રીતે? ઉત્કટ મુમુક્ષાસંપન્ન સાધકોનેય કર્મક્ષયની આવી પ્રચંડ ક્ષમતા ધરાવતી સાધનાનું આકર્ષણ રહે એ સહજ છે. કિંતુ પહેલી નજરે અત્યંત સરળ જણાતી આ સાધનાનો મર્મ માત્ર પરિપક્વ સાધકો જ પામી શકે છે. આપણે કેવળ સાક્ષી રહી શકતા નથી; અવચેતન મનમાં સંગૃહિત જન્મજન્માંતરના સંસ્કારો અનુસાર આપણે બાહ્ય જગતની ઘટનાઓ પ્રત્યે આપણી પ્રતિક્રિયા, કોમ્પ્યુટર યંત્રની જેમ, યાંત્રિકપણે દર્શાવતા જ રહીએ છીએ. ‘પ્રયત્ન કે પસંદગી રહિત કેવળ જાગૃતિ’–‘એફર્ટલેસ ચૉઈસલેસ અવેરનેસ’–ની કળા દીર્ઘ કાળના પ્રયત્ન વિના સિદ્ધ થતી નથી. શ્રી જે. કૃષ્ણમૂર્તિ પણ આ વાત સ્વીકારે છે. તેઓ કહે છે કે, એના માટે અત્યંત સંવેદનશીલ, અત્યંત જાગૃત-અપ્રમત્ત અને અતિ સૂક્ષ્મ/તીક્ષ્ણ મન જોઈએ. ચિત્ત આવું સતત સજગ, સંવેદનશીલ, ચપળ બને કયારે? તે માટે આદર્શ, વિધિ-નિષેધ અને ચિંતન-મનનપ્રધાન અન્ય સાધનામાર્ગોએ ચાલીને અત્યંત સૂક્ષ્મ/તીક્ષ્ણ બુદ્ધિ વડે તેમની વ્યર્થતા સમજાઈ ગઈ હોવી જોઈએ. આમ થાય ત્યારે ચિત્ત ધરું ચપળ, સજગ અને સૂક્ષ્મ બની ચૂકયું હોય છે. એ પછી, ચિત્તમાં ઊઠતી કામનાઓ, આકાંક્ષાઓ અને ક્રોધ, લોભ આદિ વિકારો પ્રત્યે પ્રયત્ન કે પસંદગીરહિત જાગૃતિ/શુદ્ધ સાક્ષીભાવ શકય બને છે પૂર્વોક્ત સાધનામાર્ગોએ ચાલીને તેમની વ્યર્થતા સમજી લઈ તમે તેમનો ત્યાગ કર્યો ન હોય ત્યાંસુધી, હું જે ઈ કહીશ તે તમારે માટે અર્થવગરનું રહેશે." ****** 3%. You will find the way only when you discard the above three ways; How do you discard the three ways? Only by Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આત્મજ્ઞાન અને સાધનાપથ વર્ષોવર્ષ શ્રી જે. કૃષ્ણમૂર્તિને સાંભળતા રહેવા છતાં, તેમણે ચીંધેલી ‘પ્રયત્ન કે પસંદગી રહિત કેવળ જાગૃતિ' કેમ પ્રાપ્ત કરવી એ મૂંઝવણ અનુભવતા તેમના શ્રોતાઓને શ્રી કૃષ્ણમૂર્તિનો શું આ અસંદિગ્ધ અનુરોધ નથી કે ‘એફર્ટલેસ ચૉઇસલેસ અવેઅરનેસ' રહી શકે એટલું સજગ, સંવેદનશીલ ચિત્ત ન બને ત્યાં સુધી કોઈક સાધનામાર્ગે ચાલવું જ રહ્યું? ભૂતકાળના સમગ્ર સંસ્કારોથી અને ભાવિની આકાંક્ષાઓ અને તૃષ્ણાથી મુક્ત થયા વિના, વર્તમાન ક્ષણના માત્ર દ્રષ્ટા રહેવું શકય નથી. ભૂતકાળની સ્મૃતિઓ, સંસ્કારો અને ભવિષ્યની કામનાઓ વર્તમાન ક્ષણ પ્રતિ આપણને સજાગ રહેવા દેતાં નથી. આપણી જાણ બહાર અવચેતન મનમાં પ્રતિપળ અનેક સંસ્કારો પડતા રહે છે, અને તે સંસ્કારોને અનુરૂપ વળાંક આપણાં વિચાર-વર્તન કઈ રીતે લઈ રહ્યાં છે, તેનો આપણને ખ્યાલ સરખો પણ નથી આવતો. એટલે કેવળ જાગ્રત મનને જ નહિ પણ અવચેતન મનને પણ વિશુદ્ધ કર્યા વિના ‘એર્ટલેસ ચૉઈસલેસ અવેરનેસ'–અર્થાત્ વર્તમાન ક્ષણ પ્રતિ રાગ-દ્વેષરહિત કેવળ દ્રષ્ટાભાવ આવતો નથી, આવે તો ટકતો નથી. સમત્વ અને શુદ્ધ સાક્ષીભાવના પ્રશિક્ષણનો પાયો અનંતકાળથી પુષ્ટ થતા આવેલા રાગ-દ્વેષના સંસ્કારની ચિત્ત ઉપરની પકડમાંથી તેને મુક્ત કરવાનો પ્રારંભ શ્વાસોચ્છ્વાસના આલંબન સાથે એને જોડી રાખવાના અભ્યાસથી થાય છે. seeing their falseness. To see that those ways are false, you must have a very sharp intellect. After looking at these paths, travelling on these paths and discovering that they lead no-where, the mind is much more agile, much more quick much more subtle. ...What I say will have no meaning unless you have travelled the three paths and discarded them. J. Krishnamurty, Talk given at New Delhi, on 25th Nov. 1948. Bulletin, Jan. '87 Page #248 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના|૨૦૫ મોહગ્રસ્ત, વાસનાબદ્ધ ચિત્ત દારૂડિયા જેવું છે. પીધેલી વ્યક્તિ સીધી રેખાએ ચાલી શકતી નથી; જમણે-ડાબે લડથડિયાં ખાતી તે ચાલે છે. તેમ સામાન્ય માનવીનું ચિત્ત વર્તમાનને પકડીને ચાલી શકતું નથી. તે લડથડિયાં ખાતું રહે છે ભૂતકાળની સુખદ-દુ:ખદ સ્મૃતિઓમાં અને ભાવિનાં સપનાંમાં. તે કંઈક પકડવા ઇચ્છે છે, કશુંક દૂર ધકેલવા મથે છે. રાગ-દ્વેષની આ ખેંચતાણમાં તે વર્તમાનનું સાક્ષી રહી શકતું નથી. આપણે બજારમાંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે પણ આપણું ધ્યાન કોના તરફ/શાના તરફ જાય છે? જ્યાં આપણને રાગ કે દ્વેષ હોય ત્યાં જ ચિત્ત વધુ જાય છે. દા. ત. માર્ગમાં અનેક લોકો આપણી સામેથી પસાર થતા જોયા હોય, પણ તેમાંથી યાદ કોણ રહે છે?–લાંબા સમયથી જેને ન મળ્યા હોઈએ એવા કોઈ સ્નેહી ભેટી ગયા હોય કે જેની સાથે દુશ્મનાવટ હોય એ વ્યક્તિ નજરે ચડી ગઈ હોય તો એનો ચહેરો સાંજે પણ યાદ આવ્યા કરે છે, બીજા સેંકડો માણસોમાંથી કોઈ નહિ. જ્યાં રાગ કે દ્વેષ હોય ત્યાં આપણું ચિત્ત અનાયાસ જાય છે, તે યાદ આવ્યા કરે છે, ચિત્ત ત્યાં સહજ એકાગ્ર થાય છે. પરંતુ રાગ-દ્વેષ સાથે એકાગ્ર થયેલું ચિત્ત શુદ્ધ થતું નથી; એ એકાગ્રતાની પૃષ્ઠભૂમાં એની સાથે જોડાયેલા રાગ કે દ્વેષ પણ પોષાતા રહે છે. આથી જ આર્ત અને રૌદ્રધ્યાનને વર્જ્ય ગણ્યાં છે. આ સમજાય તો શ્રી જિનેશ્વરોએ કાયોત્સર્ગમાં શ્વાસોચ્છ્વાસનું અવલંબન લેવાનો જે નિર્દેશ આપેલો છે એનું રહસ્ય પણ ખૂલે. શ્વાસોચ્છ્વાસ એ રાગ-દ્વેષ વિનાનું આલંબન છે એટલું જ નહિ, શ્વાસોચ્છ્વાસનું અવલંબન આપણા જ્ઞાનોપયોગને ‘અવેઅરનેસ’ને વર્તમાન ક્ષણમાં રાખે છે. ભૂત ભાવિમાં ઉડાઉડ કરતા ચિત્તને તે વર્તમાનમાં રાખે છે. વર્તમાનમાં રહેવાના મહાવરાવાળું ચિત્ત જ તટસ્થ સાક્ષી રહી શકે. સાક્ષી વર્તમાન ઘટનાના જ થઈ શકાય, ભૂત-ભાવિના નહિ. ભૂત-ભાવિની તો સ્મૃતિ કે કલ્પના જ હોઈ શકે. આપણું ચિત્ત ભૂતકાળની સ્મૃતિઓ કે ભવિષ્યની કલ્પનાના તરંગો વિકલ્પ-વિચારો વડે મોહમદિરાનું પાન કરતું રહીને ભવચક્રને ગતિમાન Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આત્મજ્ઞાન અને સાધનાપથ રાખે છે.” આપણો મોહ કેટલો હટયો છે એનો માપદંડ છે : વિકલ્પ – વિચારની ચુંગાલમાંથી મુક્ત રહી શકવાની આપણા ચિત્તની ક્ષમતા. વિકલ્પ-વિચારનાં જાળાં શબ્દ કે આકારની આસપાસ જ ગુંથાય છે. શ્વાસોચ્છ્વાસ શબ્દ, સંકલ્પના કે આકાર વિહોણું અવલંબન હોઈને ચિત્તને વિકલ્પ-વિચારની જૂની આદતમાંથી મુક્ત કરે છે. માત્ર શ્વાસોચ્છ્વાસનું નિરીક્ષણ કરવાની દેખીતી સાવ સામાન્ય સાધના, આમ, ચિત્તતન્ત્રમાં કેવી ક્રાન્તિ લાવે છે એનો અણસાર તો તમે શ્વાસોચ્છ્વાસ જાતાં બેસો ત્યારે જ મળે અહીં એક સાવધાની જરૂરી બને છે તે એ કે શ્વાસોચ્છ્વાસના અવલંબને ચિત્ત અમુક અંશે એકાગ્ર બન્યા પછી, એકાગ્રતાની દિશામાં જ આગળ ધપ્યું ન જતાં, એના સહારે મુમુક્ષુ સાક્ષીભાવને તેની સાધનાની ધરી બનાવી, તટસ્થ જાગૃતિપૂર્વક આગળ વધે તો વિકારોના ઉન્મૂલનની દિશામાં તે પ્રગતિ કરી શકે છે. અનુભવી ગુરુ જ એમાં પથદર્શક બની શકે. આ માર્ગના અનુભવી માર્ગદર્શકના અભાવે, શ્વાસોચ્છ્વાસના અવલંબન વડે સાધક એકાગ્રતાની દિશામાં જ આગળ વધ્યે જઈ ચિત્તલયમાં સરકી પડે છે. તત્કાળ પૂરતા તેના વિકારો શમી જાય છે. તે ખૂબ શાંતિ અને આનંદ અનુભવે છે, પણ ચિત્તભૂમિમાંથી તૃષ્ણાદિ વિકારોના ઉન્મૂલનની દિશા હાથ લાગતી નથી. ઊલટું ચિત્તલયના આનંદનો આસ્વાદ ફરી ફરી મળ્યા કરે એવી તૃષ્ણા પોષાતી રહે છે, એટલું જ નહિ, સાધનાની ઉચ્ચતમ ભૂમિકાની પોતાને સ્પર્શના થઈ ચૂકી છે એવી ભ્રાંતિમાંયે મુમુક્ષુ કેટલીકવાર સરકી પડે છે. વળી, સાધના દરમ્યાન ઉપસ્થિત થતા અન્ય ઉપદ્રવો કેમ પાર કરવા તે અંગે પણ સાધકને બિનઅનુભવી ‘ગુરુ' પાસેથી યથાર્થ * ૩૭. વિસ્વનવરાત્મા, પીતમોદાનવો દ્યયમ્। भवोच्चतालमुत्ताल– प्रपंचमधितिष्ठति । । જ્ઞાનસાર, મોહત્યાગાધિકાર, શ્લોક ૫. શ્વાસોચ્છવાસના અવલંબને દિવસો સુધી, રોજના અનેક કલાક, સાધનાનો અખતરો કરવા ઇચ્છતા સાધકે આ સંદર્ભમાં ‘ચિત્તથૈર્યની કેડીઓ’ના પ્રકરણમાં અપાયેલી સાવધાની લક્ષમાં રાખવી. Page #250 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના, ૨૦૭ માર્ગદર્શન મળી શકતું નથી. આથી, શ્વાસોચ્છવાસના અવલંબનની સાથે અનુભવસંપન્ન ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે. એ પામનાર સાધક જ આ નિરાકાર, નિ:શબ્દ અવલંબનના મધુર ફળ ચાખવા પામે છે. આજે આપણે આ ક્ષાયિક માર્ગ ખોઈ બેઠા છીએ. આગમગ્રંથોમાં શાસ્ત્રોમાં એના છૂટા છવાયા નિર્દેશો મળે છે ખરા; પણ, એ માર્ગે સાધનાનો આરંભ કયાંથી કરવો, કઈ રીતે કરવો અને કયા ક્રમે આગળ વધવું એનું તબક્કાવાર માર્ગદર્શન આપણાં વર્તુળોમાં આજે મળતું નથી. જિનેશ્વર દેવોની સાધનાનો વારસો આપણી પાસે છે, પણ તે આજે માત્ર શાસ્ત્રોમાં જ રહ્યો છે, જીવનમાં નથી; એમ નથી લાગતું? શ્રી જિનેશ્વરોના સાધનામાર્ગે નિષ્ઠાપૂર્વક આગળ વધતો મુનિ એક વર્ષના તેના દીક્ષાપર્યાયના અંતે અનુત્તર દેવોથી અધિક પ્રશમસુખનો સ્વામી બને - આ શાસ્ત્રવચનને આજની આપણી શ્રમણ સંસ્થા ચરિતાર્થ કરે છે ખરી? સામાયિકની સાધના | વિપશ્યના ઉપર્યુક્ત ક્ષાયિક માર્ગ જેના અભ્યાસ દ્વારા હસ્તગત થઈ શકે એવી, ભારતની લુપ્ત થયેલી એક પ્રાચીન સાધના-પ્રક્રિયા હાલ પુન: પ્રસાર પામી રહી છે. અવચેતન મનમાં પડેલા જન્મજન્માંતરના સંસ્કારોને દૂર કરી, અવચેતન મનને પણ વિમળ કરવાની નેમ ધરાવતી એ સાધના ‘વિપશ્યના'ના નામે ઓળખાય છે. પ્રારંભથી જ તેમાં સમત્વ અને સાક્ષીભાવની કેળવણી રહેલી હોવાથી, જેનાથી સમભાવ વધે તે સામાયિક એ જૈન પરિભાષાને આગળ કરીને, એ સાધનાને આપણે ‘સામાયિકની સાધના’ કહીએ તો એ તેનું યથાર્થ નામાભિધાન ગણાય. એ પ્રક્રિયા બર્મામાં બૌદ્ધ પરંપરામાં સચવાઈ રહેલી તેથી પ્રાથમિક નજરે તે બૌદ્ધ પ્રક્રિયા હોવાનો ભાસ થાય એ સ્વાભાવિક છે. પરંતુ, ધાર્મિક ક્રિયાકાંડના કોઈ રંગે તે રંજિત થયેલી ન હોવાથી કોઈ પણ ધાર્મિક સંપ્રદાયની વિવેકશીલ વ્યક્તિ વિનાસંકોચે તેને અપનાવી શકે છે એટલું જ નહિ, પણ નાસ્તિક ગણાતી અર્થાત્ કોઈ ધર્મ-મતને ન માનનાર વ્યક્તિ પણ તેનો પ્રયોગ કરી લાભ મેળવી શકે છે; કારણ કે તેમાં કોઈ મત-પંથના મંત્ર, મૂર્તિ કે કોઈ પ્રતીકનું અવલંબન લેવું પડતું નથી. તેમાં તો કેવળ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આત્મજ્ઞાન અને સાધનાપથ પોતાના શ્વાસોચ્છવાસના અવલંબને અંતર્મુખ થઈ, સતત પરિવર્તનશીલ શરીરધારાનું ને પછીથી ચિત્તધારાનું નિર્લિપ્તભાવે નિરીક્ષણ કરતાં રહીને, દ્રષ્ટાભાવના અભ્યાસનો આરંભ અને વિકાસ કરવાનો હોય છે. તેથી કોઈ પણ ધર્મ, મત કે પંથ સાથે તેને વિરોધ નથી. નવા અભ્યાસીએ આ સાધનાની શરૂઆત કરવા પૂર્વે દશ દિવસની એકાદ શિબિરમાં જોડાઈ, નિષ્ણાતની દેખરેખ હેઠળ તેની પ્રારંભિક તાલીમ લેવી આવશ્યક હોવાથી, અહીં તેની વિગતોમાં ન ઊતરતાં માત્ર આછો પરિચય જ મેળવી લઈએ. – વિપશ્યનાનાં ત્રણ અંગ આ સાધના-પ્રક્રિયાનાં ત્રણ અંગ છે. બૌદ્ધ પરિભાષામાં તે શીલ, સમાધિ અને પ્રજ્ઞા તરીકે ઓળખાય છે. શીલ અર્થાત યમ-નિયમ, અન્ય સર્વ યોગમાર્ગની જેમ શીલ આ સાધનાનો પાયો છે. આથી, શિબિરમાં જોડાનાર પ્રત્યેક સાધકે કમ-માં-કમ શિબિર પૂરતો તો હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને માદક પદાર્થોનો ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કરવો પડે છે. બીજું અંગ છે “સમાધિ'. યોગદર્શનની પરિભાષામાં “સમાધિ' શબ્દથી ધ્યાન પછીની ધાતા-બેયની એકતાવાળી અવસ્થા અભિપ્રેત છે, કિંતુ. વિપશ્યના-સાધનાની પરિભાષામાં, સજગ અને એકાગ્ર ચિત્તથી શ્વાસો ચ્છવાસના અવલંબને કે શરીરમાં ચાલી રહેલી જીવરાસાયણિક પ્રક્રિયાઓના કારણે અંગેઅંગમાં થઈ રહેલી સ્કૂલ કે સૂક્ષ્મ સંવેદનાઓના અવલંબનેવર્તમાન ક્ષણની સચ્ચાઈને, નિરંતર, દીર્ધકાળ પર્યત ‘જોતા’ રહેવાની ક્ષમતાને ‘સમાધિ' કહે છે. ચિત્ત એકાગ્ર બને એટલું જ પર્યાપ્ત નથી; એ એકાગ્રતાની સાથે રાગ-દ્વેષ કે મોહનો કોઈ ભાવ ભળેલો ન હોવો જોઈએ અર્થાત્ સમાધિ સમ્યફ હોવી જોઈએ. આથી, શિબિરના પ્રારંભમાં સાધકને તેના શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવે છે. શ્વાસ-ઉચ્છવાસની ગતિમાં ફેરફાર Page #252 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના|૨૦૯ કરવાનો કશો પ્રયત્ન કર્યા વિના, અંદર આવતા ને બહાર જતા શ્વાસની તેણે માત્ર નોંધ જ લેવાની હોય છે. સતત બહિર્મુખ રહેતા ચિત્તને અંતર્મુખ થવાનું પ્રશિક્ષણ આમાં મળે છે. શ્વાસોચ્છ્વાસ ઉપર ચોકી રાખવાના આ કામમાં ચિત્ત જેમ જેમ પલોટાતું જાય છે તેમ તેમ તેની ચંચળતા ઘટે છે અને સાથોસાથ શ્વાસની ગતિ ધીમી, શાંત અને નિયમિત થતી જાય છે. શ્વાસોચ્છ્વાસની આવજા ઉપર એકચિત્તે નજર રાખવાનો મહાવરો થયા પછી, શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમ્યાન ઉપલા હોઠ તેમજ નસકોરાની ધાર પર જે કંઈ સંવેદનો અનુભવાય તેને જાગ્રત રહી, તટસ્થતાપૂર્વક જોવા- અનુભવવાનાં હોય છે. એકાગ્રતાના અભ્યાસ માટે આ પ્રક્રિયા અત્યંત સરળ છતાં ખૂબ અસરકારક છે. બૌદ્ધ પરિભાષામાં શ્વાસોચ્છ્વાસના નિરીક્ષણની આ સાધનાને ‘આનાપાન સતિ’ કહે છે. આનાપાન એટલે શ્વાસોચ્છ્વાસ અને ‘સતિ’ એટલે સ્મૃતિ-અર્થાત્ શ્વાસોચ્છ્વાસ પ્રતિ જાગૃતિ. શિબિરના પ્રારંભથી સતત સાડા ત્રણ દિવસ સુધી, રોજના દશેક કલાક, આનાપાન સતિનો આ અભ્યાસ કરાવવામાં આવે છે. સાડા ત્રણ દિવસના આનાપાન સતિના અભ્યાસ દ્વારા ચિત્ત કંઈક અંતર્મુખ અને એકાગ્ર બને છે અને શરીરની અંદર અવિરામ ચાલી રહેલા પરિવર્તનના કારણે જન્મતી સ્થૂલ-સૂક્ષ્મ સંવેદનાઓને પકડવાની કંઈક ક્ષમતા ચિત્તમાં પ્રકટે છે. ત્યારે−શિબિરના ચોથા દિવસે-વિપશ્યનાનો પહેલો પાઠ આપવામાં આવે છે. અર્થાત્ અહીં સુધી શ્વાસોચ્છ્વાસના નિરીક્ષણનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તે વિપશ્યના નથી પણ તેની પૂર્વતૈયારી માત્ર છે. વિપશ્યનાનો સીધો સંબંધ ત્રીજા અંગ –‘પ્રજ્ઞા’ સાથે છે. શીલ અને સમાધિ તે માટેની ભૂમિકા તૈયાર કરે છે. પ્રજ્ઞા અર્થાત્ વિવેકની જાગૃતિ અને અવિદ્યાનો ઉચ્છેદ. આનાપાન તિનો અભ્યાસ પાકો થયા પછી, ચોથા દિવસે શરૂ થતા વિપશ્યનાના અભ્યાસમાં માત્ર હોઠ ઉપરનાં સંવેદનો જોવાને બદલે, શિખાથી પગનાં તળિયાં પર્યંત ચિત્તને ક્રમશ: લઈ જઈ, શરીરના તે તે ભાગમાં જે કંઈ સંવેદના અનુભવાય તેને કર્તા-ભોક્તા બન્યા વિના-રાગ-દ્વેષની પ્રતિક્રિયા કર્યા વિના−‘તે અનિત્ય છે' એ ભાનપૂર્વક, સમભાવે જોવાનો એકડો ઘૂંટાવવામાં આવે છે. પૂર્વસંસ્કારવશ રાગ-દ્વેષની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦| આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રતિક્રિયા આપણા ચિત્તમાં સામાન્યત: ઊડ્યા જ કરે છે, તેમાંથી બહાર નીકળી, બનતી ઘટના ‘અનિત્ય છે, અનિન્ય છે માટે અનાત્મ છે, જે જે અનાત્મ તે દુ:ખરૂપ’ – આ ભાનપૂર્વક એ ઘટનાને નિર્લેપભાવે, કેવળ તટસ્થ દ્રષ્ટા રહીને અર્થાત્ રાગદ્રષાત્મક કશી પ્રતિક્રિયા કર્યા વિના જોતા રહેવાનો – બીજા શબ્દોમાં કહીએ તો કર્તા-ભોક્તા બન્યા વિના જોતા રહેવાનો મહાવરો વિપશ્યનાના અભ્યાસ દ્વારા થાય છે. – શ્વાસ કે સંવેદના જોવાનું પ્રયોજન આમ, પોતાના દેહમાં પ્રતિક્ષણ ચાલી રહેલા સ્કૂલ-સૂક્ષ્મ પરિવર્તનને જોતા રહેવાના અભ્યાસથી જીવનના તટસ્થ પ્રેક્ષક રહેવાનો પ્રારંભ કરાય છે. શરીરની સ્થલ-સૂક્ષ્મ સંવેદનાઓને નિરાસક્તભાવે જોતા રહેવાનો એ અભ્યાસ પરિપકવ થયે, ખુદ પોતાની અનુભૂતિના આધારે, એ તથ્યનો સાક્ષાત્કાર થાય છે કે આ શરીર એ કોઈ સ્થિર કે ઘન વસ્તુ નહિ પણ પ્રતિક્ષણ અનેકશ: પલટાતા પરમાણુઓનો પુંજ માત્ર છે. એ અનુભૂતિ દ્વારા શરીરની ઘનસંજ્ઞા નષ્ટ થતાં, દેહમાં થતી આત્મબુદ્ધિની ભ્રાન્તિ ભાંગે છે અને નિર્લિપ્તતા પુષ્ટ થાય છે. આપણા દેહમાં અનુભવાતી સ્કૂલ-સૂક્ષ્મ સંવેદનાઓના અવલંબને, સતત પરિવર્તનશીલ દેહધારાનું અને ક્રમશ: ચિત્તધારાનું પણ નિરીક્ષણ અને પરીક્ષણ કરતાં રહી, સમસ્ત અવચેતન મનને જાગૃત કરી તેને ચેતન મનમાં પલટી નાખી, શરીર અને મનની પ્રવહમાન ધારાથી પર નિજના શાશ્વત સત્યસ્વરૂપનો અપરોક્ષ બોધ પ્રાપ્ત કરી, રાગ-દ્વેષ અને મોહના સમસ્ત સંસ્કારોથી મુક્ત થઈ જવું એ આ પ્રક્રિયાનું લક્ષ્ય છે. અહીં એક વાત સ્પષ્ટતાથી સમજી લઈ સ્મૃતિપટ પર અંકિત કરી લેવી જોઈએ તે એ કે શ્વાસોચ્છવાસને અને અથવા શરીરમાં અનુભવાતી સંવેદનાઓને જોતા થવું / જોતા રહેવું એમાં જ આ સાધનાની ઇતિશ્રી નથી. એ બંને અવલંબનો તો ચિત્તને નિર્મળ, અંતર્મુખ અને ઉત્તરોત્તર અધિક સતેજ કરવા માટે તેમજ પ્રતિક્ષણ પલટાતી સ્થૂલ-સૂક્ષ્મ સંવેદનાઓ દ્વારા શરીરની ક્ષણભંગુરતાને અને ચિત્તધારાનીયે પરિવર્તનશીલતાને જાતઅનુભવ વડે જાણી લઈ,. પોતાથી એ બંન ભિન્ન છે – અનાત્મ Page #254 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૧૧ (અ + આત્મ) છે એની ઉત્તરોત્તર દૃઢતર પ્રતીતિ મેળવતા જઈ, અંતે ધ્રુવ-નિત્ય-શાશ્વત સત્યના સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે, સાધન તરીકે, ઉપયોગમાં લેવાય છે. અર્થાત શરીર અને મન સાથેના તાદામ્યની ભ્રાન્તિને ઓળખી લઈ, પૂર્ણ સમતામાં સ્થિત થઈ, નિજના સત્ય-શાશ્વત- ધ્રુવ-નિત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો અને અંતે, જન્મજન્માંતરથી સંગૃહિત સમસ્ત સંસ્કારોનો ક્ષય કરીને, તૃષ્ણાની આગને સંપૂર્ણપણે બૂઝવી દઈ નિર્વાણની મોક્ષની ઉપલબ્ધિ કરવી – એ છે વિપશ્યનાનું અંતિમ સાધ્ય. - સાધનાનું રોજિંદા જીવનમાં દેખાતું પરિણામ વિપશ્યનાના નિષ્ઠાપૂર્વકના અભ્યાસથી ચિત્ત ક્રમશ: વિકાર-વાસનારહિત-શુદ્ધ નિર્મળ-થતું જાય છે. આથી વિપશ્યી સાધક જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેનાં જૂનાં આકર્ષણો, કુટેવો, વ્યસનો, પૂર્વગ્રહો અને ગમા-અણગમાની પકડમાંથી તે મુક્ત થતો જાય છે અને પોતામાં સમતા, સ્વસ્થતા અને સામર્થ્યનો સંચાર થઈ રહ્યાનો અનુભવ કરવા લાગે છે. રોજિંદા જીવનના પડકારો અને વિષમતાઓને સ્વસ્થતાપૂર્વક પાર કરવાની ક્ષમતા તેનામાં વિકસતી જાય છે. જીવન પ્રત્યેના તેના સમગ્ર દષ્ટિકોણમાં જ પરિવર્તન આવતું જાય છે. પરિણામે રોજ-બ-રોજના પ્રસંગોમાં નિર્લેપતા અને સંસર્ગમાં આવતા માનવબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમની લાગણી તેને સહજ બનતી જાય છે, ને તેના અંતરમાં મૈત્રી અને સહકારની ભાવના વ્યાપ્ત રહે છે, જેથી કુટુંબ તેમજ સમાજ સાથેનો તેનો વ્યવહાર પણ સુમેળભર્યો અને પ્રસન્ન બનતો જાય છે. - સાધકનું ચિત્ત ગ્રંથિઓથી ઉત્તરોત્તર અધિક મુક્ત થતું જતું હોવાથી કેટલાક રોગો-જેનું મૂળ મનોશારીરિક (psycho-somatic) હોય છે તે– પણ મટી જાય છે અને સાધક દારૂ, સિગારેટ જેવા વ્યસનોથી પણ બહુધા મુક્ત બને છે. આધુનિક માનસચિકિત્સકોનો અભિપ્રાય છે કે માણસ તણાવ, ચિંતા, ભય, શોક વગેરેથી ક્ષણિક છૂટકારો મેળવવા દારૂ, ગાંજો, ચરસ, એલ.એસ.ડી., જેવાં માદક દ્રવ્યો અને જુગારાદિ વ્યસનો તરફ કે સિનેમા, નાટક અને નાઈટક્લબો જેવાં મનોરંજનો તરફ વળે છે, ભાગવૃત્તિ-escapism-સિવાય એમાં બીજાં કશું જ નથી. વિપશ્યના દ્વારા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આત્મજ્ઞાન અને સાધનાપથ ચિત્ત નિર્મળ, શાંત, સમ અને સ્વસ્થ થાય તેની સાથે જ ઉપર્યુક્ત દોષો સ્વયં વિદાય લે એ સ્પષ્ટ જ છે. નિષ્ઠાવાન સાધકોનો અનુભવ ક્રોધ-લોભ આદિ વિકારોને વશ ન થવું એવું પોતે ઇચ્છતો હોવા છતાં, સામાન્યત: માનવી કોઈ પણ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રતિ, પૂર્વસંસ્કારવશ, અવશપણે, પ્રતિક્રિયા કરતો રહે છે. ચિત્તમાં ઊઠતા વિકારોનું પ્રતિબિંબ આખા શરીરમાં પડે છે. મનમાં ઊઠતો પ્રત્યેક વિકાર શરીરમાં કંઈક સંવેદના જગાડે છે. વિપશ્યનાના અભ્યાસ દ્વારા એ સૂક્ષ્મ સંવેદનાઓને જોવાની-અનુભવવાની ક્ષમતા આપણા ચિત્તમાં પ્રગટે છે અને સાથોસાથ તેના પ્રત્યે તટસ્થ દ્રષ્ટા રહેવાનો મહાવરો પણ થાય છે. આથી, વિપશ્યનામાં પ્રતિષ્ઠિત સાધક આંતરમનમાં વિકાર ઊઠે એ ક્ષણે જ, શરીરમાં અનુભવાતી સંવેદનાઓ દ્વારા સાવધ બની, વિકારના હુમલાને ખાળી શકે છે—તેના પ્રવાહમાં તણાઈ જતો નથી. આ અભ્યાસ પુષ્ટ થતાં જીવનની નાની-મોટી પ્રત્યેક ઘટનાને સાક્ષીભાવે નિર્લેપનેત્રે નિહાળવાની ક્ષમતા લાધે છે, દેહાધ્યાસ મોળો પડે છે અને ભવના બીજભૂત કર્તા-ભોક્તા ભાવમાંથી બહાર નીકળાય છે. ― શ્રી જે. કૃષ્ણમૂર્તિના અનુયાયીઓ પ્રશંસકો જયારે વિપશ્યના અજમાવી જુએ છે ત્યારે તેમને ખાતરી થઈ જાય છે કે ‘માર્ગવિહોણા પ્રદેશનો' માર્ગ વિપશ્યના છે. વિપશ્યનાની સાધનામાં પ્રગતિ કરતા કોઈ પણ મત-પંથના મુમુક્ષુને પ્રતીતિ થાય છે કે પોતાના મત-પંથનાં શાસ્ત્રોનું અને આત્મજ્ઞ મહાપુરુષોનાં વચનોનું હાર્દ હવે તેની સામે જાણે સ્વયં પ્રગટ થાય છે. આમ, નિષ્ઠાપૂર્વક અને તટસ્થ ભાવે આ સાધના-પ્રક્રિયાનો અખતરો કરનારને પ્રતીતિ થાય છે કે એ માર્ગે જતાં તેની ધર્મશ્રદ્ધાને–જો તે સાચી હોય તો કશી આંચ આવતી નથી; ઊલટું, એ વધુ પુષ્ટ અને નિર્મળ બને છે. કિંતુ, આ અનુભવ સુધી પહોંચવામાં મુશ્કેલી એ રહે છે કે સાંપ્રદાયિક માન્યતાઓ અને બંધનો વટાવીને, ‘અન્ય ધર્મની’ આવી કોઈ સાધનાનો અખતરો પણ કરવાનું સાહસ ઓછી વ્યક્તિઓ કરી શકતી હોય છે. એવું Page #256 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના | ૨૧૩ સાહસ તે વ્યક્તિ જ કરી શકે જેની મુમુક્ષા ઉત્કટ હોય, જેની દૃષ્ટિ પૂર્વગ્રહમુક્ત, તટસ્થ હોય અને પોતાના હિતાહિતનો વિવેક કરીને નિર્ણયાત્મક કદમ ઉપાડવા માટે જરૂરી સાહસવૃત્તિ, આંતરસૂઝ અને ઇચ્છાશક્તિની મૂડી જેની પાસે હોય.* “છોડી મત-દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ...” સાંપ્રદાયિક વાતાવરણમાં જેમનો ઉછેર થયો હોય છે તેવા મુમુક્ષુઓ સામાન્યત: તો, પોતાના મત-પંથ કે સંપ્રદાયમાં પ્રચલિત ન હોય તેવા કોઈ વિચાર કે સાધનાપદ્ધતિને તે તેમને લાભપ્રદ જણાતાં હોય તોય— અપનાવતાં અચકાતા હોય છે; કારણ કે, કોઈ પ્રબળ પુણ્યોદયે સાચા સાધનામાર્ગની વાત મુમુક્ષુ સાંભળે અને એ માર્ગે ડગ માંડવાની તે ઇચ્છા કરે ત્યારે, સાંપ્રદાયિક મમત્વના પાશમાં બદ્ધ કુળગુરુઓ શ્રદ્ધાભ્રષ્ટ થઈ જવાની ભીતિ બતાવી તેને એ માર્ગે જતાં વારે છે; અને અજ્ઞાન હોય ત્યાં ભય અને ભ્રમ પાંગરે, પોષાય, નભે એ સહજ છે. આથી અજ્ઞાનવશ, ખોટી ભીતિ અને ભ્રાંતિઓનો શિકાર બની સાચા સાધનામાર્ગે શ્રેયાર્થી જઈ શકતો નથી. માટે, આવી કોઈ ભ્રમજાળમાં અટવાઈને સાચા સાધનામાર્ગથી દૂર ફંગોળાઈ ન જવું હોય તો ‘બાબાવાકય પ્રમાણમ્'ની મનોવૃત્તિ ત્યજી દઈને શ્રેયાર્થીએ જાતે જ શ્રી જિનાજ્ઞાને જાણવા-સમજવા યથાશક્તિયથામતિ પ્રયત્નશીલ થવું ઘટે અને, આ સંદર્ભમાં જ્ઞાનીપુરુષોએ મુમુક્ષુને જે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે તેના ઉપર મનન-ચિંતન કરી આ પ્રશ્ન અંગે નિ:શંક બની જવું જોઈએ. સામાન્યત: દરેક મત-પંથના આત્મજ્ઞાની સંતો તો દોષક્ષય અને ગુણવૃદ્ધિમાં જે ઉપકારક જણાય તેને, ‘પોતાનું’ અને ‘પરાયું’ એવા વિભાગ પાડયા વિના, તેની ગુણવત્તાના ધોરણે જ અપનાવવાનો અનુરોધ કરે છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ ‘યોગબિન્દુ’ >k વિપશ્યના-શિબિરો કયાં કયારે છે તેની માહિતી તથા વિપશ્યના-કેન્દ્રોમાં રહેવા-જમવાની વ્યવસ્થા, શિબિરના નિયમો આદિ વિગતો અને પ્રવેશપત્ર માટે સંપર્ક : વિપશ્યના વિશ્વવિદ્યાપીઠ, ધમ્મગિરિ, ઇગતપુરી (જિ. નાસિક) મહારાષ્ટ્ર- ૪૨૨ ૪૦૩. ફોન-ઇગતપુરી ૭૬ અને ૧૭૬. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આત્મજ્ઞાન અને સાધનાપથ ૩૮ ગ્રંથના ઉપસંહારમાં કહે છે કે શાણા માણસે ‘પોતાનું’ અને ‘પરાયું’ એવા ભેદ પાડયા વિના જે સાચું જણાય તે સ્વીકારવું. તત્ત્વદર્શી શ્રીમદ્ રાજચંદ્રે તટસ્થ જિજ્ઞાસુઓને પથદર્શન કરતાં, સંક્ષેપમાં પણ સરળ અને વેધક ભાષામાં, આ તથ્યનો બુલંદ પડઘો પાડતાં ગાયું છે કે “કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ ? છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એહમાં ભેદ ન કોય.’ ,, ૩૯ : તત્ત્વદર્શી પુરુષોના ઉપદેશની આ લાક્ષણિકતા હોય છે : તેઓ કોઈ મત-પંથના પક્ષકાર ન બનતાં, નિર્ભેળ સત્યના જ સમર્થક અને પ્રબોધક રહે છે. - અવળું માર્ગદર્શન, અધૂરા અને અજ્ઞાન ‘ગુરુ’ઓનું - ‘પોતાનો મત-પંથ જ સાચો છે, બીજા ખોટા' આ વલણ એ વાતની ચાડી ખાય છે કે એ વ્યક્તિ કે સમૂહનો આધ્યાત્મિક ઉઘાડ શ્રુત, ચિંતા અને ભાવના એ ત્રણ જ્ઞાન પૈકી, પ્રથમ જ્ઞાન-શ્રુતજ્ઞાન-ની કક્ષા સુધીનો જ છે. એ વ્યક્તિ કે વર્ગ શાસ્ત્રના માત્ર શબ્દો જ પકડીને બેસે છે, એના મર્મ સુધી એની પહોંચ નથી હોતી. એવી વ્યક્તિને બધાં આગમો-શાસ્ત્રો હોઠે રમતાં હોય તોયે જિનાજ્ઞાના તાત્પર્યથી તો તે અજાણ જ રહી ગઈ હોય છે.* જ્ઞાનીઓ ભારપૂર્વક જણાવે છે કે શાસ્ત્રોનું જેણે કેવળ શ્રવણ-વાચન જ ૩૮. ગત્મીયરીયો વા, : સિદ્ધાન્તો વિપશ્ચિતામ્ । - - યોગબિન્દુ, શ્લોક ૫૫. ૩૯. શ્રીમદ્ રાજચંદ્ર, આત્મસિદ્ધિ, ગાથા ૧૦૪, ૧૦૫, ૧૦૭. આ મુદ્દાની વિશદ છણાવટ અર્થે જુઓ લેખકકૃત ગ્રંથ : ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું? ’ પ્રકરણ બીજું, ‘આગમોમાં પારંગત, છતાં જિનાજ્ઞાના બોધથી વંચિત.' એ શીર્ષક હેઠળ લેખકે કરેલું વિવેચન. Page #258 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના | ૨૧૫ નહિ પણ, ચિંતન-મનન-પરિશીલન કર્યું હોય તેને સ્વમત-પક્ષનો ઉપર્યુક્ત આંધળો મોહ રહેતો જ નથી. શ્રુતની સાથે ચિંતન-મનન અને અનુભૂતિનું તત્ત્વ ભળતાં દષ્ટિ તટસ્થ અને સારગ્રાહી બને છે. આપણા પૂર્વ મહર્ષિઓએ તો સ્પષ્ટ જ કહ્યું છે કે, જેની દૃષ્ટિ સ્વપક્ષના મોહથી અર્થાત્ દષ્ટિરાગથી આવૃત્ત હોય તેવા ‘ગુરુઓ અધૂરા ને અજ્ઞાન જ જાણવા. “જાતિ લિંગ કે પક્ષમેં જિન કું હું દૃઢ રાગ; મોહ જાલ મેં સો પર ન લહે શિવસુખ ભાગ.”" સાંપ્રદાયિક ઝનૂનને બહેકાવનારા એ અધૂરા અને અજ્ઞાન “ધર્મના રખેવાળો'ના રવાડે ચડીને સાંપ્રદાયિકતાના વમળમાં અટવાઇ જઈ, સમભાવનું પ્રાયોગિક પ્રશિક્ષણ આપતી આવી સરળ, નિર્દોષ અને ૪૦. (i) મારો ગાને મનાવ પુસ્તદ્રાક્ ટર્શન: द्वितीये न भवत्येव, चिंतायोगात्कदाचन। – અધ્યાત્મપનિષદ્ જ્ઞાનયોગ, શ્લોક ૬૮. (ii) न भवति असौ द्वितीये चिन्तायोगात् कदाचिदपि। ટીકા : કો = ટુર્શનો વગેમમઢીય ર્શન મનમીલીયમ शोभनमित्येवरूपः। થોડશક, ધો. ૧૧, શ્લોક ૧૦. ૪૧. ઉપા. યશોવિજ્યજી, સમાધિશતક, દુહો ૭૫. સરખાવો : मदीयं दर्शनं मुख्यं, पाखण्डान्यपराणि तु। मदीय आगमः सारः, परकीयास्त्वसारकाः ।। तात्त्विका वयमेवान्ये भ्रान्ता सर्वेप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ।। અર્થ –“દષ્ટિરાગથી મોહિત જે લોકો એમ માનતા કહેતા ફરે છે કે અમારું જ દર્શન શ્રેષ્ઠ છે, અન્ય દર્શનો તો પાખંડ છે, અમારા શાસ્ત્રગ્રંથો જ તત્ત્વજ્ઞાનયુક્ત છે,” બીજાના નિ:સાર છે; અમે જ તત્ત્વજ્ઞ છીએ, બીજા બધા ભ્રાન્ત છે? – એવા મત્સરી માનવીઓને અને તત્ત્વને હજારો ગાઉનું છેટું છે.” - યોગસાર, દ્રિતીય પ્રસ્તાવ, શ્લોક ૯-૧૦. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આત્મજ્ઞાન અને સાધનાપથ અસરકારક સાધના-પ્રક્રિયાથી દૂર રહેવું એમાં શાણપણ નથી. ‘....કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ' સ્યાદ્વાદથી ભાવિતમતિવાળા આપણા પૂર્વાચાર્યોએ ફોડ પાડીને આ વાત બુલંદ સ્વરે ઉચ્ચારી છે કે, “જેણે સમત્વ પ્રાપ્ત કર્યું તેની મુક્તિ નિશ્ચિત-ચાહે તે શ્વેતાંબર હોય કે દિગંબર, જૈન હોય કે બૌદ્ધ, શૈવ હોય કે વૈષ્ણવ. ,૪ર ' “અષ્ટાંગ યોગનો સાર પણ સમતા છે; કારણ કે તેનો સમસ્ત વિસ્તાર-યમ-નિયમઆસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ-સ્વરૂપ આઠેય અંગોસમતાની ઉપલબ્ધિ અર્થે જ છે. માખણ અર્થે જેમ વલોણું કરાય છે, તેમ સમતારૂપ સારની પ્રાપ્તિ અર્થે જ સમસ્ત યોગાભ્યાસ છે. આજે કે કાલે/ આ ભવમાં કે જન્માંતરમાં, કેવળજ્ઞાનની ઉપલબ્ધિ સામ્ય વડે જ થવાની, અન્ય કોઈ રીતે નહિ; તો, એની પ્રાપ્તિ અર્થે પ્રયાસ કરવામાં ક્ષણનોય વિલંબ શા માટે?” “હે આત્મન્! તું શાણો હો તો તે જ ગુરુની સેવા મુમુક્ષુએ વિપશ્યના-સાધના અપનાવવી હિતાવહ છે કે કેમ એ દ્વિધા અનુભવતા જિજ્ઞાસુઓએ તે અંગે વધુ ઊહાપોહ વિચારણા અને પથદર્શન અર્થે લેખકકૃત ‘મુમુક્ષુઓ અને વિપશ્યના’પુસ્તક અવશ્ય જોઈ જવું. પ્રાપ્તિસ્થાન : રતિલાલ સાવલા, શેઠના હાઉસ, ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ-૪૦૦ ૦૦૭. ૪૨. મેયવો ય ગામનો ય, યુદ્ધો - મહવ પ્રત્નો વા समभावभावियप्पा, लहई मुक्खं न संदेहो ॥ ४3. अष्टाङ्गस्यापि योगस्य सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वोऽप्यस्यैव हेतवे ।। क्रियते दधिसाराय दधिमन्थो यथा किल । तथैव साम्यसाराय योगाभ्यासो यमादिकः । अद्य कल्येऽपि कैवल्यं साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र ततः कर्तुं न सांप्रतम् ।। યશેખરસૂરિ, સમ્બોધસત્તરી, ગાથા ૨. - ! યોગસાર, દ્રિતીય પ્રસ્તાવ, શ્લોક ૧૭–૧૯. Page #260 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૧૭ કર, તે જ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને તે જ તત્ત્વની ભાવના કર કે જેનાથી સમતારૂપ અમૃતનો આસ્વાદ તું પામી શકે."* ૧૪૪ ભગવાન મહાવીરે સ્વયં આચરેલી અને જૈનસંઘને ચીંધેલી સાધના સાથેનું વિપશ્યનાનું સામ્ય પરખી લઈને, નામભેદના કારણે કશી અવઢવમાં રહ્યા વિના, સામાયિકની સાધનારૂપે આપણે તેને સવેળા અપનાવી લઈએ એ શું ઈષ્ટ અભિગમ નથી? જ્ઞાનીઓ સાધના-પદ્ધતિઓ અંગે મુમુક્ષુને જે સલાહ આપે છે તે આ છે : કોઈ પણ સાધના-પદ્ધતિ ‘પોતાની' છે કે ‘પરાઈ?–એ ન જોતાં, એ જોવું કે તેનાથી પોતાના દોષો ઘટે છે? ગુણવૃદ્ધિ થાય છે? આ પ્રશ્નોનો ઉત્તર જો 'હા'માં મળતો હોય તો એ પદ્ધતિ તેણે વિનાસંકોચે અપનાવવી. જેનાથી દોષો ખાળી શકાતા હોય, મોહજન્ય સંસ્કારોનો નાશ થતો હોય અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થતી હોય તે સર્વે મુક્તિના જ ઉપાયો છે;" ભલે તે અનુષ્ઠાન કે સાધના-પદ્ધતિ અન્ય મત-પંથોમાં પ્રચલિત હોય તોપણ તે સર્વજ્ઞ-સંમત જ છે.* કોરા પાંડિત્ય વડે સાધના માર્ગની માત્ર વાતોમાં જ રચીપચી રહેનારી વ્યક્તિઓ પોતાનું’ અને ‘પારકું' એ વિવાદમાં અટવાતી રહે છે, પણ સાધનામાર્ગની માત્ર વાતોમાં જ ન અટકતાં, જીવનમાં તેનો અનુભવ કરવાની ઉત્કંઠા ધરાવતા મુમુક્ષુઓ કોઈ પણ સાધના-પદ્ધતિ કે વિચારને ४४. तमेव सेवस्व गुरुं प्रयत्नादधीष्व शास्त्राण्यपि तानि विद्वन्। तदेव तत्त्वं परिभावयात्मन्, येभ्यो भवेत्साम्यसुधोपभोगः ।। – અધ્યાત્મકલ્પદ્રમ, અધ્યાય ૧૬, શ્લોક ૫. ૪૫. ઢોસા નેળ નિહ૦મત, નેન વિન્નતિ પુત્રમાં सो सो मोक्खोवाओ, रोगावत्थासु समणं व।। – શ્રી બૃહકલ્પ સૂત્ર (ઉ. ૨, સૂત્ર ૨), નિયુક્તિ ગાથા ૩૩૩૧. ४६. तथा सर्वमनुष्ठानं, यद्भवेन्नाशकारणम्। सरागद्वेषमोहानां चित्ताखिलमलात्मनाम्॥ तल्लोके सर्वतीर्थेषु, साक्षाज्जैनेऽपि वा मते। यथा तथा कृतं हन्त, ज्ञेयं सर्वज्ञसम्मतम् ।। – ઉપમિતિ, પ્ર. ૮, શ્લોક ૮૧૭, ૮૧૮. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આત્મજ્ઞાન અને સાધનાપથ નાણી જોવા માટે પોતાનું' કે “પારકું એ એક જ કસોટીનો ઉપયોગ કરતા નથી. એ કસોટી ઠગારી છે. કોઈ પણ સાધના-પદ્ધતિ કે વિચારના સ્વીકાર કે ત્યાગનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે, તે પોતાના અંતરંગ દોષોને ક્ષીણ કરવામાં અને આત્મિક ગુણવૃદ્ધિમાં સહાયક નીવડે છે કે બાધક?– આ માપદંડ અપનાવવાનો અનુરોધ જ્ઞાનીઓએ કર્યો છે. શાંતરસની પ્રાપ્તિનો માર્ગ ચીંધતા ‘અધ્યાત્મકલ્પદ્રમ’ નામના ગ્રંથમાં તેના અનુભવી કર્તા આચાર્ય મુનિસુંદરસૂરિ મહારાજે શ્રેયાર્થીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો છે કે, ઇષ્ટ સ્થાને પહોંચવા ઇચ્છતો માણસ, તે સ્થાને લઈ જનાર વાહનને આવકારે છે–તે પોતાનું હો કે ન હો; તેમ પોતાનું શ્રેય ઇચ્છતા મુમુક્ષુએ મોક્ષપ્રાપ્તિમાં હેતુભૂત દેવ, ગુરુ અને સાધના–આ ત્રણની પસંદગી, દષ્ટિરાગનો પરિત્યાગ કરીને, અર્થાત્ “પોતાનાં’ અને ‘પરાયાં'નો વિચાર બાજુએ મૂકીને, ગુણવત્તાના ધોરણે કરવી જોઈએ.” – જિનાજ્ઞાની ઓળખ એક અમોઘ કસોટી • માટે, કોઈ પણ સાધના-પ્રક્રિયા વીતરાગની આજ્ઞા સાથે સંગત છે કે નહિ?–એ ગૂંચ ઉપસ્થિત થાય ત્યારે, દાર્શનિક વિવાદોમાં કે ન નિક્ષેપની અટપટી વાતોમાં ન ગૂંચવાતાં, સાધકે એ જોવું કે પ્રસ્તુત સાધનાને અનુસરતાં પોતાનાં રાગ-દ્વેષ ઘટે છે કે વધે છે? પર્દર્શનનું અને ન નિક્ષેપનું ઊંડું જ્ઞાન ધરાવતા ન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘જિનાજ્ઞા શી?' એ વિષે ‘ઉપદેશ રહસ્ય' નામના ગ્રંથમાં વિસ્તારથી સૂક્ષ્મ ચર્ચા કરી છે, એ આખીયે ચર્ચાને સમેટતાં, પર્દર્શનના અને ન નિક્ષેપના એ અઠંગ જ્ઞાતાએ ગ્રંથના ઉપસંહારમાં સમગ્ર જિનાજ્ઞાનો નિષ્કર્ષ આપતાં કહ્યું છે કે, “ટૂંકમાં, જિનાજ્ઞા આટલી જ છે કે જેનાથી વ્યક્તિ પોતે રાગ-દ્વેષમાંથી છૂટકારો મેળવી શકતી હોય એ તેણે કરવું-આચરવું”“ આ જ વાત શ્રીમદ રાજચંદે તેમની વેધક શૈલીએ, ४७. गजाश्वपोतोक्षरथान् यथेष्टपदाप्तये भद्र निजान् परान् वा। भजति विज्ञाः सुगुणान् भजैवं, शिवाय शुद्धान् गुरुदेवधर्मान् ।। – અધ્યાત્મકલ્પદ્રમ, અ. ૧૨, શ્લોક જ. ४८. कि बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जति। तह तह पयट्टियव्वं एसा आणा जिणिदाणम् ।। – ઉપદેશરહસ્ય, ગાથા ૨૦૧. Page #262 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૧૯ નગારા પર દાંડી દઈને ઉચ્ચારી છે : “રાગ-દ્વેષ-અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” જિનાજ્ઞા સાથે શું સંગત છે તે સમજવા માટે તેમજ વાસ્તવિક જિનાજ્ઞા અને જિનાજ્ઞાના ઓઠા હેઠળ વહેતી કરાતી વાતોને અલગ તારવી કાઢવા માટે તત્ત્વજ્ઞ યશોવિજયજી ઉપાધ્યાયે અને શ્રીમદ્ રાજચંદ્ર, સર્વત્ર પ્રયોજી શકાય તેવી, આ સરળ પણ ઉત્તમ કસોટી-master keyઆપણા હાથમાં મૂકી દીધી છે. સાંપ્રદાયિક મમત્વના પાશમાં બદ્ધ ગુરુઓ' દ્વારા જિનાજાના નામે વહેતી મુકાતી ગમે તે વાતો, વિચારો કે સાધના-પદ્ધતિઓને દણિરાગવશ આંખ મીંચીને વળગી પડતાં પહેલાં મુમુક્ષએ આ કસોટી દ્વારા એનું સર્વ પરખી લેવું અને, અન્ય સ્રોતમાંથી આવતી કોઈ વાત પણ, એ આ કસોટીથી નાણી જોતાં, “સો ટચનું સોનું” પુરવાર થતી હોય તો, કશા ખચકાટ વિના નિ:શંકપણે તેને અપનાવી લઈ શ્રેય સાધવું–એમાં જ માનવભવનું સાર્થક્ય અને જિનાજ્ઞાની આરાધના છે. – અવરોધક શું? ગુરુની અસંમતિ કે પોતાની જ માનભૂખ? કેટલાંક સાધુ-સાધ્વી વિપશ્યના-શિબિરમાં જવા ઇચ્છતાં હોય છે, પણ ત્યાં પોતાનો આચાર સચવાશે કે કેમ એ આશંકા તેમને રહેતી હોય છે. આ દ્વિધામાં રહી, સમત્વનો એકડો ઘૂંટાવવાથી શરૂ કરીને ક્રમશ: અપ્રમત્તદશા સુધી દોરી જતી વિપશ્યના-સાધનાના પ્રાથમિક જ્ઞાનથીયે સમૂળગા વંચિત રહેવું એના કરતાં એમ વિચારવું કે – જેમ કોઈ શારીરિક વ્યાધિના ઉપચાર અર્થે શસ્ત્રક્રિયા કરાવવી આવશ્યક બને છે ત્યારે, હૉસ્પિટલના વસવાટ દરમ્યાન સાધ્વાચારના અનેક દોષો જેવા કે વિજાતીય (નર્સ/દાક્તર)ના સંઘટ્ટા/સ્પર્શ, પારિષ્નાપનિકા સમિતિનું મહદ્ અંશે અપાલન વગેરે–ગૌણ કરીને, “ત્યાં લાગેલા દોષોની શુદ્ધિ અર્થે પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લઈશું એમ વિચારી, વર્તમાન સાધુ-સાધ્વી હૉસ્પિટલમાં રહી સારવાર લે છે તેમ, આ સાધના-શિબિરમાં જતાં સાધ્વાચારમાં આવનારી સંભવિત સ્કૂલના માટે પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લઈશું” – એમ વિચારીને વિપશ્યનાશિબિરનો અનુભવ મેળવવો એ શું વધુ ઉચિત અભિગમ નથી? ૪૯. આત્મસિદ્ધિ, ગાથા ૧૦૦. