SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નાકું રહેતું. કબીરે કહ્યું “ભજન તજન કે મધ્યમ, સો કબીર મન માન” ભજન એટલે આરાધના અને તજન એટલે ત્યાગ એ બન્નેની મધ્યમાં જે વસ્તુ છે તેમાં મન લાગી જવું જોઈએ. આ માટે ચિત્તની એકાગ્રતા ઉપરાંત ચિત્તની કેટલી નિર્મળતા જોઈએ? અંતે ચિત્તની કેટલી લય-અવસ્થા જોઈએ? આજે નૂતન ધ્યાનમાર્ગીઓ ચિત્તની એકાગ્રતા પર ભાર મૂકે છે પણ ચિત્તની શુદ્ધિનો ખ્યાલ સુધ્ધાંયે કરતા નથી. મુનિશ્રીએ એ તરફ યોગ્ય ધ્યાન ખેંચ્યું છે. ચિત્તની શુદ્ધિ વિનાની એકાગ્રતા તો માણસને આત્મજ્ઞાનીને બદલે, વધુ ને વધુ વિનાશક બૉમ્બની શોધમાં મશગૂલ વૈજ્ઞાનિક પશુ બનાવી શકે. મુનિશ્રીએ નિષ્ઠાબળ માટે જેમ હૃતિ, યુક્તિ, અનુભૂતિના ત્રાગડા પરોવી આપ્યા છે તેમ સાધનબળ પ્રાપ્ત કરવા માટે ત્રણ વસ્તુને અનિવાર્ય ગણી છે. એ છે યમનિયમ, સમત્વબુદ્ધિ અને આત્મભાવ. બૌદ્ધ દર્શનમાં તેને શીલ, સમાધિ અને પ્રજ્ઞા કહી છે. આપણે તેને શોધન, રોધન અને બોધન કહી શકીએ. આપણી ઇન્દ્રિયો અને ચિત્તવૃત્તિઓને શુદ્ધ કરતી પ્રાથમિક સાધના છેશોધન. ચિત્ત શુદ્ધ અને એકાગ્ર થતું આવે તેમ વૃત્તિઓનું રોધન થતું આવે છે. ઘણા માને છે તેમ વૃત્તિઓનો નિરોધ એ કાંઈ મન પરની જોરતલબી નથી પણ મનનો ઉઘાડ છે. સૂઝ પ્રગટે એમ સંયમ સ્વાભાવિક થતો જાય છે. આવા ઊઘડતા મનમાં જ છેવટે બોધન એટલે અંતર્રજ્ઞાનાં કિરણો પ્રગટે છે. આમાં ક્રમે ક્રમે અંતર્મુખ થતું સાધનબળ પ્રાણ પૂરે છે. બાકી નય બૌદ્ધિક પ્રયાસ તો પાંગળો નીવડે છે. મુનિશ્રીની મશાલ આવી વસમી ઘાટી વચ્ચે અજવાળું પાથરતી આવી છે. ‘મનની વત'માં આ પુસ્તક કેમ રચાતું ગયું તેનો મુનિશ્રીએ ખ્યાલ આખો છે. આંતરિક સ્કૂરણાનો ધોધ આ પુસ્તકના મૂળમાં હોવા છતાં તેનો પ્રવાહ આગળ વધતો ગયો તેમ તેને યોગ્ય દિશામાં વાળવાનું ઈજનેરી કામ પણ તેમણે કુશળતા અને કાળજીથી કરી બતાવ્યું છે. મુનિશ્રીનું લખાણ ધ્યાન દઈને વાંચશે તેને પ્રતીતિ થશે કે કોંગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ આવે, ક્યાંયે સંદિગ્ધતા ન રહી જાય, લખાણ અધિકૃત બને પણ રસહીન ન બની જાય એ માટે તેમણે પરિશ્રમ ઉઠાવવામાં પાછું વાળીને જોયું નથી. તેમનું એક માત્ર લક્ષ્ય છે કે સાધનાનો આ નિર્મળ પ્રવાહ જડતાની શિલાઓ ભેદતો, ભ્રમણાનાં વમળ પાર કરતો, સંકુચિતતાની પાળો ભાંગતો અવિરત વહેતો રહે, અને પોતાના ખેતરમાં તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy