________________
સનાતન ગુંજાર તેમાંથી ઊઠે છે. અહીં તેમણે શાસ્ત્રગ્રંથોનાં પ્રમાણો, પ્રાચીન તેમજ અર્વાચીન મનોવૈજ્ઞાનિક ભૂમિકાઓ અને સાધકોના અનુભવો ઠેર ઠેર રજૂ કર્યાં છે. આ રીતે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિના ત્રિપાંખિયા ધસારાથી આતમગઢ સર કરવાનું આહ્વાન તેમણે આપ્યું છે. સાધકને માટે તો આગમ-યુક્તિઅનુભવને એકમાં સમાવતા ત્રિશૂળ સમું, મન-બુદ્ધિ-અહંકારની ત્રિકૂટિ ભેદનારું, આ આયુધ છે. મન-બુદ્ધિ-અહંકારની ત્રિકૂટિ ન ભેદાય ત્યાં સુધી હરેક મુકામે સાધકને એનું કામ પડવાનું.
१६
સાધક માત્ર શાસ્ત્રવચનનો આધાર રાખે તો તેની દશા ‘પઢ પઢ કે પથ્થર ભયે' જેવી થઈ જાય. માત્ર યુક્તિના કુંડાળામાં ફર્યા કરે તો ક્યાંયે ન પહોંચે અને તર્કજાળમાં ફસાઈ જાય, માત્ર પોતાના અનુભવના મદાર પર માંચડો બાંધે તો કૃતસિદ્ધ કે ભ્રમદાસ થવાનો વારો આવે. મુનિશ્રીએ આ ત્રણેની ઉપયોગિતા દર્શાવી છે, અને અંતે તો ‘સર્વતંત્રસ્વતંત્ર’ થઈ પરમ મુક્તિના અંતિમ શિખરની વાટ ચીંધી છે. એ મુક્તિ સાધનબળની પરિપૂર્ણતાએ આવે છે, તે પહેલાં નહીં; એ બતાવવાનું તેઓશ્રી ચૂક્યા નથી. આજે તો કોઈ યમ-નિયમ, સાધન-ભજનની જરૂર જ નથી એમ કહી સીધી સ્વતંત્રતા હાથમાં આપતા વિચારકો જોવા મળે છે. પણ તેથી તો આત્મરાજ્યની સ્વતંત્રતાને બદલે નિમ્ન પ્રકૃતિની સ્વચ્છંદતા જ ફાલેફૂલે છે. મુનિશ્રીએ આની સામે લાલબત્તી ધરી છે તેના પર પૂરું ધ્યાન આપવાની જરૂર છે. કોઈ સિદ્ધિ કે મુક્તિને નામે ગાંડી દોટ મૂકનારા ‘આત્મહના: જના:’ આત્માની અવગતિ નોતરનારા લોકો અને ‘આત્મવાન’ પુરુષો વચ્ચે આકાશ-પાતાળનું અંતર છે. આત્મવાનનાં લક્ષણો મુનિશ્રીએ પેરે પેરે નિરૂપ્યાં છે.
---
Jain Education International
કોઈ પણ જાતના અતિરેકને છોડીને જે માર્ગ લેવામાં આવે તેને આપણે મધ્યમ માર્ગ કહીએ છીએ. પણ ઘણીવાર આપણે મધ્યમ માર્ગને મંદગતિવાળો, બાંધછોડનો કે સમાધાનનો માર્ગ ગણી કાઢવાની ભૂલ કરીએ છીએ. પણ આ માર્ગે કશું અધવાનું કામ આવે એમ નથી. મધ્યમ માર્ગ તો મધ્યમા નાડી સુષુમ્ગાનો માર્ગ છે. એ તો તમામ ગ્રંથિઓને સોંસરવો વીંધે એવો માર્ગ છે. એક સામાન્ય દોરો પણ સોયના નાકામાં પરોવવો હોય તો દોરાના અગ્રભાગે વેરવિખેર તંતુ-છૂંછાં હોય તો ન ચાલે. અને હાથ સ્થિર ન હોય તે પણ ન ચાલે. એવું જ ચિત્તતંતુને પરમ સૂક્ષ્મ તત્ત્વમાં પરોવવાનું છે. અને ચિત્ત જયારે તલ્લીન થઈ જાય ત્યારે તો નથી દોર રહેતો, નથી પરોવવાનું રહેતું, નથી સોયનું
For Private & Personal Use Only
www.jainelibrary.org