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આત્મજ્ઞાન અને સાધનાપથ કેટલાંક સાધુ-સાધ્વીના નિકટનાં પરિચિત ગૃહસ્થ ભાઈ-બહેનો વિપશ્યનાથી લાભાન્વિત બન્યાં હોય છે અને તેઓના સ્વભાવમાં તેમજ જીવનવ્યવહારમાં આવેલા શુભ પરિવર્તનના સાક્ષી એ ત્યાગીઓ રહ્યાં હોય છે; આથી, વિપશ્યનાનો અનુભવ લેવાનું મન એ ત્યાગીઓને હોય છે/એવું તેઓ કહેતાં હોય છે. એમને પૂછીએ કે “તો પછી વિપશ્યનાશિબિરોમાં જતા કેમ નથી?” તો જવાબ મળે છે કે “મન તો ઘણું થાય છે, પણ શું કરીએ? ત્યાં જવા માટે ગુરુ મહારાજની સંમતિ નથી મળતી.” આપણે એ વિચારી ગયા છીએ કે વિપશ્યના-સાધના સાધકને અંતર્મુખ બનાવી, સમત્વનો એકડો ઘૂંટાવતી રહી, દ્રષ્ટાભાવની કેળવણી દ્વારા, કર્તા-ભોક્તાપણાની ચિરકાલીન વાસનામાંથી ક્રમશ: તેને બહાર લાવી, રાગ-દ્વેષ-મોહના સમસ્ત સંસ્કારોથી મુક્તિ અપાવતી હોવાથી, જૈનેતર પરંપરામાં રહેલી હોવા છતાં, તે સર્વજ્ઞસંમત છે. સર્વજ્ઞને જે સંમત હોય તેમાં જૈન પરંપરાના આચાર્યની/ગુરુની સંમતિ જ હોય-હોવી જોઈએ. જિનાજ્ઞાથી ગુરુની આજ્ઞા જુદી પડતી હોય તો એનાથી શું એ સૂચિત નથી જઈ જતું કે ‘ગુરુ જિનાજ્ઞાના મર્મજ્ઞ નથી’? શાસ્ત્ર ગુરુની આજ્ઞાનો મહિમા ગાયો છે, પણ સાથે એ લાલબત્તી પણ ધરી છે કે જે ‘ગુરુ'માં એ પદ માટેની આવશ્યક પાત્રતા-આત્મજ્ઞાન/અનુભવ-ન હોય તેની આજ્ઞાને ‘તહત્તવાણી’ કરતાં બેસી રહેવું એમાં જીવનની સાર્થકતા નથી; એટલું જ નહિ, “તસ નિશ્રાયે વિહારી... તે તો અનંતસંસારી રે એવા અજ્ઞાની ‘ગુરુ’ના પગ પકડી બેસી રહી જીવન વ્યતીત કરતાં ભવભ્રમણ ઘટવાને બદલે ઊલટાનું વધે છે. "" ૫૦ ૫૦. (i) જિમ જિમ બહુશ્રુત, બહુ જનસમ્મત, બહુલ શિષ્યનો શેઠો રે; તિમ તમ જિનશાસનનો વૈરી જો નવિ અનુભવ નેઠો રે. શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૧૩, (ii) અજ્ઞાની નવ હોવે મહાજન, જો પણ ચલવે ટોળું, ધર્મદાસગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોળું. અજ્ઞાની નિજ છંદે ચાલે, તસ નિશ્ચાયૅ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી રે. ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧, ગાથા ૧૧, ૧૨. Page #264 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના|૨૨૧ જિનાજ્ઞા-સંમત સાધના માટે અનુમતિ ન આપનાર, જિનમાર્ગના અમર્મજ્ઞ ‘ગુરુ’ પ્રત્યે આત્માર્થી શિષ્યનું કર્તવ્ય શું? પૂર્વાચાર્યોએ દીક્ષાર્થી મુમુક્ષુને આપેલી સલાહનું અનુસરણ ત્યાં આત્માર્થી શિષ્યે કરવું શું ઉચિત નથી? – ન્યાય નથી? મોહાધીન માબાપ દીક્ષાની અનુમતિ ન આપતાં હોય અને તેમને સમજાવવામાં સર્વ યુક્તિ-પ્રયુક્તિ નિષ્ફળ રહે ત્યારે, દીક્ષાર્થી અંતે એમ વિચારે કે ‘સંયમનો સ્વીકાર કરીને હું શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરું તો એ પછી માતાપિતાને પણ ધર્મપ્રાપ્તિ કરાવી તેમનું ઋણ હું ફેડી શકીશ; અન્યથા, ધર્મથી વંચિત રહી, સૌ ભવચક્રમાં કયાંય ફેંકાઈ જઈશું.' આ પ્રમાણે તેમના પ્રતિ કૃતજ્ઞતા અને કરુણાના ભાવપૂર્વક તેમનો ત્યાગ કરીને, મુમુક્ષુએ સંયમમાર્ગે ચાલી નીકળવું. એ ત્યાગ પણ પરમાર્થથી અત્યાગ છે. આ જ ન્યાયે, જિનાજ્ઞા-સમ્મત સાધનામાર્ગે જવાની સંમતિ ન આપનાર માર્ગના અમર્મજ્ઞ ગુરુનો ત્યાગ કરીને, જિનાજ્ઞા-સમ્મત સાધનામાં પ્રવૃત્ત થવું એ શું આત્માર્થી અણગારનું કર્તવ્ય નથી થઈ પડતું? વળી, એ પણ ખ્યાલમાં રહે કે ધર્મની પ્રાપ્તિ અર્થે પૂર્વતૈયારીરૂપ જે ગુણો કેળવવાનો અનુરોધ શાસ્ત્ર કર્યો છે તેમાંના એક ગુણ-વડીલોની સેવા અને આજ્ઞાપાલન-નું વિધાન કરતાં, શાસ્રકારે એ સાવધાની ઉચ્ચારી છે કે વડીલોની સેવા અને આજ્ઞાપાલન કર્તવ્ય છે ખરાં, પણ “ત્યાંયે એ ઔચિત્ય સાચવવું કે, એમને ન રુચે તે મૂકી દેતાં કે તેમને રુચતું હોય એ કરવા જતાં ધર્મપુરુષાર્થને જો બાધ આવતો હોય તો, માત્ર એમની રુચિ-અરુચિ જોઈને ધર્મપુરુષાર્થ છોડી ન દેવો. મોક્ષપુરુષાર્થનો અવસર અત્યંત દુર્લભ છે, માટે, એમની રુચિઅરુચિને અવગણીનેય એ માર્ગે પ્રયત્નશીલ રહેવું.” એમાં જ જિનાજ્ઞાની આરાધના છે." ૫૧. .....सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते अट्ठाणगिलाणोसहत्थ-चागनाएणं एस चाए अचाए, तत्तभावणाओ, अचाए चेव चाए, मिच्छाभावणाओ; तत्तफलमित्थ पहाणं परमत्थओ धीरा एअदसिणो શ્રી પંચસૂત્ર, સૂત્ર ત્રીજું. आसन्नभव्वा । ૫૨. .. औचित्येनत्विदं ज्ञेयं, धर्माद्यपीडया | ટીકા : ઔન્નિત્યમેવ વ્યક્તિ વિ તનિષ્લેમ્યો નિવૃત્તૌ તવિષ્લેષુ ૬ પ્રવૃત્તૌ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આત્મજ્ઞાન અને સાધનાપથ પૂર્વાચાયોંનું આવું અસંદિગ્ધ અને પ્રેરક માર્ગદર્શન આપણી સામે હોવા છતાં, એને અનુસરવાનું સાહસ અને નૈતિક હિંમત આપણે જો દાખવી ન શકતાં હોઈએ તો, મૂળમાં આપણો સંવેગ જ મોળો ન ગણાય? માટે, ગુર્વાજ્ઞાનું બહાનું આગળ ધરીને, વર્ષોથી સાચા સાધનામાર્ગથી જે વિમુખ રહેતાં આવ્યાં હોય એવાં સાધુ-સાધ્વીએ એ આત્મખોજ કરી લેવી રહી કે સાચો સાધનામાર્ગ અપનાવી લેવામાં તેને ખરેખર ગુર્વાજ્ઞાનું બંધન નડે છે કે સમુદાયની સાથે રહેતાં મળતાં મહત્ત્વ | માન-સન્માન, શ્રદ્ધાળુ ભક્ત-સમુદાય અને પદ-પ્રતિષ્ઠા - ની આસક્તિ? એ આસક્તિએ જ આજ્ઞાધીનતાનું મહોરું નથી ઓઢી લીધું ને? ...તો, મુમુક્ષા કાચી છે. જ્યારે ભવસ્થિતિ પાકે, આત્મા જાગે અને અંતરમાં સાચી મુમુક્ષા ભભૂકી ઊઠે છે ત્યારે એ આત્માને ઉપરછલ્લા ધર્માચરણથી જંપ વળતો નથી. એનું સમગ્ર અસ્તિત્વ સાચો ધર્મમાર્ગ પામવા ઝંખે છે. સાચા સંતોના જીવન અને ઉપદેશના ઉજાસમાં પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનું નિરીક્ષણ-પરીક્ષણ કરી તેની અશુદ્ધિઓ દૂર કરવા એ સ્વયં કટિબદ્ધ બને છે; એના જીવનની અગ્રિમતાઓ અને મૂલ્યો બદલાઈ જાય છે. એ પછી પદ, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય, માન-સન્માન, ભોગસુખ એના જીવનનાં પ્રેરક અને ચાલક બળ નથી રહી શકતાં. જીવનની સફળતા-નિષ્ફળતા માપવા એ સમાજની સામે મીટ માંડી નથી બેસતો. મુક્તિની દિશામાં ગતિ કરવાની તડપન એને અંતર્મુખ બનાવી દે છે. ભૌતિકતામાં રત મોહમૂઢ સમાજની નિંદા-સ્તુતિ પ્રત્યે એ ઉદાસીન બની જાય છે. લોકરંજનની પ્રવૃત્તિમાં પોતાનાં સમય-શક્તિ વેડફવાં એને પરવડતાં નથી. धर्मादयः पुरुषार्था बाध्यन्ते, तदा न तन्निवृत्तिपरेण भाव्यं किंतु पुरुषार्थाराधनपरेणैव, अतिदुर्लभत्वात् पुरूषार्थाराधनकालस्येति। – યોગબિંદુ, શ્લોક ૧૧૪. ૫૩. તાવદિવાવી ઝન %યાવન વૈવામરસે સુહા . – દૈયપ્રદીપ પત્રિશિકા, શ્લોક ૨૩. Page #266 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના/૨૨૩ જે માટે ઘરબારનો ત્યાગ કરીને ભગવાનનો ભેખ ધારણ કર્યો છે એ અંતરંગ સાધનાને નેવે મૂકીને, ‘શાસનપ્રભાવના'ના મોહક મહોરા હેઠળ લોકરંજનમાં વ્યસ્ત વર્તમાન ‘શ્રમણ’ની જીવનપ્રણાલીમાં ઘસડાતા રહેનાર સાધુ-સાધ્વીએ સમજવું રહ્યું કે તેની મુમુક્ષા કાચી છે; ઉત્કટ સંવેગવાળાને નિરર્થક વિલંબ પરવડતો નથી, દૃષ્ટિરાગ રાખવો પોષાતો નથી. ટૂંકી અને સરળ પ્રક્રિયા કઈ? ‘આત્મદર્શનનો ટૂંકો માર્ગ બતાવો.’ ‘સાધનાની સરળ પ્રક્રિયા કઈ?' આવી માગણી અને પ્રશ્ન ઘણા જિજ્ઞાસુઓ તરફથી લેખક સમક્ષ અવારનવાર આવતાં રહ્યાં છે. ઓછી મહેનતે અને ટૂંકાગાળામાં ફળપ્રાપ્તિ કરી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. પરંતુ સાધકે એ સમજી લેવું ઘટે કે સાધનાનો કોઈ ટૂંકો માર્ગ નથી; તેમજ પદાર્થવિજ્ઞાન કે રસાયણશાસ્ત્રના પ્રયોગની જેમ, અમુક પરિણામ સુધી પહોંચવા માટે સૌને સ્વીકાર્ય કોઈ એક જ પ્રક્રિયા આધ્યાત્મિક ક્ષેત્રમાં આપી નથી શકાતી; કારણ કે બધા જ સાધકો એકસરખા પૂર્વસંસ્કાર કે સમાન માનસિક ઢાળવાળા હોતા નથી. ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને પૂર્વસંસ્કારવાળી વ્યક્તિઓને કોઈ એક નિયત પ્રક્રિયા એકસરખી રુચિકર કે ઉપયોગી બનતી નથી. આથી હઠયોગ, રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનમાર્ગ વગેરે અનેક સાધનામાર્ગો પ્રચલિત છે. તેમાંથી અહીં મુખ્યત: રાજયોગ અને જ્ઞાનયોગ પર આધારિત કેટલીક પ્રક્રિયાઓનો નિર્દેશ કર્યો છે. કર્મ, ભક્તિ આદિ અન્ય સાધનામાર્ગની રુચિવાળા સાધકોને આ પ્રક્રિયાઓ ન આકર્ષે એ સ્વાભાવિક છે. રાજયોગ અને જ્ઞાનયોગ પ્રત્યેના માનસિક ઢાળવાળા પણ બધા જ સાધકોને આમાંની કોઈ એક પ્રક્રિયા એકસરખી આકર્ષી ન શકે. ભિન્ન ભિન્ન રુચિ, સંસ્કાર અને પૂર્વતૈયારી અનુસાર તે તે સાધકોને જુદી જુદી પ્રક્રિયા અનુકૂળ જણાય છે. એથી, અમુક પ્રક્રિયા સારી છે, ટૂંકી છે, સરળ છે, એમ એકાંતે કહી શકાતું નથી. પોતાના પૂર્વસંસ્કાર અનુસાર સાધક અમુક પ્રક્રિયા પ્રત્યે આકર્ષાય છે અને તે તેને સરળ અને સીધી લાગે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આત્મજ્ઞાન અને સાધનાપથ છે. માટે, કઈ પ્રક્રિયા શ્રેષ્ઠ છે એ વિવાદમાં ન અટવાતાં, પોતાને જેમાં રુચિ જાગે તે પ્રક્રિયા અનુસાર સાધકે નિત્ય, નિયમિતપણે, અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. નિશ્ચિત મંજિલે પહોંચવા નીકળેલો પથિક પોતાનાં સાધન-સંયોગ અનુસાર મુસાફરીના તે તે તબક્કાને અનુરૂપ વાહન સ્વીકારે. તે પછી, એ વાહન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે કે નહિ એ ચકાસણી સૌથી વધુ મહત્ત્વની બની રહે છે. એ જ રીતે, મુમુક્ષુ કોઈ એક સાધન સ્વીકારે તે પછી એની સાધના સાચી દિશામાં વહેતી રહે છે કે કેમ એ જોવું મહત્ત્વનું છે. કેવળ ‘મોક્ષ જ જોઈએ છે' એ નિષ્ઠા હોય અને સાધક જાગૃત રહી તટસ્થપણે આત્મનિરીક્ષણ કરતો રહે તો તેની એ ઉત્કટ મુમુક્ષા અને શુદ્ધ નિષ્ઠા જ તેને તેની વિકાસભૂમિકાને અનુરૂપ સાધના પ્રત્યે સ્વયં વાળશે અથવા પથદર્શક સદ્ગુરુ પાસે એને દોરી જશે. સાધક જેના અવલંબને દેહાત્મબુદ્ધિથી તેમજ ‘અહં’થી ક્રમશ: મુક્ત થઈ શકતો હોય, જેમાં કર્તા-ભોક્તાભાવને પોષણ ન મળતું હોય પણ એ ભાવોમાંથી ક્રમશ: બહાર અવાતું હોય તે સાધના મુમુક્ષુને માટે ઇષ્ટ છે. સૌ સાધન બંધન થયાં ...'/કયારે? કોઈ પણ પ્રક્રિયાનું અનુસરણ હોય, તેમાં ‘અહં’‘હું’ પ્રવેશી તેને નિષ્ફળ બનાવે છે. શ્રી જે. કૃષ્ણમૂર્તિ કહેતા કે ‘Truth is a pathless land” અર્થાત્ મુક્તિ સુધી લઈ જતો કોઈ વટાયેલો માર્ગ નથી; અને તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું કે “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”–એ બંને વચનોનું તાત્પર્ય એ છે કે કોઈ એક વિશિષ્ટ સાધનાપદ્ધતિને અનુસરવાથી નિશ્ચિતપણે મુક્તિ મળે જ એવું નથી; સાધક ગમે તે પ્રણાલીને અનુસરતો રહે પણ પ્રત્યેક સાધકે અહંથી મુક્ત રહેવાની યુક્તિ/હથોટી તો જાતે જ મેળવી લેવી પડે. સાધના જેમ જેમ આગળ વધે તેમ અહં પણ જુદાં જુદાં સૂક્ષ્મ સ્વરૂપો લે છે. યોગસાધના દ્વારા કોઈક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી લેવાની કામના કે સમાજમાં પોતાનું વૈશિષ્ટય સ્થાપિત કરી દેવાનું સપનું સિદ્ધ કરી Page #268 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૨૫ લેવાની હોંશ અંતરમાં રહી હોય તો સમજવું કે હજુ અંતરની ધરતી પરથી અહંના ડેરા-તંબુ સમેટવાની પ્રક્રિયા શરૂ થઈ નથી. સાધનામાં સફળતાનિષ્ફળતા, લાભ-હાનિની ગણતરી રહેતી હોય ત્યાં સુધી અહંની હાજરી છે. આત્મદર્શન પામી સમાજમાં ‘વિશિષ્ટ વ્યક્તિ” થઈ રહેવાની મહેચ્છા સાથે સાધના કરવી એ તો પોતાની જ સ્મશાનયાત્રામાં હાજર રહેવાના કોડ સેવવા જેવું છે. મુમુક્ષુએ મુક્ત થવાનું છે હુંથી જ. ગમે તે સાધનાપ્રણાલી હોય, સાધક સતત જાગૃત ન રહે તો સાધનાને જ પોતાની ઢાલ બનાવી દઈ, અહં સૂક્ષ્મ સ્વરૂપે ફુલતુંફાલતું રહે છે; ને મુમુક્ષુ ભ્રાન્તિમાં રહે છે કે હું સાધનામાં આગળ વધી રહ્યો છું–મુક્તિની નિકટ જઈ રહ્યો છું. આવું ગોથું ન ખાઈ જવાય-સાધન જ બંધન ન થઈ જાય–તે માટે કરવું શું? શ્રીમદ્ રાજચંદ્ર અનુરોધ કર્યો છે કે પ્રત્યક્ષ સદ્ગરુનો સમાગમ મેળવી, અનન્યભાવે એમને સમર્પિત રહી સાધના કરતા રહેવું એ જ એક તરણોપાય છે. કિંતુ, આજે આપણે જોઈએ છીએ કે શ્રીમદ્ભા ભક્તો ઉપર્યુક્ત વચનને રટતા રહી, મનની બારીઓ બંધ કરીને, પોતાનાં અલગ અલગ કુંડાળાં વાળી બેસી રહે છે. એ નથી પ્રત્યક્ષ સગરનો યોગ મેળવવા કશો પ્રયાસ કરતાં કે નથી એમણે બતાવેલી કસોટી “રાગ-દ્વેષ-અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” –એ કસોટીનો પ્રયોગ કરીને પોતાની ધર્મારાધનાને સાચો વળાંક આપી શક્તા. સાધનાની નાવને અહંના સ્વચ્છંદના વિષમ વમળમાં અટવાઇ જતી બચાવવા શ્રીમદ્ રાજચંદ્ર બે શરત મૂકી છે : પ્રત્યક્ષ સગુનો યોગ અને સમર્પિતભાવે સાધના. બેમાંથી એક તત્ત્વ ખૂટતું હોય ત્યાં અહં સૂક્ષ્મ સ્વરૂપે પ્રવેશ મેળવી લે એ શકયતા રહે છે. પ્રત્યક્ષ સગરના વિયોગમાં, આત્મજ્ઞા સપુરુષોનાં વચનો શ્રેયાર્થીને પથદર્શક બને છે. કિંતુ એમની અનુપસ્થિતિમાં સાધક એમનાં વચનોના આધારે–અર્થાત્ એમણે રચેલા ગ્રંથોના સહારે જ-પંથ કાપતો હોય ત્યારે એની પાસે ઉત્કટ મુમુક્ષા, તટસ્થતા, કોઈ પણ દિશાએથી આવતા સત્યને આવકારવા મન-સ્ટયની ખુલ્લી બારીઓ, વિવેકબુદ્ધિ અને આવશ્યક ચિત્તશુદ્ધિની મૂડી ન હોય તો એ વાણીનો મર્મ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આત્મજ્ઞાન અને સાધનાપથ પકડાતો નથી. ને અનેકવિધ કષ્ટ કર સાધનામાં પ્રવત્ત રહેવા છતાં દયભૂમિ પરથી અહંની છાવણી સમેટાતી નથી અને સાધન જ બંધન બની રહે છે. અખો કહે એ અંધારો કૂવો' કોઈ એક સાધનામાર્ગની સરસાઈના વિવાદમાં સાધકનાં સમય-શક્તિ ન વેડફાય એ માટે, યોગમાર્ગના આચાર્યો સાધકોને પોતાની સાધના ગુપ્તા રાખવાનું સૂચવે છે. દરેક વ્યક્તિનો ચહેરો બીજા બધા ચહેરાઓથી જુદો પડે છે અને દરેકના ‘ફિંગર પ્રિન્ટ્સ’ અલગ જ હોય છે તેમ જીવન પ્રત્યે અને સાધનાની વિભિન્ન પદ્ધતિઓ પ્રત્યે દરેક વ્યક્તિને પોતાનો આગવો અભિગમ હોય છે. ને, એમાંની મોટા ભાગની વ્યક્તિઓ પોતાના અભિગમને જ યથાર્થ માનતી હોય છે; તટસ્થભાવે બીજાના અભિગમને મૂલવવાની ક્ષમતા અને વિશાળ દષ્ટિ તેઓ ભાગ્યે જ દાખવી શકે છે. આધ્યાત્મિક સાધના પ્રત્યે અને તેની નોખી નોખી પદ્ધતિઓ પરત્વે વિભિન્ન દૃષ્ટિબિંદુ ધરાવતી એ વ્યક્તિઓ જયારે જાણે છે કે તમે કોઈ અમુક સાધનામાં વધુ રસ લઈ રહ્યા છો ત્યારે, તમે અપનાવેલી પદ્ધતિને ક્ષતિયુક્ત બતાવી તે પોતાને અભિમત સાધનામાર્ગની શ્રેષ્ઠતા તમારા મનમાં ઠસાવવા મથે છે; તો કોઈ અજ્ઞાનવશ કે ઈર્ષાદિથી પ્રેરાઈ એ સાધના માટેની તમારી યોગ્યતા વિશે ટીકા-ટિપ્પણ શરૂ કરી દે છે. સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાને રહેલી અને વધુ બુદ્ધિમાન કે જાણકાર ગણાતી વ્યક્તિનો આવો વિપરીત પ્રત્યાઘાત પ્રારંભિક સાધકની સાધનામાં વિક્ષેપકારક બની શકે છે; યાવત્ સાધના પ્રત્યેની તેની શ્રદ્ધાને પણ શિથિલ કરી દઈ તે તેને સાધનાવિમુખ બનાવી દે એ પણ સંભવિત છે. પોતે અપનાવેલા સાધનામાર્ગમાં સાધકને દૃઢ વિશ્વાસ હોય તો પ્રતિકૂળ પ્રત્યાઘાતો એની શ્રદ્ધાને મોળી પાડી શકતા નથી. કિંતુ, એવા સાધકે પણ, તે જે સમાજની વચ્ચે બેઠો હોય તેનો, તેના પ્રત્યેનો અભાવ જળવાઈ રહે – નિવાર્ય અણગમો અને અસદભાવ ન જન્મે – તે માટે પોતાનો અભિગમ સામી વ્યક્તિને સમજાવવાની કોશિશ તો કરવી જ પડે છે, પરિણામે સાધનામાં નિરર્થક Page #270 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૨૭ વિક્ષેપ આવી પડે છે. આમ થતું ટાળવા માટે જ પોતાની સાધના અથવા ‘મંત્ર' ગુપ્ત રાખવાનું સૂચન અનુભવીઓ કરે છે. પોતાથી અધિક પ્રબુદ્ધ વ્યક્તિઓ પાસેથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ હોય ત્યારે જિજ્ઞાસુભાવે, કે કોઈ જિજ્ઞાસુની સાચી જ્ઞાનભૂખ સંતોષી શકાની હોય એવા પ્રસંગે વાત્સલ્યથી પ્રેરાઈ, ચર્ચા-વિચારણા ભલે કરીએ, પણ આગ્રહી વ્યક્તિઓ સાથે વાદવિવાદમાં કાળક્ષેપ કરવો ન ઘટે. એ વિવાદમાંથી નીપજતું કંઈ નથી, ને પોતાનાં સમય-શક્તિ કેવળ બરબાદ જ થાય છે. માટે એવી નિ:સાર" ચર્ચાઓમાં વધુ રસ ન લેતાં, સાધકે પોતાની સમગ્ર શક્તિ સાધનામાં કેન્દ્રિત કરવી ઘટે. ચર્ચાથી–તર્કથી તસ્વનિર્ણય કરવા મથવું એ દાર્શનિકને શોભે, સાધકને નહિ. સાધકનો માર્ગ અનુભૂતિનો છે. ૫૪. (i) અખો કહે એ અંધારો કૂવો, ઝઘડો મિટાવી કોઈ ન મૂઓ. (ii) षण्णां विरोधोऽपि च दर्शनानां, तथैव तेषां शतशश्च भेदाः। नानापथे सर्वजन: प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ।। – શ્કયપ્રદીપ પત્રિશિકા, શ્લોક ૨૪. Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત મુમુક્ષુએ સૌપ્રથમ પોતાના બંધનનું મૂળ શું છે, શામાં છે, એ બરાબર સમજી લેવું જોઈએ. શું કુટુંબ-પરિવાર તેને બાંધે છે? શું જીવનનો વ્યવહાર બાંધે છે? શું વિષયોનો ભોગ-ઉપભોગ બાંધે છે? બહારની કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે વ્યવહાર અને બાંધતાં નથી પણ તેનું બંધન તેની અંદર જ છે, તેનું પોતાનું મન જ બંધન છે. ચિત્તમાં પડેલી તૃષ્ણાઓ, એષણાઓ, વિકારો, વાસનાઓ જ એનો આત્મવિકાસ રુંધી રહ્યાં છે. વસ્તુ, વ્યકિત કે પરિસ્થિતિ નહિ પણ એના પ્રત્યે ચિત્તમાં રહેલું વળગણ /આસકિત જ મુક્તિયાત્રામાં વિઘ્નો ઊભાં કરે છે અર્થાત બંધન છે આસકિત-અહં-મમ. આ તબ મુમુક્ષુના અંતરમાં સદા કોતરાયેલું રહેવું જોઈએ. પછી, માત્ર બાહ્ય સ્થૂળ કર્મ પર જ દષ્ટિ નહિ રહે, કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે અંતરમાં આશય/ભાવ શો છે એ તરફ સાવધાની જાગશે. અહીંથી જ મુક્તિયાત્રાની સાચી શરૂઆત થાય છે, આત્મનિષ્ઠ સંતોને ઓળખી શકાય છે અને યથાર્થ મોક્ષમાર્ગ હાથ લાગે છે. કોઈવાર મુનિવેશનું મહત્ત્વ બતાવવા માટે, તો કોઈવાર બાહ્ય નિમિત્તોની સાધકની વિચારધારા પર થતી પ્રતિકૂળ-અનુકૂળ અસર દર્શાવવા માટે, તો કોઈ પ્રસંગે, સાધનામાં પ્રતિપળની જાગૃતિની આવશ્યકતા શ્રોતાઓને ઠસાવવા માટેએમ જુદા જુદા અનેક સંદર્ભોમાં ઉપદેશક મુનિરાજો તેમનાં પ્રવચનોમાં રાજધ પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત ટાંકતા રહે છે, એટલે ઘણાખરા વાચકોને માટે આ દાંત નવું નહિ હોય. કર્મબંધ અને કર્મક્ષયમાં, કાયાની પ્રવૃત્તિથી નિરપેક્ષપણે, માત્ર મનનો અધ્યવસાય (ભાવ-વૃત્તિ-વિચાર) કેવો અને કેટલો ભાગ ભજવે છે એ તમને ઉપસાવતી એ દષ્ટાંતની આછી રૂપરેખા અહીં પ્રસ્તુત છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત/૨૨૯ વાત છે ભગવાન મહાવીરના સમયની. ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી, રાજવી પ્રસન્નચંદ્રનો માંહ્યલો જાગી ઊઠયો. અંતરમાં ઉત્કટ વૈરાગ્ય ભભૂકી ઊઠયો. વૈભવ-વિલાસની ધ્યેયશૂન્ય જિંદગી એમને અકારી થઈ પડી. રાજપાટનો ત્યાગ કરી, દીક્ષા લઈ જીવનને કૃતાર્થ કરી લેવાનો સંકલ્પ એમણે કરી લીધો. યુવરાજની વય નાની હતી. રાજધુરા વહી શકે એવી ક્ષમતા એનામાં હજુ નહોતી દેખાતી. છતાં, ‘યુવરાજ તૈયાર થઈ જાય તે પછી દીક્ષા લેવી' એવું વિચારી એમણે દીક્ષા ભવિષ્ય પર ન ઠેલી. ઉત્કટ વૈરાગ્યવાળાને કાળક્ષેપ કરવો પરવડતો નથી. ‘મંત્રી વિશ્વાસુ છે' એ ધરપત રાખી, યુવરાજને ગાદી સોંપી, એ રાજવી ભગવાન મહાવીરના ચરણે બેઠા–દીક્ષિત થઈ, સાધનામાં લીન બન્યા. એકવાર તેઓ ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને અડોલ ઊભા હતા ત્યારે ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળવા એ રસ્તેથી જઈ રહેલા જન-સમુદાયમાંથી કોઈએ એમના ઉત્કટ વૈરાગ્યની પ્રશંસા કરી. એ સાંભળી એક જણે ટાપસી પૂરી કે એમણે બહુ ઉતાવળ કરી. કાચી વયના યુવરાજને રાજયનો ભાર સોંપીને એ ચાલી નીકળ્યા એ ભૂલ કરી. આજે પાડોશી રાજાએ એમના રાજ્ય પર ચઢાઈ કરી છે. સંભવ છે કે બિન-અનુભવી યુવા રાજવી પાસેથી રાજય છીનવાઈ જાય. આ શબ્દો કાયોત્સર્ગમાં રહેલા પ્રસન્નચંદ્ર મુનિના કાને પડતાં એમના જૂના સંસ્કાર જાગી ઊઠયા. પુત્રમમત્વ સળવળી ઊઠયું. પલકારામાં એમનું ચિત્ત યુદ્ધભૂમિ પર પહોંચી ગયું. શત્રુ રાજા સાથે ખૂનખાર લડાઈમાં એ પરોવાઈ ગયું. બંને રાજા સામસામા આવી જાય છે, ને બન્ને મહારથીઓ વચ્ચે જીવસટોસટનું યુદ્ધ ખેલાય છે. બંનેમાંથી કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. એમ કરતાં પ્રસન્નચંદ્ર રાજા પાસેનાં બધાં શસ્રો ખલાસ થઈ જાય છે ત્યારે પોતાના મુગટનો શત્રુરાજાની છાતી પર ઘા કરીને એને ઘોડા પરથી હેઠો પાડી દેવાનો વિચાર કરી, રાજા પ્રસન્નચંદ્ર મુગટ લેવા હાથ માથા પર લઈ જાય છે. મુગટના બદલે મુંડન કરેલું માથું હાથને સ્પર્શે છે. કાયોત્સર્ગમાંથી યુદ્ધભૂમિ પર જઈ ચડેલું પ્રસન્નચંદ્ર મુનિનું ચિત્ત આંચકો ખાઈ, પાછું વળે છે. હું મુનિઅણગાર, રાજને અને મારે શું લાગે વળગે? આ દૃશ્ય-જગતમાં ‘મારું’ શું છે? આ કાયા પર પણ મારો કશો અધિકાર નથી. વિશુદ્ધ જ્ઞાન અને આનંદની ઉપાસના ચૂકી જઈ, આ મેં શું કર્યું! રોજિંદા ધ્યાનાભ્યાસથી કેળવાયેલું ચિત્ત તત્ક્ષણ માયા-મમતા ખંખેરીને સંકલેશમુક્ત બની ગયું. ચિત્તને સમેટી લઈ, મુનિ પાછા ધ્યાનમાં લીન બન્યા. આ બાજુ, દેશના સાંભળવા જઈ રહેલા પેલા લોકો પ્રભુ મહાવીર પાસે પહોંચે છે. પોતાના મનની ગડમથલ ભગવાન પાસે વ્યક્ત કરતાં એક જણ ભગવાનને પૂછે છે કે પ્રભુ! અમે અહીં આવતા હતા ત્યારે અમે પ્રસન્નચંદ્ર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આત્મજ્ઞાન અને સાધનાપથ મુનિવરને કૃશ કાયાએ કાઉસગ્ગ ધ્યાને તપ તપતા જોયા. તેમનો દેહ હમણાં છૂટી જાય તો એ નવો જન્મ કયાં લે? ‘એ હમણાં દેહ છોડે તો સાતમી નરકમાં ઉત્પન્ન થાય'. સાંભળનાર આંચકો ખાઈ ગયા પ્રસન્નચંદ્ર જેવા તપસ્વી અને સાતમી નરક! અસંભવ. એમણે વિચાર્યું કે કાં ભગવાન આપણો પ્રશ્ન જુદી રીતે સમજયા લાગે છે, કાં આપણા સાંભળવામાં કંઈક ભૂલ થાય છે. એટલે થોડીવાર રહીને, સ્પષ્ટતા કરવા ફરી એ જ પ્રશ્ન કર્યો : ‘પ્રભુ! અમે અહીં આવતા હતા ત્યારે માર્ગમાં અમને કાયોત્સર્ગમાં લીન પ્રસન્નચંદ્ર મુનિનાં દર્શન થયાં. તેમની કાયા ઘણી કૃશ થઈ ગયેલી. વિચાર આવે છે કે એમનું હમણાં જ મૃત્યુ થઈ જાય તો એ કયાં ઉત્પન્ન થાય? ‘સર્વાર્થસિદ્ધ દેવલોકમાં'. સાંભળનાર આશ્ચર્યચકિત હતા. એટલામાં તો દેવદુંદુભિનો નાદ સંભળાયો. એ દેવદુભિ શા નિમિત્તે વાગી રહ્યાં છે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે પ્રસન્નચંદ્ર મુનિ, સર્વઘાતી કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામ્યા એ નિમિત્તે દેવો એના દ્વારા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે. સાંભળનાર અવાક્ રહી ગયા. ક્ષણવાર પહેલાં જ ભગવાને નહોતું કહ્યું કે એ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉત્પન્ન થશે! સર્વજ્ઞના કથનમાં આમ ફેર કાં? પોતાની મૂંઝવણ તેમણે પ્રભુ આગળ રજૂ કરી. ભગવાન મહાવીર પ્રભુએ ફોડ પાડી સમજાવ્યું કે પહેલીવાર તમે પૂછ્યું ત્યારે પ્રસન્નચંદ્ર મનથી તો યુદ્ધ ખેલી રહ્યા હતા. તે વખતના અત્યંત સંકલેશયુક્ત અધ્યવસાયના કારણે એમણે એવાં અશુભ કર્મ પરમાણુઓ ભેગા કર્યા હતા કે તે વખતે જો એમનું આયુષ્ય પૂરું થાત તો એ કર્મદલિકો એમને સાતમી નરકે ઘસડી જાત. બીજી વેળા તમે પ્રશ્ન કર્યો ત્યારે પ્રસન્નચંદ્ર મુનિ પુન: આત્મભાવમાં આવી ગયા હતા અને શુક્લ અધ્યવસાયમાં રમતા હતા. તે વખતે એમનું આયુષ્ય પૂરું થઈ જાત તો એ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં દેવ થાત. પણ, આયુષ્ય લંબાયું એટલે શુક્લધ્યાનની ધારામાં આગળ વધતા રહી, એ શુભ કર્મદલિકોની પણ એમણે નિર્જરા કરી નાખી અને સર્વ ઘાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી જીવન્મુક્ત બન્યા. - મુક્તિનો કે ભવભ્રમણનો મુખ્ય આધાર ચિત્ત છે; કાયાથી કોઈ પાપકર્મ ન આચર્યું હોવા છતાં, યાવત્ સાતમી નરક સુધી લઈ જાય એવો અશુભ કર્મબંધ થઈ શકે છે; તેમ પુણ્યબંધના કારણરૂપ મનાતી દાનાદિ કોઈ પ્રવૃત્તિ ન કરી હોય તોપણ, અનુત્તર દેવલોકનાં સર્વોચ્ચ સુખ-ઐશ્વર્ય પ્રાપ્ત કરાવનાર શુભ કર્માણુઓ પણ એકઠાં થઈ શકે છે એ તથ્ય આ દૃષ્ટાંત કેટલું સચોટપણે રજૂ કરે છે! Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત ૨૩૧ આપણે રોજ ચાર-છ કલાક મંદિર, ઉપાશ્રય, સ્થાનક આદિ ધર્મસ્થાનકોમાં ગાળીએ-પૂજાપાઠ, પ્રતિક્રમણ, સામાયિક, સ્તવન-ભજન-કીર્તન વગેરે ધર્મક્રિયાઓ કરતાં રહીએ કે દીક્ષિત થઈને આખોય વખત ક્રિયાકાંડ, ધર્મચર્ચા અને શાસ્ત્રોના પઠન-પાઠનમાં વ્યસ્ત રહીએ, પણ ભીતરમાં એ જ માયા-મમતાનું જીવન જીવીએ, તૃષ્ણાઓ અને વાસનાનું પોષણ કરતા રહીએ, દંભ, દ્વેષ, મત્સર, છળકપટને વિના રોકટોક જીવનમાં મહાલવા દઈએ તો શું એ ઉપરછલ્લાં વ્રતનિયમ, ત્યાગ-તપ, અને દાનાદિ ધર્મપ્રવૃત્તિથી આપણું ભવભ્રમણ ટળશે? જગત જાણે કે ન જાણે, આપણા ચિત્તની ભીતરની ગતિ-વિધિની નોંધ શું કાર્યણ અણુઓ લીધા વિના રહેશે? આપણે રોજિંદા જીવનવ્યવહારમાં જે જીવીએ માયા-મમતા રાગ-દ્વેષ, છળકપટ, એ બધું જ બીજા જન્મોમાં પ્રારબ્ધરૂપે સામે આવવાનું. એ શૃંખલા ચાલતી રહે ત્યાં સુધી જન્મમૃત્યુનું ચક્ર અટકે શી રીતે? માટે, ભવબંધન તોડવાં હોય તો, કર્મબંધની આ શૃંખલા-અનુબંધ-chain reaction પ્રત્યે જાગૃત બની, શ્રેયાર્થીએ આત્મસાખે જીવનને ભીતર-બાહ્ય ઉભય સ્તરે શુદ્ધ-સાત્ત્વિક બનાવવું રહ્યું. પ્રવૃત્તિ બદલાય-તેની અશુદ્ધિ ટળે એ ઇષ્ટ છે; પણ કર્મબંધનું પ્રધાન કારણ કાયાની પ્રવૃત્તિ નહિ, પણ મન છે—આ તથ્ય ક્ષણભર પણ ન વસરાવું જોઈએ. પોતાના પ્રત્યેક વ્યવહારમાં આશયશુદ્ધિ જાળવવા સતર્ક રહેવું એ માત્ર મુમુક્ષુના જ કામનું એવું નથી. સંસારમાં પણ જેને સુખ-શાંતિ જોઈતાં હોય તેને માટે પણ તે એટલું જ અગત્યનું છે-એ સમજાવતાં ભગવાન ગૌતમ બુદ્ધ કહે છે કે “ભૌતિક જગતમાં મને જ પ્રધાન છે, આપણી બધી જ ગતિ-વિધિનો મૂળસ્રોત મન છે. માણસ જો અશુદ્ધ ચિત્તથી – બીજાને કષ્ટ પહોંચાડવાના કે તેનું અહિત કરવાના ઇરાદાથી – વાણીથી કંઈ પણ બોલે કે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરે તો, ધૂંસરીએ જુતેલા બળદનાં પગલાંની પાછળ પાછળ ગાડાનું પૈડું આવે તેમ દુ:ખ એનો પીછો કરે છે; અને, માનવી જો શુદ્ધ ચિત્તથી –બીજાનું હિત થાય, સુખ મળે એવા આશયથી – વાણીથી, કંઈ પણ વચન ઉચ્ચારે કે શરીરથી કંઈ કરે તો, સુખ એના પોતાના જ પડછાયાની જેમ એની સાથે-ને-સાથે રહે છે.” Page #275 -------------------------------------------------------------------------- ________________ Page #276 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા અભ્યાસ દ્વારા જ સાધનાનું રહસ્ય પામી શકાય છે; માત્ર શ્રવણવાચનથી કે ચર્ચા-વિચારણાથી ધ્યાનનું હાર્દ હાથમાં આવતું નથી. કેવળ સિદ્ધાંતોની બૌદ્ધિક સમજણ કરતાં કોઈ એક પ્રક્રિયાનો રોજિંદો અભ્યાસ વધુ મહત્ત્વનો છે. ધાનમાર્ગે પ્રગતિમાં એક મોટી રુકાવટ એ છે કે દાર્શનિક ચર્ચાવિચારણા, ખંડન-મંડન, સાધનાવિષયક કોરી વાતો, વાંચવું, સાંભળવું, સંભળાવવું વગેરેમાં માણસ ઘણી વાર એટલો વ્યસ્ત રહે છે કે ચિત્તમાં ઊભરાતા સંકલ્પ-વિકલ્પથી છૂટવા માટેની કોઈ રચનાત્મક સાધના-પ્રવૃત્તિ તે હાથ ધરી શકતો નથી, અને છતાં તે ભ્રાંતિમાં રહે છે કે પોતાનું જીવન આત્મસાધનામાં વીતી રહ્યું છે. સાધનામાં પ્રગતિનો આધાર : નિયમિત અભ્યાસ તરવા ઉપર માત્ર ગ્રંથોના ગ્રંથો વાંચી જવાથી કે વર્ષો સુધી એ અંગે ચર્ચા-વિચારણા કર્યા કરવાથી તરતાં આવડી જતું નથી, તેમ કેવળ વિચારવાચન કે ચર્ચા-વિચારણાથી ધારણા-ધ્યાન-સમાધિમાં નિપુણ થઈ શકાતું નથી. તેમાં પ્રગતિનો ઘણો આધાર તેના નિયમિત અભ્યાસ પર રહે છે. નૃત્ય, સંગીત, શિલ્પાદિ કળાઓની જેમ દીર્ઘ કાળની નિષ્ઠાપૂર્વકની સાધના દ્વારા જ ધ્યાન હસ્તગત કરી શકાય છે. પરંતુ બાહ્ય જગતના આકર્ષણમાંથી છૂટીને માણસ અંતરંગ સાધના કાજે સમય જ મેળવી શકતો નથી ! Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આત્મજ્ઞાન અને સાધનાપથ બાહ્ય જગતનું ખેંચાણ આપણી ઇન્દ્રિયો પર કેવું જોરદાર છે એનો ખ્યાલ ધાનાભ્યાસનો પ્રારંભ કરતી વખતે સાધકને આવે છે. બાહ્ય સપાટી પરના જીવનથી ઘડીભર ખસીને અંદર ઊતરવાનો તમે પ્રયાસ કરશો કે તે જ ક્ષણે નિકાલ માગી લેતી અનેક બાબતો ચિત્ત સમક્ષ એક પછી એક ખડી થઈ જશે. એટલે ખરી કઠિનતા તો આ અભ્યાસના પ્રારંભમાં અને તે પછી એને નિયમિતપણે ચાલુ રાખવામાં સમાયેલી છે. છૂટાછવાયા, અવારનવાર થતા પ્રયાસનું દેખી શકાય એવું પરિણામ આવી શકતું નથી. વિકાસ થઈ રહ્યો છે એવી સ્પષ્ટ પ્રતીતિ મેળવવા, બાણમાંથી છૂટેલા તીરની જેમ, કોઈ એક નિશ્ચિત સાધનામાર્ગે દીર્ય કાળ સુધી, નિરંતર, નિષ્ઠાભર્યો પ્રયાસ થવો જોઈએ. જેમ ધરતીના પેટાળમાં વહેતા પાણીના અખૂટ સ્રોતને બહાર લાવવા શ્રમ, સાહસ અને વૈર્યપૂર્વક સપાટી પરના રેતી, કાંપ અને કાંકરીના થરો વટાવીને કાળમીંઢ પથ્થરમાં છેદ પાડી સેંકડો મીટર ઊંડા ઊતરવું પડે છે, તેમ આત્મિક આનંદના અખૂટ ઝરાને જીવનમાં વહેતો કરવા સંકલ્પબળ અને અખૂટ ધૈર્યપૂર્વક દેહ, પ્રાણ અને મનના થરોને વટાવીને અંદર ઊતરવું પડે છે. વળી, એ પણ સ્મરણમાં રહે કે કૂવો ખોદનાર એક જ ઠેકાણે ધર્યપૂર્વક ત્રીસ-ચાળીશ મીટર ખોદે છે ત્યારે તેને પાણી મળે છે; એક એક મીટરના ચાળીસ ખાડા ખોદનાર ધરતીના પેટાળમાં પડેલા પાણી સુધી પહોંચી શકતો નથી. તેમ શીધ્ર પરિણામ મેળવવાના લોભમાં અનેક પ્રક્રિયાઓની વચ્ચે અથડાયા કરનાર કે એકસાથે અનેક પ્રક્રિયાઓનો પ્રારંભ કરી દેનાર સાધક પણ કયાંય પહોંચી શકતો નથી; કારણ કે પ્રારંભનો એનો ઉત્સાહ વધુ વખત ટકી શકતો નથી, ને ધીરે ધીરે બધું છૂટી જાય છે. પોતાની પ્રકૃતિને અનુકૂળ પ્રક્રિયા શોધી કાઢવા માટે, પ્રારંભમાં જુદી જુદી પ્રક્રિયાના અખતરા સાધક ભલે કરે; અને પછી પણ, પોતાને આંતરવિકાસની ભૂમિકા બદલાતાં, જયારે તેને પોતાની સાધના-પ્રક્રિયા બદલવી આવશ્યક જણાય ત્યારે પોતાની ભૂમિકાને અનુરૂપ ફેરફાર તે અવશ્ય કરે, પરંતુ તે તે સમયે પસંદ કરેલી પ્રક્રિયાઓના આધારે પૈર્યપૂર્વક એકધારો પૂરતો પ્રયાસ કર્યા વિના, શીધ્ર પરિણામ નિપજાવવાની Page #278 -------------------------------------------------------------------------- ________________ સાધનનનિઝા ૨૩૫ આતુરતાથી, એકથી બીજી પદ્ધતિ ઉપર કૂદકા માર્યા કરવાથી સાધના લંબાય છે અને સફળતા દૂર ઠેલાય છે, એ વિસરાવું ન જોઈએ. સાધકે સમજી લેવું જોઈએ કે દેખી શકાય તેવાં પરિણામો પ્રગટતાં વાર લાગે છે, પરંતુ એ માટે ભૂમિકા તો પ્રત્યેક પ્રયાસથી તૈયાર થતી જ હોય છે. ખંતપૂર્વક એક જ માર્ગે નિયમિત પ્રયત્ન થતો રહે તો, સાધક અનુભવશે કે, ઉત્તરોત્તર ઓછા પ્રયાસે તે એકાગ્ર બની શકે છે, અને ધ્યાનમાં વધુ ઊંડાણ આવતું જાય છે. સામાયિક : શુદ્ધ સ્વરૂપના અનુસંધાનનો પ્રયોગ એવું નથી કે ધ્યાનાભ્યાસાદિ ઉપર્યુક્ત સાધના માત્ર ત્યાગીઓ જ કરી શકે; શ્રાવકો પણ ધ્યાનાભ્યાસ કરી શકે છે, એટલું જ નહિ, ગુહસ્થના બે ઘડીના સામાયિકનું કે પૌષધનું પ્રયોજન જ એ છે કે એટલો વખત તે તેની વ્યાવહારિક જળોથાથી અળગો રહી, ધ્યાન અને સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ કરી, સમત્વમાં વિકાસ સાધે. પૂર્વાચાર્યોએ ગૃહસ્થ સાધક સમક્ષ પણ આદર્શ તો નિરાલંબન યોગની સાધનાનો રાખ્યો છે. કથાનુયોગએટલે કે જીવનચરિત્રાત્મક શાસ્ત્રગ્રંથો-પણ સાખ પૂરે છે કે પૂર્વે એકલા મુનિઓ જ નહિ કિંતુ, શ્રાવકો પણ ધાનાભ્યાસ કરતા; એટલું જ નહિ, તેમાં પ્રગતિ સાધી ધ્યાનસાધનામાં એવી નિપુણતા મેળવતા કે ગમે તેવા પ્રતિકૂળ બાહ્ય વાતાવરણમાં, અનેક વિક્ષેપો વચ્ચે પણ, તત્સણ ધ્યાનમાં સરકી જવાની તેઓ ક્ષમતા ધરાવતા. નાગકેતુ, સુદર્શન શેઠ વગેરેનાં દષ્ટાંતો આ વાતની પ્રતીતિ કરાવે છે. અભયા રાણીના સકંજામાં સપડાયેલા સુદર્શન શેઠ, એ કામાતુર સુંદરીની ભોગ માટે કાકલૂદીભરી પ્રાર્થના, ધમકીઓ અને ચેષ્ટાઓ વચ્ચે પણ, ઊંડા ધ્યાનમાં-સિદ્ધધ્યાનમાં ગરકાવ બની એ ઉપસર્ગને પાર કરી ગયા હતા.' १. ...श्रमणोपासकानामपि शेषविहितानुष्ठानाबाधया समुचितसमये युक्तमेव नमस्कारादिध्यानम्। – ઉપદેશપદ, ટીકા, શ્લોક ૮૯૭. ૨. તથા યોગ્યાસ તા टीका– योगस्य सालंबननिरालंबनभेदभिन्नस्याभ्यासः । – ધર્મબિન્દુ, અ. ૩, સૂત્ર ૭૫. ૩. જુઓ ઉપદેશપદની ટીકા, ગાથા ૫૨૬-૫૩૦. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આત્મજ્ઞાન અને સાધનાપથ યોગેશ્વર શ્રી જિનેશ્વરદેવોએ બતાવેલી મુનિ અને શ્રાવક ઉભયની સઘળીયે બાહ્યચર્યાનું લક્ષ્ય તો ધ્યાનયોગમાં પ્રગતિ અને તેના દ્વારા સાધકને નિજ શુદ્ધ સ્વરૂપ સુધી દોરી જવાનું જ રહ્યું છે. માર્ગાનુસારી જીવનથી આરંભીને, શ્રાવકનાં વ્રત-નિયમ અને બાહ્ય અનુષ્ઠાનો તથા સર્વવિરતિની સમગ્ર જીવનચર્યાની યોજના એ રીતની છે કે તેના દ્વારા પ્રારંભિક કક્ષાએ સાધકના વિચાર-વર્તનની ધૂળ અશુદ્ધિઓ દૂર થતી જાય અને શુભ વૃત્તિપ્રવૃત્તિઓમાં તે વધુ ને વધુ વિકાસ સાધે. પણ પછી, એ શુભ વિચારવર્તનથી સંતોષ માનીને અટકી ન જતાં, સાત્ત્વિક અહંકારથી ઉપર ઊઠવા તે પ્રયાસ આદરે, અને તે માટે, શુભથી પણ પર અને મનથી પેલે પાર રહેલા, નિજ શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન કરે." પ્રાથમિક કક્ષા વટાવી ચૂકેલા ગૃહસ્થ સાધક માટે શ્રાવકનું બે ઘડીનું સામાયિક ધ્યાન, સ્વરૂપાનુસંધાન અને નિરાલંબન યોગની સાધનાની દિશામાં એક પ્રાયોગિક પ્રસ્થાન છે. પણ આજે બહુધા સામાયિકની સ્થૂળ ક્રિયા યંત્રવત્ થતી દેખાય છે; એની પાછળનું લક્ષ્ય વિસરાઈ ગયું છે. બે ઘડીનું સામાયિક એ સમત્વની ખિલવટ માટેનો એક પ્રયોગ છે; અને સમત્વને ખીલવવાનો શ્રેષ્ઠ ઉપાય છે શુદ્ધ સ્વરૂપ સાથેનું અનુસંધાન.' સમત્વ, સ્વરૂપાનુસંધાન અને ધ્યાન પરસ્પર સહાયક છે. માટે સામાયિકમાં ૪. ઉપમિતિભવપ્રપંચ કથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૫-૭૨૬ (જુઓ પ્રકરણ પહેલું, પાદનોંધ ૧૮). ૫. સન્ન આયસર્વ ભવેત્રે નવસજો. टीका-सहजमविकृतमात्मस्वरूपं कूटस्थस्वस्वभावलक्षणम्, भावितव्यं ध्यातव्यम् । – ઉપદેશરહસ્ય, શ્લોક ૧૯૮. ૬. (i) સT વિનંતો પોળ, સોજો સામુતિ વેળા – અધ્યાત્મોપનિષ, સામ્યયોગ, શ્લોક ૨. (i) ચતુર નર સામાયિક નય ધારો, લોકપ્રવાહ સબ છાંડ કર, અપની પરિણતિ શુદ્ધ વિચારો. – ઉપા. યશોવિજયજી, ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પૃષ્ઠ ૧૬૮. Page #280 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા | ૨૩૭ ધ્યાનાભ્યાસક્રમશ: આસનસ્થિરતા અને ધારણા-ધ્યાનનો અભ્યાસગોઠવી દઈ ગૃહસ્થ સાધકોએ પણ ધ્યાન અને સ્વરૂપાનુસંધાનની દિશામાં પુરુષાર્થ કરવો ઘટે. ત્યાગીઓનું કર્તવ્ય-શાસન-પ્રભાવના કે આત્મસાધના? મુનિજીવન એ તો જીવનભરનું સામાયિક છે, એટલે તેમાં તો સ્વાધ્યાયતત્ત્વચિંતન-ધ્યાન દ્વારા સ્વરૂપાનુસંધાનની સાધના એ જ મુખ્ય કામ હોય. સંયમીને દિવસનો એક પ્રહર અને રાત્રિના બે પ્રહર સિવાયનો લગભગ સઘળોય સમય સ્વાધ્યાય-ધ્યાન-આત્મચિંતનમાં જ ગાળવાની આજ્ઞા છે. મુનિની શાસ્ત્રનિર્દિષ્ટ દિનચર્યા જોતાં તેમાં આ વાત ઊપસી આવે છે. પરંતુ વર્તમાનમાં ધ્યાનસાધના લગભગ વિસારે પડી ગયેલી જણાય છે. ત્યાગી વર્ગનું લક્ષ ‘શાસન-પ્રભાવના પ્રતિ વધુ કેન્દ્રિત થયું છે, તેથી જનસમુદાય જેના પ્રત્યે આકર્ષાય તેવી પ્રવૃત્તિઓ પાછળ આજે તેનાં સમય અને શક્તિ વધુ ખર્ચાય છે અને વ્યક્તિગત સાધના કથળે છે. પૂર્વના કાળમાં મુનિઓ ઉઘાનાદિમાં વસતા અને, જનસમુદાયથી દૂર રહી, પોતાની સમગ્ર શક્તિ સાધનામાં રેડતા. એકાંતવાસમાં પોતાની સાધનાને પરિપક્વ કરી, સ્વરૂપજાગૃતિપૂર્વક, નિ:સંગભાવે પ્રવૃત્તિ કરવાની ક્ષમતા જેમણે મેળવી લીધી હોય એવા આચાર્યાદિ જ સમાજના નિકટ સંપર્કમાં આવતા. પોતાની આંતરિક જાગૃતિના બળે તેઓ સમાજના અશુદ્ધ વાયુમંડળની અસરથી નિર્લેપ રહી શકતા અને સંસર્ગમાં આવનારમાં સાચી આધ્યાત્મિક જાગૃતિની ચિનગારી પ્રગટાવી, સમાજના નૈતિક-આધ્યાત્મિક વિકાસમાં પ્રાણ પૂરતા. કિંતુ, વર્તમાનમાં આ પ્રણાલિકા રહી નથી. મુનિજીવનના સ્વીકાર પછી, જનસંપર્કથી અળગા રહી સાધનાનું ઊંડાણ પ્રાપ્ત કરવાને બદલે, દીક્ષાદિનથી જ અતિ નિકટ લોકસંપર્કના પ્રભાવે, અંતરમાં સુપ્ત લોકેષણાદિ વત્તિઓ બહાર આવે છે અને જાણે-અજાણે સાધક આંતરિક સાધના કરતાં સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય એવી ૭. ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૨૬. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રવૃત્તિમાં જ વધુ ગૂંથાઈ જાય છે. એક પછી બીજી પ્રવૃત્તિની જાળમાં તે એવો અટવાઈ જાય છે કે પછી એમાંથી બહાર નીકળવાની વાત સુધ્ધાં વિસરાઈ જાય છે. આ સંદર્ભમાં, શ્રી જે. કૃષ્ણમૂર્તિનું એક મર્મવેધી નિરીક્ષણ ‘પ્રવચનપ્રભાવનામાં વ્યસ્ત વર્તમાન ત્યાગી-વર્ગ સમક્ષ અહીં પ્રસ્તુત છે: “પોતાના મધનો પ્રચાર કરવાની પુષ્પને જરૂર રહેતી નથી. પુષ્પમાં અમૃત છે તો મધમાખી પુષ્પ પાસે સ્વયં આવે છે; પણ એ અમૃત વિના પ્રચાર કરવો એ લોકોનું શોષણ કરવાની ક્રિયા છે” ‘દીર્ઘ કાળ સુધી આ જ ચીલામાં જીવન વ્યતીત થતું હોવાથી, સર્વાત્મભાવમૂલક અહિંસા-અર્થાત “પોતાનાં અને ‘પરાયાં'ના ભેદભાવ વિના સમગ્ર વિશ્વને આલિંગતા નિ:સ્વાર્થ, નિર્ચાજ પ્રેમ-અને આત્મજ્ઞાનાદિ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓના સ્પર્શ દ્વારા આત્મરમણતા પ્રાપ્ત કરવાનું મુનિજીવનનું મૂળ લક્ષ્ય તો આજે સમૂળગું વિસરાઇ જ ગયું છે, એમ નથી લાગતું? આત્માર્થી સાધકે તો આત્મરમણતાને જીવનનું લક્ષ્ય બનાવી, અંતર્મુખ બની, કેટલોક સમય ધ્યાનાદિ અંતરંગ સાધનામાં ખૂંપી જવું જોઈએ-ખોવાઈ જવું જોઈએ. આત્મોન્નતિ અર્થે સાધનામાં તન્મયતા આવશ્યક તન્મયતા વિના મહાન કાર્યો નીપજતાં નથી. સંગીત, સાહિત્ય, શિલ્પ આદિ કોઈ પણ ક્ષેત્રે જે મહાન કલાકૃતિઓ સર્જાઇ છે, એનો ઇતિહાસ ઉકેલતાં એ જોવા મળશે કે એ કૃતિઓના સર્જનકાળમાં એના સર્જકો એમાં ખોવાઈ ગયેલા. સ્મૃતિઓ રચતાં રચતાં ગોચરીએ ગયેલા શોભન મુનિ પોતાની કૃતિના સર્જનમાં કેવા તલ્લીન હશે કે કોઈ ટીખળી વ્યક્તિએ એમના પાતરામાં પથરા વહોરાવ્યા એનો પણ એમને ખ્યાલ ન રહ્યો! પોતાને પ્રાપ્ત પ્રેરણાને મૂર્તરૂપ આપવાના પ્રયત્નમાં પોતાની સમગ્ર શક્તિ રેડવા માટે, કળાકાર જે રીતે અન્ય કોઈ બાબતને પોતાના ચિત્તમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરીને અને જનસંપર્કથી અળગો રહીને, એકાંતમાં પોતાની કૃતિના સર્જનમાં તન્મય બને છે, તે જ રીતે, આધ્યાત્મિક ઉત્થાન ૮. રણછોડભાઈ પટેલ, કૃષ્ણમૂર્તિનું જીવનદર્શન, પૃષ્ઠ ૧૫. Page #282 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા ૨૩૯ માટે પ્રબળ પુરુષાર્થ કરવા મથતો મુમુક્ષુ પણ અન્ય સર્વ કામનાઓ તરફ પીઠ કરીને પોતાની સાધનામાં તન્મય બને છે ત્યારે જ તે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓને સ્પર્શી શકે છે. એથી જ સાધનાકાળમાં આત્મજ્ઞાનસંપન્ન ગુરુજનોનું સાન્નિધ્ય, એકાંતવાસ અને લોકસંપર્કનું વર્જન, સાધનામાં ઝડપી વિકાસ માટે, આવશ્યક મનાયાં છે. કિંતુ, આ તમે શ્વેતાંબર પરંપરામાં તો આજે સાવ વિસરાઈ ગયું છે; આજે તો, બહુધા, એવું જોવા મળે છે કે આહાર-વિહારનિદ્રા સિવાયનો ત્યાગી વર્ગનો બાકીનો લગભગ બધો જ વખત લોકસંપર્કમાં (-લોકરંજનમાં?) જાય છે. કોઈક જાગૃત સાધકો જ એમાંથી સ્વાધ્યાય-ધ્યાન-આત્મચિંતનનો અવસર મેળવી શકતા હશે. આત્મસાધનાને ગૌણ કરી, શાસન-પ્રભાવનાનું કે લોકોપકારનું મોહક મહોર ઓઢીને આવતી પ્રવૃત્તિઓમાં પોતે ઘસડાઈ રહ્યો હોય તો, સંસારત્યાગી સાધકે આત્મનિરીક્ષણ કરવું ઘટે કે, આત્મસાધનામાં ખર્ચાવા જોઈતી અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે એ ભાન સાથે, સંયોગવશ, તે ચાલુ ચીલામાં ઘસડાઈ રહ્યો છે કે તે પ્રવૃત્તિઓમાં જ જીવનની સાર્થકતા માની તે જાતે રસપૂર્વક તેમાં ગૂંથાય છે? પ્રવાહમાં આમતેમ તણાતાં રહેતાં નિર્જીવ સૂકાં પાંદડાં અને તણખલાંની જેમ સાધુસંસ્થાના વર્તમાન કુંઠિત પ્રવાહમાં ઘસડાતાં રહેવાને બદલે, આત્માથી શ્રમણ-શ્રમણીએ અંતરંગ સાધના માટે અનુકૂળ વાતાવરણ મેળવવા જાતે કટિબદ્ધ થઈ, સાધનાને પોષક અનુકૂળ આંતર-બાહ્ય વાતાવરણ સર્જવું જોઈએ. ૯. (i) નિન્જ વિથ ... ... ... નો ठाणं वियणं भणियं, विसेसओ ज्झाणकालम्मि। - જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, બાનશતક, શ્લોક ૩૫. (ii) મહિfમ છે મિસખિન્ન, સમિએ નિવૃદ્ધિા निकेयमिच्छेज्ज विवेगजोग्गं, समाहिकामे समणे तवस्सी। – ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૩૨, ગાથા ૪. સરખાવો : ભગવદ્ગીતા, અ. ૬. શ્લોક ૧૦. (iii) હોત મન વચન ચપળતા, જન કે સંગ નિમિત; જનસંગી હોવે નહિ, તાતે મુનિ જગમિત્ત. – સમાધિશતક, દુહો ૬૦. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આત્મજ્ઞાન અને સાધનાપથ કાચી કેરીને પાકવા દેવા માટે–એની ખટાશનું મધુર સુસ્વાદુ રસમાં પરિવર્તન કરવા માટે–થોડા દિવસ એને પરાળમાં ઢાંકીને બાજુએ મૂકી દેવી પડે છે અને માટીના કાચા ઘડાને થોડો વખત નિભાડામાં રાખવો પડે છે તેમ, ત્યાગી જીવનમાં પ્રારંભિક થોડાં વર્ષો–પોતાને આત્મજ્ઞાન ન લાધે ત્યાં સુધી-વ્યક્તિગત સાધનામાં રત રહી, આત્માર્થી સાધકે પોતાની સાધનાને પરિપક્વ થવા દેવી ઘટે. અપક્વ માનસ ઉપર વાતાવરણની અસર ઘણી હોય છે. માટે, પોતાની સાધના પરિપક્વ ન બને ત્યાં સુધી, સાધનામાં બાધક જનસંપર્ક ટાળી, સાધકે સદા અંતર્મુખ રહી અજાગ્રત મનમાં જન્મજન્માંતરથી દટાઈને પડેલી વૃત્તિઓનું શોધન કરવાના અત્યંત મહત્ત્વના કાર્યમાં પોતાની સર્વ શક્તિ રેડવી ઘટે. મુનિજીવનનો સ્વીકાર કરવા માત્રથી ‘ગુરુ’ બની જવાતું નથી. પોતાને આત્મજ્ઞાન લાધે તે પછી જ સાચા અર્થમાં “ગુરુ” થવાય છે. તે પહેલાં “ગુરુ” થઈ બેસનારના હાથે સ્વ-પરનું હિત થવાની અપેક્ષાએ અહિત થવાનો સંભવ વધુ રહે છે. માટે, પોતાને આત્મતત્વનો પ્રત્યક્ષ બોધ અનુભવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, ‘ગુરુ થવાની ઉતાવળ ન કરતાં, આત્મસાધનામાં ખોવાઈ જવું વધુ હિતાવહ છે. ‘દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂપ’ આજે આપણી શક્તિ–ત્યાગીવર્ગની શક્તિ પણ–અનેક પ્રવૃત્તિઓમાં વહે છે. ડુંગર પર પડેલું પાણી બાર રસ્તે વહી જાય તો તેની નદી બનતી ૧૦. પુર્વ સ્વસ્થ રેતિ, શિક્ષાપતન વાવતા आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूत्तमः ।। - જ્ઞાનસાર, ત્યાગાષ્ટક, શ્લોક ૫. ૧૧. જિમ જિમ બહુશ્રુત, બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે; તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે. – ઉપાધ્યાય યશોવિજ્યજી, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩. સરખાવો : ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧, ગાથા ૧૧-૧૨ (જુઓ પ્રકરણ ૮, પાદનોંધ પ૮). Page #284 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિષ્ઠા | ૨૪૧ નથી; ચારે કોર વહી જતું પાણી સુકાઈ જાય છે. જો તે એક જ દિશાએ વહે તો સમુદ્રને મળી શકે છે. સંસ્કારોનું પણ એવું જ છે. આપણી શક્તિ એક લક્ષ પર કેન્દ્રિત થઈ સંસ્કારોનો પ્રવાહ એક જ દિશામાં વહેતો રહે તો જ અનુભવ સુધી પહોંચી શકાય. માટે જગત તરફ પીઠ વાળીને, થોડો સમય એકાંતમાં વસીને, સાધકે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે કેન્દ્રિત પ્રયાસ કરવો રહ્યો. આ માર્ગના અનુભવીઓએ તો કહ્યું છે કે “ઉદાસીનતા મગન હુઈ, અધ્યાત્મ રસ ગ્રૂપ, દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂપ.’ ચિત્તમાં ઊભરાતા સંકલ્પ-વિકલ્પ શમે ત્યારે નિજરૂપ ‘દેખી’ શકાયસ્વાનુભવ પામી શકાય. સંકલ્પ-વિકલ્પ શમાવવા એ નાનુંસૂનું કામ નથી. પરંતુ, ‘સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જેની સાથે સંકળાયેલી છે તે આત્માનુભવની ઉપલબ્ધિ સંકલ્પ-વિકલ્પ શમે ત્યારે જ થઈ શકે' એ સમજણના અભાવે, આપણાં આરાધક ગણાતાં ધાર્મિક વર્તુળોમાં પણ ચિત્તની શુદ્ધિ, એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ માટે સભાન પુરુષાર્થ બહુધા થતો નથી. સંકલ્પવિકલ્પ શમાવવાનું લક્ષ્ય પણ જયાં ન બંધાયું હોય ત્યાં એ માટેનો પ્રયત્ન પાંખો જ રહે એ સ્વાભાવિક છે. પાંખા પ્રયત્ને આવું ભગીરથ કાર્ય ક્યાંથી પાર પડે? — મુમુક્ષા ઉત્કટ હોય તો સાધનામાર્ગની નિર્ભ્રાન્ત સમજ જેને લાધી હોય અને જેની મુમુક્ષા ઉત્કટ હોય તેવો મુમુક્ષુ સાધનામાં કેટલો કેવો તત્પર હોય તેનો કંઈક ખ્યાલ વાચકને, પોતે કરેલી સાધના વિષયક ડૉ. રિચર્ડ ઍલ્પર્ટે એક પ્રવચનમાં કરેલા ઉલ્લેખમાંથી મળી શકે એમ લાગતાં, હું તે અહીં વાચકો સમક્ષ મૂકું છું. મુમુક્ષુ સાધકોને તે જરૂર પ્રેરક નીવડશે. ૧૨ અમેરિકાના બોસ્ટન શહેરમાં જન્મેલા ડૉ. રિચર્ડ ઍલ્પર્ટ હવે રામ દાસ – Ram Dass બન્યા છે. તેમના પ્રવચનના અવતરણ પૂર્વે તેમનો થોડો પરિચય અહીં પ્રસ્તુત છે. સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી ૧૯૫૭માં ૧૨. સમતાશતક, દુહો ૮૨. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આત્મજ્ઞાન અને સાધનાપથ સાઈકૉલૉજીમાં પી. એચડી.ની ડિગ્રી લઈને, તે પછીનાં છ-સાત વર્ષ સ્ટેફર્ડ, યુનિવર્સિટી ઑફ કેલિફોનિયા- બર્કલી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંશોધન અને શિક્ષણકાર્યમાં તેઓ વ્યસ્ત રહ્યા. તે દરમ્યાન ૧૯૬૧માં એમના જીવનપ્રવાહે નવો વળાંક લીધો. એ વર્ષના માર્ચ મહિનામાં એલએસડી વગેરે સાઇકેડેલિક ડગ્સ પર એમણે સંશોધન આરંભ્ય અને ટીમથી લીયરી-Timothy Leary વગેરે સાથે મળીને, સાઇકેડેલિક ડ્રગ્સ દ્વારા પ્રાપ્ય થતા ચેતનાના સ્તરો વિષયક વિસ્તૃત સંશોધનમાં તેઓ ખૂંપી ગયા. એ દરમ્યાન એમણે જાતે પણ ત્રણસોથી વધુ વખત વિવિધ સાઇકલિક ડ્રગ્સ લઈને, એનાથી બદલાતાં ચેતનાનાં પરિમાણોનો જાતઅનુભવ મેળવ્યો. આના ફળસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા કે ‘આપણને દશ્ય અને અનુભૂત વિશ્વ એ જ સંપૂર્ણ સત્ય નથી. આપણી ચેતનાનું સ્તર બદલી શકીએ તો વિવિધ તરંગલંબાઈ પર રહેલા અનેક અસ્તિત્વોનો અનુભવ આપણને થઈ શકે છે. પણ એ સ્થિતિ અલ્પજીવી અને પરાધીન હોય છે, જયારે પ્રાચીન યોગસાહિત્ય એ વાતની સાખ પૂરે છે કે યોગસાધના દ્વારા એવી સ્થિતિમાં સ્થાયી પ્રવેશ મેળવી શકાય છે અને તે પણ સ્વાધીનપણે.” પશ્ચિમના મનોવિજ્ઞાનિકો એ બાબત અજ્ઞાન છે, પણ પૂર્વના દેશોના કોઈ અનુભવી યોગી પાસેથી એ રહસ્ય જરૂર પ્રાપ્ત થઈ શકે એમ વિચારીને, એવા કોઈ જ્ઞાની પુરુષની શોધમાં ૧૯૬૭માં તેઓ ભારત આવ્યા. મહિનાઓની નિષ્ફળ શોધખોળના અંતે આખરે, તેઓ શોધતા હતા તેવા ગુરુ હિમાલયમાં તેમને અકસ્માત ભેટી ગયા. એમનાં ચરણોમાં એમણે જાત સમર્પિત કરી, ને એ આખો શિયાળો ગુરુના સાન્નિધ્યમાં રહી, સાધનામાં લીન બન્યા. ડૉ. રિચંડ ઍલ્પર્ટ હવે રામ દાસ બન્યા. ૧૯૬૮માં તેઓ અમેરિકા પાછા ફર્યા અને પૂર્વમાંથી પોતે જે પ્રાપ્ત કર્યું હતું, તેનો ત્યાં વિનિયોગ કરવા લાગ્યા. ૧૯૭૦માં તેઓ બીજીવાર ભારતની યાત્રાએ આવ્યા અને પછી સ્વદેશ જઈને ત્યાં પોતાની પ્રાપ્તિની લહાણી કરતા રહ્યા. આમ, અવારનવાર પૂર્વમાં આવી સાધનામાં વધુ ઊંડા ઊતરતા રહી, પશ્ચિમમાં પોતાની વ્યક્તિગત સાધનાની સાથોસાથ સાધનાશિબિરોનાં સંચાલન-આયોજન તેમજ પ્રવચનો દ્વારા પોતાની પ્રાપ્તિનો વ્યાપક વિનિયોગ કરતા રહેવું એ હવે એમનું જીવનકાર્ય બની ગયું છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા | ૨૪૩ બે વર્ષ પૂર્વે-વધુ ચોકસાઈથી કહું તો ૧૯૮૬ના ઑક્ટોબરમાં સાન રફેલ (કેલિફોર્નિયા)ની ડોમિનિકન કૉલેજમાં એક વ્યાખ્યાનમાળા દરમ્યાન આપેલાં પ્રવચનોમાં, ડૉ. ઍલ્પર્ટે પોતે કરેલી સાધનાનો અછડતો ઉલ્લેખ કરતાં કહેલું કે, આપણો જ્ઞાનોપયોગ | awareness એ સ્પૉટલાઇટ જેવો છે. એનું તેજકિરણ ઘડીકમાં આ વસ્તુ પર પડે ને ઘડીકમાં બીજી વસ્તુ પર જઈને ઠરે. તમે નિરાંતે બેઠા હો ને આસપાસનો અવાજ સાંભળતા હો ત્યાં જ તમારું ધ્યાન શરીરમાં ક્યાંક થતી કોઈક પીડા સંવેદના તરફ જાય છે અને બીજી જ ક્ષણે સામેથી પસાર થતી કોઈ વ્યક્તિ તરફ, કોઈ ક્ષણે કોઈ વિચાર પર – અલપ-ઝલપ સ્મૃતિ પર કે કોઈ ભાવિ યોજના પર, ને ક્ષણવાર પછી કોઈ અન્ય બાબત પર. આમ આપણો જ્ઞાનોપયોગ પળભર પણ એક ઠેકાણે ઠરીઠામ રહેતો નથી. કેટલીક સાધનાપદ્ધતિઓમાં જ્ઞાનોપયોગના આ તેજકિરણને એક બિંદુ પર કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવામાં આવે છે. એ માટે ગમે તે વસ્તુ – દીવાની જ્યોત, શબ્દ, ધ્વનિ વગેરેનું આલંબન લેવામાં આવે છે. એક વર્ષ પહેલાં – ગયા ઉનાળામાં બે મહિના હું રંગુન(બર્મા)માં એક ધ્યાનકેન્દ્રમાં સાધના માટે રહેલો. ત્યાં થેરવાદી બૌદ્ધ પ્રક્રિયા વિપશ્યનાની સાધના કરાવાતી હતી. તે વખતે ત્યાં આઠસો બર્મી સાધકો હતા અને અમે પાંચ વિદેશીઓ. હું મારા મિત્ર જોસેફ ગોલ્ડસ્ટિન અને શેરીન સાથે બેઠો હતો. સાધના સવારે ત્રણથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતી – અઠવાડિયાના સાત દિવસ. હું ત્યાં બે મહિના રહ્યો હતો. ચિત્તની એકાગ્રતા અર્થે અહીં પરંપરાગત શ્વાસનું અવલંબન લેવામાં આવે છે. શ્વાસોચ્છવાસનો આખો માર્ગ તો ઘણો મોટો વિસ્તાર છે, એટલે તેમાંથી એક નાનું સ્થાન પસંદ કરીને ચિત્તને ત્યાં કેન્દ્રિત કરવાનું હોય છે. પરંપરાગત એવાં બે સ્થાન, બર્મામાં સ્વીકારાયાં છે. એક : નાકનો અગ્રભાગ | નસકોરાની અંદરની ધાર કે નાકની નીચે, ઉપલા હોઠનો મધ્યભાગ – શ્વાસ લેતાં-મૂકતાં જયાં હવાનો સ્પર્શ અનુભવાય છે; શ્વાસ લેતાં ઠંડો, ને મૂકતાં સહેજ ઉગ. બીજો વિકલ્પ છે : શ્વાસોચ્છવાસ દરમ્યાન પેટના સ્નાયુ ઊંચો-નીચો થાય છે તે સ્નાયુનો એક નાનો ભાગ. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આત્મજ્ઞાન અને સાધનાપથ શ્વાસ અંદર લેતી વખતે તે ઊંચો થાય અને બહાર કાઢતાં નીચે જાય એની માનસિક નોંધ લેવાની હોય છે. પરોઢે ત્રણથી તે રાતના અગિયાર સુધી અમારે આ એક જ કામ કરવાનું હતું. એક કલાક બેઠાં બેઠાં અને પછી એક કલાક ઊભા થઈને ચાલતાં ચાલતાં. ચાલતાં થાકો ત્યારે ફરી બેસીને શ્વાસના આવાગમનની પૂર્વવત્ નોંધ લેવાની : અંદર..... બહાર.....અંદર....બહાર. વચ્ચે, સવારે સાડાપાંચ વાગે નાસ્તા માટે એક કલાક અને સાડા અગિયારે બપોરના ભોજન માટે એક કલાક છૂટી મળે. નાહવા-ધોવાનું પણ એ સમય દરમ્યાન પતાવવાનું. સામાન્યત: તમે ચાર કલાક ઊંઘો. બાકીના સત્તરઅઢાર કલાક તમારે શ્વાસ જોતા રહેવાનું એક જ કામ કરવાનું. ન પુસ્તકો વાંચવાનાં કે ન કોઈની સાથે વાત કરવાની. દિવસમાં એક વખત તમારા માર્ગદર્શકની રૂબરૂ મુલાકાતની તમને તક મળે. તમે ભાગ્યશાળી છો, વિદેશી છો, તેથી તમને એ તક સહેલાઇથી મળી જાય છે. પાંચ મિનિટની એ મુલાકાત વખતે થતી પ્રશ્નોત્તરીની એક નિયત પરિપાટી હોય છે. માર્ગદર્શક તમારી સામે જુએ, ને સાધનાની તમારી કોઈ વિશિષ્ટ બેઠકની વિગત તમે એમને જણાવો. દા. ત. આજે સવારે પાંચ વાગે, કે બપોરના ત્રણ વાગે~ગમે તે કોઈ એક બેઠક – શ્વાસ જાતો હું બેઠો હતો. શ્વાસ અંદર લેતાં અને શ્વાસ બહાર કાઢતાં નસકોરાની ધાર પર અડકતી હવાનો સ્પષ્ટ અનુભવ થઈ રહ્યો હતો. હું તેની નોંધ લેતો બેઠો હતો. શ્વાસ અંદર જાય ત્યારે હવાનો સ્પર્શ જરા ઠંડો લાગતો, અને શ્વાસ બહાર નીકળે ત્યારે જરા ઉષ્ણ સ્પર્શ જણાતો. અને, * ભગવાન બુદ્ધના એક પ્રવચન – મહાસતિપઠ્ઠાન સુત્ત-માં આ ધ્યાનપદ્ધતિનું સવિસ્તર નિરૂપણ થયેલું મળે છે. એ સૂત્રના પ્રારંભે જ આનાપાન સતિનો અધિકાર છે, ત્યાં સૂચવ્યું છે કે નાસિકાના અગ્રભાગે ચિત્તને કેન્દ્રિત કરી સાધકે શ્વાસના, આવાગમનનું નિરીક્ષણ કરવું. આ સદીના પૂર્વાર્ધમાં, મહાસી સયાડો નામના, બર્માના એક અગ્રગણ્ય વિપશ્યનાચાર્યે પેટના સ્નાયુનું અવલંબન લેવાની પ્રણાલિકા શરૂ કરી. રંગુનમાં ચોવીસ એકરમાં પથરાયેલું એમનું ધ્યાનકેન્દ્ર : થથન યૈતા Thathana Yeiktha છે ત્યાં, અને બર્મામાં અન્યત્ર પથરાયેલાં એકસોથી વધુ શાખા-કેન્દ્રોમાં તેમની પદ્ધતિ અનુસાર સાધના થાય છે. બર્મામાં તો હવે, આ બે પદ્ધતિના અલગ અલગ કટ્ટર સંપ્રદાય બની ચૂક્યા છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિષ્ઠા ૨૪૫ બે નોંધની વચ્ચે પૂરતો અવકાશ રહેતો હતો; એટલે એ બે નોંધની વચ્ચે, હું બેઠો છું એની અને, આસન સાથે શરીરનો જે સ્પર્શ અનુભવી રહ્યો હતો એની પણ નોંધ લેતો હતો. એટલે કે, ‘Rising’/‘in’,‘sitting', ‘touching', ‘falling’/‘out’ એ રીતે નોંધ લઈ રહ્યો હતો. ત્રણેક મિનિટ પછી મને પક્ષીનો અવાજ સંભળાયો. મેં તેની નોંધ લીધી. આ તબક્કે તમારા માર્ગદર્શક પૂછે કે તમે પક્ષીનો અવાજ શ્વાસ લેતી વખતે સાંભળ્યો કે મૂકતી વખતે? ‘મને એનો ખ્યાલ નથી રહ્યો.’ ‘હવેથી એ ધ્યાનમાં લેશો. વારુ, આજે સવારે તમે ઊંઘમાંથી જાગ્યા ત્યારે શ્વાસ અંદર લેતાં જાગ્યા કે બહાર કાઢતાં?’ ‘એનું મને લક્ષ નથી રહ્યું.’ ‘ઠીક, હવેથી એ જાશો, અને એ પણ જોશો કે રાતે ઊંઘી જાઓ છો ત્યારે શ્વાસ અંદર લેતાં ઊંઘી જાઓ છો કે શ્વાસ બહાર કાઢતાં?” ત્યાં કશું છૂપું રાખી શકાતું નથી, કશું જ નહિ; અને, તમારું મન તો ધમપછાડા મારતું હોય છે. પ્રારંભમાં મન ધમપછાડા મારે છે. કારણ કે દિવસ-રાત શ્વાસ જોવા સિવાય ત્યાં કશું કામ કરવાનું હોતું નથી. ત્યાં નથી પુસ્તકો વાંચવા મળતાં, ન કશું લખવા, ન કોઈની સાથે વાત કરવા મળે, કોઈની સામે જોવાનું પણ નહિ! છાપાં નહિ, ટી. વી. નહિ, વીડિયો પણ નહિ, આજુબાજુ ખીલેલાં સુંદર પુષ્પો જોતાં લટાર મારવાની પણ મનાઈ હોય છે. અંતર્મુખ રહીને તમારા મનને કેળવવાનું એકજ કામ ત્યાં તમે કરો છો. તમે જ એકલા નહિ, તમારી સાથે બીજા આઠસો સાધકો પણ એ જ કામ કરી રહ્યા હોય છે. પ્રારંભમાં વિચારો સાથે તમે ભળી જાઓ છો, ને ફરી ફરી બહાર જતા મનને શ્વાસ સાથે જોડી રાખવા તમારે મથતા રહેવું પડે છે. ચિત્તને વશમાં લાવવાનું આ કામ ખૂબ ધૈર્ય માગે છે. ઘડીભર તમે વિચારવમળોમાં અટવાઇ જાવ : ‘હું આ શું કરી રહ્યો છું! સમય નિરર્થક વેડફી રહ્યો છું. શ્વાસમાં તે શું જાવાનું? હું ગાંડો તો નથી થઈ ગયો ને?” પણ દિવસોદિવસ તમે નિષ્ઠાપૂર્વક શ્વાસના આવાગમનની સાથે તમારા ચિત્તને જોડી રાખો છો ત્યારે એક પળ એવી આવે છે કે એ મથામણનો અંત આવી જાય છે. તમારું ચિત્ત ડાહ્યુંડમરું થઈને શ્વાસમાં લીન રહે છે. ચિત્ત બહાર જાય તો તમને જાણે એવું લાગે છે કે તમે ઘરથી ઘણે દૂર નીકળી ગયા છો અને અંતર હવે ઘેર પાછા ફરવા તલસી રહ્યું છે. સંભવ છે કે આ સ્થિતિ આવતાં આવતાં અઠવાડિયાં નીકળી જાય. ઉતાવળયે શી છે? પછી, તમારું ચિત્ત એટલું શાંત થઈ જાય છે કે તમે કોણ છો? ક્યાંથી આવો છો? શું કરો છો? ક્યાં જઈ રહ્યા છો?–એ બધા વિચારો જાણે સૂક્ષ્મ ફૂદાંની Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આત્મજ્ઞાન અને સાધનાપથ જેમ તમારા ધ્યાનક્ષેત્રની સીમા બહાર ઉડયા કરતા હોય અને તમારું સઘળું ધ્યાન નસકોરાના અગ્રભાગે હોઠ પરના એક નાનકડા સ્થાન પર (કે પેટના સ્નાયુના એક નાના ટપકા જેટલા ભાગ પર) કેન્દ્રિત છે‘અંદર’...‘બહાર’, અથવા ‘ઊંચે’...‘નીચે’. શ્વાસોચ્છ્વાસની સાથે થતી રહેતી એ ક્રિયા હવે સીધી સાદી એક અવિભાજ્ય ક્રિયા નથી રહી જતી. એ ક્રિયા એટલી બધી જટિલ બની જાય છે કે દૂરથી એક રેખા જેવી ભાસતી એ જાણે કીડીઓની હાર ચાલી રહી હોય – રફ...ર..... અને પછી ફ........... સેંકડો, હજારો ક્ષણોની હાર પસાર થાય છે ત્યારે એક શ્વાસ લીધાનો અનુભવ થાય છે. આ રીતે, સૂક્ષ્મતર થતા જતા શ્વાસોચ્છ્વાસને જોતાં રહી તમે આગળ વધતા રહો છો ત્યારે, પાલી પરિભાષામાં જેને ‘નામ’ અને ‘રૂપ’ કહે છે-બાહ્ય દૃશ્ય વસ્તુ (‘રૂપ’) અને, તેને જોનાર અનુભવનારું ચિત્ત (નામ) – એ બે સાવ અલગ અનુભવાય છે. જોવાની, સાંભળવાની, સૂંઘવાની વગેરે ક્રિયા એક ક્રિયારૂપે નથી અનુભવાતી પણ તેના બે અંશ જુદા જુદા અનુભવમાં આવે છે બાહ્ય વિષય સામે આવે છે અને, તમારું ચિત્ત જાણે આવીને તેને પકડે છે ને તેને કંઈક નામ આપે છે. આમ, તમે જુઓ અનુભવો છો કે કેવી રીતે તમારું ચિત્ત જ આ દશ્ય સૃષ્ટિનું સર્જન કરી રહ્યું છે. આ કેવળ બૌદ્ધિક જ્ઞાન નથી હોતું, પણ તમે એ અનુભવી રહ્યા હો છો. પછી, તમે એ પણ જુઓ અનુભવો છો કે દરેક વસ્તુ, જે પહેલાં તમને ઘન અને સ્થિર ભાસતી હતી તે હવે ક્ષણે ક્ષણે નષ્ટ થતી રહે છે અદશ્ય થતી રહે છે અને તેનું સ્થાન તેની નવી નવી પ્રતિકૃતિ લેતી રહે છે. ધીમી ગતિએ પ્રક્ષેપિત કરાતા ચલચિત્ર–આર.પી. એમ. ઘટાડી દીધેલી movie film મુવી ફિલ્મ જોતા હોઈએ તેવું એ અનુભવાય છે— કોઈ સળંગ ક્રિયાને બદલે, જાણે એક એક ચિત્ર પડદા પર જુદું ઉપસતું જતું હોય અને નવું તેનું સ્થાન લેતું જતું હોય. તમારો જ્ઞાનોપયોગ–awareness – સૂક્ષ્મ, સૂક્ષ્મતર થતો જાય છે, ને સ્થળકાળની જે પાળો આદતવશ પૂર્વસંસ્કારવશ તમે બાંધી રાખી હોય છે તે તૂટતી ભાસે છે. સમયનું તમારું એકમ નાનું અને નાનું થતું ચાલે છે. આ બધો પ્રતાપ શ્વાસોચ્છ્વાસ જોતાં રહી તમે સાધેલી ચિત્તની એકાગ્રતાનો છે. તમારું ચિત્ત જાણે લેસર કિરણ જેવું તીક્ષ્ણ ધારદાર બની જાય છે, તે તેની સામેના વિષયના આભાસને વીંધતું વીંધતું તેના સત્ય સ્વરૂપ સુધી પહોંચી જાય છે. — Page #290 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા૨૪૭ તમારા પ્રત્યેક વિચારને તમે ઊઠતો અને આથમતો જોઈ અનુભવી શકો છો. વિચારની એક સળંગ ક્રિયાને બદલે વિચાર ઊઠે છે, ને શમી જાય છે ને બીજો વિચાર તેનું સ્થાન લે છે– એ આખી વિચાર-પ્રક્રિયા તમે જોઈ અનુભવી શકો છો! આંખના એક પલકારામાં ચિત્તમાં અબજ – ‘શતકોટિ સહસ્ત્ર’ – trillions વિકલ્પ જન્મે છે અને આથમે છે. આટલા વેગથી ચિત્તમાં વિકલ્પ-વિચારની વણજાર ચાલતી રહે છે, પણ સામાન્યત: આપણું ચિત્ત પ્રત્યેક વિકલ્પ-વિચારને છૂટા અનુભવી શકે એટલું સતેજ સૂક્ષ્મ નથી હોતું. સામાન્યત: આપણું ચિત્ત એક દશાંશ સેકંડથી નાના એકમને જુદું પાડી શકતું નથી. આથી, દશ્ય વસ્તુ આપણને સ્થિર અને ઘન ભાસે છે. સાધના દ્વારા ચિત્ત અત્યંત સજગ સૂક્ષ્મ બનતાં, એ પ્રત્યેક વિચારને જુદો અનુભવે છે, ત્યારે કોઈ દશ્ય વસ્તુ સ્થિત ન રહેતાં, પ્રતિક્ષણ ઉત્પત્તિ-વિનાશમય ‘દેખાય’/અનુભવાય છે. ઇશુએ કહેલું : “Look, I am making everything New' – સાધક તેનો જાણે અહીં અનુભવ કરતો હોય છે. પ્રતિક્ષણ બધું બદલાતું બધું નષ્ટ થતું અનુભવાય છે, કશું સ્થિર નથી રહેતું. આ અનુભવની સાથે સાધકને અત્યંત ભયની લાગણી થાય છે– તીવ્ર નિર્વેદ જાગે છે, આવા ક્ષણભંગુર ભવમાંથી મુક્ત થવાની અદમ અભીપ્સા તેના અંતરમાં જાગી ઊઠે છે. સાધના આગળ વધતાં, એક ક્ષણે, અચાનક, બે વિકલ્પની વચ્ચે જે ગાળો રહે છે તે અલગ પડી જાય છે–એક વિકલ્પ સમાપ્ત થયો અને બીજો હજુ ઊડ્યો નથી – એ અવસ્થાનો તમને અનુભવ થાય છે. તમે નિર્વાણનો આસ્વાદ પામો છો. સાકારમાંથી તમે નિરાકારમાં બધા જ આકાર જેમાંથી જન્મે છે તેમાં પ્રવેશો છો. એ ઘડીએ પરમાત્મા સાથે તમે એકય અનુભવો છો – તમે બે જુદા નથી રહેતા. આ બધું શક્ય બન્યું–ધિપૂર્વકના શ્વાસના નિરીક્ષણ વડે. ખૂબ જ રસપ્રદ છે એ. મને તો રસપ્રદ લાગે છે. ને, તમને પણ ચેતવી દઉં : એકવાર એનો સ્વાદ માણશો તો તમે એના બંધાણી થઈ જવાના એ નક્કી. તમને જયારે ખરેખર સમજાય છે– બોધ થાય છે કે “ર્ય એ આત્મવર્યનું દ્વાર છે અને પરમ સત્ય જ્ઞાથી ખરડાયા વિનાના ચિત્તની જ પ્રતીક્ષા કરી રહ્યું છે ત્યારે એ ધૈર્ય માટેની તમારી ઝંખના પ્રબળ બની જશે. * Miloral : Ram Dass & Hanuman Foundation Tape Library, Box 2320, Delray Beach, FLORIDA 33447, U.S.A Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ આત્મદર્શનની ચટપટી જેને લાગી હોય છે તે, કોઈ શોધખોળના અંતિમ તબક્કાના પ્રયોગમાં તલ્લીન બનેલો વૈજ્ઞાનિક જે રીતે એ પ્રયોગ સાથે સંબંધ ન ધરાવતી અન્ય કોઈ બાબત પ્રત્યે લક્ષ આપવાનો ઇન્કાર કરી દે છે તે રીતે, સમત્વના વિકાસ અને ચિત્તજય સાથે સંબંધ ન ધરાવતી અન્ય સર્વ પ્રવૃત્તિ પ્રત્યે સ્વયે ઉદાસીન બની જાય છે. આત્મદર્શનની અભીપ્સા જેટલી ઉત્કટ તેટલી આ ઉદાસીનતા અધિક. પેટમાં શૂળ ઊપડયું હોય, દાઢમાં અસહ્ય પીડા થતી હોય કે હાર્ટએટેક'દયરોગનો ઓચિંતો હુમલો–થયો હોય ત્યારે માણસ તત્ક્ષણ રાહત ઝંખે છે અને તે માટે તે, બધાં કામ પડતાં મૂકી, દાક્તર પાસે દોડી જાય છે કે મોટી ફી ખર્ચીને પણ તાબડતોબ દાક્તરને પોતાના ઘરઆંગણે બોલાવે છેએક ક્ષણનો પણ વિલંબ એનાથી સહેવાતો નથી. આવા દર્દી એમ નથી વિચારતો કે કોઈ દિવસ એ તરફ જવાનું થશે ત્યારે દાક્તરને બતાવી દઈશ. પણ થોડો દુખાવો કે ઝીણું ઝીણું દર્દ હોય ત્યારે માણસ વિચારે છે કે સવારે પેઢીએ (કે ઑફિસે) જતાં રસ્તામાં દાક્તરને બતાવતો જઈશ; તેમ આત્મદર્શનનો તીવ્ર તલસાટ જાગ્યો ન હોય ત્યાં સુધી જ સાધનામાં વિક્ષેપરૂપ અન્ય પ્રવૃત્તિમાં માણસ રસ લઈ શકે છે. આત્મદર્શનની ઝંખના ઉત્કટ બને છે ત્યારે સંસારની સર્વ શીતળતા તેને તાપદાયી લાગે છે, સર્વ મધુરતા કડવી ભાસે છે, અને આત્માના સ્વાધીન-નિરુપાધિકનિરવધિ આનંદનો આસ્વાદ લેવા એના પ્રાણ એવા તલસે છે કે આત્મસાધના સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં તેને રસ રહેતો નથી; અને સાધના અર્થે સહેવું પડતું કોઈ કષ્ટ તેને કષ્ટ લાગતું નથી. એકાંતવાસ અને મીનસાધના/સમાજની સેવા કે અપરાધ? અહીં સાધક સમક્ષ એ પ્રશ્ન આવે કે, “શું લોકોપકાર અને શાસનપ્રભાવનાની પ્રવૃત્તિઓથી સાવ અળગા રહી એકાંતમાં કેવળ આત્મસાધનામાં જ નિમગ્ન થવું એમાં કર્તવ્યવિમુખતા નથી? તે ભલે ભિક્ષા માગીને ખાય, પણ તેને ખાવું તો પડે જ છે, અને જીવનની અન્ય જરૂરિયાતો પણ તે સમાજ પાસેથી સ્વીકારે છે, તો જે સમાજના શ્રદ્ધાભક્તિભર્યા સહકારથી તેની સંયમયાત્રા નિર્વિને નભે છે, તે સમાજને તેણે કંઈક ને કંઈક આપવું શું અનિવાર્ય નથી?' પ્રથમ નજરે આ દલીલ કોઈને Page #292 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા ૨૪૯ કદાચ યથાર્થ જણાય, પરંતુ જરા ઊંડો વિચાર કરતાં સમજાશે કે એ તર્ક ભ્રામક છે. એવું નથી કે એકાંતવાસ અને મૌનસાધનાનું તે વ્યક્તિ પૂરતું જ મૂલ્ય છે, સમષ્ટિનું હિત પણ એમાંથી નિષ્પન્ન થાય છે. આજે મોટાં ઔદ્યોગિક સાહસો, વેપારી પેઢીઓ, સરકારી ખાતાંઓ, શિક્ષણ સંસ્થાઓ પોતાના અધિકારીઓને અને કર્મચારીઓને કોઈ વિશિષ્ટ કૌશલની પ્રાપિત અર્થે ખાસ પ્રકારની તાલીમ લેવા, કે તેમણે પૂર્વે મેળવેલું કૌશલ બદલાતી પરિસ્થિતિ અને નવા પડકારોને પહોંચી વળે એવી ક્ષમતા પ્રાપ્ત કરે તે માટેના ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં-રેફ્રેશર કોર્સમાં– સંસ્થાના ખર્ચે મોકલે છે. તાલીમના સમયગાળામાં એ તાલીમાર્થી સંસ્થાનું કશું કામ કરતો ન હોવા છતાં, તે તે સંસ્થા એનો ખર્ચ ભોગવે છે અને, એ સમયનો પગાર પણ તે તાલીમાર્થીઓને આપે છે. શા માટે? કારણ સ્પષ્ટ છે : એ તાલીમ દ્વારા કોઈ વિશિષ્ટ કૌશલ ભલે તે તે અધિકારી / કર્મચારી જ મેળવતા હોય પણ એમણે પ્રાપ્ત કરેલા એ કૌશલનો નિપુણતાનો લાભ સરવાળે એમની સંસ્થાને મળે છે. તે જ પ્રમાણે, એકાંત-મૅન સાધનાના કાળ દરમ્યાન સાધક સમાજથી અળગો રહેતો હોવા છતાં, એની સાધનાનાં મધુર ફળોનો લાભ અંતે સમાજ પામે જ છે. બચપણથી જ ઢોર ચરાવવા લઈ જવાં વગેરે કામકાજમાં પિતાને મદદરૂપ થવા નિશાળનો ઉંબરો ન ચઢનાર ભરવાડનો પુત્ર અને કુટુંબથી દૂર વસી યુવાન વય સુધી અધ્યયનમાં રત રહી દાક્તર થનાર યુવક-એ બેમાંથી સ્વ-પરને વધારે ઉપકારક કોણ થઈ શકે? સ્કૂલ કે કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સમાજને કંઈ આપે છે? અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થી અને સંશોધનકાર્યમાં ખોવાયેલો રહેતો વૈજ્ઞાનિક એ ગાળા દરમ્યાન સમાજને આપતાં કશું જ નથી, સમાજ પાસેથી લે જ છે. તેમ સાધનાકાળ દરમ્યાન એકાંતવાસમાં રહેલા મૌન સાધક પાસેથી સમાજને કંઈ મળતું ન દેખાય, પણ સરવાળે એમનાથી સમાજ સમૃદ્ધ બને છે. પોતાના કાર્યમાં બહારની ડખલ ન રહે તે માટે જેમ વિદ્યાર્થી, વૈજ્ઞાનિક, કવિ, લેખક કે કલાકાર શાંત, નીરવ સ્થાન ઇચ્છે છે તેમ આધ્યાત્મિક સાધક પણ સઘન સાધનાના કાળમાં બહારથી આવતા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ | આત્મજ્ઞાન અને સાધનાપથ વિક્ષેપોથી દૂર રહી આત્મામાં વધુ ને વધુ નિમગ્ન થવા કાજે આવી અપેક્ષા રાખે તેમાં ખોટું શું છે? “સમાજ વચ્ચે રહીને જ સાધકે પોતાની સાધનામાં વિકાસ સાધવો જોઈએ' એવો આગ્રહ રાખવો કે તેના એકાંતવાસને ‘પલાયનવૃત્તિ’ કે ‘અકર્મણ્યતા'ના લેબલથી નવાજવો એમાં બુદ્ધિની પ્રૌઢતા નહિ પણ પૂર્વગ્રહબદ્ધતા છતી થાય છે. એ ખરું કે એકાંતવાસમાં સાધકે કરેલી પ્રાપ્તિની કસોટી તો તે સમાજ વચ્ચે આવીને વસે ત્યારે જ થાય. પણ જેમ મોટરગાડી લોકોની ભીડ અને ટ્રાફિકની અવરજવરવાળા માર્ગ ઉપર દોડાવવાની હોવા છતાં, ‘સ્ટીઅરીંગ વહીલ’ ઉપર પૂરતો કાબૂ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, અકસ્માતથી બચવા, પ્રારંભિક અભ્યાસી અવરજવર વિનાનો માર્ગ કે નિર્જન મેદાન પસંદ કરે છે; તેમ જનસંપર્કના કારણે સાધનામાં ઊભા થતા વિક્ષેપો અને વિનો ટાળવા માટે, સઘન સાધનાના કાળમાં સાધકનો એકાંતવાસ અને મૌન આવકાર્ય જ છે. આજે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક વ્યક્તિની આસપાસ તેની ઊર્જાનું વલયaura (ઑરા) હોય છે અને તે ક્યાંથી પસાર થાય છે તે માર્ગ પર પણ તેના પરમાણુઓ તેના પસાર થઈ ગયા પછીયે કલાકો સુધી રહે છે- જેના આધારે કૂતરાં ગુનેગારના સગડ મેળવી આપે છે, અર્થાત્ આપણે જ્યારે લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તેમના સારા-માઠા અદશ્ય ઊર્જવલયના અને તેમાંથી વિકિરિત અદશ્ય પરમાણુઓના અને તરંગોના સંસર્ગમાં પણ આવીએ છીએ. તાજેતરમાં જ પ્રકાશિત ‘વિજ્ઞાન-અધ્યાત્મને માર્ગે'* માં તેના લેખક ડૉ. બી. જી. નાયક નોંધે છે કે – વિશ્વકિરણોનાં સંશોધનો માટેના સાધનને પૃથ્વીના પેટાળમાં રાખવામાં આવ્યું હતું, જેથી તે બીજાં સૂક્ષ્મ કિરણોથી વિક્ષુબ્ધ ન બની જાય. તે જ રીતે, તપસ્વીઓ સાધના માટે પર્વતની ગુફા પસંદ કરે તે બિલકુલ વિજ્ઞાન સંમત ઘટના છે..... બ્રહ્મની ઓળખાણ કરવા માટે શુદ્ધ મન જરૂરી સાધન છે. શુદ્ધ એટલે વિચાર-વૃત્તિનાં આંદોલનો વગરનું અને કોઈ પણ જાતના વિક્ષોભ વગરનું મન. સૂક્ષ્મથીયે સૂક્ષ્મને પામવાનું હોવાથી, ભૌતિક જગતનાં સૂક્ષ્મ આંદોલનોથી પણ જે વિષુબ્ધ ન થયું હોય એવું મન જ સાચું દર્શન કરી શકે. * પ્રકાશક : ગ્રંથનિકેતન, મહાત્મા ગાંધી માર્ગ, વલસાડ-૩૯૬૦૦૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિષ્ઠા | ૨૫૧ એકાંતવાસનો સમય દરેક સાધકની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર જુદો જુદો હોઈ શકે. એનો આધાર સાધકનાં સંસ્કાર, પૂર્વતૈયારી, સાધનાની તીવ્રતા વગેરે ઉપર રહે છે. કોઈને માટે બે અઠવાડિયાં પૂરતાં હોય, તો કોઈને બાર અઠવાડિયાં જોઈએ, અને કોઈને બાર વર્ષ પણ ઓછાં પડે. પણ સમાજજીવનના પ્રવાહોમાં સીધો કશો જ ભાગ ન લેતાં, વર્ષો સુધી પોતાના પ્રયોગોમાં વ્યસ્ત રહેતો વૈજ્ઞાનિક જેમ એક દિવસ કોઈ નવી શોધ સમાજને ચરણે ધરે છે તેમ, પોતાની સાધના પરિપક્વ થતાં આધ્યાત્મિક સાધક સમાજની વચ્ચે આવે છે ત્યારે, એકાંતવાસમાં તેણે જે પ્રાપ્ત કર્યું હોય છે તેની લહાણી સમાજમાં કરે છે. સંસારના સર્વ દુ:ખસંતાપના મૂળનું અને તેના નિવારણના ઉપાયનું અને લાધેલું નિર્ભ્રાન્ત દર્શન અને તેના અંતરમાં જાગેલી કરુણા દુ:ખ-સંતપ્ત સમાજની વચ્ચે તેને નિષ્ક્રિય રહેવા દેતાં નથી. આત્મજ્ઞ સંતોનું અસ્તિત્વ પણ જગતને ઉપકારક એકાંતવાસમાં તેની સાધનાને પકાવી-વૈરાગ્ય, સમત્વ અને અંતમુખતાને દઢ કરી-અંત:સ્થ પરમાત્માનો જીવંત સંસ્પર્શ પામીને સમાજની વચ્ચે આવતા એ નિર્મમ, નિર્વેર અને નિર્ભય સંતનો સહવાસ સમાજને વ્યક્ત કે અવ્યક્તપણે અત્યંત લાભદાયી પૂરવાર થાય છે. એ ઉપદેશની ઝડીઓ ન વરસાવે તોયે એનાં નિર્મળ નેત્રો સામી વ્યક્તિમાં ધર્મભાવના પ્રેરે છે. એની દષ્ટિ સહવાસમાં આવનારના હૃદયને ઢંઢોળીને, આત્માની ભાષા દ્વારા, વિષયસુખની ભ્રામકતા અને સંસારની અસારતા મૌનપણે સમજાવી દે છે. એનો એક સ્પર્શમાત્ર સહવાસમાં આવનારની જીવનદષ્ટિ ધરમૂળથી બદલી નાખે છે. સંસારના તાપથી દાઝેલા દુ:ખી જીવો ઘડીભર એના સાંનિધ્યમાં બેસવામાત્રથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. મુમુક્ષુઓને, સ્વાનુભવના આધારે, ગચ્છ-મત-પંથના વિવાદથી પર સ્વચ્છ સાધનામાર્ગ ચીંધીને અને સમાજમાં સ્વસ્થ આધ્યાત્મિક મૂલ્યોની પ્રતિષ્ઠા કરીને, સમાજ-જીવનમાં તે શુદ્ધ ધર્મની મહેંક મૌનપણે પ્રસરાવે છે. જેની અંદર જયોત પ્રગટી ઊઠી હોય તેવા એક નાનકડા દીવાનુંયે તેજ તેની આજુબાજુના અંધકારને ઓગાળી દે છે તેમ એક પ્રબુદ્ધ વ્યક્તિના હૃદયમાં પ્રકાશી ઊઠેલી આત્મજ્યોત, કશા શોરબકોર વિના, બીજી Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આત્મજ્ઞાન અને સાધનાપથ વ્યક્તિઓના મોહાંધકારને ઓગાળી નાખે છે. આમ, આત્મનિષ્ઠ સંતના સહવાસ માત્રથી જગત લાભ પામે છે. સહવાસ તો દૂર, એવી વ્યક્તિનું આ ધરતીના પટ પર અસ્તિત્વ હોવું એ પણ સૌને માટે ઉપકારક છેકેવળ એમના અંતેવાસીઓ કે ભક્તોને જ નહિ પણ સમસ્ત માનવજાતને તે લાભપ્રદ બની રહે છે. વર્તમાન કાળે પણ આત્મજ્ઞ વ્યક્તિ આ ધરતી પર શ્વાસ લઈ રહી છે એ હકીકત જ મુમુક્ષુના હૈયામાં હામ પૂરે છે કે વર્તમાનમાં પણ એવી ઉન્નત આધ્યાત્મિક દશા પ્રાપ્ત થવી શકાય છે. ને એવી વ્યક્તિની હયાતી બાદ પણ, એની જીવનગાથા અનેકાનેક મુમુક્ષુઓ માટે દીવાદાંડી સમી પુરવાર થાય છે. દક્ષિણ ભારત (અરુણાચલ તિરુવન્નુમલાઈ)ના વિશ્વવિખ્યાત સંત રમણ મહર્ષિ આ સદીનું આવું એક અતિ જવલંત ઉદાહરણ છે. આમ, જાતે આત્મામાં પ્રતિષ્ઠિત થવું – એ માટેના પ્રયાસમાં નિમગ્ન રહેવું – એય જગતની મોટી સેવા છે. શ્રેષ્ઠ સેવા EO. “The best way for one to serve the world is to win the egoless state.” * શ્રી વિનોબા ભાવે આ તભને વધુ સ્કૂટતાથી રજૂ કરતાં કહે છે કે, જેનું ચિત્ત વિશ્વાભિમુખ છે, જેના ચિત્તમાં લેશમાત્ર અહંકાર નથી, જે પૂર્ણ શૂન્ય છે, એવી એક પણ વ્યક્તિ દુનિયામાં હોય તો તેનો પ્રભાવ પડી શકે અને જગતના ઉપદ્રવ શમી શકે. 13. If one jnani exists in the world, his influence will be felt by or benefit all people in the world and not simply his immediate disciples. – Sri Raman Maharshi, Day by Day With Bhagavan, Devaraj Mudaliar, 9-3 -46 Morning, p. 145 (Sri Ramanasraman, Tiruvannamalai - 606 603, South India). 97. The sage helps the world merely by being the real self. The best way for one to serve the world is to win the egoless state. — Sri Raman Maharshi, Be As You Are, edited by David Godman, p. 150. (Routledge & Kegan Paul, London). Page #296 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા ૨૫૩ મને ખાતરી છે કે ચિંતનથી અને ધ્યાનથી ઘણી બધી સેવા થઈ શકે છે. જેટલી સેવા કાર્યથી થાય છે તેનાથી ઘણી ઝાઝી સેવા ચિંતનથી અને ધ્યાનથી થાય છે. . માણસમાં વાસનાનો એવો આવેગ હોય છે કે ન કરવું અશક્યવત્ લાગે છે. એટલે ધૂળ કર્મયોગ લાચારીની વાત છે. પરંતુ જીવનમાં એવી પણ અવસ્થા આવવી જોઈએ જયારે સ્થળ ક્રિયાની જરૂર ન પડે અને સૂક્ષ્મ ભાવ-શક્તિથી કામ થતું રહે. ...ધૂળ કર્મયોગની એક મર્યાદા છે, સીમા છે. ત્યારબાદ એને છોડવો જોઈએ અને સૂક્ષ્મમાં પ્રવેશ કરવો જોઈએ....ક્ષેત્ર જેટલું વ્યાપક તેટલું આપણું કામ ભાવનાત્મક રહેવાનું. ક્ષેત્ર નાનું લઈએ તો કંઈક વિશિષ્ટ સ્થૂળ કાર્ય કરી શકીએ. અમુક જગ્યાએ સફાઈ કરવી હોય તો તે ઝાડુ લઈને થઈ શકે. પરંતુ સ્વચ્છ વિશ્વનું કાર્ય માનસિક હશે. જયાં આપણા પગ હોય તે સ્થાન સારુ શારીરિક કામ અને વિશ્વ સારુ માનસિક કામ. મનમાં ગંદકી ન રાખીએ તો વિશ્વની સ્વચ્છતાનું કામ કર્યું કહેવાય. વિશ્વ સાથે આપણું મન તદ્રુપ બને એ વિશ્વશાંતિનું સર્વોત્તમ સાધન છે. ... મોટા ક્ષેત્રમાં વાણી વધુ અસરકારક અને એનાથીયે વધુ અસર મૌનની. ... વિજ્ઞાનમાં પણ આશુશક્તિનો વિકાસ થયો ત્યારે ખ્યાલમાં આવ્યું કે સ્થૂળ શસ્ત્રો કરતાં સૂક્ષ્મ શસ્ત્રો અધિક પરિણામકારક હોય છે. વિશ્વશાંતિનું સર્વોત્તમ સાધન છે : આપણા મનને વિશ્વની સાથે તદ્રપ કરવું. કર્મ જેટલું ઓછું થશે અને આત્મિક ભાવપૂર્વકનું ધ્યાન જેટલું વધશે, તેટલું એ કામ સુલભ થશે. ધ્યાનથી ચિત્તને શાંતિ મળે છે, તેવી રીતે સામૂહિક ધ્યાન થાય તો સમૂહના ચિત્તને શાંતિ મળશે. પરંતુ જગત આખાના ઉપદ્રવ શમાવવા હોય તો ધ્યાન કરનાર અત્યંત નિરહંકાર, પરિપૂર્ણ, શૂન્ય હોવો જોઈએ. ... શૂન્યથી જેટલું અંતર રહેશે તેટલી નિષ્પત્તિમાં અનંતતા ઓછી રહેવાની.* માટે એકાંત અને મૌનસાધનામાં પોતાની સર્વ શક્તિ કેન્દ્રિત કરવાનો આદેશ યસ્થ ગુરુ તરફથી મળે ત્યારે તે ઝીલી લઈ, સાધક, સમાજ તરફ પીઠ વાળીને, વ્યક્તિગત સાધનામાં ખૂંપી જતાં ખચકાવું ન જોઈએ. એ આદેશને અનુસરવામાં સ્વનું અને સમાજનું – બન્નેનું શ્રેષ્ઠ શ્રેય રહેલું છે. * વિનોબા ભાવે, મહાગુહામાં પ્રવેશ, પ્રથમ આવૃત્તિ, પૃષ્ઠ ૧૩૨-૧૩૭માંથી સંકલિત. યજ્ઞ પ્રકાશન, હુઝરતપાગા, વડોદરા ૩૯૦ ૦૦૧. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આત્મજ્ઞાન અને સાધનાપથ ‘કશું જ ઉત્પાદક કામ કર્યા વિના ધર્મ અને અધ્યાત્મના નામે પોષાતી આવી અકર્મણ્યતા કેમ ચલાવી લેવાય?’ – એવું માનવા-મનાવવાના ચાળે ચડવાને બદલે સમાજે પણ આવા પ્રયત્નને પ્રોત્સાહન આપવું ઘટે. સમાજથી અળગા રહી આંતરિક સાધનામાં લાગી જવાની પોતાની ઇચ્છા છતાં, મુનિજીવનની વર્તમાન પ્રણાલિકાને એકદમ છોડી દઈને નવા ચીલે કદમ માંડવાનું સાહસ દાખવી ન શકનાર સાધુ-સાધ્વીઓએ પોતાની આંતરજાગૃતિની જયોત બુઝાઈ જવા ન દેવી હોય તો છેવટે વર્ષમાં એકાદ મહિનો, લોકસંપર્કથી શક્ય તેટલા અળગા રહી, એકાંત અને મૌન સાધનામાં ગાળવો જોઈએ. આત્મદર્શનના ઇછુક ગૃહસ્થ સાધકોય આટલું તો કરી શકે. વર્ષમાં એકાદવાર હવાફેર કે પર્યટન માટે સમય કાઢી શકનાર માટે આ અશક્ય ન લેખાવું જોઈએ. સાધનાને અગ્રિમતા આપીએ ધ્યાનાભાસ અને સ્વરૂપ-સ્મૃતિની સાધનાનું મહત્ત્વ ચિત્તમાં વસાવી સાધક તેને સર્વ પ્રવૃત્તિમાં ટોચની અગ્રિમતા-top priority-નથી આપતો તો, તેની શરૂઆત કર્યા પછીયે, થોડા જ વખતમાં તે અભ્યાસ છૂટી જાય છે. જે સમય તે સાધનામાં ખર્ચવા ઇચ્છતો હોય તે સમય પોતા માટે મેળવી લેવા અનેકવિધ પ્રવૃત્તિઓ, જાણે સ્પર્ધામાં ઊતરી હોય તેમ, પોતાનાં પ્રલોભનો સાથે તેની સમક્ષ આવે છે. એ અવસરે સાધનાને જ તે સર્વાધિક મહત્ત્વ આપે તો જ તે એ અભ્યાસમાં આગળ વધી શકે છે; અન્યથા સાધનામાં ખાડા પડવા શરૂ થાય છે, ને એ ભંગાણ ઉત્તરોત્તર વધતું રહી, અંતે સાધના સાવ સ્થગિત થઈ જાય છે. માટે આત્માર્થીએ તેની સર્વ પ્રવૃત્તિમાં આ સાધનાને ટોચ-અગ્રિમતા આપતાં રહી, સ્નાન અને ભોજનની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં અચૂકપણે એને માટે સમય કાઢી, એક પણ દિવસનો ખાડો પાડયા વિના, સાધનારત રહેવું ઘટે. વડાપ્રધાન કે એવા જ કોઈ મોટા માણસ સાથે મુલાકાતનો સમય નક્કી કર્યો હોય તો તે સાચવવા આપણે કેટલી તકેદારી રાખીએ છીએ. તે સમયે કયાંકથી જમવાનું કે ચા-પાણીનું કોઈ આમંત્રણ તો ઠીક પણ, બીજું કોઈ અગત્યનું જણાતું કામ આવી પડે તોયે શું આપણે એ મુલાકાતને પડતી મૂકીશું? ધ્યાનાદિ સાધનાનો સમય એ પરમાત્મા સાથેની એપોઇન્ટમેન્ટ' છે, એ ન વિસરીએ. Page #298 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા ૨૫૫ પરંતુ આપણા જીવનની કરુણતા એ છે કે આપણે અનેક નિ:સારનિરર્થક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકીએ છીએ, પણ જીવનની સૌથી અગત્યની આ પ્રવૃત્તિ માટે સમયની માગ આવે ત્યારે આપણે કહીએ છીએ કે સમય નથી! શ્રેય અને પ્રેય વચ્ચે પસંદગી કરવાની પળે આપણે ગોથું ખાઈ જઈએ છીએ. મહત્ત્વાકાંક્ષા અને ખોટી તૃષ્ણાઓને લીધે આપણે બિનજરૂરી જવાબદારીઓ માથે લઈએ છીએ અને પછી તેમાં એવા અટવાઈ જઈએ છીએ કે તેમાંથી નીકળવું લગભગ અશક્ય બની જાય છે. સવારના ઊઠીએ ત્યારથી એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં પરોવાતા રહીએ છીએ અને એ પ્રવૃત્તિના આકર્ષણે – એમાંથી કંઈક પ્રાપ્તિની આશાના તાંતણે – એવા બંધાઈ જઈએ છીએ કે તેમાંથી જાતને કદી મુક્ત કરી શકતા નથી. પરિણામે પ્રવૃત્તિની એ ઘટમાળ આપણો અંતશ્ચક્ષુ આડે એવું ઘટ્ટ આવરણ ઊભું કરી દે છે કે આપણું જીવનધ્યેય વિસારે પડી જાય તેથી, વિવિધ પ્રવૃત્તિઓ માટે આપણા સમયની ફાળવણી કરતી વખતે સાધનાને અગ્રિમતા આપવી ઘટે. પ્રતિપળ સેંકડો પ્રવૃત્તિઓ આપણા સમયને સ્વાહ કરી જવા જાણે ટાંપીને બેઠી હોય છે. એ દરેકની માગણી જો સંતોષવા જઈશું તો, મંજિલે પહોંચવાની વાત તો દૂર રહી, આપણા જીવનધ્યેયની દિશામાં એક ડગ પણ આપણે માંડી નહિ શકીએ. માટે, અનાવશ્યક પ્રવૃત્તિઓને દિનચર્યામાંથી રુખસદ આપી દઈ, માનવજીવનના આ સૌથી મહત્ત્વના કાર્યને અગ્રિમતા આપી રોજ થોડો નિયત સમય તેને ફાળવવો ઘટે. આત્મવિકાસમાં દેખી શકાય એવી પ્રગતિ કરવા ઇચ્છતા સાધકે સાધના માટેનો નિયત સમયે દઢપણે સાચવવો જોઈએ. એ સમયે ગમે તેવું મહત્ત્વનું દેખાતું કે લાભદાયક જણાતું કોઈ કામ આવી પડે તોયે વિચલિત ન થતાં, વિશ્વના મંગળ વિધાનમાં વિશ્વાસ મૂકી, સાધનાને અગ્રિમતા આપવી*. એથી વ્યવહારનાં કામ સીદાશે કે પોતાને કંઈ નુકસાન વેઠવું પડશે એવો ભય ન રાખવો. પરમાત્માને ભૂલીને સંસારનાં કામ સુધારવા આના એક પ્રેરક દાંત અર્થે જુઓ પ્રકરણના અંતે પરિશિષ્ટ : “.તૈgi योगक्षेमं वहाम्यहम्।' Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ જઈશું તો એ સુધરતાં નથી, બગડે છે. પરમાત્માને પરમ વિશુદ્ધ ચૈતન્યને દયમાં પધરાવી કરેલું પ્રત્યેક કાર્ય સફળ થાય છે – આપણા હિતમાં પરિણમે છે. કેટલીક વખત દેખીતા નુકસાન કે નિષ્ફળતામાં પણ આપણું ભાવિ હિત છુપાયેલું હોય છે. આપણી અલ્પ સમજ મુજબ આપણે અમુક બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં આપણી સુરક્ષિતતા કલ્પીએ છીએ. આપણી એ માનેલી સુરક્ષિતતાનો આધાર ધન હોય, સ્વજન હોય, પેઢી હોય કે પદ હોય, પણ એ ન ભુલાવું જોઈએ કે આપણા જીવનમાં ભૌતિક લાભહાનિ પ્રારબ્ધ કર્મને અધીન છે. કોટયાધિપતિઓને પણ રાતોરાત ભિખારી થઈ જતા આપણે નજરોનજર જોઈએ છીએ. અઢળક સંપત્તિ, પ્રેમાળ પરિવાર, ધમધોકાર ચાલતા વેપાર-ધંધા સામાજિક પ્રતિષ્ઠા કે પદમાં વાસ્તવિક સલામતી નથી. એ બધું સ્વભાવથી જ અસ્થિર અને વિનાશશીલ છે. અવિનાશી, અચલ પરમાત્માનો–પરમ-આત્માનો-આધાર લઈને જ આપણે નચિંત થઈ શકીએ. એ અચલ આધાર સિવાય આ જગતમાં કશું સલામત નથી. પોતાનાં સુખ-સલામતી માટે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર આધાર રાખનાર એવાં તણખલાં ઉપર આધાર રાખે છે કે જે પવનના એક ઝપાટામાં ઊડી જાય, પણ પરમાત્માનો અચલ આધાર લેનારે કદી પસ્તાવું પડતું નથી. એ વિશ્વાસ રાખશો કે સાધનાનો સમય સાચવવા જતાં ભૌતિક જગતમાં આપણે જે લાભ જતો કરીએ છીએ તેના કરતાં અનેકગણું કોઈ અન્ય દ્વારેથી આપણા ખોળામાં આવીને પડે જ છે. પરમાત્માની શક્તિ અનંત છે–અચિંત્ય છે, એને આપણું હિત કરવાના હજાર માર્ગ છે. કયે માર્ગે આવીને એ આપણને ન્યાલ કરશે તે આપણે સમજી-કલ્પી શકતા નથી. અર્થાત્ દુનિયાનાં કામ સુધારવાના મોહમાં પરમઆત્મા સાથેની ‘એપોઇન્ટમેન્ટ’–મુલાકાત-ની તક આપણે એળે જવા દઈશું તો સરવાળે એ ખોટનો જ વેપાર પુરવાર થવાનો. એ જ રીતે, નિવૃત્ત થયા પછી ધર્મસાધના કરવાના મોહક પણ મૃગજળ સમ સ્વપ્નમાં રાચવું કે ધર્મસાધના માટેના પૂર્ણ અનુકૂળ સંયોગોની રાહ જોઈ બેસી રહેવું મુમુક્ષુ માટે ઉચિત નથી. પોતાને પ્રાપ્ત સંયોગોમાં જે શકય હોય તે આરાધના તે કરતો ન રહે તો, સંભવ છે કે, સાધનાનો આરંભ તે કદી નહિ કરી શકે. નિવૃત્ત થયા પછી ધર્મસાધના કરવાની યોજના સારી છે, પરંતુ ધર્મસાધનાને અગ્રિમતા આપવાનો સંસ્કાર Page #300 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા ૨૫૭ પૂર્વે ચિત્તમાં નહિ નાખ્યો હોય તો, તે સમયે અનેક પ્રવૃત્તિઓ તેના સમયને સ્વાહા કરી જશે. વળી, નિવૃત્ત થવાનો અવસર આવે તે પહેલાં જ શરીરને કોરી ખાનાર કોઈ વ્યાધિ, અકસ્માત્ કે મૃત્યુ આવે ને આપણી સર્વ યોજના ધૂળમાં મેળવી દે, એ સંભાવના પણ કયાં નથી? આ સંભાવના ઝડપી વાહનવ્યવહાર દ્વારા રોજ સર્જાતા અનેક પ્રાણઘાતક અકસ્માતો, વ્યાપક બનતા જતા આતંકવાદ અને માથે ઝળુંબી રહેલા આયુદ્ધના આજના જમાનામાં તો ઑર વધી છે. જ્ઞાનીઓ તો આપણને ચેતવે જ છે કે મૃત્યુ પડખે જ બેઠું છે; એ ક્યારે ત્રાટકશે તે આપણે જાણતા નથી. સાધનાને આવતી કાલ ઉપર મુલતવી રાખવામાંય જોખમ છે; “આવતી સાલ'ની તો વાત જ ક્યાં? તેથી આત્મસાધનાને આપણી દિનચર્યાનું જ એક અનિવાર્ય અંગ બનાવી દેવું ઘટે. શાણો માર્ગ એ છે કે સ્વરૂપસ્મૃતિની સાધનાને આપણા જીવનમાં તાણાવાણાની જેમ વણી લેવી. એ માટે વર્ષમાં એક માસ, મહિને એકાદ-બે દિવસ, દિવસના ચોવીસ કલાકમાંથી એકાદ કલાક અર્થાત્ રોજ એક સામાયિક જેટલો સમય અને પ્રત્યેક કલાકમાંથી બે-ચાર મિનિટ ધ્યાન કે સ્વરૂપજાગૃતિના અભ્યાસ માટે અલગ ફાળવતાં રહીએ તો, વખત જતાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં આત્મજાગૃતિ ટકી શકે એવી ક્ષમતા પ્રાપ્ત થવાની આશા રાખી શકીએ. આવી ક્ષમતા પ્રાપ્ત કરનાર ગૃહસ્થ સાધક પણ, કુટુંબની સાથે વસવાટ તથા પારિવારિક અનેક જવાબદારીઓનું પરિવહન કરવા છતાં, અંતરથી ન્યારો રહી શકે છે. બીજી બાજુ, સ્વરૂપાગૃતિની કળા હસ્તગત ને થઈ તો, એ સંભવિત છે કે, અણગાર થઈને ધાર્મિક પ્રવૃત્તિના વાતાવરણમાં આખોયે વખત આત્માની, મુક્તિની અને સાધનાની વાતો કરતાં રહેવા છતાં, અંતર તો ઔદયિક ભાવોમાં જ બદ્ધ રહી જાય અને આણગારનો વેશ અને બાહ્ય ક્રિયા હોવા છતાં, જીવનભર અહં-મમના આવેગોમાં જ તણાતા રહી દુર્ગતિમાં ધકેલાઈ જવાય." ૧૫. સીત્ર ( ર ધારફત્તા, સાથે વિયે વૃદ્દત્તા તે असंजए संजय लप्पमाणे, विणिवायमागच्छइ से चिरंपि।। – ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૨૦, ગાથા ૪૩. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આત્મજ્ઞાન અને સાધનાપથ મુક્તિની પ્રાપ્તિ અર્થે શું સંન્યાસ દીક્ષા અનિવાર્ય છે? કોઈ પ્રબુદ્ધ ગૃહસ્થ સાધક ગૃહસ્થાશ્રમની અનેકવિધ જવાબદારીઓ નિભાવવાની સાથોસાથ મુક્તિમાર્ગે પણ પ્રગતિ કરી શકે તેની ના નથી, કિંતુ, એમ કરવું સૌ માટે શક્ય નથી. ગૃહસ્થાશ્રમીએ અનેક વિક્ષેપો, વિનો, અવરોધો, અડચણોની વચ્ચે રહીને સાધના કરવાની રહે. એટલે મુમુક્ષની ઘણી શક્તિ એ બધાં પરિબળો સામે ઝઝુમવામાં ખર્ચાઈ જાય છે અને સાધના માટે તેની પાસે અલ્પ સમયશક્તિ જ બચે છે. આથી, ઉત્કટ મુમુક્ષાવાળાને હિન્દુ, જૈન, બૌદ્ધ આદિ ધાર્મિક પરંપરાઓ દીક્ષિત જીવન અંગીકાર કરીને સંપૂર્ણ સાધનામય જીવન વિતાવવાનો અનુરોધ કરે છે. કોઈ શારીરિક વ્યાધિની ચિકિત્સાર્થે શસ્ત્રક્રિયા ‘ઓપરેશન’ કરાવવું આવશ્યક હોય ત્યારે કે મોટી બીમારી વખતે, દરદીને પૂરી અને તાત્કાલિક સારવાર મળી શકે તે માટે જયાં ઉપચારનાં બધાં સાધન-સગવડ અને વાતાવરણ ઉપલબ્ધ હોય એવી કોઈ હૉસ્પિટલમાં નસિંગ હોમમાં દાખલ કરાય છે; તેમ આત્મોન્નતિ માટે પૂર્ણ સમયનું સાધનામય જીવન ગાળવા ઇચ્છતા મુમુક્ષુ સાધક માટે ગૃહત્યાગ સહાયક છે. કિંતુ, ત્યાગીનો વેશ ધારણ કરીને, ગૃહસ્થ જીવનની જવાબદારીઓથી મુક્ત થયેલો શ્રેયાર્થી કર્મકાંડ અને બાહ્ય તપ-ત્યાગમાં જ સાધનાની ઇતિશ્રી માની લે તો આત્મોત્થાનનું પ્રયોજન સરતું નથી. આત્મોન્નતિના અર્થીએ તો સતત અંતર્મુખ અને સતર્ક રહી, અપ્રમત્તભાવે પોતાની ચિત્તવૃત્તિઓનું સંશોધન કરતા રહેવું પડે અને અહંમમના તાણાવાણા ઉકેલવા સદા જાગૃત રહેવું પડે. ચિત્તની બહિર્મુખ દોડ સંકેલી લઈને અંતર્મુખ થયા વિના, સંન્યાસ દીક્ષા સાર્થક થતાં નથી. અંતર્મુખ જીવન જીવવા માટે જરૂરી સહાયક વાતાવરણ મેળવવા ગૃહત્યાગ છે. સ્થળ ત્યાગ કર્યો હોવા છતાં અને ધાર્મિક' ગણાતી પ્રવૃત્તિમાંસાંપ્રદાયિક કર્મકાંડ, શાસ્ત્રોનું પઠન-પાઠન, ઉપદેશ, આત્માની અને મોક્ષની ચર્ચા ઇત્યાદિમાં–સમય પસાર કરાતો હોવા છતાં, જો જીવનનો આંતરપ્રવાહ ન બદલાય, ચિત્તવૃત્તિ બહિર્મુખ જ રહે અને અંતરમાં અહ-મમની વૃત્તિઓનું તાંડવ પૂર્વવત ચાલુ રહે, તો ઘરબારનો ત્યાગ અને વૈરાગીનો વેશ વિફળ જાય છે એટલું જ નહિ, આત્મવંચના દ્વારા તે વધુ અનર્થકર પણ બને છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા. ૨૫૯ અંતર્મુખતા અને સંયમ/ત્યાગ– કોનો, કેટલો ફાળો? સ્વરૂપજાગૃતિ અને વિરતિ – એ બે વડે મુક્તિપંથ કપાય છે. મુક્તિની દિશામાં આત્મજાગૃતિ પહેલું ચરણ છે, વિરતિ, ત્યાગ એની સાથે ભળે તો મુક્તિપ્રયાણ વેગવાન બને છે. બીજી બાજુ, પૂર્ણવિરતિ/ સર્વવિરતિ અર્થાત્ મુનિજીવન હોય પણ આત્મજાગૃતિનું તત્ત્વ ખૂટતું હોય તો મુક્તિ વેગળી જ રહે છે, જયારે સ્વરૂપ-જાગૃતિ અખંડ હોય અને વિરતિ તરફ માત્ર અંતર જ ઢળેલું હોય એવા આત્માઓ-અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ-ત્રણ જ ભવમાં મુક્તિ મેળવી લે છે. કારણ કે, ઊંઘમાંથી જાગી જતાં જેમ રાતનાં સ્વપ્નાં ટકતાં નથી તેમ આત્માના શુદ્ધ સ્વભાવના ભાન સાથે વિષયતૃષ્ણા અને મલિન વૃત્તિઓ ટકી શકતી નથી અને શુભ વૃત્તિઓ સ્વયં પુષ્ટ થાય છે. સ્વરૂપનો અપરોક્ષ બોધ થઈ જતાં વિષયો પ્રત્યેની અંતરની આસક્તિ છૂટી જાય છે, અહેમમનાં સંકુચિત કુંડાળાઓમાંથી આત્મા મુક્ત થઈ જાય છે અને મોડી વહેલી, પૂર્ણ નહિ તો આંશિક વિરતિ, ત્યાગ, તો એની પાછળ આવે જ છે. કુર્માપુત્ર, રાજર્ષિ ભરત વગેરેએ આ બેના આધારે જ ગૃહસ્થપણામાં જ આતમગઢ સર કરી લીધેલો. ગૃહત્યાગ વિના, આત્મજાગૃતિના બળે મુક્તિ પયંતનો પંથ કપાય છે પણ, આત્મજાગૃતિ વિના – દેહથી ભિન્ન સ્વની પ્રતીતિ વિના – સર્વવિરતિના બાહ્યાચારનું ઉચ્ચ કક્ષાનું પાલન પણ નવચૈવેયકનાં – અર્થાત ઉચ્ચતર સ્વર્ગલોકનાં – ભોગસુખો આપી અટકી જાય છે, એ ક્યારેય મુક્તિ પર્યત લઈ જઈ શકતું નથી. આત્મજાગૃતિ હોય તો સંસારની ‘કાજળ કોટડી'માં વસીનેય સાવ નિર્લેપ રહી શકાય છે. ચક્રવર્તીપદ, તથા એની સાથે સંકળાયેલાં વિપુલ ઐશ્વર્ય, અઢળક ભોગવિલાસ અને બેસુમાર આરંભ-સમારંભ ચાલુ હોવા છતાં દુર્ગતિના બદલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ ચક્રવર્તી ભરતને શાના બળે થઈ? બાહ્યજીવનના દીવાનખાનામાં જ એમને જોવાથી આ કોયડો ઉકેલી ન શકાય, પણ એમના અંતરખંડમાં ડોકિયું કરવાથી આનો ઉત્તર મળી રહે છે. પ્રબળ પ્રારબ્ધ કર્મવશાત્ એ સર્વવિરતિના ધોરી માર્ગે પગ નહોતા માંડી શક્યા પણ એમના અંતરમાં અખંડ આત્માનુસંધાનની જયોત સદા પ્રજવલિત રહી. ‘આ દેહ નથી, કર્મકૃત મારું વ્યક્તિત્વ અને એની સાથે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આત્મજ્ઞાન અને સાધનાપથ સંકળાયેલું સઘળું મારાથી ભિન્ન છે, સંસારનાટકના તખ્તા ઉપર કમેં આપેલો ક્ષણવાર પૂરતો એ એક વેશ માત્ર છે' – આ ભાન સાથે એ જીવતા હતા. એમનું સમ્યગ્દર્શન ક્ષાયિક ભાવનું અર્થાત્ જેમાં અખંડ એકસરખી આત્મજાગૃતિ ટકી રહે એવું હતું. વિષય-કષાયના વાવંટોળમાંયે આત્મજાગૃતિની એ જયોતને કશી આંચ આવી શકે તેમ હતું જ નહિ. ક્ષાયિક સમદષ્ટિ આત્માની વૃત્તિ સદા સ્વરૂપાભિમુખ જ રહે છે; આથી ભૌતિક જગતના લાભ-નુકસાનથી ન તો એનું અંતર નાચવા લાગે છે કે ન રોવા લાગે છે. એક પ્રેક્ષકની જેમ બંને સ્થિતિઓનો તમાશો એ જોયા કરે છે. કર્મકત વ્યક્તિત્વને સ્પર્શતી ઘટનાઓથી એનું અંતર મહદ્ર અંશે નિર્લિપ્ત રહે છે. ‘કંઈક મેળવવાની’ કે ‘કંઈક થવાની’ આકાંક્ષાઓ શમાવી દઈ, પૂર્વ પ્રારબ્ધ કર્માનુસાર પ્રાપ્ત પરિસ્થિતિમાંથી એ માત્ર સાક્ષીભાવે પસાર થવાનું જ પસંદ કરે છે. આત્માનુભૂતિ થતાં જડ માત્ર પડછાયો જ ભાસે છે, એનું મહત્ત્વ આત્માનુભૂતિયુક્ત આત્માના અંતરમાં રહેતું નથી." આથી બેહદ પરિગ્રહ, વિપુલ ભોગવિલાસ અને બેસુમાર આરંભ-સમારંભની પ્રવૃત્તિ વચ્ચેય ચક્રવર્તી ભરત જળકમળવત્ અંતરથી ન્યારા જ રહેતા. એ પ્રવૃત્તિઓને એમનું અનુમોદન ન હતું. આથી એમને પાપકર્મનો અનુબંધ નહોતો રહ્યો. પાપકર્મ નહીં પણ પાપકર્મનો અનુબંધ જ ભવમાં રખડાવનાર છે. આત્મજાગૃતિ હોય ત્યાં પૂર્વસંસ્કારવશ, વર્તમાન વિષમ સંયોગોવશ કે ચારિત્રમોહનીય કર્મવશ કદાચ ઇન્દ્રિયોને અનુકૂળ આચરણ કે પાપપ્રવૃત્તિ થાય, તોપણ તેનો અનુબંધ પડતો નથી; અર્થાત્ એનાથી એવો કર્મબંધ થતો નથી કે જેથી પાપપ્રવૃત્તિની પરંપરા ૧૬. મોપિત. પૂર્યાસ્તથા મોઢ#ોપમાન भुजानोऽपि ह्यसंग: सन्, प्रयात्येव परं पदम्। – યોગદષ્ટિ સમુચ્ચય, શ્લોક ૧૬૬. ૧૭. સો ય વો મૂરું ભવપાયવસે વિનેગર एयम्मि य वोच्छिन्ने, वोच्छिन्नो चेव एसोत्ति॥ ટીકા : નાગુમાનુજન્ય: પાપો, મૂરિ મવપVT. સ્તfસ્મश्चाशुभानुबन्धे व्यवच्छिन्ने सम्यग्ज्ञानतो, व्यवच्छिन्नश्चैवोपरत एवेष भवपादप इति। – ઉપદેશપદ, ગાથા ૩૭૬. Page #304 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા ૨૬૧ ચાલે. એટલે, પ્રબળ ચારિત્રમોહના ઉદયના કારણે સર્વવિરતિની ગેરહાજરી હોવા છતાં અને ઇન્દ્રિયાનુકૂલ આચરણ ચાલુ રહ્યું હોવા છતાં, અખંડ આત્મજાગતિના પ્રતાપે અશુભ કર્મનો અનુબંધ સમાપ્ત થઈ જતો હોવાથી, એ વિષયોપભોગ કે આરંભ-સમારંભ મુક્તિપ્રયાણમાં બાધક નથી રહેતાં.“ અવિરત સમ્યગ્દષ્ટિની બાહ્ય પ્રવૃત્તિ ભલે બીજી વ્યક્તિઓની પ્રવૃત્તિ જેવી જ દેખાતી હોય પણ તેના અંતરમાં જુદા જ ભાવો રમતા હોય છે; પ્રવૃત્તિ ભોગની હોવા છતાં ત્યાગવૃત્તિ તેના અંતરમાં વ્યાપ્ત રહે છે. પ્રબુદ્ધ વ્યક્તિઓ જ વૃત્તિના આ ભેદને પરખી શકે છે. આમજનતા (the masses) તો બાહ્ય તપ-ત્યાગ-તિતિક્ષાને જ આધ્યાત્મિકતાનો માપદંડ માની લે છે; પરંતુ જ્ઞાનીઓનાં કાટલાં જુદાં છે. જ્ઞાનીઓ કેવળ બાહ્ય તપ, ત્યાગ કે તિતિક્ષા કરતાં વૃત્તિનો ઢાળ કઈ તરફનો છે એને વધુ મહત્ત્વ આપે છે. આત્મજાગૃતિ કે એના લક્ષ વિનાની પૂર્ણ સર્વવિરતિનીયે તેઓ ૧૮. (i) ઇસ્માદ્ધિ સજ્ઞાનમ-વૃન્ય પ્રવાdવેચવારિત્રહોવિ न्द्रियानुकूलाचरणरूपया द्रव्यतो मनोरुचिविकलत्वेनाप्रधानभावात् संगतमपि संयोगभागपि नियमेनैकान्तत एव भवति फलांगं मोक्षलक्षणफलनिमित्तम्। कुत इत्याह-अशुभानां ज्ञानावरणादिपापप्रकृतीनामनुबन्ध उत्तरोत्तरवृद्धिरूपस्तस्य व्यवच्छेदस्त्रुटिस्तस्य भावात्। – ઉપદેશપદ, ગાથા ૩૭૫ અને તેની ટીકા. (ii) વહુ નિરોધાર્થ નિવૃત્તિ રજીપ વિતા निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ।। – અધ્યાત્મસાર, વૈરાગ્યસંભવ., શ્લોક ૨૨; સાથે જુઓ શ્લોક ૨૩-૨૫. સરખાવો : ज्ञेयः स नित्यसंन्यासी, यो न द्वेष्टि न काङक्षति। निर्द्वद्वो हि महाबाहो, सुखं बन्धात् प्रमुच्यते॥ – ભગવદ્ગીતા, અધ્યાય, પ., શ્લોક ૩. ૧૯. (i) મર્મના ક્ષેત્રોન વપૂર્ઘતમન વા महान्तं बाह्यदृग् वेति चित्साम्राज्येन तत्त्ववित्।। – જ્ઞાનસાર, તત્ત્વદેટ્યષ્ટક, શ્લોક ૩. (ii) જુઓ : આચાર્ય હરિભદ્રસૂરિકૃત ષોડશક પ્રકરણ, ષોડશક ૧. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ / આત્મજ્ઞાન અને સાધનાપથ મોક્ષસાધન તરીકે કૂટી કોડીની કિંમત નથી આંકતા, ત્યાં કોઈ આંશિક વ્રત-નિયમ કે બાહ્ય તપ-ત્યાગ-તિતિક્ષાની તો વાત જ કયાં? – આ તથ મુમુક્ષુના લક્ષ બહાર ન જવું જોઈએ. સર્વવિરતિ પ્રાયોગ્ય સૂક્ષ્મ અહિંસાનું જ્ઞાન અજૈન સાધુસંતોમાં જોવા ન મળતું હોવા છતાં, ખુદ ભગવાન મહાવીર પ્રભુએ ફોડ પાડીને કહ્યું છે કે જૈન દર્શનના અનુયાયી ન હોય એવા સાધુસંતો અને ગૃહસ્થો સુધ્ધાં પણ મુક્તિ મેળવી શકે છે. બીજી બાજુ, એ શક્ય છે કે સર્વવિરતિની પ્રતિજ્ઞાપૂર્વક જૈનદર્શન-નિર્દિષ્ટ શુદ્ધ સાધુચર્યાનું પૂર્ણ પાલન હોવા છતાં, મુક્તિ દૂર જ રહે, અર્થાત્ આત્મજાગૃતિ વિના સર્વવિરતિનું ઉચ્ચ કોટિનું પણ આચરણ મુક્તિ અપાવતું નથી. આમ, એકલી સર્વવિરતિ મુક્તિપ્રમાણમાં વિફળ જઈ શકે પણ આત્મજાગૃતિ અખંડ હોય તો સફળતા નિશ્ચિત છે. ૨૦. (i) ચેતન કું પરખ્યો નહિં ક્યા હુઆ વ્રત ધાર; શાલ વિહૂણા ખેતમે વૃથા બનાઈ વાડ. – યોગીશ્વર ચિદાનંદજી, અધ્યાત્મબાવની, ગાથા ૯. (ii) જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો રે. કોઈ કહે અમે લિંગે તરશું, જૈન લિંગ છે વારુ, તે મબા, નવિ ગુણવિાણુ તરિયું, ભુજ વિણ ન તરે તારુ રે. – ઉપાધ્યાય યશોવિજયજી, ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧, ગાથા ૧૬–૧૮. ૨૧. શ્રી પન્નવણા સૂત્ર, પ્રથમ પદ, સૂત્ર ૯. २२. शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः अनन्ताः व्यतिक्रान्ता भवे, परिपूर्णा अपि, सर्वेषां भवभाजां प्रायेण, अव्यवहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः । – ઉપદેશપદ, ગાથા ૨૩૩, ટીકા. Page #306 -------------------------------------------------------------------------- ________________ સાધન-નિકા | ૨૬૩ હું દેહ’ એ ભાનમાં જીવનાર વ્યક્તિ-ચાહે તે જૈન હોય કે અજૈન, મુનિ હોય કે ગૃહસ્થ, અવિરતિ હોય કે સર્વવિરતિ-એ મિશ્રાદષ્ટિ છે આ ‘પ્રકૃતિથી પર–અર્થાત્ દેહાદિ સમસ્ત પુદ્ગલ દ્રવ્યથી અને કર્મકૃત સર્વ અવસ્થાઓથી પર-હું વિશુદ્ધ ચૈતન્ય છું' એ ભાવમાં જીવનારો જૈન હોય કે અજૈન, એ સમષ્ટિ છે;" એ વિરતિધર ન હોય તોયે મુક્તિપથનો ગતિશીલ પ્રવાસી છે. જેનું આટલું બધું મહત્ત્વ છે તે આત્મજાગૃતિની સાધનાને આપણે કયાં સુધી ઉવેખતા રહીશું? સાધના કયાં સુધી? ઘણીવાર સાધક અનુભવે છે કે ઘણા લાંબા સમય સુધી ખંતપૂર્વક સાધના કરતા રહેવા છતાં કોઈ વિશેષ અનુભવની પ્રાપ્તિ થતી નથી કે નથી ખાસ કંઈ પ્રગતિ થતી જણાતી; તો કેટલીકવાર સાધકને કોઈ અસામાન્ય અનુભવ અચાનક અનાયાસ આવી મળે છે. એટલે, અમુક હદ સુધી પ્રગતિ કર્યા પછી કેટલાક નિષ્ઠાવાન સાધકોને પણ પ્રશ્ન થાય છે કે ધ્યાનાદિ સાધનાને વળગી રહેવું કે ના આ ય સ ર તિથી, યહ પરમ પૂTઈ હૈ' એમ માની, જીવનને પ્રારબ્બાનુસાર સહજભાવે વહેવા દેવું? મહર્ષિ શ્રી રમણે આનો ટૂંકો ને ટચ જવાબ આપ્યો છે : “પસંદગી કે પ્રયાસ વિનાની સહજ જાગૃતિ એ જ આપણો સ્વભાવ છે. એ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ અને તેમાં ટકી રહીએ તો તો કોઈ પ્રશ્ન જ નથી; પણ ૨૩. (i) પર પરિણતિ અપની કર માને, કિરિયા ગર્વે ઘહેલો, ઉનકું જૈન કહો કયું કહીએ, સો મૂરખ મેં પહેલો. - પરમગુરુ! જેન કહો કર્યું હોવે? – ઉપાધ્યાય યશોવિજયજી. (ii) પવરવત્તો નવા મિથ્યાષ્ટિ. મતિ. – યોગીન્દુ, પરમાત્મપ્રકાશ, શ્લોક ૭૭. ૨૪. જે પર્યાપુ નિતારૂં ધન્યમથસ્થિત: | आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ॥ – ઉપાધ્યાય યશોવિજયજી, અધ્યાત્મોપનિષદ્ર, જ્ઞાનયોગ, શ્લોક ૨૬. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રયાસ વિના-પૈર્યપૂર્વકના ધ્યાનના પ્રયત્ન વિના–એ સ્થિતિએ પહોંચાતું નથી.” કહેવાનું તાત્પર્ય એ છે કે જયાં કશો પ્રયત્ન કરવાની આવશ્યકતા જ ન રહે એ સ્થિતિએ પહોંચવા અથક પ્રયાસ અનિવાર્ય છે; અહંથી સર્વથા મુક્ત થયા વિના સહજ સ્થિતિના ચાળે ચડવા જેવું નથી. જયાં સુધી સૂક્ષ્મ પણ કર્તાભાવ છે, ભોક્તાભાવ છે, ત્યાં સુધી સાધના પણ ચાલવી જોઈએ : આ અનુરોધ કરતાં એક અનુભવી સંતે કહ્યું છે કે, कर्तापने का भोक्तापने का, जब तलक अध्यास है। तब तक समाधि के लिए करना पड़े अभ्यास है। 24. Sri Raman Maharshi, Day by Day With Bhagvan, Devaraj Mudaliar, 11.1.46 Afternoon, p. 89 (Sri Ramanasramam TIRUVANNAMALAI - 606 603, South India). Page #308 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ‘... તેાં યોગક્ષેમ વહામ્યજ્ઞમા’ અંગ્રેજોની ધૂંસરી ફગાવી દઈને ભારત સ્વતંત્ર થયું એના પહેલાંના જમાનાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં તે સમયે ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં. અંગ્રેજ સરકાર રેસિડેન્ટ એજન્ટ મારફત એમના પર દેખરેખ રાખતી. રાજકોટ પાસેના લોધિકા સ્ટેટના ઠાકોર અભયસિંહજી અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીના સંપર્ક-સત્સંગથી તેઓ ધર્મરંગે રંગાયા હતા. તેઓ નિત્ય સવારે બે પ્રહર પૂજાપાઠ અને ધ્યાનમાં ગાળતા; તે પછી જ દૈનિક પ્રવૃત્તિ હાથ ધરવાનો તેમનો નિયમ હતો. આ ટેક તેઓ દૃઢતાપૂર્વક જાળવતા. એકવાર એવું બન્યું કે ગરાસ અંગેના કોઈ ઝઘડાના નિકાલ અર્થે, રાજકોટથી અંગ્રેજ રેસિડેન્ટ સવારના આઠેક વાગ્યે લોધિકા આવ્યા અને દરબારને કહેણ મોકલ્યું કે તેઓ આવીને એમને મળે. દરબાર તો ત્યારે પ્રાત:કાળના એમના નિત્યક્રમમાં બેઠા હતા. સાહેબના ચપરાશીએ કામદારને સાહેબની આજ્ઞાની જાણ કરી. સમય પસાર થતો રહ્યો. કલાક વીતી ગયો પણ દરબાર દેખાયા નહિ. અંગ્રેજ અધિકારીને પોતાની અવગણના થતી લાગી. ધૂવાંપૂવાં થતાં એણે ફરી સંદેશો મોકલ્યો કે ઠાકોરને કહો કે અબઘડી અહીં આવે. પણ ઠાકોર હજુ ધ્યાનમાં હતા. વળી, અર્ધો કલાક પસાર થઈ ગયો. બીજી વારની તાકીદ છતાં, દરબાર દેખાયા નહિ એટલે રેસિડેન્ટ સાહેબને પોતાનું અપમાન થતું લાગ્યું. એમણે કડક શબ્દોમાં બીજો આદેશ પાઠવ્યો કે ઠાકોરને કહો કે બધાં કામ પડતાં મૂકી તત્ક્ષણ અહીં આવે; હવે જો મોડું થશે તો મિનિટ દીઠ મોસલ ચડશે (–અમુક રકમનો Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આત્મજ્ઞાન અને સાધનાપથ દંડ ભરવો પડશે). કામદારે જઈને સાહેબને કહ્યું કે આપનો આદેશ માન્ય છે, પણ દરબાર સાહેબ એમના નિત્યક્રમ મુજબ પૂજાપાઠમાં છે, પૂજાપાઠ અધૂરાં મૂકીને તેઓ નહિ આવી શકે. રાજકુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હોય તોયે પૂજાપાઠ અને ધ્યાનાદિ પ્રાત:કર્મ વચ્ચેથી તેઓ ઊઠતા નથી અને, અમને એમનો સ્પષ્ટ આદેશ છે કે ગમે તેવું કામ આવી પડે તોયે એ વખતે એમને કશો વિક્ષેપ કરવો નહિ. મોડું થવા બદલ જે મોસલ થશે તે અમે ભરી દઈશું. વળી એક કલાક પસાર થઈ ગયો. સાહેબને ભારે ખીજ ચડી. પણ અત્યારે શું થાય ? ઠાકોર આવે પછી વાત. પૂજાપાઠ અને ધ્યાનાદિ નિત્યક્રમ પૂરો કરી થોડીવારે દરબાર આવ્યા. આદરપૂર્વક એમણે રેસિડેન્ટ સાહેબને આવકાર્યા અને મોડું થવા બદલ દિલગીરી વ્યક્ત કરી. એમના વિનમ્ર અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી ગોરો અધિકારી પ્રભાવિત તો થયો, પણ એની દાઝ હજુ શમી નહોતી. એણે ઠાકોરને કરડાકીથી પ્રશ્ન કર્યો કે એવું તે શું કામ આવી પડયું હતું કે ત્રણ-ત્રણ કહેણ છતાં તમે સમયસર આવ્યા નહિ અને મોસલ ભરવા તૈયાર થઈ ગયા? ઠાકોરે નમ્રતા સાથે પણ સ્વસ્થતાપૂર્વક કહ્યું કે, ‘હું દેવસેવામાં બેઠો હતો. હું એને જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય ગણું છું. ઇષ્ટદેવની તહેનાતમાંથી ઊઠીને હું તમારી તહેનાતમાં હાજર થાઉં એ ન બને.' ‘પણ, પરિણામનો કશો વિચાર કર્યો? તમે પ્રભુની પ્રાર્થના-ભક્તિ કરો એ સારી વાત છે, પણ જરા ઊઠીને મને મળી જવું હતું ને? દશ મિનિટ પછી તમે તમારી પ્રભુસેવા પૂરી કરી શકત. વચ્ચે મને જરા મળી ગયા હોત તો શું ખાટુંમોળું થઈ જવાનું હતું? મારી અવગણનામાં બ્રિટિશ તાજની અવગણના રહેલી છે એ તો તમે જાણો છો. મારી જગ્યાએ બીજો કોઈ અધિકારી હોત તો અકળાઈને રાજકોટ પાછો ચાલ્યો જાત અને તમારી વિરુદ્ધ એવો રિપોર્ટ કરત કે તમારે ભારે મુસીબતમાં મુકાવું પડત.' ‘પ્રભુની સત્તા પર મને પૂરો વિશ્વાસ છે. એની સત્તા સર્વોપરી છે. જગતની કોઈ સત્તા એની ઉપરવટ જઈ કશું કરી શકે નહિ. એક પાંદડુંયે એની ઇચ્છા વિના ફરકતું નથી. પ્રભુ જે કરે તેમાં હું મારું હિત સમજું છું. તમે બહુ બહુ તો મને પદભ્રષ્ટ કરાવી શકો. પણ, મને વિશ્વાસ છે કે કશું અકારણ બનતું નથી. મારા પ્રારબ્ધ પ્રમાણે જ તમને મતિ સૂઝે. તમને પણ અંત:સ્થ પ્રભુ જ દોરે છે. સ્વતંત્રપણે તમે કશું કરી શકો છો એમ માનવું એ માનવીનો ભ્રમ છે.’ Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : “. તે યોજાં વાચF'૨૬૭ પ્રભુ પ્રત્યેની દરબારની આવી અચળ આસ્થાથી અને તેમની નિડરતા, નિખાલસતા અને સ્વસ્થતાથી એ સાત્વિક અંગ્રેજ અધિકારી પ્રભાવિત થયો. દરબાર માટે અંતરમાં એને આદર થયો. એ જ વખતે એણે રેસિડેન્સીના દફતરમાં આદેશાત્મક નોંધ કરી કે લોધિકા દરબારનું કોઈ કામ પડે તો એમને કદી મધ્યાહન પૂર્વે થાણે બોલાવવા નહિ. એ સમયે તેઓ પ્રભુપ્રાર્થનામાં લીન રહે છે; માટે, બપોર પછીના સમયે જ એમને બોલવવા. આત્મરત સાધકને પરમાત્મા પોતે જ સાચવે છે. “ધર્મો રક્ષતિ કિત: ' તમે ધર્મનું રક્ષણ કરો – જીવનમાં આચરો - તો એ ધર્માચરણ જ તમારું રક્ષણ કરે છે. “રેવા વ ત નમન્ત ન ધને સT મો” * –‘જેનું ચિત્ત ધર્મથી સદા વાસિત રહેતું હોય તેને દેવો પણ નમે છે' એમ કહીને ભગવાન મહાવીરે પણ આ જ તભને વાચા આપી છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ સાધકને ધરપત આપે છે કે જેઓ અનન્યભાવે મને આરાધે છે તેના યોગક્ષેમની ચિંતા સ્વયં હું "अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते। તેવાં નિત્યfમધુસ્તાન યોગક્ષેમં વાયરા” ** * દશવૈકાલિક સૂત્ર, અ. ૩, ગાથા ૧. ** ભગવદ્ગીતા, અ. ૭, શ્લોક ૨૨. Page #311 -------------------------------------------------------------------------- ________________ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો પૂર્વોક્ત રીતે નિષ્ઠાપૂર્વક સાધનાપથે ચાલ્યા જતા સાધકને આત્મજ્ઞાન કેટલા વખતે લાધે એની કંઈ આગાહી કરી શકાય ખરી? શાસ્ત્રાધ્યયન કરીને પંડિત થવા માટે કાળની મર્યાદા નક્કી કરી શકાય, પણ આત્મજ્ઞાની થવા માટે કોઈ સમય-મર્યાદા આપી શકાતી નથી; કોઈને પ્રથમ પ્રયત્ન જ સફળતા મળે છે, તો કોઈને વર્ષો સુધી અખૂટ ધર્ય અને ખંતપૂર્વક સાધના જારી રાખવી પડે છે. પરંતુ આથી હતાશ થવાની જરૂર નથી. અંધારી રાતે રસ્તાની બત્તીના થાંભલાનો આપણે સ્પર્શ કરી શકીએ ત્યારે જ તે બત્તીનો પ્રકાશ આપણને મળે છે એવું નથી; માર્ગ ઉપર ચાલતાં ચાલતાં આપણે જેમ જેમ એની નિકટ આવીએ છીએ તેમ તેમ આપણી આગળના માર્ગ ઉપર વધુ ને વધુ પ્રકાશ પથરાયેલો જોવા મળે છે, તેમ અંતરની ક્ષિતિજે આત્મજ્ઞાનનો સૂર્યોદય થાય એ પહેલાંયે એના આગમનની વધામણી આપતી ઉષા સાધકના જીવનમાં પથરાતી રહે છે. આ માર્ગે સાધક જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ જૂનાં આકર્ષણો, કુટેવો, વ્યસનો, વાસનાઓ, પૂર્વગ્રહો અને ગમા-અણગમાની પકડમાંથી તે મુક્તિ મેળવતો જાય છે અને પોતાના જીવનમાં સમતા, સ્વસ્થતા અને સામર્થ્યનો સંચાર થઈ રહ્યાનો અનુભવ કરવા લાગે છે. રોજિંદા જીવનના પડકારો અને વિષમતાઓને સ્વસ્થતાપૂર્વક પાર કરવાની ક્ષમતા તેનામાં વિકસતી જાય છે. જીવન પ્રત્યેના તેના સમગ્ર દષ્ટિકોણમાં જ પરિવર્તન Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આત્મજ્ઞાન અને સાધનાપથ આવતું જાય છે. પરિણામે રોજ-બ-રોજના પ્રસંગોમાં નિર્લેપતા, અને સંસર્ગમાં આવતા માનવબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમની લાગણી તેને સહજ બનતી જાય છે. આથી, સાચી દિશામાં ગતિ થઈ રહ્યાના આત્મવિશ્વાસ સાથે, સાધક ઉત્સાહપૂર્વક આગળ વધી શકે છે. પ્રગતિ થઈ રહ્યાની કેટલીક સ્થળ એંધાણીઓ પણ તેને મળે છે. બાહ્ય કોઈ નિમિત્ત વિના દિવ્ય સુગંધનો અનુભવ, નાદશ્રવણ કે ભૂકુટિમાં તેજપુંજનું દર્શન વગેરે આવા પ્રારંભિક પ્રત્યયો છે. બાહ્ય પ્રત્યયોનું વૈવિધ્ય આપણને નજરે દેખાતી સૃષ્ટિ કરતાં અનંતગણી સૃષ્ટિ અદીઠ રહે છે; આ વાત આધુનિક વિજ્ઞાન પણ કબૂલે છે. એ આ રહસ્યનો ખુલાસો કરતાં કહે છે કે આપણને દશ્ય અને પ્રત્યક્ષ અનુભવમાં આવતું જગત એ જુદી જુદી લંબાઈ અને કંપન-ફ્રીક્વન્સી ધરાવતા વિદ્યુ-ચુંબકીય તરંગોની જ રમત છે. આપણી ઇન્દ્રિયો તેમાંના અમુક તરંગો જ પકડી શકે છે. દા. ત., આપણા કાન એક સેકંડે ૧૬ થી ૩૨,૭૬૮ કંપનોવાળા તરંગો પકડી શકે છે; એથી વધુ કંપન– ફીકવન્સી અને વધારે લંબાઇ– ‘વેવલેન્થ” ધરાવતા તરંગો આપણને અશ્રાવ્ય રહે છે. આપણી આંખ પણ અમુક (૧૦૦૦૦૭ સેન્ટિમીટરથી ૦૦૦૦૪ સેન્ટિમીટર લંબાઈવાળા તરંગો દ્વારા વ્યક્ત થતું) રૂપ જ પકડી શકે છે. બીજી ઇન્દ્રિયોનું પણ તેવું જ છે; દરેકને પોતાની મર્યાદા છે. આપણી ઇન્દ્રિયો અને આજનાં વૈજ્ઞાનિક સાધનો પકડી શકે છે તેની બહારના તરંગો ઓળખવાની ક્ષમતા જો આપણને પ્રાપ્ત થાય તો કોઈ જુદી જ સૃષ્ટિ આપણી આગળ છતી થાય છે વિદ્યુત-ચુંબકીય તરંગોને ઓળખવાની આપણી ઉપર્યુક્ત મર્યાદાના ૧. ઉત્પરત્વે સ્વવન્તર્વ: પ્રત્યય: ત્રિા – યોગશાસ્ત્ર, પ્રકાશ ૬, શ્લોક ૮. ૨. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ : લેખકકૃત વિજ્ઞાન અને અધ્યાત્મ, પ્રકરણ ૪, ચંદ્રની ધરતી પર બીજી સૃષ્ટિ' એ શીર્ષક હેઠળનું વિવેચન (દ્વિતીયતૃતીય આવૃત્તિ, પૃષ્ઠ ૪૭–૫૧). Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૭૧ કારણે સામાન્યત: આપણે ઘૂળ જગતનો જ અનુભવ કરી શકીએ છીએ; પરંતુ સાધના દ્વારા ચિત્ત નિર્મળ, સ્થિર અને સૂક્ષ્મ થતાં સૂક્ષ્મ અને અપાર્થિવ સૃષ્ટિ સાથે પણ તે સંબંધમાં આવતું થાય છે, ત્યારે સાધકને, બાહ્ય કોઈ નિમિત્ત વિના, દિવ્ય સુગંધનો અનુભવ, નાદશ્રવણ, જ્યોતિદર્શન આદિ અસામાન્ય અનુભૂતિઓ થાય છે. કોઈને શરીરના અમુક ભાગમાં કે આખા શરીરે જાણે લાય બળતી હોય તેમ અત્યંત ઉષ્ણતાનો તો કોઈને આફ્લાદક શીતળતાનો અનુભવ થાય છે. કોઈને સૂર્ય-ચંદ્રનાં બિંબો, રમ્ય નૈસર્ગિક દશ્યો કે પોતાના ગત જન્મના પ્રસંગો બંધ આંખે, અંતશ્ચક્ષુ સમક્ષ ચિત્રપટની જેમ પસાર થતા દેખાય છે. ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વધતાં, બાન ટાણે કોઈ વખત સાધક અનુભવે છે કે જાણે પોતાના શરીરનું અસ્તિત્વ જ નથી કે જાણે પોતાનું શરીર છૂટી ગયું છે અને પોતે હવામાં તરે છે. યોગવિદ્ આચાર્ય હેમચન્દ્રસૂરિ મહારાજે સ્વરચિત “યોગશાસ્ત્ર' ગ્રંથના અંતે જાતઅનુભવનું ધ્યાન કર્યું છે, તેમાં આ અનુભવનો ઉલ્લેખ છે. કોઈને તો ખુદ પોતાની જ આકૃતિ દેખાય છે : અરીસામાં પોતાના શરીરનું પ્રતિબિંબ આપણે જોતા હોઈએ અથવા બીજી વ્યક્તિઓને જોઈએ છીએ તેમ, આ અવસરે, પોતાના જ શરીરને પોતે જાણે દૂર રહ્યો રહ્યો જોતો હોય એવું સાધકને લાગે છે. સ્વપ્નમાં મહાત્માઓનાં દર્શન, અને એમની પાસેથી આશીર્વાદની કે માર્ગદર્શનની પ્રાપ્તિ થતી હોવાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે. સ્વપ્નમાં જ માત્ર નહિ, કેટલાકને ધ્યાન વખતે-જાગૃતિમાં પણ પોતાના ઇષ્ટદેવનાં, ગુરુનાં કે અન્ય સંતોનાં દર્શન થાય છે, એટલું જ નહિ, કેટલીક વાર તો, ઉઘાડી આંખે, પૂર્ણ જાગૃતિમાં સાધક સમક્ષ તેના ઇષ્ટદેવ કે ગુરુની આકૃતિ ખડી થાય છે. પૂર્ણ જાગૃતિમાં, ઉઘાડી આંખે મળતા આ અનુભવો ઘણા મધુર અને આહલાદક હોય છે. કેટલીક વાર તો દિવસો સુધી તેનો નશો” રહે છે. પરંતુ પોતાના ઇષ્ટનાં આવાં આભાસિક દર્શન થતાં પોતાને ‘પરમાત્મ-સાક્ષાત્કાર થઈ ગયો’ એવું માની લેવાની ઉતાવળ સાધકે ન 3. विश्लिष्टमिव प्लुष्टमिवोडीनमिव प्रलीनमिव कायम्। अमनस्कोदयसमये योगी जानात्यसत्कल्पम् ।। – યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૪૨. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ કરવી. સાધકે સમજી રાખવું જોઈએ કે કોઈ પણ દૃશ્ય કે શ્રાવ્ય અનુભવ થવો એ ચિત્તની પ્રવૃત્તિનું જ ઘોતક છે. પરમ તત્ત્વ નિરાકાર છે. ચિત્તનું અતિક્રમણ થયા વિના એનો સાક્ષાત્કાર થવો અસંભવ છે. આથી એ પણ સમજાય એવું છે કે, પૂર્વે કહ્યું તેમ પોતાની કાયાને પોતે જાણે દૂર રહીને જાતો હોય એ અનુભવ થતાં પોતાને ‘ભેદજ્ઞાન લાધ્યું’ કે ‘આત્મસાક્ષાત્કાર થયો' એમ માનવું એ ભૂલ છે. ‘ભેદજ્ઞાન’ અર્થાત્ કાયાથી પોતે ભિન્ન છે એ અનુભવાત્મક પ્રતીતિ (સ્વાનુભૂતિ) વખતે જ્ઞાતા-શેય-જ્ઞાન એ ત્રણ જુદાં રહેતાં નથી, જ્યારે અહીં તો ‘કાયા દેખાય છે’. ‘કંઈક દેખાય છે,' કે ‘કંઈક સંભળાય છે’ એ અનુભવ ‘જ્ઞાત’નો છે, ‘અજ્ઞાત’નો નહિ. સાધના આંગળ વધતાં, અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉઘાડ થતો પણ અનુભવાય છે. ભાવી બનાવોની આગાહી કે વર્તમાનમાં દૂર બનતા બનાવો ધ્યાન વખતે, અવારનવાર, ચિત્રપટની જેમ, આંતર ચક્ષુ સમક્ષ એકાએક ઊપસી આવે છે. પોતે ચિંતવેલી વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ બાહ્ય જગતમાં સાકાર બનતી હોવાનો અનુભવ પણ ઘણી વાર સાધકને થાય છે. ધ્યાનાવસરે કોઈ સાધક હ્દયપ્રદેશમાં ગરમાવો, સ્પંદન કે દિવ્ય તેજ ‘જુએ’ છે; તો કોઈ પોતાની અંદર અને બહાર સર્વત્ર આસમાની કે સુવર્ણમય તેજ રેલાતું ‘જુએ’ છે – પ્રકાશનો આવો અનુભવ પરમાત્મતત્ત્વની નિરાકારતાના સંકેતરૂપ મનાય છે. ---- અંતરંગ યોગસાધનમાં પ્રગતિ કરતા સાધકોને બહુધા જે અનુભવો મળવા સંભવે તેનો આ ટૂંક નિર્દેશ માત્ર છે. સાધકની પ્રકૃતિ, એના માનસિક ઘડતર અને તેણે અપનાવેલી સાધના-પ્રક્રિયા મુજબ આ અનુભવોમાં ઘણું વૈવિધ્ય રહે છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ, મંત્રયોગ, લયયોગ, સિદ્ધયોગ વગેરે અનેક સાધનામાર્ગો છે. તે તે માર્ગે આગળ વધતા સાધકોને ભિન્ન ભિન્ન પ્રત્યયો મળે છે. દા. ત., ભક્તિમાર્ગના સાધકો પોતાના ઇષ્ટનાં દર્શન પ્રાર્થના કે સ્તવન-કીર્તન કરતાં હર્ષાશ્રુ, રોમાંચ કે ભાવસમાધિ અનુભવે છે અને તે વખતે પરમાત્મપ્રેમ અને આનંદના સાગરમાં તરતા હોય એવી સુખદ લાગણી અનુભવે છે. પરંતુ, એ ઊભરો શમી જતાં, પાછા ગ્લાનિ અને વિરહવેદના અનુભવે છે. આવી ભરતી-ઓટ ભક્તિમાર્ગના પ્રવાસી Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૭૩ ઓનો સામાન્ય અનુભવ છે. બાહ્ય કોઈ નિમિત્ત વિના વિવિધ પ્રકારના નાદનું કે મધુર સંગીતનું શ્રવણ પણ ઘણાને થાય છે. લાંબા સમય સુધી મંત્રજપ કરતા સાધકોને તેજથી આલેખાયેલા મંત્રાલરો કે સ્પષ્ટ વાંચી શકાય એવા અન્ય સંદેશાઓ, બંધ આંખ સામે દેખાય છે, તો કોઈને કશાયે પ્રયત્ન વિના, અનાયાસ, પદ્યરચનાઓ-દુહા, ચોપાઈ, શ્લોકો, કાવ્યપંક્તિઓ, ભજનો વગેરે–સ્કુરે છે. ‘સિદ્ધયોગ’ની પ્રક્રિયામાં ગુરુ દ્વારા શક્તિપાત (શિષ્યમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર) થતાં કોઈ વ્યક્તિને આપોઆપ “બાન’ લાગી જાય છે, તો કોઈ વિવિધ યૌગિક ક્રિયાઓ (આસનો, મુદ્રાઓ, વગેરે) કરવા માંડે છે; એની પોતાની ઇચ્છા વિના અને પૂર્વે આસનાદિનું કંઈ પણ જ્ઞાન ન હોવા છતાં, નિપુણ અભ્યાસીની માફક એ બધું તે કરવા લાગે છે! આપોઆપ, અને ઘણી વાર તો તેની ઇચ્છા વિરુદ્ધ પણ, આવું થવા માંડે છે. તે સમયે પોતાના શરીર ઉપર સાધકનું નિયંત્રણ રહેતું નથી; કોઈ અદીઠ શક્તિ એની પ્રવૃત્તિનું સંચાલન કરતી જણાય છે. એ અસર નીચે કોઈ સાધક અટ્ટહાસ્ય કરે છે, તો કોઈ પશુ-પંખીઓના ચિત્ર-વિચિત્ર અવાજ કરવા માંડે છે; તો વળી કોઈને પોતાની કાયામાં જ જાણે મોટો નાગ ફૂંફાડા મારી રહ્યો હોય એવો ભાસ થાય છે. આથી ઘણી વાર સાધક પોતે પણ ભયભીત બની જાય છે. પરંતુ તે અવસરે શક્તિપાત કરનાર ગુરુ એ ભયજનક અનુભૂતિઓ બંધ કરી દઈ શકે છે. કોઈ સાધકને આવા અનુભવો થોડો વખત રહીને બંધ પડે છે, તો કોઈને એ દીર્ઘ સમય સુધી આક્રાંત કરી લે છે. સિદ્ધયોગ’ના આચાર્યોનું માનવું છે કે સાધકની ભૂતશુદ્ધિ અર્થાત તેના દેહે અને પ્રાણની શુદ્ધિ અર્થે ‘ચિતિશક્તિ' અર્થાત્ કુંડલિનીની પ્રેરણાથી આવી ક્રિયાઓ થાય છે, અને તે કાર્ય પૂરું થતાં તે સ્વત: અટકી જાય છે. શક્તિપાત થતાં કોઈને કુંડલિનીની જાગૃતિના અન્ય અનુભવો પણ મળે છે. આ અનુભવોમાં મૂલાધાર ચક્રમાં (કરોડરજજુના અંતે) સ્પંદન કે મેરુદંડના માર્ગે કીડીઓ ઉપર ચડતી હોય એવું સંવેદન થાય, પ્રાણપ્રવાહો સહસ્ત્રાર તરફ વહેતા અનુભવાય, શરીરનાં જુદાં જુદાં અંગોમાં પ્રાણનાં સ્પંદનો કે વિદ્યુત્ તરંગો ઊઠતા હોય એવો અનુભવ થાય, આંખના પોપચાં બંધ થઈ જાય અને પ્રયત્ન છતાં ન ઊઘડે, અંત:પ્રેરણા કે આંતરદષ્ટિ પ્રાપ્ત થાય, દિવ્ય મસ્તી પ્રગટે વગેરે વગેરેનો સમાવેશ થાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આત્મજ્ઞાન અને સાધનાપથ જેમ સમર્થ ગુરુના સ્પર્શથી, દૃષ્ટિથી કે માત્ર સંકલ્પથી શક્તિપાત થઈ સાધકની કુંડલિનીનું ઉત્થાન થાય છે તેમ, અન્ય યોગમાર્ગોની સાધના દ્વારા તે સ્વયં પણ થાય છે. હઠયોગીઓ કુંડલિનીને જાગૃત કરવા માટે વિશિષ્ટ મુદ્રાઓ, બંધો અને પ્રાણાયામની સાધના કરે છે. રાજયોગીઓ ચિત્તશુદ્ધિ અને ધારણા-ધ્યાનાદિના અભ્યાસથી; તાંત્રિકો મંત્રજપાદિ દ્વારા; ભક્તો પ્રાર્થના, જપ, ભજન-કીર્તન અને શરણાગતિ આદિ દ્વારા; કર્મયોગીઓ નિષ્કામ કર્મ વડે અને જ્ઞાનમાર્ગના સાધકો વિવેક, વૈરાગ્ય, તત્ત્વચિંતન, મનન અને નિદિધ્યાસન દ્રારા આત્મવિકાસ સાધે છે ત્યારે યોગ્ય સમયે કુંડલિની સ્વયં જાગૃત થઈ જાય છે, પણ તે તે માર્ગની અન્ય સાધના વડે સાધકનું ચિત્ત, નાડીતંત્ર અને શરીર એ અનુભવ માટે એવાં તૈયાર થયેલાં હોય છે કે સાધકને ખ્યાલ પણ ન આવે એટલી સહજતાથી કુંડલિનીનું ઉત્થાન થઈ જાય છે. હઠયોગ અને શક્તિપાત દ્વારા કુંડલિનીનું ઉત્થાન, સહજ ક્રમથી નહિ પણ બળ વાપરીને કરવામાં આવે છે ત્યારે સાધકનાં ચિત્ત, નાડીતંત્ર અને શરીરમાં ઉલ્કાપાત મચે છે અને અજાગૃત મનમાં રહેલી ગ્રંથિઓ અને સૂક્ષ્મ વિકારોની પ્રતિક્રિયા અટ્ટહાસ્ય, રુદન આદિ અસામાન્ય અનુભવો દ્વારા વ્યક્ત થાય છે. અહીં પ્રાસંગિક એક વાત પ્રત્યે સાધકનું લક્ષ ખેંચવું રહ્યું : સાધકે એ સમજી લેવું ઘટે કે કુંડલિનીનું માત્ર ઉત્થાન થવું એ પૂરતું નથી; એ પછી, ખરું મુશ્કેલ કાર્ય તો પડ્યક્ર-ભેદ કરીને કુંડલિનીને સહસ્ત્રાર સુધી લઈ જવી અને એ કેન્દ્રમાં સ્થિર થવું તે છે; ને એ માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે/અનિવાર્ય છે. હઠયોગનાં પ્રાણાયામ અને મુદ્રાઓ દ્વારા કે શક્તિપાત આદિ દ્વારા બળપૂર્વક કુંડલિનીને જાગૃત કરી ઉપરનાં ચક્રોમાં લઈ જવાય પણ વ્યક્તિ સંકુચિત સ્વાર્થ, વૈભવ-વિલાસ, કામ/સેક્સ, કીર્તિ-પ્રતિષ્ઠાઅધિકાર આદિ નિમ્ન વાસનાઓની પકડમાંથી બહાર ન આવે તો, ઉપલાં કેન્દ્રોમાં કુંડલિની ટકી શકતી નથી એટલું જ નહિ, કેટલીકવાર સાધકના ચિત્તતંત્રને તે અસ્તવ્યસ્ત કરી નાખે છે, ને સાધક ઉન્માદ, ચિત્તભ્રમ, ગાંડપણ આદિ વિકૃતિઓનો ભોગ બને છે. કેટલીક જરૂરી સાવધાની સાધકના ચિત્તને સૂક્ષ્મ જગતનો સંપર્ક થતાં તેને કેટલીક વાર જાણે Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો, ૨૭૫ અંતરીક્ષમાંથી આવતા સ્પષ્ટ સંદેશાઓ કે આદેશો સંભળાય છે. આવા પ્રેરક અવાજોમાંના બધા દિવ્ય જ હોય એવું નથી; એમાંના કેટલાક અજ્ઞાનપ્રેરિત હોય છે, તો કેટલાક આસુરી પણ હોય છે. માટે સાધકે પોતાની વિવેકબુદ્ધિ વાપર્યા વિના તેવા કોઈ સંદેશાઓ કે આદેશોનું અનુસરણ કરવું ન જોઈએ. પૂર્વાશ્રમમાં એમ. એસસી.ના વિદ્યાર્થી અને એકવીસ વર્ષની વયે સંન્યાસ ધારણ કરી, વર્ષો સુધી સપ્ત સરોવર ઝારી (હરદ્વાર)માં એકાંતમાં મૌન સાધનામાં રત રહેનાર એક નિષ્ઠાવાન સાધકે આવા અનુભવો અંગે ઉચ્ચારેલી એક ચેતવણી પ્રત્યેક સાધકે ધ્યાનમાં રાખવા જેવી છે. તેઓ જણાવે છે કે ચિત્ત થોડુંક સ્થિર થતાં, સાધનાના પ્રારંભમાં જ, સાધકને પોતાની અંદરથી જ ઊઠતા વિવિધ અવાજો-નાદો સંભળાય કે બંધ આંખે ભૂકુટિમાં વિવિધ રંગો દેખાય, એથી તેણે એમ માની લેવાની ઉતાવળ ન કરવી કે પોતાને કોઈ ઉન્નત આધ્યાત્મિક ભૂમિકાની પ્રાપ્તિ થઈ ચૂકી છે. આ અનુભવો માત્ર એટલું જ સૂચવે છે કે ચિત્ત કંઈક અંતર્મુખ થયું છે. પાર્થિવ સૂક્ષ્મ જગત સાથે ચિત્તનો સંપર્ક થવાથી આ અનુભૂતિઓ થતી હોય છે. ઉપર્યુક્ત અનુભવો પછીની ભૂમિકાએ સાધકને અપાર્થિવ જગતમાંથી-એન્ટ્રલ વર્લ્ડ'માંથી–વિવિધ દશ્યો દેખાય છે કે સ્પષ્ટ સંદેશાઓ પણ સંભળાય છે. પરંતુ એ બધા પ્રત્યે સાધકે લક્ષ આપવું હિતાવહ નથી. આ ભૂમિકાએ સંભળાતા સંદેશાઓમાંનો મોટો ભાગ ભ્રામક હોવા સંભવ છે. એ સંદેશાઓ અને દશ્યોમાંનાં કેટલાંક અપાર્થિવ જગતમાંથી આવતાં હોય છે, તો કેટલાંક સાધકના પોતાના અજાગૃત મનની જ નીપજ હોય છે. ચિત્તમાં ઊઠતા અન્ય વિચારપ્રવાહો અને કલ્પનાઓને બાધક ગણીને સાધક એમનાથી પર થવા પ્રયાસ કરે છે તેમ, આ આભાસિક સંદેશાઓ અને દશ્યોને પણ એકાગ્રતામાં વિદ્ધભૂત ગણીને, એ આવે કે જાય તે પ્રત્યે નિર્લેપ રહી, સાધકે આ ભૂમિકા ઝટ વટાવી જવી જોઈએ.’ ચેતના થોડું વધુ ઊંડાણ પ્રાપ્ત કરે છે ત્યારે કોઈને સ્વપ્નમાં કે અંત:સફુરણાઓ દ્વારા આવી રહેલી આપત્તિ સામે ચેતવણી કે અન્ય 4. Chandra Swami, Methods and Experiences : Mountain Path, July 1969 (Sri Ramanasramam, Tiruvannamalai-606 603, Tamil Nadu, South India). Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આત્મજ્ઞાન અને સાધનાપથ ભાવિ ઘટનાઓના સંકેતો મળે છે.તો કોઈને સાધનામાં પ્રેરણા, માર્ગદર્શન, પ્રોત્સાહન કે ઠપકો આપતા સંદેશાઓ પણ સંભળાય છે. પૂર્વોક્ત ભ્રામક સંદેશાઓ અને સાચું માર્ગદર્શન આપતા સંદેશાઓને જુદા તારવવાની હથોટી સાધકને અનુભવથી લાધે છે. ઉપર્યુક્ત વિવિધ પોકળ આભાસો દેખાય છે કે સંદેશાઓ સંભળાય છે ત્યારે કેટલાક અબુધ સાધકો એમ માની બેસે છે કે પોતાને આત્મવિકાસની ખૂબ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ છે અને તેના પ્રતીકરૂપે દેવો પોતાની પાસે આવે છે. આ ભ્રમણાને લીધે, પોકળ આભાસોની એ ‘ફિલ્મ’ જોવામાં જ તે ધ્યાનનો સમય પૂરો કરે છે; તો કોઈને વળી દૂરદર્શન, ભાવી ઘટનાઓની આગાહી વગેરે શક્તિઓનાં પ્રદર્શન અને વિકાસની ધૂન લાગે છે. આવી શક્તિઓનું ઉદ્ઘાટન એ આત્મસાધનાની આડપેદાશ છે એ ભૂલી જઈ, એને જ પોતાની સાધનાનું લક્ષ્ય બનાવી દેનાર આવા ગાફેલ સાધકો સાચા સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈ શક્તિઓ અને સિદ્ધિઓની આળપંપાળમાં જ અટવાઇ રહી જીવન પૂરું કરે છે. અહીં સાધકે એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે ઉપર્યુક્ત અનુભવો મળે જ, કે મળે તો આ ક્રમે જ મળે, એવો કોઈ નિયમ નથી. વળી, આ બધા અનુભવો માનસિક છે; મનની પ્રવૃત્તિ હજુ ચાલુ છે તેના તે ઘોતક છે. જયારે તેનું લક્ષ્ય તો છે મનસાતીત પ્રદેશ. એટલે એ આકાંક્ષા પણ સાધકે ન રાખવી કે અમુક અનુભવ મળે,કે પૂર્વે મળી ચૂકેલા અનુભવો ફરી ફરી મળતા રહે; તેમજ પૂર્વે થયેલા અનુભવ ફરી ન મળે તો એથી એમ ન માની લેવું કે સાધનામાં તેની પીછેહઠ થઈ છે. સાધનાપથ પર આગળ વધતાં, તે તે ભૂમિકા અનુસાર જુદા જુદા અનુભવો થાય છે; એટલે અમુક ભૂમિકાએ પ્રાપ્ય અનુભવો તે ભૂમિકા વટાવી ગયા પછી ન મળે એ સહજ છે. માટે આવા કોઈ અનુભવો મળે ત્યારે તેમને વળગી ન રહેતાં, સાધકે ચિત્તને વધુ ને વધુ અંતર્મુખ કરતા રહી આગળ વધવું ઘટે. નહિતર, આ અનુભવો જ ચિત્તને પ્રવાહિત રાખી પ્રગતિમાં અવરોધ ઊભો કરી દે છે. એક અન્ય ભયસ્થાન શ્રી રમણ મહર્ષિ નિર્દિષ્ટ આત્મવિચાર ‘હું કોણ?', શ્રી જે. કૃષ્ણમૂર્તિ નિર્દિષ્ટ ‘એફર્ટલેસ ચૉઇસલેસ અવેરનેસ', ઝેન કે વિપશ્યના જેવા, Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૭૭ દ્રષ્ટાભાવને કેન્દ્રમાં રાખતા, સાધનામાર્ગે આગળ વધતાં અવચેતન ચિત્તમાં પડેલા સંસ્કારો સાધના દરમ્યાન ઉપર આવે છે ત્યારે સાધકને એવો અનુભવ થવો સંભવે કે જે પ્રકારનાં વિચાર કે ભાવ-વલણને એણે ચિત્તમાં કદી સ્થાન આપ્યું ન હોય તેવાં કામ-ક્રોધાદિનાં નિમ્ન કોટિનાં વિચાર અને ભાવ-વલણ, બાહ્ય કશા નિમિત્ત વિના, એના ચિત્તમાં ઊભરાવા માંડે છે. આવા અવસરે સાધકે પોતાનું ‘પતન થઈ રહ્યું છે' એમ માની ગ્લાનિ, ખેદ કે અપરાધભાવને ચિત્તમાં સ્થાન ન આપવું, ન મુંઝાઈ જઈને સાધના પડતી મૂકવી કે ન એ ભાવ-વલણ મુજબ વર્તી લેવું; અર્થાત્ એ ભાવવલણથી ન તો દૂર ભાગવું કે ન જીવનમાં એને છૂટો દોર આપવો. એ જ રીતે, સત્તાગત કર્મ/સંસ્કારમાંથી કોઈ વાર અજ્ઞાન/મોહ કે નશાજન્ય કર્મસંસ્કારોની ઉદીરણા થતાં, સાધનામાં બેસતાં જ તંદ્રાથી આંખ ઘેરાવા માંડે કે ઝોકાં આવવાં લાગે ત્યારે પણ ખિન્ન ન થવું કે ન સાધના પડતી મૂકી ઊભા થઈ જવું. અવચેતન ચિત્તમાં અનેક ભવના શુભાશુભ કર્મસંસ્કારો પડેલા હોય છે. સાધના દરમ્યાન એમાંથી ગમે તે ઉપર આવી શકે છે. એના તટસ્થ પ્રેક્ષક રહી જાગૃતિના પ્રકાશમાં એના ઉદ્ગમ-સ્રોતને મૂળને છતું થવા દેવું. એનું મૂળ જાગૃતિના તેજમાં ખુલ્લું થઈ જતાં, પછી એ સંસ્કારની પકડ ચિત્ત પર રહેતી નથી. એ સંસ્કાર ક્રમશ: ક્ષીણ થતો જાય છે અને એનો અનુબંધ ન રહેવાથી સાધક તેમાંથી મુક્ત થઈ જાય છે. દ્રષ્ટાભાવને કેન્દ્રમાં રાખતી સાધના-પ્રક્રિયાઓ-જેમાં ચિત્તમાં ઊઠતા વિકલ્પો, વિચારો, વૃત્તિઓ પ્રત્યે જાગૃતિ અપેક્ષિત છે–સાધકને પ્રારંભથી જ એ અનુરોધ કરે છે કે સાધના દરમ્યાન જે કંઈ શીત કે ઉષ્ણ પરીષહો આવે, ઉપસર્ગો થાય, સુખદ કે ભયોત્પાદક અનુભૂતિઓ થાય તેને મહત્ત્વ આપ્યા વિના, નિર્લેપ રહી, આગળ વધવું. સાધનાના આ મૂળભૂત સિદ્ધાંતને ઝેન માર્ગના આચાર્ય હુઆંગ પો સંક્ષેપમાં આ રીતે રજૂ કરે છે : “સાધકને એવો આભાસ થાય કે દિવ્ય વિભૂતિથી પરિવરેલા બધા જ બુદ્ધોનું વૃંદ તેનો સત્કાર કરવા સામે આવી રહ્યું છે ત્યારે, ઊઠીને તેમની સામે જવાનો વિચાર સુધ્ધાં તેને ન આવે; તેમ પ્રેતાદિની ભયાનક ભૂતાવળ એને ઘેરી વળી છે એવું દૃશ્ય તે જુએ ત્યારે, એના રુંવાડામાંયે ભયની લહેર ન ઊઠે; વિકલ્પાત્મક સૃષ્ટિ પ્રત્યે ઉદાસીન રહી, પરમ તત્ત્વ સાથે તાદાત્મ્ય અનુભવતો તે સ્વમાં જ લીન રહે ત્યારે એણે સમજવું કે એનું ધ્યેય હાંસલ થયું છે.” Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ માર્ગ ઉપર રહેલો માઇલ-સ્ટોન” કેટલું અંતર કપાયું એ જાણવા માટે ઉપયોગી થાય, પરંતુ એના ઉપર બેસી રહેવાથી માર્ગ કપાતો નથી; એમ કરવાથી તો ઇષ્ટ સ્થાને પહોંચવામાં વિલંબ જ થવાનો. આથી, સાધકનું ધ્યાન આવા અનુભવો પર કેન્દ્રિત થતું અટકાવવા અને, અતીન્દ્રિય અનુભવો જે બીજાને નથી મળ્યા તે પોતાને મળ્યા છે એવા સૂક્ષ્મ અહંકારના સંચાર દ્વારા સાધનામાં નવું વિઘ્ન ઊભું થતું રોકવા કેટલાક સંતો તો આવા અનુભવોને સાધનાની પ્રગતિના ચિહન તરીકે જોવાનો જ ઇન્કાર કરે છે. કુંડલિનીની ઊર્ધ્વયાત્રા અસામાન્ય અનુભવોના આકર્ષણની જેમ એક બીજું વિન પણ સાધકે પાર કરવું પડે છે તે એ કે ચિત્ત અમુક હદે શુદ્ધ અને એકાગ્ર થતાં સાધકને પોતામાં શક્તિનો સંચારનો અનુભવ થાય છે, ત્યારે તે તેને પ્રાપ્ત વધારાની શક્તિ કયાં વાળે છે એ મુદ્દો મહત્ત્વનો બની રહે છે. સાધકની મુમુક્ષા ઉત્કટ હોય અને એની સાધનાનું મંડાણ શીલ-સંયમના અર્થાત યમનિયમના દઢ પાયા પર થયું હોય તો એ વધારાની શક્તિ સેવા-સ્વાધ્યાયધ્યાન આદિ સાત્વિક પ્રવૃત્તિમાં વહે છે. અન્યથા એ શક્તિ ભોગવિલાસ તરફ વળે છે કે અન્ય ભૌતિક ધ્યેયોને સિદ્ધ કરવા માટે વપરાય છે – જેના દ્વારા ઇન્દ્રિયજન્ય સુખની વાસનાના અને અહ-મમના સંસ્કારો ફરી પોષણ મેળવે છે. ફલત: સાધનામાં વિક્ષેપ પેદા થાય છે અને અહ-મમપ્રેરિત નિમ્ન વાસનાઓ સાધકને ફરી નીચેની ભૂમિકાએ ખેંચી જાય છે. આથી જ, યોગમાર્ગે થોડી પ્રગતિ કર્યા પછી, સાધનાની પ્રારંભિક કક્ષાએ જે સાધકો પોતાને ખૂબ આગળ વધેલા માની લે છે અને, જાત-સુધારણાને ગૌણ કરી, જગત-ઉદ્ધારકના પાઠમાં આવીને દુનિયાને સુધારી દેવા પ્રસાર-પ્રચારપ્રસિદ્ધિના પ્રપંચમાં પડી જાય છે કે ‘સહજયોગ'ના ચાળે ચડી, યમનિયમ-સંયમને કોરાણે મૂકી ઇન્દ્રિયાનુકૂળ વિષયોપભોગમાં સરકી પડે છે તે આધુનિક મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર, બીજાને સુધારવાની આ ઉત્સુકતા એ બીજું કંઈ નહિ પણ પોતાની ક્ષતિઓને ભૂલવાનો ઢાંકવાનો પ્રયાસ અને જાત-સુધારણાની આવશ્યકતા સામે આંખ-આડા-કાન કરવાની મથામણ જ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો/૨૭૯ પથભ્રષ્ટ થઈ, ફરી અહં-મમના ઊંડા કળણમાં ખૂંપી જતા જોવામાં આવે છે. શુદ્ધિ વિનાની શક્તિ અધ:પતન નોતરે છે. કુંડલિનીની પરિભાષામાં કહીએ તો મૂલાધારમાં સુષુપ્ત રહેલી શક્તિ મેરુદંડના માર્ગે ઊર્ધ્વગમન કરે અને ષચક્રભેદ કરીને સહસ્રારમાં પહોંચે અને ત્યાં સ્થિર થાય ત્યારે યાત્રા પૂર્ણ થાય છે. આ ચક્રો ભિન્ન ભિન્ન વિકાસભૂમિકાનાં પ્રતીક હોવાથી, મૂલાધારમાંથી ઊઠીને શક્તિ ક્રમશ: સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞાચક્ર વટાવે ત્યારે તે તે કેન્દ્રને અનુરૂપ ભાવ-વલણ સાધકના ચિત્તતંત્રમાં તે જન્માવે છે. સામાન્યત: માનવીની શક્તિ પ્રથમનાં ત્રણ : મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્રો સાથે સંકળાયેલી વૃત્તિ-પ્રવૃત્તિ- ક્રમશ: જાતની સલામતી, ઇન્દ્રિયજન્ય સુખોપભોગ, અને પદ, પ્રતિષ્ઠા, આધિપત્ય/સત્તાવિષયક વૃત્તિ-પ્રવૃત્તિ-માં ખર્ચાતી રહે છે; અર્થાત્ આ ત્રણ નિમ્ન ચક્રોમાં વહેતી શક્તિ મુખ્યત્વે અહં-મમના ધારણ-પોષણમાં વપરાય છે. એ ત્રણથી ઉપર ઊઠીને શક્તિ અનાહત ચક્રમાં કેન્દ્રિત થાય ત્યારથી આત્મવિકાસનાં શ્રીગણેશ થાય છે અને તે માનવી અહં-મમના કોશેટામાંથી બહાર આવવાનો પ્રારંભ કરે છે. અનાહત ચક્ર પ્રેમ-વાત્સલ્ય-આત્મીયતાનું કેન્દ્ર છે. પાંચમું વિશુદ્ધિ ચક્ર અંતર્મુખતાનું/સ્વદોષ સંશોધનનું શુદ્ધિનું ઉત્કટ મુમુક્ષાનું, છઠ્ઠું આજ્ઞાચક્ર પ્રજ્ઞાના ઉદયનું/જ્ઞાયકભાવનું અને સાતમું સહસ્રાર એકત્વની અનુભૂતિનું/ અદ્વૈત-અનુભવનું કેન્દ્ર છે. સાધકની ચિત્તવૃત્તિમાં જાતની સલામતી, એશઆરામ, ભોગ, ઐશ્વર્ય, સત્તા-પ્રતિષ્ઠા-કીર્તિ આદિની વાસના/આકાંક્ષા કેન્દ્રમાં રહેતાં હોય તો સમજવું કે એની શક્તિ નિમ્ન ત્રણ ચક્રોમાં જ વહે છે; મુક્તિની દિશામાં એણે હજુ પ્રયાણયે આરંભ્યું નથી. સિદ્ધિઓનું મૃગજળ યોગસાધનાનો માર્ગ અટપટો છે. ભૌતિકતામાં રત માનવી જેમ પૈસો, પદ, પ્રતિષ્ઠા પામવા મથે છે, તેમ સાધનામાર્ગના પ્રવાસીઓ પણ ઘણીવાર અતીન્દ્રિય શક્તિ, સિદ્ધિ, યશ-કીર્તિ આદિની સૂક્ષ્મ આકાંક્ષાઓમાં અટવાતા રહે છે. સાધકના અંતરમાં તીવ્ર મુમુક્ષા જાગી ચૂકી ન હોય અને અંતરયાત્રાના અનુભવી ગુરુનું શિરછત્ર તેને સાંપડયું ન હોય તો મંજિલે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આત્મજ્ઞાન અને સાધનાપથ પહોંચતાં પહેલાં વચ્ચે જ ક્યાંક તે પલાંઠી વાળી બેસી પડે કે આડમાર્ગે ફંટાઈ જાય એ સંભાવના ઓછી નથી. અધ્યાત્મ સાથે સિદ્ધિઓને કશો સંબંધ નથી. કિંતુ, આમ જનતા તો સામાન્યત: એમજ સમજતી હોય છે કે યોગમાર્ગ એટલે સિદ્ધિઓ અને ચમત્કારનો માર્ગ. એટલે સાધકને જોતાં સામાન્ય જનને એ જિજ્ઞાસા રહે છે કે આટલાં વર્ષોની સાધનામાં એણે કઈ કઈ સિદ્ધિઓ મેળવી હશે? એને જાણવા મળે કે ‘અમુક મહાત્મા એક દષ્ટિ નાખતાં જ તમારું ભૂત-ભાવિ જાણી લે છે, કે એક શબ્દ પણ કહ્યા વિના તમારું મન વાંચી લે છે, કે એમના હાથમાંથી દિવ્ય વિભૂતિ વાસક્ષેપ / કંકુ ખરે છે, કે એમની સામેની ધૂણીમાંથી તમારા દેખતાં જ તમે માગેલા ભોજનનો થાળ હાજર કરે છે, કે હવામાં હાથ વીંઝી ઇચ્છિત વસ્તુઓ લાવી આપે છે, કે પાણી ઉપર ચાલી શકે છે, કે કલાકો અને દિવસો સુધી જમીનમાં દટાઇ રહી સમાધિ લે છે, કે અમુક દેવ-દેવી એમને હાજરાહજૂર છે', તો એના અંતરમાં એ ‘મહાત્મા’ માટે અનેરો આદર જાગે છે, ભક્તિ ઉમટે છે. બુદ્ધિજીવીઓમાં પણ સાધનાના અતીન્દ્રિય અનુભવોનું અને સિદ્ધિઓનું ભારે આકર્ષણ જોવા મળે છે. પરિણામે, કેટલાય તકસાધુઓ માનવમનની આ નબળાઇનો લાભ ઊઠાવી, ‘લોભી વસે ત્યાં ધૂતારા ભૂખે ન મરે' એ ઉક્તિને ચરિતાર્થ કરતા હોય છે. માટે, અતીન્દ્રિય શક્તિઓ કે સિદ્ધિઓનું પ્રલોભન આપીને કે “ચમત્કારોનું પ્રદર્શન કરીને લોકોમાં પોતા પ્રત્યે આકર્ષણ ઊભું કરવા મથતા દંભી કે અજ્ઞાન ‘ગુરુઓથી શ્રેયાર્થીએ સદા ચેતતા રહેવું જોઈએ. સાચા સંતો પોતાની શક્તિઓનું પ્રદર્શન કરતા નથી. અતીન્દ્રિય શક્તિ કે સિદ્ધિ હોવી એ કંઈ યોગસિદ્ધ પુરુષની સાચી ઓળખાણ નથી; હવામાંથી ઇચ્છિત વસ્તુ લાવી આપવી, ધૂણીમાંથી ભોજનનો તૈયાર થાળ હાજર કરવો, ભાવિ બનાવોની આગાહી કરવી કે દિવસો સુધી મૃત કલેવરની જેમ જમીનમાં દટાઇ રહેવું વગેરે ‘સિદ્ધિઓ’ કંઈ આત્માની ઉન્નત દશાની ઘાતક નથી. આવી સિદ્ધિઓ’ પાછળનું રહસ્ય, બહુધા, એના પ્રદર્શકનો આધ્યાત્મિક વિકાસ નહિ, પણ કોઈ પ્રેતાત્માનો સહયોગ હોય છે. જનસમૂહ તે ચમત્કારોમાં સંબંધિત ‘મહાત્મા’ની દૈવી શક્તિ કે યોગસિદ્ધિનું આરોપણ કરે છે, પરંતુ હકીકતમાં તે વ્યક્તિના આત્મવિકાસ કે યોગશક્તિ સાથે આવી ઘટનાને કશી નિસ્બત નથી હોતી. Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૮૧ અનાયાસ પ્રાપ્ત સિદ્ધિઓ કેટલીક વાર કોઈકને અસામાન્ય શક્તિ અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે, જેમાંની કેટલીક ધ્યાનાદિ સાધના દ્વારા થયેલી ચિત્તશુદ્ધિના પરિણામે સ્વયં ઉપલબ્ધ થતી હોય છે; તો કેટલીક આ જન્મની કોઈ સાધના દ્વારા નહિ પણ, પૂર્વ જન્મોના સંસ્કારવશ, આકસ્મિક રીતે કોઈ શક્તિકેન્દ્ર જાગૃત થઈ જતાં પ્રાપ્ત થાય છે. પ્રથમ પ્રકારનાં અનેક દૃષ્ટાંત યોગસાધકોનાં જીવનચરિત્રોમાં મળી આવે છે. જ્યારે ઇંગ્લૅન્ડમાં જન્મેલી જૉઆન ગ્રાંટ—Joan Grant~~ ને બાલ્યાવસ્થાથી પોતાનાં પૂર્વજન્મોની સ્મૃતિ અનાયાસ મળેલી. તેની આ શક્તિ મોટી ઉમરે પણ ટકી રહેલી એટલું જ નહિ, પછી તો તે પોતાની ઇચ્છાનુસાર પૂર્વજીવનોમાં ડોકિયું કરી શકતી. ‘Many Lifetimes' પુસ્તક પૂર્વજીવનોની સ્મૃતિઓના આધારે, તેણે તેના માનચિકિત્સક પતિના સહયોગમાં લખ્યું છે. એ વાત એટલેથી અટકતી નથી, બીજાઓનાં પૂર્વજન્મોમાં પણ તે ઇચ્છાનુસાર ડોકિયું કરી શકતી હતી! ને એની એ શક્તિનો લાભ એના માનસચિકિત્સક પતિ લેતા હતા. એમના હઠીલા કેસોમાં તેઓ જયારે એજ-રિગ્રેશન દ્વારા દરદીનાં પૂર્વજીવનોમાં રહેલી ગ્રંથિઓ ખોળી કાઢવામાં સફળ ન થતા ત્યારે તેઓ, જૉઆનને તેમનાં પૂર્વજીવનોમાં ડોકિયું કરી, તેમના રોગ સાથે સંબંધિત ગ્રંથિઓ શોધી આપવા કહેતા. અને, તેમાં તેમને સફળતા મળતી. બીજા પ્રકારની શક્તિનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત છે પિટર હરકોસનો કિસ્સો. છાપરા પરથી ત્રીસેક ફૂટની ઊંચાઈએથી તે નીચે પટકાયો હતો. દિવસો સુધી હૉસ્પિટલમાં બેશુદ્ધ રહ્યા પછી એ ભાનમાં આવ્યો ત્યારે બીજાના ભૂત-ભાવિ જીવનમાં ડોકિયું કરવાની શક્તિ તેને પ્રાપ્ત હતી. એની જોડેના ખાટલા પરના દરદીને હૉસ્પિટલમાંથી રજા મળતાં, વિદાય વેળાએ એણે પિટર સાથે હસ્તધૂનન કર્યું. એની સાથે જ પિટર સમક્ષ એનું જીવન છતું થઈ ગયું. એના ગયા પછી પિટરે નર્સને કહ્યું કે આ માણસ બ્રિટીશ જાસૂસ છે. આજથી ત્રીજે દિવસે રસ્તા વચ્ચે જ એનું ખૂન થશે. તે વખતે તો નર્સને લાગ્યું કે માથામાં થયેલી ઇજાના કારણે એ પ્રલાપ કરી રહ્યો છે. પણ ત્રીજા દિવસે આગાહી મુજબ, પેલા માણસનું ખૂન થયું અને પોલીસની Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨? આત્મજ્ઞાન અને સાધનાપથ તપાસમાં જયારે એ વિગત બહાર આવી કે તે બ્રિટીશ જાસૂસ હતો ત્યારે સૌનું ધ્યાન પિટરની વાત પર ગયું. એ પછી તો લોકો વિવિધ મુશ્કેલીઓમાં માર્ગદર્શન મેળવવા પિટર પાસે આવવા લાગ્યા. મોટા ઔદ્યોગિક એકમોમાં તોતિંગ યંત્રો ખોટવાઇ ગયાં હોય અને ઇજનેરો તેની ખામી શોધી કાઢવામાં નિષ્ફળ રહ્યા હોય ત્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ પિટરને પોતાના કારખાનાની મુલાકાતે બોલાવતા અને મહત્ત્વની ચોરી કે ખૂનના કિસ્સાઓમાં ગુનેગારોના સગડ મેળવવામાં સહાયભૂત થાય એવા કોઈ સંકેત મેળવવામાં નિષ્ફળતા મળી છે ત્યારે અનેક પોલીસખાતાંએ પણ એને તેડાં મોકલ્યાં છે. સ્કોટલૅન્ડયાન્ડે-ઈંગ્લેન્ડની છૂપી પોલીસે-સુદ્ધાં પિટરની સહાય મેળવી છે. જેના વિશે માહિતી જોઈતી હોય એ વ્યક્તિના સંપર્કમાં આવેલી કોઈ વસ્તુ-રૂમાલ, ચાવી, સિગારેટનું પાકીટ, પેન, ચંપલ ઇત્યાદિ ગમે તે ચીજ-હાથમાં લેતાં જ પિટર એ વ્યક્તિનું વર્ણન આપતો; વર્તમાનમાં એ ક્યાં છે, શું કરી રહી છે તે પણ એ કહેતો અને એણે ગુનો કેવી રીતે કર્યો છે તેનું ધ્યાન પણ આપતો. એણે આપેલી માહિતી એટલી સચોટ નીવડતી કે અનેક રાજયોની પોલીસ તેના અટપટા કેસોમાં પિટરની મદદ મેળવતી." ‘વર્જીનિયા બીચના ચમત્કારી માનવી' તરીકે જાણીતા થયેલા એડગર કેસીને, હીપ્નોટિક ટ્રાન્સ દ્વારા, આકસ્મિક રીતે એક એવી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે, તેણે નવમા ધોરણથી આગળ અભ્યાસ કરેલો ન હોવા છતાં, ત્રીસ હજાર દરદીઓની સફળ ચિકિત્સા–દરદીને જોયા વિના જ, ઘણીવાર તો હજારો માઈલ દૂર રહ્યાં રહ્યાં, દરદનું નિદાન અને એના નિવારણ માટે સચોટ ઉપચારનો નિર્દેશ કરવા પૂર્વક–કરેલી. નિદાન કરતી વખતે તે જાતે ટ્રાન્સમાં જતો અને પછી, જાણે એક્સ-રેથી તે દરદીનું આખું શરીર જોતો હોય તેમ, દાક્તરી વિદ્યાનો કક્કો પણ ન જાણનાર કેસી નિષગાત દાક્તરની અદાથી, દાક્તરી પરિભાષામાં, દરદનું નિદાન અને ઉપચાર કડકડાટ બોલી જતો! વખત જતાં, એક પ્રસંગે-૧૦ ઑગસ્ટ ૧૯૨૩ના દિવસે અચાનક ખબર પડી કે એ બીજાના પૂર્વ ભવોમાં પણ ડોકિયું કરી શકે છે. ૫. પિટર હરકોસ, ‘હું ત્રિકાળજ્ઞાની બન્યો અને પછી – અનુવાદક : શ્રીકાંત ત્રિવેદી, પ્રકાશક : વનરાજ માલવી (ગ્રંથલોક, અમદાવાદ ૩૮૦ ૦૦૧). Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૮૩ ગત જીવનોની વર્તમાન જીવન પર શી અસર પડશે એ પણ અગાઉથી તે જણાવી શકતો. પૂર્વ જીવનોનાં આવાં અઢી હજાર ‘લાઇફ રીડિંગ્ઝ’ કેસીએ આપેલાં, કેસીનાં નિદાન, ઉપચાર અને આગાહીઓ આશ્ચર્યજનક હદે સાચાં નીવડતાં. સીલ્વન મુલ્યુનને તેની માત્ર બાર વર્ષની વયે, આકસ્મિક રીતે જ, સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી, સૂક્ષ્મ શરીરે બંધ ઓરડાની ભીંતમાંથી કશી જ નડતર વિના પસાર થઈ ઇચ્છિત સ્થળે લટાર મારી ત્યાં જે બની રહ્યું હોય તે જાણી લઈ પોતાના સ્થાને પાછા ફરવાની શક્તિ પ્રાપ્ત થયેલી. શરૂઆતમાં તો એના પરિચિતો અને કુટુંબની વ્યક્તિઓ સુધ્ધાં એની વાત માનતાં નહિ, પણ પાછળથી સૌને એની વિરલ શક્તિની પ્રતીતિ થઈ હતી. આવી અતીન્દ્રિય શક્તિઓ વિશે સંશોધન કરી રહેલા એક સંશોધકના સહયોગમાં મુલ્ડ્રને એક પુસ્તક પણ લખ્યું છે. જેમાં તેણે સૂક્ષ્મ દેહે કરેલી યાત્રાઓનું ધ્યાન આપ્યું છે અને, સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહને અલગ પાડવાની એણે પોતે વિકસાવેલી પદ્ધતિઓનું પણ નિરૂપણ કર્યું છે. એ પુસ્તક પહેલી વાર પ્રકાશિત થયું ત્યારથી એકધારાં એનાં પુનર્મુદ્રણો થતાં રહ્યાં છે.’ આવો જ બીજો જાણીતો કિસ્સો છે રોબર્ટ મનરોનો. એને પણ ૬. આના વિગતવાર અહેવાલો માટે જુઓ : (i) લેખકકૃત ‘વિજ્ઞાન અને અધ્યાત્મ, પ્રકરણ ત્રીજું : ‘વૈજ્ઞાનિક સ્તરે પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર' અંતર્ગત પેટા મથાળું વર્જીનીયા બીચનો એ ‘ચમત્કારિક માનવી'. (ii) Thelma Moss, The Probability of the Impossible', Chap. 10, pp. 240-247. Paladin Books, (Granada Publishing Limited, New York, 1970). (iii) Thomas Sugrue, ‘There Is A River', (Dell, New York, 1970). આ પુસ્તક એડ્વર કેસીનું આધારભૂત જીવનચરિત્ર છે. (iv) Noel Langley, Edgar Cayce on Re-incarnation, (Warner Books, New York, 1967). - (v) Jess Stearn, Edgar Cayce – The Sleeping Prophet, (Bantam Books, New York). ૭. Muldoon and Carrington, ‘The Projection of the Astral Body', (Samuel Weiser, New York, 1969). Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ સૂક્ષ્મ દેહને સ્થૂલ શરીરથી છૂટો પાડવાની શક્તિ આકસ્મિક આવી મળી હતી. સ્થૂળ દેહે ઘરમાં એની હાજરી હોવા છતાં, સૂક્ષ્મ દેહ બહાર જઈ આવી, પડોશમાં બની રહેલી ઘટનાઓનું જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો. કોઇને અપાર્થિવ સૃષ્ટિના આત્માઓના સહયોગ દ્વારા પણ આવી કેટલીક અલૌકિક શક્તિઓ અનાયાસ ઉપલબ્ધ થાય છે. પૂર્વના કોઈ ઋણાનુબંધને લીધે, કે તેની સાત્ત્વિકતાથી આકર્ષાઈને કે પોતાની જ કોઈ વાસનાની પૂર્તિ અર્થે અપાર્થિવ લોક-‘astral World'-ના આત્માઓ એની પાસે ખેંચાઈ આવે છે અને ‘ચમત્કારો’ સજે છે. માનવીની જેમ અપાર્થિવ લોકના આત્માઓમાં પણ કામનાઓનો આવેગ હોય છે, એમને પણ સારી-માઠી બંને પ્રકારની કામનાઓ હોય છે. મૃત્યુલોકના જીવનકાળમાં ઉપાડેલું કોઈ કાર્ય અધૂરું રહી ગયું હોય અને, એની પાછળ રહેલી કામનાનો આવેગ પ્રબળ હોય તો, એ અતૃપ્ત વાસનાની તૃપ્તિ અર્થે, અપાર્થિવ લોકના આત્માઓ યોગ્ય માનવ વ્યક્તિનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે અને તેના માધ્યમથી પોતાની કામના પૂર્ણ કરે છે. અતૃપ્ત શુભ કામનાનું ઉદાહરણ એ પ્રકારે મળી આવે કે કોઈ યોગભ્રષ્ટ સાધક અપાર્થિવ લોકમાં અવતર્યો હોય અને પૂર્વજીવનમાં એણે ધર્મપ્રચારની કામના રાખી હોય, પણ એ જીવનકાળ દરમ્યાન તે સફળ ન થઈ હોય. એ કામના પૂર્ણ કરવા હવે તે કોઈ યોગ્ય માનવ-માધ્યમ શોધીને તેના દ્વારા પોતાને અભીષ્ટ ધર્મપ્રચાર કે જ્ઞાનપ્રસાર* કરવા પ્રયાસ કરે છે. માધ્યમવ્યક્તિ લોકોનો વિશ્વાસ શ્રદ્ધા 6. Robert Monroe, Journeys Out Of The Body, (Doubleday, New York, 1971). * કોઈ તિબેટી આત્માના આગ્રહવશ આવા કાર્યમાં પોતાને કેવી રીતે સહભાગી બનવું પડયું તેની વાત કરતાં પોતાની આત્મકથા – Unfinished Autobiography –માં મિસિસ એલિસ બેઇલ (Alice A, Bailey) લખે છે કે એક દિવસ છોકરાંઓને નિશાળે મોકલ્યા પછી, હું ઘરની નજીકની એક ટેકરી પર જઈને બેઠી ને વિચારે ચડી.... એટલામાં મને એક અવાજ સંભળાયો : “કેટલાંક પુસ્તકો જનતા માટે લખાય એવી ઇચ્છા છે. તમે તે લખી શકો તેમ છો. એ કામ કરશો?” તલ્લણ આવી કોઈ બાબતમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. ત્રણેક અઠવાડિયાં બાદ તિબેટી આત્માએ એમનો ફરી સંપર્ક કર્યો અને પોતાની ઇચ્છામાં સહકાર આપવા આગ્રહ કર્યો. ઘણી આનાકાનીના અંતે અને Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો/૨૮૫ સંપાદન કરી તેનું કાર્ય સરળતાથી આગળ ધપાવી શકે તે માટે તેને કેટલીક, ચમત્કારિક કહી શકાય એવી, શક્તિઓ પણ તે બક્ષે છે-જેવી કે સંપર્કમાં આવતી વ્યક્તિના મનના વિચારો જાણી લેવાની શક્તિ કે ભૂત-ભાવિ ઘટનાઓનું જ્ઞાન. માધ્યમ ત્યાગી હોય કે ગૃહસ્થ — આવી શક્તિઓના પ્રભાવે એ સિદ્ધપુરુષ તરીકેની ખ્યાતિ પામે છે અને ભાવુક જનતા, એની અસાધારણ શક્તિઓને એની ઉચ્ચ આત્મિક-દશાની ઘોતક માનીને, એના પ્રત્યે આંધળી શ્રદ્ધા રાખી એને અનુસરે છે; અને, ઘણીવાર નાસ્તિક માણસો પણ એની ચમત્કારિક શક્તિઓથી પ્રભાવિત થઈ યોગ-અધ્યાત્મ ધર્મમાં શ્રદ્ધાવાન બને છે. સાત્ત્વિક માધ્યમો અપાર્થિવ લોકના આત્માના અનાયાસ સાંપડેલા આવા સહયોગનો દુરુપયોગ ન કરે તોયે, બહુધા તેઓ પોતાને પ્રાપ્ત શક્તિઓ અને સિદ્ધિઓના પ્રયોગ વડે તેમના ભક્તોની ભૌતિક કામનાઓ સંતોષવામાં અટવાઈ રહી જીવન પૂરું કરે છે અને, તેમના અનુયાયીઓની દૃષ્ટિ પણ વર્તમાન જીવનનાં સુખદુ:ખ પર જ કેન્દ્રિત રહી જાય છે. કામના પૂર્તિ નહિ પણ કામના મુક્તિના ધ્યેય સાથે, ચિત્તનું અતિક્રમણ કરીને સ્વની સાચી ઓળખ મેળવવાના યથાર્થ સાધનમાર્ગે તેઓ પદાર્પણ કરી શકતા નથી. મેલી વિદ્યાની સાધના વડે ‘સિદ્ધિ'નો દેખાડો કિંતુ, મોહગભિત વૈરાગ્યવાળા-તામસી કે રાજસી વૃત્તિના-સાધકો તો લોકોમાં મહત્ત્વ મેળવવા કે પોતાની કોઈ મિલન વાસનાને સંતોષવા અર્થે સામે ચડીને, મંત્ર-તંત્રની કોઈ મેલી સાધનાથી પ્રેતાત્માઓને વશ કરીને, તેમના સહકારથી ચમત્કારોનો દેખાડો કરે છે. વવર્તી પ્રેતાત્મા વ્યંતરદેવ અદશ્ય રહી એમની માગણી અનુસારની વસ્તુઓ અન્યત્રથી— કોઈની દુકાન કે ઘર વગેરે ઠેકાણેથી-તેને લાવી આપે છે. એ જ રીતે પોતાની કેટલીક શરતો સાથે એ વખતે એમણે ક-મને સંમતિ આપી. ૧૯૧૯માં આ ઘટના બની. ૧૯૪૯માં મિસિસ બેઇલનું અવસાન થયું ત્યાં સુધીમાં તિબેટી મહાત્મા સાથેના સહયોગ દ્વારા યોગ, ટેલિપથી, સૂક્ષ્મ શરીરો, ગૂઢવિદ્યા ઇત્યાદિ વિષયક− From Intellect to Intuition, Occult Letters વગેરેવીશથીયે વધુ ગ્રંથોનો ફાલ તૈયાર થયો. એ ગ્રંથો આજેય મોજૂદ છે અને ગૂઢવિદ્યા (Occult Philosophy)માં રસ ધરાવનાર વર્ગમાં વ્યાપકપણે વંચાય છે. --- Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ કેટલાક ‘મહાત્મા’ સામેની વ્યક્તિના મનમાં રહેલો પ્રશ્ન ‘જાણી લઈ એ વ્યક્તિની મુઠ્ઠીમાં રખાવેલા કોરા કાગળ પર એના પ્રશ્નનો ઉત્તર અકળ રીતે લખી દેવાનો ચમત્કાર બતાવી ભોળા લોકોને પોતાની સિદ્ધિથી આંજી દેતા હોય છે; હકીકતમાં એ ચમત્કારમાં એમની સિદ્ધિ નહિ પણ એમણે સાધેલા પ્રેતાત્માઓનો સહયોગ જ કારણભૂત હોય છે. કેટલીક વાર, કેવળ હાથચાલાકીના પ્રયોગથી પણ વિવિધ ‘સિદ્ધિઓ 'નો આભાસ ઊભો કરવામાં આવે છે. આવી ‘સિદ્ધિઓ'ના પ્રદર્શનથી લોકોમાં આકર્ષણ જમાવી થોડો વખત તો એ ‘મહાત્માઓ મોજ માણે છે; પરંતુ એ સેવાના બદલામાં પેલા પ્રેતાત્માઓની ઇચ્છાઓ અને અતૃપ્ત વાસનાઓ સંતોષવા એમને કેટલીક અધમ પ્રવૃત્તિઓમાં ઘસડાવું પડે છે. ફલત: આવા કહેવાતા સિદ્ધપુરુષોનું જીવન ઊર્ધ્વગામી બનવું તો દૂર રહ્યું, સાત્ત્વિક અને નૈતિક ભૂમિકાનું પણ નથી રહી શકતું. તેથી, વાસ્તવિકતામાં તો, એ ‘સિદ્ધો' આંતરિક પરિતાપમાં જ શેકાતા હોય છે. આત્મિક શાંતિ અને આત્મતૃપ્તિની મસ્તીનો સ્વાદ તો તેમને સ્વપ્નમાંયે દુર્લભ હોય છે.* દિવસો સુધી જમીનમાં દટાઈ રહેવાની શક્તિને પણ આત્મવિકાસ સાથે કશો જ સંબંધ નથી. એકસાથે અઠ્ઠાવીસ દિવસ સુધી જળસમાધિ લેવાનો સફળ પ્રયોગ કરી દેખાડનાર ઇજિપ્તના પ્રસિદ્ધ ફકીર તાહા બે એ, પોલ ખૂંટન આગળ પોતાની એ શક્તિનું રહસ્ય ખુલ્લું કરતાં, આ તથ્ય સ્વમુખે સ્વીકાર્યું છે. આ શી રીતે શક્ય બને છે તેના વિગતવાર અહેવાલ માટે જુઓ : Paul Brunton, A Search In Secret India, Chap. 3: A Magician out of Egypt, pp. 35-43, (Rider & Co., London). | ગુજરાતી અનુવાદ : યોગેશ્વર, ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં, પ્રકરણ ૨ : ઇજિપ્તના જાદુગર. (વોરા એન્ડ કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨.) * સિદ્ધપુરુષ તરીકેની ખ્યાતિ પામતા આવા “યોગીઓ' પોતે અંતરમાં કેવા દુ:ખી હોય છે તેનો હૂબહૂ ખ્યાલ મેળવવા વાંચો: પ્રકરણના અંતે પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ. Secret Egypt', 90. Dr. Paul Brunton, “A Search In Opp. 104-123, (Rider & Co., London). Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો / ૨૮૭ અહંશૂન્યતાનું લક્ષ્ય એ હકીકત છે કે કેટલાક સાધકો તંત્ર, મંત્ર, ચિત્તસંયમ કે હઠયોગની પ્રાણાયામ આદિ કેટલીક અટપટી સાધનાઓ દ્વારા અમુક ખરેખર અસાધારણ કહી શકાય એવી શક્તિઓ પ્રાપ્ત કરે છે. મહર્ષિ પતંજલિએ પણ યોગસૂત્રના વિભૂતિપાદમાં યોગ દ્વારા લભ્ય સિદ્ધિઓનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. પરંતુ સાચો આત્માર્થી સિદ્ધિઓની પ્રાપ્તિ માટે સભાન પ્રયત્ન કરતો નથી. આત્માર્થી સાધકે “જત માટે ભલે નહિ, પણ લોકકલ્યાણ અર્થે અતીન્દ્રિય શકિતઓ/સિદ્ધિઓ પ્રાપ્ત કરવી ઈષ્ટ છે એમ માનીને પણ, આ શકિતઓની સાધના પાછળ ન પડવું. એ અતિ ભ્રામક અને લપસણો માર્ગ છે. દહાત્મભ્રમમાંથી પોતે મુક્ત ન થયો હોય ત્યાં સુધી સાચું લોકહિત શામાં છે એનો બોધ થતો નથી અને લોકહિત કાજે થતી પ્રવૃત્તિઓમાં પણ સૂક્ષ્મપણે અહં પૂર્ણ થતો રહે છે.* અહંનું ઉન્મેલન થયા પૂર્વે વિશિષ્ટ શક્તિઓની પ્રાપ્તિ થતાં, પોતે કંઈક છે એવો સૂક્ષ્મ અહં જાગી ઊઠે ને સુષુપ્ત અહં-મમની વૃત્તિઓ ફરી સક્રિય બની પોતાનો વિસ્તાર વધારી દે એવી પૂરી સંભાવના રહે છે. માટે, આત્મવિશુદ્ધિ સાથે જેને નિસ્બત નથી એવી કોઈ શક્તિઓ કે સાધના-પ્રણાલિઓ અંગે કુતૂહલ રાખ્યા વિના આત્માથી વ્યક્તિએ આત્મસાધનામાં જ રત રહેવું શ્રેયસ્કર છે. અહંશૂન્યતાનું ધ્યેય સામે ન રહ્યું તો ગમે તેટલી સિદ્ધિઓ હાંસલ થાય પણ મુક્તિની નિકટ નથી જવાતું. માટે, આત્મસાધનાનો પથ મૂકી દઈને, સિદ્ધિઓનું પ્રલોભન આપતી કોઈ સાધના પાછળ આત્માર્થીએ દોડવું હિતકર નથી. પરમાત્માની પ્રાપ્તિમાં સિદ્ધિઓ વિદનભૂત છે. * જ્યાં સુધી તમે સાત્ત્વિક-સદાચારી પ્રવૃત્તિ કરો છો ત્યાં સુધી અહંકારને પરવડે છે. અહંકાર ત્યાં પુષ્ટ બને છે. કંઈક કરી રહ્યો છે તેનું સુખ છે. તેમાં તેની હસ્તી જળવાઈ રહે છે.... અહંકારને તો રમવા માટે રમકડાં જોઈએ, ભલે ને એ રમકડાં સાત્ત્વિક હોય. એમાં પોતે ટકી રહે છે. એના માટે એ પૂરતું છે. પોતે -કરનારો, કરીને કહેનારો–રહે છે, પોતાને નામશેષ થવું પડતું નથી. એના માટે એટલું પૂરતું છે. જિજ્ઞાસુ માટે અહીં લાલબત્તી છે. અહંકારની રમતને એણે જોવી પડશે. આત્મનિરીક્ષણ આદરવું પડશે. – વિમલા તાઈ, પર્યુષણ-પ્રસાદી, પૃષ્ઠ ૩૬, ૩૧. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ સિદ્ધિઓને યોગસંતતિ કહી છે. ભૌતિક સંપત્તિ, સંતતિ, પરિવાર, સત્તા, અને કીર્ત-પ્રતિષ્ઠા આદિની જેમ યોગસંતતિ પણ, અહ-મમની જાગૃતિ અને પુષ્ટિનું નિમિત્ત બની, ગાફેલ સાધકને પથભ્રષ્ટ કરી દે છે. માટે, દેહના નાશ સાથે નાશ પામનારી સિદ્ધિઓ મેળવવા મહેનત કરવાની વાત તો દૂર રહી, તે સ્વત: સામે ચાલીને આવતી હોય ત્યારે પણ શ્રેયાર્થી એમની પ્રત્યે ઉદાસીન રહે. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે સિદ્ધિઓ એ સાધકના માર્ગમાં ભગવાને નાખેલાં રમકડાં છે; એનાથી રમવા લાગશો તો ધ્યેય સુધી પહોંચાશે નહિ. સિદ્ધિઓની વાત તો દૂર રહી, પોતાના વિકાસ પ્રત્યેની વધુ પડતી સભાનતાથી પણ પ્રગતિ થંભી જતી અનુભવાય છે. માટે સાધકે પોતાને મળતા અતીન્દ્રિય અનુભવો વિશે મૌન રહેવું અને, પોતાના અંતરમાં પણ એ અનુભવોને વધુ મહત્ત્વ ન આપવું. શ્રી રમણ મહર્ષિએ તો કહ્યું જ છે કે, “જ્યોતિઓનું દર્શન એ લક્ષ્ય નથી; લક્ષ્ય તો આત્મોપલબ્ધિ જ છે. આવી જ્યોતિઓનું દર્શન ધ્યાનમાં ખલેલ કરે છે. માટે સાધકે એનાથી મોહિત ન થવું જોઈએ. એ જ્યોતિઓ બાહ્ય સંસારમાં સ્થૂળ રૂપે દેખાય કે મનમાં સૂક્ષ્મ રૂપે દેખાય તોય તે વિષય જ છે. પ્રયત્ન તો કરવાનો છે વિષયીનાં દર્શન કરવા માટે, નહિ કે વિષયનાં. માટે આવી જ્યોતિઓનાં દર્શનથી પ્રસન્ન થવું ઉચિત નથી.” ઉત્સુકતા પણ વર્ષ આ દષ્ટિએ જોતાં, સાધનાની પ્રારંભિક ભૂમિકાએ, આગળ શા શા અનુભવો મળશે એ અગાઉથી જાણવું સાધકના હિતમાં નથી; કારણ કે એથી એના ચિત્તમાં ખોટી ઉત્સુકતા જાગે, પોતાને અમુક અનુભવ મળ્યા નથી એ ભાન લઘુતાગ્રંથિ જન્માવે, કે સાધક સ્વમનકલ્પિત – ‘ઑટોસજેશન' જનિત-ભ્રામક અનુભૂતિઓના રવાડે ચડી જાય, વગેરે સંભાવના પણ રહે છે. પરંતુ, યોગ્ય માર્ગદર્શકના શિરછત્ર વિના, સાધક એકલો આ માર્ગે ગતિ કરતો હોય અને ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતાના વિકાસ સાથે સંબંધિત અનુભવો વિશે તે સાવ અજાણ હોય તો, એ પણ સંભવિત છે કે, તે કોઈ વિચિત્ર અનુભૂતિથી મૂંઝાઈ-અકળાઈ જાય, કોઈ તેની અજ્ઞાનતાનો ગેરલાભ ઊઠાવે, અજ્ઞાન ‘ગુરુઓ'ના ખોટા માર્ગદર્શનથી સાધક ભરમાઈ કે Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૮૯ ભોળવાઈ જઈ સાધનામાર્ગથી વિચલિત થઈ જાય કે પોતાને ઉપલબ્ધ કોઈ અસામાન્ય અનુભવને વધુ પડતું મહત્ત્વ આપી દઈને તે આડમાર્ગે ફંટાઈ જાય. અર્થાત, સમર્થ ગુરુની નિશ્રા પ્રાપ્ત ન થઈ હોય તો, સાધનામાર્ગે પ્રાપ્ય અનુભવો વિશે સાવ અજ્ઞાન રહેવું એ પણ ઇચ્છનીય નથી; અજ્ઞાન સાથે વસતાં ભય અને ભ્રમણાના શિકાર થઈ જવાની શક્યતા એમાં રહેલી જ છે. આથી, સાધના દરમ્યાન પ્રાપ્ય સંભવિત અનુભવોની થોડી વિચારણા કરવાનું અહીં ઉચિત માન્યું છે. પર્વતના શિખરના આરોહણમાં યાત્રી જેમ ઊંચે જતો જાય તેમ જોખમ વધે એની સાથે એની જાગૃતિ વધે, નહિતર નીચે ઊંડી ખીણમાં તે પટકાઇ જાય. તેમ અધ્યાત્મશિખર સર કરવા નીકળેલા પથિકે પણ ઊંચાઇની સાથે આંતરજાગૃતિનો તાલ જાળવીને આગળ વધવું રહ્યું. સાધક ઇચ્છે કે ન ઇચ્છે, તે જેમ જેમ અંતર્મુખ બનતો જાય અને તેનું ચિત્ત નિર્મળ અને નિસ્પદ થતું જાય, તેમ તેમ તેની નિગૂઢ શક્તિઓ પ્રકટ થાય છે અને તેને વિવિધ અસામાન્ય અનુભૂતિઓ પ્રાપ્ત થાય છે. કિંતુ એ અનુભવોની અલ્પતા કે વિપુલતા એ આત્મવિકાસનું ખરું માપ નથી : આ વાત સ્મરણમાં રાખી વિવેકી સાધકે, આવા કોઈ અનુભવ માટે ઉત્સુકતા રાખ્યા વિના તેમજ સાધના દરમ્યાન જે કંઈ અનુભવો પ્રાપ્ત થાય તેમાં અટક્યા કે અટવાયા વિના, પૂર્વોક્ત ત્રિવિધ માર્ગે સમત્વનો વિકાસ કરતા રહી, અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધનામાં આગળ વધવું ઘટે. કોઈ વિશિષ્ટ અનુભવ નહિ પણ, રોજિંદા જીવનવ્યવહારમાં રાગ-દ્રપ-મોહની વૃત્તિઓથી અળગા રહેવાની તેની ક્ષમતા જ તેની પ્રગતિનો સાચો માપદંડ બની શકે. ચેતના પૂરતું ઊંડાણ પ્રાપ્ત કરે છે ત્યારે આ બધા માનસિક અનુભવો અદશ્ય થાય છે અને સાધક કેવળ અપૂર્વ શાંતિ અને આત્મિક આનંદતૃપ્તિ અનુભવે છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિગત થતાં રહે છે. એ પછી સાધક, બાહ્ય જગતથી હઠીને, સ્વયે વધુ ને વધુ અંતર્મુખ રહેવા ઇચ્છે છે. એની સાધના સહજ પ્રવાહિત થાય છે. સાધક અનુભવ કરે છે કે હવે ધ્યાનના ઊંડાણમાં જવા એને પોતાને પ્રયાસ કરવો પડતો નથી, પણ જાણે અંદરથી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦) આત્મજ્ઞાન અને સાધનાપથ જ કંઈક એને વધુ ને વધુ અંતર્મુખ થવા પ્રેરી રહ્યું છે – જાણે અંદર ખેંચી રહ્યું છે. તે લાંબા સમય સુધી ધ્યાનમાં, કશા વિક્ષેપ વિના, સરળતાથી બેસી શકે છે. ધ્યાન સિવાયના સમયે પણ તેનું ચિત્ત અંતર્મુખ રહ્યા કરે છે અને અંતરમાં ઊંડી શાંતિ છવાયેલી રહે છે. આ અવસ્થાએ કોઈ સાધકને એ ભ્રાન્તિ થાય છે કે તે ચરમ સ્થિતિએ પહોંચી ચૂક્યો છે. કિંતુ, તે હજુ તના પરિચિત ક્ષેત્રમાં જ છે એ તેણે ન વીસરવું જોઈએ. - સાધના આગળ વધે છે તેમ તેમ પરિચિત આધારો છૂટતા જાય છે. સાધકનું અલગ “વ્યક્તિત્વ' ઓગળતું જાય છે. કિંતુ, મનની ધરતી પર માનવીને કોઈને કોઈ ટેકો–વિકલ્પનો સહારો જોઈતો હોય છે. ‘હું'નો લોપ એ સહી શકતો નથી. સિદ્ધિ અને સાફલ્યની માયા એને વળગી હોય છે. એટલે અજ્ઞાત પ્રદેશમાં પગ મૂકતાં તે ભીતિ અનુભવે છે, ને પાછો વળી જાય છે. પણ સંપૂર્ણ નિરાલંબ થયા વિના અજ્ઞાતની ધરતી પર પગ માંડી શકાતો નથી. જ્ઞાતના અવલંબનને વળગી રહી નિજ શાશ્વત-શુદ્ધ સત્તા સાથે મેળાપ થઈ શકતો નથી. આ તબકકે અનુભવી ગુરુનું સાન્નિધ્ય અને માર્ગદર્શન સાધકને સાંપડે અને દેહ-મનના નશ્વર (ક્ષણિક પર્યાય પરથી દષ્ટિ ખસેડી લઈને, નિજ શાશ્વત-શુદ્ધ સત્તાને સમપિત રહી, સંપૂર્ણ શરણાગતિપૂર્વક ‘પડશે તેવા દેવાશેના ભાવ સાથે તે આગળ વધે તો, અપૂર્વ વીયલ્લાસ વડે શીધ્ર મનને પેલે પાર પહોંચી જઈ તે અમૃતનો આસ્વાદ પામે છે. નહિતર તેના માર્ગમાં ફરી કોઈક અવરોધ આવી શકે છે. જ્ઞાતના કિનારે આવીને અજ્ઞાતમાં પ્રવેશતાં અચકાતો યોગી પરિચિત આધારોને પુન: પકડવા જતાં, જો સિદ્ધિઓનું કે શક્તિઓનું પ્રદર્શન કરી કીર્તિ કમાવાના લોભમાં પડે છે અને, શ્રદ્ધાળુ જનતા તરફથી તેમજ મોટી મોટી ઐશ્વર્યસંપન્ન વ્યક્તિઓ દ્વારા પરમ ભક્તિભાવે તેની સેવામાં ધરવામાં આવતી અનુત્તમ ભોગસામગ્રીના આસ્વાદમાં લુબ્ધ બની, ઇન્દ્રિયોને લાડ લડાવવા લાગે છે તો તે ફરી પાશવી ભૂમિકાએ આંટા મારતો થઈ જાય છેપશુ ઇન્દ્રિયોનું સુખ મેળવીને તૃપ્તિ અનુભવે છે. ઇન્દ્રિયોના સુખ-ભોગની કામનાથી કંઈક ઉપર ઊઠેલી વ્યક્તિઓનું પતન અહં લાવે છે. અહં આગળ આવે છે ત્યારે લોકોની પ્રશંસા, માન-મોટાઈ અને કીર્તિની ભૂખ જાગે છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૯૧ બીજાની નજરમાં આવવા આતુર અને બીજાની પ્રશંસા ઉપર જીવનાર વ્યક્તિની વૃત્તિ બાહ્યલક્ષી બની જાય છે. ઇન્દ્રિયોની પકડમાંથી છૂટેલો સાધક આમ અહંના બંધનમાં ગૂંચવાઈ જાય છે. આમ સંગ અને સ્મયઆસક્તિ અને કૃતાર્થતાનું અભિમાન – એ બે દોષ ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા સાધકનું પતન નોતરે છે. આથી, યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિએ મધુભૂમિક યોગીને સાવધ કરતાં કહ્યું છે કે દેવો આવીને તેની સ્તુતિ કે આદર-સત્કાર કરે અને ઉત્તમ ભોગસામગ્રીનો સ્વીકાર કરવા પ્રાર્થે ત્યારે પણ તેણે તેમાં લેવાઈ ન જવું." સાધનામાં પ્રગતિ પળ-પળની જાગૃતિ માગે છે. “સમયે યમ મા Tમાયણ ” કહીને વીર પ્રભુ પ્રત્યેક સાધકને સાવધાન કરે છે કે ગમે તેટલી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થઈ હોય તોયે સાધકે પ્રતિપળ પૂરા સાવધ રહેવા પ્રયત્નશીલ રહેવું. પૂર્ણ ઉપશમભાવ સુધીની છલાંગ મારનાર સાધકો પણ ગફલતની ક્ષણમાં પાછા નીચે પટકાયા છે. ભગવાન ગૌતમ બુદ્ધે પણ ભિક્ષુઓને આ અનુરોધ કર્યો છે : “મMમાન સMયા” અને, પૂર્ણ કળશ વડે એક સાથે જળનો અભિષેક કરવાના બદલે, એક-એક ટીપું સતત * પાતંજલ યોગદર્શન અનુસાર સાધકની આ બીજી કક્ષા છે. મહર્ષિ પતંજલિએ સાધકની ચાર કક્ષા બતાવી છે : ૧. પ્રાથમ કલ્પિક. અર્થાત્ પ્રારંભિક યોગાભ્યાસી. જેણે યોગમાર્ગે પદાર્પણ કર્યું છે પણ સવિતર્ક સમાધિથી આગળ જેની ગતિ નથી થઈ તેવો સાધક. ૨. મધુભૂમિક. જે સાધક નિધિતર્ક સમાધિ સુધી પહોંચીને ઋતંભરા પ્રજ્ઞા પામી ચૂક્યો છે તે. આટલી ઉચ્ચ-કક્ષાએ પહોંચેલા સાધકને માટે મહર્ષિ પતંજલિએ ઉપર્યુક્ત ચેતવણી ઉચ્ચારી છે! એણે પણ સંગ અને સ્મય-આસક્તિ અને અભિમાન-ના મોહપાશથી બચવું રહ્યું. ૩. પ્રજ્ઞા જયોતિ. ભૂતેન્દ્રિયજયી થઈને, જે વિશોકા અને સંસ્કારશેષ ભૂમિકાની પ્રાપ્તિ અર્થે પ્રયત્નશીલ છે તે. તે તો પ્રલોભનો સામે સ્વયં જાગૃત અને, તેમની સામે ટકી રહેવા સમર્થ હોય છે. ૪. અતિકાન્ત ભાવનીય. સંસ્કારશેષ અવસ્થા પ્રાપ્ત કરીને સદા એજ અવસ્થામાં વર્તતા, સર્વથા વિરક્ત જીવનમુક્ત યોગીની આ કક્ષા છે. ૧૧. ચાન્યુનમને સમય જ પુનરનિષ્ટપ્રસંતુ – યોગસૂત્ર, વિભૂતિપાદ, સૂત્ર ૫૦. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આત્મજ્ઞાન અને સાધનાપથ પડયા કરે એ રીતે જળાધારી વડે કરાતા શિવલિંગના અભિષેક પાછળ પણ, સાધનામાં અપેક્ષિત પળ-પળની જાગૃતિનો જ સંકેત રહેલો છે. આંતર જાગૃતિનો દીવો જરા ઝાંખો થયો તો એક નાનકડા છિદ્ર વાટે મોહ અંદર પ્રવેશી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંડે છે. માટે, સાધકે પાકી ધ્યેયનિષ્ઠા કેળવવી; અને, અંતર્મુખતા, સમતા, તથા સાક્ષીભાવની સાધનાને અવગણીને શક્તિઓ, સિદ્ધિઓ કે અન્ય કોઈ આસક્તિના દોરે ક્યાંય બંધાઈ ન જવાય તે માટે સદા સજાગ રહેવું. Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ શ્રી રસિક ઝવેરીની સ-રસ અને રસળતી શૈલીએ આલેખાયેલો આ કિસ્સો, મુંબઈથી પ્રકાશિત થતા સુપ્રસિદ્ધ ગુજરાતી દૈનિક ‘મુંબઈ સમાચાર ની લોકપ્રિય કટાર ‘દિલની વાતો' માં (જુલાઈ ૧૯૭૨) પ્રકાશિત થયેલો અને ત્યારબાદ પુસ્તકાકારે ‘દિલની વાતો' ભાગ ત્રીજા*માં સંકલિત થયેલો છે. મંત્ર-તંત્રની મેલી સાધના દ્વારા પ્રાપ્ય ‘સિદ્ધિઓ'ની ભીતરી આગથી જિજ્ઞાસુઓ વાકેફ બને અને, અધ્યાત્મમાર્ગના પથિકો અજ્ઞાનવશ એની જવાળાઓમાં હોમાઈ જતાં બચે એ હેતુથી, સ્વ.રસિક ઝવેરીના પરિવારની અનુમતિથી, તે અહીં સાભાર ઉદ્ભૂત કરેલ છે. – લેખક ચરખારી સ્ટેટનાં નેપાલી મહારાણી મારાં ઘરાક. એમના કામ માટે ઠીક ઠીક સમય બનારસની એમની કોઠીમાં મહેમાન તરીકે રહેવાનું થયું. જાતજાતના લોકો ત્યાં આવે. વયોવૃદ્ધ પ્રકાંડ જ્યોતિષી નારાયણ શાસ્ત્રી સાથે ત્યાં ભેટો થયો. એમની વાત વળી કોઈ વાર કરીશું. એ પંડિતજી સાથે એક યુવક અવારનવાર આવે. પહેલી વખત એને જોઈને હું અવાક થઈ ગયો. સુગંધી તેલ નાખીને ઓળેલા લાંબા કેશ એને માથેથી ખભા સુધી લટકતા હતા. હોઠ મશહૂર બનારસી તાંબુલનો રંગ પી પીને એક પ્રકારની મધુર લાલિમાં દેખાડતા હતા. એની પારદર્શક તેજસ્વી કાળી મોટી આંખોમાં સામાનું અંતર વીંધીને આરપાર જોવાની શક્તિ વરતાતી હતી. સશક્ત સુંદર દેહ. એનાં અતિશય સફેદ સ્વચ્છ વસ્ત્રોમાંથી * કૉપીરાઇટ © અજોય વિનોદ ઝવેરી, ૬, બૅટરી હાઉસ, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ – ૪૦૦ ૦૨૬. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આત્મજ્ઞાન અને સાધનાપથ મોંઘા અત્તરની મહેક ભભૂકતી હતી. છુટ્ટી પાટલીનું ધોતિયું અને ખભે જેમતેમ નાખેલો ખેસ જેવો રેશમી દુપટ્ટો એની પ્રતિભાને વધુ રંગીન બનાવતાં હતાં. લાગે કે આ માણસે શણગારને તાલીમ આપીને કહી રાખ્યું હોય કે તમારું કામ મને આકર્ષક બનાવવાનું છે. એનું નામ બ્રિજમોહન. મારોયે એ જુવાનીનો કાળ, ઈશ્વરના અસ્તિત્વ વિશેના વિતંડાવાદમાં રાચવાનો શોખ. રાણીસાહેબે મારી ઓળખાણ કરાવીને કહ્યું : ‘બ્રિજમોહનજી, આજે આપણા જોહરીજીને તમારી સાધનાનો કંઈક પરચો બતાવો. બડા નાસ્તિક છે. ચમત્કાર વિના નમસ્કાર કરે તેવા નથી!' બ્રિજમોહને જવાબ વાળ્યો; પણ એની વાણીની મોહકતા... હું તો એ મોહકતામાં જ ડૂબી ગયો. ગજબની મોહિની હતી. જાણે શબ્દો નીકળ્યા એ ધાર્યું પરિણામ લઈને જ એની પાસે પાછા ફરવાના હોય એવું વશીકરણ એના સ્વરભારમાંથી પ્રગટ થતું હતું. સુરમોહિનીની આવી શક્તિને હું વંદી રહ્યો. જવાબ ટૂંકો પણ ભારે અર્થસભર હતો. એણે મને કહ્યું : ‘મારી સાધનાને બળે હું જાણી શકયો છું કે તમે ગુજરાતી છો. હું આપણા દેશની લગભગ બધી ભાષા જાણું છું એટલે તમારી સાથે ગુજરાતીમાં જ વાત કરીશ. નાસ્તિકતાનું તો જાણે સમજ્યા. એ બધી તો બચ્ચાંશાઈ છે. આસ્તિકતા વિના નાસ્તિકપણું સંભવે જ નહિ. આ વાત તમને કાળે કરીને સમજાશે. ચમત્કાર ખરું પૂછો તો ગજબનો સંયમ અને મૌન માગે છે. ણિધર નાગ જેવું છે એનું તો. એ એના દરમાં હોય ત્યાં સુધી જ શોભે. દરમાંથી બહાર આવે કે ભોરંગ પોતાના રમાડનારને પણ ઊંધે કાંધ પાડી દે. પણ આજે રાણીસાહેબાની હઠ છે તો મને આ એક ચીજ જે મળી છે તે તમને દેખાડું.' થોડી વાર આંખો બંધ કરીને બ્રિજમોહન બેસી રહ્યા. પછી જ્યારે આંખો ઉઘાડીને મારી સામે જોયું ત્યારે એમનું આખું સ્વરૂપ જાણે ફરી ગયું હતું. આંખો ભય પમાડે તેવી કાચના ગોળા જેવી બનાવટી લાગતી હતી, મારી આંખોમાં નજર નોંધીને કહે : ‘તમારા જમણા ખીસામાં રત્નોનું પડીકું છે, એમાં દસ માણેક અને બે હીરા છે. ડાબા ગજવામાં રાણીછાપની સોનાની બે ગીની છે તેની ઉપર ૧૮૮૬ની સાલ છાપેલી છે. આજે સવારે આવેલો ટેલિગ્રામ છે એમાં રાણીસાહેબ સાથેના સોદા માટેની સૂચના છે જે જાહેર થાય એમાં તમને ગેરલાભ છે એટલે છતી નથી કરતો...!' Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ ૨૯૫ બ્રિજમોહને ભાખેલી અગમનિગમ જેવી વાતો અક્ષરેઅક્ષર સાચી હતી. તારની વિગત એણે જાહેર ન કરી એટલો એનો આભાર. એ પછી તો મને બ્રિજમોહનનું ઘેલું લાગ્યું. મારે બનારસમાં એક મહિનો રોકાવાનું હતું. રોજરોજ એની સાધના વિશે સવાલો કરું, પણ વાત એ હસીને ટાળી દે. એક દિવસ તો પાસવાન પાસે સરનામું મેળવીને પહોંચ્યો એને ઘરે. બ્રિજમોહન દરવાજામાં રાહ જોઈને જ ઊભા હતા. કહે : “મને ખબર હતી કે તમે આ સમયે આજે આવશો!” અંદર જઈને નજર કરી. જે જોયું એથી અજંપો થઈ આવ્યો. ક્યાં બહાર ઠાઠમાઠથી ફરતા બ્રિજમોહનની આકર્ષક છટા અને ક્યાં આ ભૂખડીબારસ જેવું એનું રહેઠાણ! નકરું ખંડેર જોઈ લ્યો. ક્યાંય જાણે કોઈ વસ્તુ જીવનના સૌંદર્યનું, પ્રેમનું, વ્યવસ્થાનું, ઇશ્કનું... અરે! જીવનરસનું પણ દર્શન કરાવતી હોય એવી ત્યાં જણાતી જ ન હતી. એક સાદી ચટાઈ ત્યાં પડી હતી. પાણીની એક માટલી, ખૂણામાં ચૂલો અને બેચાર તપેલી, થાળી વગેરે વાસણો. એ બધાં જ જાણે ઘરને ખંડેર જેવું છતું કરતાં હતાં. અમે બેઠા. દીવાલ પાસે હરિકેન ફાનસ ટમટમતું હતું એનું તેજ બ્રિજમોહનના મોં પર પડતું હતું. એના ગાલ પર તાજી આંસુની ધાર વરતાતી હતી. મને નવાઈ લાગી. થયું, આવો શક્તિશાળી સાધક; એને વળી દુખ શું હોઈ શકે? એની આંખોમાંથી વહેતી અપાર વેદનાએ મારી વાચાને જાણે હરી લીધી. - થોડી વારે મેં એને ધીમેથી કહ્યું : “બ્રિજમોહનજી, હું તમારી પાસે અત્યારે મોડી રાતે આવ્યો છું એક કામ માટે. તમે તે દિવસે જે તમારી અદ્ભુત શક્તિનો પરચો દેખાડ્યો એ વિશે મારે જાણવું છે. આ શક્તિ તમને ક્યાંથી મળી? અને બીજી એક વાત પણ છે. મને તમે એનો માર્ગ બતાવશો? હું એ માટે ગમે તે ભોગ આપવા તૈયાર છું. ગમે તેટલી કપરી ઉપાસના કરવા અને કસોટીએ ચડવા તૈયાર છે. આ વાતનો તાગ નહિ મળે ત્યાં સુધી મારા દિલનો કોલાહલ શાંત નહિ થાય. તમારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ હોય તો એને કોઈને સોંપીને તમારે જવું જોઈએ. તમારી સાથે એ વાત ભોયમાં દટાઈ જાય અને વિલીન થઈ જાય એ પહેલાં તમારે કોઈ વારસદાર શોધવો જોઈએ. મને તમે અધિકારી માનતા હો તો શાગીર્દી બનાવો. ન માનતા હો તોપણ આ સાધનાનું થોડું રહસ્ય મને સમજાવો, જેથી મારા મનને થોડો પ્રકાશ લાધે.’ એમણે કહ્યું : ‘બાજુના મકાનમાં એક મહાન સંગીતવિશારદ રહે છે, ત્યાંથી મધુર રાગિણીના સ્વર આવી રહ્યા છે એ સાંભળો. બનારસના પ્રખ્યાત ગાયક લલ્લાજીનું એ ગળું છે.’ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ મેં કાન સરવા ક્ય. હવામાંથી ઊઠતી હોય એવી, મધુરતા ભરેલી બાની, પોતે પોતાને માટે જ જાણે ગાતો હોય એવી ગીતસરિતા કોઈ વહાવી રહ્યું હતું. એ સ્વરમોહિનીમાંથી એક અલૌકિક પ્રેમ હવા ઊડતી હતી. જીવનની એક અનોખી જ સૃષ્ટિનો આવિર્ભાવ તેમાંથી જાગતો હતો. મેં કહ્યું : “ખરેખર, સંગીત આવે છે. જાણે કોઈના જીવનમાંથી વહેતું હોય એવું કુદરતી રીતે. નિજાનંદનું જ એ ગીત લાગે છે, અને બહાર વહેતી ચાંદની એને અજબની મીઠાશ આપે છે. પણ, એને મારા પ્રશ્ન સાથે શો સંબંધ છે એ કંઈ સમજાયું નહિ!' કોઈ ગુફામાંથી આવતો હોય એવા ધીમા અવાજે બ્રિજમોહને કહ્યું : ‘ભસ્માનંદ નામે એક તાંત્રિક કાશીમાં રહે છે. એની પાસે અભુત કીમિયાગીરી છે એવું સાંભળીને, એક દિવસ, હું પણ તમારી જેવો જ પ્રશ્ન લઈને, તમે મારામાં જુઓ છો એવી સિદ્ધિની શોધમાં ભટકતો ભટકતો અહીં આવ્યો હતો. એ વખતે હું હતો છોકરડા જેવો નાદાન. આ લલ્લનજીએ મને આશરો આપ્યો. એમની પાસે સંગીતવિદ્યાની અલૌકિક સાધના અને સિદ્ધિ છે. એમનો વારસો જાળવનારા કોઈ તરંગી શાગીર્દની શોધમાં તેઓ હતા. ઈશ્વરે મારા કંઠમાં પણ અનોખી બક્ષિસ મૂકી છે. શી રીતે અને ક્યાંથી એ આવી એની તો મનેય ખબર નથી. પણ એ વાત તમને કંઈક માંડીને કહું. ‘મારું મૂળ નામ છે મોહનગિરિ. કાઠિયાવાડમાં બગસરા પાસેના એક ગામમાં મારો જન્મ. અતીત બાવાનો દીકરો. મારા બાપુ પૂજારી. અમારે ત્યાં ભજનમંડળીઓ જામે. સારાસારા ભજનિકો આવતા, એક વાર હું જે ગીત સાંભળું એના સ્વર, લય, ઢબ પકડી લેવાની મને કોણ જાણે કેવી રીતે, પણ બચપણથી ફાવટ આવી ગઈ. જયારે ગાતો ત્યારે સાંભળનારા છક્ક થઈ જતા. મારા ગળામાંથી વહેતી પંક્તિએ પંક્તિ હવાને મધુરતાથી ભરી દેતી. ગામમાં અને પછી તો આખા પંથકમાં મારા નામનો ડંકો વાગી ગયો. નાનામોટા સરઅવસરે લોકો મને ગાવા માટે બોલાવવા લાગ્યા. કંઠની સાથે ઈશ્વરે મને ખૂબસૂરતી પણ ગજબની આપી દીધી. ગામની સ્ત્રીઓ મારી પાછળ ઘેલી હતી. અને ભાઈ, મને પણ મનમાં ઠસી ગયું કે હુંયે ‘કંઈક’ છું! વાત લંબાવ્ય શો ફાયદો? એમ કરતાં કરતાં પડખેના ગામના સંસારી મહંત પ્રેમગિરિની દીકરી વીજળી મારી નજરમાં વસી ગઈ. ગાયનકળા અને રૂપ એ બે Page #340 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ ૨૯૭ સિવાય મારી કને બીજું કંઈ હતું જ નહિ. લોકો ચાપાણી કે નાસ્તાની લાલચ આપી મને બોલાવી જતા. આ ટાણે ગાયન ગવરાવવા માટે પૈસા આપવા પડે એ વાત જ લોકોએ સ્વીકારી નહોતી. એક દિવસ લાગ જોઈને મેં વીજળીને કહ્યું : “ચાલ, આપણે પરણી જઈએ!' એ કહે : “શાની ઉપર પરણી જઈએ? મને તો દોમદોમ સાહ્યબી જેને આંગણે હોય એવા વરના કોડ છે, અને તું તો છો ઠાલી મફતની ગાનતાનની હાટડી માંડીને બેઠેલો મુફલિસ! તું કંઈક કરી બતાવ કે જેથી તારા પગમાં લક્ષ્મી આળોટતી આવે અને મારો બાપ ધામધૂમથી મને તારી સાથે પરણાવે.' “વીજળીના બાપને કાને પણ વાત ગઈ હશે. એણે મને બોલાવીને ધમકાવ્યો. કહ્યું : ‘અલ્યા, મોહનિયા! તારી આ મજાલ? બેચાર ગીત ફટકાર્યાં અને વરણાગીવેડા કર્યા એટલે જ્યાંત્યાં નજર નાખતો થઈ ગયો, માળા રખડુ! પૂજારીનો દીકરો જાણીને આજે તો જવા દઉં છું, પણ ફરી વાર આ દિશામાં ફરકયો તો ટાંટિયો જ તોડી નાખીશ!' ‘આ અપમાન મને હાડોહાડ લાગી ગયું. વીજળીને છેલ્લી વાર મળીને મેં કહી દીધું : ‘જોજે, એક દિવસ ધનની ઢગલાપોઠ લઈને તારા બાપને આંગણે તને ઉપાડી જવા ન આવું તો મને ફટ કહેજે! પછી બોલ્યું પાળજે. ફરી જતી નહિ.' વીજળી કહે : ‘ત્યારની વાત ત્યારે, એનું અત્યારે શું છે? ત્રણ વરસ તારી રાહ જોઈશ એ ચોક્કસ.' “ધનના ઢગલા હું ક્યાંથી લાવવાનો? અને છતાં, આ વેણ પણ મેં અકારણ નહોતાં કહ્યાં. આવનજાવનમાં રેલગાડીમાં એક કૌતુકવાળો આદમી દીઠેલો. બાંધી દડી. મજબૂત બાંધો. ડોકમાં રૂપાનો કંઠો પહેરે. દાઢી મેંદીથી રંગીને બંને બાજુ વાળેલી. કેડે ભેટ બાંધે. માથે ફદરડા જેવી આંટાવાળી પાઘડી. હાથમાં રૂપાનો હોકો ને લાકડી. એને જોઈને લોકો એકબીજાના કાન કરડવા માંડ્યા. એટલામાં ટિકિટચેકર આવ્યો. ટિકિટ જોવા માગી. પેલાએ તો ટીનના ડબલામાંથી ખોબો ભરીને ટિકિટો કાઢી. કહે, ‘આમાં ક્યાંક ટિકિટ હોય તો હોય! જોઈ લ્યો.' ટિકિટચેકર ઓળખીને હાથ જોડીને કહે : “બાપલા, ભૂલ થઈ ગઈ. તમારી તે વળી ટિકિટ જોવાની હોય?' પછી તો એ ફકીર જેવા માણસે દાઢીમાં હાથ ફેરવી ફેરવીને ભાતભાતની જણસો માંડી કાઢવા. “અરે, આ તો બાપુ મહમ્મદ છેલ છે!' એવું એક નામ આખા ડબામાં રમતું થઈ ગયું. ત્યારથી મને થયું જિંદગીમાં શીખવા જેવું અને સાધવા જેવું કંઈ હોય તો તે આ જ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આત્મજ્ઞાન અને સાધનાપથ ‘વીજળીને ત્યાંથી જાકારો પામીને પછી મેં ઘર છોડી દીધું. મહમ્મદ છેલની તપાસમાં લાગી ગયો. ભેટો થયો ત્યારે એના પગ પકડી લીધા. પણ એ તો મને મારવા દોડયા. કહે : ‘ફરી વાર આવ્યો છે તો ચકલું બનાવી દઈશ! ચાલ્યો જા અહીંથી. બહુ વીનવ્યા ત્યારે ઊલટું ગુસ્સે થઈને કહે : ‘મારી વાત માનવી હોય તો આ બધા ફતવા છોડી દેજે. એમાંથી કોઈએ સાર કાઢયો નથી અને કાઢશે નહિ. જે શીખે એનું ધનોતપનોત નીકળી જાય એવો આ વિદ્યાને માથે શરાપ છે!' ‘પણ દીધી શિખામણ કોઈએ માની છે, તે હું માનું? મહમ્મદ છેલ પાસેથી હડધૂત થઈ હું પહોંચ્યો મોરબી. ત્યાં નથુરામજી કરીને સિદ્ધ પુરુષ હતા. છેંતાલીસ અવધાન કરી શકતા. એમની અવલોકન-શક્તિ એટલી તો જાદુઈ લાગતી કે એનો અનુભવ લેનારો ઘડીભર તો માની શકે નહિ કે આવું કામ માણસ કરી શકે. નથુરામજીએ પોતાના જીવનની પળેપળ, જે જે કંઈ જુએ એને નોંધી લેવામાં જ ગાળી હોય એટલી એકાગ્રતા પોતાના જીવનમાં જાણે વણી લીધી હતી. એમણે મને સમજાવવાનો પ્રયત્ન કરીને કહ્યું કે : “આ તો ભાઈ, સાધનાનો પથ છે. એમાંથી ધનના ઢગલા થાય નહિ.' ‘મારા મનનું સમાધાન થાય એમ નહોતું. મને તો એ વખતે લાગતું હતું કે આ બધા ગમે તેવી વાતો કરે, પણ હું કોઈ મહાન સ્વપ્નનો વારસદાર બની ગયો છું. પણ પણ... સ્વપ્ન જુદી વસ્તુ છે; સાધના, ઉપાસના, એકાગ્રતા, પળપળની જાગૃતિ એ તો જુદી જ જીવનિિસદ્ધ છે એનું ભાન મને બહુ મોડું થયું. પછી સુરત પાસે ડાહ્યાભાઈ કરીને એક સંમોહિની વિદ્યાના જાણકાર મને મળ્યા. એમની પાસેય મોટી સિદ્ધિ હતી. એમણે પણ મને સમજાવ્યું કે આ રસ્તે જવા જેવું નથી. એમાં ધનના ઢગલા તો ઠીક પણ મનના આનંદનો ખજાનો ખોઈ બેસવા જેવું છે. પણ જ્યારે માણસના મન પર કોઈ ધૂન ભૂતની જેમ સવાર થઈ જાય ત્યારે એ કોઈની ડાહી વાતને ગણકારતો નથી. કોઈ ગુરુની શોધમાં પગેરું કાઢતો હું ભમવા લાગ્યો. કોઈએ કહ્યું : ‘કાશી જા. ત્યાં ભસ્માનંદ નામે કાપાલિક રહે છે એ કદાચ ચેલો બનાવે તો બનાવે.' અને હું આવ્યો બનારસ. ‘એ વખતે સંગીતાચાર્ય લલ્લનજીએ મને આશરો દીધો. કહ્યું : “ઈશ્વરે તને સૂરીલા કંઠની અલૌકિક ભેટ દીધી છે. મારી પાસે રહી જા. હું જાણું છું એ Page #342 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ ૨૯૯ બધી વિદ્યાનો ભંડાર તારી પાસે ઠલવી દઈશ. હું કોઈ વારસદારની શોધમાં જ છું.” મેં પૂછયું : “એમાંથી ધનના ઢગલા મળશે?” તો કહે : “ના. આ તો અંતરની સાધના છે, અંતરના આનંદ માટેની ઉપાસના છે. એમાંથી તને મળશેઅલૌકિક નિજાનંદ માત્ર!” મેં કહ્યું : “આનંદ તો મને ત્યારે મળે જ્યારે ભૂખડીબારસનું મેણું ભાંગી હું વીજળીને મારી કરીને રાખું!” ‘ઝાઝી વાતે ગાડાં ભરાય, રસિકભાઈ! મેં કોઈની ડાહી શિખામણ માની નહિ અને ભસ્માનંદને સાધ્યા. દિલ દઈને એની સેવા કરવા માંડી. એણે મહમ્મદ છેલ જેવી આડીતેડી વાત ન કરી. જાણે માથા પરનો ભાર ઉતારી કોઈને વિદ્યા દેવાની તક જોઈને જ બેઠા હોય એમ મને માંડયો પલોટવા. શરૂ કર્યું ત્રાટકથી અને પૂરું કર્યું વશીકરણથી. કહે : “જા, હવે ચરી ખા. તું નજર નોંધીશ અને લોક થઈ જશે આંધળા ભીંત. તું દેખાડીશ એ જ લોકો ભાળશે. તારી નજર લોકોની આરપાર જોઈ શકશે. તું લોકોના મનનો તાગ લઈ શકીશ.” મેં પૂછયું : “ધનના ઢગલા એનું શું' ભસ્માનંદ કહે : “ધનના ઢગલા થશે પણ બીજી પળે રાખના ઢગલામાં ફેરવાઈ જશે. એમાંથી તું કંઈ ભોગવી શકીશ નહિ. આ વિદ્યાને માથે એ જ તો ભારે શાપ છે. આ કંઈ સરોવર નથી. આ તો મૃગજળ છે, બેટા! મારી જેમ તારા નસીબમાં પણ આ જ મંડાણું હશે... બીજું શું?” ... ‘વિદ્યાનું અભિમાન ભેળું બાંધીને ગામ પહોંચ્યો ત્યારે છ વરસ વીતી ગયાં હતાં. જઈને જોયું તો પિતા મરણપથારીએ હતા. અને વીજળી... જે વીજળી માટે હું આટલું ભમ્યો–ભટકયો એ વીજળીને એરુ આભડયો ને બે વરસ પહેલાં મરી પરવારી. એ વાતોની રામાયણ માંડવાનો હવે કંઈ અર્થ નથી. ભૂતનું થાનક પીપળો. છેવટે અહીં પાછો આવ્યો. ધનના ઢગલા તો એ પછી ઘણા થયા. રાજારજવાડાંઓમાં માનપાન પામ્યો, સિદ્ધપુરુષ તરીકે પંકાયો. પણ એ બધાથી હવે ફાયદો શો? ગુરુની વાત સાચી હતી. મારે માટે એ બધું હવે સ્વપ્નાંની રાખોડી જેવું છે. અંદર જે આતશ જલે છે એનો કોઈ ઉપાય નથી. આ પિશાચવિદ્યાનું જે સોમલ મેં ખાધું છે એનું વારણ નથી, કોઈ મારણ નથી. ‘આ એક એવી ઉપાસના છે. એનું મૂલ્ય ચૂકવવાનું છે. એ મૂલ્ય ચૂકવવું, એ જીવનની જેવીતેવી યાતના નથી. એ યાતના હું સહીશ, એક હરફ બોલ્યા વિના સહીશ, ફરિયાદ વિના સહીશ, એવો મેં એકરાર કર્યો છે. કોની સાથે, જાણો છો? આ શક્તિ આપનાર મહામલિન દેવી સાથે. આ શક્તિ મને મળી છે. પણ આજ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦) આત્મજ્ઞાન અને સાધનાપથ મારા જીવનમાં લાહ્ય લાગી છે. સંગીતાચાર્ય લલ્લનની શાગીર્દી સ્વીકારી હોત તો હુંયે આજે તેમની જેમ નિજાનંદમાં મસ્ત હોત. હું કેવળ કીતિના પડછાયા પાછળ આ કરું છું, તે કરું છું. લોકો મને વખાણે છે, મારી પાછળ ઘેલા થાય છે. એ મોહમાં ને મોહમાં હું આગળ ધપી રહ્યો છું. પાછો હવે હું ફરી શકું તેમ નથી. પણ સાંજે જ્યારે હું આ ઘેર કેવળ પોલી કીર્તિમાંથી ઊઠતી સિદ્ધિના આતશની એકાકી રાખ લઈને પાછો ફરું છું ત્યારે મને શૂન્યતાના ભણકારા વાગે છે. લાંબી રાત્રિ અને આ ખંડેર જેવું ઘર અને જાણે ભરખ્યા કરે છે. “હવે પાછો ફરી શકતો નથી અને મારા જીવનની આ એકલતાને પણ ટપી જાય એવી યાતનાનો અગ્નિ હવે મનમાં ઊઠવા માંડ્યો છે. હું જોઉં છું, ત્રાસ પામીને જોઈ રહ્યો છું. મારી યાતના હવે આવી રહી છે. મારે એ સત્યે જ છૂટકો છે. મારા પશ્ચાત્તાપનો પાર નથી. આ જીવન દુ:ખીમાં દુ:ખી છે. તમે કરતા હો તે કરો. કોઈ આવું જીવન ન સ્વીકારે. અહીં જ્યાં વનસ્પતિના એક પાંદડામાં જીવન અને મૃત્યુને એકસાથે કોઈએ છુપાવ્યાં છે, એટલી બધી શક્તિ ઠેર ઠેર શક્તિનાથ ભરી છે, ત્યાં તમે શક્તિ મેળવો એ આશ્ચર્ય નથી, પણ શક્તિનો અધિકાર પ્રાપ્ત કર્યા વિના શક્તિ મેળવવી એ રાક્ષસી ક્રિયા છે. મેં રાક્ષસને જગાડ્યો છે. એ રાક્ષસ મને ભરખી જશે, મારું જીવન હવે ખાઈ જશે! તમે ડૉકટર જેકાઈલ અને મિસ્ટર હાઈડની વાત વાંચી જજો. મારું કંઈક એવું જ ભાવિ દેખાય છે. તમને જો શાંત જીવન અને એથી પણ વધુ સુખદ શાંત મૃત્યુ જોઈતું હોય તો આ વાત જ મનમાંથી કાઢી નાખજો. અહીં છો એટલા દિવસમાં તક મળે તો ઘડી બે ઘડી લલ્લનજીને સાંભળજો. શાંત, સ્વચ્છ, પવિત્ર, નિર્મળ, સાદું જીવન એટલે શું એની તમને ત્યાં ઝાંખી થશે.' બ્રિજમોહનની કથા અહીં પૂરી થાય છે, એ પછી ઘણાં વરસે સાંભળ્યું હતું કે એણે ગંગા નદીમાં જળસમાધિ લઈને આયખાનો અંત આણ્યો હતો!* * રસિક ઝવેરી, “દિલની વાતો' ભાગ ૩, પૃષ્ઠ ૧૮૨–૧૯૧. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઈશકૃપા આધ્યાત્મિક માર્ગના સર્વ સફળ પથિકોનો એ અનુભવ છે કે સાધના દરમ્યાન કંઈક અદશ્ય સહાય મળતી રહે છે. એ સહાય કયાંથી આવે છે તે આપણે કળી શકતા નથી, તેથી એને શું નામ આપવું? નિરૂપણની સરળતા માટે, આધ્યાત્મિક સાહિત્યમાં, તેને ‘ઇશઅનુગ્રહ’ કે ‘પરમાત્મકૃપા'ની સંજ્ઞા અપાઈ છે. ‘પરમાત્મકૃપા’ વિના, કેવળ પોતાની આવડત અને પુરુષાર્થના બળે, આ માર્ગે કોઈ સફળ થઈ શકતું નથી. ઈશકૃપા અને સ્વપ્રયત્નનો સંબંધ ફાધર વાલેસ એક ચાનું ઉદાહરણ દ્વારા, પ્રતીતિકર રીતે સમજાવે છે : “પેટ્રોલ વગર મોટર સાઇકલ ન ચાલે અને કિક વગર પણ નહિ ચાલે. બંને જોઈએ. .. પેટ્રોલ એ ઈશ્વરકૃપા છે, અને કિક માનવીનો પુરુષાર્થ છે. પેટ્રોલ હોય અને માનવી કંઈ ન કરે તોયે ગાડી ન ચાલે. મોટર સાઇકલમાં પૂરું પેટ્રોલ ભરેલું હોય પણ કોઈ કિક ન મારે તો ચાલુ નહિ થાય. બંને જોઈએ. પુરુષાર્થ જોઈએ અને ઈશ્વરકૃપા જોઈએ. પ્રાર્થના જોઈએ અને પ્રયત્ન જોઈએ. શ્રમ જોઈએ અને અનુગ્રહ જોઈએ.'' ઘણી વાર એવું જોવા મળે છે કે સાધકને એ ભાન થાય કે પોતે પ્રગતિ કરી રહ્યો છે તેની સાથે જ તેની પ્રગતિ થંભી જાય છે, કારણ કે, એ સફળતા પોતાની મહેનત અને આવડતને આભારી છે,’ એવી ૧. ફાધર વાલેસ, આત્મીય ક્ષણો, પૃષ્ઠ ૨૬. (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતન પોળ નાકા સામે, અમદાવાદ). Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ / આત્મજ્ઞાન અને સાધનાપથ સમજના પરિણામે સૂક્ષ્મ અહં તેના ચિત્તમાં પ્રવેશે છે, જેથી પરમાત્માના અનુગ્રહને-ઈશકૃપાને કાર્ય કરવાની મોકળાશ રહેતી નથી. એટલે, પોતાના પૂષાર્થને આગળ કરીને પરમાત્મતત્ત્વ પ્રત્યેનાં ભક્તિ અને સમર્પિત ભાવને જે સાધક વીસરી જાય છે, તેની પ્રગતિમાં રુકાવટો ઊભી થાય છે. કળી પણ ન શકાય એ રીતે ક્યાંકથી આવતી કોઈ ગુપ્ત સહાય જ આ માર્ગનાં સઘળાં ભયસ્થાનો અને વિનોમાંથી પોતાને હેમખેમ પાર ઉતારી રહી છે’ એ સભાનતા, અનેક પ્રકારની સફળતામાં પાણ, સાધકને અહંના આક્રમણનો શિકાર થવા દેતી નથી. નમ્રતા પ્રારંભિક સાધકને માટે જેમ જરૂરી ગુણ છે, તેમ ઉપરની ભૂમિકાએ પણ તેની એટલી જ આવશ્યકતા છે. વિનોબા ભાવેને કોઈએ પ્રશ્ન કર્યો કે સાધનામાં મહત્ત્વનું શું? ભગવત્કૃપા કે પુરુષાર્થ? એ ગૂંચ ઉકેલી આપતાં વિનોબાજીએ પોતાનો એક અનુભવ ટાંકયો : ‘એક વખત બાબા એક ખાલી ટાંકા પાસે બેઠા હતા. તેમાં પડેલું એક જીવડું બહાર નીકળવા મથામણ કરી રહ્યું હતું. ટાંકાની સીધી દીવાલ પર એ થોડું ચડે કે પાછું નીચે ગબડી પડે. બાબાએ જોયું કે નીચે પડયા પછી એ જીવડું ફરી ઉપર ચડવા પ્રયત્ન કરતું પણ થોડું ઊંચે ગયા પછી પાછું નીચે પડી જતું. કેટલીયે વાર આ ક્રમ ચાલતો રહ્યો. એની આ મથામણ જોઈને બાબાને એની દયા આવી. બાબાએ ઊઠીને એક લાકડી લીધી, ને એને ટાંકામાં દીવાલને ટેકે ત્રાંસી મૂકી દીધી. જરા વારમાં પેલું જીવડું લાકડી પર થઈને સડસડાટ ટાંકાની બહાર ચાલ્યું ગયું. એ એના પુરુષાર્થ વડે બહાર નીકળી શક્યું કે બાબાએ મૂકેલી લાકડીના સહારે? ટાંકામાં એ જો ચૂપચાપ પડયું રહ્યું હોત કે આમતેમ ફરતું રહ્યું હોત તો લાકડી મૂકવાનો વિચાર બાબાને આવત? અને, લાકડી મૂકયા પછી એણે એનો સહારો ન લીધો હોત તો? આમ, ટાંકામાંથી એ બહાર નીકળી ગયું એમાં એનો પુરુષાર્થ તો ખરો જ; પણ લાકડી વિના એનો પુરુષાર્થ સફળ થાત?” પોતાના પુરુષાર્થને જ સર્વસ્વ માનનારે આત્મનિરીક્ષણ કરવું ઘટે કે મૂળમાં પોતાને આ માર્ગે જવાની ઇચ્છા જાગી શાથી? પરમાત્માનો અનુગ્રહ થાય છે ત્યારે જ સાચા આધ્યાત્મિક માર્ગ તરફ દષ્ટિ જાય છે, Page #346 -------------------------------------------------------------------------- ________________ ઈશકૃપા ૩૦૩ મુમુક્ષા પ્રગટે છે અને અંતરમાં આત્મદર્શનની ઝંખના જાગે છે. એ પંથે અંતિમ સફળતા પણ પરમાત્મકૃપાથી જ મળે છે. સમર્પિત જીવન, નિર્બોજ જીવન જે સાધકો આ નથી સમજી શકતા તે કાં અભિમાનના કાં ઉત્સુકતા કે ગ્લાનિના શિકાર બને છે. કેવળ પોતાના પુરુષાર્થ ઉપર જ મુસ્તાક રહેનારને પોતાના પ્રયાસમાં શીધ્ર સફળતા મળે છે તો અભિમાન જાગે છે, અને સફળતા મળવામાં વિલંબ થાય છે ત્યારે અજંપો થાય છે. જયારે, જીવનનો ભાર અદશ્ય રીતે કોઈક વહન કરી રહ્યું છે એ ભાન એ અનુભવ સાધકને નમ્ર, નિ:શંક અને નિર્ભય બનાવે છે. સમપિત થવું એટલે આપણી સફળતાનિષ્ફળતામાં આપણા પુરુષાર્થ ઉપરાંત અન્ય અજ્ઞાત પરિબળો પણ ભાગ ભજવી રહ્યાં છે એ ભાન સાથે, પોતાની સૂઝ, સમજ અને શક્તિ અનુસાર ખંત અને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા રહેવું, પણ ફળ માટેની ઉત્સુકતા ન રાખતાં, વિશ્વના મંગળ વિધાનમાં વિશ્વાસ રાખી, પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથે તાદાત્મ સ્થાપીને નચિંત થઈ જવું. સફળતા અને સુરક્ષાનો ભાર પોતાના માથેથી ઉતારી નાખી, મુમુક્ષ સમર્પિત ભાવે અંત:સ્થ પરમાત્મા તરફ વળે છે તો એનું જીવન નિર્બોજ બની રહે છે. પરમાત્મા પ્રત્યેના આવા સમર્પિત ભાવનું સાધનામાર્ગમાં એટલું બધું મહત્ત્વ છે કે યોગસુત્રકાર મહર્ષિ પતંજલિએ ઈશ્વરપ્રણિધાનને સમાધિસિદ્ધિનો એક વિશિષ્ટ હેતુ કહ્યો છે. અર્થાત્ બીજી સાધના ન કરી શકતી વ્યક્તિઓ પણ આ પ્રકારે ઈશ્વરપ્રણિધાન દ્વારા અર્થાત્ સમર્પિતભાવ દ્વારા આત્મવિકાસ સાધી શકે છે. જીવનમાં ઉપસ્થિત થતા મૂંઝવણભર્યા પ્રશ્નો, ગૂંચો, કોયડાઓ વખતે તેના ઉકેલ માટે કેવળ આપણા પોતાના પુરુષાર્થ ઉપર જ મુસ્તાક ન રહેતાં, પોતાની સૂઝ અને આવડત મુજબ જે કંઈ ૨. (i) ફૅશ્વરપ્રણિધાનાત્ વા – યોગસૂત્ર, સમાધિપાદ, સૂત્ર ૨૩. (ii) સમાધિસદ્ધિરીશ્વરાધનાતા – એજન, સાધનપાદ, સૂત્ર ૪૫. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ કરવું જરૂરી અને શકય લાગે તે કરી લઈ, બાકીનું કોઈ સમર્થ વ્યક્તિને જાણે સોંપતાં હોઈએ એ રીતે, પૂરા વિશ્વાસ સાથે, અંત:સ્થ પરમાત્માને ભળાવી દઈએ, અને, જે બને તેનો શાંત સ્વીકાર કરવાની તૈયારી સાથે, એ પ્રશ્ન આપણા ચિત્તમાંથી સમૂળગો કાઢી નાખીએ, તો એ પણ એક સાધના બની રહે છે– આને જ ભગવદ્ગીતા યોગ કહે છે. શુદ્ધ સાક્ષીભાવ એનાથી સ્વયં આવે છે અને વિકસતો જાય છે એટલું જ નહિ, આપણે અનુભવીએ છીએ કે આપણાં યોગક્ષેમ પણ કોઈ અકળ રીતે થતાં રહે છે. અન્ય સહાયક તત્ત્વો ‘ઈશકૃપા થાય છે ત્યારે સાધકને માર્ગદર્શક સદ્ગની પ્રાપ્તિ અનાયાસ થાય છે. સદ્ગુરુ માર્ગ બતાવે છે એટલું જ નહિ, એ માર્ગે સાધકની પ્રગતિની ચકાસણી કરી તેની સાધનાને યોગ્ય વળાંક અને વેગ આપે છે. માર્ગદર્શન ઉપરાંત અન્ય અનેક રીતે ગુરુ સાધકને સહાય કરે છે. આત્મનિષ્ઠ ગુરુના સહવાસથી પણ તેને ખૂબ લાભ થાય છે. આત્મનિષ્ઠ પુરુષોના સાન્નિધ્યમાં તે ઓછી મહેનતે સાધનામાં પ્રગતિ કરી શકે છે; કારણ કે એ સંનિધિમાં ચિત્તશુદ્ધિ અને આત્મભાવમાં વૃદ્ધિ સરળતાથી થઈ શકે છે. આથી જ ગુરુકુલવાસનો મહિમા યોગવર્તુળોમાં સર્વત્ર ગવાયો છે; માત્ર બૌદ્ધિક વિકાસ, શાસ્ત્રજ્ઞાન કે સાધના અંગે માર્ગદર્શન–એટલું જ કંઈ ગુરુકુલવાસનું લક્ષ્ય નથી. આત્મનિષ્ઠ ગુરુની પ્રત્યેક હિલચાલ, વાતચીત અને એમની આસપાસનું સૂક્ષ્મ વાતાવરણ સુધ્ધાં આત્મભાવનાં પોષક હોય છે. કંઈક આગળ વધેલા સાધકો તો એ વાતાવરણનો આવો પ્રભાવ પોતાના ચિત્તતંત્ર ઉપર સ્પષ્ટ અનુભવી શકે છે. અધિકારી વ્યક્તિ પોતાની આંતરસૂઝ વડે આવા ગુરુને ઓળખી લે છે. સમર્થ ગુરુ સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત પછી શ્રદ્ધા-ભક્તિસંપન્ન સાધકને, દૂર રહ્યું રહ્યું પણ, તેમની સહાય મળી શકે છે. ૩. ર્મધેવાયાર, મા ! તીરના मा कर्मफलहेतुर्भूःमा ते सङ्गोऽस्त्वकर्मणि।। योगस्थः कुरु कर्माणि, सङ्ग त्यक्त्वा धनंजय। सिद्धयसिद्धयोः समो भूत्वा, समत्वं योग उच्यते।। – ભગવદ્ગીતા, અ. ૨, શ્લોક ૪૭-૪૮. Page #348 -------------------------------------------------------------------------- ________________ ઈશકૃપા ૩૦૫ આત્મભાવમાં રમણ કરતા મહાત્માઓએ જે સ્થળે ઘણો સમય વસવાટ કર્યો હોય કે સાધના કરી હોય, તે સ્થાન પણ સાધનામાં સહાયક બને છે, ત્યાં સાધકનું ચિત્ત સરળતાથી અંતર્મુખ બની શકે છે. એ જ રીતે, પોતાથી અધિક આત્મવિકાસ કર્યો હોય તેવા સાધકો અને સમાનશીલ વ્યક્તિઓનો સહવાસસંપર્ક પણ સાધનામાં અનેક રીતે ઉપકારક છે. એ સત્સંગ દ્વારા સાધકનાં સંવેગ-વૈરાગ્ય પુષ્ટ બને છે, સાધના અંગે કંઈક નવો પ્રકાશ અને પ્રેરણા મળે છે અને સાધનામાં તેનો ઉત્સાહ ટકી રહે છે. આ સાથે, સાધક પોતાની દિનચર્યામાંથી અનાવશ્યક પ્રવૃત્તિઓને રુખસદ આપે અને સરળતાથી પહોંચી વળાય તેવી અને તેટલી જ પ્રવૃત્તિ માથે લે, ગજા ઉપરાંતનો શારીરિક કે માનસિક શ્રમ ન કરે, આહાર સાત્વિક, હળવો અને પરિમિત લે અને આંતરડાં સાફ રાખે, બીજાઓ સાથેના વ્યવહારમાં મૃદુ અને ક્ષમાશીલ રહે, નકામી ચર્ચાઓ અને વ્યર્થ વાદવિવાદથી દૂર રહે અને સર્વત્ર ઉપશમભાવ કેળવે તો સાધનામાં વિક્ષેપરહિત પ્રગતિની તે આશા રાખી શકે. અધિકારી કોણ? અંતરંગ યોગસાધનથી અપરિચિત એવાં કેટલાંક સાધુ-સાધ્વી કહેતાં ફરતાં હોય છે કે ‘બાનાદિ સાધના તો ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચેલા ત્યાગીઓએ કરવાની સાધના છે, ગૃહસ્થોનું એ કામ નહિ”. આથી, કેટલાક મુમુક્ષુઓને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે પોતે આ માર્ગે જવાને માટે અધિકારી છે ખરા? ગૃહસ્થ હોય કે મુનિ, જગતની ક્ષણિક પ્રાપ્તિઓ જેને પૂર્ણ સંતોષ ન આપી શકતી હોય, તન, મન, ધન, કીર્તિ, પ્રતિષ્ઠા આદિની અનિત્યતા જેની નજર સામે તરવરતી હોય તથા નામધામ આદિથી પર કંઈક શાશ્વત તત્ત્વની પ્રાપ્તિની ઝંખના જેના અંતરમાં ડોકાયા કરતી હોય તે સૌ આ માર્ગના અધિકારી છે. ४. यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम्। तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ।। – &યપ્રદીપ પત્રિશિકા, શ્લોક ૩૫. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ આત્મદર્શનની સ્વયંસ્ફુર્ત ઝંખના, સંતોને ઉપલબ્ધ આત્મિક આનંદનો પોતાના જીવનમાં અનુભવ કરવાનો તલસાટ કે દેહભાવથી ઉપર ઊઠીને આત્મભાવમાં ઠરવાની ઉત્કંઠા હૈયામાં જાગી ચૂક્યાં હોય, અથવા પરમાત્માની સ્તુતિ વગેરે કરતાં, સંતોનાં દર્શન કરતાં, કોઈએ સિદ્ધ કરેલા ઉચ્ચ આધ્યાત્મિક ગુણવિકાસની વાત સાંભળતાં કે સંતોના જીવનપ્રસંગો વાંચતાં-સાંભળતાં રોમાંચનો અનુભવ થતો હોય, આંખો ભીની થઈ જતી હોય, આંસુ ઊભરાઈ આવતાં હોય કે ડૂસકાં ખાઈ જવાતાં હોય, તો સમજવું કે માંહ્યલો આ પથે જવા તલસે છે. કોઈ બાહ્ય નિમિત્ત વિના ઘરની, ધંધાની તેમજ બાહ્ય વ્યવહારની સર્વ પ્રવૃત્તિમાંથી રસ ઊડી જાયજીવનનો સઘળો વ્યવહાર પોકળ, અર્થહીન, શુષ્ક ભાસે-ત્યારે તે વ્યક્તિએ સમજવું કે પૂર્વે-આ જન્મમાં કે જન્માંતરમાં-તેણે આ માર્ગે કંઈક પંથ કાપ્યો છે અને તેની સાધના જયાં આવીને અટકી છે ત્યાંથી આગળ વધવાનો સંકેત તેના અચેતન મનમાં ઝિલાયો છે; આજે હવે, જાગૃત મન દ્વારા અંત:સ્થ પરમાત્માનો એ સંકેત ઝીલી લઈ, તેણે પોતાની બીજી ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો કોલાહલ શમાવી દઈને નિષ્ઠા, આશા અને ઉત્સાહપૂર્વક આ પંથે આગળ વધવું ઘટે. મુક્તિપથિકનું ભાથું : શ્રદ્ધા, પુરુષાર્થ, અખૂટ ધૈર્ય ઉત્સાહ, આશા, નિષ્ઠા અને ધૈર્ય : યોગમાર્ગના પથિકની આ આવશ્યક મૂડી છે. ધ્યેયસિદ્ધિ પૂર્વે તેણે લાંબો પંથ કાપવાનો રહે છે. ઇશારો મળે, પગ ઉપાડીએ અને આત્મપ્રસાદ ઉપલબ્ધ થઈ જાય એવું ભાગ્ય તો કોઈકનું જ હોય. સામાન્યત: તો આ માર્ગે આજન્મ સાધના કરવી પડે છે. એટલે ધ્યેયસિદ્ધિમાં થતા વિલંબથી કે વચ્ચે ઉપસ્થિત થતાં વિઘ્નો અને અવરોધોથી વિચલિત થયા વિના સાધનાને દઢતાપૂર્વક વળગી રહેવા માટે અચળ શ્રદ્ધા અને અખૂટ ધૈર્યનું ભાથું સાધક પાસે હોવું જોઈએ. શ્રી મકરંદ દવે સમક્ષ પોતાની સફળતાનું રહસ્ય છતું કરતાં આપણા સમકાલીન એક સાધકે કહ્યું છે કે “એક દિવસમાં તો આવી ઘટના નથી બની જતી. એને માટે વરસોની શાંત, ધીમી પણ દઢ તૈયારી ચાલતી હતી. Page #350 -------------------------------------------------------------------------- ________________ ઈશકૃપા ૩૦૭ અનેક વાર તૂટી જવા છતાં સાધનાનો તંતુ મેં છોડી નહોતો દીધો”" આમાંનું છેલ્લું વાક્ય આત્મદર્શનની આંકાક્ષા રાખનાર પ્રત્યેક સાધક અંતરમાં કંડારી લેવા જેવું છે. સાધનામાં એકધારી પ્રગતિ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અનેક વાર નિષ્ફળતા સાધક સમક્ષ ઉપસ્થિત થાય છે એટલું જ નહિ, પ્રારંભિક અભ્યાસકાળમાં તો કદાચ એકલી નિષ્ફળતા જ મળતી જણાય અને સાધકને લાગે કે જાણે પોતે આ માર્ગે જવા હજુ અપકવ છે. પરંતુ એવા અવસરે, નિરાશ થઈને સાધના પડતી ન મૂકતાં, ફરી ફરી પ્રયત્ન જારી રાખવો ઘટે. શ્રદ્ધા રાખવી કે ઇશકૃપાએ શરૂ કરાવેલી આ યાત્રા પૂરી થવાની જ છે. કોઈ પણ પ્રકારની વિદ્યા કે કળાના શિક્ષણકાળના પ્રારંભિક તબક્કામાં અભ્યાસીએ દેખીતી નિષ્ફળતા વચ્ચે કામ કરવું પડે છે. ચાલતાં શીખતું બાળક કે સાઇકલ ચલાવતાં શીખનાર વ્યક્તિ, શરૂઆતમાં તો થોડી વાર પણ સમતુલા જાળવી શકતાં નથી; એ વારંવાર પડે છે, એના ઢીંચણ છોલાઈ જાય છે, છતાં પડીને તરત ઊભા થઈ જઈ તે નવો પ્રયાસ કરતાં રહે છે તો, બે ડગલાંમાં જ સમતુલા ખોઈ દેનાર એ બાળક થોડા જ વખત પછી દોટ મૂકતું થઈ જાય છે અને પેલો શિખાઉ સાઇકલસવાર પણ સાઇકલ ચલાવવામાં એવો પાવરધો બની જાય છે કે ગિરદીવાળા માર્ગે પણ તે બેધડકપણે, પાણીના રેલાની જેમ આગળ વધી શકે છે. તેમ સાધનામાર્ગે પણ, અનેક વારની નિષ્ફળતાઓને અવગણીને અને શીધ્ર ફળપ્રાપ્તિ માટેની ઉત્સુકતા રાખ્યા વિના, પૂરી નિષ્ઠા, સમજ ખંત અને ધીરજપૂર્વક જે પ્રયત્ન જારી રાખે છે. તેને એક દિવસ સફળતા અચાનક વરે છે. ૫. મકરંદ દવે, “યોગી હરનાથના સાંનિધ્યમાં' પૃષ્ઠ ૨૮, (વોરા ઍન્ડ કંપની, રાઉન્ડ બિલ્ડિંગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨). Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આત્મજ્ઞાન અને સાધનાપથ છે મુક્તિ તો ચિત્ત શમી એ હાર્દ જે કો સમજે ચિત્તને શમાવશે એ શાસ્ત્રો પછી શ ઉથલાવશે ✩✩✩ આ સ્વપ્ન, જેવો મનનો વિલાસ, વિલાસ: તેવો ογ જાગૃત મનનો બંનેય ભાસે નિજકાળ ના ભેદ બેમાંય લવલેશ જતાં જ, સુશાસ્ત્રનું; સુસત્વરે, એ? મિથ્યા ગણી વિશ્વ, વિમુખ થઈને, માંહ્ય; અંતર્મુખી થઈ મન વાળ ઇચ્છા ધરી તીવ્ર, હૈયે ડૂબીને નિજ નિજાત્મદર્શને, બોધ સત્ય, હોય. પામ. —રમણ મહર્ષિ Page #352 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થસાર ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે; ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુગ આપ રે. – ઉપાધ્યાય યશોવિજયજી ઉપર્યુક્ત પંક્તિઓ ગાતાં ગાતાં એક વખત મારા ચિત્તમાં ઝબકારો થયો કે “આત્મજ્ઞાન અને સાધનાપથ'નાં ક્રમશ: બે પ્રકરણોનો નિચોડ આ ગાથાના અનેક પાદમાં સમાયો છે. જ્ઞાનનું મહત્ત્વ, જ્ઞાનની ઓળખ-અધ્યાત્મમાર્ગમાં ‘જ્ઞાન’ શબ્દથી શું અભિપ્રેત છે તેનું વિવરણ, જ્ઞાનપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ, જ્ઞાનની ભૂમિકાઓ, જ્ઞાનની કસોટી વગેરેની વાત કરતાં પહેલાં બે પ્રકરણોનો અર્ક – ‘ચેતન જ્ઞાન અજવાળીએ' એ જ પ્રમાણે, મોહસંતાપ કેમ અને ક્યારે ટળે? સમ્યગ્દર્શન શું છે? એ સમજાવતાં ત્રીજા-ચોથા-પાંચમા પ્રકરણનો સાર બીજી પંક્તિ‘ટાળીએ મોહ સંતાપ રે' કહી જાય છે. સાધનાનો રાજપથ ચીંધતું છઠું પ્રકરણ અને ચિત્તર્યની કેડીઓની વાત કરતું સાતમું પ્રકરણ ‘ચિત્ત ડમડોળતું વાળીએ નું વિવેચન જ છે ને? અને, તે પછી અંતર્મુખ થઈને જ્ઞાયકભાવમાં કરવાનો અનુરોધ કરતાં બે પ્રકરણ જાણે છેલ્લી પંક્તિમાં ભાગ કોઈકે કહેલું કે “આત્મજ્ઞાન અને સાધનાપથ’ ગ્રંથ દ્વાદશાંગીનો નિષ્કર્ષ છે-નિચોડ છે; પણ આમ જોતાં, એ તો માત્ર ઉપર્યુક્ત ચાર પંક્તિઓનું ભાળે છે. આ બે કથનોને અડોઅડ મૂકીએ તો એમ ન કહી શકાય કે સમગ્ર દ્વાદશાંગીનો સંદેશ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ ચાર પંક્તિઓમાં મુખરિત કરી દીધો છે? અનુભવી સંતોનાં ટૂંકા ટૂંકા વાક્યો-સૂત્રો કેટલાં ગૂઢ અને અર્થગંભીર હોઈ શકે એનો સંકેત પણ આમાંથી મળી રહે છે. દેખીતું જ છે કે આવાં અર્થરાઘન વચનોનું હાર્દ પુન: પુન: વાચન, પરિશીલન અને સાધના દ્વારા જ ખૂલે. Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રેયાથીને એક અમૂલું સૂચન કોઈપણ આધ્યાત્મિક ગ્રંથનો અભ્યાસ જો મૌક્ષની કામનાથી કરવો હોય તો એક જ ગ્રંથનું વારંવાર આવર્તન આવશ્યક છે. આવર્તનથી વાચકની સમજ સ્પષ્ટ અને સુરેખ બને છે. લેખકનું ધ્યેય બ્દયંગમ બને છે, વળી, સમજણ પ્રગટતાં ખોટા પ્રશ્નો નિવૃત્ત થાય છે, વાસના ક્ષીણ થવા લાગે છે અને મનમાં શાંતિ અને સ્વસ્થતા પ્રગટે છે. એનાથી ઊલટું, અનેક જાતના સિદ્ધાંતોવાળા ગ્રંથો વાંચવાથી અને અનેક જાતની માહિતી ભેગી કર્યા કરવાથી ઘણીવાર શંકા અને ગેરસમજૂતી પ્રગટે છે. માટે આવું વાચન શાંત ચિત્તે કરવું. વાર્તાના પુસ્તકની જેમ સળંગ વાચન આવા ગ્રંથોનું કરાય નહિ, વાંચીને મનન-ચિતન કરવું આવશ્યક છે. મનનથી જે ન સમજાયું હોય તે સમજાઈ જાય છે અને સમજાયું હોય તે વ્યવસ્થિત અને દેઢ થાય છે. – સ્વામી શ્રી ચિદાનંદજી સરસ્વતી A few books, well studied and thoroughly digested, nourish the understanding more than hundreds but gargled in the mouth, as ordinary students use. - F. Osborne Page #354 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ જૈન પરિભાષાથી અપરિચિત સામાન્ય વાચક સરળતાથી સમજી શકે એ દષ્ટિ, અહીં અપાયેલા અર્થમાં મુખ્ય રહી છે. આથી, પરિભાષાની શાસ્ત્રીય સૂક્ષ્મતા કે ચોકસાઈના અર્થી શાસ્ત્રાભ્યાસીઓએ તેમની એ જિજ્ઞાસા અન્યત્રથી સંતોષવી. – લેખક અણગાર-ધરબાર ત્યાગી મુનિ, સાધુ-સાધ્વી. અનુત્તર દેવો-સર્વશ્રેષ્ઠ કોટિના દેવો. અનુપ્રેક્ષા-ચિંતન-મનન અનુબંધ-વૃદ્ધિ, પરંપરા-chain-reaction. અપુનબંધક-મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ન બંધાય એટલો આત્મવિકાસ કરી ચૂકેલી વ્યક્તિ. જેને સંસાર પ્રત્યે અતિ આસક્તિ ન હોય, દીન:દુખી પ્રત્યે જેના અંતરમાં અત્યંત દયા ઉમટતી હોય અને જેના સર્વ વર્તનવ્યવહાર ઔચિત્યપૂર્ણ હોય તે વ્યક્તિનો આત્મવિકાસ આ કક્ષાનો કે તેથી વધુ સંભવે. આટલો આત્મવિકાસ થયા પછી જ આત્મા ધર્મમાર્ગની વાસ્તવિક પ્રાપ્તિ કરવાને પાત્ર બને છે. અભેદ રત્નત્રયી–પરના વિકલ્પથી સર્વથા મુક્ત થઈ, દર્શન-જ્ઞાન-ચારિત્ર કે સાબ-સાધક-સાધનના ભેદનું અતિક્રમણ કરીને, સ્વમાં ઠરવું તે. (જુઓ પ્રકરણ બીજાનું પેટા મથાળું : વ્યવહાર અને નિશ્ચય-રત્નત્રયી) અવધિજ્ઞાન–સેંકડો-હજારો માઈલ દૂર કે ભીંત આદિ વ્યવધાનના આંતરે રહેલી વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનું સાક્ષાત્ જ્ઞાન કરાવતી આત્માની અતીન્દ્રિય જ્ઞાનશક્તિ; અતીન્દ્રિય દષ્ટિ-clairvoyance. અવિરત સમ્યગ્દષ્ટિ–જાઓ પ્રકરણ ચોથાના અંતે આપેલું પરિશિષ્ટ. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ અંતરાત્મભાવ– હું દેહ' એ અજ્ઞાન-પડળથી મુક્ત ભાવ, અર્થાત્ દેહાદિ બાહ્ય વિષયોમાં હું અને મારું' એ બુદ્ધિ જેમાં ન રહી હોય એવી વૃત્તિ. આગમ-જૈનધર્મના પ્રમુખ શાસ્ત્રગ્રંથો – જેમાં ભગવાન મહાવીર પ્રભુનો ઉપદેશ સંકલિત થયો છે. આ-રૌદ્રધ્યાન-આર્તધ્યાન શબ્દ ચિત્તની એ રિથતિને આવરી લે છે કે જેમાં વ્યક્તિનું ચિત્ત પોતાને ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મેળવવાની કે સાચવી રાખવાની સતત ઝંખના અને તે માટેની યોજનામાં રત રહેતું હોય; કે પોતાને પ્રાપ્ત અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે સંયોગોને દૂર કરવાની કે પોતાથી દૂર રાખવાની ચિંતામાં મશગૂલ રહેતું હોય. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો પોતાને પ્રાપ્ત અનિષ્ટ સંયોગ દૂર કરવા કે ઇચ્છિત સંયોગ મેળવવા કે સાચવી રાખવા હિસા, જૂઠ, ચોરી આદિનો આશરો લેવાની ગડમથલમાં અર્થાત્ બીજાને નુકસાન પહોંચાડવાની ત્રેવડમાં ડૂબેલું ચિત્ત રૌદ્રધ્યાન' શબ્દથી સૂચિત છે. વિશેષ વિવેચન માટે જુઓ પ્રકરણ બીજું, પૃષ્ઠ ૨૨-૨૪. આરંભ-સમારંભ–જેમાં ઘણી જીવહિંસાની સંભાવના હોય એવી પ્રવૃત્તિઓ. ઇચ્છાયોગ-ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ એ ચાર યોગભૂમિકામાંની પ્રથમ ભૂમિકા. યોગવિષયક જિજ્ઞાસા, રચિ, યોગસાધના તેમ જ યોગસાધકો પ્રત્યે અંતરમાં બહુમાન, અને કોઈ પ્રેરણા કે પ્રલોભન વિના, પોતાના જ ઉલ્લાસથી સાધના કરવાની ઇચ્છા અંતરમાં જાગૃત થાય ત્યારથી માંડીને શ્રેયાથી શાસ્ત્રનિર્દિષ્ટ સાધનામાર્ગનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતો થાય અને તદનુસાર સાધના કરવા તત્પર હોવા છતાં (પ્રકૃતિગત કોઈ નબળાઈ, આત્મજાગૃતિની ન્યૂનતા કે બાહ્ય સંયોગવશ) તેના પ્રયત્નમાં કંઈક કચાશ રહેતી હોય ત્યાં સુધી તેની ભૂમિકા ‘ઇચ્છાયોગ'ની ગણાય ઇરિયાવહી, પ્રતિક્રમણ-હાલતાં-ચાલતાં જાણે-અજાણે, નાના-મોટા જીવને પોતાથી જે કંઈ પીડા થઈ હોય તે સંભારી જઈ, પોતાથી થયેલી ખલનાની શુદ્ધિ અર્થે પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ સહિતનું એક નાનકડું અનુષ્ઠાન. તન-મનને ક્ષુબ્ધ કરતી કોઈ પણ પ્રવૃત્તિ પછી, નવી પ્રવૃત્તિમાં જોડાવાનું વિશતિવિશિકા, યોગવિશિકા, ગાથા ૫; યોગદષ્ટિ સમુચ્ચય, શ્લોક ૩ અને ૨૧૫-૨૧૮. Page #356 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૧૩ હોય છે. પૂર્વે, મુનિઓએ સામાન્યત: ઇરિયાવહી – પ્રતિક્રમણ કરવાનું હોય છે જેથી પછીની ક્રિયા શુદ્ધ શાંત, સ્વસ્થ ચિત્તે થઈ શકે. ઉપયોગ-૧. આત્માની નિર્મળ જ્ઞાનશક્તિ-pure awareness; ૨. પ્રસ્તુત ક્રિયા કે પ્રવૃત્તિમાં ધ્યાન-લક્ષ. ઉપશમ-જયાં વિકારો સમૂલ નાશ ન પામ્યા હોવા છતાં, તે કાર્યકર ન બનતાં, દબાયેલા પડ્યા હોય એવી વિકારરહિત અવસ્થા. “સમ્યકત્વ-જુઓ “સમ્યગ્દર્શન'. ઉપસર્ગ-સાધકના માર્ગમાં બીજાઓ દ્વારા નાખવામાં આવતા વિક્ષેપો, વિનો કે કષ્ટો. એજન-એ જ = પૂર્વોક્ત ગ્રંથ, (અંગ્રેજી સમાનાર્થ ibid). ઉદાહરણ તરીકે, પૃષ્ઠ ૮ ઉપરની પાદનોંધ ૯ (એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨)નો અર્થ છે : પ્રમાણનયતત્તાલોક, પરિચ્છેદ ૨, સૂત્ર ૨ ઔદયિક ભાવ-૧. કર્મના ઉદયના કારણે પ્રાપ્ત અવસ્થા, સંયોગો, પરિસ્થિતિ, ગુણો, લાભ-હાનિ, સુખદુ:ખ વગેરે -- જેમકે શરીર અને તેના રૂપરંગ, ઇન્દ્રિયોની ક્ષમતા કે ખોડ-ખાંપણ, રોગ કે આરોગ્ય, બુદ્ધિની વિશેષતા કે ન્યૂનતા, વ્યક્તિત્વ, સંપત્તિ-વિપત્તિ ઇત્યાદિ; ૨. એને મહત્ત્વ આપનાર ચિત્તવૃત્તિ. કર્મ-વિશ્વવ્યવસ્થાનો એક સનાતન નિયમ છે કે ‘વાવો તેવું લણો, ‘કરો તેવું પામો.’ જૈન, હિંદુ અને બૌદ્ધ વિચારધારામાં તે કર્મના નિયમ તરીકે પ્રસિદ્ધ છે. પ્રશ્ન થાય કે અગમ્ય જીવાત્માઓ દ્વારા વિશ્વના ગમે તે ખૂણેખાંચરે થતી સારી-નરસી વત્તિ-પ્રવૃત્તિનું તેવું ફળ તે તે જીવાત્માઓને અચૂક મળે એ માટેનું તંત્ર શું છે? એની સમજ જૈન દર્શનનો કર્મ-સિદ્ધાંત આપે છે. જૈનદર્શન માને છે કે આપણી આજુબાજુનું સમગ્ર વાતાવરણ દશ્ય ઉપરાંત અતિ સૂક્ષ્મ, અદશ્ય ભૌતિક પરમાણુઓથી વ્યાપ્ત છે. એ પરમાણુઓના તેમની સ્થૂળતા કે સૂક્ષ્મતાની તરતમતા અનુસાર અનેક પ્રકાર છે. તેમાંની એક પ્રકાર ‘કાશ્મણ વર્ગણા' તરીકે ઓળખાય છે. એમજ પડેલી એ કાર્પણ વગણામાં જીવન સુખ-દુ:ખ આપવાની કોઈ શક્તિ નથી. પરંતુ જેમ લોખંડના ટુકડામાંથી વિદ્યુત્ પસાર થતાં તેનામાં લોહચુંબકત્વ ઉત્પન થાય છે, તેમ રાગ-દ્રષ-મોહવશ જીવાત્મા જયારે કંઈ પણ વૃત્તિ-પ્રવૃત્તિમાં ભળે છે ત્યારે તેની નિકટ રહેલી કમગ વગંગા જીવાત્માના તે વખતના શુભાશુભ અંયવસાય (ભાવ-વત્તિ-વિચાર)થી સ્વયં પ્રભાવિત થઈ જાય છે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪/ આત્મજ્ઞાન અને સાધનાપથ અને જીવન સુખદુ:ખ આપનારા સંયોગો પેદા કરવાની એક શક્તિ તેનામાં આવિર્ભાવ પામે છે; અને તે તે આત્માને “ચોંટી’ જાય છે. આત્માને ચોંટી રહેલી એ કાશ્મણ વર્ગણાને જૈન પરિભાષા કર્મ તરીકે ઓળખે છે. આ કર્મ, ટાઈમ-બૉમ્બની જેમ, એનો સમય પાકયે પોતાનો પ્રભાવ બતાવે છે અને જીવાત્માને તેની તે તે વૃત્તિ-પ્રવૃત્તિનું ફળ ચખાડે છે. કર્મકૃત-કર્મના કારણે પ્રાપ્ત થયેલું : જુઓ “ઔદયિક ભાવ.' કર્મગ્રંથ-જૈનદર્શન-માન્ય કર્મસિદ્ધાંતનું વિગતવાર નિરૂપણ કરતા, એ વિષયનાં પાઠયપુસ્તકો જેવા, છ ગ્રંથો. (દરેકનો ગુજરાતી અનુવાદ ઉપલભ્ય છે.) કમ્મપયડી-કર્મસિદ્ધાંત અંગે છે કર્મગ્રંથ કરતાં વધુ વિસ્તૃત, ઊંડું અને સૂક્ષ્મ નિરૂપણ કરતો પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથ. કર્મનિર્જરા-આત્માને વળગેલાં કર્મ સુખ-દુ:ખાદિ દ્વારા ભોગવાઈને કે તપ જપાદિ દ્વારા ખરી જાય, ઓછા થાય કે નાશ પામે છે. કષાય-કામ, ક્રોધ, લોભ, મદ-માન-અહંકાર, માયા-કૂડકપટ, ઇર્ષા, અસૂયા, દ્વેષ, ઘણા, ભય આદિ મલિન ચિત્તવૃત્તિઓ. કાઉસ્સગ્ન-જાઓ ‘કાયોત્સર્ગ.' કાયસ્થિતિ-કોઈ એક જીવાત્મા વનસ્પતિ, પશુ-પંખી કે મનુષ્યાદિ કોઈ એક જ યોનિમાં આંતરારહિત ફરી ફરી જન્મ-મરણ જયાં સુધી પામી શકે તે સમયમર્યાદા તે યોનિની કાયસ્થિતિ કહેવાય છે. કાયોત્સર્ગ-જૈન ગૃહસ્થ અને મુનિઓએ કર્તવ્ય એક દૈનિક અનુષ્ઠાન, જેમાં પૂર્વનિર્ધારિત સમય સુધી ધ્યાનના આસનમાં કાયાને નિશ્ચળ રાખી, પૂર્ણ મૌન રહી, ધ્યાન કરવાનું હોય છે. ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયા + ઉત્સર્ગ = કાયોત્સર્ગ-કાયાનો ત્યાગ, અર્થાત્ ધ્યાનાદિ સાધનામાં રહી દેહાત્મભાવથી પર જવું રહેવું. કાર્પણ વણા-જુઓ ‘કર્મ'. કુસુમિણ-દુસુમિણ–રાત્રિ દરમ્યાન આવેલાં અશુભ સ્વપ્નો (કુસ્વપ્ન-દુ:સ્વપ્ન)ના પ્રાયશ્ચિત્ત નિમિત્તે સવારના પ્રતિક્રમણમાં કરાતો એકસો કે એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ. કુંથુઆ-નરી આંખે માંડ દેખાતા એક પ્રકારનાં સુક્ષ્મ જંતુઓ કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન. ક્ષમાશ્રમણ-ક્ષમા જેનું જીવનસૂત્ર છે એવા સાધક, અર્થાત્ ક્ષમા ગુણના પ્રયોગમાં તત્પર મુનિ. Page #358 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૧૫ ક્ષયોપશમ-કર્માવરણનો આંશિક ક્ષય કે એવા આંશિક ક્ષયથી પ્રગટેલા જ્ઞાનાદિ ગુણ. ક્ષાયોપશમિક સમ્યગ્દર્શન-જુઓ ‘સમ્યગ્દર્શન.’ ક્ષાયિક-કર્માવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલા ચિરસ્થાયી ગુણો. એક વખત પ્રગટયા પછી તેના ઉપર ફરી કોઈ આવરણ આવી શકતું ન હોવાથી તે સદા ટકે છે. ક્ષાયિક સમ્યગ્દર્શન–જુઓ ‘સમ્યગ્દર્શન’. ગણધર-તીર્થંકરના પટ્ટશિષ્ય. ગીતાર્થ-શ્રોત્રિય યાને શાસ્ત્રોના રહસ્યના પારગામી બહુશ્રુત મહાત્માઓ. ગુણ-જાઓ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય.' ગુણઠાણું, ગુણસ્થાન, ગુણસ્થાનક-આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ માટે જૈનાગમોમાં આ શબ્દો પ્રચલિત રહ્યા છે. એવી ઉત્તરોત્તર ચૌદ ભૂમિકાઓમાં સમગ્ર મુક્તિયાત્રા આવરી લેવાઇ છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ, પ્રકરણ ચોથું. ગુપ્તિ-અન્ય પ્રવૃત્તિથી વિમુખ થઈને, સદા અંતર્મુખ રહી આત્મસાધનામાં દત્તચિત્ત રહેવાસ્વરૂપ મુનિની પ્રમુખ સાધના. વિશેષ વિવરણ અર્થે જુઓ ‘સમિતિ-ગુપ્તિ’. ચારિત્ર-પર્યાય-મુનિજીવનના સ્વીકાર પછીનો સમયગાળો, અર્થાત્ દીક્ષિત જીવનની વય. ચારિત્ર મોહનીય–ક્રોધાદિ વિકારો અને વાસનાઓને પોષતાં તથા ઇચ્છા છતાં વ્રત, નિયમ, તપ, ત્યાગ આદિ આત્મસાધનામાં પ્રવૃત્ત થવા ન દેતાં કે તેમાં વિક્ષેપ ઊભા કરતાં કર્મ. જિન-૧. અંતરંગ શત્રુઓ-રાગ-દ્વેષ-મોહ કે કામ-ક્રોધ-લોભ-મોહ-મદ-મત્સર આદિ-ને જેણે જીતી લીધાં છે. ૨. આત્મવિશુદ્ધિના પરિપાકરૂપે જેને કેવળ (પૂર્ણજ્ઞાન), મન:પર્યવ કે અવિધ જેવા કોઈ અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય. આ બંને પ્રકારના મહર્ષિઓને જૈન પરિભાષામાં ‘જિન’ કહે છે; કિંતુ લોકભાષામાં બહુધા ‘તીર્થંકર’ના પર્યાય તરીકે ‘જિન’ શબ્દ વપરાય છે. જિનશાસન-૧. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા-ઉપદેશ; ૨. એ આજ્ઞાને છે અનુસરનાર લોકસમૂહ-જૈનસંઘ. અહિંસા-પ્રેમ-કરુણા-અપરિગ્રહવૃત્તિ અને અનેકાંતદષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ અને, જ્ઞાનથી રસાયેલી ત્યાગ-તપ-ધ્યાન અને કાયોત્સર્ગમય અંતર્મુખ સાધના-આ છે પારમાર્થિક જિનશાસન. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ જિનેશ્વર-જિનોમાં સર્વશ્રેષ્ઠ, અર્થાત તીર્થંકર. તીર્થંકર નામકર્મના યોગે અતિ વિશિષ્ટ પુણ્ય અને અસાધારણ શક્તિઓ સાથે અવતરેલા મહાપુરુષો; જે પોતાને પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ થયે જગતને મુક્તિપંથે દોરે છે–તીર્થની ‘સ્થાપના' કરી મોક્ષમાર્ગના સારથિ બને છે. જ્ઞાનાવરણીય-આત્માના જ્ઞાનગુણને આવરતાં / ઢાંકતા કર્મ. જ્ઞાનોપયોગ-જુઓ ‘ઉપયોગ'. તિર્થાલોક-ત્રણ લોકમાંનો મધ્યલોક, જેમાં માનવવસતિ છે તે. ઊર્ધ્વલોકમાં દેવોનો વસવાટ છે, અને અધોલોક અર્થાત્ પાતાળમાં નારકોનો. તિતિક્ષા-સાધના દરમ્યાન ભૂખ-તરસ, ટાઢ-તડકો આદિ જે કંઈ કષ્ટ સામે આવે તે પ્રસન્નતાપૂર્વક સહેવાં તે. દર્શન મોહનીય–જેને લીધે દેહમાં આત્મબુદ્ધિ રહે છે તે અવિઘાનું અજ્ઞાનનું ધારણપોષણ કરતાં કર્મ. સમષ્ટિના ઉઘાડમાં આ કર્મ બાધક રહે છે. દષ્ટિરાગ-કોઈ મત-પંથ, વિચારધારા, વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે મમત્વપ્રેરિત ગુણનિરપેક્ષ આંધળી શ્રદ્ધા-ભક્તિ. દ્રવ્ય-આચાર્ય-ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના, સ્વાર્થી, ધન-શિષ્ય-કીતિની ભૂખવાળા કહેવાતા ગુરુ કે આચાર્ય. દ્રવ્ય-ગુણ-પર્યાય-કોઈ પણ વસ્તુનો પૂરો પરિચય મેળવવા માટે તેના મૂળભૂત ઘટક તત્ત્વ (દ્રવ્ય), તેના ગુણ-દોષ (ગુણ) અને તેની પરિવર્તનશીલ વિવિધ અવસ્થાઓ (પર્યાય)–આ ત્રણનું જ્ઞાન આવશ્યક છે. દ્રવ્ય–જેની ઉત્પત્તિ કે નાશ નથી, પણ અસ્તિત્વ સદા કાયમ રહી જેના ગુણ કે પર્યાય જ માત્ર પલટાયા કરે છે તે મૂળ તત્ત્વ. ગુણ-સહભાવી અર્થાત્ એકની સાથે બીજી પણ રહી શકે એવી વિશેષતા જેમકે પુલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આત્મામાં જ્ઞાન, આનંદ વગેરે. પર્યાય-કમભાવી અર્થાત્ જયાં એક હોય ત્યાં બીજી ન રહી શકે એવી અવસ્થાઓ-જેમકે દેવ, મનુખ કે તિર્યંચ, સ્ત્રી કે પુરુષ વગેરે. ૧નો રાસ-આ નામનો, ઉપાધ્યાય યશોવિજ્યજી રચિત એક ગંભીર ગ્રંથ, જેમાં તેમણે આત્મદ્રવ્યવિષયક દ્રવ્ય-ગુણ-પર્યાયની સૂક્ષ્મ સમીક્ષા કરી છે. દ્રવ્યદષ્ટિ-પર્યાયને ગૌણ રાખી, દ્રવ્યને જ પ્રાધાન્ય આપતો દષ્ટિકોણ. દેશવિરતિ–૧. આણુવ્રતાપૂર્વક આંશિક સંયમ; ૨. આંશિક સંયમવાળું ગુણસ્થાનક; ૩. જેણે પ્રતિજ્ઞાપૂર્વક આંશિક વ્રત-નિયમનો સ્વીકાર Page #360 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૧૭ કર્યો હોય એવો ગૃહસ્થ સાધક – તેને આત્માનુભવ થઈ ચૂક્યો હોય તો તેનું ગુણસ્થાનક પાંચમું; અન્યથા, પારમાર્થિક દૃષ્ટિએ તો, તેનું ગુણસ્થાનક પહેલું જ સમજવું. ધર્મધ્યાન – આત્મવિકાસમાં સહાયક શુભ ધ્યાન. આગમગ્રંથોમાં ધર્મધ્યાનના મુખ્યત: જે ચાર પ્રકાર વર્ણવ્યા છે તે આ પ્રમાણે છે : ૧. આજ્ઞાવિચય-‘શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞા શી છે?' એના ઉપર અનુપ્રેક્ષા/ચિંતન કરતાં કરતાં લાગી જતું ધ્યાન. ૨. અપાયવિચય-વિષય-કષાયને અર્થાત્ કામ-ક્રોધાદિ ષપુઓને વશ વર્તવાના અનિષ્ટ પરિણામવિષયક અનુપ્રેક્ષા કરતાં લાગી જતું ધ્યાન. ૩. વિપાકવિચય-પૂર્વબદ્ધ કર્મ ઉદય વખતે કેવી કેવી ઇષ્ટાનિષ્ટ પરિસ્થિતિઓ સર્જી શકે તદ્વિષયક અનુપ્રેક્ષા દ્વારા લાગી જતું ધ્યાન. ૪. સંસ્થાનવિચય-વિરાટ વિશ્વની રચના, વ્યવસ્થા આદિવિષયક અનુપ્રેક્ષામાં લીન બનતાં લાગી જતું ધ્યાન. નય-દૃષ્ટિકોણ. કોઈ પણ વસ્તુને અનેક પાસાં હોય છે; સામાન્યત: તેના કોઈ એક પાસાને લક્ષમાં રાખી, અર્થાત્ અમુક ષ્ટિકોણથી, આપણે તેની વાત કરતા હોઈએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ કે વિચારવિષયક કથન કયા દૃષ્ટિકોણથી થયેલું છે તે સમજીએ તો જ તેને યથાર્થપણે અને સમ્રગતાથી સમજી શકાય. આ હેતુથી જૈનદર્શને અનેકવિધ દૃષ્ટિકોણનું સાત વિભાગોમાં વર્ગીકરણ કર્યું છે, અને તે દરેક વિભાગને જૂદું નામ આપ્યું છે. આ સાત વિભાગો એ જ સાત નય. માત્ર તત્ત્વજ્ઞાનની ચર્ચામાં જ નહિ, પણ રોજિંદા જીવનવ્યવહારમાંયે વિભિન્ન દૃષ્ટિબિંદુઓના નયોના પૃથક્કરણ અને સમન્વયથી આપણી સમજણ સુરેખ અને સ્પષ્ટ થઈ શકે છે. (આના સરળ, સુગમ, પ્રાથમિક પરિચય અર્થે જુઓ : ચંદુલાલ શકરચંદ શાહકૃત ‘અનેકાંત અને સ્યાદ્રાદ’, પ્રકાશક : જૈનમાર્ગ આરાધક સમિતિ, આદોની-આંધ્રપ્રદેશ). નવગૈવેયક-અનુત્તર કરતાં નીચલી કક્ષાના, પણ તે સિવાયના અન્ય સર્વ પ્રકારના દેવલોકમાં શ્રેષ્ઠ કક્ષાના દેવલોક. નવ તત્ત્વ-જૈનદર્શન અનુસાર મૂળતત્ત્વ બે છે : જીવ અને અજીવ. એ બેના સંયોગ-વિયોગની પ્રક્રિયાને-અર્થાત્ બંધન અને મુક્તિવિષયક તત્ત્વજ્ઞાનને-ટૂંકમાં સમાવી લેતા નવ મુદ્દા તે જ નવતત્ત્વ. ૧. સ્વ-યાને પોતે જીવ. ૨. પર–અર્થાત્ પોતાથી ભિન્ન તત્ત્વ-અજીવ. ૩. આશ્રવ-પરને અર્થાત્ કર્મને આત્મામાં પ્રવેશવાનું દ્રાર. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮) આત્મજ્ઞાન અને સાધનાપથ ૪-૫-૬. પુષ્ય, પાપ, બંધ-પર કઈ રીતે આત્મસાત્ થાય છે તે દર્શાવતી પ્રક્રિયા. ૭. સંગર–પરને આત્મામાં આવતા રોકવાની પ્રક્રિયા. ૮. નિર્જરા–પરથી અર્થાત્ આત્મા સાથે સંબદ્ધ કર્મથી છૂટકારો મેળવવાની પ્રક્રિયા. ૯. મોક્ષ-પરથી સાવ સ્વતંત્રતાની સ્થિતિ. નિર્જરા–જાઓ ‘કર્મનિર્જરા’ અને ‘નવતત્ત્વ'. નિયમ-યોગનાં આઠ અંગ છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાંનું બીજું અંગ તે નિયમ. મુમુક્ષુ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાનરૂપે તેની સાધના કરે છે. નિશ્ચય-વ્યવહારનિશ્ચય ૧. દ્રવ્યસ્પર્શી દષ્ટિકોણથી નિરૂપિત તાત્ત્વિક સિદ્ધાંત; ૨. પારમાર્થિક મોક્ષમાર્ગ-theory. વ્યવહાર ૧. પર્યાયસ્પર્શી નયથી–રોજિંદા જીવન-વ્યવહારના દૃષ્ટિકોણથી – તત્ત્વનિરૂપણ; ૨. પારમાર્થિક મોક્ષમાર્ગને જીવનમાં ઉતારવા માટેની વ્યવહારુ પ્રક્રિયા-સાધના અર્થાત્ practice. વિશેષ સ્પષ્ટતા માટે જાઓ પ્રકરણ છઠ્ઠાનાં પેટા મથાળાં : 'નિશ્ચય વ્યવહારની સમતુલા’ અને ‘ક્રિયા કે વ્યવહારનું હાર્દ.' નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી–જુઓ બીજા પ્રકરણ અંતર્ગત આ મથાળા હેઠળ થયેલું વિવેચન. પડિલેહણ-વસ્ત્ર, પાત્ર વગરે દૈનિક ઉપયોગની વસ્તુઓમાં કોઈ જીવ-જંતુ ભરાઈ રહેલ હોય તો તેને કશી ઈજા ન પહોંચે તે માટે, દરેક વસ્તુને છૂટી કરીને રોજ બે વાર–પ્રાત:કાળે અને નમતા પહોરે–તેનું નિરીક્ષણ કરી લઈ, જીવ-જંતુને સલામત જગ્યાએ મૂકી દેવા મુનિઓએ કર્તવ્ય એક દૈનિક ક્રિયા. પરીષહ-સાધકને પ્રાપ્ત થતી, બહુધા નિસર્ગજન્ય, પ્રતિકૂળતાઓ-રોગ, ટાઢ, તાપ, ભૂખ, તરસ, જીવન-જરૂરિયાતોની અપ્રાપ્તિ, અપમાન વગેરે. પર્યાય- જાઓ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય', અને ‘ષત્ર'. પર્યાયદષ્ટિ-દ્રવ્યને ગૌણ કરી, તેની પલટાતી અવસ્થાઓને મહત્ત્વ આપતો દષ્ટિકોણ. પુલ-જડ/matter, પ્રકૃતિ. જૈનદર્શન-માન્ય છ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય. આ એક જ દ્રવ્ય દશ્ય છે, બાકીનાં પાંચ અદશ્ય છે–અર્થાત્ સમસ્ત દશ્ય સૃષ્ટિ આ પુદ્ગલ દ્રવ્યનું જ પરિણમન છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૧૯ પૂર્વ—જેને લખવા માટે એક હાથી પ્રમાણ શાહીની જરૂર પડે એટલું જ્ઞાન. જૈનાગમોમાંના મુખ્ય બાર આગમોમાં દષ્ટિવાદ નામે છેલ્લે જે આગમ છે તેમાં કુલ ચૌદ પૂર્વનો સમાવેશ થયેલો છે. એ ચૌદ પૂર્વમાંના ઉત્તરોત્તર પૂર્વને લખવા માટે પૂર્વ પૂર્વથી બેવડી શાહીની જરૂર પડે એમ કહીને તે ઉત્તરોત્તર કેવડાં મોટાં થતાં જાય છે તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. (દષ્ટિવાદ નામનું એ બારમું અંગ હાલ ઉપલબ્ધ નથી.) પૂર્વધર-જેને એક કે વધુ પૂર્વનું જ્ઞાન હોય તે. પંજવું–પ્રમાર્જવું–ચીજ-વસ્તુ લેતાં-મૂકતાં નજરે ન ચડતા સૂક્ષ્મ જીવો પણ દબાઈ કે કચડાઈ ન જાય તે માટે જૈન મુનિઓ ઊનના રેશાવાળા એક ઉપકરણ વડે જમીનને અને લેવા-મૂકવાની ચીજ-વસ્તુને સાફ કરે છે તે ક્રિયા. પૌષધ-આત્મજાગૃતિની પુષ્ટિ અર્થે, ઓછામાં ઓછા ચાર પ્રહર સુધી સાંસારિક સર્વ પ્રવૃત્તિનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી, સાધુની જેમ આત્મસાધનામાં રહેવાનું વ્રત. શ્રાવકનાં બાર વ્રતોમાંનું અગિયારમું વ્રત. પ્રતિક્રમણ– જૈન ગૃહસ્થ સાધકોએ તેમ જ મુનિઓએ કર્તવ્ય એક દૈનિક અનુષ્ઠાન, કે જેમાં દિવસ-રાત્રિની પ્રવૃત્તિ દરમ્યાન સંભવિત સ્કૂલનાઓને સંભારી જઈ, પોતાથી થયેલી સ્કૂલનાઓનું ગુરુને નિવેદન કરીને તેનું પ્રાયશ્ચિત્ત અને શુદ્ધિ કરાય છે. વિશાળ અર્થમાં કહીએ તો, અજ્ઞાન કે પ્રમાદવશ થયેલા પાપનો પશ્ચાત્તાપ કરીને શુદ્ધ થવું, કે વાસનાઓ અને વિકારોમાં તણાઈ જઈ આત્મભાવથી દૂર જવાયું હોય તેના પ્રત્યે સભાન બની પુન: આત્મભાવમાં આવવું તે પ્રતિક્રમણ છે. પ્રવચન-તીર્થકર દેવનો ઉપદેશ-આજ્ઞા; એ આજ્ઞાને અનુસરનાર જનસમુદાય જૈન સંઘ; જુઓ જિનશાસન'. પ્રવચન-માતા–પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ; જુઓ ‘સમિતિ-ગુપ્તિ.' પ્રશમ-અંતરમાંથી વિષય-તૃષ્ણા અને ક્રોધાદિ વિકારો ક્ષીણ થતાં જન્મતો ચિત્ત પ્રસાદ-પ્રસન્નતા અને હળવાશ. બહિરાત્મભાવ-દહાદિ બાહ્ય વિષયોમાં “હું” અને “મારું'ની બુદ્ધિ. બહુશ્રુત-શાસ્ત્રોનું બહોળું જ્ઞાન ધરાવનાર-well-read. ભાવ-આચાર્ય-કંચન, કામિની કે કીર્તિ આદિની સ્પૃહા વિનાના, અંતર્મુખ, ઉપશાંત, સંયત, નિરીહ, “શિષ્ય'ના કલ્યાણની જ એક કામનાવાળા, આત્મજ્ઞ સંત. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આત્મજ્ઞાન અને સાધનાપથ ભાવના-જ્ઞાન કેવળ શ્રવણ, વાચન કે તર્કના બળે જ નહિ, પણ જાત અનુભવના આધારે અંતરમાં સ્ફૂરતું જ્ઞાન-પ્રજ્ઞા. ભેદ રત્નત્રયી-જુઓ પ્રકરણ બીજા અંતર્ગત પેટા મથાળું : ‘નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી' ભોગ-ઉપભોગ-ભોજન વગેરે–જેનો એકવાર ભોગવટો થઈ શકે તે ભોગ, અને વસ્ત્ર, મકાન, વાહનાદિ કે જેનો વારંવાર ભોગવટો થઈ શકે તે ઉપભોગ. મતિજ્ઞાન-આંખ, કાન, નાક, જિહ્વા કે ત્વચા-આ પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન. મનોગુપ્તિ-ચિત્તને આર્ત્ત-રૌદ્ર સંકલ્પ-વિકલ્પથી મુક્ત, સમભાવથી યુક્ત અને આત્મભાવમાં સ્થિર કરવાનો અભ્યાસ; જુઓ પ્રકરણ બીજું ‘જ્ઞાનની કસોટી: મનોગુપ્તિ' શીર્ષક વિવેચન (પૃષ્ઠ ૧૯-૨૩). મન:પર્યવ જ્ઞાન : બીજાના મનને જાણી લેતી-વિચારો વાંચી લેતી-અતીન્દ્રિય જ્ઞાનશક્તિ. મિથ્યાદુષ્કૃત-ક્ષમાયાચના. મુહપત્તિ-જૈન મુનિઓ બોલતી વખતે મુખ આડે વસ્તુનો નાનો ટુકડો રાખે છે તે. મોહ--આત્મસ્વરૂપનું ભાન થવા ન દેનાર કે આત્મજાગૃતિને આવરી દેતી અજ્ઞાનાત્મક વૃત્તિ: અવિદ્યા. યમ-આઠ યોગાંગમાંનું પ્રથમ અંગ; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની સાધના જેમાં સમાવિષ્ટ છે. સફળ યોગસાધનાનો પાયો યમનિયમ છે. યોગદષ્ટિ-૧. આત્મવિકાસની તરતમતા દર્શાવતી આઠ યોગભૂમિકાઓમાંની કોઈ એક ભૂમિકા; ૨. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ‘યોગદષ્ટિ સમુચ્ચય' નામનો ગ્રંથ. આત્મવિકાસની ભૂમિકાઓ માટે જૈન પરિભાષામાં સામાન્યત: ‘ગુણસ્થાન’ કે ‘ગુણસ્થાનક’ (ગુજરાતી-‘ગુણઠાણું”) શબ્દ પ્રચલિત છે. આત્મવિકાસનો સમગ્ર પથ ચૌદ ગુણસ્થાનમાં આવરી લેવાયો છે. આત્મવિકાસની એ યાત્રાને આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આઠ વિભાગોમાં વહેંચી નાખી ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં એને નવી પરિભાષા આપી છે. એમણે આત્મવિકાસની એ આઠ ભૂમિકાઓને આઠ ‘યોગદૃષ્ટિઓ’ તરીકે ઓળખાવી છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૨૧ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વેના આત્મવિકાસની રમતા ‘ગુણસ્થાન'ની શૈલી કરતાં ‘યોગદષ્ટિ'ની શૈલી વધુ સ્કૂટપણે દર્શાવે છે. રત્નત્રયી-જ્ઞાન, દર્શન અને ચારિત્ર- આ ત્રણ રત્નો, અર્થાત્ શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ મોક્ષમાર્ગ. લિંગ-વ્યક્તિ કયા ધર્મ-મત-પંથની અનુયાયી છે તેનો સંકેત આપતા તે તે ધર્મ મતમાં પ્રચલિત ક્રિયાકાંડ, વેશભૂષા, તિલક, માળા વગેરે ચિહ્નો. દ્રવ્ય – વેશભૂષા આદિ બાહ્ય ઓળખ; ભાવ૮ – આંતરિક ગુણ-સંપત્તિ. વિભાવ દશા–રાગ-દ્રષ-મોહ/અવિઘાથી અભિભૂત આત્માની અવસ્થા–જેમાં આત્માના શુદ્ધ જ્ઞાન અને નિરુપાધિક આનંદ ઓછા-વત્તા અંશે વિકૃત અને મલિન બની ગયાં હોય તે. વિરતિ-સંયમ, ત્યાગ. જુઓ “દેશવિરતિ', ‘સર્વવિરતિ.” વિષય-ઇન્દ્રિયોના ભોગ; સારાં-નરસાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. વ્યવહાર રત્નત્રયી–જુઓ પ્રકરણ બીજું, ‘નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી શુક્લધ્યાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે અને નિર્વાણ સમયે રહેતું અતિ વિશુદ્ધ ધ્યાન. શ્રદ્ધાન- શ્રદ્ધા. શ્રુતજ્ઞાન-શાસ્ત્ર, ગુરુ કે કોઈનાં વચનો દ્વારા થતું જ્ઞાન. વ દ્રવ્ય– જેની ઉત્પત્તિ કે નાશ નથી પણ સદા અસ્તિત્વ છે તે દ્રવ્ય. જૈન દર્શન અનુસાર વિશ્વના મૂળ ઘટક (element) છ દ્રવ્યો છે : આત્મા, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અહીં “ધર્મ'નો અર્થ છે જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરતું એક અદશ્ય દ્રવ્ય. ‘અધર્મ'નો અર્થ છે જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાય કરતું એક અદશ્ય દ્રવ્ય. આ દ્રવ્યોના સંયોજનથી સૃષ્ટિનો ક્રમ ચાલતો રહે છે. મૂળ દ્રવ્ય સદા કાયમ રહે છે. તે ઉત્પત્તિ કે નાશથી પર છે, પણ ક્ષણે ક્ષણે તેમાં વિવિધ પરિવર્તન થયા કરે છે. દ્રવ્યની પલટાતી એ ક્ષણિક અવસ્થાઓને પર્યાય કહે છે. પ્રતિક્ષણ જૂના પર્યાય નાશ પામતા રહે છે અને નવા ઉત્પન્ન થતા રહે છે. સમક્તિ દષ્ટિ-સમદૃષ્ટિ, સમ્યગદર્શન પામેલી વ્યક્તિ. સમાપત્તિ-ધ્યાતાને થતો એય સાથે ઐક્યનો અનુભવ. સમિતિ-ગુપ્તિ-મુનિના સમગ્ર જીવનવ્યવહારને આવરી લેતા આઠ વ્યાપક નિયમો : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ગુપ્તિ-મન, વાણી અને કાયાને પરમાં પ્રવૃત્ત થવા ન દેતાં, નિજમાં જ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ સ્થિર કરવાનો અભ્યાસ તે ગુપ્તિ. તેના ત્રણ ભેદ છે : મનોગુપ્તિ (વધુ માટે જુઓ ‘મનોગુપ્તિ'), વચનગુપ્તિ અને કાયગુપ્તિ. સમિતિ-જયાં સુધી દેહ છે ત્યાં સુધી ખાવું-પીવું, ભિક્ષા, મળમૂત્રનું વિસર્જન, હરવું-ફરવું, અનિવાર્ય અને આવશ્યક વાતચીત વગેરે તો રહે જ છે. આ અનિવાર્ય પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી તે અંગેની લક્ષ્મણરેખા આંકતા નિયમો તે પાંચ સમિતિ. ૧. ઇર્ષા સમિતિ-સૂર્યપ્રકાશ અને અવરજવરવાળા માર્ગે પણ આગળ સાડા ત્રણ હાથ જેટલી જમીન જોઈને ચાલવું કે જેથી પગ નીચે કોઈ જીવજંતુ કચડાઈ ન જાય. ૨. ભાષા સમિતિ–હિત, મિત, પબ, પ્રિય અને સત્ય વાણી જ ઉચ્ચારવી અને તે પણ મુખ આડે વસ્ત્ર રાખીને, જેથી, સૂક્ષ્મ જીવોને પણ કશી પીડા ન થાય. ૩. એષણા સમિતિ-પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ–આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, રહેઠાણનું સ્થાન ઇત્યાદિ-સ્વીકારતાં એ ધ્યાન રાખવું કે દાતાને કે અન્ય કોઈને એથી કોઈ પ્રકારે દુ:ખ ન થાય. આ અંગે શાસ્ત્રોમાં વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે. આહાર-પાણીની ભિક્ષા લેતી વખતે મુનિએ સંભવિત સ્કૂલના ટાળવા માટે અડતાલીશ મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે. ૪. આદાન-નિક્ષેપ સમિતિ-ચીજવસ્તુ લેતાં-મૂકતાં કોઈ સૂક્ષ્મ જીવજંતુ પણ કચડાઈ ન જાય તે માટે વસ્તુને અને જમીનને પુંજીપ્રમાજી વસ્તુ લેવી-મૂકવી. ૫. પારિઝાપનિકા સમિતિ-મળ-મૂત્ર, બળખો વગેરેનું વિસર્જન કરવાનું હોય ત્યારે જમીનનું બરાબર નિરીક્ષણ કરી લઈ, જીવજંતુ, વનસ્પતિ વગેરરહિત સ્થાને, એનો ત્યાગ એવી રીતે કરવો કે જેથી કોઈનેય પીડા થવાનો પ્રસંગ ન રહે. જુઓ પ્રકરણ બીજા અંતર્ગત પેટા મથાળું : “સમિતિ-ગુપ્તિનું જ્ઞાન’ એટલે શું? સમ્યગદર્શન–૧. દેહ અને આત્માના ભેદની સ્વાનુભવ-આધારિત પ્રતીતિ. ૨. એ પ્રતીતિના કારણે લાધતી સાચી જીવનદષ્ટિ. વિસ્તાર માટે જુઓ પ્રકરણ ત્રીજું, ચોથું અને પાંચમું. સમકિત, સમ્યકત્વ, સમ્યગ્દર્શન-આ બધા સમાનાર્થી શબ્દો છે. સમ્યગદર્શન ત્રણ કોટિનું હોઈ શકે : ૧. ઉપશમ સમ્યકત્વ-સમ્યગ્દર્શન-બાધક કર્મ સત્તામાં પડયા હોવા છતાં, Page #366 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ | ૩૨૩ તે કર્મના ઉદયના અભાવે પ્રાપ્ત થયેલું, વીજળીના ઝબકારની જેમ આવીને ચાલ્યું જનાર, ક્ષણિક સમ્યક્ત્વ. ૨. ક્ષાયિક સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન બાધક કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલું સ્થાયી સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યક્ત્વ ઉપલબ્ધ થતાં ભેદજ્ઞાનની જાગૃતિ મુક્તિની પ્રાપ્તિ પર્યંત અખંડ રહે છે. ટયૂબલાઈટના સ્થિર પ્રકાશની જેમ એને વિષયકષાયના પવનના ઝપાટા કંઈ અસર કરી શકતા નથી. ૩. ક્ષાયોપશ્િમક સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન બાધક કર્મનો આંશિક ક્ષય થવાથી પ્રગટેલું અસ્થાયી સમ્યક્ત્વ. પવનવાળા સ્થાનમાં ટમટમતા દીવાની જ્યોતની જેમ, ક્ષાયોપમિક સમ્યક્ત્વમાં દેહ અને આત્માની જુદાઈની પ્રતીતિ કયારેક તીવ્ર અને સ્પષ્ટ, કયારેક મંદ, કયારેક ઝાંખી ઝાંખી, કયારેક લુપ્ત-પ્રાય: રહે છે. પવનવાળા સ્થાનમાં રહેલા દીપકની જેમ, તે ઓલવાઈ ન જાય તે માટે વિષય-કષાયના તીવ્ર આવેગરૂપ પવનના ઝપાટાથી તેનું રક્ષણ કરવું રહ્યું; અન્યથા પાછું મોહનું આવરણ આવી શકે છે. સર્વવિરતિ-૧. પાંચ મહાવ્રતપૂર્વક પૂર્ણ સંયમ; ૨. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકારનાર પંચમહાવ્રતધારી મુનિ. તે આત્માનુભવયુક્ત હોય તો તેમનું સામાન્યત: છ-સાતમું ગુણસ્થાનક હોય, અન્યથા પારમાર્થિક દૃષ્ટિએ પહેલું ગુણસ્થાનક સમજવું. સંવર--જુઓ ‘નવતત્ત્વ'. સંવેગ-મુક્તિની ઝંખના. સામાયિક-ઓછામાં ઓછી બે ઘડી અર્થાત્ અડતાલીસ મિનિટ સુધી, સાંસારિક સર્વ પ્રવૃત્તિનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી, આત્મચિંતન-સ્વાધ્યાય-જપ-ધ્યાન દ્વારા સમભાવનો અભ્યાસ કરવાનું વ્રત. શ્રાવકનાં બાર વ્રતોમાંનું નવમું વ્રત. ભાવ-સમત્વ; રાગ-દ્વેષ, ગમા-અણગમા, હર્ષ-શોકરહિત મન:સ્થિતિ. Page #367 -------------------------------------------------------------------------- ________________ કર્તા સંદર્ભગ્રન્થસૂચિ | સંસ્કૃત-પ્રાકૃત | ગ્ર અધ્યાત્મસાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી અધ્યાત્મોપનિષદ્ અધ્યાત્મ કલ્પદ્રમ શ્રી મુનિસુંદરસૂરિજી અધ્યાત્મબિન્દુ શ્રી હર્ષવર્ધન ઉપાધ્યાય ઇષ્ટોપદેશ આચાર્ય શ્રી પૂજ્યપાદ ઉપદેશપદ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ટીકા-શ્રી મુનિચન્દ્રસૂરિજી ઉપદેશરહસ્ય-મૂળ તથા ટીકા મહો. શ્રી યશોવિજયજી ઉપમિતિ-ભવપ્રપંચા-કથા શ્રી સિદ્ધર્ષિ ગણિ ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી સુધર્માસ્વામી જ્ઞાનસાર મહો. શ્રી યશોવિજયજી જ્ઞાનાર્ણવ શ્રી શુભચંદ્રાચાર્ય તત્ત્વાર્થસૂત્ર શ્રી ઉમાસ્વાતિ વાચક તત્ત્વાનુશાસન શ્રી નાગસેનાચાર્ય દ્વત્રિશદ્ દ્વત્રિશિકા-મૂળ તથા ટીકા મહો. શ્રી યશોવિજયજી ધર્મપરીક્ષા શ્રી જિનમંડન ગણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ટીકા-શ્રી મુનિચન્દ્રસૂરિજી ધર્મસંગ્રહ-મૂળ તથા ટીકા શ્રી માનવિજયજી ગણિ ધ્યાનશતક જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધર્મબિન્દુ Page #368 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રન્થસૂચિ | ૩૨૫ નયોપદેશ મહો. શ્રી યશોવિજયજી • ટીકા : નયામૃતતરંગિણી પરમાત્મપ્રકાશ શ્રી યોગીન્દુદેવ પંચસૂત્ર (અજ્ઞાત) પંચાધ્યાયી (અજ્ઞાત) પ્રમાણનયતત્ત્વાલોક શ્રી વાદીદેવસૂરિજી પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્ર શ્રી શ્યામાચાર્ય બૃહત્કલ્પસૂત્રનું નિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામી છે ” ભાણ શ્રી સંઘદાસ ગણિ ભગવદ્ગીતા મહર્ષિ વ્યાસજી ભજગોવિંદમ શ્રી આદ્ય શંકરાચાર્ય યોગદષ્ટિસમુચ્ચય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી યોગબિન્દુ યોગવાતિક શ્રી વિજ્ઞાનભિક્ષુ યોગશતક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી યોગશાસ્ત્ર શ્રી હેમચન્દ્રાચાર્ય યોગસાર (અજ્ઞાત) યોગસૂત્ર મહર્ષિ પતંજલિ રમણગીતા કાવ્યકંઠ ગણપતિ મુનિ લધુવાક્યવૃત્તિ શ્રી શંકરાચાર્ય વિંશતિવિશિકા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી વૈરાગ્ય-કલ્પલતા મહો. શ્રી યશોવિજયજી વ્યવહાર-સૂત્ર સંકલન : શ્રી ભદ્રબાહુવામી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) શ્રી સુધર્માસ્વામી સમાધિતંત્ર આચાર્ય શ્રી પૂજયપાદ * ગ્રંથના જે બ્લોક નંબર અહીં આપ્યા છે તે અંગે ગેરસમજ ટાળવા વાચકોનું ધ્યાન એ હકીકત પ્રત્યે દોરવું જરૂરી છે કે, સંવત ૧૯૯૬માં જૈન ગ્રન્થપ્રકાશક સંસ્થા, અમદાવાદ તરફથી પ્રતાકારે એ ગ્રંથ છપાયો છે તેમાં શ્લોક નંબર ૧૦૪ની ટીકા શ્લોક નંબર ૧૦૩ની ટીકા સાથે છપાઈ ગઈ છે અને મૂળ શ્લોક છૂટી ગયો છે અને નંબર ૧૦૫ બેવડાયો છે. આથી, શ્લોક નંબર ૧૦૫ પછીના એ પ્રતના શ્લોક નંબરમાં બે ઉમેરતાં સાચો શ્લોક નંબર – અહીં આપેલો છે તે મુજબ- મળશે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ / આત્મજ્ઞાન અને સાધનાપથ સંબોધસિત્તરી સ્થાનાંગ સૂત્ર ષોડશક શ્રી યશેખરસૂરિજી શ્રી સુધર્માસ્વામી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ટીકા-૧. શ્રી યશોભદ્રસૂરિજી ૨. મહો. શ્રી યશોવિજયજી (અજ્ઞાત) ઠયપ્રદીપષત્રિશિકા | હિન્દી-ગુજરાતી અધ્યાત્મબાવની યોગીશ્વર ચિદાનંદજી અમૃતવેલની સજઝાય મહો. શ્રી યશોવિજયજી આત્મીય ક્ષણો ફાધર વાલેસ આપણે આત્મનિરીક્ષણ કરીશું? મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી આત્મસિદ્ધિ શ્રીમદ્ રાજચંદ્ર કુંડલિની મૂળ લેખક : પંડિત ગોપીકૃષ્ણ અનુવાદ : શાંતિકુમાર જે. ભટ્ટ કૃષ્ણમૂર્તિનું જીવનદર્શન રણછોડભાઈ પટેલ ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ-૧ મહો. શ્રી યશોવિજયજી દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દિલની વાતો રસિક ઝવેરી ધર્મોનું મિલન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પરમાત્મા છત્રીસી યોગીશ્વર ચિદાનંદજી પરમાર્થદીપ શ્રી રમણ મહર્ષિ પર્યુષણ-પ્રસાદી વિમલા તાઈ પંચપરમેષ્ઠિ ધ્યાનમાલા કવિ નેમિદાસ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં મૂળ લેખક : ડૉ. પોલ બ્રન્ટન અનુવાદ : શ્રી યોગેશ્વર મહાગુહામાં પ્રવેશ વિનોબા ભાવે યોગી હરનાથના સાન્નિધ્યમાં શ્રી મકરન્દ દવે વિજ્ઞાન અને અધ્યાત્મ મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી વિજ્ઞાન-અધ્યાત્મના માર્ગે ડૉ. બી. જી. નાયક Page #370 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક સમાધિશતક સમાધિવિચાર A Search In Secret India A Search In Secret Egypt Be As You Are The Teachings of Sri Raman Maharshi The Bible-John, 8:32 Cosmic Consciousness Day By Day with Bhagwan The Doors of Perception, Guruvani, July 1966 -The Way the Spirit Leads I Am That મહો. શ્રી યશોવિજયજી Journeys Out of The Body Kundalini, The Evolutionary ‘હું ત્રિકાળજ્ઞાની બન્યો અને પછી' મૂળલેખક : પિટર હરકોસ અનુવાદ : શ્રીકાન્ત ત્રિવેદી મહો. શ્રી યશોવિજયજી અંગ્રેજી "" સમકિતના સડસઠ બોલની સઝાય ૧૨૫ ગાથાનું સ્તવન ૩૫૦ ગાથાનું સ્તવન સ્વરોદય જ્ઞાન યોગીશ્વર ચિદાનંદજી શ્રીપાળરાસ મહો, શ્રી યશોવિજયજી श्री रमण महर्षि एवं आत्मज्ञान का मार्ग लेखक- आर्थर आसबोर्न अनुवाद - वेदराज वेदालंकार (અજ્ઞાત) (ગુજરાતી રૂપાંતર : Energy in Man Mountain Path, July 1969 *Methods and Experiences' સંદર્ભગ્રન્થસૂચિ |૩૨૭ ,, "" ,, બેચરદાસ ભગવાનદાસ) "" "" Dr. Paul Brunton Dr. Paul Brunton Edited by David Godman Dr. Richard Maurice Bucke, M. D. Devaraj Mudaliar Aldous Huxley Shahid Pravin Nisargadatta Maharaj Robert Monroe Pandit Gopi Krishna Chandra Swami Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આત્મજ્ઞાન અને સાધનાપથ The Probability of the Impossible Thelma Moss Proceedings and Transactions of the Royal Society of Canada, Series II, Vol, 12 The Projection of the Astral Body Muldoon and Carrington The Psychology of Consciousness Robert E. Ornstein Raman Maharshi and the Path of Self-knowledge Arthur Osborne Relax and Live Joseph A. Kennedy The Universe and Dr. Einstein Lincoln Barnett Wisdom of the Overself Dr. Paul Brunton Yoga Unveiled U. A. Asrani Page #372 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રીની અન્ય ચેતનવંતી કૃતિઓ આપણે આત્મનિરીક્ષણ કરીશું? બીજી સંવર્ધિત આવૃત્તિ પૃષ્ઠ ૧૫૮+ ૨૨ साधनाजगत में नयी जागृती पैदा करनेवाली किताब है। ...ऐसी पुस्तकों का प्रचार एवं प्रसार अति आवश्यक है। - आचार्य श्री विजयइन्द्रबिन्नसरिजी પૂજય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીની લેખનશૈલી સરળ અને પ્રસન્ન છે. એમાં દુર્બોધતાનો ભાર નથી. એમની ભાષામાં સૌષ્ઠવ છે. નિરૂપણમાં સત્યનું ઓજ છે, વેધકતા છે, તાજગી છે. સમતુલા એ એમની રજૂઆતનું મુખ્ય લક્ષણ છે. સમતોલ અને ઓજસ્વી વિચારગૂંફન જિજ્ઞાસુ દયમાં ઉત્સાહ પ્રેરે અને અજંપો જગાવે એ સહજ છે. આ પુસ્તક જિજ્ઞાસુઓ- સાધુ, સાધ્વી કે ગૃહસ્થ –માટે પાઠ્યપુસ્તકની ગરજ સારી શકે. આટલું નિર્ભય, વિશદ અને ચોટદાર નિરૂપણ અન્યત્ર ન મળી શકે, કારણ કે આ પુસ્તક એ માત્ર શાસ્ત્રોનાં પરિશીલનની નીપજ નથી. આ તો એક સાચા સાધકની અનુભવવાણી છે. પાંજરા પોળ, અમદાવાદ - પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી ગણી ‘સાધનાપથીમાં ક્યાં જવાનું છે તે તરફ આંગળી ચીંધી છે તો આમાં કયાં ઊભા છીએ તે ખુલ્લું કર્યું છે. કોડાય, કચ્છ. – મુનિ ભવનચંદ્રજી જે આત્માઓ ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજવા ઇચ્છા હોય કે સમતિને દઢ કરવા ઇચ્છતા હોય તેમણે આ પુસ્તક સ્વાધ્યાય માટે ઘરમાં વસાવવા જેવું છે. વાંકી – કચ્છ. –મુનિ વિનોદચંદ્રજી Page #373 -------------------------------------------------------------------------- ________________ આપણે ઉપાસક છીએ કે સાધકે? આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે ખરી? ખરેખર આપણે ધાર્મિક છીએ? ધર્મ એટલે શું? ધાર્મિકતા એટલે શું? – ધર્મ અને સાધનાને લગતા આ અને આવા બીજા અનેક પ્રશ્નોનું, પૂજ્ય મુનિશ્રીએ આ પુસ્તકમાં સુરેખ અને સુસ્પષ્ટ નિરૂપણ કર્યું છે. કહેવાતા ધર્મ અને કહેવાતી ધાર્મિકતાના અંચળાને અળગો કરીને, સાચો ધર્મ અને સાચી ધાર્મિકતા ક્યાં છે તેનું સુખ દર્શન આ પુસ્તકના પાને પાને થાય છે. - સ્વામીજીનું આ પુસ્તક દુનિયાની તમામ ભાષાઓમાં છપાવવું જોઈએ. વિશ્વના મહાન ચિંતકોનાં પુસ્તકોની હરોળમાં ઊભું રહે તેવું આ પુસ્તક છે. ..એક જ વાક્યમાં કહું તો, પ્રસ્તુત પુસ્તક સર્વત્ર જિજ્ઞાસુઓને શુદ્ધ અને સાચા ધર્મ તરફ અભિમુખ કરવાનું મહત્તમ કાર્ય કરશે, એમાં કોઈ સંદેહ નથી. – અનવર આગેવાન ધર્મ તત્ત્વત: શું છે અને તે આચારસ્થ કરવા ઇચ્છનારે કઈ રીતે પ્રવૃત્ત થવું જોઈએ તે વિશે માર્ગદર્શન હરકોઈ ધર્માથી જિજ્ઞાસુને– જૈનેતર સમાજના મુમુક્ષુને પણ – આ ગ્રંથમાં મળી શકશે. તેના કર્તા મુનિશ્રી અમરેન્દ્રજીના ચિંતનનો અર્થ છે કે ધર્મ એ સ્કૂલ ક્રિયાકાંડમાં સીમિત નથી. તેનું સાચું સ્વરૂપ જીવ માત્ર પ્રત્યે સમભાવ ધરાવવો અને સ્વને સમ્યફ રીતે જાણવો તે છે. સ્વને જાણવો હોય તો અંતર્મુખ થવું ઘટે, આત્મનિરીક્ષણ કરવું ઘટે. શ્રી અમરેન્દ્રજીએ પોતાનું ચિંતન બહુ વિશદ રીતે પ્રગટ કર્યું છે. વસ્તુત: તે તેમના પોતાના આત્મનિરીક્ષણનું જ સુફલ છે. – કૃ. દી. | જન્મભૂમિ, ૨૮ એપ્રિલ '૮૦ - આ પુસ્તક મુખ્યત્વે જૈન વાચકો માટે હોવા છતાંય સત્ય ધર્મને ઓળખવાની જિજ્ઞાસા રાખતા હરકોઈ વાચક માટે બહુમૂલ્ય માર્ગદર્શન આપે છે. – પ્રવાસી, ૨૦ ફેબ્રુ. '૮૦ આ પુસ્તક અંગે શ્રી અનવર આગેવાને પોતાનો અભિપ્રાય આપ્યો છે તેમાં જરા પણ ફરક કરવાનું મન નથી થતું. તમે પણ જુઓ : જૈન મુનિએ આ પુસ્તક લખ્યું છે એથી તે જૈનોના ઉપયોગ માટેનું પુસ્તક હશે, એમ માનીને આ પુસ્તક બાજુએ મૂકી દેવા જેવું નથી” અને “સ્વામીજીનું આ પુસ્તક દુનિયાની તમામ ભાષાઓમાં છપાવવું જોઈએ. વિશ્વના મહાન ચિંતકોનાં પુસ્તકોની હરોળમાં ઊભું રહે તેવું આ પુસ્તક છે.” – ચી. ગી/સ્વસ્થ માનવ', જુલાઈ '૮૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને અધ્યાત્મ ચોથી આવૃત્તિ પૃષ્ઠ ૧૦૦ + ૨૮ મેં હમણાં જ એ પુસ્તક વાંચ્યું. બહુ અદ્ભુત અને તટસ્થ રીતે લખાયેલું છે. ખૂબ જ ગમ્યું. નવનીત-સમર્પણ, માર્ચ '૮૪ – સુરેશ દલાલ વિજ્ઞાન અને અધ્યાત્મ બહુજ રસપૂર્વક વાંચી ગયો. પુસ્તકની રજૂઆત, વિષયની માવજત અને ભાષાની રોચકતા અને પ્રવાહીપણું મુગ્ધકર છે.... આવા પ્રકારનાં પુસ્તકો દ્વારા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર અંગ્રેજી જગતમાં થવો જરૂરી છે. મુંબઈ –૪. – ડૉ. ધનરાજ ગાલા ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન અને ભાષા પરનું પ્રભુત્વ પુસ્તક વાંચીને નીચે મુક્યા પછી પણ મનનો કબજો મૂકતું નથી, મનમાં લાંબા સમય સુધી ચિંતનનાં ચક્રો ગતિમાન કરી મૂકે છે... “ચૈતન્ય શું રાસાયણિક પ્રક્રિયાઓની નીપજ છે?” આ પ્રકરણ અસાધારણ ચિંતનપૂર્ણ છે. ભુજ (કચ્છ) – મહેશ્વરપ્રસાદ રે. બસ मुनी श्री अमरेन्द्रविजयजीने 'विज्ञान और अध्यात्म लिखकर, जैन परिधि से उपर उठकर, वैश्विक आत्मज्ञान और विज्ञान के सीमान्तों को एकीकृत कर दिया है। ...यह मुनि श्री की एक जैसी एणमोल कृति है, जिसमें उन्होंने विज्ञान और भगवान् के बीच के चिरकालीन विरोध का पुष्ट प्रमाणों के साथ विसर्जन किया है। उनके कृतित्व में सच्चे अनेकान्त की वैज्ञानिक प्रतिष्ठा हुई है। ...मेरा तो विनम्र सुझाव है कि इस किताब को हजारोंमें छपवा कर, इस युग के प्रबुद्ध जनों और जिज्ञासु युवा पीढ़ी के बीच निःशुल्क वितरित कर देना चाहिये। इस पुस्तक का शैक्षणिक मूल्य इतना अधिक है, कि इसे तमाम भारतीय विश्वविद्यालयों के पाठ्यक्रम में एक अनिवार्य 'आध्यात्मिक विज्ञान' विषय के रुप में पढाया जाना चाहिये। बम्बई-५६ -वीरेन्द्रकुमार जैन औपन्यासिक महाकाव्य : 'अनत्तर योगी' के लेखक Page #375 -------------------------------------------------------------------------- ________________ અર્ચિત-ચિંતામણિ નવકાર* મુનિશ્રીના જાતઅનુભવની નોંધયુક્ત પરિશિષ્ટ સહિત પાંચમી સંવર્ધિત આવૃત્તિ : પૃષ્ઠ ૬૮ : કિંમત ત્રણ રૂપિયા શ્રી નવકાર મહામંત્રના અર્ચિત્ય પ્રભાવની પ્રતીતિ કરાવતું વર્તમાન કાળનું એક જવલંત ઉદાહરણ ટાંકી, નવકારની સફળ સાધનાનાં મહત્ત્વનાં અંગો વિષે મુનિશ્રીએ આપેલું અનોખું માર્ગદર્શન. ✩ કથાપ્રસંગ તો સુંદર છે જ, પણ મહારાજશ્રીએ કરેલ સમાલોચના – વિશ્લેષણ ઘણું જ સુંદર, અભ્યાસપૂર્ણ અને જીવન જીવવામાં ઉપકારક થઈ પડે તેવું છે. અમદાવાદ – ૭ કેવળ અંધશ્રદ્ધા કે ચમત્કારની દૃષ્ટિએ નહિ પણ, નવકાર-સાધનાની સાચી પ્રક્રિયા, જે અહીં રજૂ કરવામાં આવી છે એથી, આવાં પુસ્તકોની અપેક્ષાએ આ નાનકડી પુસ્તિકાએ પોતાનું વૈશિષ્ટય રજૂ કર્યું છે અને તે સાચી જીવનદૃષ્ટિ આપે છે. માંડલ - શાંતિલાલ મગનલાલ સાઠંબાર - – રતિલાલ મફાભાઈ શાહ ...मुनि श्री अमरेन्द्रविजयजी की रचना 'अचित चितामणि नवकार' एक अत्यन्त तेजस्वी, प्रेरक और पठनीय कृति है। - अगरचन्दजी नाहटा ' णमोकार मन्त्रसाहित्य : एक अनुशीलन, ‘તીર્થંકર’, વિસમ્બર, ૧૮૦ 'अचित चिंतामणि नवकार' अद्भुत है। सरल भाषा, सुबोध रूपक, सजीव उपमाएँ, तथा सर्वोपरी जीवन्त अनुभव पाठक को वह सब देते हैं, जो उसके लिए कल्पनातीत है। ... हिन्दी में इसका आना जरुरी है। उपकारक है। અંગ્રેજી અનુવાદ : Cancer Dissolved by Divine Grace - डा. नेमीचन्द जैन संपादक : 'तीर्थंकर, मासिक Page #376 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓ અને વિપશ્યના બીજી સંવર્ધિત આવૃત્તિ પૃષ્ઠ ૧૧૨ ચિત્તશુદ્ધિ, એકાગ્રતા, અંતર્મુખતા, સમત્વ અને સાક્ષીભાવનું પ્રાયોગિક પ્રશિક્ષણ આપતી વિપશ્યના-સાધનાનો સંક્ષિપ્ત પરિચય અને એની શિબિરોમાં જોડાવા અંગે દ્વિધા અનુભવતા સાધકોને સંદિગ્ધ માર્ગદર્શન. આપણા વર્તુળમાં સાધના અંગેનું માર્ગદર્શન મળે તેવાં સ્થાન કે પુસ્તક નથી, તેમાં આ બહુ સ્થિર અજવાળું પથરાયું છે. – મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ અમદાવાદ, આ સાધના ચીંધવા માટે આપનો દયના ઊંડાણથી જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ખરેખર સાધના અજોડ છે. વ્યાવહારિક જીવનમાં પણ તેનો અત્યંત લાભ જણાઈ રહ્યો છે. એકંદરે, આધ્યાત્મિક રસ્તે પ્રેક્ટિકલ માર્ગદર્શન જેવું લાગ્યું. લીંબડી, સૌરાષ્ટ્ર – ડો. હેમન્ત વી. ડગલી વિપશ્યના-સાધના વિશે થોડી જાણકારી હતી ત્યાં “મુમુક્ષુઓ અને વિપશ્યના' નામનું મુનિશ્રી અમરેન્દ્રવિજયજી-લિખિત નાનકડું પુસ્તક મારી તરુણ મિત્ર દીપિકાએ મને ભેટ આપ્યું, તેમાંથી આ સાધન-પદ્ધતિ વિશે ઘણી વધુ સ્પષ્ટતા મળી. વિપશ્યનામાં રસ ધરાવતા લોકો માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આત્મસાક્ષાત્કાર શબ્દમાં આત્મા નામક તવનો સાક્ષાત્કાર કરવાનું અભિપ્રેત છે, જ્યારે બૌદ્ધધર્મ તો અનાત્મવાદી કહેવાય છે એવો પ્રશ્ન અહીં ઊઠે છે તે સ્વાભાવિક છે. મુનિશ્રીએ તેની સરસ સ્પષ્ટતા કરી છે. . મુનિ અમરેન્દ્રવિજયજી નિર્ભેળ સત્યના શોધક છે. .એકાગ્રતા, ચિત્તશુદ્ધિ, સમભાવ, સાક્ષીભાવ અને અંતે આત્મભાવ સુધી પહોંચાડતી આ સાધના વિશે મુનિશ્રીએ આ નાનકડા પુસ્તકમાં મુમુક્ષુઓને ઘણું માર્ગદર્શન આપ્યું છે. – કુન્દનિકા કાપડીઆ, જન્મભૂમિ, ૩૦-૪– '૮૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રીનાં પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન : મુંબઈ • આર. આર. શેઠની કું, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ- ૪૦૦ ૦૦૨ ૪:૩૧૩૪૪૧ * નવભારત સાહિત્ય મંદિર, ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨ ૪:૩૧૭૨ ૧૩ * લિબર્ટી સ્ટોર્સ, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૫૪ ૩: ૬૪૯૨૨૩૧ શામજી હીરજી ગાલા, વિજય સ્ટેશનરી, માધવવાડી, દાદર (સે. રે.) સ્ટેશનની બાજુમાં, મુંબઈ – ૪૦૦ ૦૧૪ ૨ : ૪૪ ૬૨૧૭ * નેમજી ગાલા, ગાલા પ્રોવિઝન સ્ટોર્સ, હાજી બાપુ રોડ, પોસ્ટ ઑફિસ સામે, મલાડ, પૂર્વ, મુંબઈ-૪૦૦ ૦૯૭ : ૬૮૦ ૨૩૪૧, ૬૮૦ ૦૬૯૬ વલસાડ * વલસાડ બુક સ્ટોર્સ, ગાંધી રોડ, વલસાડ-૩૯૬ ૦૦૧ ૨ : ૨૦૭૭ * સુરેન્દ્ર ધનજીભાઈ શાહ, સમર્થ, જલારામ મંદિર ક્રૉસ રોડ, વલસાડ– ૩૯૬ ૦૦૧. ૨ : ૩૧૪૬ સૂરત * ધીરુભાઈ સી. શાહ, ૬ સી, અંજલિ ટાવર્સ, પાર્લે પૉઇન્ટ, અઠવા લાઇન્સ, સુરત – ૩૯૫ ૦૦૭ ૨ : ઘર : ૪૭૦૧૮, ઑફિસ – ૨૭૩૫૦, ૨૬૬૪૦. પાલીતાણા * સોમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા - ૩૬૪ ૨૭૦ (સૌરાષ્ટ્ર) પ્રકાશક પાસેથી એકસાથે દશ કે તેથી વધુ નકલ ખરીદનારને વળતરનો લાભ મળી શકશે. સંપર્ક : * રતિલાલ વેલજી સાવલા, શેઠના હાઉસ, ૩જે માળે, ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ - ૪૦૦ ૦૦૭ ૨ : ૮૨૨ પ૨૩૮ Page #378 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હાલ વલસાડ-બોધિ, જવાહર સોસાયટી, હાલર રોડ, આવાંબાઈ હાઇસ્કૂલની સામેની ક્રૉસ લેન – માં બિરાજે છે. યુનિશ્રીના વિહાર | નિવાસવિષયક માહિતી માટે સંપર્ક : 5) સુરેન્દ્રભાઈ / ઇન્દિરાબેન શાહ ફોન ઘર – ૩૧૪૬ વલસાડ રસિકભાઈ મંજુબેન શાહ ૨૪૩૮ વિનુભાઈ કોકિલાબેન શાહ ૪૪ ૩૭૭૧ અમદાવાદ હર્ષદભાઈ જયાબેન શાહ ” ૮૬ ૬૪૯૪ ” રતિલાલભાઈ ચંચળબેન સાવલા - ૮૨૨ પ૨૩૮ મુંબઈ મહેન્દ્રભાઈ | વિમળાબેન શાહ ” ૬૧૪ ૮૫૬૬ ” નેમજીભાઈ ગાલા ઑફિસ ૬૮૦ ૨૩૪૧ ૬૮૦ ૦૬૯૬ ” બહારગામથી મુનિશ્રીનાં દર્શન સત્સંગ અર્થે જનારાં દર્શનાર્થીઓ જિજ્ઞાસુઓ એ વાતની નોંધ લે કે દર મહિનાની એકથી બાર તારીખ દરમ્યાન તેઓશ્રી બહુધા કોઈ સાથે વાર્તાલાપ કરતા નથી, તે પછીના દિવસોએ પણ તેઓશ્રી સવારે દશ થી બપોરના બાર સુધીમાં જ યથાવકાશ મળી શકશે એમ સમજીને ત્યાંનો પોતાનો કાર્યક્રમ ગોઠવવો; જેથી, પોતાને નિરાશ થવું ન પડે તેમજ મહારાજશ્રીના નિત્યક્રમમાં વિક્ષેપ અલ્પ રહે. Page #379 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન અને સાધનાપથ ફાધર વાલેસ પુસ્તક બહુ ગમ્યું... ...જુદી જુદી પદ્ધતિઓનો સ્વીકાર અને સમજતી, વ્યવહાર માર્ગદર્શન અને સ્પષ્ટ શૈલી - એ એનાં વિશેષ લક્ષણો છે. પુષ્કરભાઈ ગોકાણી જૈન અને જૈનેતર સર્વ માટે એકસરખું ઉપયોગી પુસ્તક... ...મનની-બ્દયની ગ્રંથિઓ છોડવા વિશે આપેલી સમજ શ્રુતિ, યુક્તિ અને અનુભવથી તોલીને આપી હોઈ, સાધક માટે સાધનાની માર્ગદર્શની તરીકે આ ગ્રંથ સતત સાથે રાખવા યોગ્ય છે. મકરન્દ દવે જડતાની શિલાઓ ભેદતો, ભ્રમણાનાં વમળ પાર કરતો, સંકુચિતતાની પાળો ભાંગતો અવિરત વહેતો સાધનાનો પ્રવાહ. ...શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિની ત્રિપાંખિયા ધસારાથી આતમગઢ સર કરવાનું આહવાન. ...સાધકને માટે તો મન, બુદ્ધિ, અહંકારની ત્રિકુટિ ભેદનારું આ આયુધ છે. ડૉ. કુમારપાળ દેસાઈ - આધ્યાત્મિક સાધના કરનારને માટે આ એક અમૂલ્ય પુસ્તક છે. જસ્ટીસ ટી. યુ. મહેતા નિવૃત્ત ચીફ જસ્ટીસ, હિમાચલ પ્રદેશ સાધના અને આત્મજ્ઞાન વિષે આટલો તલસ્પર્શી અભ્યાસ, વિશદ છણાવટ અને વિષય અંગે દરેક સાધકને સ્વભાવિક ઊભા થતા પ્રશ્નોનું આટલું સુંદર નિરૂપણ મારા વાંચવામાં આજ સુધી આવ્યું નથી. ‘જીવનની સાર્થકતા શામાં?” એ મનોમંથનના પરિપાકરૂપે ઈ. સ. ૧૯૫૧માં, છવીસ વર્ષની યુવાનવયે ગૃહત્યાગ. દીક્ષિત જીવનમાં પોતાનાં સ્વાધ્યાય, સાધના અને તેનો નિષ્કર્ષરૂપ થોડા સાહિત્યનું સર્જન તેમજ પથદર્શન અર્થે આવતા જિજ્ઞાસુ મુમુક્ષુઓને સલાહસૂચન એ જ એમની મુખ્ય પ્રવૃત્તિ રહી છે. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી ગણીના શબ્દોમાં કહીએ તો “સાધુપણાનોય એક સંસાર હોય છે. સાધુપણાનોય સંસાર છોડી બેઠેલા એ સાધુ છે.” આજની આપણી ધર્મપ્રવૃત્તિ દ્વારા આપણે કયાં જઈ રહ્યા છીએ તેની તટસ્થ સમીક્ષા ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું ?" ગ્રંથમાં કરીને તથા નિષ્ઠાવાન મુમુક્ષુઓને ‘આત્મજ્ઞાન અને સાધનાપથ’ દ્વારા સાચો સાધનામાર્ગ ચીંધીને મુનિશ્રીએ વર્તમાન જૈન સંઘને ઢંઢોળીને સમયોચિત મૌલિક ક્રાંતિકર માર્ગદર્શન આપ્યું છે.